________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૫૯ (શેઠ) દીક્ષા લઈ અંતકૃત કેવલી થયા. બાળકો પણ સાધુને તેલ માલિશ કરી તેનાં વીર્યથી ચામડીમાં રહેલા કૃમિઓ બહાર નીકળ્યા. કંબલ રત્ન તેને ઢાંકી દીધું. તેથી બધા જીવો તેમાં લાગી ગયા. પછી મૃતકલેવર માં ઝાટકી દીધા. ગોશીર્ષ ચંદનથી વિલેપન કરવાથી સાધુ સ્વસ્થ થઈ ગયા.
એ પ્રમાણે બીજીવાર કરવાથી માંસમાં રહેલા બહાર નીકળ્યા. ત્રીજીવાર હાડકામાં રહેલા બહાર નીકળ્યા. પછી સઘલાએ ઘાઓને સંરોહિણી ઔષધિ થી યુજવ્યા. (સાંધ્યા). ક્ષમા માંગી સ્વસ્થાને ગયા.
બાકી રહેલા ચંદન, કમ્બલનું અડધુ મોલ મળ્યું. તેનાથી ફરકતી ધ્વજાના આડંબરથી વ્યાપ્ત સેંકડો શિખરવાળુ ભવ્યજીવોને ભાવ જગાડનારું સુંદર જિનાલય કરાવ્યું. અને સંવેગ રંગમાં રંગાયેલા ભવથી કરેલા તેઓએ મા બાપ સ્વજનોને સન્માન આપી ગુરુ પાસે દીક્ષા લીધી. ઉત્તમ મુનિવરોથી આચરિત, ઉદાર, સુપવિત્ર, સર્વોત્તમ મોક્ષ સુખ આપનાર એવા સંયમને નિરતિચાર પાળી અનશન વિધિથી દેહ છોડી અશ્રુત કલ્પમાં સામાનિક દેવ થયા.
ત્યાંથી વી પુંડરિકિણી નગરીમાં વજસેન રાજાની મંગલાવતી મહારાણીની કુક્ષિમાં ચૌદ મહાસ્વપ્નથી સૂચિત વૈધજીવ પુત્રરુપે (ઉપન્યો) અવતર્યો. તેનું નામ વજનાભ પાડ્યું. બાહુ સુબાહુ પીઠ મહાપીઠ તેનાં ચાર ભાઈ થયા. અને હું અભયઘોષ નામે ત્યાં જ રાજપુત્ર થયો. હું બાલ્યપણાથી વજનાભમાં ઘણો લીન બનેલો હતો. અને તેનો સારથી થયો. વજનાભને રાજ્ય સોંપી વજસેન રાજાએ તીર્થકર રૂપે દીક્ષા લીધી. વજનાભને પણ ચકાદિ રત્નો ઉપન્યા અને ચકવર્તી થયો. કનકનાભ વિ. મહાસામંત થયા. લાંબા સમય સુધી રાજ્ય ભોગવી કામભોગથી નિર્વેદ પામેલા પોતાના પિતાશ્રી તીર્થંકર લક્ષ્મીના ભોક્તા છે, તેમની પાસે દીક્ષા લીધી. વજનાભ ચૌદ પૂર્વી થયા. પ્રભુએ આચાર્યપદે આરૂઢ કર્યો. ત્યાં બાહુ વૈયાવચ્ચ કરે છે, પાંચસો મુનિઓની ગોચરી તેમજ વસ્ત્ર પાત્ર કંબલ દંડ વિ. લાવે છે. ઔષધ, પાટ, પાટલા, સંથારા વિ. જેણે જે ઈચ્છા હોય તેને સર્વ જરાપણ ખેદ પામ્યા વિના લાવી આપે છે. બીજો સુબાહુ સ્વાધ્યાય, અધ્યયન ધ્યાન અને તપસ્યા કરનારની થાક્યા પાક્યા વિના સેવા કરે છે. એથી બાહુએ ભોગફળ અને સુબાહુએ બાહુબલી પ્રાપ્ત કર્યું.
પીઠ મહાપીઠ તો સતત સ્વાધ્યાય કરે છે. સૂરી પહેલાં બેની સતત પ્રશંસા કરે છે. ત્યારે બીજા બે વિચારવા લાગ્યા, ગુરુરાજ સ્વભાવને મૂકતા