________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૦૭ રાજાએ ખોળામાં બેસાડીને પુછ્યું બેટી આ શું? કુમારીએ કહ્યું કે ... વનમાંથી પાંદડા લાવી નદીથી પાણી લાવી છતા તેને હાથ પણ ન લગાડ્યો તેથી હે માતા ! હજી પાગ તે કઠિયારો તેવી જ અવસ્થામાં છે. બેટી અમને એમાં કશી સમજ પડતી નથી. પિતાશ્રી ! બધા લોકોને બેસાડો અને આ દોહાનો હું સવિસ્તર અર્થ કહું છું. તે ધ્યાન દઈને સાંભળો. તરતજ બધા સાવધાન થઈ બેસી ગયા. ત્યારે રત્નપ્રભા બોલી....
આ શ્રીવર્ધન નગરની તો બધાને જાણ છે જ. આ જ નગરમાં જન્મથી દારિકવાળો દરરોજ લાકડા વેચી આજીવિકા ચલાવનારો ભમ્મલિક નામે કાવડિયો છે. તેને ધન્યા નામની સ્ત્રી. તે બન્ને પ્રતિદિવસ રાત્રિનાં છેલ્લા પહોરે મહોદયા નદીમાં ઉતરી કાષ્ટ લાવે છે. અને શિરે વહન કરી ઉધાનની નજીકના આ વટવૃક્ષની છાયામાં વિસામો લઈ નગરમાં પ્રવેશે છે. એક દિવસ વિસામો ખાવા બેસેલી ધન્યાએ પતિને કહ્યું નાથ ! તરસથી મારું ગળું સુકાય છે. જો તમે કહેતા હો તો નદીમાં જઈ પાણી પીને આવું ત્યારે ભગ્ગલિક કઠિયારો કહે ભદ્રે ! આપણું ઘર નજીક જ છે માટે આપાગે જઈએ. ભદ્રા કહે મને બહુ તરસ લાગી છે. ભગ્ગલિક કહે જો એમ હોય તો જલ્દી જઈ આવ. ધન્યા ગઈ, પાણી પીને જેટલામાં પાછી આવે છે. તેટલામાં આ શ્રેષ્ઠ ઉધાન જુએ છે. ત્યારે ઉદ્યાનની ઉચ્ચકોટિની શોભા જોઈ તે વિચારવા લાગી કે મંદભાગી એવા અમે અંધારામાં જતા હોવાથી અને પાછા વળતા ભારથી અભિભૂત હોવાનાં કારણે ક્યારે પાગ આ ઉધાનને નજરથી સારી રીતે નિહાળ્યો નથી.
દર્શનીય વસ્તુને જોવી આજ દ્રષ્ટિયુગલનું ફળ છે. માટે અત્યારે ઉઘાનશોભા જોઈને નેત્રોને સફળ કરું.
વિસ્મયથી વિસ્ફારિત નેત્રોવાળી, નમેલી ડોકવાળી, વળેલી ખાંધવાળી, વિવિધ શોભાને નિહાળતી આ પ્રદેશે આવી પહોંચી. ત્યારે આ જિનમંદિરને સાક્ષાતુ નિહાળ્યું. અહો ! આ તો કોઈ આશ્ચર્યકારી દેવગૃહ લાગે છે. તેથી
અંદર જઈને એવું” એમ વિચારી પ્રવેશી ને જોવા લાગી કે - રત્નનિર્મિત સોપાન પંક્તિવાળું, મણિમય ભૂમિનળવાળું, સુવર્ણમય થાંભલામાં કોતરાયેલી વિવિધભંગીઓવાળી પુતળીયોવાળું, ઈશ્વરચહ વ મ અને અનેક રૂપિયાથી ભરપૂર હોય તેમ અનેક રમ્ય આકૃતિ-ચિત્રોથી વ્યાસ; સુંદર શિલ્પવાળા પાત્રોથી ભોજન મંડપ જેવું. તારલાવાળા આકાશની જેમ વિસ્તૃત સચિત્ર ચંદરવાવાળુ. કિલ્લાથી યુક્ત શ્રેષ્ઠ નગર જેવું, દેવતાઓથી યુક્ત સ્વર્ગના વિમાનજેવું જિનગૃહને દેખતી દેખતી જ્યારે અંદર પ્રવેશી ત્યારે રાગ અગ્નિને શાંત કરવામાં મેઘસમાન