________________
૨૭૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
જાણે ગાતો ન હોય, વિલાસ માણતી શ્રેષ્ઠ આંબાની કળીરૂપી મનોહર ચંચલ હાથના વિલાસોથી જાણે બોલાવતો ન હોય, મલયપવનથી કમ્પિત થઈ નમતા શિખરનાં મહાવૃક્ષરૂપી મસ્તકોથી જાણે નમસ્કાર કરતો ન હોય. નવા વિકસિત પુષ્પસમૂહ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. બિંટ બંધન તૂટી જવાથી નીચે પડેલ સિંદુવાર પુષ્પના પાણીથી જાણે રડતો ન હોય. શુક સારિકાના સ્પષ્ટ અક્ષરવાલા ઉચ્ચાર થી જાણે ભહાતો ન હોય એવો વસંત મહીનો આવ્યો.
સર્વત્ર અનેક જાતના વિલાસ રસથી ભરેલી ડગલે ને પગલે નાચતી યુવાનોની હર્ષ ક્રીડાઓ નીકળી રહી છે. વિશેષ રીતે ઉજ્જ્વલ વેશ અને રત્નથી શણગારેલા અંગની શોભાવાળા યુવાન યુવિતના યુગલો હિંડોળા ઉપર ખેલે છે. વિવિધવૃક્ષના સંકુલમાં અને રમ્યવનમાં યુવતિઓ સાથે મદોન્મત્ત યુવાનો ક્રીડા કરે છે. દુકાનો બંધ કરીને દારૂડિયા માણસો મદિરા પીએ છે. નશાના લીધે બેભાન બની ધરણીતલે પડે છે. બીજાઓ દારૂ ઘણો પીવાઈ જવાથી પગપોલા કરી વમન કરે છે. બીજા કેટલાક કામ વગર અહીં તહિં ભટકે છે. અન્ય સ્વગોત્રની પ્રશંસા વડે હૃદયમાં સમાતા નથી. અને ખુશ થઈ અનેક જાતના દાનો આપે છે. અન્યજનો લોકો સામેજ પોતાની પ્રિયાને આલિંગન કરે છે. બીજા રહસ્યવાતો બોલે છે. તથા વિવિધ ગીતો ગાય છે. વસંત મહીનામાં કામથી ઉન્મત્ત થયેલા યુવાનોની આવી કેટલી અસમંજસ ચેષ્ટાઓ કહી શકાય ? અને ત્યાં અષ્ટમીચંદ્રમહોત્સવમાં વસંતદેવ રતિનંદન બાગમાં ગયો. ત્યાં સખીઓથી પરિવરેલી ક્રીડા રસને અનુભવતી કેશરાને જોઈ અને વિચારવા લાગ્યો... શું આ વનદેવી છે ? અથવા તો શું શરીર ધારણ કરીને રિતદેવી અહીં આવી છે. અથવા તો દેવ કન્યા છે કે પાતાલ કન્યા છે કે અથવા લક્ષ્મી છે કે અથવા શું રોહિણી છે ગૌરી છે કે વિદ્યાધરી છે કે મનુષ્યની સ્ત્રી છે ? અથવા પ્રજાપતિએ આણીનું રૂપ બનાવ્યું લાગે છે. કારણ કે હસ્તસ્પર્શથી આલિંગિત થયેલાની આવી શોભા ન હોય એમ વિચારતા વસંતદેવ ઉપર કેશરાની નજર પડી પૂર્વભવના સ્નેહથી પરસ્પર નજર મળી. આ કોણ છે? એમ સરખી વયવાળા પોતાના મિત્ર પ્રિયંકરને વસંતદેવે પૂછ્યુ આ પંચનંદીની પુત્રી છે. અને જયંતદેવની બહેન છે. તેથી તેણે જયંત સાથે પરિચય કર્યો. તેણે વસંતદેવને ઘેર જમવા બોલાવ્યો. ત્યાં કામદેવની પૂજા કરતી કેશરાને જોઈ તેણીએ પણ જયંતદેવના હાથમાંથી પુષ્પમાળાને ગ્રહણ કરતાં વસંતદેવને દેખ્યો. અનુકુલ શુકન હોવાથી બન્ને ચિત્તમાં હર્ષ પામ્યા. તેણીનો આ ભાવ પાસે રહેલી પ્રિયંકરા નામની ધાત્રી પુત્રીએ જાણી લીધો. આણીને કહ્યુ હે