________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૮૩
રહેલા, દીક્ષિત, ઉત્કૃષ્ટ તપ-ચારિત્રી સાધુ વીતરાગ હોય છતાં જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિવાળા થતા નથી. માટે જ્ઞાન જ પુરૂષાર્થ સિદ્ધિનું કારણ છે. આ ઉપરથી આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વ અને શ્રુત સામાયિક એ બેને જ માને છે. કેમકે તે બંને જ્ઞાનાત્મક હોવાથી મુખ્યત્વે મોક્ષના કારણરૂપ છે. દેશવિરતિ – સર્વવિરતિ જ્ઞાનનું કાર્ય હોવાથી તે બંનેને આ નય ગૌણભૂત માને છે.
ક્રિયાનય :- ગ્રાહ્ય-અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં સર્વ પુરૂષાર્થની સિદ્ધિ ઇચ્છનારાએ પ્રવૃજ્યાદિરૂપ ક્રિયા જ કરવી જોઈએ. કેમકે તે જ સાધ્ય સાધક છે. જ્ઞાન તો ક્રિયાનું ઉપકરણ હોવાથી ગૌણ છે.
પ્રયત્નાદિરૂપ ક્રિયા વિના જ્ઞાનવાળાને પણ ઈષ્ટાર્થની પ્રાપ્તિ થતી નથી, માટે પુરૂષાર્થસિદ્ધિનું પ્રધાનકારણ ક્રિયા છે. અન્ય પણ કહે છે – “પુરૂષોને ક્રિયા જ ફળ આપનાર છે, નહિ કે જ્ઞાન. કેમકે સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર ફક્ત તેના જ્ઞાનથી સુખી થતો નથી.” શાસ્ત્રમાં પણ મહર્ષિઓએ ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ફળ કહ્યું છે. પ્રકાશમાન લાખો દીવડાઓની હારમાળા અંધની જેમ ઘણું ચુત ભણેલાને પણ ચારિત્ર વગર તે શ્રુત શું કરશે? જેમકે તરવાનું જાણવા છતાં કાયયોગનો ઉપયોગ ન કરનારો ડૂબી જાય છે તેમ ચારિત્રહીન જ્ઞાની પણ સંસારમાં ડૂબનાર જાણવો.
આમ, ક્ષાયોપથમિક અપેક્ષાએ ક્રિયાનું પ્રાધાન્ય કહ્યું. ક્ષાયિકક્રિયાની અપેક્ષાએ પણ તે જ પ્રધાન છે. કારણ કે કેવલજ્ઞાન થયા છતાં જ્યાં સુધી ભગવાનને શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી મોક્ષ થતો નથી. માટે ક્રિયા જ સર્વ પુરૂષાર્થ-સિદ્ધિનું મુખ્ય કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિને જ માને છે. તે ક્રિયારૂપે મુક્તિનું પ્રધાન કારણ છે. સમ્યકત્વ તથા શ્રુત તો તેના ઉપકારી હોવાથી ગૌણભૂત હોવાથી તે માનતો નથી.
પ્રશ્ન-૧૧૬૭ – ભગવન્! બંને પક્ષમાં યુતિ જણાય છે, તો પછી બેમાં સત્ય શું?
ઉત્તર-૧૧૬૭ – સ્વતંત્ર સામાન્ય-વિશેષ બધાય નયોની પરસ્પર વિરૂદ્ધ વકતવ્યતા સાંભળીને સર્વનય સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય, તે મુક્તિનું સાધન છે. અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા અને જ્ઞાનાદિગુણ, એ બંને વડે યુક્ત જે સાધુ હોય, તે મોક્ષસાધક છે. પણ બેમાંથી કોઈપણ એકલો મોક્ષ સાધક નથી. “જે જેના વિના ન થાય તે તેનું કારણ છે.” એમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે. કેમકે જ્ઞાન માત્ર વિના પુરૂષાર્થ સિદ્ધિ નથી એવું ક્યાંય જણાતું નથી. જેમ દાહ-પાક આદિ કરવા માત્ર તેના જ્ઞાનથી દાદાદિ કાર્યસિદ્ધિ થતી નથી,