________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૬૫ તો મારા ઉપર અનુગ્રહ કરી ગ્રહણ કરો ! અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી સ્વામીએ પણ હાથ પસાર્યો. તે પણ તેમાં નાંખી ફરીથી વિચારવા લાગી પુણ્યશાળી ત્યારે પોતાનાં ભવનમાં આવા ઉત્તમ પાત્રને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પ્રાણીઓને મોટુ કલ્યાણ થવાનું હોય. કલ્યાણ પરંપરા ફરી મારે ચાલૂ થશે. કારણકે પ્રભુએ સ્વયં ઉપકાર કર્યો. અભિગ્રહના પારણામાં પ્રભુને પારણું કરાવ્યું. તેથી નર દેવ અને મોક્ષ સુખ મારા હાથમાં જ આવી ગયા છે.
એ અવસરે “અહો દાન સુદાન” બોલતા દેવસમૂહે આકાશમાં વસ્ત્ર ઉડાડ્યા. પુષ્પવૃષ્ટિ કરી. વાદળાઓએ સુગંધિ જલ વર્ષાવ્યુ. સુગંધિ વાયરો વાવા લાગ્યો. દેવદુંદુભિ વાગી. દેવોએ રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ પોતાના હાથે નાંખેલી વિવિધ મણિના કિરણોથી રંગાઈ ગયેલા દિશાભાગો અન્ય અન્ય વર્ણ શોભાવાળી ઈંદ્ર ધનુષ્યની લાકડીની જેમ શોભે છે. ગંધથી ભેગા થતાં ભમરાંના કુળ વલયાકારે લીન થઈ ઝંકાર કરી રહ્યા છે એવી કલ્પવૃક્ષના પુષ્પની વૃષ્ટિ પડી રહી છે. પુષ્પવૃષ્ટિએ દિશાનાં છેડાઓને આનંદથી પુષ્ટ કરી દીધા. કોમલ કરકમલ દ્વારા તાલમાંથી નવા નીકળેલા શબ્દથી શબ્દમય બનેલ ગંભીર અવાજમાં વાગતા વાઘથી યુક્ત એવો દુંદુભિનો અવાજ ઉછળી રહ્યો છે. મનોહર ભુજાથી ફેલાયેલ હાથરૂપકળિની અંજલિને મસ્તક કમલ સાથે જોડવા પૂર્વક દેવોએ જયજયનાં અવાજ સાથે રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ નવો કેશકલાપ કર્યો. પૂર્વના લાવણ્યથી અધિક શોભાવાળુ શરીર કર્યું. ત્યારે નગરીમાં કલકલારવ ઉછળ્યો કે ધન શેઠના ઘેર ભગવાને પારણું કર્યું અને દેવોએ રત્નવૃષ્ટિ કરી.
આ સાંભળી શેઠ તથા રાજા આવ્યા. ઘરમાં ઠેકાણે ઠેકાણે રત્નનાં ઢગલાં પડેલા જોયા. આશ્ચર્યથી વિકસિત નયનવાળો રાજા કહેવા લાગ્યો, “હે શેઠ! તું ધન્ય જેને ત્રિભુવનમાં તિલક સમાન એવી પુત્રી છે. જેણીએ ભગવાનને પારણું કરાવી આવું દાનનું ફળ મેળવ્યું.
કારણ કે - હું આ નગરીનો રાજા છું. અને તું એક ગૃહસ્થ છે આટલું આંતરું હોવા છતાં પ્રભુએ તારા ઉપર ઉપકાર કયોં.
વૈભવ, જાતિ, પ્રભુત્વ (સત્તા) કુશળતાનું કારણ નથી. પણ જેનાં ઘેર અથઓ આવે છે તે પુણ્યશાળી છે. સ્તુતિ સમૃદ્ધિથી સંબદ્ધ વિવિધ યુક્તિઓથી આદરપૂર્વક શેઠને રાજાએ ગૌરવ સાથે અભિનંદન આપ્યા. તેટલામાં રાજા સાથે આવેલા અંતઃપુરના કંચુકીએ ચંદનાને દેખી ફરી કહેલ તર્કમાં પરાયણ બનીને ચંદનાને ઓળખી. ચરણે પડી રડવા લાગ્યો. તેને રડતો દેખી રાજા રાણીએ પૂછયુ આ શું ? તેણે પણ કહ્યુ આ તો દધિવાહન રાજાની પુત્રી વસુમતી