________________
૯૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સારુ અકથ્ય આચરતા સમકિતમાં અતિચાર ન લાગે. આના વિષે સુરાષ્ટ્ર ના શ્રાવક જિનદાસનું દ્રષ્ટા જાણવું જે પૂર્વે દૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે.
ગુરુનિગ્રહ ગુરુ-મા બાપ વિ. કહ્યું છે કે
માતા-પિતા કલાચાર્ય એઓના જ્ઞાતિજનો તથા વૃદ્ધો તેમજ ધર્મદાતા સજનોનાં ગુરુ કહેવાય. ગુરુ-મા, બાપ વિ. વડિલના નિશ્ચય (આગ્રહ) થી
આ પ્રમાણે કરવું જ પડશે.” આવી મક્કમતાના કારણે અકથ્ય આચરવા છતાં પણ સમ્યગ્દર્શન દૂષિત થતું નથી. તેનાં વિષે દેવાનંદાનું દ્રષ્ટાન્ત કહે છે.
દેવાનની કથા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સદેશનાં શણગારભૂત કૌશામ્બી નામે નગરી છે તેમાં મહાધનવાન ધનદત્ત શ્રેષ્ટિ છે. તેને રૂપાદિ ગુણસમૂહથી સુશોભિત જીવાદિ તત્વને જાણનારી, જિનસાધુના ચરમકમળમાં મધમાખની જેમ રત રહેનારી, દેવકી નામની કન્યા છે.
* તે ઘર ઉપર દડાથી રમતી હતી ત્યારે પાટલિપુત્રથી આવેલાં ભિક્ષુ ભક્ત શ્રીદત્ત શેઠનાં દેવાનંદ પુત્રે દેખી કામદેવના બાણના પ્રહારથી વ્યાકુલ થતાં મનવાળા એણે ચિંતવ્યું. અહો! કેવું જોરદાર રૂપ! અહો કેવી કલાની કુશલતા! તેથી આને પરણું. તેથી તેને વરવા પ્રધાન માણસો મોકલ્યા. પણ અન્યધમી જાણી પિતાએ ના પાડી. ત્યારે દેવકીના લોભથી તે કપટી શ્રાવક બન્યો. પણ સતત સિદ્ધાંત સાંભળવા વિ.થી સમ્ય રીતે ધર્મ પરિણત થઈ ગયો. મેરુ જેવો ધર્મમાં નિશ્ચલ થયો. ત્યારે પિતાએ દેવકી આપી. - સ્વનગરે જઈ માતપિતા અન્યધર્મી હોવાથી જુદા ઘેર રહેવા લાગ્યા. જિનપૂજા, વંદન, સ્નાન, યાત્રા, બલિકર્મ ઈત્યાદિમાં નિરત, સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર અને સાધુ સાધ્વીની પાત્રમાં ભક્તિથી દાન આપતાં (વહોરાવતાં) પોતાનો કાળ પસાર કરે છે. પણ કુતીથીંકોને દાન વંદનાદિ કરતાં નથી.
ત્યારે ભિક્ષુકોએ તેનાં માતાપિતાને પૂછ્યું કે “તમારો પુત્ર પાકો ભક્ત હોવા છતાં અમારી પાસે કેમ આવતો નથી.” ત્યારે માતા-પિતાએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો.
ભિક્ષુએ કહ્યું તમે કોઈ પણ રીતે એકવાર મારી પાસે લઈ આવો. માતપિતાએ દેવાનંદને કહ્યું કે અમારા આગ્રહથી પણ આજે તારે આવવું