________________
૨૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
લાગ્યો. આ બાજુ દેવપુજિત ત્રૈલોક્યના સૂર્ય વીર જિનેશ્વર સંધ્યાકાળે તે નગરમાં પધાર્યા. અને દેવોએ સમવસરણ રચ્યું ત્યારે નિયુક્ત પુરુષોએ દશાર્ણભદ્ર રાજાને વધામણી આપી કે હે રાજન્! નરેન્દ્ર દેવેન્દ્રના વૃન્દથી પરિવરેલાં, શ્રમણ સમૂહથી સંવૃત્ત, ૩૪ અતિશયથી સંયુક્ત દિવ્યજ્ઞાનવાળા, આઠ પ્રતિહાર્યથી શોભિત અહીં દશાર્ણકૂટમાં વીરસ્વામી સમોસર્યા છે. તે સાંભળી સહસા રોમાશ્રિત શરીરવાળા રાજાએ ત્યાં રહ્યા જ ઉભા થઈ વંદના કરી વધામણી આપનાર પુરુષોને સાડાબાર લાખ ચાંદીના દ્રમ્મો (કમ્મ નિષ્કનો સોળમો ભાગ; નિષ્ક - પ્રાચીન સિક્કો છે ૧૨૮૦ કોડી = ૧ દ્રમ્સ) અને અંગે લાગેલા આભરણો આપ્યા. પહેલાં કોઈએ જે રીતે ભગવાન વાંઘા ન હોય તે રીતે સર્વ નિજઋદ્ધિથી કાળે ભગવાનને હું વાંદીશ. એમ વિચારી તીર્થંકર, ચક્રી, બળદેવ, વાસુદેવ વિગેરેના ચરિત્રો સાંભળવા. અને ચિંતવવા વડે હર્ષથી રાત્રિપૂર્ણ કરી. સવારે મંત્રીવર્ગને આદેશ કર્યો. ‘“સર્વ સામગ્રી તૈયાર કરાવો !'' અને ‘“હું તે સામગ્રી સાથે જિનવંદન કરવા જાઉં છું. તેથી નગરજનો પોતાની સર્વસામગ્રી લઈ જિન વંદન કરવા આવે'' એમ ઘોષણા કરાવો.
=
રાજાના વચનને મંત્રીઓએ આજ્ઞા દ્વારા સર્વ રીતે સંપાદિત (પૂર્ણ) કર્યુ. રાજાએ ઋદ્ધિ સહિત લોકોને આવતા દેખી. સ્નાન કરી, બલિ કર્મ કરી, અલંકારથી અલંકૃત બની, શ્વેત વસ્ત્ર અને શ્વેત છત્ર ધારણ કરતો, શ્વેત ચામરથી વીંઝાતો, સર્વ અંતઃપુરથી યુક્ત લીલાથી સમવસરણમાં ગયો. ગજરાજથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા આપી જિનેશ્વરને અભિવંદન કરી સ્વસ્થાને બેઠો.
ત્યારે જોજનગામિની સ્વસ્વભાષામાં પરિણામ પામનારી વાણી વડે ભગવાને ધર્મ કહેવાનો પ્રારંભ કર્યો. આ અરસામાં ઈન્દ્રે વિચાર્યું ધિક્કાર હો ! આ રાજા જે ખોટો ગર્વ કરે છે. તેથી બોધ પમાડુ એમ વિચારી ઈન્દ્રે ઉત્તુંગ અને શ્વેત કાન્તિવાળો, મણિકંચન અને રત્નથી શોભિત શરીરવાળો. ઐરાવણ હાથી રચ્યો. જેને આઠ મુખ બનાવ્યા. એક એક મુખમાં આઠ આઠ દંતશૂળ અને દરેક દાંત ઉપર આઠ-આઠ વાવડીઓ, દરેક વાવડીઓમાં આઠ-આઠ કમળ, દરેક કમળના આઠ-આઠ દળ, દરેક દળે આઠ-આઠ સુરમ્ય નાટકો વિક્ર્થી, સામાનિક; દોગુંદક; ત્રણપર્ષદા, સુસજ્જ અંગરક્ષકો, લોકપાળો, સેનાપતિ અને સાત પ્રકારનાં સૈન્ય; સર્વે પ્રકીર્ણક દેવો, આભિયોગિક, કિલ્બિષિકો અને અપ્સરાના સમૂહથી પરિવરેલો ચારે તરફથી દેવેન્દ્રની ઋદ્ધિથી દીપતો ત્યાં આવીને પ્રદક્ષિણા કરી તે હાથીના અગ્રપદ નમાવે છે. તે બે પગ શા પ્રભાવથી ત્યાંજ ખુંચી ગયા. જે આજે પણ દેખાય છે. એથી