________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૬૩ ચંદનાને જોઈ. આંસુ ભરેલા નયનવાળા શેઠ રસોડામાં ગયા પણ મૂલાએ બધા અશનાદિ અંદર મૂકી દરવાજે તાળું મારી દીધું હતું. ત્યારે બરાબર જોતાં નિરાહર (આમાં શું ખાવાનું છે એવી ઉપેક્ષા) થી નહિં છુપાવેલા સૂપડાના કોણામાં રહેલા અડદના બાકળા દીઠા. તેજ લઈને ચંદનાને આપ્યા. અને કહ્યું હે બેટી!' લુહારને બોલાવી લાવું અને મનોજ્ઞ ભોજન રંધાવું ત્યાં સુધી આ ખા, એથી કરી અતિ ભૂખના લીધે શરીર નાશ પામી ન જાય. એમ કહી શેઠ લુહારના ઘેર ગયો.
ત્યારે ચંદના સૂપડામાં અપાયેલ માખીનાં ઢગલા સરખા અડદને દેખી પોતાની પૂર્વાવસ્થા યાદ કરી શોક કરવા લાગી. હે દેવ ! ત્રિલોકમાં તિલક સમાન કુલમાં જન્મ આપ્યો. તો અકાળે પ્રચંડ દુસ્સહ દારિદ્ર ક્યાંથી આવ્યું? જો હું મા બાપને વલ્લભ થઈ તો તેઓના મરાગ દુઃખને ભોગવનારી શા માટે બનાવી ? હે નિષ્કર્ણ બાંધવો સાથે વિયોગ કર્યો. તો આ બીજું દાસપણું કેમ આપ્યું ?
સુકુલમાં ઉત્પન્ન થયેલાંને અને પ્રાપ્ત થયેલી પોતાની અવસ્થાને વિશેષ નિંદી ફરીવાર કહેવાથી નીકળતા આંસુથી ભરાયેલી તે છોકરી રડવા લાગી. એમ પોતાનાં કર્મને નિંદી અને અવસ્થાનો શોક કરી. ભૂખથી (સુકાયેલા) પતલાં પડેલા ગાલવાળા મુખને હાથમાં મૂકી બાકળાને વિશેષ જોઈ શોક (અફસોસ) થી ભરેલા કંઠવાળી વિચારવા લાગી. ભૂખ્યા માણસને એવું કાંઈ નથી જે ન ભાવે. પણ પિતાના ઘેર એકાસણાના પારણે પણ ઈચ્છા મુજબ ચતુર્વિધ સંઘને વહોરાવી (દાન આપી) પછી હું પારણું કરતી હતી. તો અત્યારે અઠમના પારણે વિષમ દશા પામેલી. પણ (હું) કોઈને ભાગ આપ્યા વગર પુણ્યહીન હું પારણુ કેવી રીતે કરું ? જો કોઈક અતિથિ આવે તો કેટલાક બાકળા આપી હું પારણુ કરું. એમ વિચારી દ્વારા દેશે ઉભી રહી અને દેખવા લાગી.
એ અરસામાં સંગમદેવના મહાઘોર ઉપસર્ગોથી પાર પામેલા, જગતગુરુ શ્રી વર્ધમાન સ્વામીએ અભિગ્રહ કર્યો કે - તે આ પ્રમાણે - દ્રવ્યથી - સૂપડાના એક ખૂણામાં બાકળા હોય. ક્ષેત્રથી - આપનારનો એક પગ ઉંબરાની અંદર અને એક બહાર હોય. કાલથી - ભિક્ષાચરો ભિક્ષા લઈ પાછા ફરી ગયા હોય. ભાવથી - મહારાજ કુલમાં ઉત્પન્ન થયેલી કન્યા દાસ પણાને પામેલી હોય, બેડીથી બંધાયેલા ચરણવાળી હોય, માથું મુંડન કરાયેલ હોય, શોકથી કંઠ રૂંધાઈ ગયો હોય અને રડતી હોય તેવી કન્યા દાન આપે તો પારણુ કરવું. અન્યથા