________________
૨૫૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પરિવારનાં માણસોને વિસર્જન કરી સુઈ ગયા. વિષથી ધાતુઓ દૂષિત થવાથી અમે કાલ કરી આ ઉત્તરકુરમાં યુગલિક રૂપે ઉપન્યા.
હે નાથ ! આ મેં સર્વ જાતિસ્મરણથી જાણ્યું. તેથી તે સ્વામી જે નિર્નામિકા જે સ્વયંપ્રભા, જે શ્રીમતી હતી તે હું જ છું. જે મહાબલ તે લલિતાંગ જે વિજબંઘ તે આપજ છો. આપે જેણીનું નામ લીધુ તે જ હું સ્વયંપ્રભા છું. સ્વામીએ કહ્યું હે આર્યા ! દેવ ઉદ્યોત દેખી પૂર્વ જાતિ યાદ કરી હું વિચાર માં પડી ગયો કે હું દેવ ભવમાં વર્તી રહ્યો છું. અને મારી સ્વયંપ્રભા આવી ગઈ. તે સર્વ આ પ્રમાણે તે કહ્યું. પરિતુષ્ટ મનવાળા પૂર્વભવના સ્મરણથી ઉત્તેજિત થયેલા નેહવાળા સુખપૂર્વક પ્રાપ્ત થયેલ વિષમ સુખોને ભોગવનારા ત્રણ પલ્યોપમ જીવી સૌધર્મકલ્પમાં દેવ થયા.
ત્રણ પલ્યોપમ પ્રમાણ દેવલોકનું સુખ અનુભવી સ્વામીનો આત્મ અવી વત્સાવતી વિજયમાં પહંકરા નગરીમાં સુવિધિ વૈધનો કેશવ નામે પુત્ર થયો. હું પણ ત્યાં જ અભયઘોષ નામે શ્રેષ્ઠી પુત્ર થયો. ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રીતિવાળા રાજપુત્ર, મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, સાર્થવાહપુત્ર, પરમમિત્ર બન્યા. અમે એક બીજાને ઘેર અવર જવર કરીએ.
એક દિવસ વૈઘપુત્રના ઘેર અમે બધા બેઠા હતા ત્યાં એક કૃમિ કોઢથી હેરાન થયેલાં (પીડાયેલા) તપસ્વી આવ્યા. તેમને દેખી અમે બધાએ વૈઘપુત્રને કહ્યું કે તું વૈધ સાચો કે જેથી દ્રવ્યલોભથી ચિકિત્સા કરે છે. દીનાદિને દૂરથી
છોડી દે છે. તે વૈધપુત્રે કહ્યું આવું ન બોલો દીન, દરિદ્રોનો ભેદભાવ રાખ્યા વિના ધર્મબુદ્ધિથી હું ચિકિત્સા કરું છું. તો સાધુની ચિકિત્સા કેમ નથી કરતો. ચિકિત્સા કરું પણ મારી પાસે સામગ્રી નથી. કારણ કે આના માટે ત્રણ મૂલ્યવાન વસ્તુની જરૂર પડે છે. તેમાંથી એક લક્ષપાક તેલ મારા ઘેર છે. પરન્ત લાખ મૂલ્યવાળું રત્નકંબલ અને ગોશીર્ષ ચંદન નથી. આ અમે પૂરું કરશું, એમ કહી બે લાખ દ્રવ્ય લઈ વૃદ્ધ શેઠના ઘેર ગયા. અમને દેખી ઉભા થઈ શેઠે આસને બેસાડ્યા. હાથ જોડી કહેવા લાગ્યા. તે કુમાર ! મારા લાયક કામ હોય તો ફરમાવો. બે લાખમાં અમને ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ આપો. અમારે સાધુની ચિકિત્સા કરવાની છે. તે સાંભળી શેઠ વિચારવા લાગ્યા. એઓ ધન્ય છે. બાલ છતાં ધર્મમાં કેવા રત છે. અમે અધન્ય છીએ કે જેથી ઘરડા થયા છતા મહામોહથી મોહિત મનવાળા અમે ધર્મમાં મન લગાડતા નથી. એમ વિચારી વિનામૂલ્ય બંને વસ્તુ આપી.