________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૮૯ ત્યારે વિરપ્રભુ પધાર્યા. વધામણી આપનાર માણસે આવીને કૃતપુણ્ય રાજાને કહ્યું. ઋદ્ધિ સાથે પ્રભુ પાસે ગયો. પ્રભુએ ધર્મદશના શરૂ કરી.
“ભો ભવ્યજીવો ! આ ચાર ગતિથી બિહામણા સંસાર સાગરમાં ડૂબતા જીવોને ધર્મ તારે છે !' ધર્મ સ્વર્ગ અને છેક મોક્ષ સુધી પહોંચવાના પગથીયા સમાન છે.
| દુર્ગતિ રૂપ આ પર્વતને તોડવા માટે વજ સમાન છે. પૂર્વે સારી રીતે આચરેલા ધર્મથી અહીં શ્રેષ્ઠ ભોગો પ્રાપ્ત થાય છે. તેથી શિવસુખની લાલસાવાળાએ ધર્મજ કરવો જોઈએ. તે સાંભળી બધાઓ સંવેગ પામ્યા. માથે હાથ લગાડી કૃતપુયે પૂછયુ, હે પ્રભુ ! મેં પૂર્વભવમાં શું કર્યું જેથી આવી દિ મળી. અને વચ્ચે આંતરુ પડ્યું. પૂર્વભવ કહ્યો. સંવેગ પામ્યો. અત્યારે રાજાદિને પૂછી સઘળી સુખસંપત્તિને કરનારી સર્વવિરતી લઈશ. તું વિલંબ રાગ કરીશ મા. એમ પ્રભુએ કહ્યું. ઘેર જઈ રાજાને પૂછી સર્વસામગ્રી તૈયાર કરાવે છે. જિનેશ્વરની પૂજા યાત્રા કરાવે છે. દીન અનાથને દાન આપે છે. અભયપ્રદાનની ઘોષણા કરાવી. શ્રેષ્ઠ સાધુઓને સન્માન પૂર્વક વહોરાવે છે. ચતુર્વિધ સંઘની પૂજા કરે છે. બાંધવોને દ્રવ્ય વહેંચીને આપે છે. પછી પત્નીઓ સાથે શિબિકામાં આરૂઢ થયો. અને તે સામંત સૈન્યથી પરિવરેલો છે. તેમજ શ્રેણીક રાજા વિ. પણ જેની પાછળ ચાલી રહ્યા છે. ઉત્તમ વાજિંત્રો વાગી રહ્યા છે, હલ્કા કુળનો સમૂહ નાચી રહ્યો છે. કોયલો ગાઈ રહી છે. ભાટ ચારણો અને બંદીઓ બિરૂદાવળી બોલાવી રહ્યા છે. (બંદિ - સ્તુતિ પાઠ) એવી સામગ્રી સાથે નગરથી નીકળી પ્રભુનાં ચરણે આવ્યો. શિબિકાથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા કરી એમ કહેવા લાગ્યો હે સ્વામી ! સંસાર સમુદ્રમાં ડૂબતા મને અત્યારે કરુણાથી મોટા જહાજ સમાન દીક્ષા આપો. ભગવાને પણ દીક્ષાની સાથે હિતશિક્ષા આપી. બંને પ્રકારની શિક્ષાને ગ્રહણ કરીને તપ તપી છેલ્લે અનશન કરી દેવલોકે ગયો. આ જે ઋધ્ધિ સ્ત્રીઓ અને ભોગો તેમજ અનુપમ રાજ્ય પ્રાપ્ત થયુ તે પૂર્વજન્મમાં મહર્ષિને આપેલાં ખીરના દાનનું ફળ છે. રેખા પાડવા દ્વારા ભાવમાં આંતરું કર્યું હતું. માટે સુખમાં આંતરું પડ્યું માટે અવિચ્છિન્ન પાસે ભાવથી દાન આપવું જોઈએ. જેથી નિરંતર ભોગ ભોગવી નિર્વાણ ને પામો.
ઈતિ કૃતપુણ્ય કથા સમાપ્ત” સર્વમાં પ્રધાન દાન એવાં શય્યાદાનને ગાથા વડે કહે છે.