________________
૩૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
ગ્રહણ કરો, ત્યારે ભીમ અને મહાભીમ કહેવા લાગ્યા. મરુસ્થલમાં કલ્પવૃક્ષ, ચણ્ડાલના ઘેર ઐરાવણ હાથી, દારિદ્રવાળાને ઘેર રત્નવૃષ્ટિ ક્યાંથી હોય ? તેમ અમારા જેવા પ્રાણીઓને આવી સામગ્રી હે ગુરુદેવ ! ક્યાંથી હોય ?'' એમ બોલીને કહ્યું કે જે અમારે ઉચિત હોય તે આપદ્મ કહો. ત્યારે ગુરુએ રાત્રિભોજન વિરમણવ્રત આપ્યું અને તેનાં દોષો બતાવ્યા.
રાત્રિમાં રાક્ષસ વિ. પૃથ્વી ઉપર ફરે છે. અને રાત્રે જમનાર તેઓ સ્પષ્ટ આપણું ભોજન એઠું કરે છે. અને આહારમાં કીડી આવે તો બુદ્ધિનો નાશ કરે. માખીથી ઉલ્ટી થાય, જૂ થી જલોદર રોગ થાય, કરોળિયો કોઢ રોગ કરે, વાળથી સ્વરભંગ થાય, કાંટો અને લાકડુ ગળામાં ફસાય છે. શાકમધ્યે ખવાતા વીંછી આવી જાય તો તાળવું વીંધાઈ જાય, ભાજન ધોવામાં કુંથુઆ વિ. જીવો હણાય. ઘણું શું કર્યું - આ રાત્રિભોજનનાં દોષોને વર્ણવા કોઈ સમર્થ નથી.
નિશીથભાષ્યમાં પણ કહ્યું છે કે.... પ્રાસુક દ્રવ્ય હોવા છતાં કુંથુઆ, નીલકુલ વિ. રાત્રે દેખાવા મુશ્કેલ છે. માટે પ્રત્યક્ષજ્ઞાની પણ રાત્રિભોજન પરિહરે છે. જો કે દીવા વિ. ના અજવાળામાં કીડી વિ. દેખાય પણ રાત્રિભોજનથી મૂળવ્રતની વિરાધના થતી હોવાથી અનાચીર્ણ કહ્યું છે.
એ પ્રમાણે અનુશાસન (હિતશિક્ષા) અને રાત્રિભોજન વિરમણવ્રત આપી સૂરિએ સવારે વિહાર કર્યો. ત્યારે તલવાર લઈ બન્ને ભાઈ સીમાડા સુધી ગયા. ત્યારે પાછા ફરતાં તેઓને ગુરુએ કહ્યું કે વ્રતભંગમાં મોટો દોષ છે. અને થોડું પણ વ્રતનું પાલન ગુણકારી થાય છે. ગુરુ મહારાજે અન્યદેશ ભણી વિહાર કર્યો. ‘ઈચ્છ’ (અમારી પણ ઈચ્છા છે.) એમ કહી ભીમ, મહાભીમ પોતાને ઘેર ગયા.
હવે એક વખત અન્ય પ્રદેશમાં ગયા અને ઘણું ગોધન લુંટી લાવ્યા. અને પક્ષીની નજીકમાં ગામની બહાર ચોરો પાડાને મારે છે. અને અડધા તેને રાંધવા લાગ્યા અને અડધા દિરા લેવા ગામમાં ગયા. પણ ગોધનના લોભથી બન્ને પક્ષોએ મારવા માટે માંસ અને મદિરામાં ઝેર ભેળવ્યું. તેટલામાં સૂર્યાસ્ત થતાં દૃઢવ્રતવાળા ભીમ અને મહાભીમે તો ન ખાધું. અને શેષ ચોરો ઝેરથી મરણ પામ્યા. તે દેખી બન્ને ભાઈ પરસ્પર કહેવા લાગ્યા. ‘“અરે ! અવિરતિના કારણે બધા મરી ગયા. જ્યારે આપણે એક રાત્રિભોજન વ્રતથી બચી ગયા. અને આ ઋદ્ધિ પ્રાપ્ત થઈ અને પરલોકમાં મોક્ષ થશે એમાં કોઈ સંદેહ નથી.''