SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ संका य कंखा य तहा विगिंछा कुतित्थियाणं पयडा पसंसा । अभिक्खणं संथवणं च तेसिं, दूसंति सम्मत्तमिमे हु दोसा ||९|| શંકા, કાક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનીઓની પ્રગટ પ્રશંસા; વારંવાર તેમનો પરિચય આ દોષો સમકિતરત્નને અશુદ્ધ બનાવે છે. ચકાર દેશ-સર્વ શંકાનો સૂચક છે, ત્યાં દેશ શંકા શું સાધુઓને ઋદ્ધિ હોય કે નહિં ? ઈત્યાદિ સ્વરૂપવાળી શંકા છે. વળી સર્વ શંકા તો ‘‘આ બધુ જિનદર્શન સાચું છે કે ધુતારાએ કલ્પેલું છે.'' આ સ્વરૂપવાળી છે. બન્ને પ્રકારની શંકા સમકિતને દૂષિત કરે છે. ઈહલોક વિષયવાળી શંકા પણ મોટા અનર્થ માટે થાય છે. તેમાં શ્રીધરનું દૃષ્ટાન્ત છે. ‘થ્રીઘર’ની વાર્તા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની અંદર ઉત્તરપથમાં ઉત્તરીયદેશમાં ગિરિપુર નામે નગર છે ત્યાં મહાન સામંતોનો સ્વામી અજિતસેન રાજા છે. તેને રૂપિણીનામે રાણી છે. ત્યાં શ્રીધર નામે ખન્યવાદી છે. તે લોક પ્રવાહોથી નિધાનો ખોદે છે. પણ સામગ્રીની ખોટ ના લીધે એક પણ નિધાન હાથમાં આવતું નથી. એમ કેટલોય કાળ ગયો. = એક વખત ભમતા શ્રીપુર તીર્થમાં ગયો. ત્યાં એક પ્રદેશમાં ‘પ્રતિપટ્ટદરેક પત્ર પટ્ટાંકુશથી વીંટલાયેલું છે’’ રેશ્મી વસ્રના દોરા જેમાં સ્થાપન કરાયેલ છે. પાંચ વર્ણના ફૂલડાથી પૂજાયેલ; કપૂર અગરુ મદન વિ. ના ધૂપની અતિપ્રબલ ગંધથી મનોહર, ગોરોચન, રક્તચંદન કુંકુમ અને ચંદન થી જેનાં ઉપર તિલક કરાયેલ છે સુગંધિ બાસમત ડાંગર અને ચોખા થી જેનાં ઉપર બલિકર્મ કરાયેલ છે, સુગંધિ વાસક્ષેપથી વાસિત એવું રમ્ય ઉત્તમ પુસ્તકરત્ન જોયું. હાથમાં લઈ હર્ષથી રોમાશ્ચિત દેહડીવાળો પુસ્તકને બહાર કાઢે છે. ત્યારે હીરામણિ થી જડિત રેશ્મીવસ્રથી યુક્ત રત્નમય પુષ્પવાળું સોનાની દોરીથી બંધાયેલું જોયું. તે જોઈ ચોક્કસ આમાં કાંઈક અદ્ભૂત હશે એમ વિચારી, છોડીને વાંચવા લાગ્યો, ત્યારે અનેક પ્રભાવશાળી મંત્ર, તંત્ર, વક્રોક્તિ, કૌતુકોની વચ્ચે રહેલું મંડલવિધાન મંત્રરક્ષાથી યુક્ત ખન્યવાદી કલ્પ જુએ છે. અને જોઈ ઉલ્લાસ પામ્યો વાહ ! જે મેળવવાનું હતું તે મળી ગયું.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy