Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૫
અત્રે મુખપૃષ્ઠ પર મેં જેલી આ ગ્રંથની સારભૂત મુખ્ય આકૃતિ પર દષ્ટિ ફેરવતાં સુજ્ઞ વાંચકને પ્રથમ દશને જ આ ગ્રંથની સંપૂર્ણ વસ્તુને ખ્યાલ આવી જશે. તેમજ જિજ્ઞાસુ અભ્યાસીની સુગમતાથે અત્રે અન્ય ૨૧ આકૃતિ અને ૧૬ કેષ્ટકની મેં યથાસ્થાને યેજના કરી છે, તે પણ તેને કંઈક ઉપયોગી થઈ પડશે. આમ સંક્ષેપમાં આ સુકલાત્મક સંકલનામય ગ્રંથની વસ્તુનું દિગદર્શન કર્યું, વિશેષ તે ગ્રંથ અવેલેકનથી સુજ્ઞ વાંચક સ્વયં જાણશે.
૨. ગબીજઃ ભક્તિયોગનું પ્રાધાન્ય. "जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । gTIમાઃિ ૫ સંગુઠું નવીનમનુત્તમ ” શ્રી હરિભદ્રાચાર્યજી. "जो जाणइ अरिहंते, दव्वगुणपज्जवेहि य ।। સો નાઇનિર પ્રણા, મોરે ૩ વાર તરસ ત્રયં ” -શ્રી કુંદકુંદાચાર્યજી.
અને આ ગમાર્ગ મુખ્યપણે ભક્તિપ્રધાન જ છે એ અત્રે શાસ્ત્રકર્તા મહર્ષિએ પ્રથમ મિત્રા દષ્ટિના પાયારૂપ કહેલા ગબીજના વિશિષ્ટ વર્ણન પરથી જ સૂચિત થાય છે. તેનો અત્રે પ્રસંગથી કંઈક વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ, સમૃતભક્તિ, સહજ ભવૈરાગ્ય આદિને અત્રે ઉત્તમ ગબીજ કહ્યા છે કે જે નિર્વાણુના અવય-અચૂક હેતુ થઈ પડે છે. મુમુક્ષુની ચિત્તભૂમિમાં પ્રક્ષિપ્ત થયેલા આ અમેઘ ગબીજ અંકુરિત થઈ અનુક્રમે મોક્ષરૂપ પરમ ઈષ્ટ અમૃત ફલ આપે જ છે. અને તે
ગબીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ બીજ પ્રગટ પરમાત્મસ્વરૂપ શ્રી જિનેશ્વરની-વીતરાગ દેવની ભક્તિ છે. “શ્રી જિન ભગવાન પ્રત્યે કુશલ-શુભ ભાવસંપન્ન ચિત્ત રાખવું, નમસ્કાર અને સંશુદ્ધ પ્રામાદિ કરવા તે અનુત્તમ ગબીજ છે. ” એવા પરમ
ગીશ્વર સાક્ષાત શુદ્ધ સ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી તે પ્રધાન ગબીજ થઈ પડે એમાં જરાય આશ્ચર્ય નથી. ઘેટાના ટેળામાં ચિરકાલથી વસેલા સિંહશિશુનું દષ્ટાંત અત્ર ઘટે છે. પ્રભુના સ્વરૂપદર્શનથી ભક્તજનને નિજ સ્વરૂપનું ભાન થતાં, આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ મને પ્રગટે તો કેવું સારું ? એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પર પરિણતિમાં નિરીહ-નિષ્કામ એ અંતરાત્મા બની, આત્મપરિણતિ ભણી વળે છે, અને આદર્શ ( Ideal) પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદશને (Model) નિરંતર દષ્ટિસન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિષ્ઠદસ્થાનીય-આદર્શરૂપ શુદ્ધ ચૈતન્યમૂત્તિ પ્રભુને નિરંતર દષ્ટિસન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. પણ જિમ અવિકાર” પ્રભુના રૂપ દર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે.