________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૨૫
દેવદિશાની કથા
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ત્રણે ભુવનમાં અલંકાર સમાન ત્રિભુવન નામે નગર છે. ત્યાં દુર્વાર શત્રુરૂપી અંધકારના પ્રસારને દુર કરવામાં સૂર્ય સમાન ત્રિભુવન શેખર નામે રાજા છે. તેને ત્રિભુવના નામે પટ્ટરાણી છે. તેમનો પુત્ર ત્રિભુવનદત્ત છે.
એ જ નગરમાં અઢાર શ્રેણી પ્રશ્રેણીનો નાયક જીવાજીવાદિ પદાર્થને જાણનારો રાજાનો માન્ય સુમતિ નામે શેઠ છે. દેવીના રૂપને જીતનારી ચંદ્રપ્રભા નામે શેઠાણી છે. તેને ત્રિભુવના રાણી સાથે જોરદાર પ્રીતી છે. એક વખત માસી માનીને પોતાના પુરુષો સાથે ત્રિભુવનદા રાજકુમાર ચંદ્રપ્રભાને ઘેર ગયો. ચંદ્રપ્રભાએ તેને સ્નાન, વિલેપન કરી શણગાય- પછી પોતાના ખોળામાં બેસાડ્યો. અને મસ્તકે સુંધ્યો,(ચુંબન કર્યું, ત્યારે વિચારવા લાગી કે મારી સખી ધન્ય છે. પુણ્યશાલી છે. તેણીનું જીવન સફળ છે. તે જ ઉત્તમ લક્ષણવાળી જેણીને આવો સુંદર પુત્ર છે.
જીવલોકમાં તે નારીઓનો જન્મ પણ સફળ છે. જેમની કુક્ષીથી સુંદર પુત્રનો જન્મ થયો છે. જેઓ વિવિધ મધુરી - કીડા કરનારા - હાસ્યકારી બોલનારા, ખોળામાં બેઠેલા મધુર સ્વરે જવાબ આપે છે. હું તો અધન્ય છું કારણ હજી સુધી એક પણ પુત્ર પ્રાપ્ત થયો નથી. આવી ચિંતાથી ઉડો નીસાસો મુકી કુમારને વિસર્જન કયો.
ઘેર ગયો ત્યારે રાણીએ પુછયું કુમારને આવો સરસ કોણે શણગાર્યો, ત્યારે પરિજને કહ્યું, તમારી બેનપણીએ પણ તમે કુમારને લુણ ઉતારો કારણ કે કુમાર ઉપર ચંદ્રપ્રભાએ નીસાસા નાંખ્યા હતા. રાણીએ કહ્યું આવું બોલશો મા; તેણીના નીસાસા પણ કુમારને આર્શીવાદ રૂપ થશે. ત્યારે બધા ગ્રુપ થઈ ગયા.
રાણીએ વિચાર્યું કુમારને જોઈને તેણીએ નીસાસા કેમ મૂક્યા હશે?
હાહા ખબર પડી તે પુત્ર વગરની છે. તેથી સખીપણાના લીધે જે તેણીને પોતાનો પુત્ર આપીશું તેના મનોરથો ન પૂરાય !આવી ચિંતાતુર હતી ત્યારે રાજા આવ્યો અને ઉદ્વેગનું કારણ પૂછયું - રાણીએ સર્વ હકીકત જણાવી. રાજાએ કહ્યું તું ચિંતા ન કર, હું એવો ઉપાય બતાવીશ કે જેથી તારી સખીને પુત્ર થશે. દેવીએ કહ્યું હે નાથ, મોટી મહેરબાની. બીજા દિવસે