________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૦૧ - પિતા, માતા, માસા વગેરે સ્વજનો પ્રતિ પ્રીતિદાન અને પરસ્પર પ્રીતિભોજ નો અભાવ, દેવ ગુરુ અને કાર્ય અકાય ના વિવેકનો અભાવ, શરીરનો સંતાપ અને જેનાથી કુગતિ થાય તે ઘુતમાં હે પ્રિય ! મા રાંચ ! ર૯Oા તેથી સર્વ પ્રકારે આ છોડી દે. અતિરસ ના કારણે તે છોડી શકતો નથી.
આજ નગરીમાં કામદેવ સરખા રૂપવાળો, પોતાના કુલનો દીવડો, બાંધવ રૂપી કુમુદના વિકાસ કરવામાં ચંદ્ર સમાન, પ્રજાજનોને વિષે કલ્પવૃક્ષ સમાન, નિર્મલ યશથી દિશાઓને ધોળી કરનાર અદ્ધિથી કુબેર સરખો અચલ નામે સાર્થવાહ છે.
તે તો મૂળદેવની પહેલાં જ તેમાં રાગી હતો અને સતત દ્રવ્ય આપી તેની જોડે ભોગ ભોગવે છે. અને તેણે મૂળદેવ ઉપર થોડો દ્વેષ હોવાથી તેની ભૂલ દેખવા પ્રયત્ન કરે છે. અને અચલની શંકાથી દેવદત્તાના ઘેર મૂળદેવ જતો નથી. અવસર મળતા તેની માતાએ દેવદત્તાને કહ્યું હે પુત્રી! આ મૂળદેવને છોડ આ નિર્ધનનું આપણે કોઈ પ્રયોજન નથી. તે મહાનુભાવ દાની અચલ વારંવાર ઘણું ધન મોકલે છે. તેથી તેને સર્વ સ્નેહથી અંગીકાર કર. એક મ્યાનમાં બે તલવાર રહી ના શકે. તેથી આ જુગારીને છોડી દે તે બોલી હે મા ! હું એકાંતે ધનમાં અનુરાગી નથી. પાણ ગુણોમાં મને અનુરાગ છે. માતાએ કહ્યું તે જુગારીમાં વળી ગુણો કેવા ? અરે મા ! આ તો સંપૂર્ણ ગુણમય જ છે. કારણ કે તે સકલ કલામાં પારંગત છે. શરણાથી ઉપર વાત્સલ્ય કરાવનાર, પ્રિય બોલનારો, ધીર ઉદારમનવાળો, ગુગરાગી વિશેષજ્ઞ છે, એથી હું આને નહિં છોડું. તેથી માતા દ્રષ્ટાન્તથી દેવદત્તાને સમજાવાની કોશીશ કરે છે. અળતો માંગીએ છતે સાર કાઢીને સૂકાયેલ-વાસી અલતો આપે, શેલડી માંગતા તેનાં છોતરા આપે. પુષ્પો માંગતા પુષ્ટ છુટી વીંટોથી ગુંથેલી માલા આપે છે; દેખી એમ જ્યારે વેશ્યા પૂછે છે ત્યારે તેની માં) કહે છે જેવું આ અરસવિરસ છે તેવો તારો પ્રિયતમ છે. છતા પણ તું આને છોડતી નથી. માટે આ કિંવદન્તિ સાચી છે કે...
અપાત્રમાં નારી રમે છે. પહાડ ઉપર વાદળા વર્ષે છે. લક્ષ્મી નીચ નો આશ્રય કરે છે. પ્રાજ્ઞ પુરુષ પ્રાયઃ કરીને નિધન હોય છે.
દેવદત્તાએ કહ્યું પરખ્યા વિના અપાત્ર કેવી રીતે જાણી શકાય.
માતાએ કહ્યું તો પારખુ કરો. હર્ષ પામેલી દેવદત્તાએ કહ્યું તો અચલને કહો દેવદત્તાને શેલડની ઈચ્છા છે. માટે મોકલાવો.