________________
૨૦૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ सेज्जादाणं च साहूणं देयं दाणाणमुत्तमं । सुद्धेणं जेण दिण्णेणं दिण्णं सेसं पि भावओ ॥८७॥
દાનોમાં ઉત્તમદાન એવું શવ્યાદાન સાધુને આપવું જોઈએ. શુદ્ધ વસતિ દાનથી શેષ સઘળાં દાન પણ પરમાર્થથી આપી દેવાય છે.
ગુગલક્ષ્મીથી શોભતાં શ્રેષ્ઠ મુનિઓને જેણે વસતિ આપી તેણે ધૃતિ, મતિ, ગતિ અને સુખ પણ આપ્યું સમજવું. તથા અનેક ગુણયોગને ધારનારા શ્રેષ્ઠ સાધુઓને જે રહેવા મકાન આપે છે. તેના વડે વસ્ત્ર, અન્ન, પાત્ર, શયન, આસન વિ. પણ અપાઈ જાય છે. કારણ કે વસતિ માં રહેલાને તે સર્વ વસ્તુનો ઉપયોગ રક્ષા અને પરિપાલન થાય છે. ઠંડી, ગમ, ચોર, સાપ, જંગલી પશુઓ, ડાંસ, મચ્છર વિ.થી મુનિ વૃષભોની રક્ષા કરનારો શિવનગરના સુખને મેળવે છે..
પ્ર.- શવ્યાદાન સર્વોત્કૃષ્ટ કેમ લખાય છે ?
ઉ.- આ શવ્યાદાન જેમને આપવાનું હોય છે તેઓ ગુણવાળા હોવાથી મહત્વશાળી કહેવાય છે. તેથી જ તેમને આપેલુ વસતિદાન શ્રેષ્ઠ કહેવાય છે.
તે મુનિઓનો મહત્વ જણાવાં સારું બે ગાથા કહે છે. माया पिया य भाया य भगिणी बंधवा सुया । भज्जा सुण्हा. धणं धण्णं चइत्ता मंडलं पुरं ॥८॥ मोक्खमग्गं समल्लीणा छिंदित्ता मोहबंधणं । एए साहू महाभागा वंदणिज्जा सुराण वि ॥८९॥
મા, બાપ, ભાઈ, બહેન, બાંધવ, પુત્ર, પત્ની, પુત્રવધૂ, ધન, ધાન્ય, રાજ્ય, નગર છોડીને, મોહ બંધન તોડીને મોક્ષમાર્ગમાં તલ્લીન બન્યા છે. તેથી અચિન્ય શક્તિવાળા આ સાધુઓ દેવોને પણ વંદનીય છે.
- ધાન્ય ચોવીશ પ્રકારનાં છે - જવ, ગઉં, શાલી, બ્રિહિ, બાસમતી ચોખા, કોદ્રવ, સૂક્ષ્મ કંગૂ, ગોળ કંગૂ(વટાણા), તેનો જ ભેદ વિશેષ રાલક છે. મગ, અડદ, અળશિ (એક તેલી બી) કાલીચાણા, જાયફળ, વાલ, મઠ, શ્રેષ્ઠ અડદ, શેલડી, મસૂર, તુવેર, કુલથી - (ત્રણે દાળના ભેદ છે) તથા ધાણા, કોથમીર, ગોળચણા.
વળી વિશેષ ગુણ પ્રગટ કરવા સારૂં ચાર ગાથા કહે છે.