________________
૩૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
ભાવતીર્થની સેવામાં “ભીમ અને મહાભીમ'નું ઉદાહરણ...
ભીમ અને મહામીમની કથા
ગગનને ચુંબન કરતા દુર્ગ જેવા સેંકડો શિખરોવાળો, વિવિધવૃક્ષના વનખંડથી મંડિત નિતમ્બ દેશવાળો, ભમતા ભીષણ જંગલી જાનવરોવાળો, અનેક ગુફામાં વસતાં ભિલ્લ સમૂહવાળો, સંચરણ કરતા હાથીના જૂથવાળો, નર્મદા નદીના પ્રવાહનું ઉત્પત્તિસ્થાન, ઝરણાના ઝંકારથી દિશાને હેરી કરનાર, વાંદરાના હુપાહુપથી પ્રચુર અવાજવાળો મોર અને કોયલના અવાજથી વ્યાયમુખરિત એવો વિંધ્યાચલ પર્વત છે.
તેનાં વિષમ અધોભાગમાં તળેટીમાં વંસકલંકી નામે ચોરપલ્લી છે. તેમાં ચોરોના અધિપતિ ભીમ અને મહાભીમ બે ભાઈ વસે છે. તેઓ સમ્યગ્દષ્ટિવાળા હોવા છતાં અવિરતિવાળા પ્રાણીવધ વિગેરેમાં આસક્ત પ્રાયઃ ચોરીથી વૃત્તિ ચલાવે છે. એક વખત સાથેની સાથે અનિયત રીતે વિહાર કરતાં સૌમ્યતાથી ચંદ્ર સરખા, તપતેજની દીપ્તિથી સૂર્યસમાન, ક્ષમા ધરવામાં પૃથ્વી જેવાં, ગંભીરતામાં સમુદ્ર જેવાં, સ્થિરતામાં મેરુપર્વત સમાન, નિરાલંબપણામાં ગગનતળ જેવા, દુઃખસંતાપથી તમ ભવ્ય પ્રાણીઓનાં સંતાપ હરવામાં મેઘ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન, તે કાલમાં વર્તનાર શ્રુતના પારગામી, પરોપકારમાં દત્તચિત્તવાળા જાણે મૂર્તિમાન જિનધર્મ તથા સાધુઓથી પરિવરેલાં “ધર્મઘોષસૂરિ પલ્લીમાં પધાર્યા.
આ અવસરે આકાશ તમાલપત્ર સરખા કાળા વાદળાઓથી વ્યાપ્ત થઈ ગયું. અતિગર્જનાથી જાણે આભ ફૂટવા લાગ્યું. વિજળી ચમકારા મારવા લાગી. મુશળધારે પાણી પડવા લાગ્યું. નદીઓ ઘોડાપુરથી ગાંડીતુર બની ગઈ, માગ કાદવથી ભીનાં થઈ ગયા, નદી-નાળા મોટા માગ પણ પાણીથી ભીંજાઈ ગયા, ગોકળગાય, ઈન્દ્રગોપ = લાખ વિ. સુંવાળા જીવ જંતુઓ ભમવા લાગ્યા, અને પૃથ્વી નવાંકુરોથી વ્યાખ થઈ ગઈ. તેવા પ્રકારની વરસાદની શોભા જોઈ વિરાધના ટાળવા ગુરુએ સાધુને તેજ પલ્લીમાં વર્ષાકાળ નિમિત્તે વસતિની ગોષણા કરવા કહ્યું !
- સાધુઓ પલ્લીમાં આવ્યા. મધ્યમ વયના માણસને પૂછયું વસતિ માટે. પદ્ધિપતિનું ઘર બતાવ્યું. પલ્લી પતિને ઘેર ગયા. બે ભાઈઓએ દેખા અહો!