________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
જ્યારે તેની પત્ની કુલટા હતી. જે કોટવાલ સાથે વસે છે. એક વખત ત્યાં રમ્ય નાટક થતું હતું. તેમાં કંકણને ધારણ કરેલ સ્ત્રીવેશધારી નટને કુલટાએ જોયો. તેને પુરુષ જાણી તેનાં ઉપર તેણીને અનુરાગ થયો. અને સૂત્રધારને કહ્યું છે આ મારી સાથે આ જ વેશે રમે તો ૧૦૮ દ્રમ્ (રૂપીયા) આપું. તેણે સ્વીકારીને કહ્યું આ તારી પાછળજ આવે છે. તેથી તેણીએ ઘરની નિશાની જણાવીને ખીર રાંધવા લાગી. અને નટ આવ્યો. તેના પગ ધોયા અને ખીર પીરસી, ઘી, ગોળ ભરેલો થાળ મૂક્યો. તેટલામાં કોટવાલ આવ્યો તેણીએ નટને કહ્યું તું તલના કોઠામાં ઘુસી જા. એટલામાં હું આને પટાવીને પાછો વાળું. કોટવાલે કહ્યું “શું કરે છે ?” તેણીએ કહ્યું જમું છું. ઉભી રહે ! મારે ખાવું છે. તે પાગ બળજબરીએ જમવા બેઠો. ત્યાં તો પતિ આવ્યો, તેણીએ કોટવાલને ઈશારાથી કહ્યું તું આમાં પેસીજા પણ આગળ કાળો સર્પ છે. માટે દૂર ના જતો. પતિએ પૂછયું શું કરે છે ? ત્યારે કહ્યું હે નાથ ! ભુખ લાગી છે માટે જમું છું. પતિ કહે તું ઉભી રહે મને જમવા દે. તેણીએ કહ્યું પણ તમે ન્હાયા વિના ક્યાં જમો છો. આજે આઠમ છે માટે હાઈને જમો. તે બોલ્યો હું જમું ત્યાં સુધી તું ન્હાઈ લે. એમ કહી જમવા લાગ્યો.
આ બાજુ ભુખ્યો થયેલો નટ તલ ફાંકવા લાગ્યો. તેનો અવાજ સાંભળી કોટવાલ સર્પ માનીને ભાગ્યો. તેથી બીજે સ્ત્રી વેશધારી નટ પણ ભાગ્યો. પતિએ પત્નીને પૂછ્યું આ શું ? અરે આ તો શંકર અને પાર્વતી આપણાં ઘેર રહેલા હતાં પણ આજે આઠમના દિવસે ધર્મનું ખંડન કર્યું તેથી નીકળી ગયા. પતિ દુઃખી થઈને પૂછે છે હવે કાંઈ ઉપાય ? તમે ઘણું દ્રવ્ય કમાઈને મહાપૂજા કરો તો તુષ્ટ થઈને ફરી આવશે. એમ સાંભળી દ્રવ્ય કમાવા દૂર દેશમાં ગયો. કામ ધંધો કરી દશ ગદિયાણાં – અર્ધાતોલાનું વજન = પાંચ તોલા સોનું મેળવ્યું. ઘર ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં એક ઝાડ નીચે બેઠો. તેટલામાં ઘોડાથી અપહરણ કરાયેલો રાજા દશાર્ણભદ્ર ત્યાં આવ્યો. થાકેલો રાજા ઘોડા ઉપરથી ઉતર્યો. તેમને પાણી આપ્યું અને પલાણ ઉતાર્યું ને રાજાએ આરામ કરતાં તેને પૂછયું ત્યારે પૂર્વ વૃત્તાંત કહ્યો. રાજા વિચારવા લાગ્યો. તેની પત્ની વડે બિચારો ઠગાયો. પાણ એનો ઉત્સાહ ઘણો છે. તો આની પૂજા કરું કે આનું અધિક હિત કેવી રીતે કરું ? અથવા મારા નગરમાં લઈ જાઉં કારણકે આ મારો ઉપકારી છે. એમ રાજા વિચારતો હતો તેટલામાં સૈન્ય આવ્યું. તેને લઈ નગરમાં ગયો. અને સભામાં બેઠેલા રાજાએ તેને કહ્યું. “હે ભદ્ર! તને શું આપું ? તે કહે હે દેવ! પૂજાની સામગ્રી આપો. પછી કુતૂહલથી વિવિધ ગોષ્ઠી કરતો રાજા પાસે રહેવા