________________
૨૬૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નહિ. એ પ્રમાણે કોશામ્બીમાં માણસો જેનાં અભિગ્રહને જાણતા નથી એવા પ્રભુ ગોચરી માટે વિચરે છે. એક વખત સુગુપ્ત મંત્રીના ઘેર ગયા. દાસી ભિક્ષા લાવી. ભગવાન તો લીધા વગર ચાલ્યા ગયા. નંદા મંત્રીણીએ દેખા. તે બોલી હે હલા ! ભગવાને ભિક્ષા કેમ ન લીધી ? હે સ્વામિની ! આ પ્રભુને ચોક્કસ કોઈ અભિગ્રહ હશે. અવૃતિથી મંત્રીને કહ્યું કે તમારું મંત્રીપણું શા કામનું ? ભગવાનનો અભિગ્રહ પણ જાગતા નથી. મંત્રીને પાગ અધીરતા થઈ. ત્યારે મૃગાવતીની દાસી ત્યાં આવેલી હતી. તેણીએ રાણી મૃગાવતીને કહ્યું. રાણીને પણ અધીરતા થઈ. રાજાને નિવેદન કર્યું તમારા રાજ્ય વડે શું? જો પ્રભુનો અભિગ્રહ પૂરતાં નથી. અહીં પ્રભુ વિચરી રહ્યા છે એ પ્રમાણે પણ જાણતા નથી. મંત્રીએ રાજ આદેશથી ભિક્ષાચરોને (પાંખડીઓને) અભિગ્રહ વિશેષ પૂછયા. વિશિષ્ટ વ્યાદિ રૂપે જેમ કહ્યું તેમ રાજાના આદેશથી લોકો દાન આપવા તૈયાર થયા છતાં પ્રભુ લેતા નથી. તેથી અત્યંત વ્યાકુલ બનેલા લોકો વિચારવા લાગ્યા.
આ આખો દેશ પથ્થહીન છે. જે કારણથી અહીં રહેલા જગનૂરુનો પણ વ્યવહાર વિધિથી અપાયેલા અન્નપાનથી ઉપકાર કરી શકાતો નથી. જેનું યત્નથી યોગ્ય જોડાયેલુ દાન યતિઓ ગ્રહણ કરતા નથી. તે ગૃહસ્થ શું કામનો ? તેનો ઘરવાસ નકામો છે. જેમ જેમ પ્રભુ આગળ અર્પણ કરાયેલ અનેક જાતનું ભક્તપાન પ્રભુ લેતા નથી. તેમ તેમ માણસો પ્રભુ ચિંતાથી મંદ થયેલા વિહલ બનેલા ખેદ પામે છે. એ પ્રમાણે પોતાના વૈભવ ઉપભોગ સંપત્તિની નિંદા કરવા પૂર્વક વ્યગ્ર બનેલા માણસો ધન પરિજન સમૃદ્ધિ સર્વ નિષ્ફળ માને
એ પ્રમાણે પાંચ દિવસ ન્યૂન છ મહિના સુધી વિચરતા ધનાવાહ શેઠના ઘેર પ્રવેશ્યા. પૂર્વે વર્ણવાયેલાં સ્વરૂપવાળી ચંદનબાલાએ પ્રભુને જોયા અને વિચારવા લાગી...
આલોકમાં હું કૃતાર્થ છુ, પુણ્યશાળી છું, જેણીના પારણાંના દિવસે આ પરમાત્મા પધાર્યા છે. જો કોઈ પણ હિસાબે પ્રભુ મારાં અડદ બાકળા ગ્રહણ કરે તો દુઃખ પરંપરાને જલાંજલિ આપી દેવાશે. એમ વિચારતી હતી એટલામાં ત્યાં પ્રભુ આવી ઉભા રહ્યા. ભકિત સમૂહથી પૂર્ણ ભરેલાં અંગવાળી જલ્દી બાકળા લઈ આપવા તૈયાર થઈ પણ પ્રભુ માટે અનુચિત કહેવાય એથી રડવા લાગી. અને સાંકળે બંધાયેલી બહાર નીકળી શકતી નથી. પગેથી (ડેહલી) ઉંબરાને રોકીને જગન્ગરને કહેવા લાગી હે ભગવન્! આપને કલ્પતા હોય