________________
૨૩૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ખરીદેલો ગધેડો પણ માલિકનો જ કહેવાય. એમ અહીં પણ નમસ્કારકર્તા ખર જેવો નમસ્કાર દાસ જેવો છે એટલે એ બંને નમસ્કાર્ય અહંદાદિના જ છે.
પૂજ્ય વસ્તુ ૨ પ્રકારની છે. જીવ રૂપ જિનાદિ, અજીવરૂપ જિનપ્રતિમાદિ. આ જીવઅજીવ બે પદના એક વચન-બહુવચનથી ૮ ભાંગા થાય છે. (૧) જીવનું (૨) અજીવનું (૩) જીવોનું (૪) અજીવોનું (૫) જીવ-અજીવનું (૬) જીવનું-અજીવોનું (૭) જીવોનું-અજીવનું (૮) જીવો-અજીવોનું-આ આઠેયના અનુક્રમે ઉદાહરણો-જિનનું, જિનપ્રતિમાનું, યતિઓનું, પ્રતિમાઓનું, યતિ-બિબનું, યતિ-પ્રતિમાઓનું, યતિઓ-બિબનું, યતિઓ-પ્રતિમાઓનુંનૈગમ-વ્યવહારનય મતે.
સંગ્રહનય નમસ્કારને જીવાજીવવિશેષણ રહિત એક જ અવિશિષ્ટ સત્તામાત્રરૂપના સંબંધિ તરીકે નમસ્કારને માને છે, જીવ કે અજીવનો સ્વ કે પરનો, નમસ્કારનું આવું વિશેષણ કરતાં અભિન્ન એવો એ આ ભેદોથી નમસ્કારને વિશેષ કરતો નથી પરંતુ સામાન્ય માત્ર ગ્રાહી હોવાથી સામાન્યમાત્રના જ નમસ્કારને એ માને છે.
પ્રશ્ન-૧૦૭૫ – ભલે માને, પણ નમઃશબ્દરૂપ નમસ્કારને એ સ્વસ્વરૂપથી આધારાદિભેદથી ભિન્ન માને છે કે અભિન્ન
ઉત્તર-૧૦૭૫ – નમસ્કાર સામાન્યમાત્ર આધારાદિ ભેદમાં પણ સદા તે સંગ્રહનય અભેદ ઇચ્છે છે. કારણ તે સર્વતઃ સામાન્ય માત્ર પ્રાણી છે એટલે સર્વત્ર એક જ માને છે. અથવા “જીવનો નમસ્કાર” એવો ષષ્ઠીથી ભેદનિર્દેશ મૂળથી સંગ્રહ નથી જ માનતો તો એને આ સ્વામિત્વચિન્તાથી શું? સંગ્રહનય જીવ એ જ નમસ્કાર એવી સમાનાધિકરણતા જ કહે છે. જીવસ્ય નમસ્કાર એવી વ્યધિકરણતા ઇચ્છતો નથી, કારણ, જીવ-નમસ્કારાદિ સર્વ અર્થો અભેદ છે.
ઋજુસૂત્રનય :- નમસ્કાર ત્રણ રીતે થઈ શકે. જ્ઞાન-ઉપોયગરૂપ-શબ્દ નમોડર્રદ્ધયઃ ઈત્યાદિ કે ક્રિયા-શિરોનમનાદિરૂપ તેથી સર્વ પ્રકારે તે કર્યા વિના અન્યને ઘટતો નથી. એટલે નમસ્કાર કરનાર જ સ્વામી ઘટે છે. નહિ કે નમસ્કાર્ય. કારણ કે જો જ્ઞાન-નમસ્કાર તો ગુણ તરીકે તે નમસ્કર્તા જીવથી અનન્ય છે. તેથી પૂજ્ય એવા અન્ય અહંદાદિ સંબંધિ કહી શકાય કઈ રીતે? અથવા ચલો માની લીધું કે તે પૂજ્યનો છે. તો પણ જીવરહિત પ્રતિમાનો કઈ રીતે થાય? એમ શબ્દ અને ક્રિયારૂપ નમસ્કાર પણ, શબ્દ અને ક્રિયાવાળાના ધર્મ છે અને તે દ્રવ્યાંતર સંચારી નથી એટલે પૂજ્ય-નમસ્કાર્યનો નમસ્કાર નથી.