________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૪૩ મદથી ચાણક્યને માર્યો. આ જીવલોકમાં શ્રેષ્ઠમતિવાળો તો ચાણક્ય જ છે. કે જેણે મરવા છતાં પણ મને જીવતો છતાં મરેલો બનાવી દીધો. ખાત્રી કરવા માટે અનાથપુરુષને ગંધ સુંઘાડી મનોહર વિષયો ભોગવવાં આપ્યા. તે મય; તેથી જીવવા ખાતર સાધુ રૂપે રહેવા લાગ્યો. પરંતુ અભવ્યત્વ ને લીધે ભાવવગરનો હોવાથી ભવાટવીમાં તીણ દુ:ખોને સહન કરતો ભમશે.
બિંદુસારની પૃથ્વીતિલકા પત્નીને લાલપત્રનાં સમૂહવાળાં છાયા રેળાવતાં પુષ્પથી શોભતાં અનેક લોકોને આનંદ આપતાં અશોકવૃક્ષ જેવો અશોકથી નામે પુત્ર થયો. યૌવનવયે ઉભેલો તે કલાકલાપમાં નિપુણ હતો. તેથી રાજાએ યુવરાજ પદે સ્થાપ્યો. પિતાનાં મૃત્યુ પછી મંત્રી સામંતોએ તેને રાજા બનાવ્યો. રાજ્યધુરા સંભાળતા તેને કુણાલ નામે પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ યુવરાજ પદે સ્થાપી સ્વમાતા મૃત્યુ પામી હોવાથી સાવકીમા ના ભયના કારણે કુમારભક્તિમાં (આજીવિકા માટે) ઉજજૈની નગરી આપી. કુણાલને શ્રેષ્ઠ મંત્રી પરિજન સાથે ઉજજૈની મોકલી દીધો.
અતિસ્નેહના લીધે રાજા દરરોજ સ્વહસ્તે ટપાલ લખીને મોકલે છે. એક વખત કુમારને ભાગવા માટે યોગ્ય જાણી માહંતોને = પ્રધાનોને ઉદ્દેશીને લખ્યું કે “અધીવતાં કુમાર:” અને પત્રને ફરી વાંઓ પણ હજી અક્ષર ભીનાં હોવાનાં કારણે ખુલ્લો મુકીને રાજા શરીર શંકા નિવારવા ઉઠ્યો. રાજા પાસે બેઠેલી કુમારની સાવકી માતાએ વિચાર્યું રાજા આટલા આદરથી પત્ર કોને લખે છે; તેથી તેણીએ પત્ર વાંચ્યો. પણ રાજ્ય પોતાના પુત્રને મળે તેવી ઇચ્છાના કારણે “અ”કાર ઉપર બિંદુ મુકી દીધું. પત્રને તેજ સ્થાને પાછો મુકી દીધો. “હાથે મુકેલો પત્ર ફરીથી વાંચેલો હોય છતાં પણ એકવાર પુનઃ વાંચવો” એવા વચન યાદ ન આવવાથી રાજાએ આવીને પત્ર વાળીને મુદિત કરી પત્રવાહક ના હાથમાં ધર્યો. તેણે જઈ કુણાલને આપ્યો. તેને પણ લેખ વાંચનારને આપ્યો. પણ તે વાંચી ચૂપ થઈ ગયો. કુમારે કહ્યું પત્રને કેમ નથી વાંચતા ? ત્યારે તે ચૂપ થઈ ગયો. તેથી જાતે લેખને વાંચ્યો. અને જોયું કે “અંધીયતાં કુમારઃ” તે કુમાર બોલ્યો અમારા મૌર્યવંશમાં રાજલ્લા સર્વથા અપ્રતિહત હોય છે. જો હું પિતાની આજ્ઞા ઓળંગું તો બીજો કોણ આજ્ઞા પાળશે? વળી પિતાને આ પ્રમાણે પ્રિય છે. તો એ પ્રમાણે કરવું જ જોઈએ. એમ કુણાલે તમ સળીયા આંખમાં ધરબી દીધા. આ સાંભળી મહાશોકથી વ્યાપ્ત રાજાએ વિચાર્યું.
પુરુષથી મનોરથો અન્યરૂપે વિચારાય છે. ભાગ્યથી પ્રાપ્ત ભાવો અન્યરૂપે