________________
૧૭૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સૂરીશ્વર પણ પોતાનું અલ્પ આયુષ્ય જાણી સંલેખના કરી અનશન વિધિથી સ્વર્ગે સીધાવ્યા.
(કાલકાચાર્ય કથા સમાપ્ત). આ પ્રમાણે હોય તો વિશિષ્ટ પ્રયોજન આ આગમથી સિદ્ધ થશે નહિં કારણકે અત્યારે અલ્પ અને અતિશય વગરનું શ્રત છે. આવી કુશંકા દૂર કરવા ગાથા કહે છે.
पयमेगं पि एयस्स भवणिव्वाहयं भवे । इत्तोऽणंतो जओ सिद्धा सुब्बते जिणसासणे ॥६२॥
આ આગમનું એકપદ પણ સંસારથી પાર પમાડનાર છે, કારણ કે ‘આગમથી અનંતાસિદ્ધ થયાં' એવું જિનશાસનમાં સાંભળવા મળે છે.
તત્વાર્થની કારિકામાં કહ્યું છે કે - આ જિનાગમ માંહેલું એક પદ પણ ભવથી પાર પમાડનાર છે. માત્ર સામાયિક પદથી અનંતા સિદ્ધ થયા છે. એવું સંભળાય છે. આનો ભાવાર્થ રૌહિણેયના કથાનકથી જણાવો. તે આ પ્રમાણે.
રોહિણીય ચોર કથાનક
આ જંબુદ્વીપમાં ભરત વર્ષમાં જનપદોમાં ગુણસ્થાનરૂપ મગધ નામે દેશ છે. ત્યાં ત્રણે લોકમાં વિખ્યાત સ્વર્ગ નગરી સમી રાજગૃહી નગરી છે. શત્રુ વગરનો વીર પ્રભુનાં ચરણમાં ભ્રમરની જેમ મસ્ત બનનાર ક્ષાયિક સમકિત ધારી શ્રેણીક મહારાજા છે.તેને રતિનાં રૂપને જીતનારી ગુણ રત્નરાશિથી ભરેલી સુનંદા, ચેમ્બણા નામે પટરાણી છે. સુનંદાને ગુણનો ભંડાર અભયકુમાર નામે પુત્ર છે. જેની બુદ્ધિ બૃસ્પતિને ટક્કર મારે એવી છે. ત્યાં વૈભારગિરીની ગહન ગુફામાં રહેનારો લોહખુર નામે ચોર છે. જે રુદ્ર, સુદ્ર, સૂર, ભયાનક સાહસિક સદા જીવોને મારવામાં રત; લોહીથી ખરડાયેલાં હાથવાળો, મહાપાપી મધ-માંસ-પરસ્ત્રી-જુગાર આદિસાતે વ્યસનમાં રત રહેનારો. વિશ્વાસુ મિત્રને પણ દુઃખ દેનાર અન્યને ઠગવામાં હોંશીયાર છે. તે રાજગૃહીના નગરજનો
જ્યારે ઓચ્છવ મહોત્સવમાં પ્રમત્ત, વ્યાક્ષિત, સૂતેલા પ્રવાસીઓને અવસર જોઈ પ્રાણીઓને મારી ધન ચોરે છે. અને તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે.