SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દર્શન કરી જલ્દી પાછું આવવું પડશે. સૂર્યોદય ન થાય ત્યાં સુધી રહી શકીશ. ત્યારપછી રહીશ તો મારું દર્શન નહિ થાય. હું પાછો નહિં આવું તેની પ્રતીતિ કરવા હું તારા કેશપાત્રમાં મૃતક નાગરૂપ દેખાડીશ. દેવ પ્રભાવથી ક્ષણ માત્રમાં પાટલીપુત્રમાં પહોંચી ગઈ. વાસભવનમાં પ્રવેશ કર્યો. તે પ્રજવલિત રત્નદીવડાવાળું, મણિ મૌતિક રત્નોથી મડિત પુષ્પોથી શણગારેલું. મઘમઘતા ધૂપથી વાસિત, કંકોલ- એક જાતનું સુગંધી ફળ, એલચી, લવિંગ કપૂર યુક્ત પડલમાં મુકેલાં નાગવલ્લીના બીડા અને સોપારીના સંઘાતવાળું, ઘણાં પ્રકારનાં ખાધ અને પેયયુક્ત; સંયોજિત યંત્ર શકુનથી વ્યાસ; સુતેલા રાજા અને પોતાની બહેનયુક્ત પલંગવાળુ વાસભવન છે. તે ભવન દેખી, પૂર્વની રતિ યાદ આવી. પોતાના પતિને આલિંગન આપીને સૂતેલી બેનને દેખી ઈર્ષા જાગી. માતાએ મને કુઆમાં નાંખી તે યાદ આવવાથી કોધ ઉત્પન્ન થયો. પુત્રની યાદથી સ્નેહ પેદા થયો. નિજ પરિવાર જોવાથી હર્ષ થયો. એક ક્ષણ રહી.” જેની આજુબાજુ ધાવમાતાઓ સુતી છે. તેમજ જે રત્નજડિત સોનાના પારણામાં રહેલો છે. એવા કુમાર પાસે ગઈ. કોમલકરથી પુત્રને રમાડી પોતાના બાગના ફળફૂલને ત્યાં નાંખી સ્વસ્થાને ગઈ, સવારે તે દેખી રાજાએ તેની બેનને પૂછયું. આ ફળફુલથી કુમારની પૂજા કોણે કરી ?” તેણીએ કહ્યું મેં બગીચામાંથી લાવ્યા છે. રાજાએ કહ્યું અત્યારે લાવને, દિવસે લાવવા શક્ય નથી. તેણીનું શુષ્ક-લાલિમા વગરનું ઓષ્ઠપડલ અને પ્લાન મુખ દેખી રાજાએ વિચાર્યું કે નિશ્ચય કાંઈક ગોટાળો લાગે છે. (નક્કી કાંઈક તકલીફ છે.) બીજા દિવસે પણ તેવું દેખ્યું. ત્રીજા દિવસે હાથમાં તલવાર લઈ અંગ સંકોચી દીવાની છાયા પાછળ ઉભો રહ્યો. થોડીવારમાં આરામશોભા આવી. તેણે જોઈ રાજાએ વિચાર્યું કે આ મારી પ્રિયપત્ની છે. અને આ તો કોઈ અન્ય છે. એમાં શું પરમાર્થ છે તે હું જાણતો નથી. એમ વિચારતા તે આરામશોભા તો પૂર્વ રીતે કરીને ગઈ. સવારે રાજાએ તેણીને કહ્યું કે આજ તારે બાગ લાવવો જ પડશે. તે સાંભળી તેણીનું મુખ પડી ગયું. ચોથી રાત્રિએ આરામશોભા આવી ત્યારે હાથથી રાજાએ પકડી અને કહ્યું “શા માટે હે પ્રિયે ! સ્વભાવથી સ્નેહવાળા એવા મને ઠગે છે.' આરામશોભા - નાથ ! એમાં કારણ છે. મને મૂકી દો નહિં તો તમને પણ પશ્ચાતાપ થશે. પણ કારણ કહે ત્યારે સર્વવાત કરવા લાગી એટલામાં સૂર્યોદય થઈ ગયો. ખસી ગયેલા કેશકલાપ ને બાંધવા માટે ઓળવા લાગી ત્યારે તડ દઈને તેનાં કેશમાંથી મૃત સાપ પડ્યો. તે દેખી.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy