________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
દેવધર રાજાને નરકેશરીના સામંતોએ ભેટગા સાથે અઢીસો કન્યા આપી અને નરકેશરી રાજાએ પણ અઢીસો કન્યા આપી. પાંચશો પાંચ રાણી થઈ અને રાજ્યશ્રીને પટરાણી બનાવી. ઉદાર ભોગોને ભોગવે છે. એ પ્રમાણે દેવધર મહાસમ્રાટ થયો.
પૂર્વ અવસ્થા યાદ કરી રાજારાણી જિનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. જિનાલયો કરાવે છે, તેમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવે છે. સ્નાત્રપૂજા ઈત્યાદિ તથા અટાલિકા ઉત્સવો કરાવે છે. અભયદાન વિ.ની ઘોષણા કરાવે છે. રથયાત્રાનું આયોજન કરાવે છે. દીન, અનાથ વિ. ને અનુકંપા ઈત્યાદિ દાન આપે છે. સાધર્મિક ભક્તિ કરે છે. સાધુ, સાધ્વીને ભક્તિ પૂર્વક મહાદાન (વસ્ત્ર પાત્રાદિનું) આપે છે. આગમ પુસ્તકો લખાવે છે. અને વિધિપૂર્વક પૂજે છે. જિનવાણીને સાંભળે છે. સામાયિક વિ. આવશ્યકને સેવે છે. પર્વતિથિએ પૌષધ આદરે છે. ઘણું શું કહેવું જે રીતે જિનધર્મનો અભ્યદય થાય તેમ વર્તતા તેઓનો કાળ જાય છે.
એક વખત ચાર જ્ઞાનના ધણી યશોભદ્રસૂરિ ત્યાં પધાર્યા, તેમને વાંદવા રાણી સાથે રાજા ગયો અને ભાવપૂર્વક વંદન કર્યું અને શુધ્ધભૂમિ ઉપર બેઠા. આચાર્ય ભગવંતે ધર્મદેશના શરૂ કરી. ઋધ્ધિ સ્વભાવથી ચપલ છે. રોગ અને જરાથી ખખડી જવાના સ્વભાવવાળું આ શરીર છે. પ્રેમ તો સ્વપ્ન સમાન અવાસ્તવિક છે. તેથી ચારિત્રમાં આદર કરો. જિનેશ્વરોએ શાસ્ત્રમાં ગૃહસ્થ ધર્મ અને ચારિત્રધર્મ વચ્ચે મેરુ સરસવ જેટલું અંતર ભાખ્યું છે. વિષયસુખથી નિવૃત થયેલા તથા પરમ તૃપ્તિની આશા નહિં કરનાર સાધુઓને જે સુખ હોય છે ? તે ચક્રવર્તીને પણ ક્યાંથી હોય મુનિઓના સમૂહે સેવેલું આ ચારિત્ર અનેક ભવમાં એકઠા કરેલા તીવ્ર અશુભ કર્મો રૂપી પર્વતનો ચૂરો કરવા માટે વજ સમાન છે. હે રાજન - એક દિવસના દીક્ષીતને પણ રાજરાજેશ્વર પગે પડે છે. આ ચારિત્રનો પ્રત્યક્ષ પ્રભાવ છે. એક દિવસ ચારિત્રને અતુટ ભાવથી પાળતા મોક્ષ ન થાય તો વૈમાનિક તો ચોક્કસ બને. સોના તથા મણિના પગથીયાવાળું એક હજાર થાંભલાવાળું સોનાના તળિયાવાળું જે જિનાલય બનાવે તેના કરતા તપ-ચારિત્રનું અધિક ફળ છે.
તેથી હે રાજન ! સર્વ દૂષણનું મૂળ એવા ગૃહસ્થવાસને છાંડી સંસારનો નાશકરનાર ચારિત્રને સ્વીકાર. તે સાંભળી રાજાને ચારિત્રના પરિણામ જાગ્યા અને વિનંતી કરી કે હે ભગવન્! રાજશ્રીના પુત્ર ગુણધરને રાજ્ય સોંપી આપે