________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
તે બોલી ભો ! આ તેજ મૂળદેવ છે તેને તે સમયે તેં કહ્યું હતું કે ભાગ્ય યોગે ક્યારેક આપત્તિમાં પડી જાઉં તો આ પ્રમાણે કરજે. તેથી આ તે અવસર છે. એથી દેહાંત દંડ પામેલો આજે તને નમનાર અને દીન માણસ ઉપર વાત્સલ્ય કરાવનાર આર્યપુત્ર છોડી મૂકે છે. આ સાંભળી વિલખો થયેલો “આપનો આભાર” કહી રાજા અને દેવદત્તાને પગે પડ્યો.
સર્વજનોને શાંતિ આપનાર, સઘળી કલાથી શોભતો નિર્મલ સ્વભાવવાળા, પૂર્ણિમાના ચંદ્ર સરખા દેવની (મૂળદેવની) રાહુ જેવા મેં ત્યારે જે (કદર્થના) હેરાનગતિ કરી તે બદલ ક્ષમા કરો.
તમારી હેરાનગતિના રોષથી મહારાજા ઉજૈનીમાં પણ પેસવા નહિં દે; જેના ઉપર દેવદત્તાની કૃપા છે તેને તો મેં ખમાવી જ દીધા છે. તથા તું તો મારો ઉપકારી છે. કેમકે જીવીત દાનથી બીજું કોઈ ચડિતાતુ દાન નથી. ત્યારે ફરીથી તે (અચલ) બંનેના પગે પડ્યો. દેવદત્તાએ ઘણાં આદરથી
સ્નાન કરાવી ભોજન કરાવ્યું. રાજાએ મૂલ્યવાન વસ્ત્ર આભરણો પહેરાવ્યા. ઉજૈની મોકલ્યો અને મૂળદેવરાજાની અરજથી જિતશત્રુ રાજાએ તેનો ગુનો માફ કયોં.
નિગશમાં પણ “મૂળદેવ રાજા થયો છે” એવું સાંભલી બેન્નાતટ આવ્યો. રાજાએ જોયો તેથી લોક વ્યવહાર, ભય, લજ્જા (શરમ) દાક્ષિણ્ય, ત્યાગ સ્વભાવ આ પાંચ જેમાં નથી તેની સાથે સંબંધ ન જોડવો. એમ વિચારી જે ગામની ભક્તિ જોવાઈ નથી એવું ગામ આપ્યું. આપની મહેરબાની એમ કહી તે ગામ ભણી ગયો.
કોઈક વખતે નગર દરરોજ ચોરો વડે ચોરાવા લાગ્યું. આરક્ષકો ચોરનું પગલુ પણ પકડી શકતા નથી. ત્યારે રાજાએ વિચાર્યું. મારું શહેર પણ અનાથ ની જેમ ચોરાતુ હોય તો મારો પુરુષાર્થ પાંડિત્ય બુદ્ધિ વિ. નકામી છે. હું તો આ સર્વ કાર્યમાં હોંશીયાર છું; તેથી મારી નગરી લુંટનાર ચોરોની ભારે ધિઢાઈ કહેવાય. એમ વિચારી નીલ વસ્ત્ર પહેરી ચોરની તપાસ માટે રાત્રે નીકળી પડ્યો. નગરીના શંકાશીલ સર્વ ઠેકાણે ફરી ઘણો જ થાકી ગયેલો શૂન્ય દેવકુલમાં એક ઠેકાણે સુઈ ગયો.
એ અરસામાં મંડિક નામનો મોટો ચોર આવ્યો. પગથી આને ઉઠાડ્યો રે! તું કોણ છે ? મૂળદેવે કહ્યું હું ભીખારી છું. જો એમ છે તો ચાલ મનુષ્ય