________________
૪૧
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે ? તે બોલી મને કશી ખબર પડતી નથી; પણ મારું શરીર સ્વસ્થ નથી. ત્યારે ઘબરાયેલી પરિચારિકાઓએ તેની માતાને પૂછ્યું “આ થયું છે ?” ત્યારે તે માયાવી છાતી કુટતી બોલવા લાગી, હા હા! હું હણાઈ ગઈ, મારી આશાઓ ધૂળધાણી થઈ ગઈ, હે બેટી ! હું ખરેખર ભાગ્ય વિહુણી છું. કે જેથી તારા શરીર ઉપરનું રૂપ લાવણ્ય અન્ય જાતનું દેખાય છે. શું કોઈની નજર લાગી કે શું આ વાયુનો વિકાર છે ? કે આ પ્રસૂતિરોગ તારા શરીરમાં ઉભો થયો છે. એ પ્રમાણે વિલાપ કરતી બ્રાહ્મણીને દાસીઓએ કહ્યું કે તમે રડો નહિં. પણ અહીં જે કરવા યોગ્ય કૃત્ય હોય તે જલ્દી કરો, ત્યારે માતાએ રક્ષાબંધન ધૂપ હોમ વિ. અનેક પ્રયોગ કર્યા, છતાં કશો ફેર ન પડ્યો. ત્યારે રાજભયથી નોકરાણીઓ દિલગીર થઈ ગઈ. રાજાએ મોટા દરબારીને મોકલ્યો અને આજ્ઞા કરી કે કુમાર અને દેવીને લાવો. સર્વ સામગ્રી તૈયાર કરી પ્રયાણ કર્યું. પણ બગીચો તો નહિં આવ્યો. પાટલિપુત્ર આવતાં રાજાને વધામણી આપી,
ત્યારે હર્ષઘેલા રાજાએ હાટ-હવેલી સજાવ્યા. અને વધામણી આપવાનો આદેશ કર્યો (ત્યારે નગરજનો પુત્રજન્મની વધામણી આપવા રાજદરબારમાં આવે.) જેટલામાં રાજા જાતે હર્ષપૂર્વકની - આશ્ચર્યપૂર્વકની ચાલથી સામે ચાલ્યો તેટલામાં કુમાર અને રાણીને દેખી, ત્યારે રાણીનું રૂપ દેખી રાજાએ પૂછ્યું હે દેવી તારા શરીરમાં ફેર કેમ લાગે છે ? ત્યારે દાસીઓએ કહ્યું કે હે રાજનું! બાળકને જન્મ આપ્યા પછી નજરદોષથી કે વાયુ વિકારથી, કે પ્રસૂતિના રોગથી દેવીનું આવું શરીર થયું લાગે છે. પણ પાકો ખ્યાલ આવતો નથી. ત્યારે રાણીની વાત (હકીકત) સાંભળી પુત્રજન્મના અભ્યદયથી હર્ષ પામેલ રાજાનું મોટું પડી ગયું. છતાં ધીરજ રાખી નગરમાં આવ્યો. બગીચા વિષે પૂછયું તો કહ્યું કે એ તો પાણી પીવા પાછળ રહ્યો છે. પણ રાજાને તેનું શરીર બરાબર દેખી શંકા થઈ આ દેવી તે જ છે કે અન્ય ? એક વખત રાજાએ બગીચો લાવવાનું કહ્યું, ત્યારે બોલી કે અવસરે લાવીશ, એ પ્રમાણે બોલતી તે રાણીના હોઠપડલને શૂન્ય દેખી- લાલિમા વિનાના અધર બિમ્બને જોઈ રાજાને વધારે શંકા થઈ, હું માનું છું કે “આ તેજ આરામશોભા નથી પણ બીજી કોઈક છે' આવા વિકલ્પ કરતો તે રહેવા લાગ્યો.
આ બાજુ આરામશોભાએ દેવને કહ્યું કે મને કુમારનો વિરહ બહુ સતાવે છે. તેથી મને કુમારના દર્શન કરાવો. તું મારી શક્તિથી ત્યાં જા પણ કુમારના