SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તપ સંયમમાં ઉદ્યમ કરે છે. ત્યારે વિષયસુખલુબ્ધ એવી હું તો અધમ છું, તે વિષયોની પ્રાર્થના કરતી પાિિણ એવી મને તે પણ પ્રાપ્ત થતા નથી. એટલું તો મારું ભાગ્ય છે કે મને જિનધર્મ મળ્યો છે તે ધર્મની તોલે બીજો કોઈ ધર્મ ન આવી શકે, તેમજ આ ધર્મ ભવસમુદ્રથી પાર ઉતારવા માટે નાવ સમાન છે. ૪. આવો ધર્મ પ્રાપ્ત કરી સર્વવરિત લેવી ઉચિત છે, પણ હું તેમ કરવા સમર્થ નથી. ત્યારે શેઠે તેણીને પારણું કરાવ્યું. લોકો તેનાં શીલના વખાણ કરવા લાગ્યા. અને પોતે રાત્રે સર્વવિરતિના વખાણ કરવા લાગી, અને વિશેષ પ્રકારે તપાદિ અનુષ્ઠાન કરવાનો આરંભ કર્યો. છેલ્લે અનશન કરી સૌધર્મ દેવલોકે દેવ બની ત્યાંથી વિદ્યુત્પ્રભા થઈ. માણીભદ્ર શેઠ પણ દેવ થઈ અવીને મનુષ્ય થઈ પુનઃ નાગકુમાર દેવ થયો. પિતાના ઘેર મિથ્યાત્વના મોહથી જે આચરણ કર્યુ તેનાં કારણે પહેલા દુઃખ પછી સુખ મળ્યુ. અને જિનભવનનો બાગ પલ્લવિત કરવાથી તારી સાથે આ ઉદ્યાન ફરે છે. જિનભક્તિનાં કારણે રાજ્ય પ્રાપ્ત થયું. ત્રણ છત્ર આપવાથી સદા તું છત્ર છાયામાં હરે ફરે છે. એ પ્રમાણે જિનભક્તિથી દેવલોકમાં શ્રેષ્ઠસુખરૂપે ફળની પ્રાપ્તિ અને આ મૃત્યુલોકમાં રાજ્યસુખ પ્રાપ્ત થયા કરશે અને અનુક્રમે સિદ્ધિ પ્રાપ્ત થશે. તે સાંભળી મૂર્છા પામી અને જાતિસ્મરણ જ્ઞાન થયું. સ્વચરિત્ર જાતે જોતાં ભવથી વિરક્ત થઈ. હે સ્વામી ! જેટલામાં રાજા પાસે રજા લઉં તેટલામાં તમારા ચરણકમળમાં સેંકડો ભવોનાં દુઃખને દળી નાંખનાર પ્રવજ્યાને હૈં ગ્રહણ કરીશ. આ રાણીના વચન સાંભળી રાજા પણ કહેવા લાગ્યો ‘“હે ભગવંત! આવું જાણીને સંસારમાં કોણ રમે ?’’ બસ આરામશોભાના પુત્ર મલયસુંદરનો રાજ્યાભિષેક કરી હું પણ તમારી પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું ભો ! ભો! ઘાસના અગ્રભાગે રહેલ જલબિંદુ સરખા ચંચલ જીવલોકમાં પળમાત્રનો પણ વિલંબ ન કરવો. ત્યારે મલયસુંદર રાજકુમારને રાજ્યે સ્થાપી બંને જણાએ દીક્ષા લીધી, ગુરુચરણમાં બંને પ્રકારની શિક્ષા મેળવી છેલ્લે અનશન કરી સ્વર્ગમાં ગયા. ત્યાંથી આવી મનુષ્ય અને સુર સંબંધી સુખ અનુભવી અનુક્રમે શિવસંપત્તિ ને વરશે... આ પ્રમાણે જિનભક્તિથી અસામાન્ય ફળ પ્રાપ્ત થાય છે. ( આરામશોભા કથા પુરી )
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy