________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ શ્રેષ્ઠ શ્રાવિકા થઈ, શ્રેષ્ઠિ જેજે ભોજન માટે અને લાગુ-હકનું લવાજમ તેનાં નિમિત્તે દ્રવ્ય આપે તેને રાખી મુકતી અને તેમાંથી જિનાલયનું રક્ષણ કરતી, શેઠ પણ ખુશ થઈ ગયા બેત્રણ ગણું દ્રવ્ય આપવા લાગ્યા. તે દ્રવ્યના ત્રણ છત્ર બનાવ્યા જે સોનાથી બનાવેલી નાની મોટી માળાવાળા રત્નથી મંડિત ઝુલતા મુક્તાફળવાળા, વિવિધ સોનાના હારોથી શોભતા, સાપની કાંચળી સરખા રેશમી વસ્ત્રથી આચ્છાદિત અને મણિરત્નોથી ચિતરેલાં અને સોનાથી ઘડેલા દંડવાળા હતા, આવા છત્ર બનાવી વિવિધ વિભૂતિથી જિનમંદિરમાં અર્પણ કરે છે, અને બીજું યથાયોગ્ય તપદાનાદિ પણ કરે છે. એ પ્રમાણે ચતુવિધ સંઘની પૂજા કરે છે. અને સ્વાધ્યાયમાં ઉદ્યમ કરે છે. એક વખત શ્રેષ્ઠિને ચિંતિત જોઈ કારણ પૂછ્યું “તેમને કીધુ કે જિનભવન નો બગીચો સુકાઈ ગયો છે માટે” ત્યારે તેણીએ નિશ્ચય કર્યો કે “મારા શીલ પ્રભાવથી બાગ નવપલ્લવિત ન થાય ત્યાં સુધી અન્નજલ ત્યાગ.” અને શાસન દેવીને મનમાં ધારી જિન ભવનમાં બેઠી, ત્રીજા દિવસે રાત્રિમાં શાસનદેવીએ આવીને કહ્યું કે તું ખેદ ના કર, બગીચો સવારે નવપલ્લવિત થઈ જશે.
તારી શક્તિ દ્વારા શત્રુ બંતરના ઉપદ્રવથી આ બગીચો મુક્ત થયો છે. એમ કહીને જેટલામાં દેવી પોતાનાં સ્થાને જાય તેટલામાં રાત પુરી થઈ ગઈ. અંધકારનો શત્રુ સૂર્ય એકાએક ઉદય પામ્યો.
તેણીએ સવારે શેઠને રાત્રિનો વૃત્તાંત કહ્યો. વિકસિત નેત્રવાળા શેઠે જોયું તો જિનાલયનો બાગ અપૂર્વ પત્ર, ફળ ફૂલથી શોભતો, પાણીવાળા વાદળા સરખા વર્ણવાળો બની ગયો હતો. તે દેખી શેઠ જલ્દી નિર્નામિકાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા હે બેટી ! તારા પ્રભાવથી મારા મનોરથો પૂરા થયા તેથી હે ગુણથી વિશાળ ! ઉઠ, ઘેર આવ અને પારણું કર, એમ કહી શેઠ સમસ્ત શ્રીસંઘ સાથે વાજતે ગાજતે લોકોની સમક્ષ ઘેર લઈ જાય છે. લોકો કહે છે. આના શીલનો મહિમા તો જુઓ, કે જેથી શુષ્ક બગીચો પણ ક્ષણવારમાં નવપલ્લવિત થઈ ગયો. તેથી આ પુણ્યશાળી છે, ધન્યા છે, આનુ જીવન સફળ છે. જેણીને દેવતાઓ પણ આવું સાન્નિધ્ય કરે છે. અથવા આ શેઠ પણ ધન્ય છે કે જેના ઘેર ચિંતામણિ જેવી આ વસે છે. એમ બધા વડે વઆણ કરાતી ઘેર પહોંચી. અને ચતુર્વિધ સંઘને પ્રતિભાભીને (ભક્તિ કરીને) પારણું કર્યું.
એક વખત રાત્રે છેલ્લા પહોરમાં જાગીને પૂર્વહકીકત યાદ કરીને વિચારવા લાગી. તેઓ ધન્ય છે જેઓ વિષયસુખને છોડીને દીક્ષા લઈ નિસંગ બની