________________
૧૩૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. જેણે ચન્દ્રગુપ્ત ને રાજા બનાવ્યો અને સૈન્ય લઈ પાટલીપુત્રને ઘેર્યું. ત્યારે નંદ સાથે યુદ્ધ થતાં ચન્દ્રગુમ સાથે ભાગ્યો. તેથી તે મૂર્ણ છે. કારણ કે આટલું પણ જાણતો નથી કે પહેલાં આજુબાજુના પ્રદેશને ગ્રહણ કરવા જોઈએ. આસ પાસ નો પ્રદેશ ગ્રહણ થતાં નગર ગ્રહણ થઈ જ જાય છે. આ મારો પુત્ર પણ તેનાં જેવો જ છે. બાજુની રાબ લેવાને બદલે વચ્ચે હાથ નાંખે છે. બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું જોઈએ. “બાલાદ અપિ હિત વાક્ય ગ્રાહ્ય' એવું નીતિ વાક્ય ને યાદ કરી ચાણકયે તેણીનાં વચન સ્વીકાર્યા.
હિમવંત ફૂટ નામના ગિરિએ જઈ ત્યાંના રાજા પર્વત સાથે પ્રીતિ બાંધી (દોસ્તી કરી) અને કહ્યું આપણે પાટલિપુત્ર નગરને જપ્ત કરીએ. અને અડધુ અડધુ વહેંચી લઈએ. રાજાએ પણ સંમતિ આપી. ત્યારે મોટી સામગ્રીથી અન્ય દેશોને જીતતાં જીતતાં એક નગરને ઘેર્યું. ઘણો પ્રયત્ન કરવા છતાં નિશાનમાત્ર પણ લાગતું નથી. એટલે તે ગઢને કોઈ જાતની અસર થતી નથી. ત્યારે ચાણક્ય પરિવ્રાજકના વેશે નગરની વાસ્તુકલા જોવા નગરમાં ગયો. ત્યાં શુભમુહુર્તો પ્રતિષ્ઠિત ઈન્દ્રકુમારિકાઓ દેખી નિર્ણય કર્યો કે આના પ્રભાવથી નગર પડતું નથી. લોકો પણ સ્વાધીન થઈ નગર રોધનું કારણ પુછવા લાગ્યા.
ત્યારે માયા, પ્રપંચમાં નિપુણ ચાણક્ય કહ્યું, અરે લોકો ! તમે એવાં મુહુર્તમાં ઈદ્રકમારિકાઓ સ્થાપના કરી છે જેના લીધે શત્રુ સૈન્યનો ઘેરો દૂર થતો નથી. લક્ષણબલ થી મેં જોયું છે કે આને દૂર કરતાં ઘેરો દૂર થશે. એ એની સાબિતી છે. જ્યારે કુમારિકાઓને દૂર કરે છે ત્યારે પૂર્વસંકેત પ્રમાણે સૈન્યને થોડું દૂર મોકલી દીધું. એમ ખાત્રી થતાં લોકોએ મૂળથી તેને ઉખેડી નાંખી. એ પ્રમાણે નગરને ભાંગી પાટલિપુત્ર ગયા. વચ્ચેથી કોઈ નીકળી ન જાય એવો ઘેરો લગાડીને રહ્યા. નંદ રાજા રોજ રોજ મોટા પ્રમાણમાં યુદ્ધ કરે છે. એમ નંદ રાજા યુદ્ધ કરતાં ક્ષીણ થયો ત્યારે ધર્મઢાર (ભાગી ન છૂટવાની અનુજ્ઞા) માંગ્યું. તેઓએ આપ્યું અને કહ્યું કે એક રથ વડે જેટલું લઈ શકો તેટલું લઈ જાઓ. ત્યારે નંદરાજા વિચારવા લાગ્યો. આ રાજ્ય લક્ષ્મીને ધિક્કાર હો ! જે લાંબી દૃષ્ટિવાળી નથી. મુહુર્ત માત્ર મનોહર દુર્જનસ્વભાવવાળી એક સાથે એકાએક જુના સ્વામીને ત્યજીને અન્યની બની જાય છે. ક્ષણ માત્ર રમણીય બની અચાનક કારણ વિના દુષ્ટ સ્ત્રીની જેમ શીઘ આ બધું લુંટી લે છે. અરે રે કેવી કટકારી આ રાજ્યલક્ષ્મી !
નંદરાજા, બે રાણી, એક પુત્રી અને ઉત્તમરત્નોને રથમાં મૂકી નીકળ્યો ત્યારે તે રાજકન્યા ચંદ્રગુપ્તને જોવા લાગી. ત્યારે બંદે કહ્યું અને પાપિણી !