________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપ્યા. “તહત્તિ” કરી રાણી પણ સુખપૂર્વક ગર્ભ ધારણ કરતી કાળ પાકતા પુત્રીને જન્મ આપ્યો. તેણીનું વસુમતિ નામ રાખ્યું.
આ બાજુ વસે દેશમાં અલંકાર ભૂત કૌશામ્બી નામે નગરી છે. શતાનીક નામે રાજા છે. મૃગાવતી પટરાણી છે. આ બંને રાજાઓને પરસ્પર વૈર છે. અનંદા શતાનીકે સૈન્ય સાથે દધિવાહન રાજા ઉપર ચઢાઈ કરી. યુદ્ધમાં દધિવાહન ભાગ્ય જોગે નાશ પામ્યો. લુંટાઈ રહેલા નગરમાં શતાનીકે પોતાનાં સૈન્યમાં ધોષણા કરી કે જે મળે તેને ગ્રહણ કરો' જે જેને ગ્રહણ કરશે તે તેનું જ રહેશે. ત્યારે એક નોકરે પિયરતરફ ભાગતી વસુમતિ સાથે ધારિણી ને પકડી. રસ્તામાં એક પુરુષે પૂછયું એઓને શું કરીશ ? આ મારી પત્ની થશે અને આ પુત્રીને વેચી દઈશ. તે સાંભળી ધારિણી વિચારવા લાગી...
હે નિર્દય ! કરુણહીન ! કર્મવિધિને ધિક્કાર હો ! કોણે આવું કર્યું? ત્રિભુવનમાં અતુલ્યવીર પુરુષ એવો મારો પતિ જ મરી ગયો. એટલાથી પણ તને શાંતિ ન થઈ એટલે મને આવા કૂર પુરુષના હાથમાં જકડી.
હા નિર્દય દૈવ ! શું અત્યારે મારા મનના નિશ્ચયને પણ જાણતો નથી. જેથી શીલ ખંડવા પણ ઉઘત થયો છે. તેથી શું આ પાપી બળજબરીથી પણ મારા શીલનું ખંડન કરશે ? શું આ બાળા અનર્થ પામશે ? પિયરે નહિં પહોંચેલી પતિના વિરહવાળી શીલભંગ અને પુત્રીનું વેચાણ થવાનું વિચારતી તરત જ મરી ગઈ.
તેણીનું અકાલે મરણ દેખી બાલિકાને તે સૈનિકે કોમલ વચનથી સાચવીને રાખી. અનુક્રમે કૌશામ્બી પહોંચ્યો. માથે ઘાસનો ભારો આપી વેચવા માટે બજારમાં ઉભી રાખી. ધનવાહ શેઠે દેખી વિચાર્યું... આકૃતિથી આ કન્યા ઉત્તમકુલની હોવી જોઈએ. તેથી આને ગ્રહણ કરું. જેથી આના પિતા સાથે મારે પરિચય થશે. મોલ આપી ગ્રહણ કરી મૂલા નામની પોતાની ભાર્યાને સોંપી. પુત્રી રૂપે રહેવા લાગી. અત્યંત શીતલ સ્વભાવના લીધે તેનુ ચંદનબાલા બીજું નામ પાડ્યું. યૌવનવય પામી. તેણીના અંગો અંગ અતિરસ યુક્ત કોમલ અને કામુક માણસોને મોહ પમાડનારા થયા. તેમજ સ્તનો અડધા ઉગી ઉઠ્યા. પરિપૂર્ણ ચંદ્રમંડલસમાન, મનોહર મુખ, લાવણ્ય, વર્ણ કાંતિ “રૂપાદિ અસાધારણ છે” એવું કહી બતાવે છે.
કામદેવ રાજાનામંદિર એવા નવયૌવનમાં રહેલી હોવા છતાં યૌવન વિકાર રહિત સુખથી ત્યાં રહે છે.