________________
૧૨૧
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેવી વિદ્યાધર મનુષ્યો અને તિર્યચોથી ખીચોખીચ ભરેલાં !
विमाणमाला-कुलपब्वएसुं, वक्खार-नंदीसर-मंदरेसुं । अट्ठावए सासय-ऽसासयाई, जिणालयाई व महालयाई ॥३५॥
દેવલોકનાં વિમાન, વર્ષધર પર્વત, વક્ષસ્કાર, નંદીશ્વર દ્વીપ, મેરુપર્વત, અષ્ટાપદ પર્વત, ઉપલક્ષણથી શત્રુંજય વિ. ઉપર રહેલાં શાશ્વતાં-અશાશ્વતાં ચૈત્યો જેવાં; આવા પ્રકારના મહાન તથા શોભાદાયક મંદિરો બનાવવા. તે કયા સ્થાનોમાં બનાવવાં તે નીચેની ગાથાથી જણાવે છે.
उत्तुंगसिंगेसु महागिरीसु, पुरेसु गामा-ऽऽगर-पट्टणेसु । पए पए सब्वमहीयलम्मि, गिही विहाणेण विहावएज्जा ॥३६॥
ગગનચુંબી ગિરનાર જેવાં પર્વતના શિખરો ઉપર તેમજ અવન્તી વગેરે પુર, શાળિગ્રામ વગેરે ગ્રામ-શાકંભરી વિ. આકર સ્થાનમાં, પત્તનમાં, ઘણું શું કહીયે, ડગલેને પગલે વિધિપૂર્વક મંદિરો બનાવી ગૃહસ્થ ભૂમિને મંડિત કરવી જોઈએ. ગૃહસ્થ જ આ કરવાનું છે.
પંચાશક ગ્રન્થમાં જિનભવનના વિધિમાં કહ્યું છે કે... સુખીસ્વજનવાળો, કુલવાન, પૈસાદાર, અતુચ્છ- હલકા નહિં પણ ઉમદા વિચારવાળો, બુદ્ધિશાળી, બલવાન, મતિમાન, ધર્મરાગી, ગુરુપૂજા કરવામાં રુચિ ધરાવનાર, શુશ્રુષાસાંભળવાની ઈચ્છાવિ. ગુણોથી યુક્ત, જિનાલય કરાવવાની વિધિને જાણનારો, આજ્ઞાપ્રધાન અને ગૃહસ્થ જિનભવન નિર્માણમાં અધિકારી છે. અયોગ્ય - અનધિકારી વડે કરાતું જિનભવન દોષ માટે થાય છે.
હરિભદ્રસૂરિ પંચાશકમાં દર્શાવે છે કે -અધિકારીએજ આ કરવું જોઈએ. આજ્ઞાભંગાદિ દોષનું વર્જન કરવું જોઈએ, ધર્મ આજ્ઞાની સાથેજ રહેલો છે. આજ્ઞાની આરાધનાથી પુણ્ય અને વિરાધનાથી પાપ થાય છે. આ ધર્મ રહસ્ય બુદ્ધિશાળીએ જાણવું જોઈએ. વિધિથી કરાતું અનુષ્ઠાન જ ફળદાયક બને છે. કહ્યું છે કે...
વિધિથી કરાતું સર્વ ધર્માનુષ્ઠાન ફળ આપનારું બને માટે તેમાં જ યત્ન કરવો જોઈએ !
કેવી સંપત્તિથી કેવા ચિત્તથી કેવા આદરભાવથી તેમજ કોનો દાખલો લઈ જિનભવનો કરાવવા, હવે તે જણાવે છે...