________________
૨૬૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
એક વખત ઉનાળાના તડકાથી સંતમ દેહવાળા, ઘણાં જ થાકેલા, પરસેવાના જલથી મલિન, અને અશક્ત એવા શેઠ બહારથી આવ્યા. ચંદનાએ દેખ્યા. તેવું કાર્ય કરવા હોંશીયાર અન્ય કોઈ નહિ દેખતા પાદશૌચની (પગધોવાની) સામગ્રી લઈને ચંદના આવી. પુત્રી જ છે એમ માની તેણીને શેઠે ના ન પાડી. શરીર સર્વ રીતે ખીલેલ હોવાથી સ્વભાવ શિષ્ય જેવો વિનયવાળો હોવાથી અંગો યૌવનના આરંભથી ભારી હોવાથી અતિઆદરથી પગ ધોતી તેણીનો કેશકલાપ (અંબોડો) છૂટી ગયો. કાદવમાં પડતાં શેઠે ગેડીથી લીધો. અને ઉપર રહેલી મૂલાએ દેખ્યું.
તે વિચારવા લાગી અરે રે ! તું દેખ ! આ મૂઢ પુત્રીને સ્વીકારવા માટે અતિરાગથી મોહિત મનવાળો બની આવી ચેષ્ટા કરે છે. અથવા આવું યૌવન, લાવણ્ય, રૂપ સૌભાગ્ય દેખી મુનિ પણ ચોક્કસ કામને પરવશ થઈ જાય. તેથી જો આણીને દ્રઢ અનુરાગવાળો આ પરણશે તો સ્વપ્નમાં પણ મારું નામ પણ નિહ લે. દૂરથી નાશ પામેલુ આ કાર્ય ફળે નહિ તે પહેલાં પ્રયત્ન કરી લઉં. નખ છેદવાની ઉપેક્ષા કોણ કરે?
હજી પણ વ્યાધિ નબલો છે. તેથી પ્રતિકાર ચોક્કસ થઈ શકશે. પછી ગાઢ થયેલાં રોગમાં પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ થશે. દુષ્ટ ચિત્તના કારણે આવા ઘણાં ખોટા વિકલ્પો કર્યા. અથવા તો દુર્જન માણસ બધાને પોતાના સરખા માને છે.
કહ્યું છે કે - શુદ્ધ સ્વભાવવાળો, સાધુજન (સજ્જન) અન્યરૂપે વ્યવહાર (વર્તન) કરે છે. તેને દુષ્ટ સ્વભાવવાળો દુર્જન અન્ય રૂપે માને છે. શેઠ ઘેરથી જતાં, નાઈને બોલાવી તેણીનું માથું મુંડાવી દીધુ. પગમાં બેડી બાંધી દીધી. એક ભોંયરામાં પુરી અને સાંકળથી થાંભલા સાથે બેડી બાંધી દીધી. દરવાજો બંધ કરી દીધો. બધા પરિજનને કહ્યું જે શેઠને કહેશે તેને આ જ દંડ થશે. ભોજન સમયે ન દેખાતા શેઠે પૂછ્યું ચંદના ક્યાં ગઈ ? મગરમચ્છની દાઢા સમાન મૂળાના ભયથી કોઈ બોલતું નથી. ત્યારે શેઠે વિચાર્યું ક્યાંય બહાર રમતી હશે. એટલે ભોજન કરી લીધુ. એમ બીજા ત્રીજા દિવસે એજ પ્રમાણે યાદ કરી. પણ ચોથા દિવસે શેઠે આગ્રહ કર્યો. આજ તો જ્યાં સુધી ચંદના ન દેખાય ત્યાં સુધી ખાવુ નહિં. ‘મૂલા મને કરી લેશે મારા જીવનદાનથી પણ અનેક ગુણવાળી બાલાને જીવાડું' એમ માનતી એક શુદ્ધ દાસીએ શેઠને સર્વ બીના કહી દીધી. ત્યારપછી વ્યાકુલ મનવાળા શેઠે ભોંયરાના દ્વાર ઉઘાડ્યા. કેશભાર વિનાની, ભૂખ, તરસથી ખિન્ન થયેલી, આંસુથી લિમગાત્રવાળી,