________________
૧૪૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ થાય છે. સહર્ષ ઉઘતહદયથી અન્યરૂપે વિચારાય છે. વિધિવશે કાર્યારંભ અન્યરૂપે પરિણમી જાય છે. અંધને રાજ્ય નકામું છે. તેથી તેને એક ગામ આપ્યું. કુણાલની સાવકીમાના પુત્રને કુમારભક્તિની ઉજૈની નગરી આપી. કુમાર પણ ગાંધર્વ કલામાં ઘણો કુશલ હોવાથી ગાંધર્વ ગીતો ગાવામાંજ મસ્ત રહે છે.
આ અરસામાં પેલા ભીખારીમાંથી મુનિ બનેલનો જીવ અવ્યક્ત ચારિત્રના પ્રભાવે કુણાલની પત્ની શરદીનાં કુખે પુત્રરૂપે અવતર્યો. બે મહીનાં થતા જિનપૂજા, સાધુને દાન આપવું ઈત્યાદિ દોહલા થયા. કુણાલે યથાશક્તિથી પૂરા કર્યા. કાલક્રમે પુત્રને જન્મ આપ્યો. ત્યારે સાવકી માતાના મનોરથોને ધૂળભેગાં કરું અને પોતાનાં રાજ્યને લઉં. એમ વિચારી અજ્ઞાત વેશે ગામથી કાગાલ નીકલ્યો. ગાંધર્વ ગીતો ગાતો પાટલિપુત્ર નગરે પહોંચ્યો. ત્યાં પણ મંત્રી સામંત વિ.ના ઘેર ગીત ગાઈ સર્વને ખુશ કર્યા. તેથી સર્વ જનો કહેવા લાગ્યા કે.. છૂપા વેશે હાહા કે હુહુ આવ્યા લાગે છે અથવા શું તુંબરુ સ્વયં તો આવ્યો નથી ને ? શું આ ગંધર્વ છે ? શું આ કિન્નર છે ? કે શું આ માણસ છે ? એમ બોલતા લોકોના અવાજ રાજા પાસે પહોંચ્યો. કુતુહલથી રાજાએ તેને બોલાવ્યો અને પર્દાની અંદર રહીને કુણાલ ગાવા લાગ્યો. કારણ રાજાઓ વિકલ ઈન્દ્રિયવાળા માણસોને જોતાં નથી. તેથી તેને પર્દામાં રાખો. તેનાં ગીત ગાનથી રાજા ઘણોજ પ્રસન્ન થયો. અને કહ્યું કે હું ગંધર્વ ! તું વરદાન માંગ જેથી હું તને આપું. ત્યારે કુણાલે કહ્યું.
ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારનો પૌત્ર તેમજ અશોક શ્રી નો અંધપુત્ર કાકિણી - માંગે છે. અશ્રુભીની નેત્રવાળાં રાજાએ પણ પોતાનો પુત્ર જાણી પરદો દૂર કરી પોતાના ખોળામાં બેસાડ્યો. હે પુત્ર ! તું તો આંખે અખમ હોવાથી રાજ્યને લઈ શું કરીશ ? હે તાત ! મારો પુત્ર રાજ્ય કરશે. પુત્ર ક્યારે થયો. સંપ્રતિ (હમણાં) જ થયો છે. તેથી રાજાએ તેનું સંપ્રતિ નામ પાડ્યું. દશ દિવસ થતાં જન્મ સંબંધી દશ દિવસનો વ્યવહાર કરીને બોલાવીને રાજે સ્થાપ્યો.
અનુક્રમે તે પ્રચંડ શાસનવાળો “અર્ધભરત” નો સ્વામી બન્યો. અને ઘાણાં અનાર્ય દેશોને પણ બલથી વશ કર્યા. એક વખત રાજા ઉજૈનીમાં હતો ત્યારે જીવંતસ્વામીની પ્રતિમાને વાંદવા માટે વિહાર કરતાં કરતાં આર્યસુહસ્તિસૂરિ પધાર્યા. બજારમાંથી પસાર થતાં તેમને ગવાક્ષમાંથી સંપ્રતિ રાજાએ જોયા. જોઈને રાજા વિચારવા લાગ્યો મેં એમને પૂર્વભવમાં ક્યાંક જોયા લાગે છે. “અરે! એમને મેં પહેલા જોયા” એમ ઈહાપોહ કરતાં સંભ્રમથી ખલના પામતો અન્વય