________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપણું અનુશાસન ઈચ્છીએ છીએ.” એમ બોલી કંઇક નમેલા મુખવાળી સભા પોતાના સ્થાને ગઈ, તેમાં કેટલાક સમકિત, બીજા દેશવિરતિવ્રત પામ્યા, અને બીજા કેટલાક શાંતભાવવાળા સંગ છોડી સાધુ બન્યા.
હે ભગવન્! મેં પૂર્વભવમાં શું કર્યું કે જેના લીધે આવો વિપાક થયો કે પહેલાં મેં રાણીના સંગમથી અતુલસુખ ચાખ્યું, અને પાછળથી તેનાં વિરહમાં કોઈની સાથે તુલના ન કરી શકાય એવું નારક દુઃખ સરીખું દુઃખ અનુભવ્યું.
પ્રભુએ કહ્યું કે તે પૂર્વભવમાં ઘણાં યુગયુગલોને વિખૂટા પાડ્યા અને રાણીએ તેની અનુમોદના કરી તે કર્મનું આ ફળ છે. જેના કારણે તે નરકમાં ઘણાં દુઃખ અનુભવ્યા અને ક્ષુદ્રજાતિઓમાં ઉપન્યો હતો. અત્યારે તારું કર્મ ક્ષય પામ્યું છે. જે સુખ મળ્યું તેનું કારણ એ છે કે તે સુસાધુની ભક્તિ કરેલી, સ્વર્ગઅપવર્ગને આપનાર આ જ ભક્તિ છે. આના જેટલું બીજું જગતમાં કશું શ્રેષ્ઠ નથી. માટે નિપુણ માણસોએ આ સાધુની ભક્તિ વિશે ઉદ્યમ કરવો યોગ્ય છે. માટે હે નરનાથ ! સાધુ ભક્તિમાં અતુલ પ્રયત્ન કર !
તે વચન સાંભળ કામભોગથી વિરક્ત બનેલ હું રાજ્યને વ્યવસ્થિત કરી તમારી પાસે દીક્ષા લઈશ. રાણી વિ. પણ એમ કહ્યું. ત્યારે ભગવાને કહ્યું આ અનિત્ય-સંસારમાં વિલંબ- રાગ ના કરો... જાતિસ્મરણથી પૂર્વભવ જાણી વિરક્ત થયેલો યશોવર્મનો રાજ્યાભિષેક કરી દેવી પ્રમુખની સાથે પાલખીમાં બેસી પ્રભુ પાસે જઈ મુનિજને સેવેલી દીક્ષા લીધી, બાર અંગનો અભ્યાસ કર્યો. ગુરુએ સૂરિપદ આપ્યું. ચંદ્રવર્મા સાધ્વી પણ અગ્યાર અંગ ભણી અને પ્રવર્તિની થઈ, ભવ્યજીવોને પ્રતિબોધથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરી આત્માને મોક્ષ સુખમાં સ્થાપ્યો.
હવે પાંચમું ભૂષણ સ્થિરતા પરતીર્થિકોની ઋદ્ધિ દેખી શોભિત ન થવું તેમાં “સુલાસા' નું દ્રષ્ટાંત કહે છે.
સુHસા કથાનક
સમસ્ત લીપની મધ્યે રહેલ અનાદિકાલનાં આ જંબુદ્વીપના દક્ષિણ ભરતમાં જિનેશ્વરે દર્શાવેલ મધ્યખંડમાં મગધ દેશ છે. જે સુપ્રસિદ્ધ છે, અનેક જાતનાં લોક અને ધનધાન્યથી ભરપૂર, ગ્રામ, આકર, ગોકુલોથી રમ્ય વિવિધ જાતનાં ઝાડોથી છવાયેલ, મઠ વિહાર, (જિનાલયો વિ.) ઉદ્યાનોથી શોભિત,