________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૯
‘ગજાગ્રપદ’ એવું પર્વતનું નામ થયું. અને ભક્તિભરિત અંગવાળા ઈન્દ્રે પ્રભુ પદકમળને નમી અદ્ભૂતગુણની આ પ્રમાણે સ્તુતિ કરી.
ભવસમુદ્રમાં ડુબતાં પ્રાણીઓને તારવામાં જહાજસમા, સુરેન્દ્ર અસુરેન્દ્ર વૃન્દથી વંદિત ! મુનીન્દ્ર ! કામદેવને જિતનારા ! મોહમદ્ઘનું બળ હરનારા, હાથમાં રહેલ મુક્તાફળની જેમ ત્રણ લોકને જોનારા, દુષ્ટ અષ્ટકર્મરૂપી વૃક્ષની કઠિન ગાંઠને છેદવામાં તીક્ષ્ણ કુઠારસમા, ત્રણ લોકના તિલક હે જિનેન્દ્ર! તમારાં પાદકમળને હૈં નમસ્કાર કરું છું. માનસિક અને શારારિક અનેક દુ:ખથી પીડાતા એવા અમોને શિવસુખ આપવા દ્વારા પ્રસાદ કરો !
એમ સ્તુતિ કરી ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઈન્દ્ર નિજસ્થાને બેઠો અને ધર્મ સાંભળવા લાગ્યો. તે દેખી દશાર્ણભદ્ર રાજા સંવેગ પામ્યો અને એમ વિચારવા લાગ્યો આને સુંદર ધર્મ કર્યો છે જેથી આવી ઋદ્ધિ મળી છે. મને ધિક્કાર હો. ખોટો ગર્વ કરવાથી તૃણ અને રુથીપણ આત્માને હલકો કર્યો. આની અને મારી ઋદ્ધિમાં ઘણું અંતર છે. તેથી શા માટે અજ્ઞાની એવા મેં આત્માને ખેદ પમાડ્યો. જે સંસારમાં આવા અપમાન દેખવા પડતા હોય તે સંસારથી શું પ્રયોજન ? એથી તપસંયમમાં ઉદ્યમ કરું. એમ વિચારી જિનેશ્વરને નમી કહેવા લાગ્યો. હે પ્રભુ ! જો હું યોગ્ય હોઉં તો મને દીક્ષા આપો. અતુલ સંવેગ રસવાળો જાણીને ભગવાને તરત મુનિઓ દ્વારા ઉપાસિત મહાન દીક્ષા આપી. તે દેખી ઈન્દ્ર તે રાજાને પગે પડ્યો. અને કહ્યું આ તો મારી શક્તિ નથી આપ જીત્યા. પચાસ હજાર રથ, સાતસો રાણીઓ છોડી ઘોર તપ કરી દશાર્ણભદ્ર રાજા મોક્ષે સીધાવ્યા. તે ગામમુખી પુત્ર પણ રાજાની દીક્ષા દેખીને સંવેગ પામી જિનેશ્વર પાસે પ્રવજ્યા સ્વીકારી.
આર્યમહાગિરિએ તે ગજગ્રપદ પર્વત ઉપર જે પરમ પવિત્ર પ્રકૃતિથી શુભ ભાવ પેદા કરનાર તીર્થ સ્વરૂપ છે. ત્યાં ચૈત્યોને વાંદી વિસ્તૃત શિલાતલ ઉપર ઉત્તમ સત્વોજ આચરી શકે તેવું. પાદપોપગમન અનશન કર્યુ અને દેવલોકમાં ગયા. એમ દર્શન શુદ્ધિના નિમિત્તે આર્યમહાગિરિએ વ્યતીર્થની સેવા કરી.
(ઈતિ આર્યમહાગિરિ કથા સમાપ્તમ્)