________________
૧૭
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૩૮ – એ બરાબર નથી. આ તારૂં વચન અનુમાનથી બાધિત છે, કારણ કે ઈન્દ્રિયોથી ભિન્ન જ્ઞાતા, ઈન્દ્રિયોનો ઉપશમ થયા છતાં ઈન્દ્રિયો વડે જાણેલા પદાર્થનું સ્મરણ કરે છે, “જે જેનો ઉપશમ થયાં છતાં પણ તેથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે. તે તેનાથી ભિન્ન હોય છે. એ રીતે તેને પણ સ્વશરીરમાં દેશથી આત્મા પ્રત્યક્ષ છે, છદ્મસ્થને સર્વ વસ્તુ દેશથી જ જણાય છે. સર્વપ્રકારે તે કેવળીને જ સર્વવસ્તુ પ્રત્યક્ષ છે, એટલે મને અપ્રતિહત જ્ઞાન હોવાથી આત્મા સર્વ પ્રકારે પ્રત્યક્ષ છે. જેમ તારૂં સંશયજ્ઞાન અતિન્દ્રિય છતાં મને પ્રત્યક્ષ છે એમ આત્મા પણ જણાય છે, માટે આત્મા છે એ સ્વીકાર કર. એ પ્રમાણે જેમ સ્વશરીરમાં આત્મા છે, તેમ પરશરીરમાં પણ છે એમ અનુમાનથી માન. જેમ તારા શરીરમાં આત્મા હોવાથી ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ છે તેમ પરમાં પણ છે માટે તે આત્માવાળું છે, ઘટમાં તેમ દેખાતું નથી. આ અનુમાનથી પરશરીરમાં પણ આત્મસિદ્ધિ માન.
પ્રશ્ન-૭૩૯- લિંગના દર્શનથી પણ કોઈ લિંગી આત્મા અનુમય નથી. કેમકે, સસલાના શીંગડાની જેમ કોઈએ પણ પૂર્વમાં કોઈપણ લિંગથી આત્મા જાણેલો નથી. એટલે લિંગલિંગીનો પૂર્વ સંબંધ ગ્રહણ ન થવાથી લિંગ વડે પણ આત્માનું અનુમાન કઈ રીતે કરશો?
ઉત્તર-૭૩૯ – તારી માન્યતામાં હેતુ અનેકાંતિક છે, કેમકે જેને ભૂતનો વળગાડ થયેલો હોય તેવા લિંગની સાથે લિંગી ભૂતાદિ પૂર્વે નહિ જોવા છતાં પણ અકારણ હાસ્ય-ગાનાદિ વિકારરૂપ લિંગદર્શનથી શરીરમાં ભૂતાદિનું અનુમાન થાય છે તે આબાલ-ગોપાલ પ્રતીત છે, વળી શરીર આદિમાન અને પ્રતિનિયત આકારવાળું હોવાથી ઘટની જેમ તેનો કોઈ કર્તા છે. જેનો કોઈ કર્તા ન હોય તે આકાશની જેમ આદિમાન અને પ્રતિનિયત આકારવાળું ન હોય. અહીં શરીરનો જે કર્તા છે તે આત્મા છે.
પ્રશ્ન-૭૪૦– તો પછી પ્રતિનિયત આકારવાળા તો મેરૂ આદિ પણ છે અને એનો કોઈ કર્તા પણ નથી તો તમારા આપેલા હેતુમાં વ્યાભિચાર કેમ નહિ થાય?
ઉત્તર-૭૪૦ – સમજ્યા વગર તું બોલે છે, એ વ્યાભિચાર ન આવે તે માટે તો અમે આદિમાનું વિશેષણ જોડ્યું છે. એટલે હવે, તારો માનેલો દોષ નહિ રહે.
તથા જેમ ચક્ર-ચીવર-માટી-સૂત્ર-દંડ વગેરે કરણોનો અધિષ્ઠાતા-સ્વામી કુંભાર છે તેમ ઈન્દ્રિયો પણ કરણભૂત હોવાથી તેનો કોઈ સ્વામી છે, જેનો કોઈ સ્વામી ન હોય તે આકાશની જેમ કરણ પણ ન હોય. અહીં કરણભૂત ઈન્દ્રિયોનો સ્વામી આત્મા છે.
જેમ લોકમાં સાણસો અને લોખંડને ગ્રહણ કરનાર લુહાર છે, તેમ જ્યાં-જ્યાં આદાનઆદેય ભાવ છે, ત્યાં-ત્યાં તેનો ગ્રાહક અવશ્ય હોય. અહીં ઈન્દ્રિયો અને વિષયનો આદાનભાગ-૨/૩