________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૭૧ સ્વામિની ! તારે પણ આ મહાનુભાવનો કાંઈક ઉપકાર કરવો જોઈએ. તે બોલી તુજ યથા યોગ્ય કર. તે દાસીએ ઘરના બાગમાં રહેલા તેને પ્રિયગુમરી યુક્ત સરસ સુગંધિ કંકોલ ફળોને આપ્યા. અને કહ્યું આ અતિપ્રિય પ્રિયડગુમરી અને તાજા તેમજ ઈષ્ટ વિશિષ્ટને દેવાં યોગ્ય આ ફળ કેશરાએ મોકલ્યા છે. હર્ષથી ગ્રહણ કરી મુદ્રારત્ન આપીને કહ્યું ઈષ્ટને અનુરૂપ ચેષ્ટા કરવી જોઈએ. આ સર્વ કેશરાને કહ્યું અને રાત્રે હું વસંતદેવને પરણી ગઈ. એવુ સ્વપ્નમાં જોયુ. પેલાએ પણ આવું સ્વપ્ન જોયુ.
ખુશી થયેલી પ્રિયંકરાએ કહ્યું. એ અરસામાં વાસભવનમાં કોઈક પુરોહિતે પોતાની કથાથી સંબદ્ધ કહ્યું કે આ એમજ થશે. પ્રિયંકરાએ કહ્યુ કે હે સ્વામીની! તારે ચોક્કસ વસંતદેવ પતિ થશે. ત્યારે કેશરાએ શુકન ગ્રંથી (ગાંઠ) બાંધી, આ સર્વ વસંતદેવને કહ્યુ સંવાદીસ્વપ્ન છે.” એમ ખુશ થઈ પ્રિયંકરાનું સન્માન કર્યું, તે બોલી શુકન ગ્રંથી સંબંધથી સ્વામીએ પોતાની જાત તમને અર્પણ કરી દીધી છે. તેથી વિવાહ સામગ્રી તૈયાર કરો. વસંતદેવે કહ્યું બ્રહ્માએ જ તૈયાર કરી દીધી છે. એમ દરરોજ પરસ્પરની હકીકત મોકલીને કેટલાક દિવસો ગયા. તેટલામાં પોતાના ઘેર રહેલા વસંતદેવે પંચનંદિશેઠના ઘેર મંગલ વાંજીત્રનો ધ્વનિ સાંભળ્યો. આ શું છે ? આ વિચારથી તે હકીકત જાણવા દાસીને મોકલી તેણીએ જાણીને કહ્યું કે કર્ણોજના વાસી સુદત્તનો પુત્ર વરદત્તને પંચનંદિએ કેશરા આપી છે. તે નિમિત્તે આ વધામણી છે.
ગંભીર અવાજવાળા વાજીંત્રો વાગે છે. મંગલ ગીતો ગવાય છે. અક્ષત ના પાત્ર સાથે નગરબાલાઓ પ્રવેશ કરી રહી છે, મુખે કરાયેલા કંકુના લેપવાળી તંબોલ પાન ચાવતી પાછી નીકળી રહી છે. તે સાંભળી મૂર્છાથી વ્યાકુલ શરીરવાળો પડ્યો. આટલામાં પ્રિયંકરા આવી પવન નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું કે કેશરાએ મને મોકલી છે. મને સંદેશો મોકલ્યો છે કે તમારે આ બાબતમાં ખીજાવું નહિ. કારણ કે હું પૂર્વ અનુરાગને વિપરીત આચરણ નહિં કરું, વડિલો મારા ચિત્તને જાણતા નથી. તમને છોડી મારા બીજા નાથ નથી. જો અન્યથા થશે તો હું ચોક્કસ મરી જઈશ. તેથી કાલોચિત આચરણ કરવું જોઈએ. તે સાંભળી હરખાયેલા હદયવાળા તેણે કહ્યું અમારી આજ ગતિ છે. એમ કહી પ્રિયંકરાને વિસર્જન કરી મેળાપનો ઉપાય શોધવા તત્પર બનેલા તેઓનો કેટલોક કાલ વીતી ગયો.
એક દિવસ “જાન આવી, તેથી આવતી કાલે લગ્ન થશે” એમ સાંભળી દુભાયેલા મનવાળો વસંતદેવ નગરથી નીકળી ગયો. જંગલ વચ્ચે પહોંચ્યો