SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અત્યારે મારું પાણીગ્રહણ કરવા વડે. હે પ્રિયતમ ! દયા કરો.” આ સમાચાર સાંભળી શેઠ આવ્યા. અને રાજાને બોલાવ્યો તેઓએ કહ્યું, હે મહાભાગ ! ઘણીવાર કહ્યું છતાં પણ આ તમને મૂકી અન્યને મનથી પણ ઈચ્છતી નથી. અને કહે છે કે “તે મહાનુભાવ મારા દેહને કોમલ હાથથી સ્પર્શ કરે અથવા જાજવલ્યમાન અગ્નિ મને સ્પર્શે આ મારું વ્રત છે.” તેથી આનો પાણિગ્રહણ કરી સ્વીકાર કરો. તે મુનિ ત્યારે અવશ્ય વેદવા યોગ્ય કર્મના ઉદયથી દેવવચનનાં સ્મરણથી અને તેઓનાં આગ્રહથી શ્રીમતીને પરણ્યો. અને ભોગ ભોગવતાં તેઓને પુત્ર થયો. તે પુત્ર જ્યારે કોઈક હરતો ફરતો થયો ત્યારે આર્કકમારે રજા માંગી કે, “હું દીક્ષા લઉ” હવે તું એકલી નથી તારે આ પુત્ર પણ છે. તેથી તેણીએ પુત્રને ખબર પડે તે માટે પૂણી અને તકલી લઈ કાંતવાનો પ્રારંભ કર્યો. ત્યારે પુત્રે કહ્યું હે માતા ! અન્ય સાધારણ માણસને પ્રાયોગ્ય કાર્ય કરવાનો કેમ પ્રારંભ કર્યો ? તેણીએ કહ્યું “પતિરહિત નારીને આજ વિભૂષણ છે.” તેણે કહ્યું કે પિતા વિદ્યમાન હોવા છતાં એમ કેમ બોલે છે ?” તેણીએ કહ્યું કે “તારા પિતા જવાની ઈચ્છાવાળા દેખાય છે.' તેણે કહ્યું કે કેવી રીતે જાય, બાંધીને રાખીશ.” એમ કાલુકાલુ બોલતાં માતાના હાથમાંથી તકલી (સૂતરની આંટી) લઈ સૂતરના તાંતણા વડે પગને વિંટાળીને બોલ્યો તે માતા ! “તું સ્વસ્થ થઈને રહે” આ પિતાને મેં બાંધી લીધાં છે. હવે કોઈ પણ રીતે જઈ શકશે નહિં. ત્યારે આદ્રકમારે વિચાર્યું કે અહો! બાલકને મારા ઉપર કેટલો મજબૂત સ્નેહ છે. તેથી જેટલા આણે આંટા આપ્યા તેટલા વર્ષ રહીશ. જેથી ગણ્યા તો બાર થયા. તેથી બાર વર્ષ રહ્યા. ત્યારપછી બાર વરસના અંતે રાત્રિનાં ચરમ પહોરમાં જાગી પૂર્વ વૃત્તાંત યાદ કરી વિલાપ કરવાનો પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે.... અનાર્ય એવાં મને ધિક્કાર હો કે હું સર્વવિરતિ ગ્રહણ કરી પ્રમાદને વશ થઈ આ પ્રમાણે વિષયમાં ખૂ. દેવતાએ વારણ કરવા છતાં પણ પ્રતિજ્ઞારૂપી પર્વતના શિખરે ચઢી હા હા ! કેવો લપસીને સંસારરૂપી કુવામાં પડ્યો ! પૂર્વભવમાં મનથી પણ વ્રત ભંગ કરતાં અનાર્ય થયો. અરેરે ! હું જાણતો નથી કે અત્યારે હું કઈ ગતિમાં જઈશ ! ધિક્કાર હો ! લજ્જા વિનાનાં જાગતાં એવા પણ મેં આવું કર્યું. તેથી હું માનું છું કે અવશ્ય મારે સંસારમાં
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy