SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૩૫ જેણે મારું સર્વરાજ્ય લઈ લીધું તેણે આ રીતે સ્નેહથી તું જુએ છે. તો તું જા એમ કહી રથથી ઉતારી મુકી. ચન્દ્રગુપ્તના રથમાં ચડતા રથનાં આરા ભંગાણા. આ તો અપશુકન થયું એમ માની કન્યાને ચંદ્રગુમે ના પાડી. ત્યારે ચાણક્ય કહ્યું આને ના ન પાડ, નવપેઢી સુધી તારું રાજ્ય થશે. આ તો મહાશુકન છે. તેથી પોતાનાં રથમાં ચઢાવી. નગરમાં જઈ બધું સરખે ભાગે હેંચ્યું પણ કન્યા એક હતી. અને બન્નેનો તેનાં ઉપર રાગ હતો. ત્યારે ચાણક્ય વિચાર્યું કે “શત્રુ કન્યા સારી નહિ.” એમ ચંદ્રગુપ્તને કહ્યું “આ પર્વત તારો મોટો ભાઈ છે એથી આ કન્યા ભલે એની થાય' એમ ચંદ્રગુપ્તને નિવાય. પર્વતરાજા સાથે કન્યાના લગ્ન લેવાં સારુ સર્વ સામગ્રીની તૈયારી થવાં લાગી અને ત્યાં તો વરવેદિકા ચણાઈ, અગ્નિકુંડની સ્થાપના થઈ, મંગલ વાજિંત્રના નાદ થી આકાશ ભરાઈ ગયું. ઘી, મધથી સિંચાયેલો અગ્નિ વિષમ જવાલા સાથે બળવા લાગ્યો. જ્યોતિષીઓએ (ગોરમહારાજાઓએ) બલિ બાકળાની અંજલિ નાંખી. તાડપત્ર સરખા કાલા ધૂમથી આકાશે અંધારું છવાઈ ગયું. દિવ્યભંગીથી ગણિત સુવિશુદ્ધ મુહૂર્ત હોવા છતાં તે પળે નીચેનો મંગળગ્રહ ચંદ્રબિમ્બમાં સંક્રાંત થયો. અને એ વખતે રાજાએ કન્યાનો હાથ ગ્રહણ કર્યો, પણ હાથનો અગ્રભાગ વિષભાવિત હોવાથી ઘોરવિષ રાજામાં શીધ્ર સંક્રાન્ત થયું. વિવેગથી પીડાતો રાજા હે ભાઈ ! હે ભ્રાતૃવત્સલ ! ચંદ્રગમ હું મરી રહ્યો છું. ત્યારે વિષવેગ છે એમ જાણી તેને રોકવા જેટલામાં ચંદ્રગુપ્ત રાજપુરુષોને આજ્ઞા કરે છે ત્યાં તો “અર્ધરાજ્યને લેનાર મિત્ર ને જે હાગતો નથી તે હાગાઈ જાય છે.” એવું નીતિ વચન સ્મરણ કરતાં દુષ્ટ ચિત્તવાળા ચાણકયે ભવાં ચઢાવ્યાં. તેનાથી ચાણક્યનાં ભાવ જાણી ચંદ્રગુપ્ત રાજા નિષ્ક્રિય જ બેઠો રહ્યો. અને વેદનાથી વ્યાકુલ પર્વત રાજા મરણને શરણ થયો. ત્યારે બંને રાજ્યોમાં ચન્દ્રગુપ્ત રાજા થયો. આ બાજુ નંદરાજનાં પુરુષો ચોરી કરવા લાગ્યાં. ચોર ને પકડવા વેષ બદલી ચાણક્ય ભિક્ષા માટે ફરે છે. ત્યારે નલદામ વણકરને વસ્ત્ર વણતો જોયો. રમી રહેલાં તેનાં છોકરાને મંકોડાએ ચટકો ભર્યો. તેણે રડતાં રડતાં બાપને વાત કરી. તેથી કોધે ભરાયેલાં નલદામે દર ખોદી અંગારા નાંખી સર્વ મંકોડાની રાખ કરી દીધી. આ માણસ નગરનાં રક્ષક તરીકે ઠીક છે. એમ ચાણક્યના મનમાં લાગ્યું. રાજમહેલમાં જઈ બોલાવીને તેને તલારક્ષક પદે સ્થાપ્યો. તેણે સર્વ ચોરોને બોલાવી વિશ્વાસ પમાડીને કહ્યું કે આ તો આપણું રાજ્ય છે. ઈચ્છા મુજબ લહેર કરો. બીજા દિવસે બધા ચોરોને સપરિવાર ભોજન માટે
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy