________________
૨૯૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
विरया पावठाणेसु, निरया संजमे तवे । निम्ममा निरहंकारा खंता दंता जिइंदियां ॥९३॥
પાપસ્થાનોથી નિવૃત્ત થયેલાં સંયમ અને તપમાં આસક્ત, મમત્વ અને માનવગરનાં શાંત, દાંત એટલે મનને કાબુમાં રાખનારા જિતેન્દ્રિય સ્પર્શ વિ. બાહ્ય ઈંદ્રિયોને કાબુમાં રાખનારા સાધુઓ હોય છે.
પાંચ આશ્રવથી અટકવું, પાંચ ઈન્દ્રિયોને કાબુમાં રાખવી કષાયનો જય કરવો, અશુભ મન વચન કાય યોગ રૂપ દંડથી અટકવું. એમ સત્તર ભેદવાળો સંયમ છે.
અનશનઆદિ બાર ભેદે તપ છે. ગા
अहो ! धण्णो हु सो देसो पुरं राया गिही गिहं । जं तुट्ठि मण्णमाणा णं विहरंती सुसाहुणो ॥ ९४ ॥
અહો તે દેશ, નગર, રાજા, ગૃહસ્થ અને ઘરને ધન્ય છે કે જેમાં હર્ષને મેળવતાં સુસાધુઓ વિચરે છે. ૯૪
सेज्जं जो देइ साहूणं तरे संसारसायरं । सेज्जायरो अओ बुत्तो सिद्धो सव्वण्णुसासणे ॥ ९५॥
સાધુઓને વસતિ આપનાર સંસાર સાગરથી પાર પામે છે. એથી સર્વજ્ઞ શાસન નિશીથ વિ.માં શય્યાથી તરે તે શય્યાતર એમ વ્યુત્પત્તિ કરી છે. ૯૫૫ चिट्ठताणं जओ तत्थ वत्था - ssहार - तवाणी |
सम्मं केइ पवज्जंति, जिणदिक्खं पि केइ वि ॥९६॥
ત્યાં રહેલા સાધુને વસ્ત્ર આહારાદિ મળે અને મોટી તપશ્ચર્યા વિ. પણ કરી શકે અને તેમની પાસે આવી કોઈક સમકિત અને કોઈક દીક્ષાને પણ ગ્રહણ કરે એમ અનેક ગણો લાભ થાય છે. ૯૬
सिज्जादाणप्पभावेणं देवाणं माणुसाण य ।
पहाणं संपया फुलं फलं निव्वाणमुत्तमं ॥ ९७||
શય્યાદાનના પ્રભાવથી દેવ મનુષ્યની ઋદ્ધિ મળે તે તો (આનુષંગિક) કુલ છે. અને નિર્વાણ એ ફળ છે. ગા