________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
પડશે. ત્યારે ગુરુ નિગ્રહનો આગાર જાણી ત્યાં ગયો. તેમને એક મંત્રીત ફળ આપ્યું. અને પૂર્વનાં અભ્યાસે ખાઈ ગયો. તેથી ભાવ પરિવર્તન પામ્યા. અને ઘેર આવી પોતાનાં માણસોને ભિક્ષુઓ માટે ભોજન બનાવાનો આદેશ કર્યો. ત્યારે હતુષ્ટ થયેલાં તે માણસોએ તે પ્રમાણે કરવાની શરૂઆત કરી.
५८
ત્યારે દેવકીએ પતિનું ચલચિત્ત જાણી ગુરુ પાસે જઈ સર્વ હકીકત કહી. ગુરુએ પ્રતિયોગ આપ્યો અને દેવકીએ દેવાનંદને આપ્યો. તેથી સ્વભાવસ્થ થયો. ત્યારે ભોજન દેખીને કહ્યું આ શું ? માણસોએ કહ્યું તમે ભિક્ષુઓ માટે ભોજન તૈયાર કરાવ્યું છે ને.
તેણે કહ્યું હું જિનસાધુને મુકીને અન્યને ધર્મ માટે દાન આપતો નથી. ત્યારે દેવકીએ સર્વ પરમાર્થ કહ્યો. ત્યારે અરેરે !! ગુરુ નિગ્રહથી હું થોડો પતિત થઈ ગયો. એમ કહેતાં આ બધુ પ્રાસુક, શુદ્ધ એષણીય છે.' એમ વિચારી મુનિઓને વહોરાવ્યું.
આ રીતે ડિલના આગ્રહથી કાંઈક અકલ્પ્ય સેવતા સમકિત દર્શનમાં અતિચાર લાગતો નથી. પરંતુ આવા ગુરુઓ કેટલા હશે એમ માની પહેલાથી જ ન કરવું. ॥ ૧૨ ॥
હવે સ્થાનક દ્વાર કહે છે...
अत्थी यणिचो कुणई कयाई, सयाइँ वेइए सुहा -ऽसुहाई । णिव्वाणमत्थी तह तस्सुवाओ, सम्मत्तठाणाणि जिणाहियाणि ॥१३॥
ગાથાર્થ :- જીવ છે; નિત્ય છે, કર્મને કરે છે તે શુભાશુભ કર્મને વેદે છે. મોક્ષ છે. અને તેનાં ઉપાય છે. આ જિનેશ્વરે કહેલાં સમકિતનાં સ્થાનો છે.
ચકાર અવધારણ માટે છે એથી જીવ છે જ એમ જણાય જીવનો અધ્યાહાર કરાય છે. તેનું પ્રતિપાદન કરનારા ચિહ્નો વડે (જણાઈ) આવે છે. કહ્યું છે કે.
ચિત્ત, ચેતન, સંજ્ઞા, વિજ્ઞાન, બુદ્ધિ, ઈહા, મતિ, વિત્ત આ જીવનાં લક્ષણો છે. હૂઁ શરીરમાં નથી એવું જે વિચારે છે તેજ જીવ છે. સંશય ઉત્પાદક જીવ સિવાય અન્ય કોઈ નથી.
ઈત્યાદિ રીતે જીવનાં અસ્તિત્વનું મનન કરવું. આદિ પદથી નિર્જીવને