Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રાgિશેષgશ્યક ભાષ્યમ
(ગુજરાતી પ્રશ્નોત્તર)
ભાગ-૨
પ્રશ્ન-૧ ૧૬૮
2 tb-kh
ઉત્તર-૧૧૬૮
ઉત્તર-૧૧૬૮
' વિવેચન : મુનિ પાશ્વરત્નસાગરા
Page #2
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થાંક ક્રમાંક : ૬
| મોમ નમો નાણસ્સ | નમો વિતાવે છે
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(ગુજરાતી પ્રશ્નોત્તર)
(ભાગ-૨)
: વિવેચક : મુનિ પાર્થરત્નસાગર
: પ્રકાશક : શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર ૩૫૧, મિન્ટ સ્ટ્રીટ, સાહુકાર પેઠ,
ચેન્નઈ-૭૯
Page #3
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનું નામ : વિશેષ આવશ્યક ભાષ્યમ્ (ગુજરાતી પ્રશ્નોત્તર) (ભાગ-૨)
વિવેચક
: મુનિ પાર્થરત્નસાગર
OM
: વિ.સં. ૨૦૭૧
મૂલ્ય
: ૧૨00-00 (સંપૂર્ણ સેટ)
પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર
૩૫૧, મિન્ટ સ્ટ્રીટ, સાહુકાર પેઠ, ચેન્નઈ-૭૯
(૨)
ૐકારસૂરિ આરાધના ભવન કાજી મેદાન, ગોપીપુરા, સુરત E-mail : sagarpr26@gmail.com Cont. No. : 09752265111/ 09007839399
આગામી પ્રકાશન શ્રી જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ઉ.પુણ્યસાગર વૃત્તિ સહિત
Page #4
--------------------------------------------------------------------------
________________
ગ્રંથના સંપૂર્ણ લાભાર્થી
શ્રી ચન્દ્રપ્રભુસ્વામી જેન નયામંદિર ટ્રસ્ટ પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ
લીધેલ છે. ધન્યવાદ.. ધન્યવાદ...
શ્રી ચન્દ્રપ્રભુરવામી જેન નયામંદિર ટ્રસ્ટ
મીન્ટસ્ટ્રીટ, શાહુકાર પેઠ, ચેન્નાઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
प्रकाशकीय किञ्चित्..... ॥ सज्झायो समो तवो गत्थि ॥
प्रभुवीर के शासन में श्रमण परंपरा में अनेक विद्वान श्रमण भगवंत हुए हैं । और इसी परंपरासे आए पू. जिनभद्रगणि क्षमाश्रमणने आवश्यक सूत्र के ऊपर एक भाष्य की रचना की जो जैनशासन में “विशेष आवश्यक भाष्य" नाम से जाना जाता है, प्राचीन काल में इस ग्रंथ के ऊपर लगभग ८०,००० श्लोक प्रमाण टीका रची गईथी । जो अभी मात्र २८,००० श्लोक प्रमाण अपने पास उपलब्ध है । इस वर्ष २०७०-७१ में हमारे श्री चंद्रप्रभ जैन नया मंदिर ट्रस्ट के तत्वावधान में सागर समुदायके पू. गणिवर्य श्री वैराग्यरत्नसागरजी म.सा. आदि ठाणा-३ का चातुर्मास सानंद संपन्न हुआ । इस चातुर्मास के दरम्यान पू. गणिवर्य श्री के शिष्य नित्य स्वाध्याय में लीन एसे पू. मुनिश्री पार्श्वरत्नसागरजी म.सा. द्वारा इस विशिष्ट ग्रंथ के उपर गुजराती भाषा में प्रश्नोत्तर के रुप में सविस्तर विवेचन का कार्य चला । इस कठिन ग्रंथ के ऊपर अभी तक एसा प्रश्नोत्तर के रुप में कोइ भी कार्य हुआ नहि है । जो की पू. मुनिराज श्री के अथाग परिश्रम से पूर्ण होकर आज जैन शासन के समक्ष रखते हुए हमें अत्यंत आनंद की अनुभूति होती हैं
1
पू. श्री के द्वारा हमारे श्री संघ को इस ग्रंथ के प्रकाशन करने की प्रेरणा मिलि । जो की हमने सहर्ष स्वीकार ली और संघ के ज्ञान द्रव्यसे संपूर्ण ग्रंथ के प्रकाशन का पूज्य श्री द्वारा हमें लाभ मीला ।
ज्ञानसेवा के इस भगीरथ कार्य के लिए हम पू. गुरुदेवश्री की भूरी भूरी अनुमोदना करते है । और शासन देवसे प्रार्थना करते है की पू. श्री इस कार्य में उत्तरोत्तर प्रगति करके शासन सेवा का अनुपम लाभ लेते रहें ।
प्रकाशक
Page #6
--------------------------------------------------------------------------
________________
प्रभु कृपा
प्रभु कृपा
एवं
एवं
गुरुकृपा ही
केवलम्
गुरुकृपा ही केवलम्
શ્રી શૈદ્રાભસ્વામી માથાલીની
રx | Aland હેàશ વધુ થી "શાdહ કાયર " !
સાગરસમ્રાટ આગમોદ્ધારકે પૂ.આચાર્યદેવેશ પ. પૂ. માલવભૂષણ આ.ભ.શ્રી
શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ નવરત્નસાગરસૂરીશ્વરજી મહારાજ
પ.પૂ.ગણિવર્યશ્રી વૈરાગ્યરત્નસાગરજી મ.સા.
સ્વાધ્યાયપ્રેમિ મુનિશ્રી પાર્થરત્નસાગરજી મ.સા.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉપકાર સ્મૃતિ
પૂજ્ય ગુરુભગવંતના સંસારી માતુશ્રી... સ્વ. નિર્મળાબેન મફતલાલ શેઠ
જન્મ : તા. ૩૦-૮-૧૯૪૯ અરિહંત શરણ : તા. ૮-૧૦-૨૦૦૯
C
Page #8
--------------------------------------------------------------------------
________________
આ સમર્પણ
નશાસનના શણગાર
તમામ
અગણાર ભગવંતોના
કરકમલોમાં
સાદર
સમર્પણ...
efficiary)
goops
માતા ll))))),
NA
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વિશેષાવશ્યકભાષ્ય અને તે ઉપરની શ્રી મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટીકાનો મુનિ પાર્શ્વરત્નસાગરજીએ કરેલ ભાવાનુવાદ ૧૧૬૮ પ્રશ્નોત્તરરૂપે (ભાગ ૧-૨) પ્રગટ થઈ રહ્યો છે. તે આનંદનો વિષય છે.
ગ્રંથ-ગ્રંથકાર અને ટીકા-ટીકાકાર વિષે ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું છે.
પં. દલસુખભાઈ માલવણિયાએ (ગણધરવાદની પ્રસ્તાવનામાં), ડૉ. મોહનલાલે (જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસમાં), ડૉ. સાધ્વી મુદિતયશાશ્રીએ (વિશેષાવશ્યકભાષ્ય ખંડ-૧ની ભૂમિકામાં) લખ્યું છે. એ બધાના આધારે અહીં કેટલીક વિગતો રજૂ કરીએ છીએ.
ગ્રન્થ :
·
આવશ્યકનિયુક્તિના સામાયિક અધ્યયન ઉપરનું વિશેષ પ્રકારનું ભાષ્ય છે વિશેષાવશ્યકભાષ્ય.
આ ભાષ્ય સર્વાનુયોગમૂલક છે. આને જાણીને જે પરિકર્મિતબુદ્ધિવાળો બને છે તે બાકીના બધા અનુયોગ માટે પણ યોગ્ય બને છે. (વિ.ભા.ગા. ૪૩૨૯) • સૈદ્ધાંતિક અને દાર્શનિક બાબતોની તર્કપૂર્ણ વિવેચન કરનાર અપૂર્વ ગ્રંથ. ♦ જૈન માન્યતાઓ સાથે અન્યદર્શનીય મંતવ્યોની તુલના કરતો અદ્ભુત ગ્રંથ. • ચૂર્ણિકારી જિનદાસગણિ, આ.હરિભદ્રસૂરિ, આ.અભયદેવસૂરિ, શ્રી શીલાંકાચાર્ય, શ્રીમલયગિરિસૂરિ આદિ ટીકાકારો ઉપર વિશેષા.નો વિશેષ પ્રભાવ જણાય છે.
♦ મહો. યશોવિજયજીએ અનેકાંતવ્યવસ્થા, જૈનતર્કભાષા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથોમાં વિશેષા.માં બતાવેલ યુક્તિઓ પ્રયોજી છે.
આ ગ્રંથમાં અન્ય દર્શનો જોડે સામંજસ્ય સ્થાપનપૂર્વક આગમિક અવધારણાઓને સુરક્ષિત રાખી છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
નાના-નાના અનેક દષ્ટાંતો દ્વારા ગ્રંથના પદાર્થો સરસ રીતે સમજાવ્યા છે.
ભાષ્યરચના દ્વારા જૈનવાયની મહાન સેવા કરી છે. • જૈન પરિભાષાને સ્થિર કરનાર ગ્રંથ. વિશેષાવશ્યકભાષ્યનું વ્યાખ્યા સાહિત્ય :
સ્વોપજ્ઞટીકા ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ ગ્રંથના પદાર્થો સમજાવવા સંક્ષિપ્ત નાની પણ સરસ ટીકા રચી છે. કમભાગ્યે તેઓશ્રી ટીકા પૂર્ણ કરી શક્યા નથી. ૨૩૧૮ ગાથા સુધી એમની ટીકા મળે છે. બાકીના ગ્રંથ ઉપર શ્રી કોટ્યાચાર્યજીએ ટીકારચના દ્વારા પૂર્તિ કરી છે.
ટીકામાં જરૂરી મહત્ત્વની વાતો જ ચર્ચા હોવાથી એ સંક્ષેપરૂચિ જીવોને ગમે તેવી છે. કોટ્યાચાર્યકૃત ટીકા પૂર્તિઃ
શ્રી જિનભદ્રગણિજીની ટીકા (છઠ્ઠાગણધરની વક્તવ્યતા પછી) જ્યાંથી અધુરી છે ત્યાંથી કોટ્યાચાર્યશ્રીએ એવી જ સંક્ષેપશૈલિથી આગળ વધારી છે. પ્રારંભમાં તેઓશ્રી જણાવે છે કે -
"निर्माप्य षष्ठगणधरवक्तव्यं किल दिवंगताः पूज्याः । अनुयोगमार्गदेशिकजिनभद्रगणिक्षमाश्रमणाः ॥ तानेव प्रणिपत्यातः परमविशिष्टविवरणं क्रियते ।
વોલ્યાવાર્યવાતિળિના મધિયા શક્ટ્રિમનસ્ય ” (પૃ. ૪૧૩) આ ટીકાના અંતે –
"सूत्रकारपरमपूज्यजिनभद्रगणिक्षमाश्रमणप्रारब्धा समर्थिता श्रीकोट्याचार्यवादिगणमहत्तरेण શ્રીવિશેષાવસ્થ7યુવૃત્તિ: ”
આમ અહીં શોત્સવાર્ય નામ અપાયું છે. અને ટીકાને “લઘુવૃત્તિ” નામ અપાયું છે.
ઉપરોક્ત ટીકા અને પૂર્તિ સાથે વિશેષાવશ્યકભાષ્યનું પ્રકાશન એલ.ડી.ઈન્સ્ટી. તરફથી ૩ ભાગમાં થયું છે. સંપાદક શ્રી દલસુખભાઈ માલવણિયા છે. આનું પુનઃમુદ્રણ પણ થયું છે.
આ સ્વોપજ્ઞટીકા - ૪૩૨૯ ગાથા ઉપર છે. આમાં કેટલીક નિયુક્તિ ગાથાઓનો પણ સમાવેશ થાય છે. (જો કે – મલધારી હેમચન્દ્રસૂરિજીની વ્યાખ્યા માત્ર ૩૬૦૩ ગાથા ઉપર છે.)
Page #11
--------------------------------------------------------------------------
________________
कोट्याचार्यकृतवृत्ति :
પ્રાયઃ વિક્રમના આઠમા સૈકામાં થયેલા કોટ્યાચાર્યજીએ પણ વિશેષાવશ્યકભાષ્ય ઉપર ૧૩૭૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે.
કોટ્યાચાર્યજીનો વિશેષ પરિચય મળતો નથી. કેટલાક વિદ્વાનો આચારાંગ-સૂયગડાંગના ટીકાકાર શીલાંકાચાર્ય અને કોટ્યાચાર્યને અભિન્ન માને છે. જયારે બીજા વિદ્વાનોના મતે કોટ્યાચાર્ય આઠમા સૈકામાં અને શીલાંકાચાર્યજી નવમા-દસમા સૈકામાં થયેલા ભિન્ન-ભિન્ન વ્યક્તિઓ છે. પૂર્વોક્ત પૂર્તિકાર કોટ્યાચાર્યથી આ કોટ્યાચાર્ય ભિન્ન છે.
કોટ્યાચાર્યજીએ ટીકામાં કથાનકો પ્રાકૃતમાં આપ્યા છે. ક્યાંક પ્રારંભ પ્રાકૃતમાં અને પછી સંસ્કૃતમાં કથા લખી છે. (જુઓ કુન્ના કથાનક પૃ. ૩૪૩) કોઈ કથાઓ પ્રાકૃત પદ્યમાં પણ છે. (જુઓ ગ્રામીણકથા પ્ર. ૩૪૪-૬). ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ:
વિશેષાવશ્યકભાષ્ય ક્ષમાશ્રમણજીનો અનૂઠો ગ્રંથ છે. ગ્રંથ અને ગ્રંથકારશ્રી વિષે ઘણાં વિદ્વાનોએ ઘણું લખ્યું છે. અહીં એમાંથી કેટલુંક જોઈએ. ૦ જેઓ અનુયોગધર, યુગપ્રધાન, સર્વશ્રુત અને શાસ્ત્રમાં નિપુણ, દર્શનોપયોગ
જ્ઞાનોપયોગના વિશિષ્ટજ્ઞાતા, જેમનો યશપટહ દસે દિશાઓમાં ગાજે છે. વિશેષાવશ્યકભાષ્યમાં જેઓએ આગમનો સાર ગુંથ્યો છે. પ્રાયશ્ચિત્તવિધિયુક્ત જીતકલ્પસૂત્રની જેમણે રચના કરી છે એવા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર. (જીતકલ્પચૂર્ણિ (ગા. ૫-૧૭)માં સિદ્ધસેનગણિ) • વિદ્વાન મનિષીઓએ પ્રયોજેલા વિશેષણો – ભાષ્ય સુધાભોધિ, ભાષ્યપીયૂષપાથોધિ,
દલિતકુવાદિપ્રતાપ, દુષ્યમાંધકાનિમગ્નજિનવચનપ્રદીપપ્રતીમ વગેરે (જુઓ જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભાગ-૩, પૃ. ૧૩૩). આવશ્યકસૂત્ર ઉપર બે ભાગ્યો રચાયા છે. ૧) આવશ્યકમૂલભાષ્ય (આ. હરિભદ્રસૂરિજી અને આ. મલયગિરિસૂરિએ આ
નામથી કેટલી ગાથા આપી છે.) ૨) વિશેષાવશ્યકભાષ્ય. ડૉ. મોહનલાલ મહેતાના મતે ૩ ભાષ્યો રચાયા છે. (જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભાગ-૩, પૃ. ૩૨૯)
Page #12
--------------------------------------------------------------------------
________________
૯
જૈનજ્ઞાનમહોદધિ : -
♦ વિવિધતીર્થકલ્પ (આ. જિનપ્રભસૂરિ રચિત) પ્રમાણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે મથુરામાં પંદર દિવસની સાધના દ્વારા દેવતાની આરાધના કરી ઉધઈ-ભક્ષિત મહાનિશીથસૂત્રનો જીર્ણોદ્ધાર કર્યો.
• પંદરમી સદીમાં રચાયેલ પટ્ટાવલીમાં આ.જિનભદ્રજીનો ઉલ્લેખ મળે છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં રહેલી વિશેષાવશ્યકભાષ્યની પ્રાચીન પ્રતમાં અંતે આ પ્રમાણે બે ગાથાઓ મળે છે.
पंचसता इगतीसा सगणिवकालस्स वट्टमाणस्स । तो चेत्तपुण्णिमाए बुधदिण सातिंमि णक्खत्ते ॥
रज्जेणु पालणपुरे सी(लाइ )च्चम्मि णरवरिंदम्मि । वलभीणगरीए इमं महवि... मि जिणभवणे ॥ ઈતિહાસવિદ્ પં. જિનવિજયજીના મતે - આ ગાથાઓમાંથી આવું તારણ નિકળે છે. ♦ વિશેષાવશ્યકભાષ્યની રચના શક સંવત ૫૩૧ (વિ.સં. ૬૬૬)માં શૈ.સુ.-૧૫, બુધવારે સ્વાતિનક્ષત્રમાં પૂર્ણ થઈ છે.
♦ પં. દલસુખભાઈ માલવણિયાના મતે ૫૩૧ લેખન સંવત છે. રચના તો એથી પ્રાચીન સમયમાં થઈ છે.
• જનશ્રુતિ પ્રમાણે જિનભદ્રગણિનું આયુષ્ય વિ.સં. ૫૪૫ થી ૬૫૦ સુધી ૧૦૪ વર્ષનું હતું. (ગણધરવાદ પ્રસ્તાવના પૃ. ૩૩)
શક સંવત ૧૯૮ (વિ.સં. ૭૩૩)માં રચિત શ્રીનંદિચૂર્ણિમાં વિશેષાવશ્યકભાષ્યના અનેકવાર ઉલ્લેખ આવે છે.
• અંકોટ્ટક (અકોટા-વડોદરા)થી પ્રાપ્ત થયેલ બે જિનમૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે. "ॐ देवधर्मोऽयं निवृत्तिकुले जिनभद्रवाचनाचार्यस्य "
"ॐ निवृत्तिकुले जिनभद्रवाचनाचार्यस्य "
ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહના મંતવ્ય પ્રમાણે આ મૂર્તિઓ ઈ.સ. ૫૫૦ થી ૭૦૦
વચ્ચેની છે.
• જિનભદ્રગણિ નિવૃત્તિકુલમાં થયા.
Page #13
--------------------------------------------------------------------------
________________
•
૧૦
શ્રી જિનભદ્રગણિની ગ્રંથરચના :
૧. વિશેષાવશ્યકભાષ્ય અને સ્વોપજ્ઞટીકા (અપૂર્ણ), ૨. બૃહત્સંગ્રહણી, ૩. બૃહત્સેત્રસમાસ, ૪. વિશેષણવતી, ૫. જીતકલ્પસૂત્ર અને ભાષ્ય, ૬. અનુયોગદ્વારચૂર્ણિ, ૭. ધ્યાનશતક (આવશ્યક હારિભદ્રીમાં આવતી આ રચના પણ જિનભદ્રગણિશ્રીની મનાય છે.)
જીતકલ્પભાષ્ય (ગા.૬૦)માં વિશેષાવશ્યકભાષ્યના મંતવ્યનો ઉલ્લેખ છે માટે વિશેષા.ની રચના જીતકલ્પભાષ્ય પૂર્વે થઈ જણાય છે. (વિશેષાવશ્યકભાષ્ય પ્ર. જૈન વિશ્વભારતી ભાગ-૧, ભૂમિકા રૃ. ૩૨ સાધ્વી મુદિતયશા)
શિષ્યહિતા ટીકા અને ટીકાકાર હેમચન્દ્રસૂરિ :
મલધારી હેમચન્દ્રાચાર્યકૃત ટીકા - ૨૮૦૦૦ શ્લોક પ્રમાણની શિષ્યહિતા નામની આ બૃહત્કાયવૃત્તિની રચના વિ.સં. ૧૧૭૫ના કા.સુ.-૫ (જ્ઞાન પાંચમ)ના દિવસે સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં પૂર્ણ થઈ છે.
ટીકાકારશ્રીનું ગૃહસ્થપણાનું નામ પ્રદ્યુમ્ન હતું. તેઓશ્રી સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં મોટા હોદ્દા ઉ૫૨ બિરાજમાન હતા. એમના ગુરુનું નામ આ. અભયદેવસૂરિ હતું.
મલધારીજીની આ ટીકા એટલી વિશદ-સરળ અને સુગમ છે કે આજે મોટાભાગના અભ્યાસીઓ આ જ ટીકાનું વાંચન કરે છે.
અનેક પ્રકારની દાર્શનિક અને આમિક ચર્ચાઓને પ્રશ્નોત્તર શૈલિથી ટીકાકારશ્રીએ હૃદયંગમ રીતે ચર્ચા છે કે અભ્યાસીને શુષ્કતા કે કઠિનાઈનો અનુભવ થયા વિના જ સમજાઈ જાય.
શ્રીચન્દ્રસૂરિષ્કૃત મુનિસુવ્રતસ્વામિચરિતની પ્રશસ્તિમાં મલધારી હેમચન્દ્રસૂરિજીએ કુલ દસ ગ્રંથો રચ્યાની વિગત આપી છે. તે દસ ગ્રંથો આ પ્રમાણે છે. ૧. આવશ્યક ટિપ્પણ, ૨. શતકવિવરણ, ૩. અનુયોગદ્વારવૃત્તિ, ૪. ઉપદેશમાલાસૂત્ર, ૫. ઉપદેશમાલાવૃત્તિ, ૬. જીવસમાસવિવરણ, ૭. ભવભાવનાસૂત્ર, ૮. ભવભાવનાવિવરણ, ૯. મંદિટિપ્પણ, ૧૦. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ.
સ્વોપજ્ઞટીકા અને કોટ્યાચાર્યની ટીકા હોવા છતાં પોતે વૃત્તિ શા માટે રચે છે એ જણાવતાં મલધારીજી જણાવે છે કે એ બન્ને વૃત્તિઓ અતિમ્ભીરવાયાત્મત્ત્તાત્
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
किञ्चित्संक्षेपरूपत्वाच्च विस्ताररुचीनां शिष्याणां नाऽसौ तथाविधोपकारं सांप्रतमाधातुं क्षमाः इति विचिन्त्य मुक्तलवाक्यप्रबन्धरूपा किमपि विस्तरवती... वृत्तिरियमारभ्यते ॥
| વિશેષાવશ્યકભાષ્ય આગમિક વ્યાખ્યા સાહિત્યનો અનૂઠો ગ્રંથ છે. ભાષ્ય સાહિત્યમાં એનું અનોખું સ્થાન છે.
જિનભદ્રગણિજી મહાન દાર્શનિક અને તાર્કિક હોવા છતાં પહેલાં આગમિક છે.
આગમિક વાતોને તર્કસિદ્ધ કરવાની વાત બરાબર છે. પણ પહેલાં કોઈ બાબતને તર્કથી સિદ્ધ કરી પછી તર્કસિદ્ધ વાતોના સમર્થન માટે આગમનો ટેકો લેવો એ બરાબર માનતા નથી. વિશેષણવતિ વગેરેમાં આ બાબત સ્પષ્ટ કરી છે.
આ અતિ ગંભીર પ્રાકૃત ગાથામાં નિબદ્ધ ભાષ્યગ્રંથને સમજવા માટે મલધારી હેમચન્દ્રસૂરિજીની શિષ્યહિતાવૃત્તિ વિશેષ ઉપયોગી છે. પ્રશ્નો ઉભા કરી અને પછી એનું સમાધાન આપવાની પદ્ધતિનો આશ્રય ટીકાકારશ્રીએ લીધો છે.
પ્રસ્તુત ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં અનુવાદ ગ્રંથમાં પણ ૧૧૬૮ પ્રશ્નોત્તરના માધ્યમે વિશેષાવશ્યકભાષ્ય અને શિષ્યહિતાવૃત્તિમાં ચર્ચાયેલા પદાર્થો ગુજરાતી ભાષામાં જ વાચકને સુલભ કરવાનો પ્રયાસ વિદ્વાન મુનિશ્રી પાર્શ્વરત્નસાગરજીએ કર્યો છે.
જો કે વિશેષાવશ્યકભાષ્યના ઘણાં સંસ્કરણો પ્રગટ થયા છે ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયેલ છે છતાં પ્રશ્નોત્તર શૈલી એ પ્રસ્તુત ભાવાનુવાદની વિશેષતા છે.
મુનિશ્રી પાર્શ્વરત્નસાગરજીએ આ પૂર્વે પઉમચરિયમ, આખ્યાનકમણિકોશ જેવા બૃહત્તમ ગ્રંથોની સંસ્કૃત છાયા, જ્યોતિષકરંડક સટીકનો અનુવાદ વગેરે કાર્યો કર્યા છે. પ્રસ્તુત અનુવાદ પણ એમની સ્વાધ્યાય રસિકતાનો પરિપાક છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
અનમોલ ગ્રંથરત્નના ભાષાંતર + પ્રશ્નોત્તર પ્રસંગે...
( અંતરના ઉગાર)
માનવ માત્રની તમામ પ્રવૃર્તિનું લક્ષ્યબિંદુ એક જ હોય છે સુખ. સૃષ્ટિના સઘળાયે જીવોની એ અભિપ્સા | અભિલાષા હોય છે કે મને સુખ મળે મારૂ દુઃખ ટળે. અને તેથી સુખને મેળવવા અને દુઃખને ટાળવા તે જે માર્ગ મળે તે માર્ગે તનતોડ મહેનત કરે છે, સખત પરિશ્રમ કરે છે. પરંતુ પરિણામ અનુકૂળ જ આવે તેવું બનતું નથી જ્યાં સુખની આશા રાખી હોય ત્યાં દુઃખની સવારી આવી પહોંચે છે, આવા સમયે જીવ વિચારે છે કે આમ કેમ બન્યું? પાછો તે સુખપ્રાપ્તિ અર્થે નવા રસ્તે ફાંફા મારવા પડે છે, ફરી પછડાટ ખાય છે તેને યોગ્ય રસ્તો મળતો નથી, તેને ઉચિત સમાધાન પોતાની બુદ્ધિથી સાંપડતું નથી.
જીવમાત્રની આવી વિષમ, વિલક્ષણ, ચિત્ર-વિચિત્ર, દયાપાત્ર દશા કરૂણાસાગર, પરમતારક તીર્થંકર પરમાત્માઓએ પોતાના અનંતજ્ઞાનમાં જોઈ અને ભાવદયાથી પ્રેરાઈને તે પરાર્થ-વ્યસની, પરમ આપ્ત પુરૂષોએ મહાસુખદાયી ધર્મતીર્થની સ્થાપનાના માધ્યમથી જીવને સાચા અર્થમાં આત્મિક દૃષ્ટિએ સુખી બનાવવાનો રસ્તો બતાવ્યો, તેથી જ તો તે પ્રકૃષ્ટ પુણ્યના સ્વામીઓ માર્ગદર્શક રૂપે પ્રસિદ્ધ છે.
અત્યાર સુધી આ રાગમય, દ્વેષમય, પાપમય, સ્વાર્થમય, મોહમય, અજ્ઞાનમય અસાર સંસારમાં અનંત અનંત આત્માઓ વિશ્વવત્સલ, ત્રિલોકપૂજ્ય તીર્થકરોએ પ્રરૂપેલા વિશ્વકલ્યાણક માર્ગ ઉપર ચાલીને, સ્વસ્વરૂપને પ્રગટ કરીને સાચા અર્થમાં સુખી બન્યા, મુક્તિના અધિકારી બન્યા.
કર્મસંહારક, ભવનિતારક જિનશાસનમાં તારક તીર્થપતિઓની ગેરહાજરીમાં, તેઓના અભાવમાં તેમના પ્રતિનિધિ સ્વરૂપ આચાર્યો, ઉપાધ્યાયો તેમજ સાધુઓએ તીર્થકરોએ પ્રરૂપેલ તત્ત્વજ્ઞાનનો, જ્ઞાનવારસાનો સમ્યફ આધાર, આશ્રય લઈને તેના ઉપર ચિંતનમનન-નિદિધ્યાસન કરી તે સમ્યફજ્ઞાનનો સ્વ તેમજ પરના આત્મકલ્યાણ માટે ઉપયોગ કર્યો.
જિનશાસનરૂપી નભો મંડલમાં દેદીપ્યમાન અનેકવિધ વિશિષ્ટ મહાપુરૂષોનીપંક્તિઓમાં પ્રસ્તુત ગ્રંથરત્ન “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય”ના મૂલકર્તા પૂર્વધર મહર્ષિ પૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પણ જિનશાસનના વિદ્વતંગણમાં પોતાનું આગવું અને
Page #16
--------------------------------------------------------------------------
________________
અનેરૂ સ્થાન ધરાવે છે, પૂજયશ્રીનો પ્રસ્તુત, મહામૂલો આ ગ્રંથરત્ન પણ વિદ્વાનો માટે એક અમૂલ્ય નજરાણું છે જેના ઉપર વિદ્વાદશિરોમણી અનેક ગ્રંથ ટીકાકર્તા, વિશિષ્ટ પ્રતિભાશાલી, ટીકાનિષ્ણાત પ.પૂ.મલ્લધારી હેમચન્દ્રસૂરિજી મ.સા.એ ટીકા બનાવેલ છે. જેમાં તે આગમપુરૂષે અથાગ મહેનત લઈ પાંચ જ્ઞાનનું સ્વરૂપ, ગણધરવાદ, નિત્તવવાદ, ચાર નિક્ષેપા, ૭ નયો આદિની વિરાટ વિચારણા, જિનશાસનના મૂલાધાર સ્વરૂપ પંચપરમેષ્ઠિનું તેમજ સામાયિક ધર્મનું સ્વરૂપ ખૂબ જ અદ્ભુત રીતે વિસ્તારપૂર્વક, છણાવટપૂર્વક, સૂક્ષ્મતાથી આલેખેલ છે જેને વાંચતા, અવગાહના કરતાં, ચિંતન-મનન આદિ કરતા પૂજ્યશ્રીની જ્ઞાનપ્રતિભા, શાસ્ત્રપરિકર્મિત પ્રજ્ઞા અને સરળતાથી તત્વમસ્તુતિકરણની કલા ઉપર ઓવારી જવાય, ઓળઘોળ થઈ જવાય.
અંતમાં મારી લેખીનીને વિરામ આપતા, આ લેખનો ઉપસંહાર કરતા એટલું જ કહીશ કે ગ્રંથોની પંક્તિમાં પોતાનું વિશિષ્ટ અને અનોખું મહત્ત્વ ધરાવનાર આ અદ્વિતીય અને અજોડ ગ્રંથરત્ન “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય”નું પ્રશ્નોત્તર સહિત ગૌરવવંતી ગુર્જર ભાષામાં ભાષાંતર સ્વાધ્યાય રત, અથાગ પરિશ્રમી, વર્ધમાન આયંબિલ તપારાધક, વિદ્વાન મુનિપ્રવરશ્રી પાર્શ્વરત્નસાગરજી મ.સા.એ ખૂબ જ મહેનત અને જહેમતથી કરેલ છે. અગાઉ પણ તેઓ દ્વારા ચારથી પાંચ દળદાર ગ્રંથરત્નોનું કાર્ય ભાષાંતર-વિવેચન આદિના માધ્યમથી સંપન્ન થયેલ છે. તેઓનો આ અભિનવ જ્ઞાનપ્રયાસ વિવેચન આદિના માધ્યમથી સંપન્ન થયેલ છે. તેઓનો આ અભિનવ જ્ઞાનપ્રયાસ વાસ્તવમાં સ્તુત્ય છે, કારણ કે જિનશાસનમાં સાધુસંસ્થામાં પૂર્વાચાર્યોના ગ્રંથોનો આધાર લઈ ચીવટપૂર્વક, ખંત અને તન્મયતાથી આવું ભગીરથ કાર્ય કરનારા સાધુઓ ગણ્યા-ગાંઠ્યા છે, મુનિરાજશ્રી પોતાની તીવમેઘા અને પ્રખર પ્રતિભા દ્વારા આગળના સમયમાં પણ અનેક ગ્રંથરત્નોના ભાષાંતરસંપાદન-પ્રશ્નોત્તર આદિ કરીને પોતાની જ્ઞાન-યાત્રાને આગળ ધપાવતા રહે, જેથી અનેક તત્વપિપાસુ-જિજ્ઞાસુ-અલ્પક્ષયોપક્ષમવાળા જીવો તે ગ્રંથરત્નોના માધ્યમથી કાંઈક બોધ પામી સ્વ-પર આત્મકલ્યાણના વિશુદ્ધ માર્ગ ઉપર આગળ વધી દુર્લભ માનવજીવન તેમજ અનુપમ જિનશાસનને સાર્થક અને સફળ કરી પરમ સુખના સહભાગી બને તેવી મનોકામના. અંતરની શુભાભિલાષા.
તીરપુર
માલવભૂષણ પ.પૂ.આ.દેવશ્રી નવરત્નસાગરસૂરિ
ચરણરેણુ ગણિશ્રી વૈરાગ્યરત્નસાગર
તા. ૧૫-૫-૨૦૧૫ શુક્રવાર
Page #17
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
જે સ્વાધ્યાયમાં નિત્ય રત રહેતા...
ધન તે મુનિવરા...
પૂ. જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજી દ્વારા મૂળ પ્રાકૃત ભાષામાં શ્લોબદ્ધ રચાયેલ આવશ્યક સૂત્ર ઉપરના સંક્ષિપ્ત વિવેચનરૂપ ‘વિશેષ આવશ્યક ભાષ્ય' ઉપર રચાયેલી નમસ્કાર તેમજ સામાયિક સૂત્રની બૃહદ્ ટીકા જે આશરે હાલમાં ૨૮,૦૦૦ શ્લોક પ્રમાણ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ ગ્રંથ ઉપર છ આવશ્યક ઉપર ૮૦,૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચાઈ હતી, પરંતુ કાળના પ્રવાહમાં કેટલાક શાસ્ત્રોનો નાશ થઈ ગયો એમાં એ વિસ્તૃત વૃત્તિ પણ નષ્ટ પ્રાયઃ થઈ ગઈ તેમ છતાં જેટલું મળ્યું તે પણ અત્યારના સમય માટે ગાગરમાં સાગર સમાન છે.
૨૮,૦૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથમાં અત્યારે લગભગ ૨૫,૦૦૦ શ્લોક પ્રમાણ તો શાસ્ત્રના આરંભ રૂપ ભૂમિકા છે. એના પરથી જ ટીકાકારની અપ્રતિમ વિદ્વતાનો રણકાર ઉપસી આવે છે. અને નતમસ્તક થઈ જવાય છે. હૃદયમાંથી સહસા ઉદ્ગારો સરી પડે છે.
જે સ્વાધ્યાયમાં નિત્ય રત રહેતા...
ધન તે મુનિવરા રે...
સંયમ સ્વીકાર કર્યા પછી અનેક ગ્રંથોના દોહન કર્યા પછી લગભગ છઠ્ઠા વર્ષે બરલૂટ જૈન સંઘના જ્ઞાન ભંડારમાંથી શ્રી વિશેષ આવશ્યક ભાષ્યની પ્રાચીન પ્રત પ્રાપ્ત થઈ અને વાંચવાનો આરંભ કર્યો. થોડું વાંચન થયા પછી મનમાં વિચાર સ્ફૂર્યો. આ ગ્રંથ ઉપર પ્રશ્નોત્તરરૂપે નોટ તૈયાર થાય તો ભવષ્યમાં એમાં પડેલા જ્ઞાનના અમૂલ્ય પદાર્થોનું ભવિષ્યમાં પણ પાન કરવાનો અવસર મળશે. એમ વિચા૨ી વિસ્તૃત નોટ બનાવવાનું શૂ કર્યું. જીતમાં માત્ર વિવેચન લખવાનો ભાવ હતો પરંતુ વાંચન શરૂ કરતાં જ
Page #18
--------------------------------------------------------------------------
________________
અનેકાનેક પ્રશ્નોની હારમાળા અંદર આવતી ગઈ અને એવા પ્રશ્નોના પૂ. ટીકાકારશ્રી દ્વારા ઉત્તરો પણ અપાતા ગયા. ત્યારે લાગ્યું ગ્રંથનું વિવેચન તો અગાઉ પણ સરળ ગુજરાતી ભાષામાં છપાયેલું છે. તો પ્રશ્નોત્તર રૂપે આ ગ્રંથની નોટ તૈયાર થાય તો કેવું ? બસ, ત્યાર બાદ પ્રશ્નોત્તર રૂપે નોટ લખવાની અને સાથે સાથે વાંચન કરવાની શરૂઆત થઈ.
લગભગ આઠ મહિનામાં સંપૂર્ણ ગ્રંથનું વાંચન તેમજ લેખન પૂર્ણ થયું. અને નોટો તૈયાર થઈ ગઈ અને પડી રહી
સં. ૨૦૬૯-૭૦ના કલકત્તાના ચાતુર્માસ દરમ્યાન એ નોટો પાછી હાથમાં આવી ત્યારે પાછો નવો વિચાર આવ્યો. મેં મારા માટે તો આ નોટો તૈયાર કરી પણ જો એને વ્યવસ્થિત રીતે છપાવીએ તો શાસનના માટે ઉપકારી થઈ પડશે. અને પૂ. ગુરુભગવંતો, સાધ્વીજી ભગવંતો, મુમુક્ષુઓ તેમજ સ્વાધ્યાયપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓ પણ એના રહસ્યનો બોધ પામી શકશે. અને વિચારને તુરંતમાં અમલમાં મૂકી ત્રણે નોટો સીધી પ્રેસમાં compose માટે મોકલી આપી.
પ્રથમ પ્રુફ તૈયાર થઈને આવ્યું ત્યારે લાગ્યું કે પોતાના માટે બનાવેલી નોટ અત્યંત સંક્ષેપમાં તૈયાર કરી છે જે વાચક વર્ગ માટે એટલી અસરકારક અને ઉપકારક કદાચ નહિ બને એટલે પાછા એ મુફમાં અનેક પ્રકારના વિવેચનનો ઉમેરો કરવાનું શરૂ કર્યું જે પણ સુંદર રીતે થઈ ગયો અને ગ્રંથ સળંગ વિવેચન અને પ્રશ્નોત્તર રૂપે તૈયાર થઈ ગયો.
પાંચ જ્ઞાનરૂપ નંદિ, મતિ-શ્રુત જ્ઞાનની સુવિસ્તૃત ચર્ચા, અનેક પ્રકારના દષ્ટાંતો, ગણધરવાદ, નિન્તવવાદ, નમસ્કાર નિયુક્તિ, સામાયિક નિર્યુક્તિ વગેરે જટીલ પદાર્થો પર પૂ. ટીકાકારશ્રીના વિવેચનને વાંચીને એ પદાર્થોના રહસ્યોના સારને પામીને ટીકાકારશ્રીની અથાગ પુરૂષાર્થ અને બુદ્ધિકૌશલ્યની સામે નતમસ્તક થઈ જવાય છે. પદાર્થોના રસથાળ એવા આ મહામૂલ્યવાન મહાગ્રંથનું દોહન કરવું એ સ્વ આત્મા માટે અત્યંત લાભદાયી થઈ જાય જ એમાં અતિશયોક્તિ નથી.
અંતમાં સર્વે જ્ઞાનપિપાસુ આત્માઓને એટલી વિનંતી છે કે આપ આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન કરી પરમાત્માના શાસનના સામ્રાજ્યમાં સમ્યગ્દર્શન-સર્વવિરતિસર્વજ્ઞતા અને અંતે સિદ્ધિ સુખને પામો એવી અભ્યર્થના.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૬
છદ્મસ્થતા દોષથી કે પ્રેસદોષથી ગ્રંથમાં ક્યાંય પણ કોઈક સ્થળે પણ કોઈ પણ સ્થાને ક્ષતિ રહી જવા પામી હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
ગ્રંથના પ્રકાશનનો જ્ઞાનદ્રવ્યમાંથી ઉદારતાપૂર્વક સંપૂર્ણ લાભ લઈ શાસનને આ ગ્રંથ સમર્પિત કરવા માટે શ્રી ચંદ્રપ્રભ જેન નયા મંદિર ટ્રસ્ટ, ચેન્નઈની ભૂરિ ભૂરિ અનુમોદના.
સુંદર-સુઘડ-સુચારૂ આ અમૂલ્ય ગ્રંથનું છાપકામ કરવા બદલ તેમજ સુંદર બાઈડિંગ, સેટિંગ આદિ કાર્ય હસતા-હસતા કરી આપનાર જ્યારે જ્યારે મુફો મંગાવ્યા - જેટલીવાર મંગાવ્યા - સુધારા-વધારા કરાવ્યા પણ ક્યારેય જેમણે અણગમો વ્યક્ત નથી કર્યો અને અત્યંત હૃદયના ઉલ્લાસપૂર્વક શુભ ભાવપૂર્વક શાસનના આ ભગીરથ કાર્યમાં સહકાર કરનાર કિરીટ ગ્રાફિક્સની ભૂરિ ભૂરિ અનુમોદના.
- મુનિ પાર્થરત્નસાગર
વૈ.સુ.-૧૦ પ્રભુવીર કેવલજ્ઞાન કલ્યાણક કુકુર, તમિલનાડુ
Page #20
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ખંડ
(૧) ઉદેશદ્વાર પ્રશ્ન-૭૧૫ – પ્રથમ ઉદ્દેશ પછી નિર્દેશ શા માટે?
ઉત્તર-૭૧૫ – પહેલાં સામાન્યથી વસ્તુનો ઉદ્દેશ કરીને પછી વિશેષથી નિર્દેશ કરાય છે. એવી શાસ્ત્ર અને લોકમાં સ્થિતિ છે. તેમજ જ્ઞાન પણ પ્રાયઃ પ્રથમ વસ્તુના સામાન્યાકાર ગ્રાહક ઉત્પન્ન થાય છે. પછી વિશેષ આહાર ગ્રાહક થાય છે. તે કારણથી વસ્તુનો સામાન્યભિધાન રૂપ પ્રથમ ઉદ્દેશ અને પછી તેનો જ વિશેષાભિધાન રૂપ નિર્દેશ કરાય છે.
ઉદેશના ભેદો :- (૧) નામોદેશ (૨) સ્થાપનોદ્દેશ (૩) દ્રવ્યોદ્દેશ (૪) ક્ષેત્રોદેશ (૫) કાળોદેશ (૬) સમાસોદેશ (૭) ઉદેશોદેશ (૮) ભાવોદેશ.
(૧) નામોદ્દેશ - જે જીવાદિ વસ્તુનું “ઉદેશ” એવું નામ કરાય તે નામોદેશ. જે ઘટપટાદિ પદાર્થ જે ઘટ-પટાદિ નામથી ઉદ્દેશ કરાય તે પણ નામોદ્દેશ. અથવા નામવસ્તુસામાન્યભિધાનનું ઉદ્દેશન-ઉચ્ચારણ. વસ્તુનું સામાન્ય જે કથન કરવું તે નામોદેશ. જેમકે આગ્રાદિનું વૃક્ષાદિ નામ.
પ્રશ્ન-૭૧૬ – જે વસ્તુનું સામાન્યકથન માત્ર ઉદ્દેશ કહેવાય તો સર્વ સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્રકાળાદિ ઉદ્દેશ નામોદ્દેશ જ થાય. કેમકે, હેમ-રત્નાદિ દ્રવ્યોનું પણ હેમાદિ સામાન્ય અભિધાન છે અથવા કુસુંભહરિદ્રાદિ કારણભૂત દ્રવ્યો દ્વારા વસ્ત્રોનું લાલ-પીળું વગેરે સામાન્યભિધાન છે. અથવા દંડાદિ દ્રવ્ય હોતા દંડી વગેરે સામાન્યભિધાન પ્રવર્તનું જણાય છે. એમ સ્થાપનાક્ષેત્રાદિમાં પણ સમજવું. તેથી જે દ્રવ્યાદિ ઉદ્દેશ અભિમત છે તે જ બધો નામોદ્દેશ થાય છે. એટલે એકવિધ હોવાથી ઉદ્દેશની અષ્ટવિધતા તો ન જ રહી ને ?
ઉત્તર-૭૧૬ – તમે સાચું કહ્યું છે. કારણ કે સામાન્ય નામોદેશ છે તે ખરેખર સર્વાનુગત જ છે, તો પણ સ્થાપના દ્રવ્યાદિ ઉદેશોનું નાનાત્વ પરમાર્થવેદિઓને સંમત જ છે તે પણ મતિક્રિયા-વસ્તુ ભેદથી છે. જેમકે જેવી નામેન્દ્રમાં મતિ છે તેવી જ સ્થાપના ઈન્દ્રાદિમાં ઉત્પન્ન થતી નથી. અને જે ક્રિયા નામેન્દ્ર કરે છે તે સ્થાપના ઈન્દ્ર કે દ્રવ્યેન્દ્રાદિ કરતા નથી. એટલે જ નામેન્દ્રાદિ વસ્તુઓનો પરસ્પર વસ્તુભેદ જાણવો. એમ પ્રસ્તુત નામ-સ્થાપના-દ્રવ્યાદિ ઉદ્દેશોઓનો પણ મત્યાદિ ભેદ જોડવો.
ભાગ-૨/૨
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૨) સ્થાપના ઉદ્દેશ - સ્થાપનાનું સામાન્યથી કથન-ઉચ્ચારણ કરવું તે સ્થાપનોદેશ અથવા તે ઉદ્દેશની અક્ષ-અક્ષરાદિમાં સ્થાપના કરવી તે સ્થાપનાનો ઉદ્દેશ.
(૩) દ્રવ્યોદ્દેશ :- દ્રવ્યાદિનો ઉદ્દેશ દ્રવ્યોદ્દેશ વ્યુત્પત્તિ :- દ્રવ્ય એમ સામાન્યથી કહેવાય તે દ્રવ્યોદ્દેશ. દ્રવ્ય ર તદુદ્દેશે – કર્મધારયસમાસ, આ પક્ષમાં દ્રવ્યને જ ઉદેશ શબ્દ કહેવો. અથવા હેતુ ભૂત તે દ્રવ્યથી જે કહેવાય તે દ્રવ્યોદ્દેશ. જેમકે દ્રવ્યપતિ, દ્રવ્યાત્ ઉદ્દેશ – દ્રવ્યોદ્દેશ જેમકે “દ્રવ્યવાનું” વગેરે કહેવાય છે તે તસ્મિન્ દ્રવ્ય સતિ સદેશ દ્રવ્યોદ્દેશઃ જેમકે સદ્રવ્ય વગેરે, સિંહાસને રીના ડૂતે શોતિઃ વને મયૂર: ઈત્યાદિ કહેવાય તે પણ દ્રવ્યોદેશ.
(૪) ક્ષેત્રોદ્દેશ - દ્રવ્યની જેમ સર્વ ક્ષેત્રોદેશ સમજવો ક્ષેત્ર, ક્ષેત્રી, ક્ષેત્રપતિ, ક્ષેત્રે નાd ક્ષેત્રનમ્ વગેરે
(૫) કાલોદ્દેશ - કાળ જ ઉદિશ્યમાન હોવાથી ઉદ્દેશ કાલોદ્દેશ, તેનોદ્દેશ: Jથા તાતીત વસ્તુ સાઉદેશ યથા શાનોપેત વાનપ્રાસંમિતિ, તસ્મિન ઝાન્ને નાત જાતનાત વાતોદ્દેશ: અર્થાત્ કાળ, કાળાતીત વસ્તુ – કાળોપેત વસ્તુ અને તે કાળે થયેલ વસ્તુ વગેરે કહેવું તે કાળોદ્દેશ કહેવાય છે.
(૬) સમીણોદેશ - સંક્ષેપથી વિસ્તારવાળાનું સંકોચન કરવું તે સમાસ. તે અહીં અંગશ્રુતસ્કંધ-અધ્યયનનો વિવક્ષિત છે. આ અંગાદિ સમાસનું ઉદ્દેશન અભિધાન સમાસોદ્દેશ. જેમકે અંગ, અંગી, મંગેતા એમ શ્રુતસ્કંધ, શ્રુતસ્કંધથી-શ્રુતસ્કંધીનો અધ્યેતા, શ્રુતસ્કંધ, શ્રુતસ્કંધના અર્થનો જાણકાર અધ્યયનાત્મક સમાસ-અધ્યયન-અધ્યયન-અધ્યયન ભણનાર અને અધ્યયનનો અર્થ જાણનાર. વગેરે કહેવું તે સમાસોદ્દેશ કહેવાય છે.
(૭) ઉદ્દેશોદ્દેશ:- ઉદ્દેશ, ઉદેશી-ઉદેશ જાણનાર – ઉદ્દેશના અર્થને જાણનાર વગેરે કહેવું તે ઉદ્દેશોદેશ કહેવાય.
(૮) ભાવોદ્દેશ - દાયિકાદિ ભાવ - તે ભાવથી ભાવી તથા તે ભાવોને વિશે જે કહેવાય તે ભાવોદ્દેશ છે.
(૨) નિર્દેશ દ્વાર :
(૧) નામ-જિનદત્તાદિ કહેવું તે. (૨) સ્થાપના-વિશિષ્ટવસ્તુનો નિક્ષેપ કરવો તે, (૩) દ્રવ્ય-ગાય, દંડી, રથ, તેન-ગોમાનું, દંડી, રથી વગેરે કહેવું તે સચિત્તાદિ ત્રણ પ્રકારે દ્રવ્યનિર્દેશ જાણવો. (૪) ક્ષેત્ર-ભરત, મગધ, તસ્મિન્, ભારત, માગધ, ૫) કાળ-શરદ, શારદ, સંવત્સર, સાંવત્સરિક, (૬) સમાસ-અંગાદિ ત્રણેનું વિશેષાભિધાન-આચાર, આચારવાનું, આચારઘર એ આચાર સમાસ નિર્દેશ, શ્રુતસ્કંધ-આવશ્યક, આવશ્યકી,
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર આવશ્યક સૂત્રાર્થધર એ આવશ્યક સમાસ નિર્દેશ, અધ્યયન-શસ્ત્રપરિજ્ઞા, શસ્ત્રપરિજ્ઞા અધ્યેતા એ અધ્યયન સમાસ નિર્દેશ, (૭) ઉદ્દેશ-અધ્યયનો પ્રદેશ-જેમકે-ભગવતીમાં પુદ્ગલોદેશક તે ઉદ્દેશ નિર્દેશ કહેવાય છે. (૮) ભાવ-ઔદાયિક, ક્ષાયિક ભાવ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, જ્ઞાનાદિનો ક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવવૃત્તિ હોવાથી ભાવનિર્દેશ છે.
પ્રસ્તુતમાં પ્રત્યેક ૮ પ્રકારના ઉદ્દેશ-નિર્દેશમાં સમાસોદેશ-નિર્દેશ વિશેષથી અધિકૃત છે જેમકે પ્રસ્તુતમાં “અધ્યયન” આ સમાસોદેશ છે અને “સામાયિક” વિશેષાભિધાનરૂપ હોવાથી સમાસ નિર્દેશ છે. એમ સ્વમતિથી યથા સંભવ શેષ શ્રુતસ્કંધ ચતુર્વિશતિસ્તવાદિ. જેમકે શ્રુતસ્કંધ એ સમાસોદેશ તથા આવશ્યક એ સમાસ નિર્દેશ અધ્યયનોમાં જોડવું.
“સામાયિક” એ શબ્દ નપુંસક તરીકે રૂઢ છે, એના ઉચ્ચારણ કરનારા સ્ત્રી-પુ નપું ત્રણ ભેદે છે એને નયોથી વિચારાય છે.
પ્રશ્ન-૭૧૭ – કયો નય ક્યા નિર્દેશને ઇચ્છે છે? વળી તે નિર્દેશને નિર્દેશકવશ કે નિર્દેશ્યવશથી ઇચ્છે છે?
ઉત્તર-૭૧૭ – નૈગમ :- અનેક પ્રકારે વસ્તુને અંગીકાર કરવામાં તત્પર હોય તે નૈગમનય કહેવાય. એ નિર્દેશ્ય અને નિર્દેશક એમ બંને પ્રકારે નિર્દેશ ઇચ્છે છે. કારણ કે આ નય લોકવ્યવહાર પર અને અનેક આગમ રૂપ છે. નિર્દેશ્યવશ :- દા.ત. વાસવદતા, તરંગવતી, પ્રિયદર્શના કથા વગેરે લૌકિક ગ્રંથોમાં નિર્દેશ્યવશ વ્યવહાર થાય છે. અને લોકમાં નિર્દેશક વશ-મનદ્વારા પ્રણીત ગ્રંથ મનુ, અક્ષપાદે કહેલો અક્ષપાદ વગેરે લૌકિકમાં નિર્દેશક વશ પણ વ્યવહાર થાય છે. અને લોકોત્તરમાં-નિર્દેશ્ય-પૂડજીવનિકાયપ્રતિપાદક અધ્યયનડજીવનિકા, સાધ્વાચાર પ્રતિપાદક ગ્રંથ-આચાર વગેરે વ્યવહાર થાય છે, તથા નિર્દેશકકપિલદ્વારા પ્રણીત કપિલીયમ્ અધ્યયન, હરિકેશી પ્રણીત હારિકેશીયમ્, કેશી-ગૌતમે કહેલું કેશી-ગૌતમીય નંદિ સંહિતા, જિનપ્રવચન વગેરે વ્યવહાર થાય છે. એમ સાવદ્ય વિરમણ રૂપ સામાયિક રૂઢિથી નપુંસક છે. એમ માની નિર્દેશ્યવશાત્ નૈગમ એનો નપુંસક નિર્દેશ જ માને છે. જેમકે-સામાયિક નપુંસક છે તેમજ સામાયિકને નિર્દેશ કરનાર ત્રણે લિંગવાળા હોવાથી સામાયિકની ત્રિલિંગતા પણ તેને માન્ય છે. જેમકે, સામાયિકનો નિર્દેશ કરનાર સ્ત્રી, પુરુષ, નપુંસક વગેરે હોય તો તે તે લિંગમાં તેનો વ્યપદેશ થાય છે. અથવા દેવદત્તાદિએ ઘટાદિ શબ્દ ઉચ્ચારતાં તે ઘટાદિશબ્દ ઉચ્ચારક દેવદત્તાદિ પરિણામ હોવાથી દેવદત્તાદિના શબ્દથી વ્યપદેશાય છે. તથા તેના અભિધેય પહોળા પેટાદિ આકારવાળા એવા ઘટાદિ પદાર્થથી પરિણામ હોવાથી ઘટાદિશબ્દથી પણ લોકમાં કહેવાય છે. જેમ સામાયિક સ્ત્રી વગેરે બંને પ્રકારના નિર્દેશને નૈગમનય માને છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૧૮ – વિહં પિ ને મન II૧૫૦પા માત્ર એટલું કહેવાથી નિર્દેશવશાતુ નિર્દેશ્યવશાત્ દ્વિવિધ નિર્લેમિચ્છતિ એવું કઈ રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર-૭૧૮ – “નિદિટું સંપાદો વ વવહારો" એ વચનથી અર્થાત નિર્દિષ્ટ-અભિધેય વસ્તુ આશ્રયીને સંગ્રહ-વ્યવહાર નિર્દેશ ને ઇચ્છે છે. કેમકે વચન તે નિર્દેશ્યનો પર્યાય છે. એ બધું ભાષ્યમાં કહીશું આ રીતે નિતિ વક્વાશ્રીત્ય એ વચનથી પહેલા પણ વિë એમ અહીં નિર્દિષ્ટ નિર્દેશવશાત્ નિર્દેશ જણાય છે.
ઋજુસૂત્ર :- નિર્દેશક વક્તાને આશ્રયીને ઋજુસૂત્ર નિર્દેશ ઇચ્છે છે જેમકે “સામાયિક સ્ત્રી” વગેરે હોય તો નિર્દેશ પણ સ્ત્રી જ કહેવાય કેમકે, વચન એ વક્તાનો પર્યાય છે એ પણ યુક્તિ ભાષ્યમાં કહીશું.
શબ્દ - નિર્દેશ્ય અને નિર્દેશકના સમાન લિંગને આશ્રયીને જ શબ્દનયથી નિર્દેશ પ્રવૃત્તિ જણાય છે. જો નિર્દેશ્ય નપુંસકલિંગ તો નિર્દેશ્ય પણ સ્ત્રી-પુ-નય રૂપ નપુંસક જ છે. વક્તાના વાક્ય ઉપયોગો અનન્ય હોવાથી તદ્રુપ હોય છે. શબ્દનો ઉપયોગ પ્રધાન જ છે. તેથી જે
જ્યાં ઉપયુક્ત તે તદ્રુપ જ છે જેમકે, અગ્નિ ઉપયુક્ત માણવક પણ અગ્નિ કહેવાય છે. તેથી સ્ત્રી-પુરુષ પણ જયારે રૂઢિથી નપુંસક સામાયિકમાં ઉપયુક્ત હોય છે. ત્યારે નિર્દેશ્ય નપુંસક ઉપયુક્ત હોવાથી નપુંસક જ છે. “તદુપયોગત્વેન તદ્રુપતા” એમ સ્ત્રી-પુરુષ-કે નપુંસક આ અર્થને બોલે છે. આ અર્થનો શબ્દનય મતે અસંભવ જ છે.
અથવા તે વચન વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી નિર્દિષ્ટાર્થ વાચ્યવસ્તુનો પર્યાય જ છે. વાચ્ય પ્રત્યય જેમ તે જ નિર્દેશ્ય ઘટાદિના અન્ય સંસ્થાનાદિ ધર્મો ઘટની પ્રતીતિનાં કારણો છે. જે જેના પ્રત્યયનું કારણ તે તેનો સ્વપર્યાય. જેમ ઘટના રૂપાદિ અને વચન વાચ્યાર્થનું પ્રત્યય કારણ છે. એટલે તેનો પર્યાય છે, અને પર્યાય એ પર્યાયીને આધીન જ હોય છે. એટલે નિર્દેશ્યવસથી નિર્દેશ કહ્યું તે ઉક્તયુક્તિથી ઘટે જ છે.
પ્રશ્ન-૭૧૯ – ભલે એમ થાય, તો પણ હેતુ અહિં અસિદ્ધ છે પતિwત્યRUત્રિી वचनस्य?
ઉત્તર-૭૧૯ – અર્થવિજ્ઞાન ફળવાળું વચન છે, જો વચન બોલતાં છતાં તે એવું તદર્થવિજ્ઞાન ન હોય તો કંઠ-તાલુને શોષમાત્ર કરનારા તે બોલવાથી શું? નિષ્ફળ જ છે.
પ્રશ્ન-૭૨૦- એમ હોય, વાચ્ય અર્થથી અન્ય બીજા અર્થમાં શ્રોતારૂપ અર્થમાં વિજ્ઞાનને ઉત્પન્ન કરશે. તે પછી તે વચન શ્રોતાને વિજ્ઞાન ફળ થશે, અને વાચ્યાર્થમાં વિજ્ઞાન ઉત્પન્ન નહી કરે એટલે વાચ્યાર્થ પર્યાય વચન નહિ થાય?
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૨૦ – જો વાચ્ય અર્થને છોડીને વઝુલક્ષણ અર્થાન્તરમાં વચન પ્રત્યય ઉત્પન્ન કરે તો સામાન્યથી સર્વત્ર અર્થમાં પ્રત્યય પ્રાપ્ત થાય. અથવા કોઈપણ અર્થમાં ન થાય. કેમકે વચન એ અર્થનો પર્યાય ન માન્યો અને સર્વ અર્થમાં પ્રત્યાયનો હેતુ છે. અથવા પ્રત્યયનો હેતુ જ નથી એમ માન્યું છે.
પ્રશ્ન-૭૨૧ – હશે, પણ વચનથી વક્તામાં પ્રત્યય થાય જ છે. જેમકે, એણે આ કહ્યું, એમ કહેવાય છે તો પછી ગત મણિ વિ એમ શા માટે કહો છો ?
ઉત્તર-૭૨૧ – જો વક્તાએ ન બોલેલા વચનથી પણ ત્યાં પ્રત્યય માનીએ તો વક્તાના મુખથી બોલાયેલા ગધેડા-ઊંટ-ઘેટા-બકરાં વગેરે ઘણી વસ્તુઓ છે. તેથી વક્તાની જેમ તે બધી પણ શ્રોતાના પ્રત્યય છતે સર્વ અભિધેયોનાં એક અભિધેય ઘટાદિ સાથે વક્તાઆદિની સાથે સંકર થાય છે. એક શ્રોતૃની પ્રતીતિમાં સાંઠ્ય એક સાથે તદાકાર સંક્રમણ પ્રાપ્ત કરે છે, એવું તો છે નહિ કારણ કે એક વચનથી એક જ પ્રતિનિયત ઘટાદિ આકારનું જ સંવેદન થાય છે. તેથી વચન એ તેની વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી અભિધેય પર્યાય જ છે આ રીતે સંગ્રહવ્યવહાર નયના મતે (૧) સામાયિક શબ્દના અર્થ રૂપ અહીં સામાયિક રૂઢિથી નપુંસક રૂપ બતાવ્યું તેથી સામાયિક શબ્દ નપુસંકવૃત્તિ છે (૨) સામાયિકવાળો સ્ત્રી-પુરુષ-નપુંસક હોવાથી, અને તત્પરિણામાનન્ય હોવાથી સામાયિક શબ્દની ત્રિલિંગતા પણ છે. એટલે નિર્દષ્ટની જેમ નિર્દેશ્ય વશ પણ સામાયિકની ત્રિલિંગતા થાય છે. જેમકે સામાયિક સ્ત્રી વગેરે.
ઋજુસૂત્ર નય નિર્દેશવશથી અભિઘાનની પરતંત્રતાથી સામાયિક નિર્દેશ છે. જે નિર્દેશકનું લિંગ તેજ સામાયિકનું લિંગ એમ એ માને છે. વનસ્ય વવત્રથી નવાજૂ તત્પર્યાયત્વીવ વિજ્ઞાનવત્ યુક્તિ – વેત પર્વ સંબ્ધિ વવ: રત્વ, મનોવત, સ્વપર્યાયત્રી, ઘટન્ટે પારિવત, વાધીનત્વત્ સ્વધનવત્ ! વચન એ મનની જેમ કરણ છે. ઘટાદિના રૂપની જેમ સ્વપર્યાય છે, અને સ્વધનની જેમ સ્વાધીન છે.
અથવા તવૈવ વ@dદવ: વેવની સૂજીત્વ-ગુરુજીત્વમ્યાં વજુવાનુ હો યાતવર્ણનાત, અહીં -યસ્થ यन्निमितावनुग्रहोपघातौ तस्य तदात्मीयम् । यथा देवदत्तादेरिन्द्रियम् । दृश्यते च वचनसूक्तत्वકુરુત્વાગ્યાં વજુરનુગ્રહો-પાતી, તસ્માત્ તત્ તાત્મિીયમ્ ! વળી, વક્તાને ખરાબ કે સારા વચનથી તેની ઈન્દ્રિયોની જેમ અનુગ્રહ-ઉપઘાત થાય છે. (જેને જેના નિમિત્તે અનુગ્રહઉપઘાત થાય, તે તેનું પોતાનું કહેવાય તેથી એ વચન વક્તાનું કહેવાય.)
વિપર્યયમાં બાધક - નહિતો વચનના બોલનારના અસંબંધે વચનનો અનુગ્રહઉપઘાતનો અકૃતાભ્યાગમ જ થાય.
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૨૨ - ફક્ત નિર્દેશક નહિ પરંતુ કોઈ નિર્દેશ્ય ચોરાદિનો પણ વચનથી ઉપઘાતાદિ દેખાય છે દા.ત. આ ચોર બાંધો, મારો અને છોડો, વગેરે કહેતાં વિષાદાદિની ઉત્પત્તિથી ઉપાઘાતાદિ પ્રત્યક્ષ જ જણાય છે. એટલે તે દેખાવાથી નિર્દષ્ટ સંબંધિ તે વચન કહેવું ઘટે છે ને?
ઉત્તર-૭૨૨ – ના, એમ ન કહેવાય. કારણ કે, જે ઈચ્છાનિષ્ટ વચનના શ્રવણથી નિર્દિષ્ટ ચોરાદિને અનુગ્રહાદિ જણાય છે તે તેની પોતાની શ્રવણેન્દ્રિય-મન-પુણ્ય-પાપાદિના લીધે જ માનવી. માત્ર ઈચ્છાનિખ વચન સાંભળવાથી નહિ, નહિ તો શ્રોત્રાદિઈન્દ્રિય વગરના થાણુ વગેરેને પણ તે યુક્તિ માત્રથી અનુગ્રહાદિ થવા માંડે. પણ તેમ થતું નથી.
હવે, અન્ય હેતુથી વચનની વકતૃધર્મતા બતાવે છે. પ્રતિજ્ઞા – વપર્યાયઃ વવનમ્ સ્વરૂપનામવિયન ત્વત્િ
વ્યાણિ – વત્ વત્ નામવયનચં તત્તત તચૈવ વહેંવત્તાવેઃ પર્યાય દૃષ્ટાંત – યથા તથૈવ રે. ઉપનય - નામાવયનચં વવનમ્ નિગમન - તાત્ ચૈવ વ: પર્યાયઃ |
વચન સ્વર નામ કર્મના ઉદયથી જન્ય હોવાથી તે વક્તાનો પર્યાય છે. જે જેના નામકર્મથી જન્ય હોય તે તેનો પર્યાય હોય છે, જેમકે, શરીર નામકર્મના ઉદયથી જન્ય શરીર વક્તાનો પર્યાય છે તેમ વચન પણ વક્તાના સ્વર નામકર્મના ઉદયથી જન્ય છે માટે તેનો પર્યાય છે.
આ રીતે વચન એ અભિધેયનો ધર્મ ઘટતો નથી પરંતુ અભિધાતાનો જ ઘટે છે કારણ કે અભાવ પણ વચનથી કહેવાય છે તે વચન તેનો ધર્મ છે એમ કહી ન શકાય. કારણ કે, અભાવ અસત્ છે જો વચન તેનો ધર્મ હોત તો તે પણ ભાવ હોત. કારણ કે તે વચનનો આશ્રય દેવદત્તાદિવની જેમ છે.
પ્રશ્ન-૭૨૩ – જે ઘટ શબ્દથી અભિધેય ઘટાદિના ભાવ કહેવાય છે શું તે વચન તે ભાવમાં સંબદ્ધ છતું ભાવને પ્રકાશે છે કે અસંબદ્ધ છતું પ્રકાશે છે? જો સંબદ્ધ માનો તો હિં સમર્દિો માસાણ નિરંતરતુ હોર્ડ મુકો (ગા.૩૭૬) “ચાર સમયે ભાષાથી સર્વલોક પૂર્ણ થઈ જાય છે એ અનુસાર વચન ત્રિભુવનવ્યાપી હોવાથી તર્ગત સમસ્ત પદાર્થજાતને પ્રકાશ કારણ કે તેનો સંબંધ સર્વત્ર સમાન છે. એટલે અમે ભાવમાં અસંબદ્ધ પ્રકાશે છે એમ માનશું?
Page #26
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૨૩ – ના, તે અસંબદ્ધ પદાર્થોને પ્રકાશતું નથી કેમકે તે વચનના વિજ્ઞાન રહિત અને ભાવમાં અસંબદ્ધ હોવાથી વસ્તુને જણાવી શકે નહિ. એ નિયમથી (હેતુ) પ્રદીપવત્ (દષ્ટાંત) વિજ્ઞાન અસંબદ્ધ રહીને પણ વસ્તુ પ્રકાશે છે, પરંતુ વચન વિજ્ઞાનરૂપ નથી, એટલે અસંબદ્ધ અર્થને પ્રકાશતું નથી. પ્રદીપવતુ, જો અસંબદ્ધ છતું વસ્તુને પ્રકાશે તો અસંબદ્ધવાવિશેષાત્ સર્વ વસ્તુ પ્રકાશે. તેથી વચન એ વાચ્યપ્રત્યયકારણ હોવાથી વાચ્યનો ધર્મ છે.
પ્રશ્ન-૭૨૪ – તમે કહ્યું કે પ્રદીપ પ્રગટ કરવા યોગ્ય વસ્તુને પ્રગટ કરે છે તેથી તે પ્રદીપ કહેવાય છે. તેવી રીતે, વચન અર્થથી આત્માલાભ પ્રાપ્ત કરે છે તો એ વચન વક્તાનું જ કેમ માનો છો?
ઉત્તર-૭૨૪ – જો કે વચનીય અને વક્તા યથાક્રમ વચનનું બાહ્ય અને અત્યંતર કારણ છે. તો પણ વક્તા પ્રધાન છે. કેમકે, એ પ્રત્યાસન્ન અને નજીકનું કારણ છે તેથી વચન વક્તા અધીન હોવાથી જે વક્તાનુ લિંગ છે તે જ ઋજુસૂત્ર નય મતે સામાયિકનું લિંગ છે.
શબ્દનય:- નિર્દેશ્ય અને નિર્દેશકનું તુલ્ય લિંગ જ માને છે. અસમાન લિંગ ઘટતું ન હોવાથી એ અવસ્તુ તરીકે જ માને છે. નિર્દેશ્ય અર્થમાં ઉપયુક્ત નિર્દેટા નિર્દેશ્યથી અભિન્ન છે. અર્થાત્ સ્ત્રીલિંગી વક્તા પણ પુરુષને કહેતો કુંનિર્દેશ જ છે. અને સ્ત્રીને કહેતો સ્ત્રીનિર્દેશ છે, નપુંસકને કહેતો નપુંસક નિર્દેશ જ છે. વાચ્યમાં ઉપયુક્ત વક્તા વાચ્યથી અભિન્ન હોવાથી.
જો પુરુષ કર્તા કર્મરૂપ સ્ત્રીને નિર્દેશ કરે છે. જેમકે- વાસવદત્તે ! રૂસ્થમિદં વિદિ તો પણ તે નિર્દેા પુરુષ સ્ત્રી જ છે. કારણ કે સ્ત્રીમાં ઉપયુક્ત સ્ત્રીવિજ્ઞાન વાસવદત્તાના અધ્યવસાયથી અભિન્ન છતો નિર્દિષ્ટ સ્ત્રીનો સમાનલિંગ પુરુષ થાય છે. તેથી જ્યારે પુરુષ નપુંસકને કહે છે ત્યારે પણ નિર્દિષ્ટ સમાનલિંગ હોવાથી એ નપુંસક જ છે. એમ સ્ત્રી અને નપુંસક નિર્દિષ્ટામાં નિર્દિષ્ટ સમાનલિંગતા ઘટાવવી.
પ્રશ્ન-૭૨૫ – સ્ત્રીવિજ્ઞાનથી અનન્ય તે પુરુષ સ્ત્રીજ કેમ થાય? પુરુષ પણ થાય ને?
ઉત્તર-૭૨૫– જો તે નિર્દેષ્ટા પુરુષ છે. તેથી નસ્રી. એ સ્ત્રી ઉપયોગવાન નથી. હવે જો એ સ્ત્રી ઉપયોગ યુક્ત હોવાથી સ્ત્રી મનાય તો નપુમાન પુરુષત્વેન માનવો નહિ. પણ, સ્ત્રી ઉપયોગ યુક્ત હોવાથી સ્ત્રી જ માનવો. જો એમ ન માનો તો એ ખરેખર સ્ત્રી ઉપયુક્ત નથી. જો હોય તો સર્વથા પુત્વનો વિરોધ આવે, હવે શું કહેવું? જે સ્ત્રીવિજ્ઞાનમય છતાં સ્ત્રી નથી પરંતુ પુરુષ કે નપુંસક છે એવો પદાર્થ ગધેડાના શિંગડાની જેમ સર્વથા નથી, અસત્ છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૨૬ – જો અનુપયુક્ત પુરુષ સ્ત્રીનો નિર્દેશ કરે તો તે પુરુષ સ્ત્રીરૂપતા પ્રાપ્ત નહિ કરે એમ થાય ને?
ઉત્તર-૭૨૬ – ખોટી વાત, જો એમ હોય તો એ અનુપયુક્તભાષક ઘડા વગેરેની જેમ ઉપયોગ રહિત હોવાથી અજ્ઞાની છે. તેથી તેનું વચન નિર્દેશ નથી. તેથી ઉન્મત્તાદિ મનુષ્યના વચનની જેમ તેનું વચન ઉપયોગ રહિત હોવાથી નિર્દેશ ન કહેવાય. આ મત બુદ્ધિમાનોને માન્ય છે કે ઉપયોગ પૂર્વકતાથી નિશ્ચય કરીને દેશના ભાષણ હોય તે નિર્દેશ, અથવા નિશ્ચિત દેશ-ભાષણ છે જ્યાં તે નિર્દેશ કહેવાય છે. તે નિરૂપયોગભાષકને ન સંભવે. કારણ કે નિશ્ચિત દેશ-નિર્દેશ માનો તો તદ્વાન દેવદત્તાદિ અનુપયુક્ત ઘટી ન શકે. જો અનુપયુક્ત હોય તો તેનો નિર્દેશ નથી. તેથી આ શબ્દનયનું તાત્પર્ય છે કે-જે પુરુષાદિ વક્તા જે જે સ્ત્રીઆદિ અર્થને તદુપયુક્ત નિર્દેશ કરે છે. તે તન્મય-વાચ્યાર્થાત્મક થાય છે. કેમકે, વાચ્યમાં ઉપયુક્ત વચનીયથી અનન્ય જ હોય છે. તેથી વક્ત અને વાચ્ય અર્થ સમાનલિંગ છે. આ એનો નિર્દેશ છે એમ સિદ્ધ થયું.
હવે પ્રસ્તુતમાં યોજના....નિર્દેશ્ય ઉપયુક્ત નિર્દેષ્ટા જીવ સામાયિક જ થાય છે. તેથી એ સામાયિકને નિર્દેશ કરતો પોતાને જ બતાવે છે. કારણ કે સ્ત્રી-પુરુષ-નપુંસક રૂપ એ નિર્દિષ્ટા તેમાં ઉપયુક્ત હોવાથી તે નિર્દેશ્ય સામાયિકના સમાનલિંગવાળો થાય છે. સામાયિકાર્ય રૂઢિથી નપુંસક છે. સ્ત્રી-પુરુષ કે નપુંસકને (સામાયિક કહેનાર) નપુંસક નિર્દેશ જ થાય છે. એ પ્રમાણે સર્વનયના અભિપ્રાયો એકેક અંશગ્રાહી છે અને એ સર્વે સમુદિત હોય તો બાહ્ય અને અત્યંતર નિમિત્તનો સંગ્રહ કરનાર સંપૂર્ણ વસ્તુઝાહી જૈનમત થાય છે.
પ્રશ્ન-૭૨૭– જો ભાવ બે પ્રકારનો છે તો નિર્દેશ્ય-નિર્દેશક બંને રીતે પણ નિર્દેશ થાય તો શું દોષ? જેમકે, બે પ્રકારનો ભાવ-અર્થનું વિજ્ઞાન અને પરિણતિ અને ભાવને કહેનારા શુદ્ધનયો છે. ત્યાં જ્યારે ઉપયુક્ત પુરુષ સામાયિકને નપુંસક કહે ત્યારે વક્તા નપુંસક વિજ્ઞાનાનન્ય હોવાથી નપુંસક નિર્દેશ થાય અને નિર્દિષ્ટા મુખરોમાદિ પુરુષપરિણતિમય હોવાથી પુરુષ નિર્દેશ પણ થાય શું વાંધો છે?
ઉત્તર-૭૨૭ – ભાવ ભલે ૨ પ્રકારના હોય પણ અહીં વસ્તુવિજ્ઞાન જ ઉપયોગરૂપ અધિકૃત છે તેની પરિણતિ નહિ, તેથી અહીં વિજ્ઞાનરૂપ નિર્દેષ્ય જ માન્ય છે.
પ્રશ્ન-૭૨૮– જે નિર્દેશાય તે નિર્દેશ, તો પછી શબ્દ પણ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિશ્યતે એ રીતે નિર્દેશ જ કહેવાય છે તો તદુપયોગરૂપ જ નિર્દેશ શા માટે આગળ કરાય છે?
Page #28
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૨૮ – એવું નથી, શબ્દ દ્રવ્યમાત્ર છે અને શબ્દનય જ્ઞાનલક્ષણ ભાવ ગ્રાહી છે. એટલે જ પુરુષ પરિણતિ હોવા છતાં તેનું અહીં ભાવ તરીકે ગ્રહણ નથી. પરંતુ વિજ્ઞાનરૂપ નિર્દેશ જ અહી લીધો છે.
-
· શબ્દનય શબ્દ પ્રધાન જ છે તો અહીં શબ્દરૂપ નિર્દેશ કેમ માનતા નથી ?
પ્રશ્ન-૭૨૯
ઉત્તર-૭૨૯ – બરાબર નથી. એટલે કે, તમે ભાવાર્થ સમજ્યા નથી, કારણ કે શબ્દનય શબ્દથી જ અર્થજ્ઞાન માને છે. તે તેના ભાવથી ભાવિત છે, એટલે શબ્દ તે જ્ઞાનનું કારણ છે, કારણદ્રવ્ય છે. અને દ્રવ્ય એ ભાવથી શૂન્ય છે. અને શબ્દનય ભાવગ્રાહી છે એટલે શબ્દમાત્રની પ્રધાનતા ઘટતી નથી.
e
પ્રશ્ન-૭૩૦ – ઉપયુક્ત વક્તા જે અર્થ કહે છે તેનાથી નિર્દેશ મનાય છે તો નિર્દેશ્યથી નિર્દેશ એમ ફલિત થયું. એટલે સંગ્રહવ્યવહારનયો અને શબ્દનયમાં તફાવત શું રહ્યો ?
ઉત્તર-૭૩૦ - સંગ્રહ-વ્યવહાર ઉપયુક્ત કે અનુપયુક્ત વક્તાની અપેક્ષા વિના કેવલ અભિધેય માત્રવશથી શબ્દ માત્રને જ નિર્દેશ માને છે. અને શબ્દનય તો બાહ્ય વસ્તુ પ્રત્યય માત્ર માનીને જે ઉપયોગ છે તેનાથી અભિન્ન હોવાથી કહેનારા જીવના ઉપયોગરૂપ સ્વરૂપને જ નિર્દેશ માને છે.
પ્રશ્ન-૭૩૧ · તો પછી તેનો ઋજુસૂત્રથી શું વિશેષ છે ? કારણ તે પણ નિર્દેશકવશથી નિર્દેશ માને છે તે જ અહીં પણ છે ?
ઉત્તર-૭૩૧ – ઋજુસૂત્રના મતે પ્રાયઃ અનુપયુક્ત એવા પણ વક્તાનો શબ્દમાત્ર નિર્દેશ છે અને અહીં વાચ્ય વસ્તુના જ્ઞાનનો ઉપયોગ નિર્દેશ છે એટલો વિશેષ છે.
સમ્યગ્-મિથ્યાત્વ વિભાગ
:
ઉક્ત નૈગમાદિ સર્વ મતો અન્યોન્ય નિરપેક્ષ હોવાથી એક-એક અંશ ગ્રાહી છે, એટલે મિથ્યાત્વરૂપ હોવાથી અપ્રમાણ છે. તે બધાને અન્યોન્ય સાપેક્ષ જો વસ્તુ ગ્રહણ કરે તો તે સંપૂર્ણવસ્તુગ્રાહી જૈન મત છે. તે બાહ્ય-અત્યંતર નિર્દેશ-વચનના નિમિત્તોને સંગ્રહ કરનારો છે. બાહ્ય-અભિધેય ઘટ-પટાદિ, અત્યંતર-સ્વરનામકર્મોદય-તાલુઆદિ-કરણ-પ્રયત્નાદિ નિર્દેશના નિમિત્તો છે. આ રીતે સમસ્ત ગ્રાહી હોવાથી જૈનમત પ્રમાણ છે.
-
-
પ્રશ્ન-૭૩૨ • બાહ્ય ઘટાદિ અર્થ સંબંધના અભાવે શબ્દનું નિમિત્ત કઈ રીતે થાય ? ઉત્તર-૭૩૨ બરાબર નથી, કારણ કે શબ્દ-અર્થનો વાચ્ય-વાચક સંબંધ છે. તેથી તે તેનું કારણ થઈ શકે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
-
પ્રશ્ન-૭૩૩ • જો શબ્દ એ અર્થનો વાચક હોય તો અગૃહીત સંકેતવાળા મ્લેચ્છાદિના અર્થને પણ એ પ્રતિપાદન કરે ?
૧૦
ઉત્તર-૭૩૩ – ના, કર્મક્ષયોપશમ સાપેક્ષ જ તે તેનો પ્રતિપાદક બને. અર્થાત્, તેવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તો તે મ્લેચ્છાદિ એ ઉચ્ચારેલા શબ્દોના અર્થને સમજી શકે અને પ્રતિપાદન પણ કરી શકે. અને ક્ષયોપશમ પણ સંકેતાદિને સાપેક્ષ છે, જેમકે પ્રદીપ પ્રકાશક છે. એટલું કહેવા માત્રથી જ અંધ વગેરેને અર્થ પણ પ્રકાશતો નથી. કારણ કે તે સાથે જોનારને ચક્ષુ નથી એટલે તે અર્થ જણાવી શકતો નથી, તેવી જ રીતે શબ્દ વાચક છે, છતાં, પણ ક્ષયોપશમની અપેક્ષા વિના તે અર્થ જણાવી શકતો નથી.
-
પ્રશ્ન-૭૩૪ – જો ક્ષયોપશમની અપેક્ષાએ શબ્દ અર્થને પ્રકાશે છે તો સંકેત કરવામાં પણ તેના પ્રકાશન ન કરવાની આપત્તિ આવશે, પણ એવું છે નહિ. કારણ કે ગૃહીત સંકેતવાળાને પણ અવિગાનથી અર્થની પ્રતિપતિ જણાય છે તો અંતર્ગડુ જેવા ક્ષયોપશમની કલ્પના કરવાથી શું વળે ?
ઉત્તર-૭૩૪ વાત અયોગ્ય છે, કેમકે કેટલાંક જડમતિવાળાને શાસ્ત્ર વ્યાખ્યાનાદિમાં વિષમપદ વાક્યોમાં વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે સંકેતપણ કરવો શક્ય નથી. કેટલાંક તો કરવા છતાં અર્થ સમજી શકતા નથી. જોકે કેટલાકને અપૂર્વમ્લેચ્છભાષાદિના શ્રવણમાં ભલે સંકેત ન કર્યો હોય છતાં જલ્દીથી કોઈપણ અર્થ સમજાય છે. ત્યાં પણ ક્ષયોપશમની જ અત્યંત કુશળતા કારણ છે. તેથી કર્મ ક્ષયોપશમમાદિ સામગ્રી સંનિધાનવાળો શબ્દ જ વાચક અને અર્થ વાચ્ય છે. આ રીતે બંનેમાં વાચ્ય-વાચક સંબંધ છે.
(૩) નિર્ગમ :- આગળ ઉદ્દેશ અને નિર્દેશથી કહેલ સામાયિક અધ્યયનની હવે ઉત્પત્તિ કહેવાશે, તે ઉત્પત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી છે. જેમકે, કયા જીવ દ્રવ્યથી આ સામાયિક અધ્યયન ઉત્પન્ન થયું ? તથા કયા ક્ષેત્રમાં અને કયા કાળમાં ભગવાને પહેલી વખત સામાયિકની પ્રરૂપણા કરી ? અને ભાવથી કયા પુરુષ વિશેષે આ સામાયિક કહ્યું છે ? આ સર્વે નિર્ગમના જ ભેદો છે, તે છ પ્રકારે છે. (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ, (૬) ભાવ, છ પ્રકારનો નિર્ગમનો નિક્ષેપ થાય છે, એમાં નામ અને સ્થાપના નિર્ગમ આવશ્યકની જેમ જાણવા.
દ્રવ્યનિર્ગમ :- દ્રવ્યાત્ નિર્ગમ, દ્રવ્યસ્ય નિર્ગમ.
સચિત્તાદિ ત્રણે દ્રવ્યથી સચિત્તાદિ ત્રણેનો નિર્ગમ.
૧. સચિત ભૂમિદ્રવ્યથી – સચિત-અંકુર, મિશ્ર-પતંગીયું, અચિત્ત-બાષ્પદ્રવ્ય
Page #30
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨. મિશ્ર-સ્ત્રી દ્રવ્યથી – સચિત્ત-કૃમી, મિશ્ર-ગર્ભદ્રવ્ય, અચિત્ત-શોણિત ૩. અચિત્ત-કાષ્ટ દ્રવ્યથી – સચિત્ત કૃમી, મિશ્ર-ધૃણા, અચિત્ત-વૃણાનું ચૂર્ણ.
અથવા વિકલ્પના વશથી સર્ભાવથી અથવા ઉપચારથી જે દ્રવ્યનો જે દ્રવ્યથી નિર્ગમ થાય, તે પણ દ્રવ્ય નિર્ગમ કહેવાય છે. (૧) યથાસભાવ – દુધમાંથી ઘી વગેરે અહીં, ભૂમિમાંથી સંમૂચ્છિમ તાડની ઉત્પત્તિની જેમ દૂધમાંથી ઘી નીકળતું દેખાતું નથી, પણ ઘી આદિના પરિણામ કારણરૂપે દુધ જણાય છે. તેથી વિકલ્પ વશાત્ સભાવથી દ્રવ્યનિર્ગમ કહેવાય છે. (૨) ઉપચાર – રૂપિયાથી ભોજનાદિ.
ક્ષેત્રનિર્ગમ :- ક્ષેત્રનો નિર્ગમ પણ સ્વરૂપથી નથી. કારણ કે, તે અક્રિય છે. પરંતુ ક્ષેત્રથી દ્રવ્ય નિર્ગમ થાય છે. જેમકે, ક્ષેત્રા-આયુષયાદિ સમયે ઉર્ધ્વ-અધોલોકાદિક્ષેત્રથી દેવ-નારક દ્રવ્યનો નિર્ગમ. ક્ષેત્રે-ધાન્યાદિનો નિર્ગમ. ઉપચારથી ક્ષેત્રસ્ય-જેમકે લોકક્ષેત્રથી નિષ્કટો નીકળ્યા, તે ભલે સ્વરૂપથી અવસ્થિત છે છતાં નિર્ગમક્રિયાના અભાવે પણ નીકળેલા જેમ સમજાય છે.
નિર્ગત ક્ષેત્ર – રાજકુલાત જેમકે રાજકુળથી ક્ષેત્ર પ્રાપ્ત થયું, ભરતાદિક્ષેત્રદુષમાદિકાલાત્ દુકાળના ઉપદ્રવથી ભરતાદિ ક્ષેત્ર નીકળ્યું, ઇત્યાદિ.
કાળઃ- સ્વરૂપથી નિષ્ક્રિય છે, દ્રવ્યદ્વારથી જ તેની ક્રિયા પ્રવૃત્તિ છે, જેમકે હરિયાળી જે વર્ષાદિ કાળમાં ઉત્પન્ન થાય છે. તે કાળનિર્ગમ અથવા ઉપચારથી-શબ્દ સમયે એ પ્રગટ્યો, દુકાળથી પાર ઉતર્યા, બાળકાળથી નીકળ્યો વગેરે.
ભાવ:- ભાવનિર્ગમ પણ કાળની જેમ દ્રવ્યધર્મ જ છે.
આ રીતે છ પ્રકારના નિર્ગમ કહીને હવે પ્રકૃતિમાં જેનું પ્રયોજન છે તે પ્રશસ્તભાવ નિર્ગમમું સ્વરૂપ બતાવે છે.
મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ રૂપ અપ્રશસ્તભાવોમાંથી મુક્તિપદની પ્રાપ્તિમાં કારણભૂત સમ્યક્તાદિ ગુણ રૂપ પ્રશસ્તભાવમાં નિર્ગમ, તે પ્રશસ્તભાવ નિર્ગમ.
પ્રસ્તુતમાં સામાયિક અધ્યયન છે તે ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે. એટલે અહીં તે જ પ્રશસ્ત ક્ષાયોપશમિક ભાવથી જે મહાવીરથી નિર્ગમરૂપ પ્રસૂતિ છે તેનો જ વિશેષાધિકાર છે તથા અપ્રશસ્તમિથ્યાત્વાદિ વિષય-ઔદાયિકભાવનો જે નાશ છે તેનો પણ અધિકાર છે. આ સિવાયના બીજા નિર્ગમના દ્રવ્યાદિ ભેદો પ્રસ્તુત પ્રશસ્તભાવ નિર્ગમના કારણભૂત છે. જેમકે -
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧) જે દ્રવ્યથી સામાયિક નીકળ્યું તે-શ્રીમન્મમહાવીર સ્વામી-ગણધરલક્ષણ દ્રવ્ય. (૨) જે ક્ષેત્રમાં સામાયિક નીકળ્યું તે – મહસેનવન. (૩) જે કાળમાં સામાયિક નીકળ્યું તે – પ્રથમ પૌરુષીરૂપ પ્રમાણકાળ. (૪) ભાવથી -ભાવપુરુષ-શ્રીમહાવીરજીવ લક્ષણ ભાવપુરુષથી જ સર્વ નીકળ્યું છે. દ્રવ્યનિર્ગમમાં ગા.૧૫૪૯ થી ૨૦૨૪ સુધી ગણધરવાદનું વિસ્તૃત વર્ણન છે.
ગણાવરવાદ
(૧) ઇન્દ્રભૂતિ-આત્મા છે કે નહિ?
જીવ-આત્મા પ્રત્યક્ષાદિ કોઈપણ પ્રમાણોથી સિદ્ધ નથી એવી ઈન્દ્રભૂતિ ગૌતમની દલીલો પ્રભુ વીર જણાવે છે –
હે ગૌતમ ! તને જીવ સંબંધી સંદેહ છે કારણ કે, તે ઘટાદિની જેમ પ્રત્યક્ષથી દેખાતો નથી અને લોકમાં જે અત્યંત અપ્રત્યક્ષ છે તે આકાશ કુસુમની જેમ વિદ્યમાન પણ નથી. આત્મા અનુમાનથી પણ તારા મતે પ્રત્યક્ષ નથી. કેમકે, પ્રત્યક્ષથી ઉપલબ્ધ લિંગાદિના સંબંધથી સર્વઅનુમાનો થાય છે. અને જીવની સાથે પૂર્વે તેવા પ્રકારના લિંગના સંબંધનું કોઈપણ દર્શન થતું નથી. કે જેથી કરી તે લિંગ જોવાથી કે સંબંધના સ્મરણથી જીવની પ્રતીતિ થાય. વળી આત્મા આગમથી પણ કોઈને પ્રત્યક્ષ જણાયો નથી, કે જેથી તેનું વચન આગમરૂપ મનાય. અને જે આગમો છે તે પણ પરસ્પર વિરૂદ્ધ છે, આમ આત્મા સર્વપ્રમાણોથી જણાતો નથી. એટલે તને સંશય પડ્યો છે કે આત્મા છે કે નહિ ?
આત્માના અભાવના હેતુઓ :- આત્મા પ્રત્યક્ષથી અત્યંત દેખાતો નથી એટલે નથી, કારણ કે લોકમાં જે વસ્તુનો અત્યંત અભાવ હોય તે આકાશ કુસુમની જેમ નથી જ, અને જે પદાર્થ હોય છે તે ઘટ-પટની જેમ પ્રત્યક્ષ જણાય છે. જો કે અણુઓ અપ્રત્યક્ષ છે છતાં ઘટપટાદિ કાર્યપણે પરિણત થયેલા પ્રત્યક્ષથી દેખાય છે. તેથી અણુઓ છે એમ મનાય છે. તેમ આત્મા ક્યારેય પ્રત્યક્ષ થતો નથી. માટે આત્માનો અત્યંત અભાવ છે.
આત્મા અનુમાન પ્રમાણથી પણ જણાતો નથી. કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક વર્તે છે. જેનાથી અતીન્દ્રિય અર્થ જણાય અને જે અદશ્ય અર્થને જણાવે તે લિંગ-ધૂમ વગેરે અને એ લિંગથી જે જણાય તે લિંગી-અગ્નિ વગેરે. આ લિંગ અને લિંગીનો રસોડા આદિમાં અન્વયવ્યતિરેકથી વ્યાપ્તિભાવ પ્રત્યક્ષથી જાણ્યા પછી, ક્યારેક પર્વત ઉપર ધૂમ લેખા જોઈને
Page #32
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર પૂર્વગૃહીત સંબંધના સ્મરણ દ્વારા ખ્યાલ આવે. જેમકે, જ્યાં ધૂમ ત્યાં અગ્નિ હોય. અહીં, પૂર્વે રસોડાદિમાં જોયા પ્રમાણે પર્વત પર જોયેલા ધૂમાડાના લિંગથી પ્રમાતા અગ્નિરૂપ લિંગીનું ભાન કરે છે. અહીં આત્મારૂપ લિંગી સાથે તેવા કોઈપણ લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ નથી કે જેથી તેના સ્મરણથી તેના લિંગદર્શનથી આત્મા સંબંધી પ્રતીતિ થાય. દેવદત્તની જેમ સૂર્યની દેશાંતર પ્રાપ્તિથી તેની ગતિમાનતા છે. આવા સામાન્યતો દષ્ટ નામના અનુમાનથી સૂર્યાદિની જેમ આત્માની સિદ્ધિ થશે. એવું માનવું પણ યોગ્ય નથી. કેમકે, દાંતના ધર્મી દેવદત્તમાં સામાન્યથી ગતિપૂર્વક દેશાંતર પ્રાપ્તિ પ્રત્યક્ષથી નક્કી કરીને પ્રમાતા સૂર્યમાં પણ ગતિ સિદ્ધ કરે છે. તેથી તે યોગ્ય છે. પણ જીવની વિદ્યમાનતા વિના નહિ રહેનારો કોઈ પણ હેતુ અહીં પ્રત્યક્ષ જણાતો નથી. એટલે આ અનુમાનથી પણ આત્મા સિદ્ધ થતો નથી.
આગમથી પણ આત્મા સિદ્ધ થતો નથી. કેમકે, તે પણ અનુમાનરૂપ જ છે, કારણ કે શબ્દપ્રમાણને જ આગમ કહેવાય છે. શબ્દ બે પ્રકારે છે. (૧) દષ્ટ અર્થ વિષય અને (૨) અદષ્ટ અર્થ વિષય. તેમાં, શબ્દથી દષ્ટ અર્થ વિષયક જે પ્રતીતિ થાય તે વાસ્તવમાં અનુમાનથી જ થાય છે. જેમકે ક્યારેક પહોળા પેટવાળા, ઊંચા કાંઠા ગોળ ગ્રીવાદિ આકારવાળા ઘટ પદાર્થમાં “ઘટ’ શબ્દનો પ્રયોગ થતો જોઈ પછી કોઈ વખત “ઘટ લાવ' એવો શબ્દ સાંભળતા પહોળા પેટવાળાદિ આકારવાળો પદાર્થ ઘટ કહેવાય છે, એવા પદાર્થમાં જ ઘટ શબ્દનો પ્રયોગ થાય છે, પહેલાં પણ આવા પદાર્થમાં એ જ શબ્દનો પ્રયોગ થયો હતો અને અત્યારે પણ એ જ સંભળાય છે માટે તેવા આકારવાળો પદાર્થ માટે લાવવો એ પ્રમાણે અનુમાન કરીને પ્રમાતા ઘટ લાવે છે, એટલે દાર્થ સંબંધિ શબ્દ પ્રમાણ વસ્તુતઃ અનુમાનથી ભિન્ન નથી. એમ અહીં શરીર વિના અન્યત્ર આત્મા શબ્દનો પ્રયોગ જણાતો નથી કે જ્યાં “આત્મા” એવો શબ્દ સાંભળીને “આત્મા છે” એવો પ્રત્યય થાય. વળી, સ્વર્ગ-નરકાદિ અદષ્ટ અર્થવિષયક જ્ઞાન પણ અનુમાનથી જુદું નથી, જેમકે આપ્તવચન અવિસંવાદી હોવાથી ચંદ્ર-સૂર્યના ગ્રહણાદિ વચનોની જેમ સ્વર્ગ-નરકાદિ અષ્ટાર્થ વિષયક વચન પ્રમાણ છે. તેવું જ્ઞાન થતું પણ અનુમાનરૂપ જ છે. અહીં, એવા કોઈ આપ્તપુરુષને જોતા નથી કે જેને આત્મા પ્રત્યક્ષ હોય તેથી તેનું વચન આગમરૂપ માનીએ.
વળી, જુદા-જુદા દર્શનવાળાના આગમો પણ પરસ્પર વિરૂદ્ધ છે જેમકે – નાસ્તિકો આત્માનો અભાવ જ માને છે. તેઓ કહે છે – “ભદ્ર ! જેટલી આ ઈન્દ્રિયગોચર છે તેટલી જ દુનિયા છે, તે સિવાય પુણ્ય-પાપ-પરલોક જેવું કાંઈ નથી, કેમકે પોતાની બહેનને ફસાવવા તેણે વરુનાં પગલાં બનાવી સવારે પંડિતો અહીં વરુ આવ્યો હશે એમ કહેવા લાગ્યા ત્યારે તેણે કહ્યું કે) છૂપી રીતે આપણે હાથથી પાડેલાં પગલાઓ કે જે પંડિતો વરુના પગલાં કહે છે તે તું જો. નાસ્તિકો આ રીતે આત્માનો અભાવ બતાવે છે. ભટ્ટ પણ એવું જ કહે છે
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
“વિજ્ઞાન ન તેઓ ભૂતેશ્ય: સમુત્થાય તાજોવાનુભવનતિ, 7 પ્રેત્યસંજ્ઞાતિ” એટલે કે વિજ્ઞાનધન આત્મા પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થઈને તે ભૂતોનો નાશ થતાં આત્માનો પણ નાશ થાય છે, તેથી મૃત્યુ પછી પરલોક નથી, તથા બૌદ્ધો કહે છે – “ર રૂi fપક્ષવ: ! પુનઃ" હે ભિક્ષુઓ! પુદ્ગલ (જીવ)ને રૂપ નથી. વગેરે આગમવચનો આત્માનો અભાવ બતાવનારા છે, વળી કેટલાંક આગમોમાં આત્માનું અસ્તિત્વ પણ જણાય છે. વેદમાં કહ્યું છે - "न हि वै सशरीरस्य प्रियाप्रिययोरपतिरस्ति अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः" સશરીરીને પ્રિય-અપ્રિયનો વિયોગ નથી. અને અશરીરીને પ્રિય-અપ્રિય સ્પર્શતા નથી. તથા “નહોત્ર દુયાત્ સ્વામ:” સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો. વળી કપિલમુનિના આગમમાં - “તિ પુરુષોત્ત નિ મોજ fકૂપ:” વગેરે આગમો આત્માનો ભાવ જણાવે છે. આમ, પરસ્પર વિરોધ પ્રતિપાદક આગમો હોવાથી આગમ પ્રમાણથી પણ આત્મા અસિદ્ધ છે.
ઉપમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. “ સદો ગવ:” વગેરે દૂર રહેલા પદાર્થમાં સમાનતાની બુદ્ધિ ઉપમાન પ્રમાણથી થાય છે. પરંતુ, આખા લોકમાં આત્મા જેવી બીજી કોઈ વસ્તુ નથી કે જેને જોવાથી તેના સમાન આત્મા છે એવી પ્રતીતિ થાય, કાળઆકાશ-દિશા વગેરે આત્માની સમાન છે એમ કહેવું પણ યોગ્ય નથી, કેમકે એ પદાર્થોની માન્યતા પણ વિવાદવાળી છે તો તેના જેવો આત્મા કેમ કહી શકાય ? વળી આત્મા વિના ન ઘટી શકે એવો કોઈ પદાર્થ જોવા-સાંભળવામાં આવ્યો નથી કે જેથી આત્માની સિદ્ધિ થાય. માટે આત્મા સર્વપ્રમાણના વિષયથી બહાર છે એવું તું માને છે, કારણ કે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ કરનાર પાંચે પ્રમાણના વિષય રહિત આત્મા હોઈ પદાર્થનો અભાવ સિદ્ધ કરનાર અભાવ પ્રમાણનો એ વિષય છે, એટલે કે આત્મા નથી.
હવે, ગૌતમના આ સંશયનું વર્ણન કરીને પરમાત્મા તેનું નિવારણ કરે છે.
ગૌતમ ! આત્મા તને પણ પ્રત્યક્ષ છે તો અન્ય પ્રમાણની શું જરૂર છે? કારણ કે તારા હૃદયમાં જે આ સ્વસંવેદન સિદ્ધ સંશયાદિ જ્ઞાન ઑરે છે તે જ આત્મા છે, એ જ્ઞાન આત્મા સિવાય હોઈ ન શકે, માટે આત્મા પ્રત્યક્ષ છે એટલે અન્ય પ્રમાણથી સિદ્ધ કરવું જરૂરી નથી. પ્રત્યક્ષ સિદ્ધ છતાં સધાય છે એમ કહેવું યોગ્ય નથી. કેમકે સર્વપ્રત્યયો પ્રત્યય હોવાથી સ્વપ્નના પ્રત્યયની જેમ આલંબન રહિત છે. વગેરે બાધક પ્રમાણનું ત્યાં નિરાકરણ કરેલું છે. પણ અહીં પ્રત્યક્ષમાં કોઈ બાધક પ્રમાણ નથી માટે આત્મા પ્રત્યક્ષ છે.
અથવા મેં કર્યું - કરું છું - કે કરીશ વગેરે ત્રિકાળ વિષયી કાર્ય વ્યપદેશમાં જે “હું” પ્રત્યય થાય છે એનાથી આત્મા પ્રત્યક્ષ છે, “અહ” પ્રત્યય લિંગરહિત હોવાથી અનુમાનથી થતો
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫
ગુજરાતી પ્રશ્નોત્તર નથી, આગમાદિથી પણ થતો નથી, કેમકે પ્રમાણ ન જાણનારા બાળ-ગોપાળ આદિને પણ હૃદયમાં સ્વસંવેદ્ય “અહં” પ્રત્યયની પ્રતીતિ થાય છે. જે ઘટ-ઘટાદિમાં નથી. તેથી આત્મા પ્રત્યક્ષ છે.
જીવનો અભાવ હોય તો હું એમ તમે કઈ રીતે માનો છો? કેમકે, વિષયના અભાવે વિષયનો અભાવ હોય છે, જો શરીરને વિષય માને તો જીવરહિત શરીરમાં પણ બહું પ્રત્યય થવો જોઈએ. વળી, જીવસંબંધી “હું” પ્રત્યય થતાં “હું છું કે નથી' એવો સંશય તને કઈ રીતે થાય? “હું એવા પ્રત્યયથી ગ્રાહ્ય આત્મા સદ્ભાવે “હું છુંનો નિશ્ચય થાય છે. જો સંશય હોય તો "હું" પ્રત્યય કોને થાય ? આત્માના અભાવે તો તે પ્રત્યય ન જ થાય.
વળી, આત્માના અભાવે ‘હું છું કે નથી?' એવો સંશય કોને થાય? કેમકે, સંશય એ વિજ્ઞાન નામનો ગુણ છે, અને ગુણ સિવાય ગુણી હોઈ જ ન શકે, જો શરીરને ગુણી માનો તો યોગ્ય નથી કેમકે શરીર મૂર્ત અને જડ છે તથા જ્ઞાન મૂર્તિ અને બોધરૂપ છે, તેથી વિરૂપ પદાર્થોમાં ગુણ-ગુણીભાવ ન સંભવે એમ માનવામાં તો આકાશ અને રૂપમાં પણ ગુણગુણીભાવ માનવો પડે. વળી, જેને આત્માસ્તિત્વમાં શંકા હોય તેને કર્મના બંધ-મોક્ષ-ઘટ-પટ આદિ બધી વસ્તુમાં શંકા હોય. કેમકે આત્માના અસ્તિત્વના નિશ્ચયમાં જ સર્વવસ્તુનો નિશ્ચય થાય. વળી, (૧) “હું” એવા પ્રત્યયથી પ્રત્યક્ષ એવા આત્માને છુપાવનારને “શબ્દ અશ્રાવણ છે વગેરે વચનની જેમ પ્રત્યક્ષ વિરૂદ્ધ નામનો પક્ષાભાવ નામનો દોષ છે. (૨) “શબ્દ નિત્ય છે” એવા વચનની જેમ તેમનું વચન અનુમાન વિરૂદ્ધ પણ છે. (૩) “હું સંશયી છું' એમ માનીને પછી “હું નથી” એમ કહેનારને “કર્તા અનિત્ય છે, આત્મા અચેતન છે” વગેરે સાંખ્ય દર્શનના વચનની જેમ અભ્યપગમ વિરોધ નામનો દોષ પ્રાપ્ત થાય છે. (૪) બાળ-ગોપાળસ્ત્રી આદિને પ્રસિદ્ધ એવા આત્માના અપલાપ કરનારનું વચન “ચંદ્ર નથી” જેવા વચનની જેમ લોકવિરૂદ્ધ છે. (૫) “હું છું, કે નથી ?' એમ બોલનારનું વચન “મારી માતા વાંઝણી છે” વગેરે વચનની જેમ સ્વવચન વ્યાઘાતવાળું છે. આ રીતે પ્રત્યક્ષાદિ બાધિત પક્ષમાં પક્ષધર્મતાથી તારો હેતુ હોવાથી તે અસિદ્ધ છે. પિશાચાદિમાં પાંચમાંથી એકે પ્રમાણ પ્રવર્તતું નથી. તેથી પાંચ પ્રમાણનો વિષય જેમાં ન હોય એ અસત્ છે એ તારો હેતુ પણ અનેકાંતિક છે. તથા આત્મા અનુમાન પ્રમાણથી સિદ્ધ થતો હોવાથી તારો હેતુ વિપક્ષમાં રહી જતો હોવાથી તે હેતુ વિરૂદ્ધ પણ છે.
સ્મૃતિ-જિજ્ઞાસા-સંશય વગેરે જ્ઞાન એ આત્માના ગુણો છે તે સ્વસંવેદ્ય પ્રત્યક્ષ સિદ્ધ છે એટલે તે ગુણોવાળો આત્મા પણ પ્રત્યક્ષ છે. જેના ગુણો પ્રત્યક્ષ તે ગુણી પણ પ્રત્યક્ષ.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૭૩૫ – ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણી પ્રત્યક્ષ થાય છે એ હેતુ અનેકાંતિક છે. જેમકે, આકાશનો ગુણ શબ્દ પ્રત્યક્ષ છે પણ તે ગુણવાનું આકાશ પ્રત્યક્ષ નથી થતું એ કઈ રીતે તમે નહિ માનો?
ઉત્તર-૭૩૫ - શબ્દ એ આકાશનો ગુણ નથી પણ રૂપ આદિની જેમ ઈન્દ્રિય ગ્રાહ્ય હોવાથી પુદ્ગલનો ગુણ છે. એટલે તે ગુણ પ્રત્યક્ષ થવાથી આકાશ ક્યાંથી પ્રત્યક્ષ થાય? ન
જ થાય.
પ્રશ્ન-૭૩૬ – ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણીને શું?
ઉત્તર-૭૩૬ – તું ગુણોથી ગુણીને ભિન્ન માને છે? કે અભિન્ન માને છે? જો અભિન્ન માનતો હોય તો જ્ઞાનાદિ ગુણને ગ્રહણ કરવા માત્રથી જ તે ગુણવાન આત્મા પ્રત્યક્ષથી ગ્રહણ કરાય એમ સિદ્ધ થયું. કેમકે જે જેનાથી અભિન્ન હોય, તેનું તેને ગ્રહણ કરવાથી ગ્રહણ થાય છે. જેમ વસ્ત્રમાં રહેલો રંગ વસ્ત્રથી અભિન્ન હોવાથી વસ્ત્રના પ્રહણથી રંગ પણ ગ્રહણ કરાય છે. તેમ જ્ઞાનાદિ ગુણોથી અભિન્ન તે આત્મા છે. તેથી તેના ગુણો રહણ થવાથી તે ગુણવાનું આત્મા પણ પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે. જો ગુણથી ગુણીને ભિન્ન માને તો ઘટાદિ ગુણી તેના રૂપાદિ ગુણોથી જે પ્રત્યક્ષ ગ્રહણ થાય છે તે ન થવું જોઈએ. જેમ ઘટ ગ્રહણ કરવાથી તેનાથી ભિન્ન એવા પટનું ગ્રહણ થતું નથી. તેમ અહીં પણ ગુણથી ભિન્ન એવા ગુણોના ગ્રહણથી ગુણીનું ગ્રહણ ન થવું જોઈએ. જો એમ કહે કે દ્રવ્યવિના ગુણો હોય નહિ, તેથી રૂપાદિ ગુણો પ્રત્યક્ષ થતાં ઘટાદિ પ્રત્યક્ષ થાય છે, તો આત્મામાં પણ એમ જ છે.
પ્રશ્ન-૭૩૭ – ભલે, જ્ઞાનાદિ ગુણોવાળો ગુણી હોય, પરંતુ શરીરથી ભિન્ન હોય એવો ગુણી કોઈ આત્મા પદાર્થ નથી કે જેમાં એ જ્ઞાનાદિ ગુણો હોય, જેમ રૂપાદિ ગુણોવાળો ઘટ છે. તેમ જ્ઞાનાદિ ગુણોવાળું શરીર જ છે. કેમકે ગોરાપણું-પાતળાપણું-જાડાપણું વગેરેની જેમ તે પણ શરીરમાં જ જણાતા હોવાથી તેને શરીરના ગુણો માનવામાં શો વાંધો છે?
ઉત્તર-૭૩૭ – એમ માનવું યોગ્ય નથી, કેમકે ઘટની જેમ શરીર મૂર્તિમાનું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી અમૂર્ત એવા જ્ઞાનાદિ ગુણો તે શરીર સંબંધી નથી હોતા, અને દ્રવ્ય વિના ગુણો ન રહે એટલે જે તે ગુણોના જેવો અમૂર્ત અને અચાક્ષુષ છે તે શરીરથી ભિન્ન એવો ગુણી આત્મા છે.
પ્રશ્ન-૭૩૮– તમે કહો છો કે જ્ઞાનાદિ ગુણો શરીરના નથી એ તો પ્રત્યક્ષથી વિરૂદ્ધ વચન છે કારણ કે તે ગુણો તો શરીરમાં પ્રત્યક્ષથી જણાય જ છે ને?
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૩૮ – એ બરાબર નથી. આ તારૂં વચન અનુમાનથી બાધિત છે, કારણ કે ઈન્દ્રિયોથી ભિન્ન જ્ઞાતા, ઈન્દ્રિયોનો ઉપશમ થયા છતાં ઈન્દ્રિયો વડે જાણેલા પદાર્થનું સ્મરણ કરે છે, “જે જેનો ઉપશમ થયાં છતાં પણ તેથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે. તે તેનાથી ભિન્ન હોય છે. એ રીતે તેને પણ સ્વશરીરમાં દેશથી આત્મા પ્રત્યક્ષ છે, છદ્મસ્થને સર્વ વસ્તુ દેશથી જ જણાય છે. સર્વપ્રકારે તે કેવળીને જ સર્વવસ્તુ પ્રત્યક્ષ છે, એટલે મને અપ્રતિહત જ્ઞાન હોવાથી આત્મા સર્વ પ્રકારે પ્રત્યક્ષ છે. જેમ તારૂં સંશયજ્ઞાન અતિન્દ્રિય છતાં મને પ્રત્યક્ષ છે એમ આત્મા પણ જણાય છે, માટે આત્મા છે એ સ્વીકાર કર. એ પ્રમાણે જેમ સ્વશરીરમાં આત્મા છે, તેમ પરશરીરમાં પણ છે એમ અનુમાનથી માન. જેમ તારા શરીરમાં આત્મા હોવાથી ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ છે તેમ પરમાં પણ છે માટે તે આત્માવાળું છે, ઘટમાં તેમ દેખાતું નથી. આ અનુમાનથી પરશરીરમાં પણ આત્મસિદ્ધિ માન.
પ્રશ્ન-૭૩૯- લિંગના દર્શનથી પણ કોઈ લિંગી આત્મા અનુમય નથી. કેમકે, સસલાના શીંગડાની જેમ કોઈએ પણ પૂર્વમાં કોઈપણ લિંગથી આત્મા જાણેલો નથી. એટલે લિંગલિંગીનો પૂર્વ સંબંધ ગ્રહણ ન થવાથી લિંગ વડે પણ આત્માનું અનુમાન કઈ રીતે કરશો?
ઉત્તર-૭૩૯ – તારી માન્યતામાં હેતુ અનેકાંતિક છે, કેમકે જેને ભૂતનો વળગાડ થયેલો હોય તેવા લિંગની સાથે લિંગી ભૂતાદિ પૂર્વે નહિ જોવા છતાં પણ અકારણ હાસ્ય-ગાનાદિ વિકારરૂપ લિંગદર્શનથી શરીરમાં ભૂતાદિનું અનુમાન થાય છે તે આબાલ-ગોપાલ પ્રતીત છે, વળી શરીર આદિમાન અને પ્રતિનિયત આકારવાળું હોવાથી ઘટની જેમ તેનો કોઈ કર્તા છે. જેનો કોઈ કર્તા ન હોય તે આકાશની જેમ આદિમાન અને પ્રતિનિયત આકારવાળું ન હોય. અહીં શરીરનો જે કર્તા છે તે આત્મા છે.
પ્રશ્ન-૭૪૦– તો પછી પ્રતિનિયત આકારવાળા તો મેરૂ આદિ પણ છે અને એનો કોઈ કર્તા પણ નથી તો તમારા આપેલા હેતુમાં વ્યાભિચાર કેમ નહિ થાય?
ઉત્તર-૭૪૦ – સમજ્યા વગર તું બોલે છે, એ વ્યાભિચાર ન આવે તે માટે તો અમે આદિમાનું વિશેષણ જોડ્યું છે. એટલે હવે, તારો માનેલો દોષ નહિ રહે.
તથા જેમ ચક્ર-ચીવર-માટી-સૂત્ર-દંડ વગેરે કરણોનો અધિષ્ઠાતા-સ્વામી કુંભાર છે તેમ ઈન્દ્રિયો પણ કરણભૂત હોવાથી તેનો કોઈ સ્વામી છે, જેનો કોઈ સ્વામી ન હોય તે આકાશની જેમ કરણ પણ ન હોય. અહીં કરણભૂત ઈન્દ્રિયોનો સ્વામી આત્મા છે.
જેમ લોકમાં સાણસો અને લોખંડને ગ્રહણ કરનાર લુહાર છે, તેમ જ્યાં-જ્યાં આદાનઆદેય ભાવ છે, ત્યાં-ત્યાં તેનો ગ્રાહક અવશ્ય હોય. અહીં ઈન્દ્રિયો અને વિષયનો આદાનભાગ-૨/૩
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આદેયભાવ છે, તેથી તેનો ગ્રાહક પણ કોઈ છે, તે જ આત્મા છે. એનાથી વિપરિત જ્યાં જ્યાં આદાન-આદેય ભાવ નથી દેખાતો ત્યાં-ત્યાં આદાતાનો પણ આકાશની જેમ અભાવ હોય છે.
જેમ ભોજન-સ્ત્રી-વસ્ત્ર વગેરે ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પુરુષ છે. તેમ શરીર પણ ભોગ્ય હોવાથી તેનો પણ કોઈ ભોક્તા છે. અને જેનો કોઈ ભોક્તા નથી તે ગધેડાના શિંગડાની જેમ ભોગ્ય પણ નથી. અહીં શરીરનો ભોક્તા જે છે તે આત્મા સિવાય કોણ સંભવે ?
તથા શરીર વગેરે સંઘાતરૂપ-મૂર્તિમાનું ઈન્દ્રિયવાળું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી, જેમ સંઘાતરૂપાદિવાળા ઘર વગેરેનો સ્વામી છે. જે સ્વામી વગરનું છે, તે આકાશકુસમની જેમ સંઘાતાદિ સ્વરૂપ પણ ન હોય. અહીં શરીરાદિ પણ સંઘાતાદિ સ્વરૂપ છે માટે તેનો સ્વામી પણ છે. તે આત્મા છે.
પ્રશ્ન-૭૪૧ – “શરીરાદિનો કોઈ કર્તા છે” એમ કહેવા દ્વારા શરીરાદિના કર્તા તો સિદ્ધ થયા પણ એમાં આત્માની સિદ્ધિ ક્યાં?
ઉત્તર-૭૪૧ – શરીર-ઈન્દ્રિય વગેરેનો કર્તા-અધિષ્ઠાતા આદાતા-ભોક્તાપણે કહેલ છે તે સર્વ આત્મા છે. તે સિવાય બીજા ઈશ્વરાદિને તેના કર્તા વગેરે માનવા યોગ્ય નથી.
પ્રશ્ન-૭૪૨ – તમે આપેલા હેતુ અમૂર્ત આત્માને સાધનારા નથી પણ તેની વિરુદ્ધતા સાધનારા હોવાથી વિરુદ્ધ હેતુઓ છે, જેમકે – ઘટાદિ પદાર્થના કર્તા કુંભારાદિ મૂર્તિમાનસંઘાતરૂપ અને અનિત્યાદિ સ્વભાવવાળા છે. એટલે જીવ પણ એવો જ સિદ્ધ થશે, આથી તમારા હેતુઓ સાથે વિરુદ્ધ સાધનારા કેમ ન કહેવાય?
ઉત્તર-૭૪૨– તમારી વાત અયોગ્ય છે, કેમકે સંસારી જીવને સિદ્ધ કરતાં આ દોષ નહિ આવે, કેમકે તે આત્મા આઠ કર્મપુદ્ગલના સમૂહવાળો અને સશરીરી હોવાથી કાંઈક મૂર્ત ધર્મવાળો છે જ. એટલે અમારે સાધ્ય વિરૂદ્ધ કાંઈ સાધવાનું નહિ થાય અને હેતુ વિરૂદ્ધ પણ નહિ થાય.
બીજી રીતે અનુમાનથી આત્માની સિદ્ધિ :
ગૌતમ! તને જીવ સંબંધી સંશય થયો છે. માટે જીવ અવશ્ય છે. કેમકે જે સંબંધી સંશય થાય તે વસ્તુ અવશ્ય હોય જ છે. જેમ સ્થાણુ અને પુરુષમાં ઊંચાઈ-પહોળાઈ વગેરે સમાન ધર્મોના પ્રત્યક્ષપણાથી અને ગતિ-મસ્તક ખંજવાળવું – પક્ષી ઉડવું – લતા ચડવું વગેરે પુરુષ તથા સ્થાણુના ભિન્ન (૨) ધર્મો પ્રત્યક્ષ ન થવાથી બંનેમાં રહેલા ધર્મોના સ્મરણ માત્રથી સ્થાણુ
Page #38
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯
કે પુરુષનો નિશ્ચય કરવા ઈચ્છનારને ‘આ શું છે ?’ એવો વિમર્શરૂપ સંશય થાય છે એમાં પુરુષ કે સ્થાણુ આદિ વસ્તુનો અભાવ નથી. કેમકે જે વસ્તુ જ ન હોય તેનો સંશય પણ ક્યાંથી થાય ? આ રીતે આત્મા અને શરીરના સામાન્ય-વિશેષ ધર્મ જાણનાર પ્રમાતા બંનેના સામાન્યધર્મો પ્રત્યક્ષ થવાથી અને વિશેષધર્મો પ્રત્યક્ષ ન થવાથી બેમાંથી એકનો નિશ્ચય કરવા સંશય કરે ‘આ આત્મા છે ? કે કેવલ શરીર છે ?’ આવો સંશય આત્મા કે શરીર બંને સ્વતંત્ર હોય તો જ થાય છે એકના પણ અભાવમાં ન થાય.
પ્રશ્ન-૭૪૩ અરણ્યમાં સ્થાણુ-પુરુષનો સંશય થતાં ત્યાં અથવા અન્ય સ્થળે બેમાંથી એક વસ્તુ હોય છે, પણ બંને વસ્તુ નથી હોતી તો પછી વિદ્યમાન વસ્તુમાં જ સંશય થાય, એમ કેમ કહો છો ?
ઉત્તર-૭૪૩ – તું સમજ્યા વગર બોલે છે, કારણ કે અમે એવું કાંઈ નથી કહેતા કે તે જ સ્થળે બંને વસ્તુ હોવી જોઈએ, અમે તો એમ કહીએ છીએ કે જે સંબંધી સંદેહ થાય તે વસ્તુ ત્યાં અથવા અન્ય સ્થળે અવશ્ય હોય જ છે, જીવ વિશે પણ સંશય થાય છે. માટે જીવ પણ
જ.
પ્રશ્ન-૭૪૪ – જો એ પ્રમાણે જેના સંબંધી સંશય થાય તે વસ્તુ અવશ્ય હોવી જ જોઈએ એમ તમે કહો છો તો કોઈને ગધેડાના શિંગડા વિશે સંશય થાય, જેમકે ‘આ ગધેડાના શિંગડા છે કે કોઈ બળદ વગેરેનાં છે ?’ એવા સંશયના ફળભૂત ત્યાં ગધેડા પણ હોવા જોઈએ ને ?
ઉત્તર-૭૪૪ – અરે ! હમણાં જ તો કહ્યું છે ત્યાં અથવા બીજે ઠેકાણે વિદ્યમાન વસ્તુ હોય, તો તેમાં સંશય થાય છે. અવિદ્યમાન વસ્તુમાં નહિ, ગધેડાને શિંગડાનો અભાવ છે, પણ અન્યત્ર બળદ વગેરેને તો છે જ, માટે કાંઈ પણ દોષ નથી.
અન્ય પ્રકારે આત્માની સિદ્ધિ કરે છે.
જીવરૂપ વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો પ્રતિષેધ કરનારો અજીવ છે. એથી તેનો પ્રતિપક્ષવાન્ છે. કેમકે જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ હોય છે ત્યાં તેનો પ્રતિપક્ષ હોય છે. જેમ અઘટ તે ઘટરૂપનો પ્રતિપક્ષ છે. કેમકે અઘટ એમ કહેવામાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ કર્યો છે તેથી તેના પ્રતિપક્ષી ઘટનો સદ્ભાવ અવશ્ય હોવો જોઈએ. અને જે પ્રતિપક્ષવાન્ નથી ત્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ પણ નથી. જેમકે, અખવિષાણ-ડિત્ય વગેરે, અહીં અખવિષાણ એટલે ખવિષાણરૂપ સમાસવાળા અશુદ્ધ પદનો નિષેધ કર્યો છે. એટલે ખરવિષાણનો પ્રતિપક્ષી કોઈ પદાર્થ નથી. આ રીતે ‘અડિત્ય’નો પ્રતિપક્ષ કોઈ ‘ડિત્ય’ પદાર્થ નથી. અને ‘અહીં ઘટ નથી' એવો શબ્દપ્રયોગ અન્ય ઘટના સદ્ભાવ વિના થતો નથી. તે
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રમાણે અહીં પણ “આત્મા નથી' એવો આત્માનો નિષેધક શબ્દ કોઈપણ જગ્યાએ આત્માના સદ્ભાવ વિના ન થઈ શકે, આટલા ઉપરથી જે તે આત્માનો નિષેધ કરે છે, તે નિષેધ જ આત્માનો સદ્ભાવ સિદ્ધ કરે છે માટે આત્મા છે.
પ્રશ્ન-૭૪૫ - ગધેડાના શિંગડા જેવા અવિદ્યમાન પદાર્થનો પણ નિષેધ તો જણાય છે તો તમે કહેલો નિષેધનો હેતુ અનેકાંતિક દોષવાળો કેમ નહિ થાય?
ઉત્તર-૭૪૫ - ના, દોષવાળો નથી, કેમકે - જે કોઈ પદાર્થનો નિષેધ કરાય છે તે અન્ય સ્થળે તો વિદ્યમાન હોય છે જ, પરંતુ તેના અમુક સ્થળે સંયોગ-સમવાય-સામાન્ય-વિશેષ એ ચારનો નિષેધ કરાય છે. સર્વથા અભાવ નથી કહેવાતો. જેમકે – “દેવદત્ત ઘરમાં નથી આ વચનમાં ઘર અને દેવદત્ત વિદ્યમાન છે, તેના સંયોગ માત્રનો નિષેધ છે. સર્વથા અભાવ નહિ. “ગધેડાના શિંગડા નથી” એ વાક્યમાં ગધેડું અને શિંગડા બંને હોવા છતાં તેના સમવાયનો નિષેધ છે. “બીજો ચંદ્ર નથી' એક ચંદ્ર છે પણ બીજો નથી. એટલે ચંદ્રના સામાન્યનો નિષેધ કર્યો છે તેનો સર્વથા અભાવ નથી કહ્યો, “ઘટ જેટલાં મોતી નથી. અહીં મોતીના ઘટ પ્રમાણતારૂપ વિશેષનો નિષેધ છે. સર્વથા મોતીનો અભાવ નથી, આ જ પ્રમાણે “આત્મા નથી' એમાં વિદ્યમાન આત્માનો કોઈ સ્થળે કોઈની સાથે સંયોગમાત્ર નથી એમ તારે માનવું, જેમકેઃ શરીર આત્મા નથી પરંતુ, આત્માનો સર્વથા અભાવ ન માનવો જોઈએ.
પ્રશ્ન-૭૪૬ - જો એ પ્રમાણે જેનો નિષેધ કરાય, તે વસ્તુ હોય છે જ - એમ કહેતા હો, તો “મારામાં પણ ત્રણ લોકનું સ્વામીપણું છે” અને “સમવાયાદિ ચાર પ્રતિષેધનો પાંચમો પ્રતિષેધ પણ છેઆ બંનેનો તમે જ નિષેધ કરેલો છે માટે એ છે - એમ માનવું જોઈએ. કેમકે, તમે જ કહો છો ને કે જેનો નિષેધ કરાય, તે વસ્તુ હોય જ છે.
ઉત્તર-૭૪૬ – ગૌતમ ! તારી આ માન્યતા અયોગ્ય છે, કેમકે જેમ મોતીઓના ઘટ પ્રમાણરૂપ વિશેષનો નિષેધ કરાય છે, તેમ ત્રિલોકની ઈશ્વરતારૂપ વિશેષ માત્રનો જ તારામાં નિષેધ કરાય છે, સર્વથા ઈશ્વરત્વનો નિષેધ નથી, કેમકે સ્વશિષ્યાદિનું ઈશ્વરત્વ તો તારામાં છે. વળી પ્રતિષેધની સંખ્યામાં પણ પાંચમી સંખ્યાનો નિષેધ છે સર્વથા પ્રતિષેધનો અભાવ નથી.
પ્રશ્ન-૭૪૭ – તમારી વાત સંબંધ વિનાની છે કેમકે મારામાં ત્રિલોક સ્વામિત્વનો અને અવિદ્યમાન એવા પાંચ સંખ્યા વિશિષ્ટ સંબંધનો નિષેધ કરાય છે. વળી, સંયોગ-સમવાયસામાન્ય અને વિશેષ તે ગૃહ, દેવદત્ત અને ખરવિષાણમાં અવિદ્યમાન છે તેનો જ નિષેધ કરાય છે. આથી, “જેનો નિષેધ કરાય તે વસ્તુ છે જ” એમ કહેવું સંબંધ વિનાનું નહિ તો શું છે?
Page #40
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧ ઉત્તર-૭૪૭ – એવું નથી, ગૃહાદિમાં જ દેવદત્તાદિના સંયોગાદિનો નિષેધ છે. અન્યત્ર નથી એટલે કે ઘરની સાથે દેવદત્તનો સંયોગ નથી અન્યત્ર ક્ષેત્રાદિ સાથે છે, એવી જ રીતે ઘરનો સંયોગ પણ દેવદત્તની સાથે નથી, બીજા ખાટલા વગેરે સામગ્રી સાથે છે. એ જ રીતે શિંગડાનો સમવાય ગધેડામાં નથી, બળાદિમાં તો છે. બીજા ચંદ્રના અભાવે ચંદ્રમાં સામાન્ય નથી, પણ બીજા ઘટ-પટાદિમાં તો છે, ઘટ જેટલું પ્રમાણ મોતીઓમાં નથી, પણ કોળા વગેરેમાં તો છે જ, ત્રિલોકનું સ્વામિત્વ તારામાં નથી પણ અન્યત્ર તીર્થંકરાદિમાં તો છે જ, પાંચ સંખ્યા પ્રતિષેધમાં નથી પણ અન્યત્ર અનુત્તર વિમાનાદિમાં તો છે જ. એ અપેક્ષાએ જ કહેવાય છે કે જેનો નિષેધ કરાય તે વસ્તુ સામાન્યથી છે જ પણ અમે એમ કહેતા નથી કે જેનો જ્યાં નિષેધ કરાય તે વસ્તુ ત્યાં જ હોવી જોઈએ કે જેથી તેં કહેલો દોષ આવે. પ્રશ્ન-૭૪૮ – હું પણ શરીરમાં જ આત્માનો નિષેધ કરૂં છું અન્યત્ર ક્યાં કરૂં છું?”
ઉત્તર-૭૪૮– તારી વાત યોગ્ય છે. કેમકે અત્યાર સુધી જે મેં જીવની સિદ્ધિ માટે યત્ન કર્યો તે તારી આ વાતથી સિદ્ધ થયો, એટલે એ સિદ્ધિ માટે હવે બીજી યુક્તિ નકામી છે. કેમકે, આત્મા શરીરના આશ્રયથી જ સિદ્ધ થાય છે. એ શરીર સિવાય અન્ય સ્થળે હોતો નથી. શરીરમાં જ આત્મા છે એમ લક્ષણથી જણાય છે.
પ્રશ્ન-૭૪૯ – તો એમ માનવામાં શું વાંધો છે કે શરીર એ જ આત્મા છે?”
ઉત્તર-૭૪૯ – એમ માનવાથી “જીવે છે, મરી ગયો, મૂચ્છ પામ્યો' વગેરે વ્યવહારની વ્યવસ્થા નહિ રહે. આ બાબતે અમે આગળ જણાવશું. ફરીથી અન્ય પ્રકારે પણ આત્માની સિદ્ધિ બતાવે છે :
જીવ એ નામ ઘટ નામની જેમ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધ પદવાળું હોવાથી સાર્થક છે, જે નામ ખરવિષાણની જેમ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું નથી તે સાર્થક નથી. જે નામ‘ડિત્યાદિની જેમ શુદ્ધ પદવાળું હોય અને વ્યુત્પત્તિવાળું ન હોય તે પણ સાર્થક નથી થતું. તેમજ, જે નામ સમાસ યુક્ત વ્યુત્પત્તિવાળું હોય પણ શુદ્ધપદવાળું ન હોય તે પણ સાર્થક ન હોય. એટલે, વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું નામ જ સાર્થક સમજવું.
પ્રશ્ન-૭૫૦ - તો પછી જીવને જ શરીર સમજો ને કેમ કે જીવ પદનો શરીર સિવાય અન્ય કોઈ અર્થ થતો નથી. કેમકે, શરીર જ સર્વવ્યાપાર કરતું જણાય છે. જેમકે, શરીરથી કોઈ કોઈને મારે છે ત્યારે કહેવાય છે કે આ જીવને મારે છે. આ કારણથી જીવ એટલે શરીર એમ કહેવું જ યોગ્ય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૭૫૦ – ના, કારણ કે શરીર અને જીવનો પર્યાય વચનથી ભેદ છે, જ્યાં-જ્યાં પર્યાય-વચનથી ભેદ છે ત્યાં-ત્યાં ઘટ અને આકાશની જેમ ભિન્નતા છે, જેમકે ઘટ-કુટ-કુંભકળશાદિ ઘટના પર્યાય છે, આકાશ-વ્યોમ-અંતરીક્ષાદિ આકાશના પર્યાય છે, અહીં પણ જીવજંતુ-અસમાન્-પ્રાણી-સત્ત્વ-ભૂત-આત્મા વગેરે જીવના પર્યાય છે. અને શરીર-તનુ-વપુ-કાય વગેરે શરીરના પર્યાય છે. આમ, પર્યાય-વચનમાં ભેદવાળી વસ્તુને પણ એક માનો તો સર્વત્ર ઐક્યનો પ્રસંગ આવે. વળી તું કહે છે શરીર જ વ્યાપાર કરતું જણાય છે ત્યાં શરીરના સાહચર્યથી ઊભા રહેવું વગેરે કાર્ય થતા હોવાથી શરીરમાં જીવનો ઉપચાર કરાય છે. અને એવું પણ કહેવાય છે “તેમાંથી જીવ ગયો, હવે શરીરને બાળી નાંખો”, આત્મા તો જ્ઞાનાદિ ગુણોવાળો છે અને શરીર જડ છે તો શરીર એ જ આત્મા કઈ રીતે કહી શકાય ?
૨૨
તથા, સંશયાદિ તારા વચનોની જેમ ‘જીવ છે’ એ મારૂં વચન હોવાથી સત્ય છે. અથવા ‘જીવ છે’ એ કથન સર્વજ્ઞનું વચન હોવાથી, તને ઈષ્ટ એવા સર્વજ્ઞના વચનની જેમ સત્ય છે. વળી, હું રાગ-દ્વેષ-ભય અને મોહથી રહિત હોવાથી મારૂં વચન દોષ રહિત અને સત્ય છે.
પ્રશ્ન-૭૫૧ – તમે સર્વજ્ઞ છો અને ભયાદિ રહિત છો એવું કઈ રીતે માનવું ?
ઉત્તર-૭૫૧ – તારી શંકા અયોગ્ય છે. કેમકે હું સર્વ સંશયોનો છેદનાર છું અને સર્વસંશયોનો છેદનાર જ સર્વજ્ઞ કહેવાય, તે બાબતમાં જે તું ત્રણ લોકમાં રહેલી વસ્તુ ન જાણતો હોય તે મને પૂછ કે જેથી તારા સર્વસંશયો હું છેલ્લું અને તને મારા સર્વજ્ઞપણાનો પ્રત્યય થાય.
વેદાન્તવાદી મત
પ્રશ્ન-૭૫૨
-
• આત્માના ઘણા પ્રકાર ન હોઈ શકે કેમકે તે સર્વત્ર એક જ છે - એક જ ભૂતાત્મા દરેક ભૂતમાં રહેલો છે, તે એક છતાં પણ પાણીમાં ચંદ્રની જેમ અનેક પ્રકારે જણાય છે. તિમિરના દોષવાળો મનુષ્ય વિશુદ્ધ આકાશને ભિન્ન ભિન્ન માત્રાઓ વડે જેમ સંકીર્ણ માને છે તેમ આ નિર્મળ-નિર્વિકલ્પ બ્રહ્મ મેલું થયેલાની જેમ અવિદ્યાથી ભેદરૂપે જણાય છે. જેનાં મૂળ ઉપર છે, શાખા નીચે છે, અને છંદો જેનાં પાંદડા છે એવા આત્માને વેદજ્ઞ અવ્યય અશ્વત્થ કહે છે. તથા પુરુષ વેત્ નિ સર્વ, ચત્ મૂર્ત, યધ્વ ભાવ્યું, તામૃતત્વસ્થેશાન:, યન્નેનાતિોહતિ, વલેનતિ, યૌત્તિ, યર્ રે, યવૃત્તિ, યવન્તરસ્ય સર્વસ્વ, યત્ સર્વસ્વાસ્ય વાદ્યત: ' એટલે આ ચેતન અચેતન જે કાંઈ દેખાય છે તે સર્વ પુરુષ-આત્મા જ છે, જે થઈ ગયું, જે થશે, જે મોક્ષનો સ્વામી છે, જે આહાર વડે વધે છે, જે કંપે છે, જે ચાલે છે એવા અશ્વાદિ, જે સ્થિર છે તે પર્વત વગેરે, મેઘ વગેરે જે દૂર છે, જે નજીકમાં છે, જે સર્વ ચેતન-અચેતનની અંદર-બાહર છે તે સર્વે પુરુષ-આત્મા જ છે એ સિવાય બીજું શું છે ?
Page #42
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩
ઉત્તર-૭પર – એ બરાબર નથી, જો એ પ્રમાણે સર્વ શરીરોમાં આકાશની જેમ એક જ આત્મા હોય તો તે આકાશની જેમ સર્વપિંડોમાં એકલિંગવાળો જણાવો જોઈએ. એમ તો છે નહિ, વળી દરેક જીવો ઘટાદિની જેમ લક્ષણાદિના ભેદથી ભિન્ન-ભિન્ન છે. અને જો આત્મા સર્વત્ર એક માનો તો સુખ-દુઃખ-બંધ-મોક્ષનો અભાવ થઈ જાય. માટે ઉપયોગ લક્ષણવાળો આત્મા છે અને તે દરેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. કેમકે દરેક શરીરમાં ઉપયોગની ન્યૂનાધિકતાથી અનંતા ભેદ થાય છે તેથી જીવો પણ અનંતા છે.
વળી, આત્માને એક અને સર્વગત માનવાથી આકાશની જેમ આત્માના મોક્ષાદિ પણ ન સંભવે. કેમકે જ્યાં દુઃખાદિ હોય ત્યાં દેવદત્તાદિ જેમ સર્વગતપણું હોતું નથી. અને આત્માને એક માનતાથી કર્તા-ભોક્તા-મંતા વગેરે વિશેષણો પણ નહિ રહે, કેમકે તે એક હોવાથી આકાશની જેમ કર્તા-ભોક્તાદિ નથી. આત્માને એક જ માનવાથી આખા શરીરે રોગી અને અલ્પભાગમાં નીરોગી મનુષ્યની જેમ સુખી નહી ગણાય, તેમ ઘણો-ખરો બંધાયેલો અને થોડો છૂટો એવો કોઈ મુક્ત નહિ કહેવાય. એમ માનવાથી તો સુખાદિ જ અસિદ્ધ થઈ જાય માટે જીવ એક નથી પણ અનેક છે તે સિદ્ધ થાય છે.
વળી આત્મા શરીર પ્રમાણ જ છે કેમકે આત્માના ગુણો ત્યાં જ જણાય છે જેમકે ઘડો ઘડાના આકારમાં જણાય છે પણ તુટેલા ઘડામાં નથી જણાતો તેમ શરીરની બહાર આત્મા નથી જણાતો માટે એને અસર્વગત માનીએ તો જ તેને કર્તા-ભોક્તા-સુખાદિ ધર્મો ઘટે નહિ તો ન ઘટે. એમ, સિદ્ધ થયેલા જીવને તું સ્વીકાર.
ગૌતમ! “વિજ્ઞાન વૈ? ” ઇત્યાદિ વેદપદોનો અર્થ તું યથાર્થ જાણતો નથી. કેમકે તું માને છે પૃથ્વી આદિ ભૂતોના વિજ્ઞાન અંશોનો જે સમુદાય, તે વિજ્ઞાનઘન. અહીં જે પર્વ કાર છે તે ભૂત સમુદાયથી અલગ અને જ્ઞાનદર્શનાદિગુણોના આશ્રયભૂત એવા આત્માનો નિષેધ કરવા માટે છે. એટલે કે પૃથ્વી આદિ ભૂતોનાં વિજ્ઞાન અંશોનો સમુદાય તે જ આત્મા છે પણ તે સિવાય જ્ઞાનાદિ ગુણવાળો આત્મા નથી, જેમ ઘાતકી વગેરેમાં મદ ભાવ છે તેમ પૃથ્વી આદિ ભૂતોમાં વિજ્ઞાનભાવ છે, એ આત્મા પૃથ્વી આદિ ભિન્ન-ભિન્ન ભૂતોથી થતો નથી. પણ ભૂત સમુદાયથી જ ઉત્પન્ન થયેલ છે. નરકાદિ પરભવમાંથી પણ આવેલો નથી તેથી એવો વિજ્ઞાન માત્ર આત્મા પૃથ્વી આદિ ભૂતોનો નાશ થતાં તરત જ નષ્ટ થાય છે, પણ આત્મવાદિયોના કહેવા અનુસાર કોઈ અન્ય ભવમાં જતો નથી. કેમકે પ્રેત્ય સંજ્ઞા જ નથી. ગૌતમ ! શ્રુતિનો એ પ્રમાણે અર્થ તું માને છે તે અયોગ્ય છે, કેમકે – એમ માનવાથી તેને જીવ વિશે સંશય થયો છે. અને વળી, “નહિ વૈ સશરીરસ્ય” એવા બીજા વેદવાક્યોમાં “જીવ છે” એમ કહ્યું છે. તથા “નહોત્ર કુહુયાત્ સ્વામ:” વગેરે પદથી અગ્નિ-હોમ આદિ
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ક્રિયાના ફલસ્વરૂપ પરભવ છે એમ જ જણાય છે. આ રીતે પરસ્પર વિરોધિ વેદવાક્યોના અર્થથી તને સંશય છે કે “આત્મા છે કે નહિ ?' હવે આ વેદપદોનો સમ્યગર્થ તું સાંભળ.
વિજ્ઞાનઘન એટલે જીવ કહેવાથી વિશિષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન અથવા જ્ઞાન-દર્શન ઉપયોગ તે વિજ્ઞાન. એ વિજ્ઞાન અભિન્ન હોવાથી તેની સાથે એકરૂપતાથી નિબિડપણું પામેલ આત્મા તે વિજ્ઞાનઘન કહેવાય છે. અથવા આત્માના દરેક પ્રદેશો અનંતાનંત વિજ્ઞાન પર્યાયના સમૂહથી વ્યાપ્ત હોવાથી વિજ્ઞાનઘન કહેવાય. પર્વ શબ્દ નિશ્ચયવાચી હોવાથી આત્મા વિજ્ઞાનઘન જ છે, પણ તૈયાયિકાદિના મતે આત્મા સ્વરૂપે વિજ્ઞાન રહિત છે. અને તેમાં બુદ્ધિ સમવાય સંબંધથી થાય છે - એવો નથી. તેથી એ મતના નિરાસ માટે એવકાર છે. એ વિજ્ઞાનઘન આત્મા ઘટ-પટાદિ ષેય વસ્તુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને, જ્ઞાનના અવલંબનભૂત ઘટાદિભૂતો, અનુક્રમે કોઈ આવરણ આવવાથી અથવા અન્યમનસ્કાદિ કારણથી આત્માને અર્થાન્તરમાં ઉપયોગ થવાથી વિશેયભાવે એટલે જ્ઞાનના વિષયપણાથી જ્યારે વિનાશ પામે, ત્યારે તે બોધરૂપ પર્યાય વડે વિજ્ઞાનઘન આત્મા પણ નાશ પામે છે, અહીં એટલું યાદ રાખવું કે આત્મા સર્વથા નાશ નથી પામતો. કેમકે, એક જ આત્મા ત્રણે સ્વભાવવાળો છે. જ્યારે અન્ય અર્થમાં ઉપયોગ થાય, ત્યારે તે આત્મા પૂર્વના જ્ઞાનોપયોગની અપેક્ષાએ વિનાશરૂપ છે, બીજા જ્ઞાનોપયોગની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે અને અનાદિકાલિન સામાન્ય વિજ્ઞાનમાત્રની પરંપરાથી અવિનાશી સ્વભાવવાળો છે.
“ પ્રત્યäાતિ' પદનો યોગ્ય અર્થ:
વર્તમાન ઉપયોગને લીધે પૂર્વ સંજ્ઞા રહેતી નથી, જ્યારે ઘટનો ઉપયોગ નિવૃત્ત થાય અને પટનો ઉપયોગ ઉત્પન્ન થાય ત્યારે પૂર્વના ઘટોપયોગની સંજ્ઞા નથી હોતી પણ પટ જ્ઞાનોપયોગી સંજ્ઞા હોય છે માટે વિજ્ઞાનના નામથી વેદ પદોમાં આત્મા જ કહેલ છે, માટે આત્મા છે એવું માન.
પ્રશ્ન-૭૫૩ – તમારા કહેવા મુજબ તો જ્ઞાન એ ભૂતનો ધર્મ થયો એટલે કે જ્ઞાન ભૂતસ્વભાવરૂપ થયું કેમકે, ભૂતથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ભૂતના નાણે નાશ પામે છે એમ તમે કહ્યું તો વાત એમ જ થઈને કે ભૂતના સભાવે જ્ઞાનનો અભાવ અને ભૂતના અભાવે જ્ઞાનનો પણ અભાવ થાય છે. અને જેના અભાવે જે ન હોય જેમકે ચંદ્રના અભાવે ચાંદની તે તેનો ધર્મ હોય છે. એ રીતે જ્ઞાન પણ ભૂતની સાથે અન્વય-વ્યતિરેકથી છે. માટે આ જ્ઞાન એ ભૂતનો જ ધર્મ થયો ને?
ઉત્તર-૭૫૩ – ના, કેમકે નીલપીતાદિ ભૂતગ્રાહક વિશિષ્ટ જ્ઞાન જ ભૂતની સાથે અન્વય-વ્યતિરેકથી રહે છે. પણ સામાન્યજ્ઞાન એ રીતે રહેતું નથી. કેમકે વેદમાં પણ ભૂતના
Page #44
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર અભાવે જ્ઞાનનો સદ્ભાવ માનેલો છે. યાજ્ઞવક્ય અને સમ્રાટાચાર્ય શ્રુતિમાં કહે છે - "अस्तमिते आदित्ये, चन्द्रमस्यस्तमिते, शान्तेऽग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुषः ? માત્મળ્યોતિઃ” અર્થાત સૂર્યાદિ અસ્ત થયે કઈ જ્યોતિ હોય છે? આત્મજયોતિ. જયોતિ એટલે જ્ઞાન. આ પ્રમાણે વેદજ્ઞોએ જ્ઞાનધર્મવાળો આત્મા કહેલો છે. માટે જ્ઞાન એ ભૂતનો ધર્મ નથી પણ આત્માનો ધર્મ છે. કેમકે, મુક્તાવસ્થામાં ભૂતના અભાવે પણ જ્ઞાન હોય છે, અને મૃત શરીરમાં ભૂત હોવા છતાં જ્ઞાન નથી. જેમકે ઘટનો ભાવ અને અભાવ હોય ત્યારે પટનો એનાથી વિપરિત અભાવ અને ભાવ હોય છે. તેથી પટ એ ઘટનો ધર્મ થતો નથી. તેમ અહીં પણ ભૂતના ભાવાભાવે પણ જ્ઞાનનો અભાવ કે ભાવ હોય છે તેથી તે તેનો ધર્મ નથી પણ આત્માનો ધર્મ છે.
સર્વ વેદપદોનો સંક્ષેપ અર્થ :
પ્રશ્ન-૭૫૪- જેમ ભેરી વગેરે વાજિંત્રોના અવાજનો શબ્દ થાય છે તે શબ્દ-અવાજ અર્થ હશે? કે જે ઘટ પટ આદિ શબ્દ બોલવાથી તે પદાર્થ સંબંધી વિજ્ઞાન થતું જણાય છે, તે તેમનો અર્થ હશે? અથવા ઘટ શબ્દ કોઈએ બોલ્યો હોય તે સાંભળીને “પહોળા પેટાદિ આકારવાળું પાણી ભરવાનું સાધન ઘટ પદાર્થ કહ્યો, પણ પટાદિ નથી કહ્યો. એ રીતે જે વસ્તુનો ભેદ જણાય છે તે તેમનો અર્થ છે? અથવા જેમ “ગાય” શબ્દ બોલતાં ગાય જાતિનું ભાન થાય છે તેમ તે જાતિરૂપ એ પદોનો અર્થ હશે? અથવા દંડી વગેરે કહેવાથી દંડયુક્ત પુરુષરૂપ દ્રવ્ય સમજાય છે, તેમ તેનો અર્થ દ્રવ્ય હશે? કે “દોડે છે ઈત્યાદિ શબ્દોની જેમ દોડવું વગેરે ક્રિયા તેમનો અર્થ હશે? સફેદ-રક્ત વગેરે શબ્દોની જેમ સફેદ-રક્તાદિ ગુણ તેઓનો અર્થ હશે?
ઉત્તર-૭૫૪ – ગૌતમ ! તારા આ પ્રકારનાં સંશયો અયોગ્ય છે. કેમકે “આ રીતે જ છે પણ આ રીતે નથી જ” એમ કોઈ પણ વસ્તુના ધર્મનો એકાંત નિશ્ચય કરવો અયોગ્ય છે. શબ્દ પણ વસ્તુ વિશેષ જ છે. તેથી “આ શબ્દ આવા અર્થને જ જણાવનાર છે અને આવો અર્થ જણાવતો નથી જ એ રીતે પણ એના ધર્મનો નિશ્ચય કરવો બરાબર નથી, કેમકે સર્વ વાચ્યવાચકાદિ વસ્તુનો નિશ્ચય સ્વ-પર પર્યાયોથી સામાન્ય વિવક્ષાથી સર્વાત્મક છે. ફક્ત સ્વપર્યાયની અપેક્ષાએ સર્વથી ભિન્ન છે. એટલે વિવક્ષા વડે જ સર્વ વસ્તુ અસર્વમય પણ છે, તેથી સર્વપદોનો અર્થ વિવક્ષાવશ સામાન્યમય અથવા વિશેષમય કહેવો યોગ્ય છે, પણ એકાંતે
આમ જ છે કે આમ નથી જ' કહેવું અયોગ્ય છે. કારણ કે સર્વ પદાર્થો વાચ્ય-વાચકપણે વસ્તુના સ્વભાવ પર્યાયની અપેક્ષાએ વિવિધ પ્રકારે છે. એટલે સામાન્ય વિવેક્ષાથી ઘટ શબ્દ સર્વાત્મક હોવાથી દ્રવ્ય-ગુણ-ક્રિયા વગેરે સર્વ અર્થનો વાચક છે. અને વિશેષ વિવક્ષાએ તે
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રતિનિયતરૂપ હોવાથી પહોળા પેટાદિ આકારવાળા પદાર્થનો વાચક છે. કેમકે વાચ્ય પણ તેને જ જણાવે છે.
૨૬
આ રીતે પ્રભુવીર દ્વારા ઈન્દ્રભૂતિનો સંશય છેદ થવાથી પાંચસો શિષ્યો સહિત પરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી પ્રથમ ગણધર થયા.
(૨) અગ્નિભૂતિ - કર્મ છે કે નહિ ?
પ્રશ્ન-૭૫૫ – મિથ્યાત્વાદિ હેતુ યુક્ત જ્ઞાનાવરણાદિ જે કર્મ જીવ વડે કરાય છે તે કર્મ કહેવાય છે તેવું કર્મ છે કે નથી ?
ઉત્તર-૭૫૫ – અગ્નિભૂતિ ! આવો સંશય કરવો યોગ્ય નથી. તને આવો સંશય થયો છે તે માટે કારણભૂત પરસ્પર વિરૂદ્ધ અર્થ બતાવનારા વેદનાં પદો છે. તેનો અર્થ તું બરાબર જાણતો નથી. તેથી તને આવો સંશય થાય છે. હું વેદના પદોનો ખરો અર્થ કહું છું તે સાંભળ.
જ્ઞાનાવરણાદિપણે રહેલ પરમાણુના સમૂહરૂપ કર્મમાં તને સંશય છે. તું એમ માને છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મ અતીન્દ્રિય હોવાથી ગધેડાના શિંગડાની જેમ પ્રત્યક્ષ નથી. એટલે તું કર્મને પણ જીવની જેમ સર્વ પ્રમાણાત્મક જ્ઞાનગોચર રહિત માને છે. પણ એવું તું નહિ માન. કેમકે એ કર્મ મને પ્રત્યક્ષ છે અને તને પણ અનુમાન ગમ્ય છે. એટલે સર્વપ્રમાણ જ્ઞાનના વિષય રહિત છે એવું ન કહેવાય. કેમકે સુખ-દુઃખનો અનુભવ તેનું ફળ છે.
પ્રશ્ન-૭૫૬
ઉત્તર-૭૫૬ – હે ભદ્ર ! તારી વાત યોગ્ય નથી. કોઈને કોઈ વસ્તુ બીજાને પણ પ્રત્યક્ષ હોય જ એવો કોઈ નિયમ નથી. કેમકે- સિંહ, હંસ વગેરે સર્વજનોને પ્રત્યક્ષ નથી, તો તે નથી એમ થોડું કહેવાય ? કેમકે તે તો બાળકો પણ જાણે છે. કર્મ મને પ્રત્યક્ષ છે કેમકે હું સર્વજ્ઞ છું.
—
તો મને કર્મ પ્રત્યક્ષ કેમ નથી ?
-
પ્રશ્ન-૭૫૭
ઉત્તર-૭૫૭ – તને જે સંશય હોય તે મને પૂછ હું તેનું સમાધાન કરું એટલે તને મારા સર્વજ્ઞપણાની ખાતરી થઈ જશે.
તમે સર્વજ્ઞ છો એની સાબિતી શું ?
પ્રશ્ન-૭૫૮ – પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વગેરે સુખના હેતુઓ અને સર્પ-વિષ-કાંટા વગેરે દુઃખના હેતુઓ આ બંને પ્રત્યક્ષ છે, તો સુખ અને દુઃખના દેખીતા હેતુઓ છોડીને કર્મરૂપ અદૃષ્ટ હેતુ કલ્પવાથી શું વળવાનું છે ?
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૭
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૫૮ – તારી માન્યતામાં વ્યાભિચાર દોષ છે. ઈષ્ટનિષ્ટ શબ્દાદિ વિષયરૂપ સુખ-દુઃખના સાધનો સરખા હોવા છતાં તેના સુખ-દુઃખ અનુભવ રૂપ ફળમાં તરતમતા દેખાય છે તે કોઈ અદષ્ટ હેતુ વિના સંભવે નહિ. કેમકે, ઘટની જેમ કાર્ય છે. તેમાં વિશેષતા કરનાર અદષ્ટ કારણ છે તે છે કર્મ.
કર્મની સિદ્ધિ માટેનાં બીજા કેટલાંક અનુમાનો :
યુવાનનું શરીર જેમ બાળ શરીરપૂર્વક છે તેમ બાળ શરીર પણ ઈન્દ્રિયવાળું-સુખી-દુઃખીશ્વાસોચ્છવાસ-નિમેષોન્મેષ-જીવનાદિવાળું હોઈ કોઈ બીજા શરીરપૂર્વક છે.
પ્રશ્ન-૭૫૯ – પૂર્વજન્મમાં થઈ ગયેલા શરીરપૂર્વક એ પ્રથમ બાળ શરીર છે એમ માનોને?
ઉત્તર-૭૫૯-ન મનાય. કેમકે, પૂર્વજન્મનું શરીર અપાંતરાલ ગતિમાં હોતું નથી એટલે તેના પૂર્વકનું બાળશરીર ન કહી શકાય. અને શરીર વિનાના આત્માને નિયતગર્ભ-નિયમદેશ અને નિયતસ્થાનની પ્રાપ્તિપૂર્વક શરીરની પ્રાપ્તિ ઘટે નહિ. કેમકે એમ થવામાં ત્યાં કોઈ નિયામક કારણ નથી.
પ્રશ્ન-૭૬૦ - તે શરીર પ્રાપ્તિમાં સ્વભાવ એ જ કારણ છે એમ કહીએ તો?
ઉત્તર-૭૬૦- ના કહેવાય,કેમકે અમે આગળ તે સ્વભાવવાદ સંબંધી નિરાકરણ કરશું. માટે તે બાળશરીરની પૂર્વે જે બીજું શરીર અમે કહીએ છીએ તે કાર્મણ શરીર છે. અને કાર્પણ શરીર તે કર્મમય જ છે.
કૃષિ ક્રિયા જેમ ધાન્યાદિ ફળવાળી છે તેમ ચેતને આરંભેલ દાનાદિ ક્રિયાઓ પણ ફળવાળી છે તેમનું ફળ છે કર્મ. વળી જે ક્રિયાઓ નિષ્ફળ હોય છે તે પરમાણુ આદિની ક્રિયાની જેમ ચેતને આરંભેલી પણ નથી હોતી. દાનાદિ ક્રિયાઓ ચેતને આરંભેલી હોવાથી ફળવાળી જ હોય છે.
પ્રશ્ન-૭૬૧ – કૃષિ વગેરે કેટલીક ક્રિયાઓ ચેતને કરેલી હોય તે છતાં પણ કોઈક વખત નિષ્ફળ જાય છે. તો પછી ચેતને કરેલી ક્રિયાઓ ફળવાળી જ હોય એમ કઈ રીતે કહી શકાય ?
ઉત્તર-૭૬ ૧ – ફળના અભિપ્રાયથી તે ક્રિયાનો આરંભ કરેલો હોય છે. તેમ છતાં તે સંબંધી ક્રિયાનું બરાબર જ્ઞાન ન હોય, તે સંબંધી તેવી સામગ્રી ન હોય તો નિષ્ફળ પણ જણાય. તે જ રીતે દાનાદિ ક્રિયા પણ મનશુદ્ધિ વગેરે સામગ્રી વગરની હોય તો તે પણ નિષ્ફળ
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ જાય. એમાં કંઈ દોષ નથી. પણ જો તેનાથી કાંઈ ફળ ન મળતું હોય તો તે ક્રિયા કરવા કોઈ તૈયાર ન થાય.
પ્રશ્ન-૭૬૪– ભલે, તમે કહ્યું તેમ દાનાદિ ક્રિયાનું ફળ હો પરંતુ કષિ વગેરે ક્રિયાનું ધાન્ય પ્રાપ્તિ વગેરે દષ્ટફળ છે અને દાનાદિ ક્રિયાનું મનની પ્રસન્નતા વગેરે દષ્ટફળ છે તો પછી કર્મરૂપ અદષ્ટફળ માનવાથી શો લાભ?
ઉત્તર-૭૬૨ – મનની પ્રસન્નતા પણ ક્રિયારૂપ જ છે. એટલે દાનાદિ તથા કૃષિ વગેરે ક્રિયા જેમ ફળવાળી છે તેમ મનની પ્રસન્નતા પણ ફળવાળી છે. એ ફળ એટલે કર્મ જ છે. કેમકે કર્મના પરિણામથી દરેક સમયે પ્રાણીઓને વારંવાર જે સુખ-દુઃખરૂપ ફળ ઉત્પન્ન થાય છે. અને મનની પ્રસન્નતારૂપ દાનાદિ ક્રિયાનું ફળ, તે પણ કર્મથી જ થાય છે.
પ્રશ્ન-૭૬૩- હમણાં તો તમે કહ્યું કે “દાનાદિ ક્રિયાનું ફળ કર્મ છે” એથી દાનાદિ ક્રિયા જ ધર્મનું કારણ છે, એમ કહ્યું અને અહીં હવે મનની પ્રસન્નતા વગેરેને કર્મનું કારણ કહો છો તો પછી તમારી વાતમાં વિરોધ કેમ નહિ આવે?
ઉત્તર-૭૬૩- ના નહિ આવે, કેમકે મનની પ્રસન્નતા વગેરે ક્રિયા કર્મનું અનંતર કારણ છે, અને તેનું કારણ દાનાદિ ક્રિયા છે. એટલે કારણના કારણમાં કારણપણાના ઉપચારથી કોઈ દોષ નહિ રહે.
પ્રશ્ન-૭૬૪ – દાનાદિ ક્રિયાથી મનની પ્રસન્નતાદિ થવાથી આપવાની ઈચ્છાના પરિણામની વૃદ્ધિ થવાથી દાતા વારંવાર દાન આપે છે. એટલે મનની પ્રસન્નતારૂપ ફળને દાનાદિ ક્રિયા જ છે પણ અદૃષ્ટ એવું કર્મ નથી, કારણ કે જ્યાં દષ્ટફળથી હેતુ સિદ્ધ થઈ જતો હોય ત્યાં અદષ્ટ ફળ માનવાનું શું પ્રયોજન હોય?
ઉત્તર-૭૬૪ – એવું નથી, જેમ માટીનો પિડ તે ઘટનું નિમિત્ત છે. તેમ દાનાદિ ક્રિયા પણ મનની પ્રસન્નતાનું નિમિત્ત છે. કેમકે કોઈ સુપાત્રને દાનાદિ કરવાથી ચિત્તને પ્રસન્નતા વગેરે થતા દેખાય છે. માટે જે જેનું નિમિત્ત હોય તે તેનું ફળ ન કહી શકાય, પરસ્પર વિરોધ આવી જાય.
પ્રશ્ન-૭૬૫– સર્વ ક્રિયાઓ (કૃષિ આદિ) દષ્ટ ફળવાળી જ છે એમ માનવું જ ઉચિત છે. નહિ કે અદૃષ્ટ ફળવાળી, જેમકે, પશુ વિનાશરૂપ ક્રિયા માંસ પ્રાપ્તિરૂપ દેખફળવાળી જ છે, કેમકે એવો કોઈ મનુષ્ય ન હોય કે તે પશુહિંસા અધર્મરૂપ અદષ્ટફળ માટે આરંભે. પરંતુ માંસપ્રાપ્તિરૂપ દષ્ટફળ માટે જ આરંભે છે. માટે સર્વક્રિયા દષ્ટફળવાળી જ છે. અર્થાત્ જેમ
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૯
ગુજરાતી પ્રશ્નોત્તર હિંસાદિ અશુભક્રિયામાં અદૃષ્ટફળનો અભાવ છે તેમ દાનાદિ શુભક્રિયામાં પણ અદેખફળનો અભાવ કેમ ન માનવો?
ઉત્તર-૭૬૫ – હે અગ્નિભૂતિ ! જે કારણે જીવો મોટા ભાગે કૃષિ વાણિજ્ય વગેરે દષ્ટફળવાળી અશુભક્રિયામાં પ્રવર્તે છે, અને અદષ્ટ ફળવાળી દાનાદિ ક્રિયામાં ઘણા ઓછા જીવો પ્રવર્તે છે, તે જ કારણે તે અશુભ ક્રિયાઓ દષ્ટફળવાળી અને અદષ્ટ ફળવાળી બંને પ્રકારે છે એમ માન. જો કે કૃષિઆદિ ક્રિયા કરનારાઓ દૃષ્ટફળ માટે જ તે ક્રિયાઓ આરંભે છે. અધર્મ માટે આરંભતા ન હોવા છતાં તેઓ તેનું પાપરૂપ અદૃષ્ટ ફળ ભોગવે જ છે. એમ ન હોય તો જીવો અનંત સંસારી થાય જ નહિ, આમ તેઓ હિંસાદિ ક્રિયાના અદષ્ટફળ રૂપ પાપના કારણે અનંત સંસારમાં ભટકે છે અને દાનાદિ શુભક્રિયા કરનારા તેનું ધર્મરૂપ અદષ્ટ ફળ પામીને અનુક્રમે સંસારથી મૂકાય છે.
પ્રશ્ન-૭૬૬ – ભલે દાનાદિ શુભક્રિયા કરનારને તેમના ઈચ્છિત ધર્મરૂપ અદૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય પણ અશુભ ક્રિયા કરનારા તો અધર્મરૂપ અદષ્ટફળ ઈચ્છતા નથી તો તે તેમને કઈ રીતે થાય?
ઉત્તર-૭૬૬ – અવિકલ-સંપૂર્ણ કારણ પોતાના કાર્યને ઉત્પન્ન કરવા કોઈની પણ ઈચ્છાની અપેક્ષા રાખતું નથી. તે તો પોતાનું કાર્ય કરે જ છે. કોઈ ખેડુત જેમ ધાન્ય વાવતો હોય છતાં અજાણતાં તેનાં કોદરાનું બીજ પડી જાય તો તે બીજા જલાદિ સામગ્રી સદ્ભાવે ખેડૂતની ઈચ્છા વિના પણ ઊગી નીકળે છે. તેમ કૃષિ-હિંસાદિ પણ અવિકલ કારણને પામીને કર્તાની ઈચ્છા વિના પણ અધર્મરૂપ કાર્યને ઉત્પન્ન કરે જ છે, આ રીતે દાનાદિ શુભક્રિયાના કર્તાને પણ ઈચ્છાવિના ધર્મરૂપ અદષ્ટફળ થાય છે. આમ સર્વક્રિયાઓનું શુભ અથવા અશુભ અદષ્ટફળ તો હોય જ છે. નહિ તો તે ક્રિયા કરનારા મૃત્યુ પછી તરત જ પ્રયત્ન વિના જ સંસારથી મુક્ત થઈ જાય અને પ્રાયઃ સંસાર શૂન્ય થઈ જાય. અથવા અદષ્ટ ફળવાળી દાનાદિ ક્રિયાઓનો આરંભ જ સંસાર પરિભ્રમણનું કારણ થવાથી અતિક્લેશવાળો થાય, કેમકે દાનાદિ ક્રિયા કરનારાઓ અદફળનો બંધ કરવાથી ભવાંતરમાં પણ તેનો વિપાક ભોગવે પાછો દાનાદિ ક્રિયા કરે એમ વારંવાર થવાથી તેમને અનંત સંસાર થાય. અને કૃષિ-હિંસાદિ અશુભ ક્રિયા કરનારો અદષ્ટનો સંચય ન કરતો હોવાથી મોક્ષમાં જતો રહે અને એવી ક્રિયા કરવાવાળા કોઈ જીવ સંસારમાં ન રહે અને માત્ર દાનાદિના શુભ ફળ વિપાકને ભોગવનારા જ રહે. પણ એવું તો ક્યાંય દેખાતું નથી.
તથા આ જગતમાં દુઃખી જીવો ઘણા છે જ્યારે સુખી જીવો બહુ અલ્પ છે, એનાથી જણાય છે કે કૃષિ-હિંસાદિથી થતું અશુભ કર્મરૂપ અદષ્ટફળ દુ:ખી જીવોને હોય છે. અને દાનાદિ ક્રિયાથી થતું શુભકર્મરૂપ અદૃષ્ટફળ સુખી જીવોને હોય છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૬૭
અશુભ ક્રિયા કરનારને પણ જો અર્દષ્ટ ફળ હોય તો દાનાદિ ક્રિયા કરનારાઓની જેમ તેઓ અશુભ અર્દષ્ટ ફળની ઈચ્છા કેમ કોઈ કરતા નથી ?
30
-
ઉત્તર-૭૬૭ – અદૃષ્ટ ફળવાળી અશુભક્રિયા કોઈ બુદ્ધિપૂર્વક કરતું નથી. તેથી કોઈ પણ તેની ઈચ્છા કરતું નથી. કેમકે સર્વક્રિયાઓ એકાંતે અર્દષ્ટ ફળવાળી છે. એમાંની જે ક્રિયાઓ દષ્ટફળવાળી જણાય છે તે અનેકાંતિક છે, અર્થાત્ કોઈ દષ્ટફળવાળી થાય છે કોઈ નથી થતી. એ દૃષ્ટફળ જે અનેકાંતિક છે તે પણ અદૃષ્ટના પ્રભાવે જ છે. કેમકે સમાન સાધથી આરંભેલી ક્રિયાઓમાં પણ કેટલાંકને ફળવિઘાત જણાય છે કેટલાકને નથી જણાતો. એ બધુ અદૃષ્ટ હેતુ વિના ઘટે નહિ, એ અદૃષ્ટ હેતુ તે કર્મ છે અને તે ફળની વિષમતાના કારણરૂપે પૂર્વે સિદ્ધ થયેલું જ છે. કેમકે, તુલ્ય સાધન છતાં ફળમાં જણાતો વિશેષ તે કાર્યરૂપ છે, અને જે કાર્ય છે તેનું કારણ અવશ્ય હોય છે જ. તે કર્મ છે. કેમકે ઘટનું કારણ પરમાણુઓ. એ કર્મ સર્વક્રિયાઓનું અદષ્ટ ફળ છે અને તે ક્રિયાથી ભિન્ન છે. કર્મ એ કાર્ય છે અને ક્રિયાઓ કારણ છે. કાર્ય અને કારણ પરસ્પર ભિન્ન હોય છે.
પ્રશ્ન-૭૬૮
1
જો શરીરાદિ કાર્યો જોઈને તેના કારણભૂત કર્મની સિદ્ધિ કરો તો તે શરીરાદિકાર્ય મૂર્તિમાન-રૂપી હોવાથી, તેના કારણભૂત કર્મ પણ રૂપી જ સિદ્ધ થશે ને ?
ઉત્તર-૭૬૮ – એ તો અમને ઇષ્ટ જ છે. કેમકે જેનું કાર્ય મૂર્તિમાનૢ હોય તેનું કારણ પણ ઘટના કારણભૂત પરમાણુની જેમ મૂર્તિમાનૢ હોય છે. અને જેનું કાર્ય મૂર્તિમાન નથી તેનું કારણ પણ જ્ઞાનના કારણભૂત આત્માની જેમ મૂર્તિમાન હોતું નથી, માટે કર્મ મૂર્તિમાનૢ છે.
પ્રશ્ન-૭૬૯ આ રીતે કારણ-કાર્ય સંબંધથી કર્મને રૂપી સિદ્ધ કરતાં તો સુખ-દુઃખાદિ પણ કર્મનું કાર્ય છે એ સુખ-દુઃખાદિ કાર્ય અમૂર્ત હોવાથી તેનું કારણ કર્મ પણ અમૂર્ત સિદ્ધ થશે. અને મૂર્તકારણથી અમૂર્તના કારણ બનતા એવા અમૂર્ત કાર્યની ઉત્પત્તિ વળી કેવી ? વળી એક જ વસ્તુમાં મૂર્ત અને અમૂર્ત બંને ધર્મો ક્યાંથી આવ્યા ? આ બંને તો પરસ્પર અત્યંત વિરૂદ્ધ છે.
ઉત્તર-૭૬૯ – સુખ-દુઃખ વગેરે આત્માના ધર્મો હોવાથી આત્મા તેનું સમવાય કારણ છે અને કર્મ તો તેમાં અન્ન-પાણી આદિની જેમ નિમિત્ત કારણ છે માટે કોઈ દોષ નથી.
વળી કર્મરૂપી છે તેને સિદ્ધ કરવાના ચાર હેતુનાં ચાર દૃષ્ટાંતો છે - (૧) જેનો સંબંધ થવાથી સુખાદિનો અનુભવ થાય તે અશનાદિ આહારની જેમ મૂર્ત હોય છે અને સુખાદિનો અનુભવ ન થાય તે આકાશની જેમ અમૂર્ત હોય છે. માટે તે મૂર્તિમાનૢ છે. (૨) વળી જેના સંબંધથી વેદના થાય તે અગ્નિની જેમ રૂપી છે, અહીં કર્મના સંબંધથી પણ વેદના થાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૧
ગુજરાતી પ્રશ્નોત્તર (૩) આત્માના જ્ઞાનાદિ ધર્મોથી ભિન્ન ફૂલની માળા-ચંદન-સ્ત્રી વગેરે બાહ્ય નિમિત્તોથી, ચિકાશથી મજબૂત થતા ઘટની જેમ બળવાન થાય છે તેથી તે મૂર્ત હોય છે તેમ મિથ્યાત્વાદિ હેતુથી કર્મને પણ ઉપચયરૂપ બળ પ્રાપ્ત થાય છે. (૪) આત્માથી ભિન્ન છતાં દૂધની જેમ પરિણામી હોવાથી રૂપી છે.
પ્રશ્ન-૭૭૦– કર્મની રૂપીપણાની સિદ્ધિમાં તમારો પરિણામી હોવાથી હેતુ અસિદ્ધ છે.
ઉત્તર-૭૭૦ – તારી વાત બરાબર નથી. કેમકે કર્મના કાર્ય તરીકે શરીરાદિરૂપ પરિણામ જણાય છે. તે શરીરરૂપ પરિણામી કાર્ય હોવાથી કર્મ પણ અવશ્ય પરિણામી સિદ્ધ છે. કેમકે જેનું કાર્ય પરિણામી હોય તે પોતે પણ પરિણામી હોય. જેમ દહીંનો છાસ રૂપે પરિણામ થાય છે. તેથી તે દહીંનું કારણ દૂધ પણ પરિણામી જણાય છે. તે રીતે કર્મમાં પણ જાણવું.
પ્રશ્ન-૭૭૧ – જેમ આકાશાદિના વિકારોનું વિચિત્રપણું કર્મ વિના પણ જણાય છે, તેમ સંસારી જીવોનું પણ સુખ-દુઃખાદિભાવે વિચિત્રપણું માનીએ તો શું દોષ છે?
ઉત્તર-૭૭૧ – અગ્નિભૂતિ ! ગન્ધર્વનગર-ઈન્દ્રધનુષાદિ અભ્રવિકારોની-ઘર-મંદિરવૃક્ષ-લીલો પીળો વર્ણ વગેરે ભાવોમાં વિચિત્રતા તું માને છે તો કર્મમાં વિચિત્રતા માનવામાં તને શું વાંધો છે? સર્જનપ્રતિત એવા ઈન્દ્રધનુષાદિમાં જેમ બાહ્ય પુદ્ગલ સ્કંધોની વિચિત્રતા તો તું માને છે. તેમ આંતરીક કર્મસ્કંધોમાં પણ પુદ્ગલમયતા સમાન હોવાથી અને તે જીવ સહિત હોવાથી સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરવા દ્વારા વિશેષપણે વિચિત્રતાનું કારણ બને છે. તો પછી તેની વિચિત્રતા કેમ નથી માનતો? વાદળા વગેરે બાહ્ય પુદ્ગલો વિવિધરૂપ પરિણામિત થાય છે. તો પછી જીવે ગ્રહણ કરેલાં કર્મપુદ્ગલો વિવિધરૂપ પરિણામ પામે એમાં આશ્ચર્ય શું છે ? ચિત્રકારાદિ એ ગ્રહણ કરેલ ચિત્રાદિ કર્માનુગત પુદ્ગલોની પરિણામની વિચિત્રતા વિશ્રસાદિ પરિણામથી પરિણત થયેલી ઈન્દ્રધનુષાદિના પુગલ પરિણામની વિચિત્રતાથી વિશિષ્ટ પ્રકારની છે એમ જણાય છે. તેવી રીતે જીવે ગ્રહણ કરેલ કર્મપુદ્ગલોની સુખ-દુઃખાદિ જનમરૂપ વિચિત્રતા પણ વિશિષ્ટ પ્રકારની છે.
પ્રશ્ન-૭૭૨ – જો અભ્રવિકારની જેમ કર્મપુદ્ગલોની વિચિત્ર પરિણતિ માનીએ તો પછી જેમ વિચિત્રતા સ્વાભાવિક થાય છે, તેમ આ શરીર પણ સુરૂપ-કુરૂપ-સુખ-દુઃખાદિ ભાવે સ્વભાવથી જ પરિણામ પામે છે એમ જ માનો ને? ફોગટમાં વિચિત્રતાના હેતુભૂતકર્મની કલ્પના કરવાની શી જરૂર છે?
ઉત્તર-૭૭ર – અમે અભ્રવિકારની જેમ શરીરની વિચિત્રતા માનીએ જ છીએ. કર્મ પણ સૂક્ષ્મ શરીર જ છે. એ અત્યંત સુક્ષ્મ-અતીન્દ્રિય અને અત્યંતર માત્ર હોવાથી જીવની સાથે
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ એકમેક થયેલું છે એટલે અભ્રવિકારની જેમ બાહ્ય શરીરની વિચિત્રતાની જેમ કામણ શરીરની વિચિત્રતા પણ માન.
પ્રશ્ન-૭૭૩– બાહ્ય શરીરની વિચિત્રતા તો સાક્ષાત્ જણાય છે એટલે માની લઈએ પણ અત્યંતર કર્મ શરીરની વિચિત્રતા કઈ રીતે માનવી? તે સૂક્ષ્મ શરીર તો અપ્રત્યક્ષ છે એટલે તેને ન માનવામાં શું દોષ આવે?
ઉત્તર-૭૭૩ – જો તે સૂક્ષ્મ શરીર ન માનીએ તો મરતા સમયે છોડેલા સ્થૂળ શરીરવાળા જીવને ભવાંતરમાં ફરી સ્થૂળ શરીરની પ્રાપ્તિમાં કારણભૂત જે સૂક્ષ્મ શરીર છે. તેના વિના તે સ્થળ શરીરની પ્રાપ્તિ ન થાય. કેમકે કારણ વગર અન્ય શરીર ગ્રહણ થઈ શકતું નથી એટલે બીજા શરીરની પ્રાપ્તિ વિના મર્યા પછી શરીર રહિત થવાથી સર્વ જીવોને પ્રયત્ન વગર જ સંસારનો છેદ થાય, એટલે મોક્ષ મળી જાય અથવા શરીર વગરના જીવોને પણ નિષ્કારણ સંસારમાં ભટકવાનું થાય. એ રીતે સંસારથી મુક્ત એવા સિદ્ધના જીવોને પણ નિષ્કારણ સંસારભ્રમણ થાય. અને એ જ રીતે પાછું મોક્ષગમન થાય. એટલે વિચિત્રતાના કારણભૂત કર્મને માની લે તો આ બધા દોષો નહિ આવે.
પ્રશ્ન-૭૭૪ – તમે આગળ કહ્યું છે કે કર્મ મૂર્ત છે તો મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંયોગ સંબંધ કે સમવાય સંબંધ કઈ રીતે ઘટે?
ઉત્તર-૭૭૪– જેમ મૂર્તિ એવા ઘટનો અમૂર્ત એવા આકાશ સાથે સંયોગ સંબંધ છે, તથા આંગળી આદિ દ્રવ્યનો સંકોચન-પ્રસારણાદિ ક્રિયાની સાથે સમવાય સંબંધ છે, તેમ અહીં પણ આત્મા અને કર્મનો સંબંધ છે. અથવા જેમ આ બાહ્યસ્થૂળ શરીર જીવ સાથે સંબંધવાળું પ્રત્યક્ષ ચેષ્ટા કરતું દેખાય છે તેમ ભવાંતરમાં જતા જીવની સાથે સંબંધવાળું કાર્મણ શરીર પણ છે એવું માની લે.
પ્રશ્ન-૭૭૫ – તો ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાયના નિમિત્તે જીવની સાથે સંબંધવાળું બાહ્ય શરીર ચેષ્ટા કરે છે એમ માનો ને?
ઉત્તર-૭૭પ – અરે ભલા માણસ! આ ધર્મ-અધર્મ મૂર્તિ છે કે અમૂર્તિ? જો મૂર્ત માનતો હોય તો તેમનો અમૂર્ત આત્મા સાથે સંબંધ કેવી રીતે છે? અને ગમે તે પ્રકારે એ સંબંધ છે એમ માને તો તેવી રીતે કર્મનો પણ તેની સાથે સંબંધ કેમ નથી માનતો? અને તું જો ધર્મઅધર્મને અમૂર્ત માનતો હોય તો બાહ્ય-મૂર્ત-સ્થૂલ શરીર સાથે તે અમૂર્તનો સંબંધ કઈ રીતે થાય? કેમકે તું તો મૂર્તિની સાથે અમૂર્તના સંબંધને માનતો નથી. અને કદાચ તું એ સંબંધ વિના બાહ્ય શરીરની ચેષ્ટાઓમાં તેઓ નિમિત્તરૂપ ન થાય. અને કદાચ તું એ સંબંધને માનતો
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૩
ગુજરાતી પ્રશ્નોત્તર હોય તો જીવ અને કર્મનો સંબંધ પણ તેવી રીતે થતો માનવામાં તને વળી કઈ આપત્તિ આવી જવાની ?
પ્રશ્ન-૭૭૬ – મૂર્ત કર્મ વડે અમૂર્ત આત્માને હર્ષ-ખેદ વગેરે અનુગ્રહ-ઉપઘાત કઈ રીતે થઈ શકે? જેમ અમૂર્તિ આકાશને મૂર્તિ ચંદન-અગ્નિજ્વાલા આદિથી અનુગ્રહ-ઉપઘાત થતો નથી તેમ અમૂર્ત આત્માને પણ તે ન થવો જોઈએ ને?
ઉત્તર-૭૭૬ – વિજ્ઞાન-વિવાદ-ધીરજ-સ્મૃતિ વગેરે આત્માના અમૂર્ત ધર્મો છે. તેમને મદીરાપાન-ધતુરો-વિષ-કીડી વગેરેના ભક્ષણથી ઉપઘાત થાય છે. અને દૂધ-સાકર-ઘી થી ભરેલ ઔષધિ વગેરે ખાવાથી અનુગ્રહ થાય છે તેમ અહીં પણ સમજવું.
અથવા આ સંસારી આત્મા એકાંતે સર્વથા અમૂર્ત નથી. કેમકે, અનાદિ કર્મ સંતિથી અન્ય પરિણામને પામેલો છે. તે અગ્નિ અને લોકપિંડ સંબંધ ન્યાયે કર્મ સાથે મળેલો છે. કર્મ મૂર્ત હોવાથી આત્મા પણ તેનાથી કાંઈક અભિન્ન હોવાથી અમૂર્ત છતાં કાંઈક મૂર્તિ છે. તેથી મૂર્ત કર્મ વડે ચેતનામય આત્માને અનુગ્રહ-ઉપઘાત થાય છે. અને આકાશ અમૂર્ત તથા અચેતન હોવાથી તેને તેનાથી અનુગ્રહ-ઉપઘાત થતા નથી.
તથા બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ-હેતુમદ્ભાવ હોવાથી કર્મસંતાન અનાદિ છે. જેમ બીજથી અંકુરો થાય છે અને અંકુરાથી ફરી બીજ થાય છે. તેમ, શરીરથી કર્મ થાય છે, કર્મ વડે પાછું શરીર થાય છે. આમ, અનાદિકાળથી વારંવાર પરસ્પર કાર્ય અને કારણભાવ હોય છે, આમ પરસ્પર હેતુ-હેતુમદ્ ભાવવાળી વસ્તુઓ પિતા-પુત્ર કે બીજાંકુરની જેમ અનાદિ સંતાનવાળી હોય છે. અહીં શરીર અને કર્મનો પણ તેવો જ ભાવ હોવાથી કર્મસંતાન અનાદિ છે. કર્મનો સર્વથા અભાવ માનવામાં તો સ્વર્ગની ઈચ્છાવાળો અગ્નિહોત્ર યજ્ઞ કરે વગેરે દેવવાક્યો અને લોકમાં દાનાદિ ક્રિયાઓનું ફળ સ્વગદિ કહ્યું છે તે સર્વે નષ્ટ થઈ જાય. માટે કર્મ એ અનાદિ સંતાન છે.
પ્રશ્ન-૭૭૭ – તો પછી શરીરાદિના કર્તા તરીકે કર્મને ન માનીને શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિને માનવામાં આવે તો શું દોષ છે?
ઉત્તર-૭૭૭ – એમ માનવું યોગ્ય નથી, કારણ કે દંડાદિ ઉપકરણ વિનાના કુંભારની જેમ કર્મ વગરનો આત્મા કે ઈશ્વરાદિ પણ શરીર વગેરે કાર્યને ઉપકરણના અભાવે કરતા નથી. જીવ વગેરેને શરીરાદિનો આરંભ કરવા કર્મ વિના બીજું કોઈ ઉપકરણ ઘટતું નથી. કેમકે, ગભદિ અવસ્થામાં એ સિવાય અન્ય ઉપકરણનો સંભવ નથી, તેમજ કર્મ વિનાનો જીવ શુક્ર-શોણિત પણ ગ્રહણ ન કરે. વળી, આકાશની જેમ નિષ્ક્રિય-અમૂર્ત-અશરીરી અને
ભાગ-૨/૪
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સર્વગત હોવાથી અને પરમાણુની જેમ એક જ હોવાથી કર્મ વિના કોઈપણ જીવ શરીરનો આરંભ કરી શકતો નથી.
પ્રશ્ન-૭૭૮ તો શરીરધારી ઈશ્વર દેહાદિ સર્વ કાર્યો આરંભે છે એમ માનોને ?
ઉત્તર-૭૭૮ – નહિ માની શકાય. કારણ કે તેમાં પણ ઉપરવાળો દોષ આવશે કેમકે તે પણ દંડાદિ ઉપકરણ વિનાના કુંભારની જેમ કર્મ વિનાનો ઈશ્વર હોવાથી પોતાનું શરીર કરી શકતો નથી.
૩૪
-
તો કોઈ બીજો એ ઈશ્વરનું શરીર કરતો હશે એવું સમજવું ?
પ્રશ્ન-૭૭૯
ઉત્તર-૭૭૯ – તો પછી એ ઈશ્વર શરીર વિનાનો છે કે શરીરવાળો ? જો શરીર વિનાનો હોય તો પાછો એ જ દોષ આવે છે અને જો શરીરવાળો અન્ય ઈશ્વર એ ઈશ્વરનું શરીર કરતો હોય તો તેનાં શરીરનો કરનાર પણ અન્ય શરીરવાળો ઈશ્વર હોવો જોઈએ. તેના પણ શરીરને કરનાર અન્ય કોઈ ઈશ્વર હોવો જોઈએ. એમ થતાં અનવસ્થા સિવાય બીજું શું થશે ? એ માનવું તો સર્વથા અનિષ્ટ છે, માટે શરીર વગેરેનો કર્તા ઈશ્વર છે એમ માનવું એકદમ અયોગ્ય છે પરંતુ કર્મ સહિત જીવ જ તે શરીરાદિનો કર્તા છે એ માનવું શાણપણભર્યું છે. વળી જો તે ઈશ્વર પ્રયોજન વિના શરીરાદિ કરે તો તે ગાંડા જેવો જ ગણાય. અને જો એમાં કાંઈ પણ પ્રયોજન માનીએ તો તે ઈશ્વર ઈશ્વર જ ન રહે. કારણ કે અનાદિ શુદ્ધ આત્માને દેહાદિ ક૨વાની ઈચ્છા ન હોઈ શકે. કેમકે ઈચ્છા તો રાગવિકલ્પરૂપ છે. આ જ યુક્તિઓથી વિષ્ણુબ્રહ્મા વગેરે પણ કર્તા તરીકે ઘટતા નથી.
પ્રશ્ન-૭૮૦ – શરીરાદિના કર્તા તરીકે સ્વભાવને માનીએ તો શું વાંધો છે ? કારણ કે લઘુ સ્વભાવથી જ થાય છે જેમકે કમળમાં કાંટાદિની વિચિત્રતા કોણ કરે છે ? મોરનાં પીંછા વગેરે વિચિત્ર કોણે કર્યા ? કોઈએ નહિ, એટલે આ દુનિયામાં જે કાંઈ પણ છે તે બધું હેતુ વિનાનું જ છે. જેમ કાંટાઓમાં તીક્ષ્ણતા સ્વાભાવિક છે તેમ આ સુખ વગેરે પણ સ્વાભાવિક છે. એમાં તમે કયો હેતુ કરવાના ?
ઉત્તર-૭૮૦ આ માન્યતામાં પણ દોષોનો ડુંગર ઊભો થઈ જવાનો, કેમકે આમ, શરીરાદિના કર્તા તરીકે સ્વભાવને માનીએ તો તે સ્વભાવ કોઈ વસ્તુવિશેષ છે, અકારણતા છે કે વસ્તુનો ધર્મ છે ? (૧) એને વસ્તુવિશેષ તો નહિ જ કહી શકાય કેમકે તે વસ્તુ છે એમ જણાવનારૂં કોઈ પ્રમાણ નથી અને અપ્રમાણિક વસ્તુને પણ વસ્તુરૂપે માનતો હોય તો તારા હિસાબે કર્મ પણ અપ્રમાણિક છે તેને પણ તું વસ્તુ રૂપે માન. વળી, એ વસ્તુ વિશેષરૂપ જો સ્વભાવ છે તો તે મૂર્ત છે, કે અમૂર્ત ? જો મૂર્ત હોય તો ‘સ્વભાવ’ એવા બીજા નામથી કર્મ
Page #54
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૫
જ માન્યું ગણાય અને અમૂર્ત હોય તો ઉપકરણ વિનાનો હોવાથી આકાશની જેમ અકર્તા છે, વળી શરીરાદિ મૂર્ત કાર્યનું અમૂર્ત એવો સ્વભાવ કારણ થાય તે બરાબર નથી. માટે સ્વભાવ એ કાંઈ વસ્તુવિશેષ નથી. (૨) સ્વભાવને અકારણતા માનીએ તો એવો અર્થ નીકળ્યો કે દેહાદિ બધું કારણ વિના જ ઉત્પન્ન થાય છે. એટલે કારણનો અભાવ સર્વત્ર સમાન થવાથી એક સાથે સર્વ શરીરાદિ ઉત્પન્ન થવા જોઈએ. આ રીતે તો શરીરાદિ કારણ વિના અકસ્માત્ ઉત્પન્ન થાય છે એમ માનવું પડે. તે તો અત્યંત અનુચિત છે. કેમકે જે અકસ્માત્-હેતુ વિના ઉત્પન્ન થાય તે વાદળ વગેરેના વિકાસની જેમ આદિમાન્ પ્રતિનિયત આકારવાળું નથી હોતું અને શરીરાદિ તો આદિમાન પ્રતિનિયત આકારવાળા હોય છે. માટે તે અકસ્માત્ ન ગણાય. પણ કર્મરૂપ હેતુ સહિત ગણાય. કેમકે તે ઘટની જેમ પ્રતિનિયત આકારવાળા હોવાથી ઉપકરણવાળા તેના કર્તાએ તે કરેલા જણાય છે. (૩) હવે, સ્વભાવને વસ્તુનો ધર્મ કહીએ તો તેમાં વિજ્ઞાનાદિની જેમ જો આત્માનો ધર્મ હોય તો તે આકાશની જેમ અમૂર્ત હોવાથી શરીરાદિનું કારણ થઈ ન શકે. પણ તેને કોઈ મૂર્ત વસ્તુનો ધર્મ માનવામાં કોઈ વાંધો નથી કેમકે કર્મ એ પુદ્ગલાસ્તિકાયનો પર્યાય જ છે અને તેનો તેવો સ્વભાવ છે. માટે મૂર્ત વસ્તુનો ધર્મ માનવામાં કોઈ દોષ નથી.
વળી, તને “પુરુષ વેવં સર્વ' ઇત્યાદિ વેદપદ સાંભળીને કર્મ વિષયક સંશય થયો છે કેમકે તે પદોનો અર્થ તું આવો કરે છે. આ પ્રત્યક્ષ જણાતું સર્વ ચેતન-અચેતનરૂપ, જે થઈ ગયું છે, જે થવાનું છે, જે મોક્ષનો સ્વામી છે, જે આહાર વડે વૃદ્ધિ પામે છે, જે ચાલે છે, જે ચાલતા નથી, જે મેરૂ આદિ દૂર છે, જે નજીકમાં છે તે સર્વ અત્યંતર છે, જે સર્વની બહાર છે, તે સર્વે પુરુષ જ છે એથી અધિક કર્મ નામની કોઈ વસ્તુ સત્તા નથી. તથા ‘વિજ્ઞાનધનાવિ’ વેદ પદો પણ કર્મનો અભાવ બતાવનારાં છે, કારણ કે બંને પદોમાં રહેલો ‘વ' કાર કર્મની સત્તાના અભાવને સિદ્ધ કરનાર છે એમ તારી માન્યતા છે. એ બરાબર નથી એ વેદપદોનો સત્યાર્થ સાંભળ - ‘પુરુષ વેવ્’ વગેરે વેદ પદો આત્માની સ્તુતિ કરનારા તેમજ જાત્યાદિ મદનો ત્યાગ કરવા માટે અદ્વૈતભાવ જણાવનારા છે. કર્મનો અભાવ જણાવનારા નથી. કેટલાંક વાક્યો વિધિ બતાવનારા, કેટલાક અર્થ બતાવનારા તથા કેટલાંક અનુવાદ પ્રતિપાદક વેદ વાક્યો છે. ‘અગ્નિહોત્રં નુયાત્' વગેરે વિધિવાદ બતાવનારા છે, અર્થવાદ બે પ્રકા૨નો છે સ્તુતિ અર્થવાદ અને નિંદા અર્થવાદ. તેમાં ‘પુરુષ વ’ અને ‘સ સર્વવિદ્ યથૈવ’ વગેરે તથા ‘જ્યા પૂર્વીયાડડદુા સર્વાન્ નમાનવાનોતિ' વગેરે સ્તુતિ અર્થવાદ બતાવનારા વાક્યો છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૮૧ – “ય પૂઈયા' આદિ વાક્યો વિધિવાદ બતાવનારા કેમ ન કહેવાય?
ઉત્તર-૭૮૧ – એમ કહેવાથી તો શેષ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન નિરર્થક થાય. “ષિ વ: પ્રથમો યો યોનિમ: યોનિદ્વડન્ચન યાતે જ ગતિમયપત” આ વાક્યમાં પશુ-મેઘ વગેરે પ્રથમ કરવાની નિંદા કરી છે. તેથી તે નિન્દાર્થ પ્રતિપાદક ગણાય. ‘દાશ માસા: સંવત્સર:', ‘નિરુwn' ‘હિંસ્ય મેષs” આ વાક્યો અનુવાદ બતાવનારા છે. કેમકે તેમાં લોકપ્રસિદ્ધ અર્થનું જ કથન કર્યું છે.
તથા “વિજ્ઞાનન” ઇત્યાદિ પદનો અર્થ આ રીતે જાણવો - જેમકે વિજ્ઞાનઘન યાને આત્મા તે ભૂતોથી ભિન્ન છે. અને તે શરીરાદિ કાર્યોનો કર્તા છે. એટલે કાર્ય કરવામાં કોઈ કરણ હોવું જોઈએ એવું અનુમાન કરાય છે. તે આત્માને શરીરાદિ કાર્ય કરવામાં જે કરણભૂત છે તે કર્મ છે. એમ સ્વીકારી લે. તથા કર્મને જણાવનારાં સાક્ષાત્ વેદ પદો પણ છે જેમકે, “પુષ્યઃ પુન ફર્મળા, પપ: પાન ખા” આ પ્રમાણે આગમથી પણ કર્મ સિદ્ધ છે, એટલે કર્મ છે એ વાતનો સ્વીકાર કર.
(૩) વાયુભૂતિ - જે જીવ છે તે જ શરીર છે કે અન્ય કઈ છે?
પૃથ્વી-અપ-તેજ અને વાયુ એ ભૂતોના સમુદાયથી પૂર્વે અસત્ એવી ચેતના ઉત્પન્ન થાય છે. જેમ ઘાતકી પુષ્પ-ગોળ વગેરે મદ્યના જુદા જુદા અંગોમાં મદ જણાતો નથી. પણ તેમના સમુદાયમાં તે જણાય છે. તેમ પૃથ્વી આદિ પ્રત્યેકમાં તે ચેતના નથી. પણ તેમના સમુદાયમાં તો પ્રત્યક્ષપણે ચેતના જણાય છે, એટલે ચેતના એ ભૂત સમુદાયનો ધર્મ છે. વળી જેમ મદ્યના પ્રત્યેક અંગોમાં નહિ જણાતો મદભાવ તેના સમુદાયમાં ઉત્પન્ન થઈને ફરી પાછો કાલાંતરે તેવા પ્રકારની વિનાશક સામગ્રી મળવાથી નાશ થાય છે. તેમ ચેતના પણ ભૂત સમુદાયમાં ઉત્પન્ન થઈને તથાવિધ પ્રકારે કેટલોક સમય રહીને નષ્ટ થાય છે. એટલે અન્વય વ્યતિરેકથી ચૈતન્ય એ ભૂતનો ધર્મ નિશ્ચિત થાય છે. ધર્મ અને ધર્મીનો પરસ્પર અભેદ હોય છે. ભેદ માનીએ તો ઘટ અને પટની જેમ તે બંનેનો પરસ્પર ધર્મ-ધર્મીભાવ ઘટે નહિ. માટે જે ચૈતન્યરૂપ જીવ છે, તે શરીર જ છે, કેમકે ચેતના એ ભૂતોનો ધર્મ છે અને શરીર એ ભૂતોનો સમુદાય છે. તે બંને અભેદ હોવાથી એક જ છે.
વળી, બીજા વેદ પદોથી જીવ શરીરથી ભિન્ન છે એવું પણ સંભળાય છે. જેમકે – “હ વૈ સશરીરસ્ય પ્રિયપ્રિયયોરપતિરહિત, મારી વા વસતં પ્રિયપ્રિયે ન ગૃતિ:” એટલે શરીરવાળા આત્માને પ્રિયાપ્રિયનો અભાવ નથી, અને શરીર વિનાના શુદ્ધ આત્માને
Page #56
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર પ્રિયાપ્રિય સ્પર્શતા નથી, તેથી તેને ઉપર મુજબ સંશય થયો છે કે જે જીવ છે તે શરીર છે કે અન્ય કાંઈ છે ? પણ તારી આ શંકા અયોગ્ય છે, કારણ કે –
જેમ પ્રત્યેક રેતીના કણમાં તેલ સર્વથા ન હોવાથી તેના સમુદાયમાં પણ તેલ નથી થતું તેમ ભૂતોમાં પ્રત્યેકમાં પણ ચેતનાનો સર્વથા અંશ માત્ર પણ ન હોવાથી તેના સમુદાયમાં પણ ચેતના ન થાય. અર્થાત્ જે જેની અલગ-અલગ અવસ્થામાં સર્વથા ન હોય તે તેના સમુદાયમાં પણ ન હોય, અને જે જેના સમુદાયમાં હોય તે તેની પૃથફ અવસ્થામાં પણ હોય છે. જેમ તલમાં તેલ પૃથફ અવસ્થામાં હોય છે તો સમુદાયમાં પણ હોય છે. અહીં ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ચેતના બિલકુલ દેખાતી નથી એટલે તે ભૂતના સમુદાયથી થયેલ છે એમ કઈ રીતે કહેવાય? પણ તે ભૂતથી ભિન્ન કોઈ અન્ય કારણથી થયેલ છે. તે કારણ ચેતનાની અમૂર્તતા છે. માટે અમૂર્ત એવો જીવ છે એમ માનવું જોઈએ.
પ્રશ્ન-૭૮૨ - જે પ્રત્યેક અવસ્થામાં ન હોય તે સમુદાયમાં પણ ન હોય તેવો તમારો નિયમ બરાબર નથી. કારણ કે મધના કારણો જે ઘાતક પુષ્પાદિ છે તેમાં પ્રત્યેક અવસ્થામાં મદ જણાતો ન હોવા છતાં તેના સમુદાયમાં જણાય જ છે ને?
ઉત્તર-૩૮૨– ના, ઘાતકિ આદિમાં પ્રત્યેકમાં મદ્યનો સર્વથા અભાવ નથી હોતો, પરંતુ દરેકમાં ઓછા-વત્તો મદનો અંશ હોય છે જ, જેમકે ઘાતકિના પુષ્પમાં ચિત્તભ્રમ કરવાની શક્તિ છે, ગોળ-દ્રાક્ષ-શેરડી આદિનાં રસોમાં તૃપ્તિ કરવાની શક્તિ છે, પાણીમાં તરસ મિટાવવાની શક્તિ છે. આમ, દરેકમાં યથાસંભવ જુદી-જુદી શક્તિ હોય છે. એ રીતે જુદા જુદા પૃથ્વી આદિ ભૂતોમાં પણ કોઈક અંશે ચૈતન્ય શક્તિ હોય તો તેમના સમુદાયમાં સંપૂર્ણ ચેતના પ્રગટ થાય, પણ એવું થતું નથી.
વળી, જો એ ઘાતક પુષ્પાદિમાં સર્વથા મદનો અભાવ હોય તો તે મદ્યના કારણો જ કેમ કહેવાય ? અથવા મદ્યનો અર્થ ઘાતકી પુષ્પાદિ શોધીને તેનો સમુદાય કરીને શા માટે મદ્ય બનાવે છે? બીજા ભમ્માદિ પદાર્થોમાંથી કેમ ન બનાવે ?
પ્રશ્ન-૭૮૩ – જુદા જુદા મદ્યના અંગોમાં પણ કાંઈક મદ્ય સામર્થ્ય છે તેથી તેના સમુદાયમાં તે સંપૂર્ણ જણાય છે એ જ રીતે જુદા જુદા ભૂતોમાં પણ કાંઈક ચેતના છે તેથી તે સમુદાયમાં સંપૂર્ણપણે પ્રગટ થતી જણાય છે, જુદી-જુદી અવસ્થામાં ચેતના અલ્પ હોવાથી પ્રગટ જણાતી નથી પણ સમુદાયમાં સંપૂર્ણ થવાથી પ્રગટરૂપે જણાય છે એમ માનવામાં શું વાંધો છે?
ઉત્તર-૭૮૩– અરે આવી પાયા વગરની વાતો કેમ કરે છે? કેમકે ચેતના એ આત્માનો ધર્મ છે અને આત્મા ભૂત સમુદાય અંતર્ગત છે. આત્માના અભાવે ભૂત સમુદાયમાં ચેતના
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હોતી નથી તેથી “ચેતના ભૂતના સમુદાયમાં જણાય છે. એવો તારો હેતુ અસિદ્ધ છે. અને જો ચેતના ભૂત-સમુદાય માત્રનો જ ધર્મ હોય તો તે મૃતશરીરમાં પણ હોવી જોઈએ.
પ્રશ્ન-૭૮૪ - મૃત શરીરમાં તે વખતે વાયુ નામનું ભૂત તત્ત્વ ન હોવાથી તેમાં ત્યારે ચેતના જણાતી નથી એમ માનો?
ઉત્તર-૭૮૪ - ના નહિ મનાય, કારણ કે નળી આદિ દ્વારા એમાં વાયુ દાખલ કરીએ તો પણ તે જણાતી નથી.
પ્રશ્ન-૭૮૫– તે વખતે તેમાં તેજનો અભાવ છે એમ માનવાથી તેમાં ચેતના જણાતી નથી એવું સિદ્ધ થશે?
ઉત્તર-૭૮૫ - ના, કોઈ એવા પ્રયોગથી એમાં તેજને દાખલ કરવાથી પણ મૃત શરીરમાં ચેતના જણાતી જ નથી.
પ્રશ્ન-૭૮૬ – તો વિશિષ્ટ પ્રકારના તેજ અને વાયુના અભાવે મૃત શરીરમાં ચેતના જણાતી નથી એમ માની લો ?
ઉત્તર-૭૮૬ – તો તો ત્યાં આત્મસત્તા વિનાની તને બીજી કઈ વિશિષ્ટતા મળશે? કોઈ નહિ. માટે તે પણ ત્યાં આત્મસત્તા માની લીધી એ સિદ્ધ થઈ ગયું.
પ્રશ્ન-૭૮૭- ઘટમાં જણાતા રૂપાદિ ધર્મો જેમ ઘટના નથી એમ ન કહી શકાય તેમ ભૂત સમુદાયમાં જણાતી ચેતના ભૂત સમુદાયની નથી એમ કઈ રીતે કહેવાય?
ઉત્તર-૩૮૭ – વાયુભૂતિ ! તારી વાત અયોગ્ય છે. કારણ કે પૃથ્વી અને પાણીના સમુદાયમાં જણાતી વનસ્પતિ વગેરે પૃથ્વીજીવના સમુદાય માત્રથી જ થયેલ છે એમ કહી શકાય નહિ, કેમકે તે તો બીજથી થયેલ છે, તેમ અહીં પણ પૃથ્વી આદિ ભૂતાત્મક શરીરમાં જણાતી ચેતના ભૂત સમુદાય માત્રથી થયેલ કહી શકાય નહિ કેમકે તે ભૂત સમુદાયથી ભિન્ન એવા આત્માથી થયેલ છે. માટે મારા કથનમાં વિરોધ નથી. પરંતુ પ્રત્યેક ભૂતમાં ચેતના છે' એવા તારા કથનમાં જ પ્રત્યક્ષ વિરોધ છે.
દૃષ્ટાંત - જે એક વ્યક્તિ અનેક સાધનોથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે. તે વ્યક્તિ તે સાધનોથી, મહેલની પાંચ બારીઓથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર દેવદત્ત જેમ મહેલ અને બારીઓથી ભિન્ન છે, તેમ શરીર અને તેની પાંચ ઈન્દ્રિયોથી અર્થ જાણનાર સ્મરણ કરનાર હોવાથી ભિન્ન છે. અને જે ભૂતેન્દ્રિયાત્મક સમુદાયથી ભિન્ન નથી તે અર્થનું સ્મરણ કરનાર
Page #58
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૯
પણ નથી. કારણ કે અનેક સાધનોથી અર્થને જાણીને તેનું સ્મરણ કરવા છતાં સ્મરણ કરનાર તે સાધનોથી અભિન્ન હોય તો બારીથી અર્થને જાણનાર દેવદત્ત પણ બારી રૂપ થાય.
પ્રશ્ન-૭૮૮ – તો તેમાં ઈન્દ્રિયો જ અર્થગ્રહણ કરે છે તે સિવાય અન્ય કોઈ અર્થ ગ્રહણ કરતું નથી એવું માનો?
ઉત્તર-૭૮૮ - તે યોગ્ય નથી. કેમકે ઈન્દ્રિયોનો તે વ્યાપાર પૂર્ણ થયા પછી પણ ઈન્દ્રિયોથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં અર્થ બોધ થતો નથી.
આત્માની સિદ્ધિ કરનારનું અન્ય અનુમાન :
ઘટાદિ જ્ઞાનરૂપ મતિ, ઈન્દ્રિયોથી ભિન્ન કોઈ વ્યક્તિની છે, કારણ કે ઈન્દ્રિયો વ્યાપાર રહિત થવા છતાં – આંધળા-બહેરાપણું વગેરે અવસ્થામાં ઈન્દ્રિયનો વ્યાપાર નષ્ટ થવા છતાં પણ ઈન્દ્રિય દ્વારા જાણેલા અર્થનું સ્મરણ તો થાય છે. અથવા ઈન્દ્રિયનો વ્યાપાર હોય તો પણ ક્યારેક અનુપયોગ અવસ્થામાં વસ્તુનું જ્ઞાન નથી થતું. ઈન્દ્રિયો જો પદાર્થની જાણનાર હોય તો આંખ ખુલ્લી છતાં શ્રોત્રાદિ ઈન્દ્રિયો પટુ છતાં યોગ્ય દેશમાં સ્થિત શબ્દાદિ વિષય છતાં ઉપયોગ શૂન્ય ચિત્તવાળાને વસ્તુનો બોધ થતો નથી તેનું શું કારણ ? આથી એવું જણાય છે કે ઈન્દ્રિયના સમૂહથી ભિન્ન એવી વ્યક્તિને એ વસ્તુનો બોધ થાય છે. જેમ પાંચ બારીથી સ્ત્રીઆદિ વસ્તુને જોનાર વ્યક્તિ પાંચેય બારીથી ભિન્ન છે એટલે એવો નિયમ ફલિત થશે કે જેનો ઉપરમ થયા છતાં તે વડે જાણેલ અર્થનું જે વ્યક્તિ સ્મરણ કરે છે. તે વ્યક્તિ બારી વડે જાણેલ અર્થનું બારી બંધ થયા પછી પણ સ્મરણ કરનાર દેવદત્તની જેમ ભિન્ન અહીં આત્મા પણ ઈન્દ્રિયનો વ્યાપાર અટક્યા પછી ઈન્દ્રિય રહિત અવસ્થામાં પૂર્વે ગ્રહણ કરેલ અર્થનું સ્મરણ કરે છે તેથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે.
વળી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન હોવાનું બીજું ઉદાહરણ આપે છે. અન્ય ઈન્દ્રિય વડે ગ્રહણ કરીને તે અન્ય ઈન્દ્રિય વડે વિકાર પામે છે, જે અન્ય વડે જાણીને અન્ય વડે વિકાર પામે તે તે બન્નેથી ભિન્ન હોય છે. જેમ અગાસી પર ફરતો દેવદત્ત પૂર્વ તરફથી બારીએથી સ્ત્રીને જોઈને પશ્ચિમ તરફની બારીમાંથી આવેલી સ્ત્રીને હાથ વડે સ્પશદિનો વિકાર બતાવતો તે બંને બારીથી જુદો છે. તેમ આત્મા પણ ચક્ષુ વડે કોઈને આંબલી ખાતો જોઈને જીભમાં લાળ પડવા રૂપ વિકાર પામે છે માટે આત્મા તે બંનેથી ભિન્ન છે. અથવા અન્ય વડે જાણીને ગ્રહણ કરે છે, માટે આત્મા ઈન્દ્રિયથી ભિન્ન છે. | સર્વ ઈન્દ્રિયોથી જાણેલ અર્થના સ્મરણથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. જેમ ઈચ્છાવશાત સ્પર્ધાદિ પાંચ ભિન્ન-ભિન્ન જ્ઞાનવાળા પાંચ પુરૂષોથી એ પાંચ જ્ઞાનવાળો છઠ્ઠો પુરૂષ જુદો છે
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તેમ પાંચે જ્ઞાનવાળો આત્મા પણ પાંચે ઈન્દ્રિયોથી જુદો છે, અર્થાત ઈન્દ્રિયરૂપ સાધન એ આત્મા નથી પણ તેનાથી અલગ આત્મા છે.
પ્રશ્ન-૭૮૯ - શબ્દાદિ ભિન્ન-ભિન્ન જ્ઞાનવાળા પાંચ પુરૂષોની જેમ પાંચ ઈન્દ્રિયોને પણ જ્ઞાન હોવું જોઈએ ને એમ ન થાય તો તમારો આપેલો હેતુ સિદ્ધ કઈ રીતે ગણાય?
ઉત્તર-૭૮૯ – એ માટે જ તો અમે ઈચ્છાવશાત્ એવું વિશેષણ આપ્યું છે. જેથી કોઈ દોષ ન રહે. કારણ કે ઈન્દ્રિયોને ઈચ્છા હોતી નથી. અથવા સહકારી કારણપણે ઉપલબ્ધિનું કારણ માત્ર ઈન્દ્રિયોમાં છે. એટલે ઉપચારથી ઈન્દ્રિયોને પણ જ્ઞાન માનવામાં કાંઈ વાંધો નથી.
તથા, વાયુભૂતિ ! આત્મા શરીરથી ભિન્ન છે તેની સિદ્ધિનાં બીજા કેટલાંક અનુમાનો સાંભળ. જે બાળવિજ્ઞાન છે તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે, જે વિજ્ઞાન હોય છે તે અન્ય વિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ યુવકનું વિજ્ઞાન બાળ વિજ્ઞાનપૂર્વક હોય છે. તેમ અહીં જે બાળવિજ્ઞાન છે તે વિજ્ઞાન આ શરીરથી ભિન્ન છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થવા છતાં આ શરીરના વિજ્ઞાનનું તે કારણ છે. વિજ્ઞાન એ ગુણ છે તે તેના ગુણી આત્મા સિવાય હોઈ શકે નહિ. માટે આત્મા શરીરથી ભિન્ન છે. નહિ કે શરીર જ આત્મા છે.
પ્રશ્ન-૭૯૦ – બાળવિજ્ઞાન વિજ્ઞાનસ્વરૂપ હોવાથી અન્ય વિજ્ઞાનપૂર્વક છે, તેમાં કહેલો હેતુ પ્રતિજ્ઞાત અર્થનો જ એક વિભાગ છે એટલે એ હેતુ અસિદ્ધ જ થયો ને?
ઉત્તર-૭૯૦ – ના, એમાં વિશેષનો પક્ષ કર્યો છે એટલે સામાન્ય હેતુ થાય. હેતુ અસિદ્ધ ન થાય. જેમકે – “વર્ણાત્મક શબ્દ મેઘના શબ્દની જેમ અનિત્ય છે. આ પ્રયોગમાં હેતુ અસિદ્ધ નથી પણ સામાન્ય છે. તેવી જ રીતે અહીં પણ “બાળવિજ્ઞાન અન્ય વિજ્ઞાનપૂર્વક છે.” એમ વિશેષનો પક્ષ કર્યો છે. બાળશબ્દ અહીં વિશેષ છે. એટલે અમે કહેલ હેતુ “શબ્દ શબ્દ હોવાથી અનિત્ય છે' એવા પ્રયોગની જેમ પ્રતિજ્ઞાત અર્થનો એક ભાગ થઈને અસિદ્ધ નહિ થાય.
વળી, બાળકનો પ્રથમ સ્તનાભિલાષ, અભિલાષરૂપ હોવાથી અન્ય અભિલાષપૂર્વક હોય છે. બાળકનો આ પ્રથમ સ્તનાભિલાષ તે અભિલાષ શરીરથી જુદો છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થવા છતાં અહીંના અભિલાષનું તેકારણ છે. અભિલાષ એ ગુણ છે, ગુણ એ ગુણી સિવાય ન હોઈ શકે. માટે તે ગુણનો આશ્રયભૂત ગુણી એ શરીર નહિ પણ તેનાથી જુદો એવો આત્મા જ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૪૧
પ્રશ્ન-૭૯૧ – એ અનુમાનમાં કહેલા હેતુમાં વ્યાભિચાર છે. કેમકે બધા અભિલાષ, અભિલાષપૂર્વક નથી હોતા. જેમ મોક્ષનો અભિલાષ મોક્ષના અભિલાષપૂર્વક નથી હોતો તેમ આ અભિલાષ પણ કેમ ન હોય?
ઉત્તર-૭૯૧ – જો અમે અહીં “સ્તનાભિલાષ અન્ય સ્તનાભિલાષપૂર્વક છે' એમ વિશેષથી કહ્યું હોત તો વ્યાભિચાર થાત. પણ અમે તો “સ્તનાભિલાષ અન્ય સામાન્યાભિલાષપૂર્વક હોય છે' એમ કહ્યું છે એટલે તારો ઉપજાવેલો દોષ નહિ રહે. એ રીતે મોક્ષનો અભિલાષ પણ અન્ય સામાન્ય અભિલાષપૂર્વક જ હોય છે.
તથા બાલ્ય શરીર-દુઃખ-શોક-રાગ-દ્વેષ વગેરે હેતુઓ પણ એ જ પ્રમાણે યોજવા.
પ્રશ્ન-૭૯૨ – આત્મા જો શરીરથી ભિન્ન છે તો ઘટ વગેરેમાં કોઈ પક્ષી વગેરે પેસતુંનીકળતું દેખાય છે તેમ તે આત્મા પણ શરીરમાં પેસતો-નીકળતો કેમ દેખાતો નથી?
ઉત્તર-૭૯૨ – ગૌતમ વાયુભૂતિ ! પદાર્થ નહી જણાવવામાં અનુપલબ્ધિ કારણ છે, તે પણ બે પ્રકારે છે. (૧) અવિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ (૨) વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ. તેમાં અશ્વશૃંગ - ખરઝંગ - વંધ્યાપુત્ર વગેરે નથી દેખાતા તે અવિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ કહેવાય છે. તથા, સ્વર્ગ-નર્ક વગેરે જે ભાવો દૂર હોવાથી દેખાતા નથી તે વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ કહેવાય. આ અનુપલબ્ધિ (૨૧) પ્રકારની છે. (૧) અતિ દૂર હોવાથી - સ્વર્ગ-નરકાદિ, (૨) અત્યંત નજીક હોવાથી – પોતાની આંખની કીકી-પાંપણમેલ વગેરે, (૩) અતિ સુક્ષ્મપણાથી – પરમાણુ વગેરે, (૪) મનની અનવસ્થાથી – શબ્દ વગેરે હોય છતાં ન જણાય, (૫) ઈન્દ્રિયની અપટુતા-બહેરા વગેરે મનુષ્યને ન સંભળાય, (૬) મતિમંદતાથી – શાસ્ત્રના સૂક્ષ્મ અર્થનો બોધ ન થાય, (૭) અશક્યપણાથી – કાન, મસ્તકપીઠ વગેરેની જેમ, (૮) આવરણથી – આંખો પર હાથ મુકવાથી અથવા ચટાઈ-ભીંત વગેરેના આવરણથી હાથ વગેરે પણ ન દેખાય, (૯) પરાભવથી - સૂર્યના તેજમાં પરાભૂત તારા વગેરે, (૧૦) સમાનતાથી - મગ, અડદ વગેરે પોતાની સમાન જાતિના ઢગલામાં પડવાથી, (૧૧) અનુપયોગથી - ઊંધેલા મનુષ્યને પથારીના સ્પર્શની જેમ, (૧૨) ઉપાયના અભાવે - ગાય-ભેંસાદિના દૂધનું પ્રમાણ જેમ શિંગડાદિથી ન જાણી શકે, અથવા આકાશનું માપ ઉપાય વિના ન જાણી શકે, (૧૩) વિસ્મરણથી – ભૂલી જવાથી, (૧૪) ખોટા ઉપદેશથી - ઠગાઈ વગેરેથી, (૧૫) મોહ-અજ્ઞાનથી – જીવાદિ પદાર્થ ન જાણી શકાય, (૧૬) વિદર્શનથી – સર્વથા અંધની જેમ, (૧૭) વિકારથી - વૃદ્ધાવસ્થાદિના વિકારથી, (૧૮) ક્રિયાના અભાવથી – પૃથ્વી ખોદવી વગેરે ક્રિયાના અભાવે વૃક્ષના મૂળ વગેરે ન જાણી શકાય,
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧૯) શાસ્ત્ર નહિ સાંભળવાથી - તેનો અર્થ ન સમજાય, (૨૦) કાળની દીર્ઘતાથી – ભૂતભવિષ્યકાળની દીર્ઘતાથી ઋષભદેવ-પદ્મનાભ વગેરે ન જણાય, (૨૧) સ્વભાવ વિપ્રકર્ષથી - આકાશ અને પિશાચ વગેરેનો સ્વભાવ વિપકર્ષ હોવાથી ન જણાય.
આમ, પદાર્થ વિદ્યમાન છતાં આ ૨૧ પ્રકારની અનુપલબ્ધિથી નથી જણાતો. અહીં કર્માનુગત સંસારી જીવ વસ્તુતઃ આકાશની જેમ અમૂર્ત છે, અને કાર્પણ શરીર પણ પરમાણુની જેમ સૂક્ષ્મ છે, તેથી વિદ્યમાન છતાં દેખાતાં નથી.
હવે, વેદોક્ત વચનથી આત્મા શરીરથી ભિન્ન છે એ સિદ્ધ કરે છે.
વળી હે ગૌતમ ! આત્મા શરીરથી અભિન્ન હોય તો સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવું - એ વેદપદનો વિઘાત થાય. કેમકે શરીર તો અગ્નિવડે બાળીને અહીં જ ભસ્મ કરાય છે. એટલે પછી જીવના અભાવે સ્વર્ગની પ્રાપ્તિ કોને થાય? તેમજ તે શરીર વડે કરેલ દાનાદિનું ફળ પણ કોને થાય? વળી “સત્યેન નખ્ય તપણા દોષ વ્રત્યેળ નિત્યં જ્યોતિર્મયો વિશુદ્ધો ચંપત્તિ ધીર યતય: સંયતાત્માન:” એટલે સત્ય-તપ અને બ્રહ્મચર્યથી જ્યોતિર્મય આ આત્મા શાશ્વત લભ્ય છે. તેને ધીર અને સંયમી યોગીઓ જોઈ શકે છે. આમ, અનેક વેદ વાક્યો ભૂતથી અતિરિક્ત આત્મા છે એમ પ્રતિપાદન કરે છે. માટે આત્મા શરીરથી જુદો છે, અને ચેતના એ આત્માનો ધર્મ છે, ભૂતોનો ધર્મ નથી.
(૪) વ્યક્ત-પાંચ ભૂતો છે કે નહિ? પ્રશ્ન-૭૯૩ – પૃથ્વી-અ-જ-વાયુ-આકાશ આ પાંચ ભૂતો છે કે નથી?
ઉત્તર-૭૯૩ – હે વ્યક્ત ! તને પરસ્પર વિરુદ્ધ વેદપદો સાંભળવાથી આ પ્રકારનો સંશય થયો છે તે વેદપદો “વનોપદં વૈ સ મન્વેષ બ્રહ્મવિધિરન્ગસ વિશે:" એટલે આ સર્વ જગત્ સ્વપ્ન સમાન છે. માત્ર આ બ્રહ્મવિધિ-પરમાર્થ પ્રકાર તેજ જાણવા યોગ્ય છે. આ પદો ભૂતોનો અપલાપ કરે છે, અને “ધાવા પૃથિવી પૃથિવી દેવતા માપો તેવતા” આ પદો ભૂતોની સત્તા જણાવે છે. આમ, પરસ્પર વિરુદ્ધ અર્થ પ્રતિપાદક વેદવાક્યો સાંભળીને તને આવો સંશય થયો છે. પરંતુ, ખરેખર તો તું આ વેદપદોનો વાસ્તવિક અર્થ જાણતો નથી.
પ્રશ્ન-૭૯૪ – એવું તમે કઈ રીતે કહી શકો કેમકે જેમ કોઈ ગરીબ માણસ સ્વપ્નમાં પોતાના ઘરના આંગણામાં હાથી-ઘોડા-સોનાનો ઢગલો વગેરે નહિ હોવા છતાં દેખે છે ઈન્દ્રજાળના વિલાસ જેવી માયામાં પણ અવિદ્યમાન એવા સુવર્ણ-મણિ-રત્ન-ચાંદીનાં વાસણોબાગ-બગીચા-પુષ્પ-ફળ વગેરે અવિદ્યમાન છતાં જણાય છે. તેવી રીતે આ પૃથિવી વગેરે ભૂતો
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૩
ગુજરાતી પ્રશ્નોત્તર પણ અવિદ્યમાન છતાં જણાય છે. એટલે તે પણ વાસ્તવિક રીતે સ્વપ્ન અને ઈન્દ્રજાળમાં જોયેલ વસ્તુ જેવા માનવામાં શો વાંધો છે?
ઉત્તર-૭૯૪ – એમ માનવું જરાય યોગ્ય નથી, કેમકે જ્યારે ભૂતોમાં સંશય હોય ત્યારે જીવાદિમાં પણ સંશય હોવો જ જોઈએ કારણ કે એ જીવાદિ પદાર્થો ભૂતના વિકારરૂપ શરીરમાં અધિષ્ઠિત છે. એથી પૃથ્વી આદિ ભૂતો અને જીવાદિ પદાર્થો તારા હિસાબે અવિદ્યમાન છે એટલે સર્વશૂન્યતાની શંકાવાળો તું આખા વિશ્વને માયા અને સ્વપ્ન-ઈન્દ્રજાળ જેવું માને છે.
વ્યક્તના અભિપ્રાયે સર્વશૂન્યતાની યુક્તિઓ :
(૧) કાર્ય કારણભાવ પરસ્પર સાપેક્ષ છે, પોતાથી, પરથી, ઉભયથી કે એ સિવાય અન્યથી પણ પદાર્થની સિદ્ધિ થતી નથી. કારણ કે જે કોઈ પદાર્થોનો સમુદાય છે તે સર્વ કાર્યરૂપ કે કારણરૂપ હોવો જોઈએ. તેથી જે કાર્ય હોય છે કારણ વડે કરાય છે. એટલે કાર્યત્વનો વ્યવહાર કારણને આધીન હોય છે પરંતુ કાર્યનું કાર્યત્વ સ્વભાવથી સિદ્ધત્વ નથી, એ જ રીતે કારણ કાર્ય કરે છે. એટલે તેનો કારણત્વનો વ્યવહાર કાર્યને આધીન છે, પણ તેનું કારણત્વ સ્વતઃ સિદ્ધ નથી. આ રીતે જે સ્વતઃ સિદ્ધ નથી તે ખરવિષાણની જેમ પરતઃ પણ સિદ્ધ નથી. સ્વ-પર ઉભયથી કાર્યાદિની સિદ્ધિ માનીએ તો તે પણ અયોગ્ય છે. કેમકે જે અલગ-અલગ રીતે સિદ્ધ નથી તો ઉભયથી સિદ્ધિ તો ક્યાંથી થાય? જેમ રેતીના જુદા-જુદા કણમાંથી તેલ ઉત્પન્ન થતું નથી, તો તેના સમુદાયમાં પણ થતું નથી. તેમ ત્યાં પણ સમજવું. જો ઉભયથી કાર્યાદિભાવની સિદ્ધિ માનો તો ઈતરેતર આશ્રય દોષ આવે છે. કારણ કે જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય. અને જ્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય. માટે ઉભયથી પણ કાર્યાદિ ભાવ સિદ્ધ નથી. તથા સ્વ-પર-ઉભય સિવાય અન્ય વસ્તુનો અભાવ હોવાથી અન્યથી પણ ભાવોની સિદ્ધિ ન થાય.
દા.ત. પ્રદેશની આંગળી અંગુઠા કરતાં લાંબી છે અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી છે. વાસ્તવમાં એ આંગળી સ્વતઃ લાંબી-ટૂંકી નથી અને એમ ન હોવાથી પરતઃ ઉભયતઃ કે અન્યતઃ પણ તેના લાંબા-ટૂંકાપણાની સિદ્ધિ થતી નથી એટલે સર્વશૂન્યતા માનવી જ બરાબર છે, કારણ કે પદાર્થની વિદ્યમાનતા જ સંભવિત નથી.
(૨) અસ્તિત્વ અને ઘટ, ઉભય એક છે કે અનેક છે? જો એક હોય તો સર્વ પદાર્થ એક થઈ જવાનો પ્રસંગ આવશે, કેમકે જે જે છે તે તે ઘટ છે એમ અસ્તિત્વમાં ઘટ પ્રવેશવાથી સર્વને ઘટત્વની પ્રાપ્તિ થશે. પણ પટાદિ જુદા પદાર્થ નહિ કહેવાય. અથવા ઘટ સર્વના અસ્તિત્વથી અભિન્ન હોવાથી સર્વાત્મક થશે. અથવા ઘટ તે જ અસ્તિત્વ છે એમ ફક્ત ઘટમાત્રમાં જ
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અસ્તિત્વ સમાવિષ્ટ હોવાથી અન્યત્ર અસ્તિત્વના અભાવે, ઘટ સિવાયના સર્વ પદાર્થનો અભાવ થવાથી માત્ર એક ઘટ જ રહેશે. અથવા એ ઘટનો અભાવ થશે, કેમકે ઘટ સિવાયના પદાર્થથી ભિન્ન તે જ ઘટ કહેવાય છે, જ્યારે ઘટના પ્રતિપક્ષ ભૂત અઘટનો જ અભાવ હોય ત્યારે ‘ઘટ’ છે એમ કઈ રીતે કહી શકાય ? એટલે જ સર્વ શૂન્યતા માનવી જ યોગ્ય છે.
૪૪
હવે, બીજા વિકલ્પથી ઘટ-અસ્તિત્વને અનેક માનીએ તો પણ ઘટ એ અસ્તિત્વ રહિત હોવાથી ખરશૃંગની જેમ અવિદ્યમાન છે, કારણ કે જે વિદ્યમાનભાવ હોય તે જ અસ્તિત્વરૂપ કહેવાય. અને એ અસ્તિત્વના આધારભૂત ઘટ-પટાદિ પદાર્થ છે. તે અસ્તિત્વથી ભિન્ન માનીએ તો અસ્તિત્વનો પણ અભાવ જ થાય. કેમકે આધારથી આધેય અન્ય હોવાથી આધાર વિના આધેય હોઈ શકે નહિ. આમ આ બંને વિકલ્પો દોષયુક્ત છે, કેમકે પહેલા વિકલ્પમાં સર્વની એકતા પ્રાપ્ત થાય છે અને બીજામાં સર્વનો અભાવ પ્રાપ્ત થાય છે. અથવા સર્વથા શૂન્ય થાય છે.
(૩) જે ગધેડાના શિંગડાની જેમ ઉત્પન્ન નથી થતું. તે અવશ્ય અવિદ્યમાન જ હોય છે. અને લોકમાં જે ઉત્પનન હોય છે તેની પણ યુક્તિપૂર્વક વિચારતાં ઉત્પત્તિ ઘટતી નથી. જેમકે ઉત્પન્ન થયેલ હોય તે ફરી ઉત્પન્ન થતું નથી. જો તે ફરી ઉત્પન્ન થાય છે એમ માનો તો ફરીફરી ઉત્પન્ન થવાથી અનવસ્થા દોષ આવશે. જો નહિ ઉત્પન્ન થયેલું ઉત્પન્ન થાય છે એમ કહો તો ક્યારેય ઉત્પન્ન નહિ થયેલાં ગધેડાના શિંગડા પણ ઉત્પન્ન થવા જોઈએ, કારણ કે અનુત્પન્નતા તો એમાં પણ સરખી જ છે. ત્રીજા વિકલ્પથી ઉત્પન્ન-અનુત્પન્નરૂપ હોય તે ઉત્પન્ન થાય છે, એમ કહેતા હો તો પણ નહી ઘટે કારણ કે પ્રત્યેકમાં રહેલા દોષો ઉભયમાં પણ આવે છે. વળી એ ઉત્પન્ન અનુત્પન્ન વસ્તુ વિદ્યમાન છે કે અવિદ્યમાન ? જો વિદ્યમાન હોય તો ઉત્પન્ન થયેલી જ કહેવાય. પણ ઉભયરૂપ ન કહેવાય. હવે જો એને ઉભયરૂપ વસ્તુ ન માનો તો તે ઉભયરૂપ ન કહેવાય પણ અનુત્પન્ન જ કહેવાય એટલે ફરી ઉપર કહેલ દોષ આવે. આમ, અનવસ્થા વગેરે દોષોના સંભવથી પદાર્થોની ઉત્પત્તિ શક્ય નથી એટલે જગતની શૂન્યતા માનવી જ ઉચિત છે.
(૪) વળી ઉપાદાન કારણ અને નિમિત્ત કારણરૂપ સામગ્રી અલગ-અલગ હોય તો તે કાર્ય જણાતું નથી પણ સંપૂર્ણ સામગ્રી હોય તો જણાય છે, એટલે કાર્યનો સર્વથા અભાવ જ યોગ્ય છે. અને સર્વ અભાવમાં સામગ્રીનો સદ્ભાવ પણ ક્યાંથી હોય ? એટલે તેમાં સર્વશૂન્યતા જ છે. મતલબ કે હેતુ-ઉપાદાન કારણ અને પ્રત્યય-નિમિત્ત કારણ સ્વજન્ય અર્થને ક્રમથી કરે છે ? કે એક સાથે કરે છે ? ક્રમથી તો કરતા નથી એટલે એકેકથી કાર્યનો અભાવ હોવાથી સામગ્રીમાં પણ કાર્યાભાવ જ હોય છે. આ રીતે સર્વ કાર્યની ઉત્પત્તિનો અભાવ
Page #64
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૪૫
હોવાથી સામગ્રીનો અભાવ રહેતો નથી. તેમજ અનુત્પન્ન સામગ્રીનો પણ સદ્દભાવ રહેતો નથી એટલે જગત્ શૂન્ય જ પ્રાપ્ત થાય છે.
(પ) જે વસ્તુ અદશ્ય હોય છે તે ખરશિંગની જેમ જણાતી ન હોવાથી અવિદ્યમાન જ હોય છે. અને ઘટ-પટ-સ્તંભ-ભીત વગેરે જે દશ્ય વસ્તુ છે તેનો પાછળનો, વચ્ચેનો ભાગ આગળના ભાગથી આવરિત હોવાથી જણાતા નથી, એટલે તે પણ અવિદ્યમાન છે. વળી આગળનો ભાગ અવયવવાળો હોવાથી બીજા ભાગથી આવરિત છે તે ભાગ પણ બીજા આગળના ભાગથી ઢંકાયેલો છે આમ, છેક આગળનો ભાગ પરમાણુ પ્રતરરૂપ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી એટલે એક પણ ભાગ જણાતો ન હોવાથી સર્વ વસ્તુ સમૂહની ઉપલબ્ધિ થતી નથી માટે સર્વજગત્ શૂન્ય છે.
વ્યક્તિના સંશયોનો પરમાત્મા દ્વારા જવાબ -
(૧) કાર્ય-કારણભાવની સાપેક્ષતા - હે વ્યક્ત ! ભૂતોનો અભાવ માનીને સંશય ન કર. કેમકે તેનો જો અભાવ હોય તો આકાશ-કુસુમની જેમ સંશય ન થાય. માત્ર તેના અભાવનો જ નિશ્ચય થાય. જેની વિદ્યમાનતા હોય તેનો જ સ્થાણુ કે પુરુષની જેમ સંશય થાય. અથવા સર્વશૂન્યતામાં પણ સ્થાણુ આદિમાં સંશય થાય છે. અને આકાશ કુસુમાદિમાં નથી થતો. એમાં કયો વિશેષ હેતુ છે? કારણ કે વિશેષ હેતુના અભાવે તો સર્વત્ર સંશય થવો જોઈએ. અથવા નિયામકના અભાવે વિપર્યય થવો જોઈએ. વળી પ્રત્યક્ષ-અનુમાન-આગમ પ્રમાણોથી જયારે પદાર્થોની પ્રસિદ્ધિ થાય. ત્યારે કોઈ વખત વસ્તુમાં સંશય થાય પણ જ્યારે સર્વપ્રમાણ અને તેના વિષયોનો અભાવ હોય ત્યારે સંશય ક્યાંથી થાય ? કેમકે સંશય-વિપર્યયઅનધ્યવસાય-નિર્ણય એ જ્ઞાનના પર્યાયો છે તે શેયની સાથે સંબંધવાળા હોય છે. સર્વશૂન્યતામાં તો શેયનો પણ અભાવ થાય એટલે તારો સંશય બરાબર નથી. તે સૌમ્ય ! તે ભાવો વિદ્યમાન છે કેમકે તેના સંબંધી તને સંશય થાય છે. જેનો સંશય થાય તે વસ્તુ સ્થાણુપુરુષની જેમ વિદ્યમાન હોય છે અને જે વસ્તુ આકાશ કુસુમની જેમ અવિદ્યમાન છે તેનો સંશય ન થાય. જો તુ સ્થાણુ-પુરુષનું દૃષ્ટાંત અસિદ્ધ માનતો હોય તો તે અયોગ્ય છે. કેમકે તે સ્થાણુ-પુરુષાદિ ભાવોને તો તું અવિદ્યમાન માને છે. એટલે સર્વ ભાવોના અભાવમાં સંશયનો પણ અભાવ જ થાય.
પ્રશ્ન-૭૯૫– “સ્વપ્નમાં વસ્તુનો સર્વથા અભાવ છતાં સંશય થાય છે. જેમકે કોઈ મનુષ્ય સ્વપ્નમાં પોતાના ઘરના આંગણામાં આ હાથી છે કે પર્વત? એવો સંશય કરે છે ત્યાં કાંઈ ન હોવા છતાં એવો સંશય થાય છે તો અન્યત્ર પણ વસ્તુના અભાવમાં સંશય કેમ ન થાય?
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૭૯૫ – સ્વપ્નમાં જે સંદેહ થાય છે, તે પૂર્વે જોયેલ અથવા અનુભવેલ અથવા અનુભવનું સ્મરણ વગેરેના નિમિત્તથી થાય છે. પણ વસ્તુના સર્વથા અભાવથી થતો નથી, જો સર્વથા વસ્તુના અભાવથી સંદેહ થાય તો છઠ્ઠા ભૂત વગેરેમાં પણ સંશય થવો જોઈએ. એમ તો થતું નથી.
વળી સ્વપ્ન પણ નિમિત્ત વિના ન થાય. તે નિમિત્તો – (૧) અનુભૂત = સ્નાન-વિલેપનભોજન વગેરે પૂર્વે અનુભવેલ વસ્તુ સ્વપ્નમાં જણાય છે. (૨) ચિંતિતાર્થ = સ્ત્રીની પ્રાપ્તિ વગેરે. (૩) દષ્ટાર્થ = હાથી, ઘોડા વગેરે પૂર્વે જોયેલ વસ્તુ સ્વપ્નમાં દેખાય છે. (૪) શ્રુતાર્થ = સ્વર્ગ-નરક વગેરે સાંભળેલી વસ્તુ જણાય છે. (૫) પ્રકૃતિ = વાયુ-પિત્ત વગેરેથી થયેલ પ્રકૃતિના વિકારથી આવેલ સ્વપ્ન. (૬) દેવ-વિકારના નિમિત્તે પ્રતિકૂળ કે અનુકૂળ દેવતાના નિમિત્તથી સ્વપ્ન આવે તે. (૭) પ્રદેશ-પાણીવાળા પ્રદેશમાં જે સ્વપ્ન વિશેષ જણાય તે જલપ્રદેશ નિમિત્ત સ્વપ્ન. (૮-૯) પુણ્ય-પાપ-નિમિત્ત-ઈષ્ટ અથવા અનિષ્ટ સ્વપ્ન આવે તે. આ રીતે વસ્તુ સ્વભાથી સ્વપ્ન પણ ભાવરૂપ હોવાથી “સ્વપ્નની જેમ જગત શૂન્ય છે' એમ ન કહી શકાય. કારણ કે ઘટ વિજ્ઞાનની જેમ સ્વપ્ન પણ વિજ્ઞાનમય હોવાથી ભાવસ્વરૂપ છે.
વસ્તુનો સર્વથા અભાવ માનીને સર્વશૂન્યતા માનીએ તો વ્યવહાર પણ ન ટકી શકે. કેમકે, “આ સ્વપ્ન છે, આ સ્વપ્ન નથી, આ સત્ય છે, આ અસત્ય છે, આ ગંધર્વપુર છે, આ પાટલીપુત્ર છે, આ ઉપચાર રહિત સત્યસિંહ છે અને આ ઔપચારિક મનુષ્ય વગેરેમાં ઉપચાર કરાયેલો સિંહ છે. અર્થાત્ માણસ સિંહ જેવો છે એમ કહેવાય છે.” તથા આ ઘટ-પટાદિ કાર્ય છે, આ માટીનો પિંડ વગેરે કારણ છે, આ અનિત્યતા વગેરે સાધ્ય છે, કૃતકપણું વગેરે સાધન છે. કુંભારાદિ ઘટના કર્તા છે, આ વક્તા છે, આ ત્રિઅવયવી કે પંચાવયવી વચન છે. તથા આ વાચ્ય છે, આ સ્વપક્ષ છે, આ પરપક્ષ છે, વગેરે વ્યવહારની વિશેષતા શૂન્યતામાં કઈ રીતે નિયત થાય? વળી પૃથ્વી આદિનું સ્થિરપણું, પાણીમાં પ્રવાહિતા, અગ્નિની ઉષ્ણતા, વાયુની ચપળતા, આકાશની અમૂર્તતા વગેરે નિયત સ્વભાવો, તથા શબ્દાદિ ગ્રાહ્ય છે. અને શ્રોત્રેન્દ્રિયાદિ ગ્રાહક છે વગેરે નિયમની સિદ્ધિ સર્વ શૂન્યતામાં ક્યાંથી થશે?
અથવા સર્વશૂન્યતામાં સ્વપ્ન-અસ્વપ્ન, સત્ય-અસત્ય વગેરે બધું સમાન જ થઈ જાય અથવા સ્વપ્ન હોય તે અસ્વપ્ન અને અસ્વપ્ન-સ્વપ્ન વગેરે વિપર્યય પણ થઈ જાય. અને સ્વપ્ન-અસ્વપ્ન સર્વેનું અગ્રહણ પણ થાય.
પ્રશ્ન-૭૯૬ – એ ગ્રહણ તો ભ્રમથી થાય છે એમ માનો ને?
Page #66
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૯૬ – ના, કારણ કે દેશ-કાળ-સ્વભાવ વગેરે નિયત હોવાથી તે પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને સ્વપ્નાદિના ગ્રહણમાં કારણ તરીકે જેને તું ભ્રમ-ભ્રાન્તિ માને છે તે વિદ્યમાન છે કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન માને તો સર્વશૂન્યતા ક્યાં રહી ? અને અવિદ્યમાન માને તો પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાન ભ્રાંતિ-રહિત હોવાથી સર્વભાવો વિદ્યમાન છે. સર્વશૂન્યતા નથી.
૪૭
અથવા સર્વશૂન્યતા માનવામાં વિદ્યમાન પદાર્થોની શૂન્યતા માનવી એ શું સમ્યગ્ ગ્રહ છે ? અને વિદ્યમાન પદાર્થોની વિદ્યમાનતા માનવું એ શું મિથ્યાગ્રહ છે ? એમ માનવામાં એવો કયો વિશેષ હેતુ તારી પાસે છે કે તું સર્વશૂન્યતા માને છે ?
તથા “પદાર્થોની સ્વતઃ સિદ્ધિ નથી” એમ માનવામાં લાંબું-ટૂંકું અને તેવા પદાર્થમાં આ હ્રસ્વ છે આ દીર્ઘ છે અને આ હ્રસ્વદીર્ઘ છે એવી બુદ્ધિનો તું એક સાથે આશ્રય કરે છે તો પછી એવા પદાર્થોની પરસ્પર અસિદ્ધિ કઈ રીતે કહે છે ? સર્વપદાર્થની શૂન્યતા માનનારો તું આ હ્રસ્વ છે આ દીર્ઘ છે એમ પૂર્વાપર વિરુદ્ધ બોલે છે તે અયુક્ત છે. તાત્પર્ય એ છે કે પદાર્થોની સત્તામાં માત્ર અપેક્ષા કારણ છે એવું નથી પણ સાથે-સાથે સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરવાદિરૂપ અર્થક્રિયાકારીપણું પણ કારણ છે. તેથી જે હ્રસ્વ-દીર્ઘ ઉભય સ્વસંબંધી જ્ઞાન ઉત્પન્ન કરે છે તે હોય જ છે તો પછી તેમનો અભાવ કઈ રીતે ? વળી મધ્યમ આંગળીની અપેક્ષાએ પ્રદેશીની આંગળીમાં હ્રસ્વપણું નહિ છતાં પણ છે એવું કહેવાય છે. એવું તું જે માને છે તે પણ અયોગ્ય છે. કારણ કે જો મધ્યમાં આંગળીની અપેક્ષાએ પ્રદેશીની સર્વથા સ્વતઃ અવિધમાન છતાં તેમાં હ્રસ્વતા છે. એમ હોય તો સર્વથા અવિદ્યમાન એવા ગધેડાના શિંગડા અને અતિદીર્ઘ એવા ઈન્દ્રધ્વજ આદિમાં પણ તે હોવું જોઈએ. કેમકે અવિદ્યમાનત્વ ઉભયત્ર સમાન છે. વાસ્તવમાં તો સ્વતઃ વિદ્યમાન એવી પ્રદેશીની આંગળી અનંતધર્માત્મક હોવાથી તે તે સહકારી કારણો પાસે તે તે રૂપે જણાતી હોવાથી તે તે પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, પણ સર્વથા અવિદ્યમાન આંગળીમાં અપેક્ષામાત્રથી જ હ્રસ્વ-દીર્ઘાદિ જ્ઞાન ઉત્પન્ન થાય છે એવું નથી. એ રીતે દીર્ઘઉભયાદિમાં પણ આ દીર્ઘ, આ ઉભય વગેરે સ્વ-પર-ઉભયની બુદ્ધિ બીજાની માન્યતા પ્રમાણે છે. અમારા મતે તો સ્વતઃ સિદ્ધ એવા સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરનાર હ્રસ્વ-દીર્ઘ આદિ કાંઈ જ નથી એટલે અમારા મતે પૂર્વાપર કોઈ વિરોધ નથી આવતો. એમ જો તું કહેતો હોય તો સર્વશૂન્યતામાં આ સ્વમત છે આ પરમત છે એવો તફાવત પણ ક્યાંથી થાય ? જો સ્વ-૫૨ ભાવ તું માને તો શૂન્યતાનો અભાવ થશે.
તથા વ્યક્ત ! હ્રસ્વ-દીર્ઘ પદાર્થમાં તે તે આકારે જણાતું જે જ્ઞાન થાય છે. તે એક કાળે જ થાય છે કે અનુક્રમે થાય છે ? જો એક કાળે થતું હોય તો બંને સમકાળે સ્વપ્રતિભાસિત
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ્ઞાનમાં જણાતા હોવાથી કોની અપેક્ષા કોણ કરે? અને જો અનુક્રમે જ્ઞાન થતું હોય તો પ્રથમ સ્વપ્રતિભાસિ જ્ઞાન વડે હૃસ્વાદિ પદાર્થનું ગ્રહણ કરવાથી ઉત્તરકાળમાં દીર્ધાદિ પદાર્થના ગ્રહણમાં કઈ અપેક્ષા છે? કોઈ નહિ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ચક્ષુ આદિ સામગ્રીના સદ્ભાવમાં અન્યની અપેક્ષા વિના સર્વ પદાર્થો પોતપોતાના જુદા જુદારૂપે સ્વપ્રતિભાસિ જ્ઞાનમાં જણાય છે એટલે સર્વ પદાર્થો સ્વભાવતઃ સિદ્ધ છે.
અથવા તરતના જન્મેલા બાળકને જન્મ પછી તરત જે પ્રથમ વિજ્ઞાન થાય છે તે કઈ અપેક્ષાએ થાય છે ? વળી હ્રસ્વમાં નહિ તેમ દીર્ઘમાં પણ નહિ, પરંતુ ચક્ષુયુગલની જેમ પરસ્પર તુલ્યવસ્તુમાં એકકાળે તે બંનેને તુલ્યરૂપે ગ્રહણ કરનાર સ્વપ્રતિભાસિ જ્ઞાન કરવામાં પરસ્પર કઈ અપેક્ષા છે? માટે આંગળી વગેરે પદાર્થોનું સ્વરૂપ અન્યની અપેક્ષાએ નથી પરંતુ, સ્વપ્રતિભાસ જ્ઞાનથી અન્યની અપેક્ષા સિવાય તેઓ સ્વરૂપથી જ ગ્રહણ થાય છે. એટલે પદાર્થમાત્ર સ્વરૂપથી જ સિદ્ધ છે.
વળી જો સર્વશૂન્યતા માનીએ તો હ્રસ્વ પદાર્થથી દીર્ઘપદાર્થમાં દીર્ઘત્વના જ્ઞાનનો વ્યવહાર કઈ રીતે થાય ? અને દીર્ઘની અપેક્ષાએ જ દીર્ઘજ્ઞાનનો વ્યવહાર કેમ ન થાય? વળી એ રીતે દીર્ઘથી દીર્ઘમાં અને હ્રસ્વથી હ્રસ્વમાં પણ તેવો જ્ઞાન અને વ્યવહાર કેમ ન થાય? તથા આકાશ કુસુમથી પણ દીર્ઘ-ધ્રુસ્વમાં દીર્ઘ-હત્ત્વજ્ઞાન અને વ્યવહાર અને આકાશ કુસુમથી જ આકાશ કુસુમમાં હ્રસ્વ-દીર્ઘ જ્ઞાનનો વ્યવહાર કેમ ન થાય? કારણ કે શૂન્યતા તો ત્યાં પણ સમાન જ છે. પણ એમ વ્યવહાર થતો નથી. માટે જ ભાવો-પદાર્થો વિદ્યમાન છે, પણ જગત શૂન્ય નથી.
જો વસ્તુનો સર્વથા અભાવ હોય તો હૂવાદિને દીઘદિની અપેક્ષાનો કોઈ લાભ નથી કેમકે, તે તો શૂન્યતાથી પ્રતિકૂળ છે.
પ્રશ્ન-૭૯૭– તો અમે એમ કહીશું કે સ્વભાવથી જ અપેક્ષા વડે દીર્ઘનહૂસ્વાદિ વ્યવહાર થાય છે?
ઉત્તર-૭૯૭– એ બરાબર નથી કારણ કે, “અગ્નિ બળે છે, આકાશ બળતું નથી આમાં જેમ સ્વભાવ હેતુ છે એમ તારા કહેવામાં નથી, કેમકે વંધ્યાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થમાં સ્વભાવ માનવો એ સર્વથા અયોગ્ય છે. આ રીતે સ્વભાવ-પરભાવ માનવાથી તો શૂન્યતાની હાનિ થશે એટલે તારી માનેલી શૂન્યતા સિદ્ધ નહિ થાય.
અથવા સ્વતઃ સિદ્ધ વસ્તુમાં અન્ય અપેક્ષાથી “હ્રસ્વ-દીર્ઘ એવું નામ માત્રથી વિજ્ઞાન સિદ્ધ થશે. પરંતુ અન્ય અપેક્ષાથી વસ્તુની સત્તા સિદ્ધ નહિ થાય, તેમજ હ્રસ્વ-દીર્વાદિ ધર્મ સિવાય રૂપ-રસાદિ ધર્મો પણ સિદ્ધ નહિ થાય. કેમકે વસ્તુની સત્તા અને રૂપાદિ ધર્મગ્રહણ
Page #68
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૪૯ કરનાર જ્ઞાન-સ્વતઃ ઉત્પન્ન થાય છે. એટલે અન્ય અપેક્ષાએ તેનો અભાવ કઈ રીતે થાય ? અને સત્તાદિના અભાવની સિદ્ધિ વિના જગત્ શૂન્યતા પણ સિદ્ધ નહિ થાય.
વળી જો પદાર્થના સત્તાદિ ધર્મો અન્યની અપેક્ષાવાળા હોય તો હ્રસ્વ વસ્તુના નાશમાં દીર્ઘ વસ્તુનો પણ સર્વનાશ પ્રાપ્ત થાય. કેમકે દીર્ઘ વસ્તુના ધર્મો તેની અપેક્ષાવાળા છે. પણ એમ નાશ થતો નથી. એટલે એ નિશ્ચિત થાય છે કે ઘટાદિ વગેરેના સત્તારૂપાદિ ધર્મો અન્ય અપેક્ષાવાળા જ નથી. એથી શૂન્યતાનો અભાવ થાય છે. (૨) અસ્તિત્વ-ઘટની એકતા-અનેકતા :
ઘડો છે એમ માન્યા પછી અસ્તિત્વ અને ઘટની એકતા-અનેકતાનો જે વિચાર છે તે માત્ર તેના પર્યાયનો વિચાર છે, પરંતુ એનાથી ઘટનો અભાવ નથી. નહિ તો ખરશિંગ કે વંધ્યાપુત્રમાં પણ એવો વિકલ્પ કેમ થતો નથી? વળી ઘટ અને શૂન્યતા એ બંને અન્ય છે કે અનન્ય છે? જો અન્ય હોય તો ઘટ સિવાય એનાથી અધિક કોઈ શૂન્યતા નથી અને જો અનન્ય હોય તો તે ઘટ જ છે કેમકે પ્રત્યક્ષથી તે ઘટ જ જણાય છે શૂન્યતારૂપ ઘટનો ધર્મ કોઈપણ પ્રમાણથી જણાતો નથી.
સર્વ શૂન્ય છે એવા પ્રકારનું તારું વિજ્ઞાન અને વચન એ બંનેનું પણ અસ્તિત્વ એક છે કે અનેક? જો એક હોય તો વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થયું. જો અનેક હોય તો અજ્ઞાની અને વચન શૂન્યવાદી શૂન્યતા કઈ રીતે સાધશે ?
ઘટની અસ્તિતારૂપ ઘટની સત્તા તે ઘટનો ધર્મ છે તે ઘટથી અભિન્ન છે. પટાદિથી ભિન્ન છે એટલે “આ ઘટ છે” એમ કહેવાથી “આ ઘટ જ છે' એવો નિયમ ક્યાંથી થાય? વળી “જે જે છે, તે તે સર્વ ઘટ છે એમ કહેવામાં સર્વ પદાર્થમાં ઘટત્વનો પ્રસંગ કઈ રીતે થાય? પાછો ઘટ છે' એમ કહેવાથી સર્વ પદાર્થના અસ્તિત્વનો અવરોધ કઈ રીતે થાય ? તથા ઘટ સર્વાત્મરૂપે કઈ રીતે થાય ? ન જ થાય એથી એવું સિદ્ધ થયું કે જેમ “વૃક્ષ' એમ કહેવાથી આંબો અથવા લીમડો વગેરે સમજાય છે. પરંતુ આંબો' કહેવાથી તો વૃક્ષત્વ જ સમજાય છે. તેમ અહીં પણ ઘટની સત્તા તે ઘટનો ધર્મ હોવાથી ઘટમાં જ હોય છે અન્યત્ર ન હોય અને સામાન્ય સત્તા બધામાં છે તેથી “અસ્તિ' કહેવાથી ઘટ અથવા બીજા પટાદિ સમજાય છે, પણ ઘટ’ કહેવાથી તો ઘટની અસ્તિતા જ સમજાય કેમકે ઘટની પોતાની સત્તા ઘટમાં હોય જ છે. (૩) ઉત્પન્ન-અનુત્પન્ન સંશય:
હે વ્યક્ત ! એવી કઈ વસ્તુ છે કે જેની ઉત્પન્ન, અનુત્પન્ન અને ઉત્પન્ન-અનુત્પન્નાદિ પ્રકારે ઉત્પત્તિનો તું નિષેધ કરે છે? કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલ વસ્તુ તુ માનતો હોય તો તે વસ્તુ
ભાગ-૨/૫
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
વિદ્યમાન હોવાથી શૂન્યતાનો અભાવ થયો. એટલે શૂન્યતાની સિદ્ધિ માટે તે જે પૂર્વે વિકલ્પો કરેલા તે નિરર્થક થાય છે. અને જો તું વસ્તુને અનુત્પન્નરૂપ જ માનતો હોય તો “ઉત્પન્ન છતાં અનુત્પન્ન” એવા તારા વચનમાં વિરોધ આવે છે. વળી ઉત્પન્ન વસ્તુની સત્તા ન માનવાથી આ ઉત્પન્ન-અનુત્પન્નાદિ વિકલ્પો પોકળ થાય છે. અને જો એ વિકલ્પોના આશ્રયભૂત વસ્તુ સિદ્ધ ન હોવા છતાં પૂર્વોક્ત વિકલ્પો થઈ શકતા હોય તો આકાશ કુસુમમાં પણ થાય? કેમકે ત્યાં પણ અવિદ્યમાનતા સમાન જ છે. તથા બીજાઓએ ઉત્પન્નરૂપે માનેલ વસ્તુ તરીકે પણ વિકલ્પ કરવાથી શૂન્યતા નહિ રહે.
વળી સર્વપ્રકારે ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થતું નથી એવી તારી માન્યતાના સંબંધમાં અમે પૂછીએ છીએ કે મૃતપિંડાદિ અવસ્થામાં નહિ જણાતો ઘટ કુંભારાદિ સામગ્રી વડે ઉત્પન્ન થયા પછી શાથી જણાય છે? અને ઉત્પત્તિ પહેલાં કેમ નથી જણાતો? તથા કાળાંતરે ભાંગી નાખ્યા પછી કેમ નથી જણાતો? વળી જો એ ઘટાદિ વસ્તુ અનુત્પન્ન હોય તો આકાશ કુસુમની જેમ ક્યારેય ન દેખાય. પણ ક્યારેક જણાય અને ક્યારેક ન જણાય એ તો ઉત્પન્ન વસ્તુમાં જ ઘટી શકે.
વળી, “સર્વ શૂન્યતાનું વચન અને વિજ્ઞાન પણ ઉત્પન્ન-અનુત્પન્નાદિ પ્રકારે ઉત્પન્ન થયેલું કે ન થયેલું હોવા છતાં કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલ છે, તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ ઉત્પન્ન થયેલા માનવા. અને જો શૂન્યતાદિ વિજ્ઞાન-વચન અનુત્પન્ન માને તો તેના વિના શૂન્યતા કોણે બતાવી? એટલે શૂન્યતાનો અભાવ જ સિદ્ધ થાય છે.
હે વ્યક્ત ! તું જે માને છે કે ઉત્પન્ન થયેલ ઉત્પન્ન નથી થતું અને અનુત્પન્ન પણ ઉત્પન્ન નથી થતું તેનો ઉત્તર સાંભળ - આ વિશ્વમાં ઘટ-પટાદિ જે કાર્યો છે તેમાનાં કેટલાક ઉત્પન્ન થયેલા ઉત્પન્ન થાય છે. જેમ કે, રૂપીપણાથી ઘટ ઉત્પન્ન થયેલો ઉત્પન્ન થાય છે. કેમકે ઘટરૂપની પહેલાં માટીરૂપ હોય છે. એટલે રૂપીત્વની અપેક્ષાએ ઉત્પન્ન થયેલ ઘટ જ ઉત્પન્ન થાય છે. અને સંસ્થાન-આકાશાદિથી અનુત્પન્ન ઉત્પન્ન થાય છે. રૂપીપણા માટી અને ઘટાકાર એ ઉભય પ્રકારે ઉત્પન્ન-અનુત્પન્ન એવો ઘટ ઉત્પન્ન થાય છે. કારણ કે એ ઉભય પ્રકારથી ઘટ ભિન્ન નથી. તથા ભૂતકાળ નાશ પામેલ છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન નથી થયો. એટલે ઉભયકાળમાં ક્રિયા હોતી નથી. માત્ર વર્તમાનમાં જ હોય છે, એથી વર્તમાનમાં જ ઉત્પન્ન થતો ઘટ ઉત્પન્ન થાય છે એ રીતે જુદી-જુદી અપેક્ષાએ ઘટ-પટાદિ કાર્યો ઉત્પન્ન થાય છે. તથા કેટલાંક કાર્યો એકેય વિકલ્પથી થતાં નથી જેમકે પૂર્વે કરાયેલો ઘટ આ એકેય પ્રકારે થતો નથી. કેમકે તે તો પહેલેથી થયેલો જ છે. તેમજ પટાદિના પરપર્યાયોથી પણ ઘટ થતો નથી. કેમકે તેના સ્વપર્યાયો તો પ્રથમ જ થયેલા છે. અને પરપર્યાયોની અપેક્ષાએ તો કોઈને ય કોઈના
Page #70
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૧
૫૨૫ર્યાયો હોતા નથી. એ રીતે ઉત્પન્ન પટ અને અનુત્પન્ન એવા ખરવષાણની જેમ પૂર્વે કરાયેલો ઘટ પરપર્યાય વડે ઉત્પન્ન થતો નથી. વળી વર્તમાન સમયે ઉત્પન્ન થતો ઘટ પટત્વે ઉત્પન્ન થતો નથી. કારણકે ઘટાદિ સ્વરૂપે થતું કાર્ય પટાદિ પરરૂપે થતું નથી. આકાશ વગેરે પણ સદા અવસ્થિત હોવાથી ઉત્પન્ન થતાં નથી. અર્થાત્ પૂર્વોત્પન્ન એવા ઘટાદિ કાર્ય રૂપાદિ સ્વપર્યાય વડે ઉત્પન્ન થતા નથી. પણ અનુત્પન્ન સ્વપર્યાય વડે થાય છે. પરંતુ પરપર્યાય વડે તો કોઈ પણ રીતે ઉત્પન્ન થતા નથી.
(૪) સર્વકાર્ય સામગ્રીમય છે. પણ સર્વના અભાવે સામગ્રી જ નથી.
તારી આ માન્યતા સર્વથા વિરૂદ્ધ છે. કારણ કે વચન ઉત્પન્ન કરનાર કંઠ, ઓખ, તાલુ વગેરે સામગ્રી પ્રત્યક્ષથી જણાય છે. એટલે સામગ્રીનો અભાવ ન કહી શકાય.
પ્રશ્ન-૭૯૮ -
એમ તો કામ-સ્વપ્ન-ભય-ઉન્માદ અને અવિદ્યાથી મનુષ્યને અવિદ્યમાન અર્થ પણ જણાય છે એટલે વાસ્તવિક રીતે એ કાંઈ છે એમ થોડું મનાય ?
ઉત્તર-૭૯૮ તો પછી કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી કેમ પ્રત્યક્ષ નથી દેખાતી ? અવિદ્યમાનતા તો બંનેમાં સરખી જ છે. અર્થાત્ જેમ વચનોત્પાદક સામગ્રી જણાય છે તેમ તે પણ જણાવી જોઈએ. અથવા બંને ન જણાય. અથવા કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી જણાય અને વચન ઉત્પન્ન કરનાર સામગ્રી ન જણાય એવો વિપર્યય પણ થાય ને ? અવિદ્યમાનતા તો બંનેમાં સમાન માનેલ છે.
તથા હૃદય-મસ્તક-કંઠ-ઓષ્ટ-તાલુ-જીભ વગે૨ે સમુદાયરૂપ સામગ્રીમય વક્તા અને તેનું વચન એ ઉભય વસ્તુ છે કે નહિ ? જો છે તો શૂન્યતા ક્યાં રહી ? કેમકે વક્તાને વચનના સદ્ભાવે તેમાં વ્યાભિચાર આવે છે. જો નથી એમ માને તો ઉભયના અભાવે જગત્ શૂન્ય છે એમ કોણ બોલ્યું અને એવા વચનોના અભાવે તે શૂન્યવચન કોણે સાંભળ્યું ? કેમકે આ બધી માન્યતાઓમાં અભાવ માન્ય જ નથી.
પ્રશ્ન-૭૯૯ જે કારણથી વક્તા અને વચનનો અભાવ છે તે જ કારણથી વચનીય ભાવોનો પણ અભાવ છે એટલે આ જગત્ શૂન્ય ન થાય તો બીજું શું થાય ?
ઉત્તર-૭૯૯ તો એ વક્તા-વચન અને વચનીય પદાર્થોનો અભાવ જણાવનાર વચન સત્ય છે કે અસત્ય ? જો એ વચન સત્ય હોય તો પૂર્વે કહેલા પદાર્થનો અભાવ થાય, એમ ઉભય રીતે શૂન્યતાનો અભાવ જ થશે.
પ્રશ્ન-૮૦૦
ગમે તે રીતે શૂન્યતા પ્રતિપાદક વચન અમે સ્વીકાર્યું છે એટલે અમારું વચન પ્રમાણ હોવાથી શૂન્યતા અમારા મતે સિદ્ધ જ છે તમે ન માનો તો શું ?
-
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૮૦૦ – બરાબર નથી, કેમકે તે જે સ્વીકાર્યું છે તે સત્ય છે કે અસત્ય છે ? એ વિકલ્પોના ઉત્તરમાં ફરી પાછા તે જ દોષો આવશે. વળી સ્વીકારનાર, સ્વીકાર અને સ્વીકાર્ય વસ્તુ એ ત્રણેનો સદ્ભાવ હોય તો જ સ્વીકાર કરવાપણું ઘટે નહિ તો ન ઘટે.
મહાનુભાવ ! જો સર્વ પદાર્થનો અભાવ જ હોય તો લોકમાં જે સર્વપ્રતિનિયત વ્યવહાર ચાલે છે તે નાશ થઈ જાય, કેમકે રેતીના કણરૂપ સામગ્રીમાંથી તેલ નીકળતું નથી ને તલાદિ સામગ્રીમાંથી નીકળે છે તેનું શું કારણ? અથવા આકાશ પુષ્પરૂપ સામગ્રીથી જ સર્વ કાર્યસમૂહ કેમ નથી થતો? એમ ન થવામાં બાધક પ્રતિનિયત કાર્ય-કારણભાવ છે. માટે સામગ્રીની સત્તા હોવાથી કોઈપણ પ્રકારે સર્વથા અભાવ ઘટે નહિ. પણ સ્વભાવાનુસાર સામગ્રીથી પદાર્થની ઉત્પત્તિ થતી ઘટે છે. એટલે જગત્ શૂન્યતા સિદ્ધ થતી નથી.
વળી સર્વવસ્તુ સામગ્રીજન્ય હોય એવો કોઈ એકાંત નથી. કયણુંક-ચણુંક વગેરે સ્કંધ સપ્રદેશથી હોવાથી અણઆદિ સામગ્રીજન્ય છે પણ, જે પરમાણુ છે તે અપ્રદેશી હોવાથી કોઈથી પણ ઉત્પન્ન થતા નથી. એટલે તે સામગ્રી જન્ય નથી. પરમાણુ મૂર્ત-અપ્રદેશીઅંત્યકારણ-નિત્ય-એકવર્ણ-ગંધ-રસ અને બે સ્પર્શવાળો છે. અને કાર્યરૂપ લિંગથી જ જણાય છે.
અને સામગ્રીજન્ય નથી એટલે પરમાણુ નથી એમ માનવામાં તારા પોતાના જ પૂર્વોક્ત સર્વ સામગ્રીમય જણાય છે' એ વચનમાં વિરોધ આવશે. આ વિશ્વમાં જે કાંઈ સામગ્રીજન્ય જણાય છે તે સર્વ પરમાણુના સમુદાયરૂપ છે. પોતે જ પરમાણુ જણાવનારો તું પરમાણુનો અભાવ કઈ રીતે કહી શકે ? અને પરમાણુના અભાવમાં તો ઘટ-પટાદિ કાર્યસમૂહ તથા ઘટાદિ ઉત્પન્ન કરનાર સામગ્રી પણ ન હોય. એથી સર્વસામગ્રી પણ ન હોય. માટે સર્વસામગ્રીમય જણાય છે એમ જે તું કહે છે, તે સામગ્રી પરમાણુઓ જ છે.
(૫) પાછળનો ભાગ જણાતો નથી તથા આગળનો ભાગ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી માટે સર્વ શૂન્ય છે.
આ તારી વાત તો અત્યંત વિરૂદ્ધ છે કે જે જણાય છે પણ નથી. આ તો મારી મા વાંઝણી છે” એમ કહેવા જેવું છે. ખરેખર તો સર્વનો અભાવ છે પણ ભ્રમથી તે જણાય છે એવું પણ તું કહેતો હોય તો બરાબર નથી. કારણ કે સર્વનો અભાવ છતાં જો આગળનો ભાગ જણાય છે તો ખરવિષાણનો આગળનો ભાગ કેમ દેખાતો નથી? અથવા તો ખરવિષાણ જે અભાવરૂપ છે અને સર્વત્ર અભાવ હોવાથી ખરવિષાણનો આગળનો ભાગ દેખાય અને ઘટનો તે ભાગ ન દેખાય એવો વિપર્યય પણ કેમ થતો નથી ?
Page #72
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૩
વળી, “પાછળનો ભાગ જણાતો નથી માટે આગળનો ભાગ પણ નથી' એમ કહેવામાં તું કેવું અનુમાન કરે છે? કેમકે જે આગળનો ભાગ અગ્નિની ઉષ્ણતાની જેમ સર્વજને પ્રસિદ્ધ છે તેને અનુમાન વડે તું કઈ રીતે બાધ કરે છે? પાછળનો ભાગ હોય તો આગળનો ભાગ હોઈ શકે નહિ તો ન હોય એટલે આગળનો ભાગ અપેક્ષાવાળો હોવાથી તેનાથી પાછળના ભાગનું જ્ઞાન અનુમાનથી ઘટે પણ પાછળનો ભાગ ન દેખાવાથી આગળનો ભાગ નથી એમ અપલાપ કરવો એ અસંબદ્ધ છે. વળી, આગળના ભાગનો પણ આગળનો ભાગ છે એમ જુદા જુદા આગળના ભાગની જે કલ્પના કરી છે તે પણ તારા અનુમાનથી ઘટી નહિ શકે કારણ કે ત્યાં પણ પાછળનો ભાગ અવિદ્યમાન હોવાથી સર્વની આગળના ભાગની કલ્પના યોગ્ય નથી, વાસ્તવિક તો આગળનો ભાગ છે એટલે પાછળનો ભાગ પણ છે એ અનુમાન જ યોગ્ય છે.
સર્વનો અભાવ માનો તો આગળનો-પાછળનો અને મધ્ય ભાગ એવો તફાવત ક્યાંથી થાય ? જો બીજા મતની અપેક્ષાએ કહે તો સ્વમત-પરમતનો તફાવત કઈ રીતે થાય ? આગળ-પાછળ-મધ્યનો ભાગ માને તો શૂન્યતા કઈ રીતે થાય? જો ન માને તો ખરશિંગ જેવા પદાર્થના વિકલ્પો શા માટે કરે છે? અથવા સર્વવસ્તુના અભાવે આગળનો ભાગ જણાય અને પાછળનો કેમ ન જણાય ? અથવા બંને કેમ ન જણાય ? કે વિપરિત કેમ ન દેખાય ?
પાછળનો ભાગ ન દેખાવાથી તું જે પદાર્થો અવિદ્યમાન છે એમ કહે છે તે યોગ્ય નથી કારણ કે, સ્ફટીક-અબરખ વગેરે પારદર્શક પદાર્થોનો ભાગ દેખાય છે.
એટલે આવો અવ્યાપક હેતુ “સર્વ ન જણાવાથી કોઈ પણ ભાવો નથી.” છોડીને વ્યાપક હેતુથી શૂન્યતા સિદ્ધ કરવા જઈશ તો પૂર્વે “પાછળનો ભાગ ન દેખાવાથી” એમ જે તે માનેલું છે તેની હાની થશે. તથા ગામ-નગર-તળાવાદિ પ્રત્યક્ષ જણાય છે. એટલે હેતુ પ્રત્યક્ષ વિરુદ્ધ થશે.
પ્રશ્ન-૮૦૧ – જે હેતુ સર્વ સપક્ષમાં વ્યાપક ભલે ન હોય પણ વિપક્ષથી સર્વથા નિવૃત્ત હોય તો તે હેતુ કહી શકાય છે. જેમકે, શબ્દ પ્રયત્ન વિના થતો નથી માટે અનિત્ય છે, એટલે કાંઈ બધા અનિત્ય અર્થ પ્રયત્ન વિના થતા નથી એવું નથી. વિજળી-વાદળ વગેરે પ્રયત્ન વિના થનારા પણ અનિત્ય છે. એમ અહીં પણ બધા નહિ પણ ઘણા ખરા પદાર્થોમાં પાછળનો ભાગ દેખાતો નથી એથી તે હેતુ શૂન્યતાને સિદ્ધ કરે જ અહેતુ કઈ રીતે થાય?
ઉત્તર-૮૦૧ – બરાબર નથી, કેમકે ત્યાં હેતુની વ્યતિરેક વ્યાપ્તિ ઘટે છે. જેમકે “જે અનિત્ય નથી તે આકાશની જેમ પ્રયત્ન વિના બનેલા છે. અહીં જો વ્યતિરેક વ્યાપ્તિ લઈએ
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તો જ્યાં શુન્યતા નથી ત્યાં શું છે ? વસ્તુ કે અન્ય કાંઈ ? વળી પાછળનો ભાગ પણ જણાય છે. એટલે વ્યતિરેક વ્યાપ્તિ પણ સિદ્ધ ન થવાથી હેતુ અહેતુ થાય છે.
૫૪
પ્રશ્ન-૮૦૨ તો ગધેડાના શિંગડાની જેમ પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી એટલે તેની અપેક્ષાએ આગળનો ભાગ પણ નથી માટે સર્વશૂન્યતા છે એમ માનો ને ?
-
ઉત્તર-૮૦૨ – ના, કેમકે પ્રતિ-અક્ષ એટલે ઈન્દ્રિય તરફ જે હોય તે પ્રત્યક્ષ, ન હોય તે અપ્રત્યક્ષ. આ અપ્રત્યક્ષ હેતુ કહેવાથી ઈન્દ્રિય અને અર્થની સત્તા પ્રાપ્ત થાય છે એટલે સત્તાની સિદ્ધિમાં શૂન્યતા માનો તો અપ્રત્યક્ષત્વ ક્યાં ટકશે ? અથવા ઈન્દ્રિય અને અર્થના અભાવે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષનો વ્યવહાર નહિ થઈ શકે.
તથા, જેમ તારું સંશયવિજ્ઞાન બીજાને અપ્રત્યક્ષ છતાં છે તેમ કોઈક વસ્તુ અપ્રત્યક્ષ છતાં છે, એટલે અપ્રત્યક્ષ હેતુ વ્યાભિચાર દોષવાળો છે. અને જો તારું સંશયવિજ્ઞાન ન હોય તો શૂન્યતા કઈ ? અથવા કોની ? અને કોને જાણી ?
આમ, યુક્તિઓથી શૂન્યતાનું નિરાકરણ કરી ભગવાન ભૂતની સિદ્ધિ જણાવે છે - વ્યક્ત ! તું તારા સ્વસ્વરૂપની જેમ પ્રત્યક્ષ એવા પૃથ્વી-જલ-અગ્નિમાં સંશય કરે છે તે યોગ્ય નથી અને અપ્રત્યક્ષ એવા વાયુ અને આકાશમાં સંશય થાય તે પણ યોગ્ય નથી. કેમકે અનુમાનથી તેની પણ સિદ્ધિ થાય છે. જેમ રૂપ વગેરે ગુણો દેખાવાથી ઘટ તેનો ગુણી છે તેમ સ્પર્શ વગેરે ગુણો હોવાથી વાયુ તેનો ગુણી છે, વળી જળનો આધાર જેમ ઘટ છે. પૃથ્વીપાણી-અગ્નિ અને વાયુનો કોઈ આધાર છે. તે જ આકાશ છે. એ રીતે જીવ અને શરીરને આધારાદિ ઉપયોગ ધર્મવાળા એ ભૂતો પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે. વળી શસ્રોપહત સિવાય પૃથ્વી-અપ્-તેજ-વાયુ એ ચારે ભૂત સચેતન છે.
પ્રશ્ન-૮૦૩ – તે સચેતન કઈ રીતે ?
ઉત્તર-૮૦૩ – તેમાં જીવનું લક્ષણ જણાય છે માટે, તથા આકાશ અમૂર્ત હોવાથી ફક્ત આધારભૂત જ છે, તેથી તે સજીવ નથી.
પૃથ્વી આદિ સજીવનું લિંગ :
--
જન્મ-જરા-જીવન-મરણ-ઘારુઝાવો-આહાર-દોહદ-રોગ અને ચિકિત્સા જેમ સ્ત્રીને થાય છે તેમ વનસ્પતિને પણ થાય છે તેથી તે સચેતન છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૫ પ્રશ્ન-૮૦૪ – “દહી ઉત્પન્ન થયું, વિષ જીવ્યું, કસુંબો નાશ પામ્યો' એમ અચેતન પદાર્થોમાં પણ જીવન-મરણાદિનો વ્યવહાર કરાય છે, તો ઉપર કહેલ હેતુથી વનસ્પતિ સચેતન છે એમ કેમ કહેવાય?
ઉત્તર-૮૦૪ – ઉપર કહેલા લિગો વનસ્પતિમાં દેખાય છે. તેથી મનુષ્યની જેમ તેમાં સાચો વ્યવહાર થાય છે, અને દહીં વિગેરે પદાર્થમાં તો પ્રતિનિયત કોઈક જ ઉત્પત્તિ આદિ વ્યવહાર થાય છે. અને તે પણ ઉપચારથી નહિ કે વાસ્તવિક એવો વ્યવહાર થાય છે. વળી, સ્પષ્ટ પ્રરોહિકા વગેરે વનસ્પતિ કીડા વગેરેની જેમ સ્પર્શ માત્રથી સંકોચાઈ જાય છે. લતાવેલ વગેરે સ્વરક્ષણ માટે વાડ-વૃક્ષ વગેરે ઉપર ચડે છે, શમી વગેરે મનુષ્યની જેમ નિદ્રાપ્રબોધ-સંકોચાદિ પામે છે. બકુલ-અશોક-કુરૂબક-વિરહક-ચંપક-તિલક વગેરે વૃક્ષો યોગ્યકાળ શબ્દ-રૂપ-ગલ્પ-રસ-સ્પર્શરૂપ વિષયોનો ઉપભોગ કરે છે. કુષ્માંડી, બીજોરું વગેરે વનસ્પતિને દોહદ થાય છે. વગેરે લક્ષણથી વનસ્પતિ સજીવ છે.
વળી, દરેક વૃક્ષ-પરવાળા-સિંધવ-પત્થર વગેરે સ્વોત્પત્તિ સ્થાનમાં સચેતન છે. જેમ હરસ-મસાના માંસના અંકુરા ફરી ઉત્પન્ન થાય છે તેમ પરવાળાદિ પદાર્થો પણ છેદયા પછી પાછા ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૮૦૫ – પૃથ્વી આદિમાં સચેતનતા સિદ્ધ કરવાના બદલે પહેલાં વનસ્પતિમાં તે સિદ્ધ કરીને પછી પૃથ્વીમાં સિદ્ધ કરવાનું શું પ્રયોજન છે?
ઉત્તર-૮૦૫ – વનસ્પતિ એ પૃથ્વીના વિકારભૂત હોવાથી તે પૃથ્વીભૂતમાં જ અંતર્ભત છે, વળી વનસ્પતિમાં ચૈતન્ય લક્ષણ સ્પષ્ટ જણાય છે. એવું પથ્થરાદિમાં જણાતું નથી, એટલે પ્રથમ વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કર્યું પછી પૃથ્વીમાં ચૈતન્ય સિદ્ધ કર્યું.
જલ-અગ્નિ-વાયુમાં ચૈતન્ય સિદ્ધિ
ભૂમિ ખનનથી સ્વાભાવિકપણે નીકળેલું પાણી દેડકાની જેમ સચેતન છે. અથવા આકાશમાંથી વરસાદાદિરૂપે સ્વાભાવિક રીતે પડતું પાણી મલ્યની જેમ સચિત્ત છે, અન્ય દ્વારા પ્રેર્યા વિના અનિયમિતપણે આજુ-બાજુ વહેતો વાયુ ગાયની જેમ સચેતન છે. તથા કાષ્ટ આહારથી વૃદ્ધિ અને વિકાર જણાતા હોવાથી અગ્નિ પણ મનુષ્યની જેમ સચેતન છે. આમ, અબ્રાદિના વિકારથી અલગ હોવા છતાં મૂર્ત અને જાતિવાળા હોવાથી પૃથ્વી આદિ ચારે ભૂતોનાં શરીર શસ્ત્રથી હણાયેલા ન હોય તો સજીવ અને હોય તો અજીવ-નિર્જીવ છે.
પ્રશ્ન-૮૦૬ – આ રીતે જો પૃથ્વી આદિ અનંતા જીવોથી લોક વ્યાપ્ત હોય, સંયમીઓને ખોરાક વગેરે લેવા પડે તેથી અહિંસાવ્રત કઈ રીતે પાળી શકાય?
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૮૦૬ – હમણાં તો જણાવ્યું કે શસ્ત્રો પહત પૃથ્યાદિ જીવ અચેતન છે, એટલે અકૃત-અકારિતાદિ આહારાદિનો પરિભોગ કરતા હોવાથી સંયમીઓને વ્રત પાલનમાં કાંઈ હરકત નથી. વળી “લોક જીવોથી વ્યાપ્ત છે. એટલા માત્રથી હિંસા સંભવતી નથી, વળી ઘાતક છે' એટલા ઉપરથી જ હિંસક ન કહેવાય, તેમજ અઘાતક હોવા છતાં પણ નિશ્ચયનયના મતે અહિંસક નથી તથા “અલ્પ જીવ છે' એટલા ઉપરથી પણ અહિંસક નથી. તેમજ “જીવોથી વ્યાપ્ત છેએટલા ઉપરથી હિંસક છે, એમ પણ ન કહેવાય. રાજાદિના ઘાતની ચેષ્ટા કરનારની જેમ દુષ્ટ અધ્યવસાયથી કોઈને માર્યા વિના પણ હિંસક છે. અને શુદ્ધ અધ્યવસાયથી વૈદ્યની જેમ બીજાને પીડા કરવા છતાં અહિંસક છે. કારણ કે પંચસમિતિ અને ત્રણ ગુપ્તિવાળા જ્ઞાની પુરુષથી કદાચ હિંસા થઈ જાય, તો પણ અહિંસક છે, અને જે તેવા અધ્યવસાયથી વિપરિત પરિણામવાળો હોય તો તે હિંસક જ છે.
કારણ કે રાગ-દ્વેષરહિત વીતરાગ દેવને જેમ શબ્દાદિ ઇષ્ટ વિષયો પ્રીતિજનક થતા નથી. અથવા જેમ શુદ્ધાત્માને માતા સ્વરૂપ વતી છતાં તેના પર વિષયાભિલાષ થતો નથી. તેમ શુદ્ધ પરિણામી જયણાયુક્ત મુનિને જીવઘાત થયા છતાં તે હિંસાનું કારણ થતો નથી. માટે બાહ્ય નિમિત્ત અશુભ પરિણામ ઉત્પન્ન કરવામાં અનેકાન્તિક છે.
એટલે વ્યક્ત ! પૃથ્યાદિ પાંચ ભૂતો છે, એમ માન. વળી “સ્વનો, વૈ સનમ્" આ સ્વપ્ન જેવું બધું છે. વગેરે વેદપદોથી જે કહ્યું છે ભવભયથી ઉદ્વિગ્ન ભવ્યજીવોને સ્ત્રી આદિની અસારતા જણાવીને તેવા આત્માઓને આસક્તિ ત્યાગ કરી મોક્ષ માટે પ્રયત્ન કરે, આમ તું તારા મનનો સંશય દૂર કરી પાંચ ભૂતોનો સ્વીકાર કર.
૫) સુધર્મ ગણધર - જે આ ભવમાં જેવો છે તે પરભવમાં તેવો જ થાય કે કેમ?
“પુરુષો વૈ પુરુષત્વમળ્યુતે, શિવ: પશુવૈએટલે પુરુષ મરીને પુરુષ થાય છે અને પશુઓ મરીને પશુ થાય છે, તથા “શુIIનો વૈ |ષ નાતે યઃ પુરીષો રાતે” જેને વિષ્ટા સહિત બાળવામાં આવે છે. તે શિયાળ થાય છે. આવા વિરુદ્ધ વેદપદોના ભણવાથી તને સંશય થયો છે કે જે આ ભવમાં જેવો છે તેવો જ થાય કે નહિ? તારો આ સંશય અયોગ્ય છે. કેમકે તું વેદપદોનો અર્થ બરાબર સમજ્યો નથી.
જેવું કારણ હોય તેવું કાર્ય હોય છે, કેમકે જેવું બીજ હોય તેવો અંકુર થાય છે, તે જ રીતે પૂર્વજન્મ આગળના ભવનું કારણ છે એટલે જેવો આ જન્મ છે તેવો જ પુરુષાદિ સર્વ જન્મ પરભવમાં થતો હોવો જોઈએ. તારી આ માન્યતા છે તે બરાબર નથી. કારણ કે શિંગડાથી પણ શરગટ નામની વનસ્પતિ થાય છે, સરસવના અનુલેપથી ભૂતૃણ નામનું ઘાસ થાય છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
વળી ગોલોમ અને અનુલોમથી પણ દુર્વા થાય છે. વૃક્ષાયુર્વેદમાં, યોનિપ્રામૃતમાં અનેક વિસમાનદ્રવ્યના સંયોગથી સર્પ-સિંહ વગેરે પ્રાણિયો અને મણિ-સુવર્ણાદિ વિવિધ પદાર્થોનો જન્મ બતાવ્યો છે માટે હે સુધર્મ ! ‘કારણાનુરૂપ કાર્ય હોય' એવો કોઈ નિયમ એકાંતે નથી.
૫૭
તથા લોકમાં જેમ કૃષિ-વાણિજ્યાદિ વિચિત્ર કર્મોનું ફળ વિચિત્ર જણાય છે, તેમજ વિચિત્ર કર્મના ફળરૂપ સંસારી જીવોનું નરકાદિરૂપ સંસારીપણું પણ વિચિત્ર છે. જેમ વાદળ પૃથ્વી આદિ બાહ્ય પુદ્ગલોનો પરિણામ વિચિત્ર છે. તેમ કર્મપરિણતિ પણ પુદ્ગલ પરિણામરૂપ હોવાથી વિચિત્ર છે. કર્મની જે વિચિત્રતા છે, તે તેના મિથ્યાત્વાદિ હેતુની વિચિત્રતાથી છે. અથવા જો આ ભવના જેવો જ પરભવ તું માને છે તો કર્મનું ફળ પણ આ ભવની ક્રિયાના જેવું જ પરલોકમાં માન. તો પરલોકમાં પણ તેઓ તે ક્રિયાને અનુરૂપ ફળ ભોગવનાર થશે જ.
પ્રશ્ન-૮૦૭ – આ ભવમાં થતું ખેતી આદિ ક્રિયારૂપ કર્મ જ સફળ છે, પરભવ સંબંધિ જે દાનાદિ ક્રિયારૂપ કર્મ છે તે નિષ્ફળ છે. એટલે પરલોકમાં જીવ વિસદેશ પણ નથી એમ ન મનાય ?
ઉત્તર-૮૦૭ – જો એમ હોય તો જીવોનું સદંશપણું સર્વથા નહિ ઘટે, કારણ કે તે કર્મથી જ થાય છે. અને પરભવ સંબંધિ ક્રિયારૂપ કર્મ તો તું નિષ્ફળ માને છે એટલે તેની નિષ્ફળતામાં સદશપણાનો જ અભાવ થાય છે.
પ્રશ્ન-૮૦૮ - કર્મના અભાવે પણ જીવ સદેશ થાય, જેમ માટીમાંથી એકસરખા ઘડા થાય જ છે ને ?
ઉત્તર-૮૦૮ – જો એમ થાય તો તે સાદૃશ્યતા નિર્હેતુક થાય અને દાનહિંસાદિ ક્રિયાના ફળરૂપ કર્મનો નાશ થાય. અથવા દાનહિંસાદિક ક્રિયા નિષ્ફળ માનો તો મૂળથી જ કર્મબન્ધ ન થાય. તો કર્મના અભાવે કારણનો અભાવ થવાથી ભવાંતર ક્યાંથી થાય ? એમ થવાથી સાદશ્યતા ક્યાં રહે ?
પ્રશ્ન-૮૦૯ જે રીતે જડ પદાર્થોનાં કાર્યો ને કારણો સરખાં જ થાય છે તેમ કર્મના અભાવે પણ ભવાંતર સદેશ થાય એમ માનવામાં શું વાંધો છે ?
ઉત્તર-૮૦૯ – જો એમ હોય તો ભવાંતર તથા ભવનો નાશ પણ કારણ વિના જ માનવો જોઈએ. એટલે તપ-નિયમાદિ અનુષ્ઠાનો કરવાની જરૂર નહિ. વળી જેમ તું નિષ્કારણ ભવાંતર માને છે તેમ જીવોનું વિસર્દેશપણું પણ નિષ્કારણ કેમ નથી માનતો ? કારણનો અભાવ તો બંનેમાં સમાન છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૧૦
જેમ માટીના પિંડાદિ કારણને અનુરૂપ ઘટાદિ કાર્ય કર્મ વિના પણ સ્વસ્વભાવતઃ જ ઉત્પન્ન થાય છે, તેમ સદેશ પ્રાણીઓના જન્મની પરંપરારૂપ ભવ પણ સ્વભાવથી જ કેમ ન થાય ?
૫૮
ઉત્તર-૮૧૦ – અરે ભાઈ, ઘટરૂપ કાર્ય કાંઈ સ્વભાવથી જ થતું નથી. તેને પણ કર્તાકરણાદિની અપેક્ષા છે. તેમ, અહીં પણ શરીરરૂપ કાર્યના કર્તા અને કરણ હોય છે, જેમ કુંભાર અને ઘટથી ચક્રાદિ સાધન ભિન્ન જણાય છે તેમ શરીરાદિરૂપ કાર્યથી તે કાર્યનો કરનાર આત્મા કર્તા છે અને તેમાં કરણ તરીકે શરીર અને આત્માથી ભિન્ન એવું કર્મ છે.
પ્રશ્ન-૮૧૧
ભલે ઘટાદિ કાર્ય પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કુંભાર વગેરે તેના કર્તા-કરણ આદિ હોય, પણ પરભવનાં શરીરાદિ કાર્ય તો વાદળાદિના વિકારની જેમ સ્વભાવથી જ થાય છે, એમાં તો કર્માદિરૂપ કરણ ક્યાં જણાય છે ?
F
ઉત્તર-૮૧૧ – તારી વાત યોગ્ય નથી. કારણ કે ઘટની જેમ શરીરાદિ જે કાર્ય છે તે આદિમાન અને પ્રતિનિયત આકારવાળું હોવાથી સ્વાભાવિક નથી. વળી “કારણના જેવું જ કાર્ય થાય” એમ માનીને પરભવમાં તું જે સાદશ્યતા માને છે તે પણ વાદળાદિ વિકારના દૃષ્ટાંતમાં ઘટતું નથી. કેમકે એ વિકાર સ્વકારણભૂત પુદ્ગલદ્રવ્યના આકારાદિથી અત્યંત અલગરૂપ થાય છે.
વળી, સ્વભાવ એ વસ્તુ છે ? નિષ્કારણતા છે કે વસ્તુધર્મ છે ? (૧) જો વસ્તુ હોય તો તે જણાતો ન હોવાથી આકાશ પુષ્પની જેમ વસ્તુ જ નથી. અને અત્યંતાભાવે પણ જો તે છે. તો કર્મ નથી એમ કેમ કહેવાય ? અથવા તેના અસ્તિત્વમાં જે હેતુ છે તે જ કર્મની અસ્તિતામાં પણ છે. એટલે સ્વભાવને કર્મનું બીજું નામ કહીએ તો ય શું વાંધો છે ? વળી સ્વભાવને નિત્ય સદંશ માનવામાં પણ કોઈ હેતુ નથી. સ્વભાવ મૂર્ત છે અમૂર્ત ? મૂર્ત માનો તો તે દૂધની જેમ અથવા વાદળાદિના વિકારની જેમ પરિણામી હોવાથી તેની સાદશ્યતા સર્વથા ઘટી ન શકે. જો અમૂર્ત હોય તો તે આકાશની જેમ ઉપકરણરૂપ ન હોવાથી શરીરનો હેતુ ન થાય.
(૨) કોઈ પણ કારણ વિના સ્વભાવથી જ ભવોત્પત્તિ થાય છે એમ તું માને છે તો પણ પરભવમાં સદેશતા કઈ રીતે ઘટે ? કેમકે, કારણ વિના જેમ સદશતા થાય છે તેમ વિસર્દશતા પણ કેમ ન થાય ? અથવા અકસ્માત્ ભવનો વિચ્છેદ પણ કેમ ન થાય ? જો અકસ્માત્ જ થતું હોય તો કારણ વિના ગધેડાનાં શિંગડા પણ થવા જોઈએ. તથા શરીરાદિના પ્રતિનિયત અને આદિમાનૢ આકાર પણ વાદળાના વિકારાદિની જેમ ન થવા જોઈએ માટે સ્વભાવ એ નિષ્કારણ નથી.
Page #78
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૯ (૩) સ્વભાવને વસ્તુનો ધર્મ માનવાથી પણ તે હંમેશા સદેશરૂપે નહિ ઘટે. કારણ કે ઉત્પત્તિ-સ્થિતિ અને નાશરૂપ વિવિધ પ્રકારના વસ્તુ પર્યાયો હોય છે તે હંમેશ સદશરૂપે હોતા નથી. કેમકે નીલાદિ વસ્તુના ધર્મોની અન્ય-અન્યરૂપે પરિણતિ પ્રત્યક્ષ જણાય છે. વળી, જો એ વસ્તુધર્મ હોય તો તે આત્માનો ધર્મ છે કે પુદ્ગલનો? જો આત્માનો ધર્મ હોય તો અમૂર્ત હોવાથી શરીર વગેરેનું કારણ ન બને. જો તે પુગલનો ધર્મ હોય તો તે કર્મ જ છે. કેમકે કર્મ એ પુદ્ગલાસ્તિકાયનો જ ધર્મ છે.
એ વસ્તુ ધર્મરૂપ સ્વભાવ પુદ્ગલમય કર્મના પરિણામરૂપ ધર્મ છે અને એ ધર્મ હેતુની વિચિત્રતાથી જગત વૈચિત્રમાં કારણ છે. એટલે તેનાથી પરભવમાં વિચિત્રતા પણ થાય છે માત્ર સાદશ્યતા જ થાય એવું નથી. જગતમાં રહેલ સર્વ ઘટ-પટાદિ વસ્તુ કેટલીક સમાનઅસમાન પર્યાયો વડે પ્રતિસમય ઉત્પન્ન થાય છે. કેટલીક નાશ પામે છે તો કેટલીક અવસ્થિત રહે છે. આથી એક જ ભવવતુ પૂર્વ પૂર્વ ધર્મો વડે ઉત્તરોત્તર ધર્મની સાથે સરખી નથી. સામાન્ય ધર્મોથી તો સર્વવસ્તુ સમાન છે.
અથવા કોઈ પદાર્થ બીજા પદાર્થ સાથે કે પોતાની સાથે આ ભવમાં પણ સમાન-અસમાન હોય છે, તો પરભવમાં પણ તેમ કેમ ન હોય એટલે પરભવમાં સમાન જ હોય એવું કઈ રીતે કહેવાય? વળી, સર્વ વસ્તુ નિત્યાનિત્યાદિ અનંતધર્માત્મક છે. જેમ કોઈ યુવાન પુરુષ આ ભવમાં પોતાના ભૂત-ભાવિ બાળવૃદ્ધાદિ પર્યાયો વડે સર્વથા પોતાના સમાન નથી. અને સત્તા વગેરે સામાન્ય પર્યાયથી સર્વ વસ્તુ સાથે સમાન છે. તેમ જીવ પણ પરલોકમાં સર્વની સાથે સમાન-અસમાનરૂપે છે. જેમકે – મરણ પામીને દેવ થયેલ મનુષ્ય અને આખું જગત સત્તા વગેરે પર્યાયોથી સમાન છે પણ દેવત્વ-મનુષ્યત્વાદિ પર્યાયોથી સમાન નથી. આમ, કોઈ પણ રીતે એકાંતે સદશતા ઘટતી નથી. વળી પદાર્થ માત્ર દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય છે.
પ્રશ્ન-૮૧૨ – હું કાંઈ એકાંતે પરભવમાં સમાનતા કહેતો નથી. પણ સમાન જાતિના અન્વયે માત્રથી જ તેમ કહું છું એટલે કે પુરુષાદિ મરીને પુરુષાદિ જ થાય, પશુ આદિ મરીને પશુ આદિ જ થાય શું વાંધો છે?
ઉત્તર-૮૧૨ – તારી વાત બરાબર નથી. કેમકે પુનર્જન્મ અથવા પરભવ કરેલા કર્મોને અનુસારે જ થાય છે, તે કર્મ મિથ્યાત્વાદિ વિચિત્ર હેતુથી થાય છે. તેથી કર્મ વડે થયેલ પરભવ પણ વિચિત્ર જ થવો સંભવે છે, સમાન જાતિનો અન્વય ત્યાં ઘટતો નથી.
વળી સદશતાના પ્રહણથી સમાન જાતિમાં ઉત્કર્ષ-અપકર્ષ ઘટશે નહિ. કેમકે જે આ ભવમાં ધનવાન હોય તે પરભવમાં પણ ધનવાન થાય અને જે ગરીબ હોય તે ગરીબ થાય. એટલે આ ભવથી પરભવમાં કોઈપણ રીતે ઉત્કર્ષ-અપકર્ષ નહિ થાય.
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૧૩ – પરંતુ એકાંતે સદેશતા થશે ભલેને ઉત્કર્ષ-અપકર્ષ ન થાય એમાં શું હાનિ થાય છે?
ઉત્તર-૮૧૩ – તો આવા ઉત્કર્ષ-અપકર્ષના અભાવે દાનાદિ ક્રિયાઓ નિરર્થક થશે. કેમકે લોકો પોતાના ઉત્કર્ષ માટે પરભવમાં દેવપણા વગેરેની સમૃદ્ધિ મેળવવા દાનાદિ ક્રિયાઓ કરે છે, જો ઉત્કર્ષાપકર્ષ ન હોય તો ગરીબ માણસ આ ભવમાં દાન-તપતીર્થસ્થાનાદિ ધર્મક્રિયાઓ કરીને મરીને પરભવમાં પણ દરિદ્ર જ થાય તો કરેલી દાનાદિ ક્રિયાનું ફળ ક્યાં રહ્યું? માટે સદશતા માનવી બરાબર નથી.
વળી, જો તું સદેશતા માનીશ તો વેદના પદો પણ અપ્રમાણ થશે. જેમકે “શૂનો વૈ પુષ નાયતે : સંપુરીષો ઢાતે" એટલે જે પુરુષને વિષ્ટાસહિત બળાય તે પરભવમાં શિયાળ થાય છે. વગેરે જે વેદમાં કહ્યું છે તે અસંબદ્ધ થશે. કેમકે તુ માને છે પુરુષ મરીને પુરુષ જ થાય તો પછી મરીને પરભવમાં શિયાળ કઈ રીતે થાય? તથા “ગ્નિહોત્ર કુદયાત્ વામ:' “નિષ્ટોન યમરીનમfમનતિ” વગેરે સ્વર્ગીય ફળ સૂચવનાર વેદ પદો પણ અસંબદ્ધ થશે કેમકે તારા મતે તો મનુષ્ય મરીને દેવ થાય નહિ.
“પુરુષો વૈ પુરુષત્વમળ્યુતે, પાવ: પશુવં” આ વેદ પદોનો અર્થ આમ છે, કે જે પુરુષ આ ભવમાં સ્વભાવથી જ ભદ્ર-વિનીત-ઇર્ષ્યા વગરનો હોય તે મનુષ્ય નામ-ગોત્ર-કર્મ બાંધી મરણ પછી મનુષ્યત્વ પામે છે, પણ સર્વમનુષ્યોમાં નિયમા એમ જ થાય છે એવું નથી. અન્ય કર્મવશ અન્યગતિમાં કોઈ જુદા રૂપે પણ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે કોઈ પશુઓ પણ માયા વગેરે કરીને પશુનામ અને ગોત્ર કર્મ બાંધીને પરભવમાં પશુ થાય છે. પણ બધા પશુઓ એ પ્રમાણે પશુ થાય એમ નથી. કેમકે જીવની ગતિ કર્મને આધીન છે.
(૬) મંડિક ગણધર - બંધ-મોક્ષ છે કે નહિ?
હે મંડિક! વિરૂદ્ધ અર્થવાળા વેદ પદો સાંભળવાથી તેને બંધ અને મોક્ષ વિશે સંશય થયો છે. જેમકે વેદમાં કહ્યું છે “ પપ વિશે વિમુને વંધ્યતે સંસતિ વી, મુખ્યત્વે મોવતિ વા
વા પણ વીમગંતાં વા વે” એનો અર્થ તું એવો કરે છે કે સત્ત્વ-રજો-તમો ગુણ રહિત વિભુ સર્વગત એવો આત્મા પુણ્ય-પાપ વડે બંધાતો નથી, તેના અનુસાર જુદી-જુદી ગતિમાં જતો પણ નથી, તેમજ કર્મથી મૂકાતો પણ નથી, બીજાને મૂકાવતો પણ નથી કેમકે બંધનો જ અભાવ છે. મહદ્અહંકાર વગેરે બાહ્ય વસ્તુ તેમજ આત્યંતર સ્વસ્વરૂપ પણ તે જાણતો નથી, કારણ કે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિ તે ચેતન છે. આ પદો બંધ અને મોક્ષનો અભાવ જણાવે છે તથા “ વૈ શરીરસ્ય....” (છાંદોપનિષદ ૮-૧૨-૧) અર્થાત્ શરીરવાળા કોઈને પણ પ્રિયાપ્રિયનો અભાવ નથી. અને અશરીરીને પ્રિયાપ્રિય કદી સ્પર્શતા
Page #80
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૬૧ નથી. કેમકે તેના કારણભૂત કર્મનો જ તેને અભાવ છે. આ પદો બંધ-મોક્ષ પ્રતિપાદન કરનારા છે. આમ પરસ્પર વિરૂદ્ધ અર્થ બતાવનારા વેદપદો સાંભળીને તને સંશય થયો છે તે અયોગ્ય છે. તે પદોનો સત્ય અર્થ તું સાંભળ.
પ્રશ્ન-૮૧૪– જીવનો જો કર્મની સાથે સંબંધ હોય તો તે આદિવાળો છે કે અનાદિ છે? જો આદિવાળો હોય તો પહેલાં જીવ પછી કર્મ ઉત્પન્ન થાય? પહેલા કર્મ પછી જીવ ઉત્પન્ન થાય? કે બંને સાથે જ ઉત્પન્ન થાય? જો પહેલું માનો તો બરાબર નથી. કેમકે કર્મની સત્તા જ પહેલાં ન હોવાથી ખરશિંગની જેમ હેતુ વિના સંસારીપણે આત્માની ઉત્પત્તિ સંભવે નહિ, જે કારણ વિના ઉત્પન્ન થાય છે તેનો નાશ પણ કારણ વિના થાય છે. કર્મની પહેલાં આત્મા અનાદિકાળથી સિદ્ધ છે. એમાં સહેતુક-નિહેતુકની ચિંતા શા માટે કરવી? એમ તમે માનો તો આત્માનો કારણ વિના આકાશની જેમ કર્મનો બંધ નહિ ઘટે, એવો બંધ માનો તો મુક્તાત્માને પણ ફરીથી બંધ થશે એટલે કર્મ બંધ થવાથી મોક્ષનો જ અભાવ થશે અથવા કર્મ બંધના અભાવે આત્મા નિત્ય મુક્ત કહેવાશે અથવા કર્મબંધના અભાવે અબદ્ધ આકાશની જેમ અબદ્ધ આત્માને પણ મોક્ષનો વ્યવહાર નહિ કરાય.
બીજી રીતે જીવની પહેલાં પણ કર્મની ઉત્પત્તિ નહિ ઘટે. કારણ કે કર્મ બન્યું ત્યારે તેના કિર્તા આત્માનો અભાવ હોય છે. કર્તા સિવાય કર્મ ન હોઈ શકે. ત્રીજી ઉક્તિ - જો કર્મ અને જીવ બંને સાથે ઉત્પન્ન થાય છે એમ કહો તો એક સાથે ઉત્પન્ન થતા ગાયના શિંગડાની જેમ જીવ અને કર્મની એક સાથે ઉત્પત્તિમાં કર્તા અને કર્મનો વ્યવહાર પણ નહિ ઘટે. જો જીવ અને કર્મનો સંયોગ અનાદિ માનો તો મોક્ષ પણ નહિ ઘટે. કેમકે, જીવ અને આકાશના સંબંધની જેમ જે વસ્તુ અનાદિ હોય છે તેનો અંત નથી થતો. એમ કર્મ પણ જીવથી કદી દૂર નહિ થાય. એટલે મોક્ષનો અભાવ થશે. એટલે યુક્તિઓપૂર્વક પણ બંધ-મોક્ષ છે એવું ક્યાં સિદ્ધ થાય છે?
ઉત્તર-૮૧૪ – મંડિક ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુહેતુમદ્ભાવ હોવાથી તેઓ અનાદિ સંતાન છે. કેમકે શરીર આગામી ભવના કર્મનું કારણ છે અને અતીત ભવના કર્મનું કાર્ય છે. તે રીતે અનાદિ સંસારમાં જે જે આગામી શરીરનું કારણ અને અતીત શરીરનું કાર્ય છે તે શરીર અને કર્મનો અનાદિ સંતાનો છે. જેમ દંડાદિકરણયુક્ત કુંભાર ઘટનો કર્યા છે તેમ કર્મરૂપ કરણયુક્ત જ જીવ કર્મનો કર્યા છે એ રીતે શરીરનો કર્તા પણ આત્મા છે.
પ્રશ્ન-૮૧૫ – કર્મ તો અતીન્દ્રિય છે તેને કરણ કઈ રીતે કહેવાય?
ઉત્તર-૮૧૫ - ઘટાદિની જેમ શરીરાદિ કૃતક છે એટલે તેનું કોઈ કરણ છે, એ કરણ એ કર્મ જ છે. અથવા કુંભાર અને ઘટની જેમ આત્મા અને શરીરનું જે જે કરણ છે તે કર્મ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ છે. આમ, શરીરાદિ કાર્યથી તે કર્મની સિદ્ધિ છે વળી, દાન-કૃષિ આદિ ક્રિયાઓ ચેતન દ્વારા આરંભેલી હોવાથી ફળવાળી છે તેનું ફળ કર્મ છે. આમ, ક્રિયાના ફળથી પણ કર્મની સિદ્ધિ છે.
વળી, જે અનાદિ સંતાન હોય તે અનંત જ હોય એમ એકાંતે ન કહી શકાય કારણ કે બીજ અને અંકુરનો અનાદિ સંતાન છતાં પણ તેનો અંત જણાય છે. વળી બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક વસ્તુ કાર્ય ઉત્પન્ન કર્યા વિના નાશ પામે તો તેમાં સંતાન પરંપરા પણ નાશ પામે છે. એ રીતે કુકડી અને ઇંડામાં, પિતા અને પુત્રમાં પણ સમજવું. અથવા સુવર્ણ અને ઉપલનો અનાદિકાળથી ચાલ્યો આવતો સંયોગ અગ્નિ આદિના તાપથી દૂર કરાય છે તેમ, જીવ અને કર્મનો સંયોગ દૂર કરાય છે તેથી મોક્ષ થાય છે.
પ્રશ્ન-૮૧૬ – જીવ અને કર્મનો પરસ્પર સંબંધ જીવ અને આકાશની જેમ અનાદિઅનંત છે? કે સુવર્ણ-ઉપલની જેમ અનાદિ સાંત છે?
ઉત્તર-૮૧૬ – બંને પ્રકારના સંબંધમાં કોઈ વિરોધ નથી. પહેલો સંબંધ અભવ્યોને છે જ્યારે બીજો અનાદિ-સાંત સંબંધ ભવ્ય જીવોને છે.
પ્રશ્ન-૮૧૭– જીવત્વ સર્વમાં સમાન છતાં ભવ્ય અને અભિવ્યમાં તફાવત કેવો? જીવત્વ સમાન છતાં નરક અને તિર્યંચમાં જેમ તફાવત છે તેમ ભવ્ય-અભવ્યપણારૂપ તફાવત પણ છે. એમ તમે કહી નહિ શકો કેમકે નરકારિત્વનો તફાવત કર્મજનિત છે. સ્વાભાવિક નથી તે રીતે ભવ્યાભવ્યત્વનો તફાવત પણ કર્મભનિત હોય તો કાંઈ વિરોધ નથી પણ તમે એ તફાવત સ્વાભાવિક છે એમ કહો છો એટલે સંદેહ થવાનો જ ને ?
ઉત્તર-૮૧૭ – જેમ જીવ અને આકાશમાં દ્રવ્યત્વ-સત્ત્વ-પ્રમેયત્વ-જ્ઞેયત્વ વગેરે ધર્મો સમાન હોવા છતાં તેમાં જીવત્વ અને અજીવવાદિ ભેદ સ્વાભાવિક છે. તેમ જીવોમાં પણ જીવત્વ સમાન હોવા છતાં એ ભવ્ય-અભવ્યત્વનો ભેદ છે.
પ્રશ્ન-૮૧૮– જો એ રીતે ભવ્યભાવ જીવતની જેમ સ્વાભાવિક હોય તો તે ભવ્યભાવ નિત્ય-અવિનાશી થશે અને તેવા ભવ્યભાવમાં મોક્ષ નહિ થાય. કેમકે સિદ્ધના જીવો ભવ્ય નથી અને અભવ્ય પણ નથી. માટે તે અવિનાશી ભવ્યો મોક્ષ માટે અયોગ્ય જ થશે ને?
ઉત્તર-૮૧૮– એમ ન કહેવાય, કેમકે જેમ ઘટનો પૂર્વ અભાવ અનાદિ સ્વભાવવાળો છે છતાં ઘટની ઉત્પત્તિ સમયે તેનો નાશ જણાય છે, તેમ જ્ઞાન-ક્રિયા વડે અનાદિ સ્વભાવવાળા ભવ્યભાવનો નાશ થાય છે.
પ્રશ્ન-૮૧૯ – ઘટના પૂર્વાભાવને ઉદાહરણ તરીકે કઈ રીતે લેવાય કેમ કે તે અભાવ સ્વરૂપ હોવાથી ગધેડાના શીંગડાની જેમ અવસ્તુરૂપ છે?
Page #82
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૮૧૯- તારી વાત યોગ્ય નથી, કારણ કે ઘટનો પૂર્વાભાવ ભાવરૂપ જ છે, માત્ર તેના કારણભૂત અનાદિકાળથી પ્રવર્તેલ માટીના પુદ્ગલોના સમૂહમાંથી ઘટની ઉત્પત્તિ થઈ જ નથી.
પ્રશ્ન-૮૨૦ – જેમ કોઠારમાંથી રોજ થોડું થોડું અનાજ કાઢવામાં આવે તો સમય જતાં સર્વથા ખાલી થઈ જાય છે, તેમ કાળ અનંતાનંત હોવાથી છ માસના અંતે પણ એક ભવ્ય જીવ અવશ્ય મોક્ષે જાય તો અનુક્રમે ઘટતાં-ઘટતાં કાળાંતરે સર્વ સંસાર ભવ્યજીવોથી શૂન્ય જ થઈ જશે ને?
ઉત્તર-૮૨૦ – ના, કારણ કે ભવ્યજીવોનો સમૂહ ભવિષ્યકાળ અને આકાશની જેમ અનંત છે, એટલે તેનો વિચ્છેદ કદી પણ થાય નહિ. કારણ કે અતીત-અનાગતકાળ સમાન છે અને અતીત કાળમાં એકનિગોદના અનંતમા ભાગ જેટલા ભવ્યજીવો મોક્ષે ગયા છે. ભવિષ્યકાળમાં પણ તેટલાં જ જશે, માટે સર્વભવ્ય જીવોનો ઉચ્છેદ માનવો યોગ્ય નથી.
પ્રશ્ન-૮૨૧ – ભવ્ય જીવો અનંતા છે અને તેનો અનંતમો ભાગ મોક્ષે જશે, એમ કઈ રીતે માની શકાય?
ઉત્તર-૮૨૧ – કાળ અને આકાશાદિની જેમ ભવ્યો અનંતા છે તેથી તેમનો કાળ અને આકાશની જેમ સર્વથા વિચ્છેદ થતો નથી. એવા મારા વચનથી તું અંગીકાર કર.
પ્રશ્ન-૮૨૨ - તમારું વચન સત્ય છે એમ કઈ રીતે મનાય ?
ઉત્તર-૮૨૨– હું સર્વજ્ઞ-વીતરાગ છું તેથી જ્ઞાયક મધ્યસ્થ પુરુષની જેમ મારું વચન તારા સંશયાદિ સર્વ વચનની જેમ સત્ય છે. પ્રશ્ન-૮૨૩ - તો પછી જે ભવ્ય હોય અને મોક્ષે ન જાય તેને અભવ્ય કેમ ન કહેવાય?
ઉત્તર-૮૨૩- ભવ્ય એટલે સિદ્ધિ ગમનને યોગ્ય. પણ સિદ્ધિ ગતિમાં જાય જ એવો અર્થ ન સમજવો. પરંતુ સિદ્ધિગતિ યોગ્ય સામગ્રી મળે તો જ જાય. જેમ સુવર્ણ-પાષાણ-કાષ્ટ વગેરેમાં પ્રતિમા થવાની યોગ્યતા છે. પણ તે બધામાંથી પ્રતિમા નથી કરાતી. પણ જેને યોગ્ય સામગ્રી મળે છે, તેની જ પ્રતિમા કરાય છે. અથવા જેમ સુવર્ણ અને પાષાણનો યોગ જુદો પાડી શકાય એમ હોવા છતાં સર્વનો વિયોગ થતો નથી, પણ જેને સામગ્રી મળે છે – તેનો જ વિયોગ થાય છે. અર્થાત્ યોગ્ય સામગ્રી યોગ્યતાવાળાને મળે તો જ કાર્ય થાય છે. ન મળે તો ન થાય. તથા અયોગ્યતાવાળાને સામગ્રી મળે તો પણ કાર્યની સિદ્ધિ થતી નથી, તે જ રીતે જે મોક્ષ થાય છે તે અવશ્ય ભવ્યને જ થાય છે, પણ અભવ્યને થતો નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૨૪ – તો પછી મોક્ષ નિત્ય-અવિનાશી નહિ થાય પણ ઘટની જેમ કૃતક હોવાથીપ્રયત્ન પછી થતો હોવાથી અને આદિમાન હોવાથી અનિત્ય વિનાશી થશે ?
૬૪
ઉત્તર-૮૨૪ – નહિ થાય. કેમકે તારો હેતુ વિપક્ષમાં રહે છે તેથી અનેકાંતિક છે. જેમકે ઘટ વગેરેનો પ્રધ્વંસાભાવ કૃતકાદિ સ્વભાવવાળો છે તો પણ નિત્ય છે. એ જો અનિત્ય માનીએ તો ઘટાદિ ફરી તેવા રૂપે ઉત્પન્ન થવા જોઈએ.
પ્રશ્ન-૮૨૫ – પ્રધ્વંસાભાવ તો અભાવરૂપ છે એટલે વસ્તુરૂપ નથી એ માટે તે ઉદાહરણ શી રીતે થશે ?
ઉત્તર-૮૨૫ – પ્રધ્વંસાભાવ અવસ્તુરૂપ નથી પણ વસ્તુરૂપ છે. કારણ કે નિશ્ચિત કુંભવિનાશરૂપ જે વિશિષ્ટ પુદ્ગલાત્મકભાવ છે (કપાળ-ઠીકરાદિ થવા રૂપ) તે પ્રÜસાભાવ છે. એટલે અમે કહેલ ઉદાહરણ યોગ્ય છે. તેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનો તો પણ અનિત્ય નહિ કહી શકાય. અથવા મોક્ષ કૃતક છે જ નહિ કેમકે, આત્મા અને કર્મ પુદ્ગલોનો વિયોગ એ જ મોક્ષ કહેવાય છે. જ્યારે તપ-સંયમાદિના પ્રભાવે આત્માથી કર્મો જુદા પડે છે ત્યારે આત્માનું શું કરવું કે જેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનીને તેમાં અનિત્યતા કહે છે ? તે વખતે આત્મા સ્વસ્વરૂપમાં જ સ્થિત થાય છે, એટલે એમાં કાંઈ વિશેષતા નથી કરાતી કે જેથી તે કૃતક કહેવાય.
પ્રશ્ન-૮૨૬ – · તમારા હિસાબે આત્મા અને કર્મનો વિયોગ કરાય છે એટલે તે કૃતક જ થાય ને અને મૃતક હોવાથી મોક્ષને નિત્ય કઈ રીતે કહી શકાય ?
ઉત્તર-૮૨૬ – મુદ્ગરાદિ વડે ઘટ માત્રનો જ વિનાશ થવાથી જેમ આકાશમાં કાંઈ વિશેષતા થતી નથી તેવી રીતે અહીં પણ કર્મ માત્રનો વિનાશ થવાથી આત્મામાં કાંઈ વિશેષ થતું નથી માટે મોક્ષને કૃતક માનીને અનિત્ય ન કહેવાય.
પ્રશ્ન-૮૨૭ – જેમ ઘટનો વિનાશ કરાય છે તેમ કર્મનો પણ વિનાશ કરાય છે તેથી તે મૃતક છે એટલે સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ પણ અનિત્ય જ થાય શું વાંધો છે ?
ઉત્તર-૮૨૭ જેમ ઘટનો વિનાશ થતાં છતાં આકાશનો સદ્ભાવ હોય છે. તેથી તે આકાશથી ઘટિવનાશ કાંઈ ભિન્ન નથી અને આકાશનું કાંઈ વિશેષ કરાતું નથી. કારણ કે તે હંમેશા અવસ્થિત હોવાથી નિત્ય છે. એમ અહીં કર્મનો વિનાશ થતાં જે ફક્ત આત્માનો સદ્ભાવ છે, તેનાથી કવિનાશ કાંઈ જુદો નથી અને આત્મામાં કાંઈ વિશેષ
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૫
ગુજરાતી પ્રશ્નોત્તર પણ કરતો નથી. કેમકે તે પણ આકાશની જેમ નિત્ય છે. માટે મોક્ષકૃતક નથી એટલે અનિત્ય પણ નથી. જો કે કથંચિત્ એ અનિત્ય પણ છે કેમકે દ્રવ્ય અને પર્યાયરૂપે સર્વ વસ્તુ નિત્યાનિત્ય છે.
પ્રશ્ન-૮૨૮– જીવે જે કર્મપુદ્ગલો ક્ષય કરીને છોડી દીધાં છે તે લોકમાં જ રહે છે. તેથી જેમ ઘટરૂપથી છૂટા પડેલા આકાશને ઘટ વિનાશથી તેના કપાલાદિ પુદ્ગલોનો સંયોગ રહેલો છે એમ આત્માને પણ ક્ષય પામેલા કર્મપુદ્ગલોનો સંયોગ છે તેથી તો ફરી બંધ થશે ને?
ઉત્તર-૮૨૮ - નહિ થાય. નિરપરાધી પુરુષની જેમ મુક્તાત્મા બંધ કારણના અભાવે ફરી કર્મથી બંધાતો નથી. કેમકે મન-વચન-કાયારૂપ યોગ વગેરે બંધના હેતુઓ શરીરના અભાવે મુક્તાત્માને નથી હોતા. વળી જેમ બીજના અભાવે અંકુર નથી થતો તેમ મુક્તાત્માને પુનર્જન્મ થતો નથી. અહીં બીજ એટલે કર્મ અને તે કર્મરૂપ બીજ મુક્તાત્માને ન હોવાથી ભવોત્પત્તિરૂપ અંકુર થતો નથી. માટે તે મુક્તાત્મા નિત્ય છે.
પ્રશ્ન-૮૨૯ – તે મુક્તાત્મા દ્રવ્ય સ્વરૂપ અને અમૂર્ત હોવાથી આકાશની જેમ દ્રવ્યપણે નિત્ય થયો એટલે આત્મા સર્વગત છે એમ જ માનવું ને?
ઉત્તર-૮૨૯ – ના, એ પક્ષ અનુમાનથી બાધિત થાય છે. (જેમકે દ્રવ્ય સ્વરૂપ અમૂર્ત આકાશ દ્રવ્યપણે નિત્ય છે, તેમ સર્વગત પણ છે, એવી જ રીતે આત્મા પણ સર્વગત સિદ્ધ થશે એમ કહેવાથી એ હેતુ વિપરિત ધર્મની સિદ્ધિ કરે છે તેથી તે વિરૂદ્ધ છે. જેમકે કુંભાર કર્તા હોવાથી અસર્વગત છે તેમ આત્મા પણ કર્યા હોવાથી અસર્વગત છે. અહીં આત્માનું કર્તુત્વ બરાબર છે જો તે ન માનો તો તેમાં ભોıત્વ વગેરે ધર્મો ન ઘટે. પ્રશ્ન-૮૩૦ – તો મુક્તાત્મા એકાંત નિત્ય છે એવો આગ્રહ શા માટે રાખવો?
ઉત્તર-૮૩૦-એકાંતાનિત્યવાદીને બોલતા બંધ કરવા જ અમે આત્માને નિત્ય કહ્યો છે. વસ્તુતઃ જૈન દર્શનના મતે સર્વ પદાર્થ ઉત્પત્તિ-સ્થિતિ અને વિનાશરૂપ છે. ફક્ત અન્ય-અન્ય પર્યાય માત્રની અપેક્ષાએ જ અનિત્યાદિનો વ્યવહાર થાય છે. જેમકે ઘટરૂપ પદાર્થ પૂર્વ માટીના પિંડના પર્યાયરૂપે નાશ પામે છે. ઘટરૂપ પર્યાયપણે ઉત્પન્ન થાય છે. માટીરૂપ દ્રવ્યપણે અવસ્થિત રહે છે, એ પ્રમાણે મુક્તાત્મા પણ સંસારીરૂપે નાશ પામે છે. સિદ્ધપણે ઉત્પન્ન થાય છે અને ઉપયોગાદિરૂપ જીવપણે અવસ્થિત રહે છે. એમ ફક્ત પર્યાયાન્તરની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર કરાય છે.
પ્રશ્ન-૮૩૧ – એ મુક્તાત્માઓ ક્યાં રહે છે? ઉત્તર-૮૩૧ – લોકના અગ્રભાગે સિદ્ધશિલા ઉપર રહે છે.
ભાગ-૨/૬
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૩ર – કર્મ રહિત જીવની આટલી દૂર આ ક્ષેત્રમાંથી ત્યાં સુધી ગતિ કઈ રીતે થાય? કેમકે જીવની સર્વ ચેષ્ટાઓ કર્માધીન હોય છે, કર્મ રહિત જીવને વિહાયોગતિ વગેરે કર્મના અભાવે એવી ગતિચેષ્ટા કઈ રીતે થઈ શકે ?
ઉત્તર-૮૩ર – મિડિક ! કર્મનો ક્ષય થવાથી જેમ આત્મા અપૂર્વ સિદ્ધત્વમાં પરિણામ પામે છે તેમ કર્મના અભાવે લઘુતા પ્રાપ્ત થવાથી આત્મા એક જ સમયમાં એવી ગતિ કરે છે, વળી જેમ તુંબડું-એરંડફળ-અગ્નિ-ધૂમ તથા ધનુષ્યમાંથી છૂટેલું તીર, પૂર્વ પ્રયોગાદિથી ગતિ કરે છે તેમ મુક્ત આત્મા પણ પૂર્વપ્રયોગાદિથી ગતિ કરે છે.
પ્રશ્ન-૮૩૩ – ભગવન્! આકાશ-કાળ વગેરે અમૂર્ત પદાર્થો નિષ્ક્રિય છે એમ પ્રસિદ્ધ છતાં તમે કયો પદાર્થ અરૂપી છતાં સક્રિય જોયો છે, કે જેથી તમે અરૂપી આત્માને સક્રિય કહો છો?
ઉત્તર-૮૩૩ – તારી માન્યતા બરાબર નથી. તું બતાવ કે જગતમાં અમૂર્ત હોય અને સચેતન હોય એવી બીજી કઈ વસ્તુ તે જોઈ છે કે જેથી તું અમૂર્ત આત્માને સચેતન માને છે? જેમ આકાશ અમૂર્ત હોવાથી અચેતન છે તેમ આત્મા પણ અમૂર્ત હોવાથી અચેતન હોવો જોઈએ પણ એવું નથી. ભલે અમૂર્તત્વન આત્મા આકાશાદિ સમાન છે પણ તેને ચૈતન્યરૂપ વિશેષ ધર્મ છે તો તેવી જ રીતે ક્રિયા પણ વિશેષ ધર્મ હોય તો શો વાંધો છે? અથવા કુંભાર જેમ કર્તા-ભોક્તાદિ સ્વરૂપ હોવાથી સક્રિય છે તેમ આત્મા પણ માનવો. અથવા યંત્ર પુરૂષની જેમ દેહમાં પ્રત્યક્ષ રીતે હલન-ચલન જણાતું હોવાથી આત્મા સક્રિય છે.
પ્રશ્ન-૮૩૪ – દેહપરિસ્પંદમાં આત્માનો પ્રત્યય હેતુ છે, પણ કોઈ ક્રિયા હેતુભૂત નથી માટે આત્માને સક્રિય કઈ રીતે કહી શકાય?
ઉત્તર-૮૩૪ - જો આત્મા અક્રિય હોય તો આકાશની જેમ તેમાં પણ તે પ્રયત્ન ન હોઈ શકે માટે આત્મા સક્રિય જ છે, વળી અમૂર્ત પ્રયત્ન દેહપરિસ્પંદમાં હેતુભૂત છે એમ માનવામાં અન્ય કયો હેતુ છે? અને અન્ય હેતુની અપેક્ષા સિવાય સ્વતઃ આ પ્રયત્ન જ દેહપરિસ્પંદમાં હેતુ છે એમ કહે તો એ પ્રમાણે આત્મા પણ દેહ પરિસ્પંદમાં હેતુ થઈ શકશે તો વચમાં ફોગટ પ્રયત્નને માનવાથી શું ફાયદો?
પ્રશ્ન-૮૩૫ – દેહપરિસ્પંદમાં બીજો કોઈ અદષ્ટ હેતુ માનશું પણ આત્મા નિષ્ક્રિય હોવાથી તેને હેતુ તરીકે કઈ રીતે માનવો?
ઉત્તર-૮૩૫– હું તને પૂછું છું કે એ અદષ્ટ મૂર્ત છે કે અમૂર્ત? જો અમૂર્ત હોય તો આત્મા પણ અમૂર્ત હોવાથી તેને પણ દેહપરિસ્પંદમાં હેતુભૂત માન, અને જો એ અદષ્ટ મૂર્ત હોય તો
Page #86
--------------------------------------------------------------------------
________________
E9
ગુજરાતી પ્રશ્નોત્તર તે કામણ શરીર સિવાય અન્ય કાંઈ સંભવતું નથી, જો એ રીતે કાર્મણ શરીર, બાહ્ય શરીરના હેતુપણે વપરાતું હોય તેના પરિસ્પંદનો પણ કોઈ અન્ય હેતુ હોવો જોઈએ, તેનો પણ બીજો હેતુ હોવો જોઈએ આમ, છેવટે અનવસ્થા જ થશે.
પ્રશ્ન-૮૩૬ – એ અદૃષ્ટ કાર્મણ શરીરનો પરિસ્પદ અન્ય હેતુ સિવાય સ્વભાવથી જ પ્રવર્તે છે તેથી અનવસ્થા દોષ ક્યાં રહેશે?
ઉત્તર-૮૩૬ – તો એ રીતે બાહ્ય દશ્ય શરીરનો પણ પરિસ્પદ સ્વભાવથી જ પ્રવર્તશે. માટે અદષ્ટ કાર્મણ શરીરની કલ્પના કરવાની શી જરૂર છે?
પ્રશ્ન-૮૩૭– તો ભલેને એ રીતે સ્વભાવથી પરિસ્પદ થાય શું વાંધો છે હું તો એ માનું જ છું?
ઉત્તર-૮૩૭– એમ ન થાય, કારણ કે અચેતન પદાર્થને એ પ્રમાણે પ્રતિનિયત વિશિષ્ટ પ્રકારનો પરિસ્પદ સ્વભાવથી ન થઈ શકે. કેમકે, “જે અન્ય હેતુની અપેક્ષા સિવાયનો હોય તે નિત્ય વિદ્યમાન હોય અથવા નિત્ય અવિદ્યમાન હોય છે.” માટે કર્મ વિશિષ્ટ આત્મા જ પ્રતિનિયત દેહપરિસ્પંદમાં હેતુ છે. તેથી તે સક્રિય છે એમ માનવું જ યોગ્ય છે.
પ્રશ્ન-૮૩૮ – ભલે, તમારા કહેવા પ્રમાણે સંસારી જીવને તેવી ક્રિયા હોવાથી સક્રિય હો, પરંતુ કર્મ રહિત મુક્તાત્માને તે ક્રિયા કઈ રીતે હોઈ શકે?
ઉત્તર-૮૩૮ – જેમ મુક્તાત્માને સિદ્ધગતિના પરિણામથી સિદ્ધપણું પ્રાપ્ત થાય છે તેમ તે સક્રિય પણ છે.
પ્રશ્ન-૮૩૯ – સિદ્ધ ક્ષેત્રની આગળ પણ મુક્તાત્માની ગતિક્રિયા કેમ નથી થતી?
ઉત્તર-૮૩૯ – સિદ્ધ ક્ષેત્રની આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે. માટે તે ધર્માસ્તિકાય જીવો અને પુદ્ગલોને ગતિક્રિયામાં ઉપકાર કરનાર છે, અને તે લોકમાં જ છે, પણ અલોકમાં નથી. વળી જેમ ઘટનો પ્રતિપક્ષી અઘટ છે તેમ શુદ્ધપદ હોવાથી લોકનો પ્રતિપક્ષી અલોક છે.
પ્રશ્ન-૮૪૦ – તો એ અલોક ઘટપટાદિ છે એમ માનો ને?
ઉત્તર-૮૪૦ – ના, કારણ કે નિષેધથી તેના અનુરૂપ પદાર્થની જ કલ્પના થાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો લોકના નિયામક છે નહિ તો સર્વત્ર આકાશ દ્રવ્યની હાજરી સમાન હોવાથી “આ લોક છે અને આ અલોક છે' એવો ભેદ ક્યાંથી થાય? લોકવિભાગના અભાવે પ્રતિઘાતના અભાવથી ગતિ અને અવસ્થાન ન થાય એથી સંબંધનો
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ અભાવ થવાથી બંધ-મોક્ષાદિ વ્યવહારનો સર્વથા અભાવ થાય. તેથી જેમ પાણી સિવાય માછલાની ગતિ નથી થતી તેમ જીવ પુગલોને ઉપગ્રહ કરનાર ધર્માસ્તિકાયાદિના અભાવે લોકબહાર ગતિ થતી નથી.
પ્રશ્ન-૮૪૧ – જેમાં રહેવાય તે સ્થાન કહેવાય એ વ્યુત્પત્તિથી સ્થાન શબ્દ અધિકરણ વાચી છે અને તેથી સિદ્ધનું સ્થાન તે સિદ્ધસ્થાન. એમ અર્થ માનીએ તો પર્વત અથવા વૃક્ષની ટોચથી જેમ દેવદત્તનું કે ફળનું પતન થાય છે તેમ સિદ્ધનું પણ તેના સ્થાનથી પતન થવું જોઈએ કારણ કે જેમ દરેકનું પોતાના સ્થાનથી પતન થાય છે તેમ સિદ્ધનું પણ પતન થવું જોઈએ ને?
ઉત્તર-૮૪૧ – એમ ન મનાય, કેમકે અહીં સિદ્ધનું સ્થાન એ વાક્યમાં કર્તાના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે તેથી સિદ્ધ જ્યાં અવસ્થિત રહે છે તે સ્થાન પરંતુ તે સિદ્ધથી જુદું સ્થાન ન સમજવું અથવા તે જુદુ માનીએ તો પણ સિદ્ધનું પતન થવું યોગ્ય નથી કારણ કે તે સ્થાન આકાશની જેમ નિત્ય હોવાથી તેનો વિનાશ ન થાય એટલે મુક્તનું પતન પણ ન થાય, કેમકે આત્માને પતનાદિ ક્રિયામાં કર્મ જ મુખ્ય કારણ છે અને તે મુક્તાત્માને નથી. એટલે પતન ન જ થાય.
વળી “સ્વસ્થાનથી પતન” એમ જે કહ્યું છે તે સ્વવચનવિરૂદ્ધ છે. કારણ કે અસ્થાનથી પતન થાય, પણ સ્થાનથી પતન ન થાય. જો સ્થાનથી પણ પતન માનીએ તો આકાશ વગેરેને પણ પોતાના નિત્ય સ્થાનથી પતન પ્રાપ્ત થાય. પણ એવું થતું નથી.
પ્રશ્ન-૮૪ર – જો સંસારમાંથી જ સર્વ જીવો મુક્ત થયેલા છે તો પછી સર્વ સિદ્ધાત્માઓમાંથી અવશ્ય કોઈ પણ એક સિદ્ધ સર્વથી પ્રથમ સિદ્ધ થયેલ હોવો જોઈએ ને?
ઉત્તર-૮૪૨– એવી શંકા ન કરવી, કારણ કે જેમ સર્વ શરીરો અને સર્વ રાત્રિ-દિવસો આદિમાનું છે પરંતુ કાળ અનાદિ હોવાથી અમુક આઘશરીર છે અને અમુક આદ્ય અહોરાત્રિ છે એ જાણી શકાતું નથી તેમ કાળ અનાદિ હોવાથી આદ્ય સિદ્ધ કોણ ? એ પણ જાણી શકાતું નથી.
પ્રશ્ન-૮૪૩ – સિદ્ધક્ષેત્ર તો પરિમિત છે એમાં અનંતા સિદ્ધોનો સમાવેશ કઈ રીતે થઈ શકે?
ઉત્તર-૮૪૩ – સિદ્ધો અમૂર્ત હોવાથી અનંતા હોવા છતાં તેમાં સમાય છે. જેમ દરેક દ્રવ્ય ઉપર અનંતા સિદ્ધોના અનંત જ્ઞાન-દર્શનનો પ્રકાશ પડે છે, અથવા એક જ નર્તકી ઉપર હજારોની દૃષ્ટિ પડે છે તથા એક ઓરડામાં જેમ ઘણા દિવાઓની પ્રભા સમાઈ જાય
Page #88
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
છે, તેમ અમૂર્ત મુક્તાત્માઓનો સમાવેશ પરિમિત ક્ષેત્રમાં થઈ જાય એમાં આશ્ચર્ય જેવું શું છે ?
નહિ સશીરસ્ય પ્રિયપ્રિયથોરપતિપ્તિ...” એટલે સશરીરીને સુખ-દુઃખનો અભાવ નથી અને અશરીરીને સુખદુઃખ સ્પર્શતા નથી. વગેરે વેદપદોનો ખરો અર્થ તું જાણતો નથી તેથી જ તેને બંધ-મોક્ષમાં શંકા થાય છે પણ એવી શંકા ન કરવી કેમકે સશરીરીભાવ અને અશરીરીભાવ તેજ પ્રગટ રીતે બંધ-મોક્ષ છે. વળી “ g વાળો વિમુને વધ્યતે” ઈત્યાદિ પદોને તું સંસારી જીવને બન્મ-મોક્ષના અભાવને બતાવનારા માને છે પણ તેમ નથી, એ પદો મુક્તાત્મા સંબંધી છે. મુક્તાત્મા કદી પણ બંધાતો નથી વગેરે બધું મુક્તાત્માને ઉદ્દેશીને કહેલ છે.
(૭) મૌર્ય ગણધર - દેવો છે કે નહિ?
હે મૌર્ય ! તું માને છે કે નારકીઓ અત્યંત દુઃખી અને પરાધીન હોવાથી અહીં આવી શકતા નથી એટલે પ્રત્યક્ષ થવાનો ઉપાય ન હોવાથી તેમનું વર્ણન સાંભળીને જ શ્રદ્ધા કરવા લાયક છે. આ કારણથી તેઓ “શાસ્ત્રાનુસારે વિદ્યમાન છે” એમ માનવું જોઈએ. પરંતુ દેવો તો સ્વચ્છંદચારી અને દિવ્ય પ્રભાવવાળા હોવા છતાં પ્રત્યક્ષ થતા નથી. અને શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રંથોમાં ‘તેઓ છે' એમ સંભળાય છે આથી તને તેમના વિશે સંશય છે. પણ તું સંશય ન કર. અહીં સમવસરણમાં જ મનુષ્યાદિથી ભિન્ન જાતિવાળા તથા દિવ્ય આભૂષણાદિવાળા વૈમાનિકાદિ ચારે નિકાયના દેવો અહીં વંદન માટે આવેલા છે તેમને પ્રત્યક્ષ જો.
અને અહીં એમને જોયા પહેલાં પણ તેમની વિદ્યમાનતાનો સંશય કરવો યોગ્ય નથી. કેમકે ચંદ્ર-સૂર્ય વગેરે આ જ્યોતિષી દેવો તો બધાને પ્રત્યક્ષ જણાય જ છે. વળી લોકોને દેવકૃત અનુગ્રહ અને ઉપઘાત પણ પ્રત્યક્ષ જણાય છે. આથી દેવો વિદ્યમાન છે એમ નિશ્ચય થાય છે.
પ્રશ્ન-૮૪૪– જે ચંદ્ર-સૂર્યાદિ તમે કહો છો તે તો આલયમાત્ર-વિમાનો છે પણ દેવો નથી એટલે જ્યોતિષી દેવો પ્રત્યક્ષ છે એમ કેમ કહેવાય?
ઉત્તર-૮૪૪– તે વિમાનરૂપ નિવાસથી જ તેમાં નિવાસ કરનારા દેવો છે, એમ યુક્તિથી જ સિદ્ધ થાય છે. કારણ કે જે જે નિવાસસ્થાન હોય છે તે તે નિવાસ કરનાર વડે અધિષ્ઠિત હોય છે, જેમ દેવદત્તાદિ વ્યક્તિઓ વડે અધિષ્ઠિત નગરનાં નિવાસસ્થાનો છે. તેમ વિમાનો પણ નિવાસસ્થાન હોવાથી તે સર્વે તેમાં નિવાસ કરનારા દેવો વડે અધિષ્ઠિત છે. એટલે એમાં દેવો છે એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૪૫– તો નગરમાં નિવાસસ્થાનમાં રહેનાર દેવદત્ત વગેરે પ્રત્યક્ષ જણાય છે, તેમ તે વિમાનમાં રહેનારા દેવો કેમ પ્રત્યક્ષ દેખાતા નથી?
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૮૪૫ · કારણ કે નગરનાં નિવાસસ્થાન કરતાં તે વિમાનરૂપ નિવાસસ્થાનો વિશિષ્ટ પ્રકારનાં છે એટલે તેમાં રહેનારા દેવો પણ લોકો કરતાં વિલક્ષણ પ્રકારના હોવાથી પ્રત્યક્ષ નથી દેખાતા છતાં તેઓ વિદ્યમાન છે એમ સિદ્ધ થાય છે.
૭૦
વળી, જે નિવાસસ્થાન હોય તે રહેનારા સહિત જ હોય એમ એકાંત ન કહેવાય. કારણ કે શૂન્ય નિવાસસ્થાનમાં કોઈ રહેનારું હોતું નથી વળી જે નિવાસસ્થાન હોય છે તે હંમેશા શૂન્ય હોતું નથી. પણ ભૂત-ભાવિ કે વર્તમાનકાળમાં પણ તે સ્થાન રહેનારા વડે અવશ્ય અધિષ્ઠિત હોય છે, એટલે ગમે ત્યારે પણ તે વિમાનોમાં તે ચંદ્રાદિ દેવો રહેનારા હોય જ છે.
પ્રશ્ન-૮૪૬ – આ ચંદ્ર-સૂર્યના વિમાનો કોણ જાણે શું હશે ? જે સૂર્ય દેખાય છે તે કોઈ આગનો ગોળો હશે અને ચંદ્ર સ્વભાવથી જ સ્વચ્છ એવો કોઈ પાણીનો ગોળો હશે, અથવા એવા જ પ્રકારના કોઈ પ્રકાશવાળા રત્નના ગોળારૂપ એ જ્યોતિષી વિમાનો હશે, એટલે એ વિમાનો જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાનો છે, એમ કેવી રીતે માની શકાય ?
ઉત્તર-૮૪૬ – વિદ્યાધરોને તપથી સિદ્ધ થયેલ વિમાનોની જેમ તે આકાશમાં ગતિ કરે છે તેથી નિઃસંશય એ રત્નમય એવાં વિમાનો જ છે, અને તે જ જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાન છે.
પ્રશ્ન-૮૪૭ – એ વિમાનો જ્યોતિષીઓના નિવાસસ્થાન નથી પણ કોઈ માયાવીએ એ પ્રમાણે બનાવેલા હશે એવું નથી લાગતું ?
ઉત્તર-૮૪૭ – – ના, કારણ કે વચનમાત્રથી જ તે માયિક છે એમ સિદ્ધ કરી શકાય નહિ. છતાં વિવાદની ખાતર તે માયિક છે, એમ માની લઈએ, તો પણ તથા વિધિ માયા કરનાર કોઈ મનુષ્યાદિ નહિ પણ દેવો જ છે એમ સિદ્ધ થાય છે. જો કે તે વિમાનો માયાનો વિકાર નથી. કેમકે પ્રસિદ્ધ નગરાદિની જેમ હંમેશા ઉપલબ્ધ થાય છે અને જે માયિક વિકાર હોય છે. તે હંમેશા ઉપલબ્ધ થતા નથી. માટે તે દેવોના નિવાસસ્થાનરૂપ વિમાન છે એમ માન.
વળી, જેમ પોતે કરેલા અતિ પાપનું ફળ ભોગવનાર નારકીઓ છે તેમ પ્રકૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનાર દેવો પણ છે એમ માનવામાં તને ક્યાં તકલીફ છે ?
પ્રશ્ન-૮૪૮ – અતિશય દુઃખી મનુષ્યો અને તિર્યંચ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા છે અને અત્યંત સુખી મનુષ્યો ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનારા છે તો દેવ-નારકની કલ્પના શા માટે ?
ઉત્તર-૮૪૮ આમ હોવાથી નારકીનો અભાવ નહીં કહી શકાય, કારણ કે ઉત્કૃષ્ટ પુણ્ય-પાપનું ફળ ભોગવનાર અત્યંત સુખી-દુઃખી હોય છે, તે રીતે અત્યંત સુખી-કે દુ:ખી
–
Page #90
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
મનુષ્ય કે તિર્યંચ નથી હોતા. કેમકે જે અતિશય સુખી મનુષ્યો હોય છે, તેમને પણ રોગ-જરા વગેરે દુ:ખો પ્રાપ્ત થાય છે. અને જે અતિશય દુઃખી હોય છે તેમને શીતલવાયુ-પ્રકાશ વગેરે સુખો પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્ય-તિર્યંચને જ અત્યંત સુખી-દુઃખી ન કહી શકાય. પરંતુ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવના૨ નારકી અને પુણ્યફળ ભોગવનાર દેવોને જ અત્યંત દુઃખી કે સુખી કહેવાય. તે દેવો ઉત્કૃષ્ટ રૂપાદિ ગુણયુક્ત અને પંચવિધ વિષયમાં આસક્ત તથા દિવ્ય પ્રેમવાળા છે. તેમજ અસમાપ્ત કાર્યવાળા અને મનુષ્યોને આધીન કાર્યવાળા ન હોવાથી તેઓ અશુભ નરલોકમાં નિઃસંગ યતિની જેમ આવતા નથી.
ન
૭૧
તથા, જિનેશ્વર દેવોનાં ચ્યવનાદિ કલ્યાણ સમયે સ્વકર્તવ્યતયા કેટલાક દેવો અહીં આવે છે, કેટલાક દેવો ભક્તિથી તથા કેટલાક સંશય છેદ માટે આવે છે, કેટલાક પૂર્વના અનુરાગથી, પૂર્વસંકેતથી, તપના પ્રભાવથી, પૂર્વના વૈરથી મનુષ્યોને પીડા કરવા અથવા મૈત્રીભાવથી અનુગ્રહ કરવા, તથા કામાનુરાગથી આવે છે. કેટલાક જાતિસ્મરણવાળા મનુષ્યના કથનથી, કેટલાક મનુષ્યોને પ્રત્યક્ષ દેખાયાથી, કેટલાક વિદ્યા-મંત્રની ઉપયાચનાથી, ગ્રહના વિકારથી તથા ઉત્કૃષ્ટ પુણ્યના સંચયના બળથી અહીં આવે છે.
આમ, ‘દેવ' એવા સાર્થક નામથી તથા સર્વ આગમ શાસ્ત્રોના પ્રમાણથી દેવો છે એમ સિદ્ધ થાય છે. તેથી માનવું જોઈએ કે ‘દેવ’ એ નામ ‘ઘટ’ ના નામની જેમ શુદ્ધ પદ હોવાથી સાર્થક છે. મનુષ્ય જ દેવના ગુણ અને ઋદ્ધિથી સંપન્ન હોવાથી દેવ હશે એમ ન માનવું, કેમકે મુખ્ય અર્થની સિદ્ધિ થાય તો જ અન્યત્ર ઉપચારથી સિદ્ધિ કરી શકાય. જેમકે માણવકમાં ઉપચારથી યથાર્થ સિંહની સિદ્ધિ કરાય છે.
વેદ વચનથી દેવોની સિદ્ધિ :
જો દેવોનો અભાવ હોય તો ‘“અગ્નિહોત્રં ગુહુયાત્ સ્વńામ:' (મૈયુપનિષદ્ ૬-૬) વગેરે જે વેદ પદોમાં સ્વર્ગફળ બતાવાયું છે તે તથા યજ્ઞો અને દાનધર્મનું જે સ્વર્ગીય ફળ કહ્યું છે તે સર્વ અયોગ્ય થાય. કારણ કે સ્વર્ગવાસી દેવો જ ન હોય તો પછી તે સ્વર્ગ મેળવવાનું નિધાન ક્યાંથી હોય ? “સ ણ્ યાયુધી” (શતપથ બ્રાહ્મણ ૧૨, ૫, ૨, ૮) ઈત્યાદિ વેદ વાક્યો પણ દેવોની સત્તા બતાવે છે. વળી “જો નાનતિ માયોપમાન્ ચીર્વાળાનિન્દ્ર-યમ-વળલેરાવી' વગેરેથી દેવોનો અભાવ સિદ્ધ થતો નથી પરંતુ આ વાક્યથી દેવની ઋદ્ધિ પણ ઈન્દ્રજાળની જેમ અનિત્ય છે, તો પછી મનુષ્યાદિની ઋદ્ધિ તો અનિત્ય જ છે એમ સિદ્ધ થાય છે. તથા શ્રુતિમાં કહ્યું છે કે - “થોડશિપ્રવૃત્તિતુમિર્ચમ-સોમ-સૂર્ય-સુગુરુ-સ્વારાગ્યાનિ વિત'' અર્થાત્ ઉષોડિશ વગેરે યજ્ઞો વડે યમ-સૂર્ય-બૃહસ્પતિ તથા સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરે છે. આ વેદવાક્યો દેવોની સત્તા બતાવનારાં જ છે. તથા “ઞા મેષાતિથે મેધવૃષળ'
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૭૨
વગેરે (તૈત્તરીય આરણ્યક - ૧, ૧૨, ૩) મંત્ર પદો વડે ઇન્દ્રાદિ દેવોનું જે આહ્વાન કર્યું છે. તે પણ દેવનું અસ્તિત્વ બતાવે છે. નહિ તો એ પણ નિષ્ફળ જાય. માટે પૂર્વોક્ત યુક્તિઓથી અને વેદ વાક્યોથી ‘દેવો' છે એમ સિદ્ધ થાય છે.
(૮) અકંપિત ગણધર - નારક છે કે નહિ ?
પ્રશ્ન-૮૪૯ – ચંદ્રાદિ દેવો પ્રત્યક્ષ છે, તથા વિદ્યા-મંત્રની સાધના દ્વારા ઈચ્છિત ફળની સિદ્ધિ દેખાય છે, તેથી તે સિવાયના બીજા દેવો પણ અનુમાનથી જણાય છે, પણ જે માત્ર સાંભળવામાં જ આવે છે પણ પ્રત્યક્ષ કે અનુમાનથી દેખાતા નથી એવા દેવ-મનુષ્ય-તિર્યંચથી ભિન્ન જાતિવાળા નારકો કેમ માની શકાય ?
ઉત્તર-૮૪૯ – અકંપિત ! જીવાદિ પદાર્થોની જેમ તે નારકીઓ મને પ્રત્યક્ષ છે. એટલે તું માનીલે. કારણ કે - જે સ્વપ્રત્યક્ષ હોય તે જ એક પ્રત્યક્ષ કહેવાય એવું નથી, પણ જે કોઈ આપ્ત પુરુષને પ્રત્યક્ષ હોય તેને પણ લોકમાં પ્રત્યક્ષ સિદ્ધ કહેવાય છે. જેમ સિંધ આદિ સર્વને પ્રત્યક્ષ નથી પણ કોઈને જ પ્રત્યક્ષ હોય છે. વળી દેશ-કાળ-ગામ-નગર-સમુદ્રાદિ પદાર્થો તને પ્રત્યક્ષ નથી પણ બીજાઓને પ્રત્યક્ષ થાય છે. માટે નારકીઓ મને પ્રત્યક્ષ છે એવું કેમ માનતો નથી ?
અથવા મારા પ્રત્યક્ષને અતીન્દ્રિય હોવાથી તું ન માનતો હોય તો શું ઈન્દ્રિય પ્રત્યક્ષ છે તેને જ તું પ્રત્યક્ષ માને છે ? જો એમ માનતો હોય તો તે અયોગ્ય છે. કારણ કે ઈન્દ્રિય પ્રત્યક્ષને તો ઉપચાર માત્રથી જ પ્રત્યક્ષ કહેવાય છે. જેમ અનુમાનમાં બાહ્ય ધૂમાદિ લિંગથી અગ્નિ વગેરે જણાય છે તેવું આમાં નથી. તેથી ઉપચારથી પ્રત્યક્ષ જેવું લાગતું હોવાથી પ્રત્યક્ષનો વ્યપદેશ કરાય છે પણ વાસ્તવમાં તે પરોક્ષ જ છે. અક્ષ એટલે જીવ, તે જીવ અનુમાનની જેમ અહીં પણ વસ્તુને સાક્ષાત્ નથી જોતો પરંતુ ઈન્દ્રિય દ્વારા જોવે છે. એટલે અતીન્દ્રિય પ્રત્યક્ષ તે જ સાચું પ્રત્યક્ષ છે.
પ્રશ્ન-૮૫૦
-
• જો કે ઈન્દ્રિય પ્રત્યક્ષમાં જીવ સાક્ષાત્ વસ્તુને જાણતો નથી પણ ઈન્દ્રિયો તો સાક્ષાત્ જાણે છે, માટે ઈન્દ્રિય પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ માનવામાં શું વાંધો છે ?
ઉત્તર-૮૫૦ – ઘટની જેમ ઈન્દ્રિયો પુદ્ગલરૂપે મૂર્ત અને અચેતન હોવાથી વસ્તુને જાણી શકતી નથી. પણ તે બારીની જેમ શ્રોત્રાદિ ઈન્દ્રિયો જ્ઞાનનાં દ્વારો છે. વસ્તુનો જાણનાર તો આત્મા જ છે. તે ઈન્દ્રિયોથી ભિન્ન છે. કારણ કે ઈન્દ્રિયોના ઉપર પણ ઈન્દ્રિય દ્વારા વસ્તુનું સ્મરણ આત્માને થાય છે. તથા ક્યારેક જીવ અન્ય મનસ્ક હોય ત્યારે ઈન્દ્રિય વ્યાપાર હોય તો પણ વસ્તુનો બોધ થતો નથી. માટે પાંચ બારીઓથી વસ્તુ જોનાર જેમ બારીઓથી ભિન્ન છે. તેમ ઈન્દ્રિય દ્વારા વસ્તુને જાણનાર આત્મા પણ ઈન્દ્રિયોથી ભિન્ન છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૩
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૮૫૧ – એવું ન બને કે ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનથી અતીન્દ્રિય પ્રત્યક્ષ કરતાં વધારે જોઈ શકાય?
ઉત્તર-૮૫૧ – ના, કારણ કે પાંચ બારીવાળા ઘરમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ કરતાં ખુલ્લા મેદાનમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ જેમ તે ઘરવાળા મનુષ્ય કરતાં વધુ સારી રીતે જોઈ શકે છે. તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા જીવ કરતાં અતીન્દ્રિય-કેવલજ્ઞાનવાળા જીવ જ અતિશય સારું જોઈ શકે છે.
નરકોની સિદ્ધિ
અન્ય લિંગથી સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ અનુમાન જેમ પ્રત્યક્ષ જ્ઞાન નથી તેમ, ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ નથી. દા.ત. કૃતપણાથી ઘટની અનિત્યતા માત્ર સિદ્ધ કરનાર અનુમાન જેમ પ્રત્યક્ષ નથી તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ ચક્ષુ આદિ ઈન્દ્રિયના રૂપાદિને જ જાણવાની શક્તિરૂપ ધર્માન્તર વડે અનંત ધર્માત્મક વસ્તુના ફક્ત રૂપાદિ ધર્મનું જ જ્ઞાન થાય છે તેથી તે પ્રત્યક્ષ નથી.
અથવા ઘૂમથી જેમ અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી થાય છે માટે પ્રત્યક્ષ નથી. જેમકે પૂર્વમાં કોઈ પાસેથી મેળવેલ ઘટ વિષયક જ્ઞાનના સંબંધના સ્મરણથી ઘટાદિ પદાર્થનું તે ઘટાદિ સ્વરૂપે સર્વને ઈન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે. એમ ન હોય તો નાળિયેર દ્વીપમાંથી આવેલ મનુષ્ય કે જેણે ક્યારેય ઘટાદિનો શબ્દ સાંભળ્યો નથી કે ઘટાદિ પદાર્થ જોયો નથી. તેને પણ “આ ઘટ છે' એવું જ્ઞાન જોવા માત્રથી જ થઈ જાય. પણ એમ થતું નથી. અભ્યાસની પટુતાદિના કારણે શીઘ્રતાથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રવર્તે છે એટલે સર્વત્ર એ પ્રમાણે સ્મરણાદિરૂપ જ્ઞાન થતું હશે એમ છબસ્થને જણાતું નથી. વળી જેમ કોઈ વ્યક્તિને સ્વવ્યતિરિક્ત ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે, તે તેને પ્રત્યક્ષ નથી. તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ આત્માને સ્વવ્યતિરિક્ત ઈન્દ્રિયોથી થતું હોવાથી પ્રત્યક્ષ નથી. જીવને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે અન્ય નિમિત્તથી થતું નથી. પણ અવધિ-મન:પર્યાય અને કેવળજ્ઞાનની જેમ સાક્ષાત થાય છે, આ ત્રણે જ્ઞાનરહિત પ્રમાતાનું સર્વ જ્ઞાન પરોક્ષ અર્થનો વિષય કરનાર હોવાથી અનુમાન માત્ર છે. અને અવધિ આદિ ત્રણ જ્ઞાન પદાર્થને સાક્ષાત્ ગ્રહણ કરનાર હોવાથી પ્રત્યક્ષ છે.
આમ, નારકીની સત્તાસિદ્ધિમાં પ્રત્યક્ષ અને પરોક્ષની સિદ્ધિ કરી તેમાં મને કેવળજ્ઞાન રૂપ મારા પ્રત્યક્ષ જ્ઞાનથી નારકીઓ જણાય છે માટે તું માન. તથા જેમ જઘન્ય-મધ્યમ-પાપનું ફળ ભોગવનાર મનુષ્ય-તિર્યંચો છે તેમ ઉત્કૃષ્ટ પાપોનું ફળ ભોગવનાર નારકી પણ તું માની લે.
Page #93
--------------------------------------------------------------------------
________________
७४
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૫ર – તો જે અત્યંત દુઃખી મનુષ્ય-તિર્યો છે તે જ ઉત્કૃષ્ટ પાપનું ફળ હોવાથી તેમને જ નારકી કહો તો શું વાંધો છે?
ઉત્તર-૮૫ર – ન કહેવાય, કારણ કે જે એવા ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા હોય તે સર્વ પ્રકારે દુઃખી જ હોવા જોઈએ. આવું દુ:ખ તિર્યંચ વગેરેને હોતું નથી. કેમકે પ્રકાશ-છાયાશીતલતા-નદી-દ્રહ વગેરે સુખના સાધનો તેમને હોય છે પણ ભયંકર છેદન-ભેદનના દુઃખો તેમને હોતા નથી. માત્ર નારકીઓને જ હોય છે. આગમમાં એમ પણ કહ્યું છે કે નારકોનું હંમેશાં તીવ્ર પરિણામવાળું દુઃખ જ હોય છે. માટે નારકીઓ છે એમ માની લે.
બીજા અનુમાનથી નારકીની સિદ્ધિ :
અકંપિત ! મારા બીજા વચન જેમ સત્ય છે. તેની જેમ “નારકીઓ છે એ કથન પણ મારું વચન હોવાથી સત્ય છે. હું તને ઈષ્ટ એવા જૈમિનીય આદિ સર્વજ્ઞના વચનની જેમ હું પણ સર્વજ્ઞ હોવાથી મારું વચન સત્ય છે; વળી ભય-રાગ અને દ્વેષ રહિત હોવાથી અને સર્વજ્ઞના લક્ષણથી હું સર્વજ્ઞ છું એમ જાણ.
નદ વૈ પ્રત્યે નારા: સન્તિ' વગેરે પદોથી નારકીના અભાવની તને થયેલી શંકા યોગ્ય નથી. કેમકે એ પદોનો અર્થ આ પ્રમાણે છે – પરલોકમાં કોઈપણ નારકીઓ મેરૂ આદિની જેમ શાશ્વતા નથી. પણ જે આ લોકમાં ઉત્કૃષ્ટ પાપ કરે છે તે અહીંથી મરીને પરલોકમાં નારકી થાય છે. માટે કોઈએ પણ એવું પાપ ન કરવું કે જેથી પરભવમાં નારકી થવું પડે.
(૯) અચલ ભ્રાતા - પુણ્ય-પાપ છે કે નથી?
પુણ્ય-પાપના વિષયમાં પાંચ પ્રકારની માન્યતાઓ છે - (૧) એકલું પુણ્ય જ છે પાપ તો છે જ નહિ. (૨) એકલું પાપ જ છે પુણ્ય નથી. (૩) પુણ્ય-પાપ બંને મેચક-મણિની જેમ મિશ્ર છે. (૪) બંને સ્વતંત્ર છે. (૫) મૂળથી કર્મનો જ અભાવ હોવાથી જગતનો સર્વ વ્યાપાર સ્વાભાવિક છે.
(૧) ફક્ત પુણ્ય જ છે - એ પ્રમાણે માનનારાઓ કહે છે કે પુણ્યનો ક્રમશઃ ઉત્કર્ષ થવાથી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે. તેથી અનુક્રમે સુખની પણ વૃદ્ધિ થાય છે. એટલે છેવટે સ્વર્ગ સુખ મળે છે. તથા તે જ પુણ્યની અનુક્રમે હાનિ થતાં સુખની પણ હાનિ થાય છે અને નરકનું દુઃખ મળે છે. તથા સર્વથા પુણ્યનો ક્ષય થવાથી મોક્ષ મળે છે.
(૨) ફક્ત પાપ જ છે - તેઓ ઉપર કહ્યાથી વિપરિત ભાવના કરે છે. જેમ અપથ્ય આહારની વૃદ્ધિથી રોગ વધે છે તેમ, પાપની વૃદ્ધિથી દુઃખ વૃદ્ધિરૂપ અધમતા પ્રાપ્ત થાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
છેવટે નરકનું દુ:ખ મળે છે. તથા અપથ્ય આહારના ત્યાગથી જેમ અનુક્રમે આરોગ્ય મળે છે તેમ, પાપનો અપકર્ષ થવાથી સુખ વધે છે અને સ્વર્ગ મળે છે. તથા અપથ્ય આહારના સર્વથા ત્યાગથી પરમ આરોગ્ય મળે છે તેમ પાપના સર્વથા ક્ષયથી મોક્ષ મળે છે.
૭૫
(૩) બંને એક જ વસ્તુ છે :- જેમ હરતાલ અથવા ગળી વગેરે વર્ણોમાંથી કોઈ પણ બે વર્ણથી મિશ્ર જેમ એક જ વસ્તુ છે. અથવા મેચકમણિમાં અનેક વર્ણ છતાં જેમ એક જ વસ્તુ છે. અથવા ‘નરસિંહ’માં જુદી-જુદી આકૃતિ છતાં તે એક જ વ્યક્તિ છે તેમ પુણ્ય-પાપ પણ ઉભયમિશ્ર એક જ વસ્તુ છે.
(૪) બંને સ્વતંત્ર છે તથા (૫) જગત્ સ્વભાવી વિચિત્રતા છે :- એવા મતિઓને કહીએ છીએ કે સ્વભાવ એ કોઈ વસ્તુ છે ? નિષ્કારણતા છે કે વસ્તુનો ધર્મ છે ? જો તે વસ્તુ હોય તો ખપુષ્પની જેમ અનુપલબ્ધ હોવાથી તેનો અભાવ જ છે. અને સ્વભાવથી વિચિત્રતા માનવામાં તો આગળ કહેવાનારા દોષો આવશે. અત્યંત અનુપલબ્ધ છતાં એ સ્વભાવ છે અને કર્મ નથી, એમ શા માટે ? સ્વભાવના સત્ત્વમાં જે હેતુ છે તે જ કર્મના સત્ત્વમાં પણ છે તો સ્વભાવને કર્મ કહેવામાં શું દોષ છે ? વળી તે સ્વભાવ પ્રતિનિયત આકારવાળો હોવાથી કર્તા ન થઈ શકે. સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત છે ? જો મૂર્ત હોય તો કર્મ અને સ્વભાવ માત્ર નામથી જ અલગ છે. અને અમૂર્ત માનો તો તે કર્તા ન થઈ શકે.
જેમ આકાશ અમૂર્ત હોવાથી શરીરને કરનાર નથી, તે રીતે સ્વભાવ પણ અમૂર્ત છે માટે કર્તા ન થઈ શકે. હવે જો સ્વભાવ તે નિષ્કારણતા છે એમ કહીએ તો ગધેડાના શીંગડા નિષ્કારણ જ છે, માટે તે પણ હોવા જોઈએ, સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે એમ કહીએ તો યોગ્ય છે, કેમકે તે જીવ અને કર્મનો પરિણામ થાય છે. અને પુણ્ય-પાપના નામથી કારણકાર્યથી અનુમેય છે. વળી એ જ કર્મ શરીરાદિ અને ક્રિયાઓનાં શુભાશુભ રૂપે હેતુ છે, માટે સ્વભાવથી જ ભિન્ન જાતિવાળા તે પુણ્ય-પાપ છે એમ સ્વીકાર.
પુણ્ય-પાપના કાર્યભૂત સુખ-દુઃખ એક સાથે અનુભવાતા નથી. એ રીતે બંનેના કાર્યો જુદા-જુદા જણાય છે. માટે તેના કારણભૂત પુણ્ય-પાપ જુદા જુદા - સ્વતંત્ર છે એમ કેટલાક માને છે તે અનુમાનથી સિદ્ધ થાય છે.
આમ, પુણ્ય-પાપ સંબંધી પાંચ પ્રકારના ભિન્ન-ભિન્ન અભિપ્રાયોમાંનો ચોથો સ્વતંત્રતાવાળો અભિપ્રાય જ ગ્રાહ્ય છે. બાકી અયોગ્ય હોવાથી ત્યાજ્ય છે.
અન્ય રીતે પુણ્ય-પાપની સિદ્ધિ :
જેમ ઘટરૂપ કાર્યના અનુરૂપ પરમાણુઓ તેનું કારણ છે. તેમ સુખ-દુ:ખ કાર્ય હોવાથી અવશ્ય તેને અનુરૂપ કારણ હોવું જોઈએ તે કારણ જ પુણ્ય-પાપ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૫૩ – જો એ પ્રમાણે સુખ-દુઃખનું કારણ કર્મ હોય અને તેના અનુરૂપ કાર્ય થતું હોય તો સુખ દુઃખ આત્મપરિણામ હોવાથી અમૂર્ત છે અને પુણ્ય-પાપાત્મક કર્મ રૂપી (મૂત) હોય છે તો તે સુખ-દુઃખાત્મક કાર્ય કારણાનુરૂપ કઈ રીતે થાય?
ઉત્તર-૮૫૩ – અમે ક્યાં કહીએ છીએ કે સર્વ કાર્ય કારણાનુરૂપ જ થાય કે જેથી સુખદુઃખની જેમ કર્મ પણ અરૂપી ગણાય, વળી એકાંતે સર્વધર્મો વડે કારણને કાર્યથી અત્યંત ભિન્ન પણ અમે માનતા નથી. તું તો એકાંતે અનુરૂપ કે અનનુરૂપ માને છે તેથી આવી શંકા કરે છે. પણ એમ ન માનવું. કારણ કે સર્વ પ્રકારે એકલું અનુરૂપ કારણ માનવામાં તો તે બીજાનું પણ કારણ જ થાય. તથા એકનું અનુરૂપ કાર્ય માનવામાં ત તે બીજાનું પણ કાર્ય જ થાય એટલે ઉભયમાં કાર્ય-કારણતા ન રહે. કેમકે બન્ને કારણે થાય અથવા બંને કાર્ય થાય. વળી કાર્યકારણનો એકંતે ભેદ માનવામાં કાર્યની વસ્તુત્વ અને કારણની વસ્તુત્વમાં શું તફાવત છે? કાંઈ જ નહિ. જો ઉભયના વસ્તૃત્વમાં ભેદ નથી તો પછી એનો એકાંત ભેદ પણ ન કહેવાય. માટે સર્વથા એકાંતે કાર્યકારણની અનુરૂપતા કે અનનુરૂપતા ન કહી શકાય. પણ કાંઈક સમાન-અસમાનતા કહી શકાય.
પ્રશ્ન-૮૫૪ – જો એમ હોય તો પછી કાર્યના અનુરૂપ કાર્ય હોય એમ શાથી કહો છો? કદાચ કોઈ વસ્તુ એકાંતે અનુરૂપ હોય તો એમ કહી શકાય, પણ કોઈ પણ વસ્તુ એકાંતે અનુરૂપ કે અનનુરૂપ નથી ને સર્વ વસ્તુ તુલ્યાતુલ્યરૂપ જ છે તો તેને કાર્યાનુરૂપ કારણ હોય એમ કહી શકાય?
ઉત્તર-૮૫૪ – સર્વ વસ્તુમાં તુલ્યાતુલ્યત્વ સમાન છતાં કાર્ય એ કારણનો સ્વપર્યાય હોવાથી કાર્યના અનુરૂપ કારણ કહેવાય છે અને શેષ અકાર્યરૂપ સર્વ પદાર્થ કારણના પરપર્યાય હોવાથી તે કારણને અનનુરૂપ કહેવાય છે. અહીં સુખ-દુઃખ એ કર્મરૂપ કારણના સ્વપર્યાય છે. જેમકે જીવ અને પુણ્યનો સંયોગ તે સુખનું કારણ છે, તથા જીવ અને પાપનો સંયોગ તે દુઃખનું કારણ છે. આ કારણથી જ પાપ-પુણ્યને સુખ-દુ:ખનાં અનુરૂપ કારણ તરીકે કહેવાય છે.
જેમ અન્ન-પુષ્પમાળા-ચંદન-સ્ત્રી-સર્પ-વિષ-કાંટા વગેરે મૂર્ત છતાં અમૂર્ત એવા સુખદુઃખનાં કારણ છે. તેમ, પુણ્ય-પાપરૂપ કર્મ મૂર્ત છતાં અમૂર્ત એવા સુખ-દુઃખનું કારણ છે.
પ્રશ્ન-૮૫૫ - પ્રત્યક્ષ દેખાતા અન્ન-પુષ્પમાળા વગેરે જ સુખાદિના કારણે ભલે હો, પણ ત્યાં અદૃષ્ટ એવા કર્મની કલ્પના કરવાથી શું ફાયદો છે?
ઉત્તર-૮૫૫ – તું સમજ્યા વગર બોલે છે. કારણ કે કેટલાક સ્થળે અન્નાદિ સાધનો સમાન હોવા છતાં ત્યાં સુખાદિ કાર્યોમાં મોટો ફળનો ભેદ જણાય છે. જેમકે કેટલાંકે અન્નાદિ
Page #96
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર વસ્તુઓનો સમાન ઉપભોગ કરવાં છતાં કેટલાંકને આનંદ થાય છે. અને કેટલાકને રોગાદિ થાય છે. આમ, અન્નાદિ સાધનો સર્વને સમાન છતાં ફળનો ભેદ જણાય છે, તે અવશ્ય સકારણ હોવો જોઈએ જો એ ભેદ નિષ્કારણ હોય તો હંમેશા સત્તાસત્ત્વનો પ્રસંગ આવે. એ ફળભેદમાં જે કારણ છે તે અદષ્ટ એવું કર્મ છે તેથી કર્મની કલ્પના વ્યર્થ નથી અને એજ કારણથી કર્મ મૂર્તિમાનું છે. કેમકે કુંભની જેમ મૂર્તિમાનું શરીર વગેરે તેથી મજબૂત થાય છે. અથવા જેમ મૂર્ત એવા તેલાદિથી ઘડો મજબૂત થાય છે, તેથી તે તેલાદિ મૂર્ત છે, તેમ પુષ્પમાળા-ચંદનાદિ વડે વૃદ્ધિ પામતું કર્મ પણ મૂર્તિમાન છે અથવા જેમ ઘટાદિ કાર્ય મૂર્ત હોવાથી તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્તિ છે. તેમ શરીરાદિ કાર્ય પણ મૂર્ત હોવાથી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત છે.
(૧) કેવલ પુણ્ય છે એ પ્રશ્નનું સમાધાનઃ
કેવલ પુણ્યના અપચય માત્રથી જ જીવોને દુઃખી પ્રચુરતા નથી. પરંતુ તે સાથે અનિષ્ટ આહારાદિ બાહ્ય સાધનોના પ્રકર્ષનો પણ સદ્ભાવ છે. જો એમ ન હોય અને એકલા પુણ્યના અપચયમાત્રથી જ દુઃખ થતું હોય તો પુણ્યથી પ્રાપ્ત થતા ઈષ્ટ આહારના અપચય માત્રથી જ તે થવું જોઈએ. પણ પાપના ઉપચયથી પ્રાપ્ત થતા અનિષ્ટ આહારાદિરૂપ વિપરિત બાહ્યસાધનોના સામર્થ્યના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. પણ તેમ થતું નથી, ત્યાં તો અનિષ્ટ આહારાદિ સાધનના સામર્થ્યથી જ દુઃખ થાય છે.
વળી જેમ પુણ્યના ઉત્કર્ષમાં તેનાથી થતું અનુત્તરવાસીદેવ અને ચક્રવર્તીનું શરીર મૂર્ત હોવાથી પુણ્યના અપચયમાત્રથી જ નથી કરાયું, તેમ કોઈ દુઃખી હાથી વગેરેનું શરીર પણ મૂર્ત હોવાથી કેવળ પુણ્યના અપચયમાત્રથી જ નથી કરાયું. કેમકે જો કેવળ પુણ્યના અપચય માત્રથી કરાયેલું હોય, તે મૂર્ત નથી હોતું અને કેવળ પુણ્યના અપચયમાત્રથી જ જો શરીર થતું હોય તો તે અતિહીન અને શુભ જ થવું જોઈએ, ઘણું મોટું અને અતિ અશુભ કઈ રીતે થાય ? કારણ કે મોટું અને શુભ શરીર પુણ્યના ઉપચયથી થાય છે અને અશુભ પાપના ઉપચયથી થાય, વળી થોડા પુણ્ય વડે પણ શરીર શુભ જ થવું જોઈએ દુઃખી નહિ, કેમકે જેમ થોડા સુવર્ણથી પણ નાનો સુવર્ણનો જ ઘડો થાય છે પણ માટી કે તાંબાનો થતો નથી, તેમ થોડા પુણ્યથી પણ શરીર નાનું હોય તો પણ શુભ જ થવું જોઈએ.
(૨) કેવલ પાપનો પક્ષ - એમાં પણ એ જ પ્રમાણે વિપરિતપણે યોજના કરવી. જેમકે પાપના અપચયમાત્રથી જ સુખ નથી થતું, કેમકે થોડું પણ પાપ દુઃખ ઉત્પન્ન કરે છે. જેમ થોડું પણ વિષસ્વાથ્યનો હેતુ થતું નથી તેમ પાપના અપચયથી થોડું પણ પાપ સુખનો હેતુ થતું નથી, પણ જે થોડું પણ સુખ થાય છે, તે પુણ્યથી જ થાય છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આ રીતે સુખ-દુ:ખના કારણભૂત પુણ્ય-પાપ સ્વતંત્ર છે, એટલે જ સાધારણ એક પુણ્યપાપાત્મક કર્મ પણ તથી, કેમકે વંધ્યાપુત્રની જેમ એવા કર્મના બંધનું કોઈ કારણ જ નથી, મિથ્યાત્વ-અવિરતિ-કષાય-પ્રમાદ અને યોગ એ કર્મબંધના હેતુઓ છે. એમાં યોગવિના તો ક્યારેય કર્મનો બંધ થતો નથી, એટલે મુખ્યત્વે યોગ જ કર્મબંધનો મુખ્ય હેતુ છે. તે ત્રણ પ્રકારે
મન-વચન-કાયારૂપ છે, તે એક સમયે શુભ અથવા અશુભ હોય, પણ શુભાશુભ ન હોય તેથી પુણ્ય-પાપાત્મક ઉભય સ્વભાવવાળું સંકીર્ણ કર્મ પણ ન હોય. કેમકે કારણાનુરૂપ કાર્ય હોય છે, તેથી જ્યારે શુભ યોગ વર્તતો હોય ત્યારે તદનુરૂપ પુણ્યાત્મક શુભ કર્મ બંધાય અને અશુભમાં તેનાથી વિપરિત બંધાય. મિશ્રરૂપે યોગ ન હોવાથી કર્મબંધ મિશ્રરૂપે થાય જ નહિ. તે ઉદાહરણથી સમજીએ.
ન
૭૮
પ્રશ્ન-૮૫૬ – કાંઈક અવિધિથી દાન આપવાનો વિચાર કરતાં શુભાશુભ મનોયોગ થાય છે, તવિષયક ઉપદેશ આપતાં શુભાશુભ વચનયોગ થાય છે, અને કાંઈક અવિધિથી જિનવંદનાદિ ચેષ્ટા કરતાં શુભાશુભ કાયયોગ થાય છે, આમ એક સમયમાં મન-વચનકાયાના યોગો શુભાશુભરૂપે મિશ્ર જણાય છે, ને તમે કહો છો એક સમયમાં શુભ કે અશુભ બેમાંથી એક જ યોગ હોય તે કઈ રીતે બને ?
ઉત્તર-૮૫૬ – તારી માન્યતામાં ભૂલ છે. કારણ કે યોગ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં મન-વચન-કાયાના યોગરૂપે પ્રવર્તનારાં દ્રવ્ય અને મન-વચન-કાયાનો પરિસ્પંદાત્મક વ્યાપાર તે દ્રવ્યયોગ છે, અને એ ઉભયરૂપ એવો યોગહેતુક જે અધ્યવસાય તે ભાવયોગ છે. ઉપરોક્ત શુભાશુભ ચિંતવન-ઉપદેશ અને કાયચેષ્ટાના પ્રવર્તનરૂપ યોગમાં વ્યવહારનયની અપેક્ષાએ શુભાશુભભાવ હોઈ શકે. પણ યોગહેતુક અધ્યવસાયરૂપ ભાવયોગમાં તે ન જ હોય. અર્થાત્ વ્યવહારનયથી દ્રવ્યયોગને શુભાશુભરૂપે મનાય છે. પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો ફક્ત શુભ અથવા અશુભ જ છે. કેમકે તેના મતે તો યથોક્ત દ્રવ્યયોગના પણ શુભાશુભરૂપ મિશ્રભાવનો અભાવ છે. ભાવયોગમાં તો એ મિશ્રભાવ વ્યવહાર કે નિશ્ચય એકેયને માન્ય નથી. અને આગમમાં પણ શુભ અને અશુભ અધ્યવસાયસ્થાનો સિવાય શુભાશુભ અધ્યવસાયરૂપ ત્રીજો ભેદ ક્યાંય પણ કહ્યો નથી કે જેથી ભાવયોગમાં શુભાશુભપણું હોઈ શકે. માટે એક સમયે શુભ કે અશુભ ભાવયોગ હોઈ શકે પણ મિશ્રયોગ ન હોઈ શકે. એટલે જ કર્મ પણ શુભ કે અશુભ રૂપ જુદું જ બંધાય. મિશ્રરૂપ ન બંધાય.
વળી શાસ્રમાં ધર્મ-શુક્લ ધ્યાનાત્મક એક શુભ ધ્યાન અથવા આર્ત-રૌદ્રધ્યાનરૂપ એક અશુભ ધ્યાન એક વખતે હોય છે. પણ શુભાશુભરૂપ ધ્યાન ન હોય-એમ કહ્યું છે. ધ્યાનપૂર્ણ
Page #98
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૭૯
થયા પછી કાં તો તૈજસાદિ શુભલેશ્યા અથવા કાપોત વગેરે અશુભલેશ્યા જ એક વખતે હોય છે મિશ્ર ન હોય.
ભાવયોગ ધ્યાન અને લેશ્યારૂપ છે માટે એક સમયે તે શુભ કે અશુભ જ હોય, પણ મિશ્ર ન હોય એટલે ભાવયોગ નિમિત્તક કર્મ પણ જ્યારે શુભયોગ હોય ત્યારે પુણ્યરૂપ શુભ બંધાય અને વિપરિતમાં અશુભ બંધાય પણ મિશ્ર ન બંધાય.
અથવા એમ સંભાવના થઈ શકે કે પૂર્વબદ્ધ કર્મને પરિણામવશથી શુભ-અશુભ કે મિશ્રભાવ પમાડે, એટલે પૂર્વે બંધેલા મિથ્યાત્વના કર્મ પુદ્ગલોને વિશુદ્ધ પરિણામથી શુદ્ધ કરીને સમ્યક્ત્વરૂપે કરે, અવિશુદ્ધ પરિણામવશથી સમ્યક્-મિથ્યાત્વરૂપ કરે અને અશુદ્ધ પરિણામથી રસનો ઉત્કર્ષ કરીને સમ્યક્ત્વના પુદ્ગલો મિથ્યાત્વમાં સંક્રમાવીને મિથ્યાત્વરૂપે કરે. આમ, પૂર્વબદ્ધ સત્તામાં રહેલ કર્મોનાં ત્રણ પુંજ કરીને શુભ-અશુભ કે મિશ્ર કરે પણ નવા કર્મના ગ્રહણ વખતે એ રીતે પુણ્ય-પાપની સંકીર્ણતાવાળું કર્મ ન બાંધે.
સંક્રમવિધિ :- મૂળ પ્રકૃતિઓનો અન્યોન્ય સંક્રમ ન થાય પણ તેની ઉત્તર પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થાય. સજાતિય ઉત્તર પ્રકૃતિઓમાં પણ આયુષ્યની ચાર પ્રકૃતિઓનો સંક્રમ ન થાય. તથા દર્શન-ચારિત્ર-મોહનીયનો સંક્રમ ન થાય. એ સિવાયની શેષ ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમની ભજના છે. એટલે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, કષાય સોળ, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, તૈજસ-કાર્પણ, વર્ણચતુષ્ક-ગુરૂલઘુ-નિર્માણ અને પાંચ અંતરાય એ ધ્રુવબંધીની સુડતાલીશ (૪૭) ઉત્તર પ્રકૃતિઓનો પોતપોતાની મૂળ પ્રકૃતિમાં અન્યોન્ય સંક્રમ સદૈવ થાય છે. જેમકે મૂળ જ્ઞાનાવરણનાં મતિજ્ઞાનાવરણમાં શ્રુતજ્ઞાનાવરણાદિનો તથા શ્રુતજ્ઞાનાવરણાદિમાં મતિજ્ઞાનાવરણનો સંક્રમ થાય છે. આમ સર્વત્ર સમજવું. તથા શેષ જે અવબંધી પ્રકૃતિઓ છે, તેનો પોતાની મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી સજાતીય પ્રકૃતિમાં અબધ્યમાન પ્રકૃતિનો સંક્રમ થાય, પણ અબધ્યમાન પ્રકૃતિમાં બધ્યમાન પ્રકૃતિનો સંક્રમ ન થાય. જેમકે શાતાવેદનીય બંધાતી હોય ત્યારે તેમાં અધ્યમાન અશાતાવેદનીયનો સંક્રમ થાય, પણ અબધ્યમાન પ્રકૃતિમાં બધ્યમાનનો સંક્રમ ન થાય. આ રીતે પ્રકૃતિ સંક્રમનો વિધિ છે.
પુણ્ય-પાપનું લક્ષણ અને ગ્રહણ કરવાની રીત :- વર્ણ-ગંધ-રસ-સ્પર્શ લક્ષણોવાળા ગુણો જેના શુભ હોય તથા વિપાક પણ શુભ હોય તે પુણ્ય કહેવાય છે, એથી વિપરિત હોય તે પાપ. આ બંને પ્રકારનું કર્મ અત્યંત સ્થળપણે હોતું નથી. તેમજ પરમાણુ જેમ અત્યંત સૂક્ષ્મ પણ હોતું નથી. આવા પ્રકારનું પુણ્ય-પાપાત્મક દ્રવ્ય, કર્મયોગ્ય કાર્પણ વર્ગણાની અંતર્ગત છે, તેને જીવ ગ્રહણ કરે છે. પણ પરમાણુ આદિ અથવા ઔદારિક વર્ગણાદિ ગત, જે કર્મને અયોગ્ય દ્રવ્યો
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
છે તેને ગ્રહણ કરતો નથી. તે કર્મ દ્રવ્યોમાંથી પણ એક ક્ષેત્રાવગાહને જ ગ્રહણ કરે છે. પણ ભિન્ન પ્રદેશમાં અવગાઢને ગ્રહણ કરતો નથી. જે ગ્રહણ કરે છે રાગદ્વેષાદિયુક્ત જીવ પોતાના સર્વ પ્રદેશો વડે ગ્રહણ કરે છે, પણ હેતુ સિવાય કે કેટલાંક પ્રદેશોથી જ ગ્રહણ કરતો નથી. એમાં ઉપશમ શ્રેણીથી પડેલા જીવને મોહનીયના બંધની આદિ હોય છે, અને અપ્રાપ્ય શ્રેણિ જીવને મોહાદિનો અનાદિ બંધ હોય છે.
८०
પ્રશ્ન-૮૫૭ – દરેક આકાશપ્રદેશમાં શુભાશુભ ભેદ રહિત અનંતાનંત પુદ્ગલોથી વ્યાપ્ત આ લોક છે, તેમાંથી કર્મ પુદ્ગલોના ગ્રહણ વખતે જીવને સ્કૂલ-સૂક્ષ્મનો વિભાગ ઘટી કે, પરંતુ જે શુભાશુભનું તમે વિવેચન કરો છો તે શુભ કે અશુભપણું એક સમય માત્ર ગ્રહણકાળમાં કર્મ પુદ્ગલોને ગ્રહણ કરતા જીવને કઈ રીતે ઘટે ?
પ્રશ્ન-૮૫૭ – એ કર્મ વર્ગણાઓ શુભાશુભાદિ વિશેષણ રહિત છે. તો પણ તેને ગ્રહણ કરતી વખતે જીવપરિણામ અને આશ્રયના સ્વભાવથી શુભાશુભમાં ફેરવે છે. મતલબ કે જીવનો શુભ અથવા અશુભ પરિણામ છે, તે પરિણામ જ ગ્રહણ સમયે કર્મને શુભ અથવા અશુભરૂપે કરે છે. વળી કર્મના આશ્રયભૂત જીવનો પણ કોઈ એવો સ્વભાવ છે, કે જેથી શુભાશુભપણે પરિણામ પામતા કર્મને ગ્રહણ કરે છે, તેમ જ શુભાશુભભાવાદિ આશ્રિત કર્મનો પણ એવો સ્વભાવ વિશેષ છે, કે જેથી શુભ અથવા અશુભ પરિણામયુક્ત જીવવડે ગ્રહણ કરાતાં એ કર્મ જ છે એ પ્રમાણે શુભાશુભરૂપે પરિણામ પામે છે જેમકે તુલ્ય આહાર છતાં પણ જેમ પરિણામ અને આશ્રયવશથી તે આહાર ગાયમાં દૂધ રૂપે થાય છે અને સર્પમાં વિષરૂપે થાય છે. તેમ શુભાશુભ પરિણામવશથી પુણ્ય-પાપનો પણ પરિણામ થાય છે અથવા એક જ પ્રકારનો આહાર એક જ શરીરમાં માંસ-રૂધિર-રસાદિ રૂપે પરિણમે છે તેમજ લઘુનીતિ-વડીનીતિ આદિ રૂપે પરિણમે છે તેમ કર્મ પરિણામ પણ શુભાશુભ રૂપે પરિણમે છે.
પુણ્ય-પાપનો સ્વભાવથી ભેદ તથા વેદાનુસારે સિદ્ધિ :
શાતા વેદનીય, સમ્યક્મોહનીય, હાસ્ય, પુંવેદ, રતિ, નરકાયુવિના ત્રણ આયુ, ઉચ્ચગોત્ર, દેવદ્વિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, પ્રથમ સંઘયણ-સંસ્થાન, શુભવર્ણ ચતુષ્ક, અગુરૂ-લઘુનામ, પારાઘાત નામ, ઉચ્છવાસ નામ, આતપ નામ, શુભ વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આર્દ્રય, યશ, નિર્માણ અને તીર્થંકર - આ સર્વે મળીને ૪૬ (છેત્તાલીસ) પ્રકૃતિઓ શુભ હોવાથી પુણ્ય કહેવાય છે તે સિવાયની શેષ ૮૨ (બ્યાસી) પ્રકૃતિઓ અશુભ હોવાથી પાપ પ્રકૃતિ કહેવાય છે. આ રીતે પુણ્ય-પાપ જુદા-જુદા સ્વભાવવાળું છે તેથી તે બંને એક સંકીર્ણ સ્વભાવવાળું કર્મ માનવું તે અયોગ્ય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
વળી સુખ-દુ:ખના હેતુભૂત કર્મને પુણ્ય-પાપાત્મક મિશ્ર માનવામાં આવે તો સર્વ જીવોને સુખ-દુઃખ રૂપ કાર્યનો પ્રસંગ આવે પણ એમ થતું નથી. દેવોને કેવળ સુખની અધિકતા જણાય છે જ્યારે નારકાદિને ફક્ત પાપની પ્રચૂરતા જણાય છે. માટે સુખ અને દુઃખના અતિશયનો હેતુ અલગ-અલગ છે, વળી સર્વથા એકરૂપ પુણ્ય-પાપ સંકીર્ણ છે તેથી પુણ્યાંશની જે વૃદ્ધિ તે સુખાતિશયનું કારણ છે અથવા દુઃખાતિશયના કારણભૂત પાપાંશની હાનિથી પણ સુખાતિશય થાય છે તું એ પણ નહિ માની શકે કેમકે એથી તો પુણ્ય-પાપાંશનો ભેદ પ્રાપ્ત થશે જ, કેમકે જેની વૃદ્ધિ થતાં જેની વૃદ્ધિ ન થાય તે તેનાથી ભિન્ન છે. તેમ પુણ્યશની વૃદ્ધિ થતાં પાપાંશની વૃદ્ધિ થતી નથી માટે તે તેનાથી અલગ છે, એટલે બંને એકરૂપ નહિ થાય. એ માટે સંશય છોડી દે. વળી શ્રુતિમાં પણ સ્વર્ગની ઈચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું કહ્યું છે તથા દાન-હિંસા વગેરેનું પુણ્ય-પાપાત્મક ફળ જે લોકમાં પ્રસિદ્ધ છે તે સર્વ કથન સંબંધ વિનાનું થાય, માટે વેદોક્ત કથનથી પણ પુણ્ય-પાપ છે એ સિદ્ધ થાય છે.
(૧૦) મેતાર્ય ગણધર - પરલોક છે કે નહિ?
વિજ્ઞાનધન તેયો” ઇત્યાદિ વેદપદો સાંભળવાથી મેતાર્ય ! તને સંશય થયો છે કે પરલોક છે કે નહિ ? પણ તું તે પદોનો અર્થ બરાબર જાણતો નથી. તું એમ માને છે કે જો ચૈતન્ય એ મઘાંગની જેમ પૃથ્વી આદિ ભૂતોનો ધર્મ હોય તો તે ભૂતોના નાશે ચૈતન્યનો પણ નાશ થાય. તેથી ભવાંતરગમનરૂપ પરલોકનો પણ અભાવ થાય. વળી જો એ ચૈતન્ય ભૂતોથી ભિન્ન હોય તો પણ અરણીથી ભિન્ન એવા વિનાશધર્મી અગ્નિની જેમ, ઉત્પન્ન થવાથી વિનાશ ધર્મવાળો ચૈતન્ય નિત્ય સિદ્ધ નહિ થાય. એટલે પણ ભવાંતર ઘટશે નહિ. તથા સર્વગતનિષ્ક્રિય એવો એક જ આત્મા માનો તો પણ પરલોકની સિદ્ધિ નથી થતી. કેમકે આકાશની જેમ આત્મા સર્વ પિંડોમાં વ્યાપ્ત હોવાથી તેની અન્યત્ર ગતિ થતી નથી. અથવા આ લોકની અપેક્ષાએ દેવ-નારકાદિભવ પરલોક કહેવાય છે. અને તે પ્રત્યક્ષ જણાતો નથી એથી પણ પરલોકની સિદ્ધિ થતી નથી, પરંતુ કૃતિઓમાં પરલોક છે એમ સંભળાય છે. માટે તને એ સંબંધી શંકા થઈ છે. પણ તે યોગ્ય નથી.
કારણ કે ચેતના ભૂત અને ઈન્દ્રિયથી ભિન્ન એવા આત્માનો ધર્મ છે તે આત્મા જાતિસ્મરણાદિના હેતુભૂત છે તેવો આત્મા દ્રવ્યથી નિત્ય છે એમ વાયુભૂતિની જેમ તું પણ માન. વળી આત્મા એક નથી, સર્વગત નથી અને નિષ્ક્રિય પણ નથી. ઘટપટાદિની જેમ લક્ષણાદિના ભેદથી ભેદ છે. માટે ઈન્દ્રભૂતિની જેમ અનંત જીવો છે એ સ્વીકારી લે. તથા આ લોકથી અન્ય એવો પરલોક તે દેવ-નારકીઓનો ભવ છે તેને મૌર્ય અને અકંપિતની જેમ પ્રમાણથી માની લે.
ભાગ-૨/૭
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૫૮– તમે આત્માને વિજ્ઞાનમય કહો છો, પણ વિજ્ઞાન અનિત્ય હોવાથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય થયો એટલે ભવાંતરમાં ગતિરૂપ જે પરલોક છે તેનો અભાવ સિદ્ધ થયો, છતાં પણ આત્માને નિત્ય કહો તો પણ પરલોકની સિદ્ધિ નહિ થાય કેમકે આકાશની જેમ આત્મા વિજ્ઞાનથી ભિન્ન હોવાથી તે અનભિજ્ઞ થશે તેથી અનભિજ્ઞ એવો નિત્ય આત્મા કર્તા કે ભોક્તા કઈ રીતે કહેવાશે? જો નિત્ય આત્માને પણ કર્યાદિ સ્વભાવવાળો માનો તો તે પણ એક સ્વરૂપ હોવાથી હંમેશા કર્તાદિ સ્વભાવવાળો જ રહેશે તથા કદિ જુદા-જુદા સ્વભાવવાળો નહિ માનો તો પરલોક અસિદ્ધ થશે. તથા કદિ સ્વભાવવાળો ન હોવા છતાં પરલોક માનો તો સિદ્ધાત્માને પણ પરલોકની પ્રાપ્તિ થશે. આ જ રીતે નિત્ય અને અભોક્તા આત્માને પરલોકના હેતુભૂત જે કર્મ-ભોગ છે તેના અભાવે પરલોક સિદ્ધ થતો નથી, નિત્ય અમૂર્ત અને અજ્ઞાની એવા આત્માને આકાશની જેમ ભવાંતર ગતિના અભાવે પરલોક ક્યાંથી થવાનો?
ઉત્તર-૮૫૮ – ઘટની જેમ ચૈતન્યને ઉત્પત્તિમાન અને પર્યાયસ્વરૂપ માનીને તું તેને અનિત્ય કહે છે, કેમકે જે પર્યાય છે, તે સર્વ ખંભાદિમાં નવા-પુરાણાદિ પર્યાયની જેમ અનિત્ય છે. આ રીતે અનિત્ય ચૈતન્યથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય હોવાથી તે આત્માને પરલોકનો અભાવ છે એમ હું માને છે તે યોગ્ય નથી. કેમકે ચૈતન્યવિજ્ઞાન એકાંતે અનિત્ય નથી પણ કથંચિત્ નિત્ય છે, કારણ કે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ છે. તેથી ઉત્પત્તિમાનપણાથી જેમ વસ્તુ વિનાશીત્વ સિદ્ધ થાય છે તેમ પ્રૌવ્યપણાથી વસ્તુનું કથંચિત નિત્યત્વ સિદ્ધ થાય છે માટે, આવા કથંચિત્ નિત્ય વિજ્ઞાનથી અભિન્ન આત્મા પણ કથંચિત નિત્ય હોવાથી તેને પરલોકનો અભાવ નથી.
પ્રશ્ન-૮૫૯ – ઉત્પત્તિમાન હેતુથી ઘટાદિ વસ્તુ નિત્ય કઈ રીતે કહેવાય?
ઉત્તર-૮૫૯ – ઘટ એ રસ-રૂપ-ગંધ-સ્પર્શરૂપ ગુણનો સમુદાય છે. એકરૂપ સંખ્યા, પહોળા પેટાદિરૂપ સંસ્થાન, માટીરૂપ દ્રવ્ય અને પાણી ધારણ કરવા રૂપ શક્તિ આ સર્વનો સમુદાય તે ઘટ કહેવાય છે. અને એ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-સંખ્યા-સંસ્થાન-દ્રવ્ય અને શક્તિ સર્વે ઉત્પાદ-વ્યય અને દ્રૌવ્ય રૂપ છે. તેથી ઘટ ઉત્પત્તિમાનું ધર્મવાળો હોવાથી અવિનાશી-નિત્ય પણ છે એમ સિદ્ધ થાય છે. જેમકે માટીના પિંડનો પોતાનો ગોળાકાર રૂપ જે પિંડ અને પોતાની કોઈ શક્તિવિશેષ એ ઉભય જે પર્યાયો હતા તે પર્યાયપણે નષ્ટ થયા. અને તે જ વખતે માટીનો પિંડ ઘટાકાર અને જલધારણ શક્તિરૂપ ઉભય પર્યાયપણે ઉત્પન્ન થયા છે. રૂપરસ-ગંધ-સ્પર્શરૂપે તથા માટી દ્રવ્યપણે તો એ માટીનો પિંડ ઉત્પન્ન પણ થતો નથી ને નાશ પણ થતો નથી તેવા રૂપે તો તે હંમેશા નિત્ય-અવસ્થિત છે. આ પ્રમાણે એક માટીનો પિંડ જ
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૩
ગુજરાતી પ્રશ્નોત્તર મૃસ્પિડના આકાર અને શક્તિરૂપે નાશ પામે છે. ઘટાકાર અને ઘટશક્તિરૂપે ઉત્પન્ન થાય છે અને રૂપાદિ ભાવે તથા માટી દ્રવ્યપણે અવસ્થિત રહે છે આ રીતે ઘટ પણ પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. ઘટાકારના નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને રૂપાદિ તથા માટી દ્રવ્યપણે અવસ્થિત રહે છે માટે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વભાવવાળો છે. આમ ઘટની જેમ દરેક વસ્તુ આવા ત્રણ સ્વભાવવાળી છે માટે જેમ ઉત્પત્તિમાન આદિ હેતુથી ઘટમાં વિનાશીત્વ સિદ્ધ થાય છે તેમ અવિનાશીત્વ પણ સિદ્ધ થાય છે. આમ, ચૈતન્યમાં પણ સમજવું.
ઉત્પાદાદિ ધર્મ અને વેદવાક્યથી પરલોકની સિદ્ધિ :- ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળો આત્મા હોવાથી જ તેને પરલોક સંભવે છે. જેમકે – ઘટ સંબંધી વિજ્ઞાન તે ઘટ ચેતના અને પટ સંબંધી વિજ્ઞાન તે પટ ચેતના કહેવાય છે. જ્યારે જીવને ઘટનું જ્ઞાન થયા પછી તરત જ પટનું જ્ઞાન થાય છે તે વખતે તેનો ઘટચેતનારૂપે વિનાશ, પટચેતનારૂપે ઉત્પાદ અને અનાદિકાળથી પ્રવૃત્ત ચેતનારૂપ સંતાનપણે અવસ્થાન હોય છે. એ જ રીતે આ ભવમાં રહેલા જીવના પણ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એવા ત્રણ સ્વભાવ સમજવા. તથા પરલોકગત જીવોનાં પણ એ જ ત્રણ સ્વભાવ હોય છે. જેમકે મનુષ્ય મરીને દેવલોકાદિમાં ઉત્પન્ન થાય છે ત્યારે મનુષ્યરૂપ લોકનો વિનાશ, દેવાદિ પરલોકનો ઉત્પાદ અને જીવપણે અવસ્થાન હોય છે. આ પ્રમાણે જીવનો ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ સ્વભાવ હોવાથી તેને પરલોકનો અભાવ નથી.
વળી એકાંત અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ જ ન થાય. જો ઉત્પત્તિ માનો તો ખરશિંગ પણ ઉત્પન્ન થવું જોઈએ. પણ થતું નથી માટે કોઈપણ રૂપે વિદ્યમાન વસ્તુ હોય, તેની જ ઉત્પત્તિ થાય છે. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા વિનાશ પણ નથી થતો. જો સર્વથા વિનાશ થાય તો નારકી તિર્યંચ વગેરે સર્વથા નાશ થઈ જાય.
માટે અવસ્થિત જીવાદિનો મનુષ્યાદિ કોઈ-કોઈ ધર્મથી નાશ અને દેવાદિ અન્ય ધર્મ વડે ઉત્પાદ થાય છે સર્વથા વિનાશ થતો નથી. સર્વ વિનાશમાં તો સર્વવ્યવહાર જ નાશ પામી જાય. માટે આત્મા કથંચિત્ અવસ્થિત હોવાથી આત્માનો પરલોક છે.
(૧૧) પ્રભાસ ગણધર - મોક્ષ છે કે નહિ?
“ગરીમર્થ વૈતત્ સર્વ નહોત્રમ્' તથા “ઔષા ગુદા દુરવાહી’ અને ‘કે બ્રહ્મ પરમપર વ, તત્ર પરં સત્ય જ્ઞાનમન્તર દ્રા' આવા પદો સાંભળવાથી તને મોક્ષ વિશે શંકા થઈ છે. તે માને છે કે જીવપર્યત અગ્નિહોત્ર કરવો. અગ્નિહોત્રની ક્રિયા પ્રાણીવધના હેતુભૂત હોવાથી શુભાશુભ પ્રકારની છે તે સ્વર્ગ ફળદાયી છે. મોક્ષ ફળ આપનારી નથી. તો પછી જીવપર્યંત એ ક્રિયા કરવાથી મોક્ષના હેતુભૂત બીજી કોઈ ક્રિયા કરવાનો સમય જ બતાવ્યો નથી, એમ
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
મોક્ષ સાધવાના કાળનો અભાવ હોવાથી સાધનના અભાવે મોક્ષરૂપ સાધ્યનો પણ અભાવ છે. આમ આ પ્રથમ પદથી મોક્ષનો અભાવ સિદ્ધ થાય છે અને બાકીના બે પદોથી મોક્ષની સત્તા સિદ્ધ થાય છે. તેનો અર્થ આ રીતે છે. ‘મુક્તિરૂપ ગુફામાં સંસારી જીવો દુ:ખપૂર્વક પ્રવેશ કરી શકે છે’ તથા બે બ્રહ્મ છે, એક પરબ્રહમ અને બીજું અપર બ્રહ્મ. તેમાં પરબ્રહ્મ તે મોક્ષ. અને અપર બ્રહ્મ તે જ્ઞાન. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ પદો જોઈને તને મોક્ષ સંબંધી સંશય થયો છે. તને તેનો સત્ય અર્થ ખબર નથી તે સાંભળ.
૮૪
વળી તું માને છે કે જેમ બુઝાઈ ગયેલો દીવો કોઈ પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, કોઈ વિદિશાઓમાં જતો નથી, પણ તેલનો ક્ષય થવાથી કેવલ શાંતિ પામે છે તેમ નિવૃત્તિ પામેલો જીવ પણ ક્યાંય જતો નથી પણ ક્લેશનો ક્ષય થવાથી કેવળ શાંતિ પામે છે. આ રીતે બૌદ્ધો દિપકના નાશની જેમ જીવનો નાશ માને છે. તે મોક્ષ હશે કે રાગ-દ્વેષ-મદ-મોહ-જન્મ-જરા-રોગાદિ સર્વ દુઃખોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન-દર્શનરૂપ પરમાનંદમય જીવની વિશિષ્ટ વિદ્યમાન અવસ્થા તે મોક્ષ હશે ? એ સિવાય તારા સંશયનું બીજું કારણ એ છે કે તું માને છે કે જેનો અનાદિ સંયોગ હોય, તેનો વિયોગ કદી પણ ન થાય જેમ આકાશ અને જીવનો અનાદિ સંયોગ હોવાથી તેમનો વિયોગ કદી થતો નથી. તેમ જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિ હોવાથી તેનો પણ વિયોગ કદી થાય નહિ એટલે સંસારનો વિયોગ ન થાય, એટલે તેના અભાવે મોક્ષનો પણ અભાવ સિદ્ધ થાય છે.
પ્રભાસ ! જેમ સુવર્ણ અને માટીનો અનાદિ સંયોગ છતાં પણ ઘમન વડે તે બેનો વિયોગ થાય છે, તેમ જીવ અને કર્મનો અનાદિ સંયોગ છતાં જ્ઞાન અને ક્રિયા વડે વિયોગ થાય છે. તેથી અનાદિ સંયોગનો વિયોગ થાય જ નહિ એમ એકાંત નથી. માટે જીવ અને કર્મનો વિયોગ થાય છે એમ માની લે.
પ્રશ્ન-૮૬૦ ભલે ગમે તે કહો પણ મારું માનવું છે કે આ નરક-તિર્યંચાદિ પર્યાય તે જ સંસાર છે. અને એનાથી ભિન્ન બીજો કોઈ જીવ જણાતો નથી, એટલે નરકાદિ પર્યાયરૂપ સંસારનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે, કેમકે તે પર્યાયથી જુદો નથી, અને જીવનો નાશ થતાં મોક્ષ કોનો થાય ?
ઉત્તર-૮૬૦ – તારી એ માન્યતા અયોગ્ય છે, કારણ કે નરકાદિરૂપ જે જીવનો પર્યાય છે. તેનો માત્ર નાશ થવાથી પર્યાયવાળા જીવદ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. પણ કાંઈક થાય છે. જેમ મુદ્રાદિ પર્યાયમાત્રનો નાશ થવાથી સુવર્ણનો સર્વથા નાશ થતો નથી પણ કાંઈક જ થાય છે. તેમ નરકાદિરૂપ સંસારના પર્યાયો નાશ થવાથી જીવનો સંસારીપણારૂપે નાશ થાય
Page #104
--------------------------------------------------------------------------
________________
૫
ગુજરાતી પ્રશ્નોત્તર છે, પણ તે સંસારીપણાનો પર્યાય નાશ પામતાં બીજા મુક્તિરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. પણ જીવદ્રવ્યનો સર્વથા નાશ થતો નથી.
પ્રશ્ન-૮૯૧ – પરંતુ જેમ કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય છે. તેમ કર્મનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એટલે મોક્ષનો પણ અભાવ કેમ ન થાય?
ઉત્તર-૮૬૧–ના, સંસાર કર્મજન્ય છે એટલે કર્મનો નાશ થતાં સંસારનો નાશ થઈ શકે, કેમકે કારણના અભાવે કાર્યનો અભાવ હોય. પણ જીવત્વ તો અનાદિકાળથી પ્રવૃત્ત છે. કર્મજન્ય નથી તેથી કર્મનો નાશ થતાં જીવનો નાશ ન થાય, કેમકે કર્મ એ જીવત્વનું કારણ નથી અને જીવત્વ સાથે વ્યાપક પણ નથી.
જીવ અને મોક્ષની નિત્યતા :- (૧) વિકાર ન દેખાતો હોવાથી આત્મા આકાશની જેમ અવિનાશી ધર્મવાળો છે. જે વિનાશ ધર્મવાળા છે, તે ઘટના અવયવની જેમ વિકારવાળા જણાય છે. મુક્તાત્મા અવિકારી હોવાથી નિત્ય છે. અને આત્મા નિત્ય હોવાથી મોક્ષ પણ નિત્ય છે. પ્રશ્ન-૮૬૨ – મોક્ષ ઘટની જેમ કૃતક હોવાથી કાળાંતરે વિનાશી માનો તો?
ઉત્તર-૮૬૨ – એ બરાબર નથી, કેમકે પ્રધ્વસાભાવ જગતમાં કૃતક હોવા છતાં નિત્ય છે એટલે તારો હેતુ અનેકાંતિક છે.
પ્રશ્ન-૮૬૩ – કૃતક હોય અને નિત્ય હોય એવું કયું ઉદાહરણ છે તમારી પાસે, કારણ કે અભાવ તો ગધેડાના શિંગડાની જેમ અવસ્તુ છે?
ઉત્તર-૮૬૩- એવું નથી, કેમકે કુંભનાશ વિશિષ્ટ પુદ્ગલમય ભાવ, તે જ પ્રધ્વસાભાવ છે. અથવા ઘટમાત્રનો વિનાશ થતાં જેમ આકાશમાં કાંઈ વિશેષતા થતી નથી, તેમ પુગલરૂપે થતા નારકાદિ પર્યાયોનો વિનાશ થવાથી જીવને એવી કોઈ વિશેષતા થતી નથી કે જેથી મોક્ષને એકાંતે કૃતક કહી શકાય.
(૨) જેમ આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી દ્રવ્યપણે નિત્ય છે. તેમ મુક્ત જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી નિત્ય છે.
પ્રશ્ન-૮૬૪ – તમે આકાશના દષ્ટાંતથી જેમ જીવની નિત્યતા સિદ્ધ કરો છો તેમ તેની વ્યાપકતા આદિ પણ એક દષ્ટાંતથી સિદ્ધ થાય ને? જેમકે આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ સર્વવ્યાપક છે, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી સર્વવ્યાપક-વિભુ છે. તથા આકાશદ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ બંધાતું કે મુકાતું નથી, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત એ પણ બંધાતું કે મુકાતું નથી એમ માનવામાં શું તકલીફ છે?
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૮૬૪ – ના, એ વાત યોગ્ય નથી કેમકે, એ સાધ્યમાં બાધક બીજા વિરૂદ્ધ અનુમાનો છે. જેમકે – જીવના ગુણો શરીરમાં જ જણાતા હોવાથી સ્પર્શની જેમ ત્વચા સુધી શરીરવ્યાપી જ આત્મા છે. આ અનુમાનથી જીવનું સર્વવ્યાપકત્વ બાધિત થાય છે. તથા દાનહિંસા વગેરે ક્રિયાઓ કૃષિ-આદિ ક્રિયાની જેમ સફળ હોવાથી જીવ પુણ્ય અને પાપ કર્મ વડે બંધાય છે. તથા સુવર્ણ અને માટીના સંયોગની જેમ જીવ અને કર્મનો સંબંધ-સંયોગ હોવાથી સમ્યક ઉપાય વડે વિનાશ પામે છે. આ અનુમાનથી જીવનો સદા અબંધક અને અમુક્ત ભાવ બાધ પામે છે.
‘હિં વિવર્સ વ નાતો..'નો ઉત્તર :- પ્રભાસ ! દીપકના નાશની જેમ જીવનો નાશ માનીને તું જે મોક્ષ કહે છે તે અયોગ્ય છે, કેમકે દીપકનો અગ્નિ પણ સર્વથા નાશ પામતો નથી માત્ર તેનું પરિણામ બદલાય છે. જેમકે, દૂધ પરિણામ બદલીને દહીં થાય છે. અથવા મુદ્ગરાદિથી તોડેલો ઘડો ઠીકરાદિ રૂપે થાય છે તે રીતે પ્રદિપનો અગ્નિ પણ અન્ય પરિણામવાળો થઈને અંધકારરૂપ વિકાર થાય છે પણ સર્વથા તેનો વિનાશ થતો નથી.
પ્રશ્ન-૮૬૫ - જો તેનો સર્વથા વિનાશ ન થતો હોય તો ઓલવાયા પછી સાક્ષાત્ કેમ દેખાતો નથી?
ઉત્તર-૮૬૫– જેમ આકાશમાં એકઠા થયેલાં કાળા વાદળાઓનો વિકાર જણાય છે પણ તે વખરાઈ જાય ત્યારે તેના કોઈ ભાગો દેખાતા નથી કેમકે, તેનો તેવો સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે. અથવા અંજનરાશિ એકઠો હોય તો જણાય છે પણ પવનથી વીખરાઈ ગયા પછી જણાતો નથી. કેમકે તેનો પણ સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે એટલે નથી દેખાતો પણ તે અવિદ્યમાન છે માટે દેખાતો નથી એવું નહિ. આ રીતે દીવો ઓલવાઈ ગયા પછી દેખાતો નથી, પણ તેનો અંધકારરૂપ પુગલ વિકાર દેખાય છે. દીપકના અગ્નિપુદ્ગલોનો અતિસૂક્ષ્મતર પરિણામ થવાથી અંધકારરૂપ પરિણામ થાય છે. પણ સર્વથા તેનો અભાવ થતો નથી.
ઉદાહરણ :- જેમ સુવર્ણપત્ર-લવણ-સૂંઠ-હરડે-ચિત્રક અને ગોળ વગેરેના પુદ્ગલ સ્કંધો પ્રથમ ચક્ષુઆદિ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થઈને પછી ક્ષેત્ર કાળાદિ ભિન્ન સામગ્રી પામીને પુદ્ગલ પરિણામની વિચિત્રતાથી સ્પર્શન-રસનાદિ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે, જેમકે સોનાનું પતરું પ્રથમ ચક્ષુગ્રાહ્ય હોય છે પછી તેને શુદ્ધ કરવા અગ્નિમાં નાંખ્યું હોય અને ભસ્મ સાથે મળી ગયું હોય તો તે સ્પર્શનેન્દ્રિય ગ્રાહ્ય થાય છે પાછું ભસ્મથી જુદુ કરતાં ચક્ષુગ્રાહ્ય થાય છે, એ રીતે લવણાદિના પુદગલો પ્રથમ ચક્ષુગ્રાહ્યઈને પછી રાખોડીમાં અથવા ઘણાં ઔષધના સમૂહમાં ઉકાળારૂપે, ચૂર્ણરૂપે કે લેપરૂપે પરિણામ પામવાથી રસનેન્દ્રિય ગ્રાહ્ય થાય છે, કપૂર
Page #106
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૮૭
કસ્તૂરી વગેરેના પુદ્ગલો ચક્ષુગ્રાહ્ય છતાં વાયુ વડે દૂર થઈ જવાયાથી પ્રાણેન્દ્રિય ગ્રાહ્ય થાય છે. આ બધું થવામાં ફક્ત પુદ્ગલ પરિણામની વિચિત્રતા જ મુખ્ય કારણ છે. તથા વાયુ, રસ, ગંધ, રૂપ, શબ્દ વગેરેનાં પુલો પોતપોતાની પ્રતિનિયત સ્પશદિ ઈન્દ્રિયોને જ ગ્રાહ્ય છે. છતાં તેઓ પરિણામાંતરને પામીને પાછળથી ભિન્ન-ભિન્ન ઈન્દ્રિયોથી પણ ગ્રાહ્ય થાય છે, એ રીતે પ્રદીપગત અગ્નિમાં પુદગલો ચક્ષુગ્રાહ્ય છે તે છતાં દિપક ઓલવાઈ જવાથી તે જ પુદ્ગલો અંધકારરૂપે પરિણમે છે અને પ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. એટલે દીપક સર્વથા વિનાશ પામતો નથી, પણ તેનો પરિણામાંતર થવાથી અંધકારરૂપે વિકાર પ્રત્યક્ષ જણાય છે.
આમ પરિણામાંતર પામેલો દીપક “નિર્વાણ” પામ્યો કહેવાય છે તેમ જીવ પણ કર્મ રહિત અમૂર્ત સ્વભાવરૂપ અવ્યાબાધ પરિણામ પામ્યો હોય ત્યારે “નિર્વાણ-મોક્ષ” પામ્યો કહેવાય છે. આથી દુઃખાદિના ક્ષયથી જીવની શુદ્ધ શાશ્વત વિદ્યમાન અવસ્થા એટલે મોક્ષ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૬૬ – દુઃખાદિનો ક્ષય થઈ પોતાના સ્વરૂપે જીવની વિદ્યમાન અવસ્થા તેને મોક્ષ જો આપ કહેતા હો તો તે અવસ્થામાં શબ્દાદિ વિષયના ઉપભોગના અભાવે, મુક્તાત્માને સુખનો અભાવ હોય ને?
ઉત્તર-૮૯૬ – ના, કેમકે મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થયેલો છે તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો છે અને દુઃખના હેતુભૂત વેદનીયાદિ કર્મનો સર્વથા અભાવ હોવાથી કોઈ પણ પ્રકારની બાધાથી રહિત છે. એટલે કે ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદમાં મગ્ન થયેલા મુનિ જેમ સુખી હોય છે તેમ મુક્તાત્મા પણ ઉત્કૃષ્ટ જ્ઞાની અને જન્મ-જરા-વ્યાધિ-મરણ-ઈષ્ટવિયોગ-અરતિ-શોકભુખ-તરસ-ઠંડી-ગરમી-કામ-ક્રોધ-મદ-શઠતા-રાગદ્વેષ-ચિંતા-ઉત્સુકતા વગેરે સમગ્ર દુઃખના અભાવે અત્યંત સુખી છે.
પ્રશ્ન-૮૬૭ – પરંતુ મુક્તાત્માને ઈન્દ્રિયો ન હોવાથી તે આકાશની જેમ અજ્ઞાની કેમ ન થાય ?
ઉત્તર-૮૬૭- ન થાય, કેમકે તારો હેતુ ધર્મીના સ્વરૂપને વિપરિતપણે સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે. વળી એ હેતુથી તે “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજીવ છે” એમ પણ સિદ્ધ થશે. પ્રશ્ન-૮૬૮ – તો ભલે સિદ્ધ થાય શું તકલીફ છે?
ઉત્તર-૮૬૮ – જેમ દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ જીવની સ્વાભાવિક જાતિ છે તે અન્યજાતિપણે એટલે અદ્રવ્ય અને અમૂર્તપણે કોઈપણ અવસ્થામાં થતી નથી. એમ જીવત્વ
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ જીવની સ્વાભાવિક જાતિ છે. તેથી તે અચજાતિપણે એટલે કે અજીવપણે કોઈપણ અવસ્થામાં થતી નથી. તેથી મુક્તાવસ્થામાં પણ જીવનું અજીવપણું ન થાય. એ રીતે જેમ મુક્ત જીવ અદ્રવ્ય અને મૂર્ત નથી થતો તેમ તે અજીવ પણ ન થાય. નહિ તો એ જો સ્વભાવનો ત્યાગ કરે તો આકાશ અને પરમાણુ આદિ પણ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને વિપરિત બની જાય.
પ્રશ્ન-૮૬૯ – તો ભલેને થાય, પણ “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજ્ઞાની છે” મારા એ પક્ષમાંનો ઈન્દ્રિયના અભાવરૂપ હેતુ, ધર્મના સ્વરૂપને વિપરિત સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે. એવું તમે કઈ રીતે કહો છો?
ઉત્તર-૮૬૯- ઈન્દ્રિયો ઘટની જેમ મૂર્યાદિ સ્વભાવવાળી હોવાથી તે જાણી શકતી નથી. તે જાણવાનાં દ્વારો છે, ત્યાં જાણનાર તો આત્મા છે, કેમકે ઈન્દ્રિયનો ઉપશમ થયા છતાં તેના દ્વારા જાણેલા અર્થનું આત્મા સ્મરણ કરે છે અને કોઈ વખત ઈન્દ્રિયનો વ્યાપાર થવા છતાં આત્માને પદાર્થનું જ્ઞાન થતું નથી. માટે પાંચ બારીઓથી જોનાર પુરૂષની જેમ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે આ રીતે ઈન્દ્રિયોના અભાવરૂપ જે તારો હેતુ છે તે ધર્મીના સ્વરૂપને વિપરિત સિદ્ધ કરે છે અર્થાત તેનાથી વિરૂદ્ધ છે.
મુક્ત જીવમાં જ્ઞાનની સિદ્ધિ:- પરમાણુ જેમ મૂર્તભાવ વિના ન હોય તેમ જીવ પણ જ્ઞાન વિના ન હોય, કેમકે જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તેથી “મુક્ત જીવ જ્ઞાન રહિત છે' એ કથન સર્વથા વિરુદ્ધ છે. કારણ કે સ્વરૂપ સિવાય સ્વરૂપવાન ક્યારેય હોઈ શકે નહિ.
પ્રશ્ન-૮૭૦ – જીવ જ્ઞાનસ્વરૂપ છે એનું પ્રમાણ શું?
ઉત્તર-૮૭૦ – સ્વશરીરમાં જીવ જ્ઞાનસ્વરૂપ છે એ તો પ્રત્યક્ષાનુભૂત છે. કેમકે ઈન્દ્રિયનો વ્યાપાર બંધ પડ્યા પછી પણ, ઈન્દ્રિય વ્યાપારથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે. તથા ક્યારેક અન્યમનસ્કાવસ્થામાં ઈન્દ્રિયનો વ્યાપાર છતાં અર્થનું જ્ઞાન થતું નથી. તેમજ કોઈ વખત વ્યાખ્યાન અવસ્થામાં નહિ જોયેલ કે નહિ સાંભળેલ અર્થનું સારા ક્ષયોપશમથી સ્મરણ થાય છે. આ બધું દરેકને અનુભવસિદ્ધ હોય છે. એ રીતે મુક્તાત્મા પણ સંપૂર્ણ જ્ઞાનવાળો છે. ઈન્દ્રિયવાળા જીવને થોડા આવરણનો ક્ષય થવાથી તે તરતમતાએ જ્ઞાનવાનું છે. અને જેને ઈન્દ્રિયો નથી, એવા મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાન છે.
પ્રશ્ન-૮૭૧ – સુખ-દુઃખ એ પુણ્ય-પાપકૃત છે એ કારણભૂત પુણ્ય-પાપનો નાશ થતાં કાર્યભૂત સુખ-દુઃખનો પણ નાશ થાય છે. માટે મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ રહિત છે, અથવા શરીર અને ઈન્દ્રિયના અભાવે તે આકાશની જેમ સુખ-દુઃખથી રહિત છે. કેમકે શરીર
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૯
ગુજરાતી પ્રશ્નોત્તર જ સુખ-દુઃખની ઉપલબ્ધિનો આધાર છે. પુણ્યનું ફળ કર્મોદય જન્ય હોવાથી દુઃખરૂપ જ છે, તો પાપના વિષયમાં પણ એ જ રીતે કહી શકાય ને કે પાપનું ફળ કર્મોદયજન્ય હોવાથી પરમાર્થથી સુખરૂપ જ છે અને એમ કહેવામાં તો પ્રત્યક્ષથી વિરોધ જ આવશે ને?
ઉત્તર-૮૭૧ – હે સૌમ્ય ! જે પ્રત્યક્ષ સુખ જણાય છે તે સુખ નથી, દુઃખ જ છે, માત્ર દુ:ખના પ્રતિકારરૂપે તેની વ્યાખ્યા કરી છે. એટલે પુણ્યનું ફળ પણ દુઃખરૂપ જ છે. જેમ રોગ શાંતિ માટે ઔષધ પીવું દુ:ખરૂપ છતાં સુખરૂપ મનાય છે તેમ વિષય સુખ પણ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ છતાં સુખ કહેવાય છે, તે ઉપચારથી સુખ કહેવાય છે. આ ઉપચાર સત્ય સુખ વિના થાય નહિ. માટે જે મુક્તાત્માનું સુખ છે તે જ, અવશ્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી સત્ય સુખરૂપ હોય છે. આ સંસારમાં પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વગેરેના ભોગજન્ય જે સુખ છે તે સર્વ દુઃખ જ છે. કેમકે સ્ત્રીસંભોગાદિ સંબંધિ ઉત્સુક્તાથી થયેલ અરતિરૂપ દુઃખનો સ્ત્રીસંભોગાદિ પ્રતિકાર છે. એટલે તે દુઃખરૂપ હોવા છતાં તેને મૂઢ લોકો સુખરૂપે માને છે.
પ્રશ્ન-૮૭૨ – સ્ત્રીસંભોગ-ચક્રવર્તિ આદિ પદની પ્રાપ્તિ વગેરે સ્વસંવેદ્ય સુખને દુઃખ કહેવું એ તો પ્રત્યક્ષથી જ વિરૂદ્ધ ન કહેવાય?
ઉત્તર-૮૭ર – એ મોહમૂઢને પ્રત્યક્ષ હોવાથી સત્ય નથી કારણ કે તેઓ વસ્તુ પ્રાપ્તિની ઉત્સુક્તાથી થયેલ અરતિરૂપ દુઃખના પ્રતિકારને મિથ્યાપણે સુખ માને છે. દુઃખમાં પણ તેને સુખની કલ્પના થાય છે. વિષય સુખરૂપ પુણ્યનું ફળ પણ વસ્તુતઃ દુઃખ જ છે. કારણ કે જેમ કોઢાદિ રોગોપશાંતિ માટે ઉકાળાનું પાન, છંદન-ડામ વગેરે ઉપાયો દુઃખકારી છતાં પણ સુખરૂપ મનાય છે, તેમ તે વિષય સુખ પણ ઉત્સુક્તા જન્ય અરતિરૂપ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી ખરી રીતે દુઃખ જ છે લોકમાં તેને ઉપચારથી સુખ કહેવાય છે, એ ઉપચાર સત્ય નથી, પણ જો સત્ય વસ્તુ ન હોય તો અન્યત્ર ઉપચાર કરી શકાતો નથી, કેમકે જેમ સત્યસિંહ હોય તો જ અન્યત્ર કોઈ પુરૂષમાં સિંહપણાનો ઉપચાર કરાય છે. તેમ અહીં પણ સંસારના વિષય સુખમાં સુખનો ઉપચાર છે, ઉપચાર વિનાનું સત્ય સુખ તો મોક્ષમાં જ છે. અને એવું સુખ પુણ્ય-પાપ જન્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી વિશિષ્ટ જ્ઞાનવાનું નિરાબાધ મુનિની જેમ નિરૂપમ અને સ્વાભાવિકપણે સિદ્ધાત્માને જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૮૭૩ – સિદ્ધના જીવો સુખી છે એવું કયા પ્રમાણથી કહો છો? જો અનુમાનથી કહેતા હો તો કયા અનુમાનથી કહો છો?
ઉત્તર-૮૭૩- પ્રભાસ! કેમ ભૂલી જાય છે? હમણાં જ કહ્યું ને કે “સિદ્ધના જીવો જ્ઞાની અને નિરાબાધ મુનિની જેમ અત્યંત સુખી છે.”
Page #109
--------------------------------------------------------------------------
________________
૯O
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૭૪– જો આપ એમ કહેતા હો તો એનાથી એવું સિદ્ધ થાય કે મુક્તાત્માનાં સુખ અને જ્ઞાન ચેતનાનો ધર્મ હોવાથી, રાગની જેમ અનિત્ય છે અથવા એ સુખ અને જ્ઞાન તપ વગેરે કષ્ટકારી અનુષ્ઠાનથી ઉત્પન્ન થતા હોવાથી અને ઘટની જેમ ઉત્પન્ન કરાતાં હોવાથી અનિત્ય છે, ખરું ને?
ઉત્તર-૮૭૪– ના એ માન્યતા માન્ય નથી, મુક્તાત્માના જ્ઞાન અને સુખ જો નાશ પામે, તો તે અનિત્ય કહેવાય, પણ તે નાશ પામતાં નથી. કેમકે જ્ઞાનાવરણના ઉદયથી જ્ઞાનનો નાશ થાય છે અને અશાતા વેદનીયના ઉદયથી સુખનો નાશ થાય, આ બંને કર્મ મિથ્યાત્વાદિ બંધહેતુ વડે બંધાય છે, તે હેતુ મુક્તાત્માને નથી, તેમ ઉભયના અભાવે મુક્તાત્માના જ્ઞાન અને સુખનો નાશ થતો નથી, પણ સદા અવસ્થિત રહે છે, એટલે તે અનિત્ય કઈ રીતે કહેવાય?
વળી ચેતનના બધા ધર્મો અનિત્ય નથી. એટલે “જ્ઞાન અને સુખ ચેતનધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે.” એ કથનમાં હેતુ અનેકાંતિક સિદ્ધ થાય છે. તેમજ કૃતકાદિ હેતુ પણ અનેકાંતિક છે, કેમકે ઘટનો પ્રāસાભાવ કૃતક છે છતાં નિત્ય છે. તથા કૃતકાદિ હેતુ અસિદ્ધ પણ છે, કેમકે સિદ્ધનાં જ્ઞાન અને સુખ સ્વાભાવિક છે. આવરણ અને બાધાના કારણનો અભાવ થવાથી જે પ્રચ્છન્નપણે હતા તે પ્રગટ થયા છે. પણ ઘટાદિની જેમ કરાયેલા નથી. તેમજ વીજળી આદિની જેમ ઉત્પન્ન પણ થયા નથી, કેમકે મેઘના પડલથી ઢંકાયેલી ચંદ્રજયોત્સના કે સૂર્યની પ્રભા એ પટલ દૂર થતાં પ્રગટ થાય છે તેથી એ કાંઈ કરાયેલી ન કહેવાય, પરંતુ વિશિષ્ટરૂપે આવિર્ભત કહેવાય. પર્યાયપણે મુક્તાત્માના જ્ઞાનને અનિત્ય માની શકાય એમાં કાંઈ દોષ નથી.
વેદના અનુસારે મોક્ષ અને નિરૂપમ સુખની સિદ્ધિ :“ર દ વૈ સારીરસ્ય પ્રિયા-sfપ્રયયોરપતિપતિ | अशरीरं वा वसंतं प्रिया-ऽप्रिये न स्पृशतः ॥"
આ વેદોક્તિ મોક્ષનો અભાવ, મોક્ષ અવસ્થામાં જીવનો સર્વથા નાશ અને મુક્તાત્માને સુખનો અભાવ એમ માનવાથી અયોગ્ય ઠરે છે, એ જ શ્રુતિથી જીવ-કર્મના વિયોગરૂપ મોક્ષ, મોક્ષમાં શુદ્ધ જીવની વિદ્યમાનતા અને મુક્તાત્માને નિરૂપમ અનંત સુખ એ ત્રણ બાબતો સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૭૫ – અશરીરનો સર્વથા નાશ થવાથી નાશ પામેલ જીવ ખરગની જેમ અભાવરૂપ થાય છે, એવાને સુખ-દુઃખનો સ્પર્શ ન થાય. એ સ્પષ્ટ જાણી શકાય એવું છે. તેથી ઓલવાઈ ગયેલા પ્રદીપની જેમ મોક્ષ પામેલ જીવનો સર્વથા નાશ માનવામાં શું દોષ છે?
Page #110
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૯૧
ઉત્તર-૮૭૫ પ્રભાસ ! તું વેદનો અર્થ બરાબર જાણતો નથી, તેથી અવળો અર્થ કરે છે. સાચો અર્થ આ રીતે છે – એ પદમાં ન અવ્યય છે તે નિષેધાર્થે છે. TM અને વૈ અવ્યય પંચમી અર્થે છે અને સશરીરસ્ય પદનો અર્થ શરીરવાળા જીવને, પ્રિયાપ્રિયયોરપદ્ઘતિરસ્તિ એનો અર્થ સુખ-દુઃખનો નાશ. આ સર્વનો સમુદાય અર્થ-શરી૨ રહિત એવી મોક્ષ અવસ્થામાં વસતા જીવને સુખ-દુ:ખ સ્પર્શતા નથી. અર્થાત્ જીવ જ્યાં સુધી શરીરની સાથે છે ત્યાં સુધી સુખ અથવા દુઃખથી ક્યારેય મુકાતો નથી. અને શરીર વિનાના મુક્તાત્માને વેદનીય કર્માદિનો ક્ષય થવાથી સુખ-દુઃખ સ્પર્શતા નથી. આમ, અશરીર શબ્દથી મુક્તાવસ્થામાં રહેલ વિદ્યમાન જીવનું જ કથન છે. નહિ કે સર્વથા અભાવરૂપ નષ્ટ જીવનું. જેમ “ધનરહિત દેવદત્ત’માં ધનનો વિદ્યમાન દેવદત્તને નિષેધ છે દેવદત્તનો અભાવ નહિ. તેમ અશરીર શબ્દથી જીવનો નાશ ન સમજવો. કારણ કે જેનો જ્યાં નિષેધ કરાય તે નિષેધ અન્યત્ર વિદ્યમાન હોય એનો જ કરાય છે. સર્વથા અવિધમાનનો નથી કરાતો.
પ્રશ્ન-૮૭૬
શકાય ?
-
-
જેનો નિષેધ કરાય તે અન્યત્ર વિદ્યમાન હોય. એવું કઈ રીતે માની
ઉત્તર-૮૭૬ – જેમ “નબ્રાહ્મણ” એટલે જે બ્રાહ્મણ નહિ તે અબ્રાહ્મણ. આમ કહેવાથી બ્રાહ્મણ સિવાય અન્ય ક્ષત્રિયાદિ સમજાય છે, પણ સર્વથા અભાવ નથી જણાતો. તેમ અહીં પણ ‘જેને શરીર નહિ તે અશરીર' એમ કહેવાથી શરીરી જેવો અન્ય અશરીરી મુક્ત જીવ જ સમજાય છે. પણ તેનો સર્વથા અભાવ નથી સમજાતો. કારણ કે બંનેમાં ઉપયોગધર્મ સમાન છે તે અપેક્ષાએ ઉભયમાં સમાનતા છે.
પ્રશ્ન-૮૭૭ જો તમે ઉભયને સમાન માનશો તો ત્યાં શરીર બાધકરૂપ નહિ થાય ? ઉત્તર-૮૦૭ ના, કેમકે શરીર તો જીવ સાથે ક્ષીર-નીરની જેમ એકરૂપ થઈ ગયેલું હોવાથી એક જ છે.
-
‘“વા વસાં” પદનો અર્થ :
“વા વસન્ત' એટલે લોકાગ્રે રહેલ. આ વિશેષણથી અશરીર શબ્દ વડે વાચ્ય એવા વિદ્યમાન જીવનું કથન છે. અવિદ્યમાન અર્થનું નહિ. કેમકે વસવાનો-૨હેવાનો ધર્મ એ વિદ્યમાન પદાર્થનો છે માટે જીવના નાશરૂપ મોક્ષ નહિ, પણ જીવની શુદ્ધ મુક્તાવસ્થા તે મોક્ષ જાણવો તથા વા શબ્દથી માત્ર અશરીરી જીવ જ તે વેદનાથી મુક્ત છે એવું નહિ પણ સદેહીવીતરાગ – જેનો મોહ ઉપશાંત થયો હોય, અથવા ક્ષય થયો હોય એવા પરમ સમાધિવાળા યોગી, તે પણ મુક્ત કહેવાય. તેમને પણ સુખ-દુઃખ સ્પર્શતા નથી.
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અથવા ‘વા વસન્ત' શબ્દનો ‘વાવ સાં' એવો અર્થ કરીએ. વાવ એ અવ્યયનો અર્થ અથવા અને ‘સન્ત’ શબ્દનો અર્થ વિદ્યમાન કરીએ ત્યારે મોક્ષમાં વિદ્યમાન એવા અશરીરી જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી.
૯૨
અથવા ‘વા-અવ-સંતા’ એવો અર્થ. તેમાં અવધાતુ રક્ષણ-ગતિ-પ્રીતિ વગેરે ઓગણીશ અર્થમાં વપરાય છે. જે ધાતુ ગતિવાચક હોય તે જ્ઞાનવાચક પણ હોય છે. તેથી અશરીરી હોવા છતાં મુક્તાવસ્થામાં વિદ્યમાન એવો જીવ. અથવા જ્ઞાનાદિગુણ વિશિષ્ટ એવો વિદ્યમાન અશરીરી જીવ.
પ્રશ્ન-૮૭૮ – આ રીતે શબ્દોનાં અક્ષરોનો વિશ્લેષ કરીને સ્વાભિપ્રેત અર્થની સિદ્ધિ માટે જુદી-જુદી વ્યાખ્યા હું પણ કરી શકું છું. એથી પોતાને અનુકુળ જે આપ કહો છો તેવા મોક્ષની સિદ્ધિ થતી નથી, કેમકે ‘અશરીર વા વસન્ત” પદમાનાં ‘‘વા વસન્ત” શબ્દનો ‘‘વા અવતાં” એવો વિશ્લેષ કરીને જે કોઈપણ સ્થળે ન હોય તે, એવો અર્થ કરીએ તો અશરીરી એવા જીવનો મુક્તાવસ્થામાં અભાવ હોવાથી તેને સુખ-દુઃખ સ્પર્શતા નથી. એવા અર્થથી મોક્ષનો અને જીવનો અભાવ પણ સિદ્ધ થઈ જવાનો ને ?
ઉત્તર-૮૭૮ – તારો આ અર્થ યોગ્ય નથી. કેમકે જેને શરીર ન હોય તે અશરીરી' એ પ્રમાણે અશ૨ી૨નો અર્થ કરતાં મુક્તાવસ્થામાં જીવની સત્તા દેખાય છે. માટે અકારનો પ્રશ્લેષ કરીને વ્યાખ્યા કરવી ઉચિત નથી. વળી ‘સુખ-દુઃખ સ્પર્શતા નથી' એમાં સ્પર્શના વિશેષણ અશરીરીનું છે, માટે અશરીરી = જીવનો અભાવ માનીએ તો વિશેષણ નકામું થાય. જેમકે ‘વંધ્યાપુત્રને સુખદુ:ખ સ્પર્શતા નથી' એમાં વંધ્યાપુત્ર અભાવરૂપ છે. માટે ત્યાં સપર્શના વિશેષણ નકામું છે તેમ અહીં પણ થઈ જાય, માટે અશરીરી એટલે મુક્તાત્મા તેને જ એ વિશેષણ યોગ્ય છે. એટલે અમે કરેલી વ્યાખ્યા જ યોગ્ય છે. આથી કાર્પણ શરીરના વિયોગરૂપ મોક્ષ અને મુક્તજીવની સત્તા સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૭૯ – ભલે એવો મુક્તાત્મા હોય અને એથી જીવકર્મના વિયોગરૂપ મોક્ષ થાય. તથા તેમાં આત્માની સત્તા હોય પણ ‘સિદ્ધના જીવો સુખ-દુઃખ રહિત છે' એમ જે મેં પહેલાં શ્રુતિથી કહ્યું છે. તે મુજબ ‘અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી’ એવા વચનથી મુક્તાત્માને સુખનો તો અભાવ સિદ્ધ કેમ ન થાય ?
ઉત્તર-૮૭૯ જીવોને પ્રિય-અપ્રિય એટલે સાંસારિક સુખ-દુ:ખ છે. તે તો પુણ્યપાપરૂપી કર્મ જન્મ છે અને પુણ્ય-પાપ તો મુક્તાત્માને સર્વથા ક્ષય પામેલા છે. તેથી તેમને સાંસારિક પ્રિયા-પ્રિય ન સ્પર્શે એ યોગ્ય જ છે. પરંતુ, એથી કંઈ મુક્તાત્માને સુખનો અભાવ
-
Page #112
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૯૩ ન માની લેવો, અથવા “અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી' એ કથનથી મુક્તાત્માને સુખનો અભાવ સિદ્ધ કરવાનો વિવાદ કરવો જ નકામો છે. કેમકે પુણ્ય-પાપજનિત પ્રિયાપ્રિયનો અભાવ થવાથી મુક્તાત્માને તે સાંસારિક સુખ-દુ:ખનો સ્પર્શ ન થાય એ સ્પષ્ટ જ છે, તથા ર ર વૈ સારીરસ્ય' વગેરે વેદના પદોથી જીવ અને કર્મણ શરીરના વિયોગરૂપ મોક્ષ. મોક્ષમાં જીવની વિદ્યમાનતા અને પુણ્ય-પાપનો ક્ષય થવાથી મુક્તાત્માને ઉત્પન્ન થયેલ અપ્રતિપાતિ સુખ - આ ત્રણે બાબતો સિદ્ધ થાય છે.
વળી, “ગરીમથે વૈત' એટલે મરણકાળ પર્યત અગ્નિહોત્ર કરવો એ વેદપદમાં મોક્ષહેતુભૂત ક્રિયાના આરંભનો કાળ બતાવ્યો નથી તેથી તને મોક્ષની શંકા છે તે પણ અયોગ્ય છે. કેમકે તેમાં વા શબ્દનો વિ અર્થ હોવાથી તે પદનો અર્થ એ થાય છે કે જીવનપર્યતસર્વકાળ સુધી અગ્નિહોત્ર કરવો અને વા શબ્દથી મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષ હેતુ અનુષ્ઠાન પણ કરવું.
આ રીતે અગિયાર ગણધરોના મનની શંકાઓ દૂર કરી પરમાત્માએ તેમને ગણધર પદે સ્થાપ્યા.
ગણધરોની ઉત્પત્તિના કારણભૂત ક્ષેત્ર-કાળાદિ અગિયાર ધારો:
(૧) ક્ષેત્ર (૨) કાળ (૩) જન્મ (૪) ગોત્ર (૫) ગૃહસ્થાવાસ (૬) છદ્મસ્થપર્યાય (૭) કેવળી પર્યાય (૮) સવયુષ્ય (૯) આગમ (૧૦) નિર્વાણ સમય (૧૧) નિર્વાણ સમયનો તપ.
(૧) ક્ષેત્ર :- પ્રથમ ત્રણ ઈન્દ્રભૂતિ - અગ્નિભૂતિ - વાયુભૂતિ - ગૌતમ ગોત્રીય - મગધ દેશમાં ગોબર ગામમાં જન્મ્યા. વ્યક્તિ તથા સુધર્મ કોલ્લાગ સન્નિવેશમાં જન્મ્યા. મંડિક અને મૌર્ય મૌર્યસંનિવેશમાં જન્મ્યા, અચલ ભ્રાતા કોશલમાં, અકંપિત - મિથિલામાં, મેતાર્યતંગિક સંનિવેશમાં તથા પ્રભાસ ગણધર રાજગૃહમાં જન્મ્યા.
(૨) કાળઃ- (૧) જયેષ્ઠા (૨) કૃતિકા (૩) સ્વાતિ (૪) શ્રવણ (૫) હસ્તોત્તરા (૬) મઘા (૭) રોહિણી (૮) ઉત્તરાષાઢા (૯) મૃગશિર (૧૦) અશ્વિની તથા (૧૧) પુષ્ય એ નક્ષત્રમાં અનુક્રમે અગિયાર ગણધરો જન્મ્યા હતા.
(૩) ગણધરોના માતા-પિતાના નામ :- પ્રથમ ત્રણ ગણધરોના પિતા વસુભૂતિ છે બાકીનાના અનુક્રમે ધનમિત્ર, ધમિલ, ધનદેવ, મૌર્ય, દેવ, વસુ, દત્ત અને બલ છે. પ્રથમ ત્રણની માતા પૃથિવી, બાકી નાની અનુક્રમે વારૂણી, ભદ્રિલા, વિજયદેવા, જયંતી, નંદા, વરૂણદેવા અને અતિભદ્રા છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૪) ગોત્ર ઃ- પ્રથમ ત્રણ ગૌતમ ગોત્રીય, વ્યક્ત-ભારદ્વાજ ગોત્ર, સુધર્મ-અગ્નિવૈશ્યાયન ગોત્ર, મંડીક-વશિષ્ટ ગોત્ર, મૌર્ય-કાશ્યપગોત્ર, અકંપિત-ગૌતમ ગોત્ર, અચલ-હારિત ગોત્રીય, મેતાર્ય તથા પ્રભાસ - કૌડન્ય ગોત્રીય છે.
૯૪
(૫) ગૃહસ્થ પર્યાય :- ૫૦, ૪૬, ૪૨, ૫૦, ૫૦, ૫૩, ૬૫, ૪૮, ૪૬, ૩૬, ૧૬ વર્ષ અનુક્રમે જાણવો.
છદ્મસ્થ પર્યાય :- ૩૦, ૧૨, ૧૦, ૧૨, ૪૨, ૧૪, ૨, ૯, ૧૨, ૧૦ અને ૮ વર્ષનો અનુક્રમથી ગૌતમાદિનો જાણવો.
કેવળી પર્યાય :- ૧૨, ૧૬, ૧૮, ૧૮, ૮, ૧૬, ૧૬, ૨૧, ૧૪, ૧૬, ૧૬ વર્ષનો અનુક્રમે જાણવો.
સર્વાયુષ્ય :- ૯૨, ૭૪, ૭૦, ૮૦, ૧૦૦, ૮૩, ૯૫, ૭૮, ૭૨, ૬૨, ૪૦ વર્ષ અનુક્રમે દરેકનું જાણવું. તેના પછી યથાવસર ક્ષેત્ર નિર્ગમ આવે છે પણ અત્યારે કાળ એ દ્રવ્યાન્તર્ગત હોવાથી ક્ષેત્રનિર્ગમના પહેલાં કાળનિર્ગમની વાત કરીશું. I૨૦૨૬
પ્રશ્ન-૮૮૦ – કાળ એ દ્રવ્યાન્તર્ગત કઈ રીતે છે ?
ઉત્તર-૮૮૦ – વર્તનાપરિણામ: યિાપરાડપરત્વે શ્વાનસ્યોપગ્રહ: (તત્ત્વાર્થ --૨૨) (૧) વિવક્ષિત નવા-જુના વગેરે તે તે રૂપથી જે પદાર્થોનું વર્તન શશ્વત હોવું તે વર્તના પરિણામ વાદળ વગેરેનો સાદિ, ચંદ્રવિમાનાદિનો અનાદિ, (૨) ક્રિયા-દેશાંતરપ્રાપ્તિરૂપ (૩) દેવદત્તથી યજ્ઞદત્ત પર, પૂર્વે જન્મેલો અને યજ્ઞદત્તથી દેવદત્ત અપર પછી જન્મેલો અને (૪) કાળનો ઉપગ્રહ-ઉપકાર આ ચારેય કાળકૃત હોવાથી તેના લિંગો છે. આ કાળ તે કારણથી દ્રવ્યથી અભિન્ન છે. ક્ષેત્ર તો એનો આધાર માત્ર હોવાથી અભિન્ન નથી. એટલે કાળ દ્રવ્યાન્તરંગ છે અને ક્ષેત્ર બહિરંગ છે. એટલે દ્રવ્યનિર્ગમ પછી તરત જ કાળનિર્ગમ કહેવાય છે.
નવા-પુરાણાદિ અથવા સમયાદિ પર્યાયોનું કથન કરવું તે કાળ, માસિક, વાર્ષિક, શરદઋતુ સંબંધિ છે તે વગેરે રૂપે વસ્તુ જેનાથી જણાય તે કાળ. હવે દ્રવ્યાદિકાળના ભેદો કહી ભાવકાળ જણાવી આ અધિકારમાં કયો કાળ લેવો તે જણાવે છે.
કાળના ભેદો :
(૧) દ્રવ્યકાળ :- વર્તનાદિરૂપ દ્રવ્યકાળ
(૨) અદ્ધાકાળ :- ચંદ્ર-સૂર્યાદિ ક્રિયાથી અભિવ્યંગ્ય અઢીદ્વીપ-સમુદ્ર અંતર્ગત સમયાદિ લક્ષણ કાળ તે અદ્ધા.
Page #114
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
(૩) યથાયુષ્ક કાળ :- દેવાદિ આયુષ્કકાળ.
(૪) ઉપક્રમ કાળ :- અભિપ્રેત અર્થને સમીપ લાવવારૂપ, સામાચારી-યથાયુષ્ઠભેદથી ભિન્ન.
(૫) દેશ કાળઃ- પ્રસ્તાવ, અવસર, વિભાગ, પર્યાય વગેરે સમાનાર્થ ઇષ્ટ વસ્તુપ્રાપ્તિ અવસર કાળ.
() કાળ કાળ - શાસ્ત્ર પરિભાષાથી મરણકાળ, મરણ ક્રિયારૂપ કાળનું કલન. (૭) પ્રમાણ કાળ - અદ્ધાકાળનો જ વિશેષભૂત દિવસાદિ લક્ષણકાળ. (૮) વર્ણકાળ :- શ્યામવર્ણ એવો કાળ (૯) ભાવ કાળ - ઔદાયિકાદિ ભાવનો સાદિસપર્યવસનાદિભેદથી ભિન્નકાળ.
દ્રવ્ય કાળ :- ચેતન-અચેત દ્રવ્ય કાળ એ દ્રવ્યકાળ છે. કારણ કે વર્તના-પરિણામાદિથી અલગ કોઈ દ્રવ્ય નથી. તે માટે આગમમાં કહ્યું છે કે – “મિયં મંતે ! પત્તિ પવુવ્રૂં ? શોથમાં ! નીવા વેવ યમનીવા વેવ" હે ભગવંત ! કાળ કોને કહેવાય ? ગૌતમ જીવો અને અજીવો જ કાળ છે. આમ જીવાજીવ દ્રવ્યોને જ કાળ કહેલ છે. પણ દ્રવ્યરૂપે તો દ્રવ્યાર્થપણાથી જ તેમને સામાન્યપણે દ્રવ્ય કહેવાય છે. માટે એ દ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય છે. તે ચેતનઅચેતન દ્રવ્યો ચાર પ્રકારના છે.
(૧) દેવ-નારક-તિર્યંચ-મનુષ્યો સુરતાદિપયયને આશ્રયીને સાદિસાંત સ્થિતિવાળા. (૨) સિદ્ધો – પ્રત્યેક સિદ્ધત્વાશ્રયીને સાદિ-અનંત
(૩) ભવ્યજીવો-ભવ્યત્વાશ્રયી કેટલાક અનાદિ-સાંત સિદ્ધ નો મળે, નો મમળે એ વચનથી સિદ્ધત્વની પ્રાપ્તિ થતાં ભવ્યત્વ રહે નહિ
(૪) અભવ્યજીવો- અભવ્યાશ્રયી અનાદિ-અનંત સ્થિતિ.
૧. કયણકાદિ સ્કંધો- સાદિસાંત, એક દ્વયંભુત્વાદિ પરિણામથી ઉત્કૃષ્ટથી પણ પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ અસંખ્યાતકાળ જ છે. ૨. અનાગત અદ્ધા -ભવિષ્યકાળરૂપ-સાદિ અનંત, ૩. અતીતાદ્ધા-અનાદિસાંત, ૪. આકાશ-ધર્મા-ધર્માસ્તિકાય વગેરે અનાદિ અનંતસ્થિતિ.
(૨) અદ્ધા કાળ - મેરૂની ચારે દિશાએ સૂર્ય-ચંદ્ર વગેરેના ભ્રમણરૂપ ગતિ ક્રિયા વડે પ્રગટ કરાતો અઢી દ્વીપમાં જે સમયાદિકાળ પ્રવર્તે છે તે અદ્ધા કાળ કહેવાય છે. સમયક્ષેત્ર
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અઢીદ્વીપ સિવાય સૂર્યાદિની ગતિક્રિયાનો અભાવ હોવાથી ત્યાં અહ્વાકાળ કહેવાતો નથી, આ કાળ ગોહોદાઘાત્મક ક્રિયાની અપેક્ષા રાખતો નથી. સમયાદિ અદ્ધાકાળ ભેદો – સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, રાત્રિ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત વગેરે.
૯૬
(૩) યથાયુષ્ય કાળ :- વર્તનાદિમય અદ્ધાકાળ નરકાદિ આયુષ્ય માત્ર વિશિષ્ટકાળ - યથાયુષ્કકાળ, તિર્યંચ, મનુષ્યાદિ જે જીવ દ્વારા આર્ત-રૌદ્ર-ધર્મધ્યાનાદિથી ઉપાર્જિત આયુયથાયુષ્ય, તેનો અનુભવન કાળ-યથાયુષ્ક કાળ. એની સ્થિતિ-જે જીવો પોતાના બાંધેલા આયુષ્યથી જેટલું અંતર્મુહૂર્તથી ૩૩ સાગરોપમ સુધી કાળ છે તે તે જીવનો ત્યાં સુધીની સ્થિતિવાળા થાય છે. અર્થાત્ પૂર્વભવમાં બાંધેલું નરકાયુ નારકીપણે વિપાકથી અનુભવાય તે નરકાયુકાળ. એમ ચારે ગતિના થઈ યથાણુકકાળ ચાર પ્રકારના છે.
(૪) ઉપક્રમકાળ ઃ- દૂર રહેલી વસ્તુને તે તે ઉપાયભૂત એવી ક્રિયાવિશેષ વડે નજીક લાવવી તે ઉપક્રમ કહેવાય. અથવા જે સામાચારી વગેરે વસ્તુને નજીક લાવવી તે તેનો ઉપક્રમ. તેનો જે કાળ તે ઉપક્રમકાળ કહેવાય. તે ઉપક્રમકાળ ૨ પ્રકારે (૧) સામાચારી ઉપક્રમકાળ (૨) યથાયુષ્કોપક્રમકાળ.
સામાચારી પૂર્વી જેવા ઉપ૨ના શ્રુતમાંથી અહીં ઉત્તરાધ્યયન કે આવશ્યકાદિમાં લાવવું તે સામાચારી ઉપક્રમ,
દીર્ઘકાળ ભોગ્યનું અલ્પકાળમાં જ ક્ષપણ યથાયુષ્ક ઉપક્રમ કહેવાય છે.
(૧) સામાચારી ત્રણ પ્રકારે (૧) ઓધ સામાચારી (૨) દશવિધસમાચારી (૩) પવિભાગ સામાચારી.
પ્રશ્ન-૮૮૧ – ઉપરના કયા શ્રુતમાંથી આ ત્રિવિધ સામાચારી ઉપક્રાંત થઈ છે ?
ઉત્તર-૮૮૧ – ઓધ સામાચારી ૯મા પર્વમાં રહેલા આચારનામની ત્રીજી વસ્તુના ૨૦માં પ્રાભૂતમાં રહેલા ઓધ પ્રાભૂતમાંથી ઉદ્ધરીને ઓનિર્યુક્તિ રૂપ સંક્ષેપ ગ્રંથ રૂપ ગુંથિને કારુણ્યધન, પરોપકાર નિરત સ્થવિરોએ તથાવિધ આયુબળ-મેઘાદિ વિનાના વર્તમાનયુગના સાધુઓને ઉપર કહેલા શ્રુતને ભણાવવાની યોગ્યતાના અભાવ અને પાછળથી તેના વિચ્છેદને અપેક્ષીને અનુગ્રહ માટે સુખપૂર્વક અધ્યાપન-પરાવર્તન-ચિંતન-અર્થપરીજ્ઞાન અનુષ્ઠાન માટે સામીપ્ટ કરીને અપાઈ છે.
દવિધસામાચારી – ઉતરાધ્યયનના ૨૬માં અધ્યયનમાંથી ઉદ્ધરેલી છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૭
ગુજરાતી પ્રશ્નોત્તર
પવિભાગ સામાચારી – છેદગ્રંથરૂપ એ પદવિભાગ સામાચારી પણ ૯મા પૂર્વમાંથી ઉદ્ધરેલી છે.
દશવિધ સામાચારી
(૧) ઈચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (૪) આશ્યિકી (૫) નૈષધિકી (૬) આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદના (૯) નિમંત્રણા (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની ઉપક્રમકાળ સંબંધી સામાચારી છે.
(૧) ઈચ્છાકાર ઃ- જો કોઈ સાધુ કારણ પડતે છતે અન્ય સાધુને કંઈ કરવા માટે અભ્યર્થના કરે. તો ત્યાં પણ ઈચ્છાકાર સંભવે છે પણ બલાભિયોગ કલ્પે નહિ. એમ કાર્ય સ્વીકાર કરે છતાં જણાય છે કે બીજાએ પ્રાર્થના ન કરવી જોઈએ. કેમકે સાધુએ બલ-વીર્ય ગોપવવા ન જોઈએ. જો રોગાદિ કારણે કાર્ય કરવા અસમર્થ હોય અથવા આવડતું ન હોય તો રત્નાધિક સિવાયના બીજાઓને “આ મારું કાર્ય તમે તમારી ઈચ્છાથી કરો” એમ ઈચ્છાકાર કરે. અથવા બીજા અભ્યર્થના કરનાર છતાં તે કાર્ય નષ્ટ થતું જોઈને પણ તે કાર્ય કરવા સમર્થ બીજા કોઈ નિર્જરાર્થી સાધુ તે સાધુને કહે કે - હું તમારૂં આ કાર્ય મારી ઈચ્છાથી કરૂં છું. આમાં પણ તે કાર્ય કરાવનાર તેનો ઈચ્છાકાર કરે છે. કેમકે સાધુની એ મર્યાદા છે. ઈચ્છાકાર સિવાય કોઈની પાસે કાંઈ કરાવવું નહિ. અથવા કોઈક સાધુને તે કંઈક બીજાનું કાર્ય કરતા જોઈને તેને પણ “આ મારૂં કાર્ય તમે પણ તમારી ઈચ્છાથી કરો' એમ ઈચ્છાકાર કરે. તેમાં તે પણ તેનો ઈચ્છાકાર કરે. અથવા કારણ જણાવે અન્યથા ઉપકારને માટે સાધુએ સાધુનું કાર્ય કરવું જોઈએ. અથવા જો જ્ઞાનાદિના અર્થે આચાર્યાદિનું કોઈ વૈયાવૃત્યાદિ કાર્ય કરે તો તેમાં પણ તેમને ઈચ્છાકાર થાય છે. આજ્ઞા અને બળાત્કાર કરવાનું સાધુને કલ્પે નહિ કાર્ય હોય તો ઈચ્છાકારની જ યોજના શિક્ષક કે રત્નાધિકમાં કરવી.
(૨) મિથ્યાકાર :- સંયમ યોગમાં પ્રવર્તનારે જે કાંઈ વિપરિત આચર્યું હોય તેને “આ વિપરિત છે” એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપવું, તે મિથ્યાકાર છે. પાપકર્મ કરીને અવશ્ય મિથ્યાદુષ્કૃત આપવું જોઈએ. એટલે કે તે પાપકર્મ ન કરવું જોઈએ. આવું ઉત્સર્ગ પદમાં પ્રતિક્રમણ થાય છે. જે કારણથી દુષ્કૃત થાય છે. એમ જાણીને તે કારણને ફરી ન આચરવાથી ત્રિવિધે પ્રતિક્રમણમાં અવશ્ય તેનું દુષ્કૃત મિથ્યા થાય છે.
મિ વર્ણ માર્દવ અર્થમાં છે, છ વર્ણ અસંયમયોગને અટકાવાના અર્થમાં છે, મિ વર્ણ હું ચારિત્ર મર્યાદામાં છું એ જણાવે છે. ટુ વર્ણ નિંદા અર્થમાં છે. છ વર્ણ પાપ અંગીકાર કરવાના અર્થમાં છે. ૐ વર્ણ ઉપશમભાવથી પાપકર્મને ઉલ્લંઘવાના અર્થમાં છે. આમ સંક્ષેપથી ‘મિચ્છામિ દુધડં' પદનો અર્થ છે.
ભાગ-૨/૮
Page #117
--------------------------------------------------------------------------
________________
८८
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૩) તથાકાર :- કલ્પાકલ્પમાં નિપુણ, પાંચ મહાવ્રતોમાં સ્થિર અને સંયમ તથા તપથી જે યુક્ત હોય તે વિકલ્પવિના “તથાકાર” હોય છે.
સૂત્ર પ્રદાનરૂપ વાચના, પ્રતિશ્રવણા, ઉપદેશ, સૂત્રાર્થ કથનમાં અને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં “આપ જે કહો છો તે સત્ય છે” એમ જે કહેવું તે તથાકાર કહેવાય છે.
(૪) આવેશ્યિકી (૫) નૈષેલિકી - પોતે રહેલા સ્થાનમાંથી નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષધિકી કરે છે. એ શબ્દરૂપે બે પ્રકારે છે અને અર્થથી તો તે એક જ છે. એકાગ્ર અને પ્રશાંત ચિત્તવાળાને ઈર્યા–ગમનાદિ થતાં નથી. સ્વાધ્યાયાદિ ગુણો થાય છે. પણ કારણ હોય તો અવશ્ય જવું જોઈએ. તેના લીધે આવશ્યકી થાય છે. સર્વ આવશ્યકોથી યુક્ત યોગવાળા તથા મન-વચન-કાયા અને ઈન્દ્રિયથી ગુપ્ત એવા મુનિને આવશ્યકી થાય છે. જયાં શવ્યાને સ્થાન કરે ત્યાં નૈષધિકી થાય છે. કેમકે ત્યારે તે નિષિદ્ધ છે. અને તે નૈષધિની ક્રિયા નિષેધમય જ છે. નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષધિકી કરે છે તેમાં શયા નૈષેલિકીમાં નૈષેધિકાભિમુખ થાય છે. જે નિષેધાત્મા છે તેને ભાવથી નૈષેબિકી થાય છે. અનિષિદ્ધાત્માને તે નૈધિકી ફક્ત શબ્દરૂપ જ થાય છે. આવશ્યકથી યુક્ત મુનિ નિયમથી નિષિદ્ધાત્મા છે અને નિષિદ્ધાત્મા પણ નિયમ આવશ્યકમાં યુક્ત છે એમ જાણવું.
(૬) આપૃચ્છનાથી (૧૦) ઉપસંપદાદિ પાંચ સામાચારી - કોઈ ઈષ્ટ કાર્યમાં પ્રવર્તતા આપૃચ્છા, પૂર્વે નિષિદ્ધકાર્ય પુનઃ કરતાં પ્રતિપૃચ્છા, પૂર્વગૃહીત આહારાદિ વડે બીજા સાધુઓને નિમંત્રણ તે છંદના, અને આહારાદિ નહી લાવેલા હોય તેને વિજ્ઞપ્તિ તે નિમંત્રણા. ઉપસંપદા જ્ઞાન-દર્શન અને ચારિત્રની એમ ત્રણ પ્રકારની છે. તેમાં દર્શન અને જ્ઞાનની ઉપસંપદા ત્રણત્રણ પ્રકારની અને ચારિત્રની બે પ્રકારની છે. સૂત્ર-અર્થ અને ઉભય સંબંધી વર્તના-સંઘના અને ગ્રહણ એ ત્રણ-ત્રણ પ્રકારે જ્ઞાન અને દર્શનની ઉપસંપદા છે. તે કાળથી યાવત્રુથિક અને ઈવરકાલિક પણ છે.
ચારિત્ર ઉપસંપદા બે પ્રકારની છે, વૈયાવૃત્ય સંબંધી અને ક્ષપણા સંબંધી સ્વગચ્છથી અન્યગચ્છમાં કારણથી જવાનું થાય છે. વૈયાવૃત્યો.સંપદામાં ઈતરકાલિક-યાવસ્કથિત વિભાસા જાણવી. તથા પોસંપદામાં ગચ્છને પૂછીને આચાર્ય અવિકૃષ્ટ-વિકૃષ્ટ ક્ષેપકને ઉપસંપદા આપે. જે કારણ માટે ઉપસંપદા લીધી હોય તે કારણ પૂર્ણ કર્યા વિના વર્તે અથવા સમાપ્ત કરે, ત્યારે તેને સ્મારણા કરે અથવા ત્યાગ કરે.
ત્રીજા વ્રતનું રક્ષણ કરવા માટે પરઅવગ્રહાદિમાં આજ્ઞા લીધા વિના થોડો સમય પણ ઊભા રહેવું કે બેસવું કહ્યું નહીં. આ પ્રમાણે સંયમી અને તપસ્વી નિગ્રંથ મહર્ષિઓની આ દશ પ્રકારની સામાચારી સંક્ષેપથી કહી.
Page #118
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૯૯
(૨) યથાયુષ્કોપક્રમકાળ – ભેદો. અધ્યવસાન-નિમિત્ત-આહાર-વેદના-પરાઘાત-સ્પર્શઆનપાન એ સાત પ્રકારે આયુ ભેદાય છે.
(૧) અત્યંત હર્ષ-શોક દ્વારા અધિક અવસાન-ચિંતનથી આયુ તૂટે છે અથવા રાગ-સ્નેહભયના ચિંતનથી આયુ તૂટે છે.
(૨) દંડ-કશા-શસ્ત્ર-દોરડા-અગ્નિ-પાણીમાં પડવું-વિષ-વ્યાલ-શીતોષ્ણ-અરતિ-ભયભૂખ-તરસ-રોગ-મળમૂત્રનો નિરોધ-જીર્ણાજીર્ણમાં વારંવાર ભોજન, ઘર્ષણ-ઘોલન-પીડન આદિ નિમિત્તોથી આયુષ્યનો ઉપક્રમ થાય છે.
(૩) વધુપડતો આહાર કરવાથી (૪) અતિશય વેદનાથી માથ-આંખ-કુક્ષી વગેરેથી થયેલી (૫) ખાડામાં પડવા વગેરેથી થતા પરાઘાતથી (૬) સાપ વગેરેના સ્પર્શથી (૭) આન-પાન રોકવાથી આયુષ્યનો ઉપક્રમ થાય છે.
પ્રશ્ન-૮૮૨ – આ રીતે ઉપક્રમ ફક્ત આયુષ્યનો જ થાય છે કે બીજી જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો પણ થાય છે?
ઉત્તર-૮૮૨ - શુભા-શુભ પરિણામ વશ અપવર્તનો કરણથી યથાયોગ સ્થિતિ આદિ ખંડન દ્વારથી અપવર્તમાન બધી જ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો ઉપક્રમ થાય છે. તે પ્રાયઃ નિકાચના કરણથી અનિકાચિત સ્પષ્ટ-બદ્ધ નિધત્તાવસ્થાવાળી નો જ થાય છે. પ્રાયનું ગ્રહણ કરવાનો હેતુ એ છે કે તીવ્ર તપથી નિકાચિત કર્મોનો પણ ઉપક્રમ થાય છે. જો જેમ બાંધ્યું તેમ જ ઉપક્રાંત સર્વ કર્મ વેદાય તો કોઈનો ય મોક્ષ ન થાય કારણ કે તેજ ભવે મોક્ષે જનારાને પણ સત્તામાં નિયમો અન્તઃ કોડાકોડી સાગરોપમ સ્થિતિવાળા કર્મો હોય છે.
પ્રશ્ન-૮૮૩ - તો પછી માત્ર આયુષ્યનો જ ઉપક્રમ કાળ કેમ કહ્યો અને બીજા કર્મોનો ન કહ્યો?
ઉત્તર-૮૮૩ – લોકમાં આયુષ્યનો ઉપક્રમ જ પ્રસિદ્ધ હોવાથી તે જ અહીં કહ્યો છે
પ્રશ્ન-૮૮૪– જો અપ્રાતકાલ પણ બહુકાળે વેદ્ય કર્મ આ રીતે ઉપક્રમાય તો અકતાગમકૃતનાશ અને મોક્ષ અનાશ્વાસતા આ બે દોષ આવે છે. જે અત્યારે જ ઉપક્રમથી કરેલ અલ્પસ્થિત્યાદિ રૂપ કર્મ વેદાય છે તે પૂર્વે અકૃત જ આગમ છે એટલે અકૃતાગમ અને જે પૂર્વે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ દીર્ઘસ્થિત્યાદિ રૂપે કરેલું બાંધેલું તેના અપવર્તન કરણ ઉપક્રમથી નાશ થયેલું હોવાથી કૃતનાશ. તેથી મોક્ષમાં પણ એમ અનાશ્વાસ થાય કારણ કે સિદ્ધોનો પણ એમ અકૃતકર્મના આગમથી પડવાનો પ્રસંગ આવે છે.
ઉત્તર-૮૮૪ – તે આયુષ્કાદિ દીર્ઘકાલક કમની સેવા પણ દીર્ઘસ્થિતિ આદિ રૂપે બાંધેલાનો પણ ઉપક્રમથી નાશ ન કરાય. કારણ કે અધ્યવસાય વશથી તે સર્વ જલ્દીથી વેદાય છે. જ્યારે તે બહુકાળવેદ્ય કર્મ વેદયા વિના જ નષ્ટ થાય છે. અને જે અલ્પસ્થિત્યાદિ વિશિષ્ટ વેદાય છે તે તો અન્ય જ હોય ત્યારે કૃતનાશ-અકૃતાગમ થાય. જ્યારે તે જ દીર્ઘકાલવેદ્યને અધ્યવસાય વશથી ઉપક્રમીને સ્વલ્પ કાળે જ વેદાય ત્યારે કૃતનાશાદિ દોષ કઈ રીતે થાય? જેમકે, બહુકાલભોગ યોગ્ય આહાર અગ્નિરોગી ભસ્મકરોગવાળો જલ્દીથી ખાઈ જાય છે ત્યાં કૃતનાશ નથી કે અકૃતાગમપણ નથી એમ અહીં પણ સમજવું.
પ્રશ્ન-૮૮૫– જો જે બદ્ધ છે તે સ્વલ્પકાળે જ બધું વેદાય તો પ્રસન્નચંદ્રાદિઓ જે સાતમી નરક પૃથ્વી યોગ્ય અસતાવેદનીયાદિક કર્મ બાંધેલું સંભળાય છે તે જો તેઓએ સ્વકલ્પકાળમાં જ બધું વેદયું તો સાતમી પૃથ્વીમાં સંભવ દુઃખના ઉદયથી આપત્તિ આવે. જો તે બધું જ વેદયું તો કૃતનાશાદિ દોષ કઈ રીતે ન આવે?
ઉત્તર-૮૮૫ – સાચું કહ્યું, પરંતુ પ્રદેશાપેક્ષાએ જ તે બધું જલ્દી અનુભવાય છે. અનુભાગ-રસનું વદન તો ન પણ થાય. આઠે કર્મ ઉત્તરભેદ સહિત પ્રદેશાનુભવદ્વારથી વદાય જ છે એવો નિયમ છે. રસાનુભવાશ્રયીને ભજના છે તે રસ કોઈક વેદે છે અને કોઈ અધ્યવસાય વિશેષથી હણાઈ જતો હોવાથી નથી વેદતો. આગમમાં કહ્યું છે. તત્થા . अणुभागकम्मं तं अत्थेगइयं वेएइ, अत्थेगइयं नो वेएइ, तत्थ णं जं तं पएसकम्मं तं नियमा वेएइ એટલે પ્રશન્નચંદ્રાદિએ તે નરક યોગ્ય કર્મના પ્રદેશો જ નીરસા અહીં વેદયા છે, રસ નહિ. તે શુભ અધ્યવસાયથી હણાયેલો છે. એટલે તેમને નરકસંભવ દુઃખનો ઉદય નથી. કર્મોના વિપાક અનુભવમાં જ સુખ-દુઃખનું વદન હોય છે. આવું જેણે કર્યું તેને બાંધેલા કર્મના બધા પ્રદેશો અવશ્ય વેદેલા હોવાથી તે કર્મનો ઉપક્રમ કરનારને કૃતનાશાદિ કયા દોષો લાગે? કોઈ ન લાગે.
પ્રશ્ન-૮૮૬ – એમ અનુભાગ પણ પ્રસન્નચંદ્રાદિએ વેદયો નથી તેથી તેમને નરકજન્ય દુઃખોનો ઉદય ન થયો, જો એમ હોય તો પણ જેવો રસ બાંધ્યો, તેવો અનુભવ્યો નહિ તો કૃતનાશ કેમ ન થાય?
Page #120
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૮૮૬
એ રીતે ભલે ને કૃતનાશ થાય અમને કોઈ વાંધો નથી. જો શુભ અધ્યવસાય વિશેષથી રસ નાશ પામે તો અનિષ્ટ જેવું શું હોય ? કારણ, સાધુઓ બધાય આઠે કર્મોના મૂળ છેદ માટે યત્ન કરે જ છે એટલે એમનો કૃતનાશ ઇષ્ટ જ છે.
-
૧૦૧
=
પ્રશ્ન-૮૮૭ – જ્યારે બહુરસ અને સ્થિતિવાળું કર્મ અલ્પરસ-સ્થિતિવાળું કરીને વેદે છે ત્યારે તે અલ્પરસ-સ્થિતિક કર્મનો પૂર્વ અમૃતનો આગમ છે તેથી મોક્ષમાં પણ અનાશ્વાસ છે એમ માનવામાં તો સિદ્ધોની પણ અકૃતકર્મના અનુગમથી પુનરાવૃત્તિની આપત્તિ આવશે ને ?
ઉત્તર-૮૮૭ – તે યોગ્ય નથી, જો કર્મનું અલ્પરસત્વ-સ્થિતિત્વ નિર્હેતુક થાય તો એમ થાય, તે નથી, અલ્પરસ અધ્યવસાયવિશેષથી થાય છે તેથી અકૃતાગમત્વ ઘટતો નથી, આયુષ્યાદિનું અલ્પસ્થિતિકત્વ પણ નિર્હેતુક થતું નથી. એમાં અધ્યવસાય-નિમિત્તાદિ હેતુઓ બતાવેલા છે એટલે તે પણ અકૃતાગમ કઈ રીતે થાય ? એથી જ સિદ્ધોનો કર્મ સમાગમ નથી થતો તેના આગમના હેતુનો તેમનામાં અભાવ છે.
કર્મોનો ઉપક્રમ યુક્તિ યુક્ત છે તે બતાવે છે
---
જે કારણથી કર્મના ઉદય-ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવપંચક પ્રતિ દ્રવ્યાદિને આશ્રયીને કહેલા છે એ કારણથી પણ શસ્ત્રાદિ દ્રવ્યોને પ્રાપ્ત કરીને આયુષ્યાદિનું ઉપક્રમ ઘટે છે. દા.ત. અસાતાવેદનીય – કર્મનો દ્રવ્ય-અહિવિષ, કાંટા ક્ષેત્ર-નરકાવારસાદિ, કાળ-તીવ્ર ઉનાળાનો સમય વગેરે, ભવ-નારકભવાદિ, ભાવ-વૃદ્ધભાવાદિ, વગેરે પ્રાપ્તકરીને (૧) ઉદય થાય છે. (૨) ક્ષય દ્રવ્ય-સદ્ગુરુચરણકમળ પ્રાપ્ત કરીને, ક્ષેત્ર-પુણ્યતીર્થાદિ, કાળ-સુષમ-દુઃષમાદિ, ભવ-સુમનુષ્યકુળ, ભાવ-સમ્યાન-ચારિત્રાદિ પામીને થાય છે, (૩) ક્ષયોપશમ, (૪) ઉપશમ વેદનીયના નથી થતા. મોહનીય-મિથ્યાત્વમોહનીયનો (૧) ઉદય - દ્રવ્ય-કૃતીર્થાદિક, ક્ષેત્ર-કુરુક્ષેત્રાદિ, કાળ-દુઃષમાદિ ભવ-તેજ-વાયુ-એકેન્દ્રિયાદિ અથવા અનાર્ય મનુષ્યકુળ, ભાવ-કુસમય દેશનાદિ પામીને થાય છે. (૨) ક્ષય, (૩) ક્ષયોપશમ, (૪) ઉપશમ, દ્રવ્ય-તીર્થંકરાદિ પ્રાપ્ત કરીને, ક્ષેત્ર-મહાવિદેહાદિ, કાળ-સુષમ દુઃષમાદિ, ભવ-સુમનુષ્ય ભાવ-સમ્યજ્ઞાન-ચરણાદિકને પામીને થાય છે.
જ્ઞાન-દર્શનાવરણાદિમાં નિદ્રારૂપ દર્શનાવરણીય કર્મનો (૧) ઉદય ભેંસનું દહી-રીંગણા વગેરે દ્રવ્યને પ્રાપ્ત કરીને ક્ષેત્ર-અનૂપાદિ-સજલ આદિ, કાળ-ગ્રીષ્માદિ, ભવ-એકેન્દ્રિયાદિ, ભાવ-વૃદ્ધત્વાદિ પામીને થાય છે, (૨) ક્ષય-ઉપર મુજબ (૩) ક્ષયોપશમ (૪) ઉપશમ નથી હોતા એમ બીજા કર્મોમાં પણ યથાયોગ્ય ભાવના કરવી.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કર્મને દ્રવ્ય-ક્ષેત્રાદિ સહકારી કારણોની અપેક્ષા હોય છે.
જે સાતા-સુખ અને અસાતા-દુઃખ પુણ્ય-પાપરૂપ કર્મજનિત છતાં પુષ્પમાળા-ચંદનઅંગના-અહિ વિષ-કાંટા વગેરે બાહ્ય સહકારીથી જે સામર્થ્યનું આધાન છે, તેનાથી જ ઉદયાદિ થાય છે. એમ જ માત્ર પુણ્ય-પાપના ઉદયથી નહિ. એટલે જેમ આ સકલલોકાનુભવસિદ્ધ સુખ-દુઃખ નામનું કાર્ય છે તે બાહ્ય દ્રવ્યાદિની અપેક્ષાએ જ ઉદય-ક્ષય થાય છે એમને એમ નહિ અને તેનું કારણ પુણ્ય પાપરૂપ કર્મ પણ દ્રવ્ય-ક્ષેત્રાદિ અપેક્ષાએ જ ઉદય-ક્ષય થાય છે. અને કારણ અપેક્ષા રાખતું નથી એવું ન કહી શકાય.
સર્વ કર્મ જેમ બાંધે તેમ જ વેદે ઉપક્રમ ન કરે તો શું વાંધો આવે ?
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૮૮
ઉત્તર-૮૮૮ – તો તમારા મતથી સર્વ જીવનો મોક્ષાભાવ થઈ જાય તે ઇષ્ટ જ નથી. કારણ કે તદ્ભવસિદ્ધિકને પણ સત્તામાં અસંખ્યભવ અર્જિત કર્મ પડેલું છે. અને તે કર્મ વિવિધ અધ્યવસાયથી બાંધેલું હોવાથી નરકાદિ વિવિધ ગતિનું કારણ છે. તેથી તેનું વિપાકથી જ અનુભવન એક જ ચરમ ભવમાં વિવિધ ભવોનું આવી પડે તે બરાબર નથી. કારણ એક જ મનુષ્યગતિવર્તિ ચરમ ભવમાં નારક-તિર્યંચાદિ વિવિધ ભવોનો પરસ્પર વિરુદ્ધ કર્મોનો એક ચરમભવમાં જ અનુભવનાભાવ છે.
-
પ્રશ્ન-૮૮૯ – તો તે વિવિધ ગતિનાં કારણભૂત કર્મો પર્યાયથી પણ ક્રમે વિવિધ ભવોમાં અનુભવીને પછી સિદ્ધ થાય, એમાં શું બગડી જવાનું ?
—
ઉત્તર-૮૮૯ બરાબર નથી, પર્યાયથી કે ક્રમથી તે વિવિધ ભવોને વિપાકથી અનુભવતા ફરીથી વિવિધ ગતિકારણ કર્મનો બંધ, ફરીથી ક્રમે વિવિધ ગતિમાં ભ્રમણ, ફરી બંધ એમ મોક્ષનો અભાવ થઈ જાય તે અનિષ્ટ છે. એટલે કર્મોનો ઉપક્રમ માનવો એજ ઉચિત છે.
પ્રશ્ન-૮૯૦ – જે ઉપક્રમથી લઘુસ્થિતિક કરીને જીવ વેદે છે તે આયુ-કર્મ નથી સોવર્ષ ભોગ્યલક્ષણ જે પ્રકારે તે જીવે પૂર્વ ઉપચિત કર્મ બાંધ્યું છે તેવું તે નથી, કારણ કે ૧૦૦વર્ષભોગ્ય દીર્ઘકાલિક સ્થિતિક પૂર્વભવે બાંધ્યુંછે અને ઉપક્રમ પછી જે અંતર્મુહૂર્ત આદિ લઘુસ્થિતિક અનુભવે છે તે આયુષ્ય અન્ય જ છે. એટલે તે પ્રકારે પૂર્વબદ્ધથી અલગ આયુ અનુભવતા જીવને પૂર્વોક્ત અકૃતાગમાદિ દોષો ઊભા થાય છે તેનું શું ?
ઉત્તર-૮૯૦ – તે ઉપક્રમ પ્રાયોગ્ય જ આયુષ્ય કર્મને તે સોપક્રમ આયુષ્યવાળા જીવે સાધ્યરોગની જેમ પૂર્વજન્મમાં બાંધ્યું છે. તેથી જેમ ઉપક્રમ સાધ્ય રોગ કોઈએ ઉપાર્જન કર્યો એટલે ઉપક્રમીને તેને તોડે છે. એમ કરતા તેને અકૃતાગમાદિ નથી થતા. એમ આયુ પણ
Page #122
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૩
ઉપક્રમસાધ્યતયા બાંધેલું હોવાથી જો ઉપક્રમીને જ વેદે ત્યારે તેને કયા અકૃતાગમાદિ થવાના ?
પ્રશ્ન-૮૯૧ – રોગ સાધ્ય છે કે અસાધ્ય એ કઈ રીતે જાણવું?
ઉત્તર-૮૯૧ – જે સાધ્ય રોગ છે તે ઉપક્રમ વિના કાળે કરીને પોતાના ભોગના છેદથી નાશ પામે છે અને ઉપક્રમ કરવાથી જલ્દીથી પહેલાં પણ નાશ પામે છે. જે અસાધ્ય રોગ છે તે મરણ થતાં નાશ પામે છે ઉપક્રમ ન પણ થાય તેમ કર્મ પણ જે સાધ્ય બંધકાળે પણ ઉપક્રમ સવ્યપેક્ષ જ બંધાયું છે તે ઉપક્રમ વિના કાળ-સંપૂર્ણ સોવર્ષ રૂપ પોતાના ભોગછેદથી નાશ થાય છે ઉપક્રમથી જલ્દીથી અંતર્મુહૂર્ત આદિમાં જ નાશ પામે છે. અને જે અસાધ્ય છે તે બંધકાળે નિકાચિત અવસ્થાવાળું ઉપક્રમવિના જ બંધાયેલું હોય તે અનેક ઉપક્રમ કરવા છતાં ભોગાવલી પૂરી થયા પહેલાં નાશ થતું નથી. (१) उपक्रमलक्षणा क्रियायाः साध्यमसाध्यं च कर्म भवति, दोषत्वात् ।
यो यो दोषः स स उपक्रमक्रियया साध्योऽसाध्यश्च भवति, યથી વારિદ, તથાપિ મવતિ કર્મ દોષરૂપ હોવાથી ઉપક્રમ રૂપક્રિયા વડે સાધ્ય અથવા અસાધ્ય હોય છે. કેમકે જે જે દોષરૂપ છે તે તે જવરાદિ રોગની જેમ ઉપક્રમ ક્રિયાથી સાધ્ય અથવા અસાધ્ય હોય છે. માટે જે કર્મ સાધ્ય હોય છે, તેનો જ સાધ્ય રોગની જેમ ઉપક્રમ થાય છે. અથવા અન્ય પ્રમાણ.
(२) सोपक्रमणं साध्यं कर्म, साध्यामयहेतुत्वात् । यथाऽयमेव प्रत्यक्षो देहः ।
અથવા ઉપક્રમવાળું કર્મ, સાધ્યરોગના હેતુભૂત હોવાથી સાધ્ય છે. જેમ ગંડચ્છેદાદિ દ્વારા એ ઉપક્રમ ક્રિયાના વિષયભૂત થયેલું વિકૃત શરીર સાધ્ય છે, તેમ કર્મ પણ સાધ્ય છે.
(૩) સોમvi સાણં વર્ષ, સનતાનાશ્રયસ્વીત્
સાધ્ય કર્મજનક–ાત નિદાન એ સાધ્ય છે અને ઉપક્રમાન્યથાનુપપતિથી કર્મનું પણ સાધ્યત્વ છે.
પ્રશ્ન-૮૯૨ – પણ અહીં સાધ્ય તો ઉપક્રમ છે અને તેની અસિદ્ધિમાં કર્મનું સાધ્યત્વસિદ્ધ થતું નથી. એટલે તેની અસિદ્ધિમાં કર્મજનક નિદાનના પણ સાધ્યત્વની અસિદ્ધિ છે. એટલે તમે આપેલો સાનિયાનચાત્ એ સાધ્યત્વ વિશેષણની અસિદ્ધિથી હેતુ અસિદ્ધ છે.
ઉત્તર-૮૯૨ – સાચીવાત છે, પરંતુ તું એમ માને છે કે હું તાજુમન્વય રવિMણ Í (ગા.૨૦૫૨) એ ગાથાથી કર્મનું સોપકર્મત્વ સિદ્ધ જ છે. તેથી તેની સિદ્ધિમાં કર્મનું
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સાધ્યત્વ સિદ્ધ થાય છે. તેની સિદ્ધિમાં સાધ્ય કર્મજનક તરીકે તજનકનિદાનનું પણ સાધ્યત્વ સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૯૩ – જો આમ પૂક્તિઓથી કર્મનું સોપક્રમત્વ સિદ્ધ છે તો અહીં ફરી તેને સાધવું નકામું છે?
ઉત્તર-૮૯૩- બરાબર, પણ વિસ્તારપ્રિય શિષ્યના ઉપકાર માટે કરાતું હોવાથી દોષરૂપ નથી. અથવા કર્મનું નિદાન અધ્યવસાયસ્થાનો જ છે અને તે વિચિત્ર હોવાથી અસંખ્ય લોકાકાશપ્રદેશ રાશિ પ્રમાણ છે. એટલે તેમનામાં જેમ નિરૂપક્રમ જનક તેમ સોપક્રમકર્મજનક અધ્યવસાયસ્થાનો પણ છે જ, નહિતો તેની વિચિત્રતા જ અસંગત ઠરે. આવી યુક્તિથી સાધ્યકર્મજનકનિદાનનું સાધ્યત્વ સાધવું. તે સિદ્ધ થતાં તેનું કાર્ય એવા કર્મનું પણ સાધ્યત્વ અને સોપક્રમત્વ સિદ્ધ થાય છે. જેમ આ દેહ એ દષ્ટાંત છે. અને એનું ગંડછેદાદિદ્વારથી છેડાતું હોવાથી સોપક્રમત્વ છે એટલે જ સાધ્યનિદાન જન્યતા છે અને એટલે સાધ્ય-સાધનધર્મ દ્વારા એની અવિકલતા છે.
અથવા તે જ પ્રતિજ્ઞામાં રેહા માવત્ એવો બીજો હેતુ લેતાં આદિશબ્દથી જીવ, દેહ અને જીવમાં કર્મ હોય છે જીવમાં ફક્ત વહ્નિ અને અયોગોલુકન્યાયથી તેની વૃત્તિ છે, દેહમાં આધાર-આધેય ભાવથી જીવ છે તે રીતે કર્મ પણ રહે છે જેમ આ પ્રત્યક્ષ દેહ, દૃષ્ટાંત.
પ્રશ્ન-૮૯૪ – તો આધાર-આધેયભાવથી દેહમાં જીવની વૃત્તિ ઘટે છે પણ શરીરમાં શરીરની વૃત્તિ છે એ કઈ રીતે માની શકાય ?
ઉત્તર-૮૯૪ – ખરીવાત છે, સર્વપાવ: સ્વનિ વર્તતે, વક્વન્તો વાધારે એ ન્યાયથી દેહની પણ દેહવૃત્તિ ઘટે જ છે અથવા જેમ કાર્મણરૂપ દેહમાં જીવની વૃત્તિ પ્રતીત જ છે. એ રીતે ઔદારિકાદિ દેહની પણ વૃત્તિ તેમાં છે માટે હેતુમાં આપેલ દાઢી ભાવાત એવી દષ્ટાન્તની સાધનધર્મ વિકલતા નથી.
કર્મ ઉપક્રમમાં ફલપાકાદિ દષ્ટાંતો:
(૧) ફળપાક - જેમ કોઈ આંબો-રાજાદનાદિ ફળ જેટલા કાળે વૃક્ષપર રહેલું ક્રમે પાકે છે તેની અપેક્ષાએ વહેલું પણ ગર્તાપ્રક્ષેપ-પલાલ-(ઘાસનો પુળો) ઢાંકવા આદિ ઉપાયથી પકાવાય છે અને અન્ય વૃક્ષ પર જ ઉપાયના અભાવે ક્રમશઃ સ્થપાકકાળે પકાવાય છે. તેમ આયુષ્યાદિ કર્મ પણ કોઈપણ અધ્યવસાનાદિ હેતુઓ દ્વારા બંધાકાળે નિવર્તિત સોવર્ષાદિ રૂપ સ્થિતિકાળની અપેક્ષાએ અકાળે અંતર્મુહૂર્નાદિથી પકાવાય છે વેદાય છે એ તાત્પર્ય છે અને અન્ય બંધકાળનિવર્તિત સોવર્ષાદિરૂપ સ્થિતિ કાળે જ પાકે છે વેદાય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૫ (૨) પથિક દૃષ્ટાંત - ત્રણ યોજનાદિક માર્ગ સમાન હોવા છતાં જતા એવા ત્રણ પુરુષોને ૧-૨-૩ પ્રહર રૂપ ગતિ વિશેષથી ભિન્ન ગતિકાળ દેખાય છે એમ કર્મ તુલ્યસ્થિતિક છતાં તીવ્ર-મંદ-મધ્યમાધ્યવસાય વિશેષથી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ રૂપ ત્રણ પ્રકારનો અનુભવ કાળ હોય છે.
(૩) શાસ્ત્ર :- શાસ્ત્ર તુલ્ય છતાં ભણનારની ગ્રહણ બુદ્ધિ-મતિ, ઇહાવધરાણા રૂપ-મેઘા ના ભેદથી ત્રણ પ્રકારનો ગ્રહણનો કાળ ભિન્ન-અનેકરૂપ દેખાય છે એમ આયુ.નો પણ પરિણામ વિશેષથી તુલ્યસ્થિતિવાળાનો પણ અનેકરૂપ અનુભવન કાળ છે.
દિષ્ટાંત - ૨, ૩, નો પ્રસ્તુતમાં યોજના-રિરિયાવિસાર (૨૦૬૦) પરિણામઅધ્યવસાન આદિ શબ્દથી બાહ્ય દંડ-કશા-શસ્ત્રાદિ, ક્રિયા-ચારિત્રરૂપી, પરિણામોદિક્રિયાના વિશેષથી ઘણાં તુલ્યસ્થિતિક બદ્ધ કર્મોમાં અનુભવકાળ ભિન્ન-ભિન્ન જ છે.
(૪) રજુ:- જેમ લાંબી ફેલાવેલી રજુ એક છેડાથી ક્રમસર બળતી ઘણા સમયે બળે છે અને મોટો કરેલી બળતી તો જલ્દીથી ભસ્મસાત્ થાય છે એમ કર્મ પણ દીર્ઘકાળસ્થિતિક પ્રતિસમય ક્રમથી વેદાતું લાંબા સમયે વેદાય છે અને અપવર્તન કરીને વેદાતું થોડા કાળમાં વેદાય છે.
| (૫) ભીનો પટ - પાણીથી ભીનો ડૂચો કરેલો પટ લાંબાકાળે સુકાય છે અને ફેલાવેલો થોડા સમયમાં જ સુકાઈ જાય છે. તેમ કર્મ પણ.
(૬) રાશિ - જેમ લાખાદિનો મોટો રાશિનો અપવર્તના વગરનો ભાગ ક્રમશઃ ચિરકાળે હરાય છે ત્યારે ઘણીવાર લાગે છે અને જયારે ગુણ લાખનો અને ગુણકારક દશની પાંચથી અપર્તના કરાય તો જલ્દીથી ભાગ ઓછો થાય છે. પાંચથી ભાગતાં ૨૦ હજાર અને દશને પાંચથી ભાગતા ૨ આનાથી ૨૦ હજાર ભાગતાં ૧૦ હજાર જલ્દીથી આવે છે. અને અનાવર્તિત દશ દ્વારા પવર્તિત લાખનો મોટો ભાગ અપારકાળ થાય છે એમ આયુનો પણ અનાવર્તિતનો દીર્ઘ અનુભવનકાળ અને અપવર્તિતનો લઘુકાળ થાય છે.
(૭) રોગ - સમાન કુષ્ટાદિ રોગ છતાં રોગનિગ્રહરૂપ ચિકિત્સાથી કાળભેદ થાય છે, એમ આયુષ્યનો પણ કાળભેદ થાય છે.
આ રીતે પ્રસંગ યુક્ત બંને પ્રકારના ઉપક્રમકાળનું વર્ણન પુરુ થયું. (૫) દેશ કાળઃ- શુભ કે અશુભ કાર્યનો સોપાય નિશ્ચિત જે અવસર તે દેશકાલ.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
શુભકાર્ય - સાધુ આદિ ભિક્ષા સ્વરૂપ કાર્યનો નિશ્ચય-રસોઈ પાકની સમપ્તિ થતાં નિધૂમક ગામ, પાણીહારીમહિલાતૂપ કુવાની પાળ વગેરે ખાલી જોઈને, અથવા કાગડા નીચે આવતા જોઈને જાણે કે “ભિક્ષાની હરહરા-પ્રસ્તાવ થયો.” એમ જાણે તે પ્રશસ્ત દેશકાળ જાણવો.
અશુભ કાર્ય - માખી વગરનું મધ, પ્રગટ થયેલું ધન જોઈને તેને ગ્રહણ કરવાનો પ્રસ્તાવ, તથા કંદોઈની દૂકાન શૂન્ય જોઈને તેમાં રહેલ ખાદ્ય વસ્તુઓનો ગ્રહણ પ્રસ્તાવ, જેમ આંગણામાં સુતેલી પ્રોષિતપતિકા અને મદિરાથી મત્ત સ્ત્રીનો પણ ત્યારે કામાકુળ હોવાથી જે ગ્રહણ પ્રસ્તાવ જણાય છે તે બધાય અપ્રશસ્ત કાર્યનો દેશકાળ.
() કાળકાળ - એક કાળશબ્દ કલન કાલ અને બીજો કાળ - મરણ, જેમ લોકમાં મરેલાને કહેવાય છે કાળ થયો એટલે આ જ લોકરૂઢિથી બીજો કાળ શબ્દ મરણવાચક છે. તેથી જે પ્રાણીનો જે મરણકાળ તે તીર્થકરોને કાળકાળ માન્ય છે. દા.ત. કાળા કુતરાને અમારા ઉપાશ્રય પાસે કાળ કર્યો, ત્યારે તમારો સ્વાધ્યાય દેશકાળ હતો એટલે અકાળે મરણ કરતા એ કુતરાદ્વારા કાળ હણાયો-સ્વાધ્યાય કરણ કાળ આ રીતે કાળો કુતરો અને સ્વાધ્યાયકાળાદિ કાળ શબ્દવાઓ દર્શનથી કાળશબ્દ અનેકાર્થવાળો છે.
(૭) પ્રમાણ કાળ :- પ્રસ્થકના માનવી જેમ આ પ્રમાણકાળ છે અને તે અદ્ધાકાળનો વિશેષરૂપ છે એ અહોરાત્ર સંજ્ઞાવાળો છે. અને જીવ-અજીવાદિ-સ્થિતિઆદિ માન વ્યવહારમાટે એની પ્રરૂપણા થાય છે. તે બે પ્રકારે છે (૧) દિવસપ્રમાણકાળ (૨) રાત્રિપ્રમાણકાળ. ત્યાં ચાર પૌરુષીથી દિવસ થાય છે એમ રાત્રિ પણ ચાર પૌરુષીથી થાય છે.
પ્રશ્ન-૮૯૫ – પૌરુષીનું માપ શું છે?
ઉત્તર-૮૫ – પૌરુષીનું નિયત માપ નથી કેમકે દિવસ-રાત્રિની વૃદ્ધિનહાનિ થાય છે, દિવસ કે રાતનો ચોથો ભાગ પૌરુષી કહેવાય છે. એટલે એ દિવસ-રાત્રિની વૃદ્ધિનહાનિ દ્વારા મોટી-નાની થાય છે. ત્યાં દિવસ સંબંધિ પૌરુષીના સર્વહીન-જઘન્યમાપ અહીં ત્રણ મુહૂર્તછઘડી મકસંક્રાંતિના દિવસે જાણવું. રાત્રિ સંબંધિ પણ જઘન્ય માપ પણ એ રીતે કર્કસંક્રાન્તિની રાત્રિમાં જાણવું. ઉત્કૃષ્ટમાપ દિવસની પોરિષીનું સાડાચાર મુહૂર્ત-૯ઘડી કર્કસંક્રાન્તિમાં અને રાત્રિનું તેટલું જ મકરસંક્રાન્તિમાં જાણવું.
જઘન્ય પૌરિષીથી પ્રતિદિન મુહૂર્તનો ૧૨૦મો ભાગ વધે છે અને ઉત્કૃષ્ટ પૌરિષીની પ્રતિદિન એટલી જ હાનિ પામે છે. આ હાનિ-વૃદ્ધિ દક્ષિણાયન-ઉત્તરાયણ દિવસના ભાગથી જાણવી. દક્ષિણાયના દિવસ ભાગથી ૬ માસે ઉત્તરાયણ અને ઉત્તરાયણથી એ પ્રમાણે દક્ષિણાયન. ઉત્તરાયણે પ્રતિદિન ચાર પાનીયપલોથી વધતા દિવસોના ઉત્કૃષ્ટ દિવસે ૬ મુહૂર્ત
Page #126
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૭ વધે છે. રાત્રિમાં આજ રીતે ઘટતા સર્વ હીન રાત્રિમાં ૬ મુહૂર્તો ઘટે છે. એમ દક્ષિણાયનમાં દિવસે ૬ મુહૂર્ત ઘટે છે રાત્રિમાં આજ રીતે વધતા સર્વ હીન રાત્રિમાં ૬ મુહૂર્તા વધે છે આ રીતે ૬-૬ માસે દિવસ-રાત્રિના યથાયોગ્ય ૬ મુહૂર્ત વધ-ઘટ ૧ માસે ૧ મુહૂર્તની વૃદ્ધિ હાનિ, સૂર્યવર્ષ-૩૬૬ દિવસે થાય છે તેથી ૧ અયન ૧૮૩ દિવસ પસાર થાય છે ૧ માસમાં સૂર્ય સંબંધિ ૩૦૧/૨ દિવસો હોય છે. માસમાં જે મુહૂર્ત વધે છે તેનો આ ૩૦૧/૨ દિવસ સાથે ભાગ કરતાં મુહૂર્ત=રઘડી એટલે ૧-૧ ઘડીના ૬૧ ભાગો કલ્પાય છે એટલે ૨ ઘડી=૧૨૨ ભાગો અને ૩૦૧/૨ દિવસના માસમાં રાત્રિ-દિન પરિષી પણ પ્રત્યેક ૧૨૨ થાય છે એટલે આ ૧૨૨/૧૨૨=૧ આ રીતે દરેક પોરિષીએ ૧/૬૧ ઘડી ઓછી-વધતી રાત્રિ-દિવસમાં યથાયોગ્ય થાય છે. ઉત્કૃષ્ટ બીજી રીતે ૯ ઘડી પ્રમાણ પોરિષી, જઘન્ય ૬ ઘડી, આ જઘન્યઉત્કૃષ્ટ પરિષી વચ્ચે જે ૩ ઘડીનું આંતરૂ છે. તે અયનમાં રહેલા ૧૮૩થી ભાંગતાં પ્રતિદિન પોરિષીની વૃદ્ધિ અને હાનિ જાણવી. જયારે ૧૮૩ દિવસે ૩ ઘડી પોરિષીની વધે કે ઘટે તો પ્રતિદિન શું વધ-ઘટ થાય? આ જિજ્ઞાસામાં ૩ ઘડીના ૧૮૩થી ભાગ કરતાં એક ઘડી ૬૧ ભાગ કરાય છે તેથી ૬૧૪૩=૧૮૩ તેનો ૧૮૩ દિવસથી ભાગ કરતાં રોજ ૧/૬૧ ઘડી વૃદ્ધિ-હાનિમાં પ્રાપ્ત થાય છે આ ૬૧મો ભાગ મુહૂર્તના ૧૨૨ ભાગ રૂપ હોય છે.
(૮) વર્ણકાળઃ- જે કાળો વર્ણ તે વર્ણકાળ કહેવાય છે. અથવા જે કોઈ જીવાદિ પદાર્થનું જે કાળે વર્ણન કરાય તે વર્ણકાળ કહેવાય. અથવા જે કાળે શ્વેતાદિ વર્ણની પ્રરૂપણા કરાય તે પણ વર્ણકાળ કહેવાય. જેમ દ્રવ્યનું કલન કાળ દ્રવ્યકાળ પહેલા કહ્યો તેમ પર્યાયોનું કલન કાળ પણ જાણવું. એટલે આ વર્ણકાળ પર્યાયકાળભેદ પણ કહેવાય છે. તેથી કૃષ્ણવર્ણ દ્રવ્યનો પર્યાય હોવાથી એ વર્ણકાળ પર્યાયકાળનો ભેદ જ માનવો.
પ્રશ્ન-૮૯૬ - જો પર્યાયકાળ પણ કોઈ છે તો રાત્રે સદ્ધ મહીડા (ગા. ૨૦૩૦) માં કેમ ન જણાવ્યું?
ઉત્તર-૮૯૬ – સાચું, પણ દ્રવ્યથી પર્યાયો કથંચિત અભિન્ન હોઈ દ્રવ્યકાળ કહેવાના દ્વારથી જ કહેલું હોવાથી અલગ કહ્યું નથી, અથવા તેના ભેદરૂપ વર્ણકાળ કહેવાથી તે કહેલો જ જાણવો.
પ્રશ્ન-૮૯૭ – કૃષ્ણવર્ણ નામથી જ કાળો કહેવાય છે તો એને નામકાળ તરીકે કેમ ન કહેવો?
ઉત્તર-૮૯૭ – એનો કોઈ નિયમ નથી તે કાળનામ સંકેતવશ ગોરામાં પણ વિદ્યમાન હોવાથી અનિયત છે. એટલે બીજાથી ભેદ જણાવવા માટે વર્ષ વ વાતઃ વર્ણકાળ તે અહીં કહેવાય છે એટલે જ નામ કાળથી એનો ભેદ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૯) ભાવકાળ - ઔદયિક-પથમિક-સાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક ભાવોની જે સ્થિતિ એ ભાવકાળ. આ ઔદાયિકાદિ ભાવોનો ચતુર્ભાગ વિભાગભાવના વિષય-આદિ સાંતાદિ તે ભાવ કાળ, (૧) સાદિ-સાંત, (૨) સાદિ-અનંત, (૩) અનાદિ-સાંત, (૪) અનાદિ-અનંત. જે ભાવ નરકાદિગતિને આશ્રયી જ્યાં સંભવે ત્યાં કહેવો, બીજો નિષેધ કરવો.
ઔદયિક :- (૧) સાદિ-અનંત-ક્યાંય સંભવતો નથી એટલે આ બીજો ભાંગો એમાં ન હોય. (૨) સાદિ-સાંત-નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિલક્ષણ ઔદાયિકભાવ. નરકાદિ પ્રત્યેક સર્વે સાદિ અને સાંત હોવાથી, (૩) અનાદિસાંત,-ભવ્યોને મિથ્યાત્વ, કષાયો, વેદત્રય, અજ્ઞાન, અસંયતત્વ, અસિદ્ધત્વ લેશ્યા આ સત્તરપ્રકારનો ઔદાયિકભાવ છે તે જ અભવ્યોને (૪) અનાદિ-અનંત છે.
ઔપશામિક - પ્રથમ ભાંગો જ સંભવે – સમ્યક્ત અને ચારિત્ર આશ્રયીને સાદિ, સાંત, પ્રથમ સમ્યક્તલાભ કાળે અને ઉપશમશ્રેણીમાં પથમિક સમ્યક્ત અને ઉપશમશ્રેણીમાં ઔપથમિક ચારિત્રના લાભથી, તે બંને અવશ્ય સાદિ-સાંત છે. શેષ ત્રણ ભાંગા અહીં ઘટતા જ નથી.
ક્ષાયિક :- ક્ષણમોહ-ભવસ્થ કેવલિ અવસ્થામાં દાન-લાભ-ભોગ-ઉપભોગવીર્યલબ્ધિપંચક અને ચારિત્રને આશ્રયીને (૧) સાદિ સપર્યવસિત પ્રથમ ભાંગો હોય છે.
પ્રશ્ન-૮૯૮ – ચારિત્ર તો સિદ્ધને પણ છે તો તેને આશ્રયીને એ અનંત કેમ ન થાય?
ઉત્તર-૮૯૮– સમજ્યા વગર ન બોલો સિદ્ધ નો વરિત્તી નો મરતી એ સૂત્રથી સિદ્ધમાં સાદિ અનંત ભાંગો ન ઘટે.
ક્ષાયિક સમ્યક્ત-કેવલજ્ઞાન-કેવલદર્શન-સિદ્ધત્વ સિદ્ધાવસ્થામાં પણ હોય છે એટલે તેમને આશ્રયી ક્ષાયિક ભાવ (૨) સાદિ-અનંત પણ છે. શેષ ત્રીજો અને ચોથો એ બે ભાંગા અહીં શૂન્ય છે.
કેટલાક દાનાદિલબ્ધિપંચક અને ચારિત્ર સિદ્ધને પણ માને છે, તેના આવરણનો ત્યાં અભાવ હોવાથી. જો તે આવરણાભાવે પણ ત્યાં ન હોય તો ક્ષીણ મોહાદિમાં પણ તેના અસત્ત્વની આપત્તિ આવશે. તેથી તેમના મતે ચારિત્રાદિ સિદ્ધયવસ્થામાં પણ હોવાથી અનંત હોઈ એક બીજા ભાંગામાં જ ક્ષાયિકભાવ છે શેષ ત્રણેમાં નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૯ લાયોપથમિક - કેવલ વિના શેષ ચાર જ્ઞાનાશ્રયી શાયોપથમિક ભાવ પ્રથમ ભાંગે છે બીજો નથી. મતિ-શ્રુતાશ્રયીને ભવ્યોને અનાદિ-સાંત ત્રીજો, અને અભવ્યોને તે બંને આશ્રયીને અનાદિ-અનંત ચોથો ભાંગો છે.
પારિણામિક - સર્વ પુદ્ગલધર્મ દ્વયણુકાદિ પરિણામ (૧) સાદિ-સાંત, (૨) બીજો ભાંગો નથી ભવ્યત્વાશ્રયીને ત્રીજો (૩) અનાદિ-સાંત, સિદ્ધ નો મળે તો સિદ્ધાવસ્થામાં ભવ્યા-ભવ્યત્વ નથી હોતું પરંતુ, જીવત્વ-અભવ્યત્વની અપેક્ષાએ પરિણામિક ભાવ (૪) અનાદિ-અનંત છે.
વર્તમાનમાં જેનો અહીં અધિકાર છે તે પ્રમાણકાળ નો છે. પ્રશ્ન-૮૯૯ - તમે ગાથા ૨૦૩૦ માં કહ્યું હતું પણં તુ માવે અને અહીં પ્રમાણ કાળ નો અધિકાર છે એમ કહો છો તો તમારે પૂર્વાપર વિરોધ કેમ નહિ?
ઉત્તર-૮૯૯ – ક્ષાયિકભાવ કાળમાં રહેલા ભગવાને સામાયિકાધ્યયન કહ્યું હતું એ અભિપ્રાયથી પાયે તુ જાવેદ એમ પહેલાં કહ્યું હતું તથા પૂર્વાણ લક્ષણ પ્રમાણકાળે ભગવાને સામાયિક કહ્યું એ અધ્યવસાયથી અહીં પ્રમાણકાળથી અધિકાર છે એમ ઉભય સંગ્રહપર હોવાથી દોષ નથી. અથવા અદ્ધાકાળનો પર્યાય હોવાથી પ્રમાણકાળ પણ ભાવકાળ છે એટલે વિરોધ નથી.
પ્રશ્ન-૯૦૦ – ક્યા ક્ષેત્રમાં અને ક્યા કાળમાં સામાયિકનો નિર્ગમ થયો?
ઉત્તર-૯૦૦ – વૈશાખ સુદ-૧૦ પૂર્વાદ્ધાદેશકાળમાં-પ્રથમ પૌરુષીમાં મહાસેનવન ઉદ્યાનરૂપ ક્ષેત્રમાં સામાયિકાધ્યયનનો અનંતર નિર્ગમ અને અન્ય ગુણશિલકાદિ ઉદ્યાનોમાં ભગવાને પાછળથી સામાયિક પ્રરૂપ્યું જ છે પરંતુ મહાસેન વનથી શેષ ક્ષેત્રને આશ્રયીને તેનો પરંપર નિર્ગમ છે. ક્ષેત્ર-કાલ-નિર્ગમ થયા.
(૪) ભાવનિર્ગમ :- ક્ષાયિકભાવમાં રહેતા જિનેન્દ્ર ભગવાન મહાવીરથી સામાયિક નીકળ્યું અને ક્ષાયોપથમિક ભાવમાં વર્તમાન ગણધરો એ તેમની પાસેથી સામાયિક અને અન્યશ્રુત ગ્રહણ કર્યું. ત્યાં ભગવાનના દર્શન-જ્ઞાન-ચારિત્રાવરણનો સર્વથા ફીણથી ક્ષાવિકભાવ અને ગણધરાદિનો તો ત્યારે તે આવરણ ક્ષયોપશમાવસ્થાવાળો હોવાથી લાયોપથમિક ભાવ હોય છે.
પ્રશ્ન-૯૦૧ – પ્રકૃતિમાં કઈ રીતે ભાવથી અને કઈ રીતે પ્રમાણકાલથી અધિકાર છે?
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૦૧ – ક્ષાયિકભાવમાં વર્તતા ભગવાને પ્રમાણકાળમાં સામાયિક અધ્યયન કહ્યું છે માટે અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે અને તે સિવાયના બીજા દ્રવ્યકાળ અદ્ધાકાળ વગેરે ઉપધિ માત્રથી કાંઈક વિશિષ્ટ હોવા છતાં ભાવકાળ જ છે. કારણ કે દ્રવ્યથી જે ચતુર્વિકલ્પ સ્થિતિ તે દ્રવ્યકાળ કહ્યો છે, સમય-આવલિકાદિ-અદ્ધાકાળ યથાયુષ્ક-આયુષ્યકાળ વગેરે આ સ્થિતિ વગેરે બધાય જીવ-અજીવ પર્યાય હોવાથી ભાવરૂપ જ છે, એટલે ખરી રીતે ભાવકાળથી જુદા નથી પરંતુ પ્રમાણાત્રેનાત્રાઉથાર: એમ જ કહ્યું છે તે વિશેષથી તે પ્રમાણકાળથી કાર્ય છે તે કારણથી જાણવું. અન્યથા શેષ દ્રવ્ય-અદ્ધાકાલાદિ પારંપર્યાદિથી સામાયિક નિર્ગમમાં યથાસંબંધ ઘટાવવા. દા.ત. ક્ષાયિક ભાવમાં વર્તમાન ભગવાનથી સામાયિક નીકળ્યું. રત્નમયસિંહાસન લક્ષણ દ્રવ્ય ઉપર બેઠેલા, જ્યાં દ્રવ્ય ત્યાં તેની સ્થિતિ રૂપ કાળ પણ છે જ. તથા યથાયુષ્કકાળ અનુભવતા, કર્મોને ઉપક્રમતા પ્રસ્તાવને જાણતા, આવી ચીમરણલક્ષણ મરણકાળ અનુભવતા, જીવાદિ પદાર્થવર્ણના કાળે પ્રવૃત્ત તેમનાથી તે નીકળ્યું. ફક્ત આધિક્યથી અહીં પ્રમાણકાળ-ભાવકાળ ઘટાવાય છે ઉપયોગી છે એટલે તે બંનેનું વિશેષથી અધિકારપણું બતાવ્યું છે.
(૨) ક્ષેત્રનિર્ગમ :- fક્ષ નિવા-ત્યો: ક્ષિત્તિ જીવો જેમાં રહે છે તે ક્ષેત્ર તે આકાશ સર્વાર્થ વેદિઓને માન્ય છે. બધા જીવાદિદ્રવ્યોની જે અવગાહના-અવસ્થાનરૂપ છે તે જ લિંગચિહ્ન છે જેનું તે સર્વદ્રવ્યાવગાહનાલિંગ, તે અપરાપર પર્યાયોમાં ગમનથી દ્રવ્ય જ છે. ફક્ત નિવાસમાત્ર પર્યાયને આશ્રયીને ક્ષેત્ર કહેવાય છે. તે ઉપાધિભેદથી બહુભેટવાળું છે. એથી અહીં મહસેનવન કે જ્યાં પ્રથમ સામાયિક નીકળ્યું. અન્ય ગુણશીલાદિ ઉદ્યાનોમાં તેનો પરંપર નિર્ગમ થયો. આ રીતે દુએ પ્રકારનો નિર્ગમ કહ્યો. અહીં ત્રીજા અનુગમ દ્વારમાં રહેલી બીજી ઉપોદ્દાત નિર્યુક્તિમાં રહેલું ત્રીજું નિર્ગમ દ્વાર પુરુ થયું. સામાયિક નિર્ગમના અંગ તરીકે નિર્ગમમાં આવેલા ક્ષેત્ર-કાળ રૂપ ચોથું-પાંચમું દ્વાર ક્ષેત્ર-કાળની વ્યાખ્યાથી જણાવ્યું જ છે.
એટલે ઉપોદ્યાત નિર્યુક્તિના ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમ-ક્ષેત્ર-કાળ એ પાંચ દ્વાર પૂરા થયાં (ગા.૯૭૩) હવે,
() પુરુષદ્વારઃ- (૧) દ્રવ્ય, (૨) અભિલાપ, (૩) ચિહ્ન, (૪) વેદ, (૫) ધર્મ, (૬) અર્થ, (૭) યોગ, () ભાવપુરુષ. એમ આઠ પ્રકારે છે.
(૧) દ્રવ્ય પુરુષ :- દ્રવ્ય પુરુષ 2 પ્રકારે છે - આગમથી-નોઆગમથી, આગમથીપુરુષપદાર્થs-અનુપયુક્ત-નોઆગમથી-જ્ઞ-ભવ્ય-તવ્યતિરિક્ત, જ્ઞ-ભવ્ય-દ્રવ્યાવશ્યાકાદિવત સુચર્ય-વ્યતિ- એકભવિક બદ્ધાયુષ્કાભિમુખ નામ ગોત્ર ભેદથી ત્રણ પ્રકારે, અથવા
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ગુજરાતી પ્રશ્નોત્તર મૂલગુણનિર્મિત-ઉત્તરગુણનિર્મિત એમ બે પ્રકારે છે. મૂલગુણનિર્મિત પુરુષ પ્રયોગ્યદ્રવ્યો, ઉત્તરગુણનિમિત-તેના આકારવાળા દ્રવ્યો.
(૨) અભિલાપ પુરુષ :- અભિલાપ-શબ્દ તદ્રુપપુરુષ-યથા પુરુષ એમ પુલ્લિગવૃત્તિ અભિધાનમાત્ર ઘટ, પટ વગેરે.
(૩) ચિહ્ન પુરુષ :- ચિહ્નવિષયમાં પુરુષ પુરુષાકૃતિ નપુંસકાત્મા દાઢી વગેરે પુરુષ ચિહ્નવાળો અથવા વેદ-પુરુષવેદ-જેનાથી પુરુષ જણાય છે, અથવા પુરુષ સંબંધીવેષવાળી સ્ત્રી વગેરે પણ ચિહ્ન માત્રથી પુરુષ-ચિહ્નપુરુષ છે.
(૪) વેદ પુરુષ સ્ત્રી-પુ-નપુ. ત્રણેલિંગવાળો પણ જીવ જ્યારે તૃણજવાલાની ઉપમાના વિપાકવાળા પુરુષવેદને અનુભવે છે ત્યારે પુરુષવેદના અનુભાવને આશ્રયીને પુરુષ સ્ત્રીઆદિપણ વેદપુરુષ કહેવાય છે.
(૫) ધર્મપુરુષ :- ધર્મ અર્જનના વ્યાપારમાં તત્પર પુરુષ ધર્મપુરુષ જેમકે સાધુ. (૬) અર્થપુરુષ :- અથર્જનમાં પરાયણ મમ્મણની જેમ નિપિપાલ પુરુષ તે અર્થપુરુષ.
(૭) ભોગપુરુષ - સારી રીતે પ્રાપ્ત કરેલા વિષયસુખવાળો ચક્રવર્તી જેવો પુરુષ તે ભોગપુરુષ.
(૮) ભાવપુરુષ - દ્રવ્ય-અભિલાષ-ચિહ્નાદિઉપાધિ રહિત શુદ્ધ જીવ પૂશરીર ત્યાં શયનનિવસનથી પુરુષ, અથવા સ્વર્ગ-મૃત્યુ-પાતાલમાં રહેલા સર્વે સ્વર્ગવિમાન-ભવન-શયનઆસન-યાન-વાહન-દેહવિભવાદિ ભાવોનો નાનાભવોમાં ૬-પાનન-પૂરપયોઃ પૂરણ-પાલન ભાવથી ભાવરૂપ પારમાર્થિક પુરુષ ભાવપુરુષ તે જિનેન્દ્રની જેમ શુદ્ધજીવ.
પ્રશ્ન-૯૦૨ – શુદ્ધ જીવ ભાવપુરુષ કઈ રીતે?
ઉત્તર-૯૦૨ – ફક્ત ઉક્ત નિરુક્તિથી ભાવપુરુષ જીવ કહેવાતો નથી. કારણ કે દ્રવ્યાભિલાષાદિ પુરુષભેદો પણ તે શુદ્ધજીવના જ પર્યાયો છે તેથી આદ્યપ્રકૃતિના લીધે શુદ્ધ નિર્વિશેષણ જીવ જ અહીં ભાવપુરુષ છે જિનેન્દ્રની જેમ.
પ્રશ્ન-૯૦૩ – અહીં કયા પુરુષથી અધિકાર છે?
ઉત્તર-૯૦૩– અનેકવિધ પુરુષની પ્રરૂપણામાં અહીં વિશેષથી પ્રસ્તુત અધિકાર ભાવરૂપ જિનેન્દ્ર શ્રીમન્મહાવીરથી અધિકાર છે. તેમનાથી જ અર્થથી સામાયિકની પ્રરૂપણા થઈ છે. સૂત્રથી તો પ્રણેતા એવા વેદપુરુષ ગણધરોથી અહીં અધિકાર છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૯૦૪ – જેમ જિનેન્દ્ર ભાવ પુરુષ છે તેમ હંમેશા ધર્મવ્યાપારમાં નિરત હોવાથી ધર્મ પુરુષ. પુરુષચિતંયુક્ત હોવાથી ચિહ્મપુરુષ પણ છે એમ ગણધરો પણ છે. તેથી જેમ ભાવપુરુષ અને વેદપુરુષોથી અધિકાર તેમ ધર્માદિપુરુષોથી પણ અધિકાર કહેવો ઘટે જ છે
ઉત્તર-૯૦૪ – શેષ ધર્મપુરુષાદિ યથા સંભવ તીર્થંકર-ગણધરલક્ષણ ઉભયવર્ગમાં પણ યોજના કરવી તેથી સંભવતા ધર્મપુરુષાદિથી પણ અહીં અધિકાર જાણવો.
(૭) કારણદ્વારઃ- જે કાર્ય કરે તે કારણ. તે કારણમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવએ ચાર નિક્ષેપ છે. તેમાં નામ-સ્થાપના સુગમ છે.
દ્રવ્યકારણ :- દ્રવ્યકારણના જ્ઞશરીર, ભવ્ય શરીર અને વ્યતિરિક્ત એવા ભેદો છે. તેમાં વ્યતિરિક્ત કારણ ૨ પ્રકારે છે. (૧) તદ્દવ્યકારણ (૨) અન્યદ્રવ્યકારણ જન્યપટાદિનું સજાતિયત્વેન સંબંધિ દ્રવ્ય-તત્સુઆદિ તે પટાદિ કાર્યનું તદ્દવ્યકારણ
જે વિપરિત જગ્યાપટાદિ વિજાતિય વેમાદિ દ્રવ્ય તે અન્યદ્રવ્ય કારણ અથવા બીજી રીતે નિમિત્તકારણ-નૈમિત્તિકકારણ.
કાર્ય આત્માનું આસન્નભાવથી જનક-નિમિત કારણ જેમ પટના તખ્તઓ સામીપ્યભાવે પટરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે. તેના વિના પટની અનુત્પતિ હોય.
જેમ, તંતુઓ વિના પટ નથી થતો તેમ તદ્દગત આતાન-વિતાનાદિ ચેષ્ટા વિના પણ ન જ થાય અને તે ચેષ્ટાનું વેમાદિ કારણ છે એટલે એ નિમિતનું કારણ : નૈમિત્તિકકારણ કહેવાય છે.
(૩) સમવાયિકારણ – અસમવાયિકારણ
એકીભાવથી અપૃથક ગમન-સમવાય. જેમાં તે તે સમવાયતંતુઓ કારણ છે તેમાં પટ સમવેત છે. એથી તંતુઓ સમવાયિકારણ કહેવાય.
અસમવાધિકારણ :- તંતુ સંયોગ-કારણ-તંતુ રૂપનોદ્રવ્યાન્તરધર્મ તરીકે પટકાર્ય દ્રવ્યાંતરની દૂર છે. એટલે એ સંયોગો પટ માટે પરંપર કારણ બનતા હોવાથી અસમવાય છે. તત્ કારણ અસમવાયિકારણ. જેમ કે કપાલયનો સંયોગ એ ઘટનું પરંપર કારણ હોવાથી અસમવાય કારણ બને છે અને માટી અનંતર કારણ હોવાથી સમવાય કારણ બને છે.
(૪) વ્યતિરિક્ત દ્રવ્ય કારણ બીજા ૬ પ્રકારે :
Page #132
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૧૩ (૧) ઘટરૂપ કાર્યનો કર્તા-કુંભાર એ કાર્ય ઘટાદિનું કારણ છે કેમકે કુલાલનો ઘટકાર્યમાં સ્વતંત્ર વ્યાપાર છે.
(૨) કરણ- મૃત્પિડ-દંડ-સૂત્રાદિ ઘટના કારણ છે કારણકે એ ઘટાકાર્યમાં સાધકતમ બને છે.
(૩) તથા જે કરાય તે કર્મ ઘટરૂપ તે પણ કારણ. પ્રશ્ન-૯૦૫ – પોતે (કાર્યઘટ) જ પોતાનું કારણ કઈ રીતે બને અલબ્ધ આત્મલાભવાળાં એવા તેનું કારણત્વ સંગત થતું નથી?
ઉત્તર-૯૦૫ – બરાબર છે કુલાલાદિ કારણની વ્યાપાર ક્રિયાનો વિષય હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તે કાર્ય પણ કારણ બને છે નિર્વત્ય વા વિર્ય વી પ્રાપ્ય વા યત્ ત્તિમ્ ! તદ્ દુષ્ય-ડટ સંસ્કા૨ કર્મ કર્તુર્યવીણિતમ્ II એ રીતે ક્રિયાફળ હોવાથી કાર્ય પણ કારણ બને છે નહિ તો કુંભારાદિની ક્રિયા વ્યર્થત્વની આપત્તિ આવે. અથવા મુખ્યવૃત્તિથી એ કાર્ય ગુણથી કર્મનું કારણ છે.
(૪) સંપ્રદાન :- સમ્યક સત્કાર્ય વા પ્રયત્નથી દાન છે કે જેને તે સંપ્રદાન ઘટગ્રાહક દેવદત્તાદિ તે પણ ઘટનું કારણ છે કેમકે તેના ઉદ્દેશથી જ ઘટની નિષ્પત્તિ છે. તેના અભાવે ઘટની ઉત્પત્તિ ન ઘટે.
(૫) અપાદાન :- રોવવાને દાન-ખંડન અપનૃત્ય આ-મર્યાદાથી દાન મૃતિંડાદિનું જેનાથી થાય તે મૃતિંડાપાયમાં પણ ભૂમિલક્ષણ અપાદાન ધ્રુવ છે, તે પણ કાર્ય ઘટનું ભૂમિ કારણ છે, તેના વિના પણ ઘટની ઉત્પત્તિ ન થાય.
(૬) સંનિધાન-સંનિધીયતે સ્થાપ્યતે કાર્ય તત્ર તે સંનિધાન-આધાર, અધિકરણ તે પણ કાર્યઘટનું કારણ છે તે પણ આધાર તરીકે ઉપયોગી છે તે ઘટનું ચક્ર, ચક્રની ભૂમિ અને ભૂમિનું આકાશ આધાર છે. એ રીતે આધાર-સંનિધાન પણ કાર્યનું કારણ છે તેથી તેને સંનિધાન કારણ કહેવાય છે.
પ્રશ્ન-૯૦૬ – જો તે પટ સંબંધિ તંતુદ્રવ્ય તે જ પટનું કારણ માનો તો કાર્ય-કારણ એક થઈ જાય એટલે તંતુ-પટનો કાર્ય-કારણભાવ નહિ થાય. પટસ્વરૂપવતું? તે કાર્ય-કારણનું એકત્વ ઘટતું નથી કારણ કે તે કાર્ય અને કારણ નામાદિથી ભિન્ન છે, જેમકે પટ-તંતુ-નામભેદ, એક પટ-ઘણાતંતુઓ-સંખ્યાભેદ, જેનાથી જણાય તે લક્ષણ તે પટનું અન્ય અને તંતુઓનું અન્ય જેવું છે એટલે લક્ષણભેદ, શીતત્રાણાદિ કાર્ય પટ અને બંધનાદિ કાર્યવાળા તંતુઓ એટલે કાર્ય
ભાગ-૨/૯
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૧૪
ભેદ છે તેવી નામાદિ ભેદથી ભિન્ન હોવાથી ઘટ અને પટની જેમ, પટ અને તંતુરૂપ કાર્યકારણ ભિન્ન જણાય છે જે આપના અભિપ્રાયથી તે બંનેમાં એકત્વ આવે છે તે બરાબર નથી.
ઉત્તર-૯૦૬ જે તન્તુ-પટના અભેદ પક્ષમાં કાર્ય-કારણ ભાવાભાવની આપત્તિરૂપ જે ઉપાલંભ તારા મનમાં છે તે ભેદ પક્ષમાં પણ તુલ્ય જ છે. જેમકે, તત્ત્તવઃ 7 પટસ્થ જાળમ્ મિન્નાર્ ષટયેવ । એ બંને એકત્વ છતાં પણ વસ્તુઓના નામાદિ ભિન્ન દેખાય જ છે તેથી વિરૂદ્ધ નથી. જેમકે ઘટ-રૂપાદિનું એકત્વ લોકમાં પ્રતીત છે, અભિધાનાદિ ભિન્ન જ છે જેમકે ઘટ-રૂપાદિ-અભિધાન ભેદ, એક ઘટ ઘણાં રૂપાદિ–સંખ્યાભેદ, પહોળું પેટ વગેરે આકારલક્ષણ ઘટ છે અને રક્તત્વાદિલક્ષણ રૂપાદિ-લક્ષણભેદ, જલગ્રહણાદિ ક્રિયાકારણ ઘટ, રંગાધાનાદિ હેતુઓ રૂપાદિ-કાર્યભેદ, તેથી અભિધાનાદિભેદથી ભેદ એટલે હેતુ અનેકાંતિક છે. જોકે એની વિરૂદ્ધમાં એમ પણ કહી શકાય કે અભિધાનાદિભેદાત્ ઘટ-રૂપવત્ પટ-તત્ત્તઆદિ લક્ષણ કાર્ય-કારણ અભિન્ન છે.
પ્રશ્ન-૯૦૭
જો એકત્વની જેમ ભેદમાં પણ કાર્ય-કારણનો તુલ્ય ઉપાલંભ હોય તો લોક-પ્રસિદ્ધ તત્ત્ત-પટાદિનો કાર્ય-કારણ ભાવ કઈ રીતે સિદ્ધ થાય ?
-
ઉત્તર-૯૦૭ જે કારણથી ઘટ-માટીના પિંડાદિ લક્ષણ કાર્ય-કારણમાં પૃથ્વીઆદિ વસ્તુના પર્યાયો છે અને તે બંને ઘટ-પિંડલક્ષણ પૃથ્વીપર્યાયો અન્ય-અનન્ય મનાયા છે. ત્યાં સંખ્યા-સંજ્ઞા-લક્ષણાદિભેદથી અન્યત્વ, માટીરૂપ અને સત્ત્વ-પ્રમેયત્વાદિથી અનન્યત્વ છે, તેથી કાર્ય-કારણમાં આ અનન્ય-અન્યત્વરૂપ ભજના જાણવી. અને તેથી કાંઈક તે બંનેમાં પરસ્પર ભેદ અને કાંઈક અભેદ કાર્ય-કારણભાવ છે. પૃથ્વી-માટીથી વિશિષ્ટ-ભિન્ન ઘટ તન્મય જે કારણથી દેખાતો નથી. તે કારણથી તે ઘટ માટીથી અનન્ય ઘટે છે જો કે ઘટનિષ્પત્તિ પૂર્વે ઘટ એમ પ્રગટ રૂપથી પહેલાં ન હતો. પણ પૃથ્વી-માટી જ હતી. નહિતો સર્વથા એકત્વે પૃથ્વીકાળે પણ ઘટ દેખાય. તેથી જણાય છે કે પૃથ્વીથી અન્ય ઘટ છે. એમ માટી-ઘટનું પણ અન્ય-અનન્યત્વ છે. એમ સર્વત્ર કાર્ય-કારણમાં તે ભાવના કરવી.
-
જેમ તન્તુઓ પટનું નિમિત્ત કારણ છે. તેમ તે તંતુઓનું આતાન-વિતાનાદિ ચેષ્ટાનું નિમિત્ત વેમાદિ છે તેથી એ વૈમાદિક પટનું નૈમિત્તિકકારણ છે. તથા તંતુઓ પટનું સમવાયિકારણ છે, કેમકે તે પટમાં સંશ્લિષ્ટ છે એવું અહીં તાત્પર્ય છે. તન્તુષુ પટ એવું વૈશેષિકો માને છે. અને પટાખ્ય કાર્યમાં વેમાદિ સમવેત નથી એટલે તે અસમવાયિકારણ છે. વૈશેષિક સિદ્ધાંતમાં મતભેદ :
કેટલાક વૈશોષિકવિશેષીના મતે વેમાદિ-આદિશબ્દથી સજાતીય-અતજાતીયતુરીદિશા-કાળ-વેમાદિક વગેરે પટનું નિમિત્ત કારણ છે, અસમવાયિકારણ નથી. તે માત્ર
Page #134
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૧૫ તંતુસંયોગમાં નિમિત્ત છે. તંતુલક્ષણ કારણ દ્રવ્યના આશ્રિત નથી. પરંતુ તંતુસંયોગો-ગુણોધર્મો અસમવાયિકારણ છે. કારણ તેઓ જ તંતુલક્ષણકારણદ્રવ્યને આશ્રિત છે. તે તંતુસંયોગો જે કારણથી તંતુધર્મો છે એટલે નિમિત્ત કારણ બનતા નથી કારણ કે તેઓ નિમિત્તકારણથી વિલક્ષણરૂપ છે.
પ્રશ્ન-૯૦૮ – તો સમવાધિકારણ ભલે થાય, તંતુ જેમ તેઓનું પણ પટમાં સમવેત તો
ઉત્તર-૯૦૮ – ના, કારણ કે તન્તુદ્રવ્યથી પટ એ દ્રવ્યાંતર છે, અને તેનાથી દ્રવ્યાંતર તંતુઓ છે. દ્રવ્ય દ્રવ્યાન્તરમરમત્તે, ગુણાન્તરમ્ એ સિદ્ધાંતથી, એટલે દ્રવ્યાંતર ધર્મનો દ્રવ્યાંતરમાં સમવાય ન થાય, જેમકે શીતાદિનો વહ્નિમાં, જેથી તન્દુધર્મો-તંતુસંયોગોનો દ્રવ્યાંતર પટમાં સમવાય માનતાં પટતંતુલક્ષણ કાર્ય-કારણની એકતા થાય છે, ઇતરેતર ગુણના સમવાયથી, તેથી જેમ પટધર્મો શુક્લાદિ પટમાં સમવેત હોવાથી તેનાથી અતિરિક્ત છતાં પટનું કારણ નથી. એમ તંતુસંયોગો પણ તેનું કારણ ન થાય, કારણ કે, એકત્વ હોય તો કાર્યકારણ ભાવ ન ઘટે. આ રીતે વૈશેષિકો કોઈપણ રીતે કાર્ય-કારણભાવનું એકત્વ માનતા નથી.
જૈનમતે ભિન્નભિન્નતા
જેમ તંતુસંયોગો તંતુના ધર્મો છે તેમ પટ પણ તંતુનો ધર્મ જ છે, જેમ તેજ તંતુઓના સ્વગુણો શુક્લાદિ તેના ધર્મ છે. સમવાયાદિથી-જે જયાં સમવેત તે તેનો ધર્મ જ છે, જેમ તખ્તઓનાં સ્વગુણો શુક્લાદિ તેમના ધર્મ, પટ તંતુઓમાં સમવેત છે. તેથી તંતુધર્મ છે. જેમ તંતુનો ધર્મ પટ છે, તેમ દ્રવ્યના ગુણ-કાર્ય-સામાન્ય-વિશેષ-સમવાય પણ ધર્મ છે.
પ્રશ્ન-૯૦૯ – જો કે તંતુઓનો ધર્મ પટ કે દ્રવ્યના ગુણાદિ ધર્મ છે તો પણ પ્રસ્તુતમાં કારણથી કાર્યના ભેદભેદના વિચારમાં શું મળ્યું?
ઉત્તર-૯૦૯ – અહીં પ્રસ્તુતમાં તેનું પ્રયોજન છે. તેથી જ ઉપર મુજબ કહ્યું છે. જેમ દિશા-કાળ-આત્માદિ વિશેષ અભિધાન-બુદ્ધિ-લક્ષણાદિથી ભિન્ન છતાં સદર્થ-સત્તા સામાન્યથી સત્ત્વ-જ્ઞેયત્વ-પ્રમેયત્વાદિથી અભિન્ન છે. તે જ રીતે દ્રવ્યથી ગુણ-કર્મ-સામાન્ય સમવાયાદિ અભેદ છે. જેમકે-દિશાકાલાદિનું અન્ય અભિધાન છે અને સામાન્યનું અન્ય છે દિશાદિમાં અન્ય બુદ્ધિ થાય છે અને સત્તા સામાન્યમાં અન્ય બુદ્ધિ થાય છે દિશાદિનું અન્ય લક્ષણ છે અને સત્તા સામાન્યનું અન્ય લક્ષણ છે. આમ, અભિધાનાદિ વિલક્ષણતાથી જેમ દિશા કાલાદિ સત્તા સામાન્યથી ભિન્ન છતાં જ્ઞતા-શેયત્વાદિથી અભિન્ન છે. તેમ દ્રવ્ય તખ્તઆદિથી શુક્લાદિગુણો અભિધાનાદિથી ભિન્ન છતાં સત્ત્વત્વ-જ્ઞેયવાદિથી અભિન્ન છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૯૧૦ – જો અભિન્ન હોય તો ભેદ કઈ રીતે?
ઉત્તર-૯૧૦ – તે દિશાદિઓ ઉપચારમાત્રથી સત્તા સમાન્યથી ભિન્ન છે તેમ ગુણાદિ પણ દ્રવ્યથી ભિન્ન છે. જેમ સત્તા સામાન્યથી ભિન્ન એવા દિશાદિ છતાં અભિધાનાદિ ભેદથી ભેદ ઉપચરિત કરાય છે. એમ, દ્રવ્યથી ગુણાદિનો પણ ભેદ ઉપચાર કરાય છે. જેમકેપ્રભાતસમયમાં મંદમંદ પ્રકાશમાં નિબિડ પત્રથી નિચિત વૃક્ષની ડાળીમાં છૂપેલી વાદળીનું પત્રના છિદ્રમાંથી કોઈક કાંઈક સફેદ દેખાય છે. એમ શુક્લત્વ નિશ્ચિત કરે છે. નહિ કે “વાદળી છે” એવું ભાન થાય છે. આ વસ્તુ ગુણ-ગુણીના કથંચિત ભેદ વિના ન થાય. એકાન્તભેદમાં જો ગુણગ્રહણ કરો તો ગુણી અવશ્ય ગ્રહણ થવાની આપત્તિ આવે. તેથી દ્રવ્યથી ગુણાદિનો કાંઈક ભેદ, કાંઈક અભેદ છે. તેમ તે જ પ્રકારે કારણથી કાર્ય અભિધાન આદિ ભેદથી ભિન્ન છે અને સત્ત્વ-જ્ઞેયવાદિથી અભિન્ન જો થાય તો શું દોષ ? કે જેથી વૈશેષિકાદિઓ ભેદમાં જ કાર્યકારણભાવ ઇચ્છે છે?
છ પ્રકારનું વ્યતિરિક્ત કારણ - કર્તા દ્વારા જે કરાય તે કર્મ ક્રિયા તે કુંભ તરફ કર્તાના વ્યાપાર રૂપ અને કુંભલક્ષણ કાર્યનું કારણ છે.
પ્રશ્ન-૯૧૧ – કુંભાર જ કુંભ કરતો દેખાય છે કુંભ કરવામાં તો ક્યાંય કોઈ ક્રિયા વપરાતી જણાતી નથી એટલે તે કઈ રીતે ઘટનું કારણ માની શકાય?
ઉત્તર-૯૧૧ – ચેષ્ટાવગરનો કુંભાર પણ ઘટ બનાવી શકતો નથી. એટલે જે તેની ચેષ્ટા તે ક્રિયા તો પછી તે ક્રિયા ઘટ પ્રતિ કારણ કેમ ન થાય? અથવા કર્તાને અત્યંત ઇષ્ટ હોવાથી કરાતો કુંભ જ કર્મ છે. અને તે કર્મ કારણ છે.
પ્રશ્ન-૯૧૨ – તો પછી એ કાર્ય જ છે કારણ કઈ રીતે થાય? કારણ કે સુતીક્ષ્ણ પણ સોયનો તીણાગ્ર પોતાને વધતો નથી, તેથી કાર્ય એ પોતાનું જ કારણ છે એ અસંગત જ છે ને?
ઉત્તર-૯૧૨ – વિચાર્યા વગર સહસા “આ આવું છે” એ કહેવું એ બુદ્ધિનો દુરુપયોગ કરવા જેવું છે. બરાબર સાંભળ. ઘટ એ ઘટરૂપ બુદ્ધિનો હેતુ હોવાથી ઘટનું કારણ છે. કેમકે બધાય બુદ્ધિમાં સંકલ્પ કરીને કુંભાદિ કાર્ય કરે છે એવો વ્યવહાર છે. તેથી બુદ્ધિથી અધ્યવસિત કુંભને કરવાની ઇચ્છાવાળો માટીમય કુંભ તેની કર્તાની બુદ્ધિના આલંબનથી કારણ થાય જ છે.
પ્રશ્ન-૯૧૩ – અનિષ્પન્ન હોવાથી એ તેની બુદ્ધિનું પણ આલંબન કઈ રીતે થાય? ઉત્તર-૯૧૩ – દ્રવ્યરૂપે તે ઘટ સર્વદા વિદ્યમાન છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૧૭ પ્રશ્ન-૯૧૪ – અહીં જે માટીમય કાર્યરૂપ ઘટ છે તેનું જ કારણ વિચારાય છે તે પ્રસ્તુત અને બુદ્ધિ અધ્યવસિત તો તેનાથી અન્ય જ છે. એટલે તેનું કારણાભિધાન અપ્રસ્તુતત જ છે?
ઉત્તર-૯૧૪ – સાચી વાત છે ભાવિન ભૂતવદુપચાર ન્યાયથી તે બંનેનાં એકત્વના અધ્યવસાનથી દોષ નથી. સ્થાસ-કોલકાદિ કરવાના સમયે પણ શું કરે છે એમ પૂછતાં કુંભાર ઘટ કરું છું એમ જ બોલે છે. કારણ તેમાં બુદ્ધિ અધ્યવસિતથી ઉત્પન્ન થનારના એકત્વનો અધ્યવસાય છે. તેથી બુદ્ધિમાં નિશ્ચિત ઘટને ઘટનું કારણ કહેવામાં કાંઈ દોષ નથી. અથવા ભવ્યસ્વરૂપલાભને યોગ્ય ક્રિયા, તે ક્રિયા સ્વરૂપને પ્રાપ્ત કરાવતી હોઈ કાર્યને પણ પોતાનું કારણ મનાય છે. કર્મ અવશ્ય કારણ માનવું જોઈએ કારણ કે સમસ્ત કારણ સામગ્રી સંનિધાને પણ ગમે તેમ આકાશ માટે પ્રારંભ નથી. પરંતુ વિવક્ષિત કાર્ય માટે છે, એટલે તદવિનાભાવિત્થાત્ તે ક્રિયાનું કાર્ય પણ આત્માનું પોતાનું કારણ છે.
બહારના કુંભાર-ચક્ર-ચીવરાદિ જે નિમિત્તો છે તેની અપેક્ષાએ કાર્ય કરતા સમયે અંતરંગ બુદ્ધિથી આલોચિત-વિચારેલું જે કાર્ય થાય છે તે પોતાનું કારણ થાય છે. નહિતો જો બુદ્ધિથી પૂર્વે વિચાર્યા વગર જ કરાય તો વિચાર્યા વગર શૂન્ય મનથી કરેલા આરંભમાં તો કાર્યનો વિપર્યય થાય. ઘટકાર્યના સંનિધાને પણ કોઈ શરાવાદિ કાર્ય થાય કે ન થાય. તેથી બુદ્ધિ અધ્યવસિત કાર્ય પણ પોતાનું કારણ માનવું. નહિતો કર્મની કારકત્વે ક્રોતિ કૃતિ વારમ્ એમ છએની કારકત્વની અનુપાતિ જ થાય.
ભાવકારણ - ઔદયિકાદિ ભાવરૂપ કારણ તે ભાવકારણ છે. તે ૨ પ્રકારે (૧) અપ્રશસ્ત (૨) પ્રશસ્ત.
(૧) અપ્રશસ્ત - સંસાર સંબંધી ૧-૨-૩ પ્રકારનું છે.
૧ વિધિ – અસંયમ, એ પ્રધાનતયા વિવલિત થતો એકવિધ સંસાર કારણ અજ્ઞાનાદિ તેના આધાર છે.
૨ વિધિ – અજ્ઞાન-અવિરતિતયા વિવક્ષિત થતો દ્વિવિધ સંસાર કારણ અજ્ઞાન-મિથ્યાત્વ તિમિરથી વ્યાપ્ત દૃષ્ટિવાળા જીવનો વિપરિત બોધ, અવિરત-સાવદ્યયોગથી અનિવૃત્તિ.
૩ વિધિ - મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ ત્રિવિધ સંસાર કારણ તત્ત્વાર્થાશ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ કષાયાદિ યોગથી અન્ય પણ ચતુર્વિધાદિ સંસારકારણ ભેદ જાણવા.
(૨) પ્રશસ્ત - મોક્ષનું કારણ તે પણ અપ્રશસ્તસંયમાદિ ભાવકારણથી વિપરિત એક વિધ-દ્વિવિધ-ત્રિવિધ પ્રશસ્ત ભાવકારણ છે. ૧ વિધ-સંયમ, ૨ વિધ-જ્ઞાન-સંયમ, ૩ વિધ
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સમ્યગ્દર્શન-જ્ઞાન-સંયમ. અહીં સામાયિક વિચારાતાં પ્રશસ્ત ભાવ કારણથી અધિકાર છે. સામાયિકાધ્યયન ક્ષાયોપÅમિકભાવરૂપ છે, તે પ્રશસ્ત હોવાથી મોક્ષનું કારણ છે.
૧૧૮
પ્રશ્ન-૯૧૫ – તીર્થંકર શા કારણે સામાયિક અને અન્ય અધ્યયનો કરે છે ? કેલવજ્ઞાનની ઉત્પત્તિથી તે કૃતકૃત્ય હોવાથી તેમને બોલવાની શું જરૂર ?
ઉત્તર-૯૧૫ – મેં પહેલાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે તે અત્યારે આ રીતે વેદવું જોઈએ એ કારણે તે બોલે છે.
પ્રશ્ન-૯૧૬ · પણ તે બંધાયેલું તીર્થંકરનામકર્મ કઈ રીતે વેદે છે ?
ઉત્તર-૯૧૬ ગ્લાનિ રહિત ધર્મદેશનાદિથી વેદે છે. તે તીર્થંકર નામકર્મ તીર્થંકર બનનારને જ બંધાય છે. અને તે સિદ્ધ થવાના ભવથી પૂર્વના ત્રીજા ભવે બાંધે છે એ બંધાતા સંસારના ત્રણ ભવ જ બાકી રહે છે. અને તે માત્ર નિયમા મનુષ્યગતિમાં જ પ્રારંભને આશ્રયીને સમ્યગ્દષ્ટિ મનુષ્ય બાંધે છે અને તે પણ પાછો સ્ત્રી-પુ.નવું વેદી, સમ્યગ્દર્શનાદિ શુભ ગુણવાળો હોઈ શુભ લેશ્યાવાળો મહંત-સિદ્ધ-પત્રયળ (આ.નિ.પુ.૨૮)માં કહેલા બહુતર ૨૦ કે તેમાંથી ૧-૨-૩ અથવા સર્વ વગેરે સ્થાનોકને સેવવા દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધે છે.
તીર્થંકરનું સામાયિક અધ્યયન કહેવાનું કારણ કહીને હવે ગણધરોનું આશંકા દ્વા૨થી તેના શ્રવણનું કારણ જણાવે છે.
ગૌતમાદિ ગણધરો શા નિમિત્તે સામાયિક સાંભળે છે ?
પ્રશ્ન-૯૧૭
ઉત્તર-૯૧૭ જ્ઞાન માટે, તે પ્રભુના મુખમાંથી નીકળેલ સામાયિક સાંભળી તદર્થ વિષય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન શુભ-અશુભ પદાર્થોની પ્રાપ્તિ માટે નિમિત્ત બને છે. તે પદાર્થોથી ઉપલબ્ધિથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય છે. તે નિવૃત્તિ-પ્રવૃત્તિ સંયમ-તપનું કારણ થાય છે. તે બંનેથી પાપકર્મનું અગ્રહણ અને કર્મવિવેક-નિર્જરારૂપ યથાસંખ્ય કારણ બને છે. અને તે કવિવેકના કારણે અશરીરતા-મોક્ષ છે. અશરીરતા અનાબાધતાનું કારણ છે તેનાથી વેદના વગરનો જીવ થાય છે, અવેદનાથી અવ્યાકુળ, તેનાથી નિરોગી, તેનાથી અચલ, અચલતાથી તે જ મુક્તિ ક્ષેત્રમાં શાશ્વત-નિત્ય થાય છે. તેનાથી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. આમ સામાયિકનું શ્રવણ પરંપરાએ અવ્યાબાધ મુક્તિ સુખનું નિમિત્ત સિદ્ધ થાય છે એટલે સાંભળે છે.
-
Page #138
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૧૯ (૮) પ્રત્યયદ્વાર :- જેનાથી પ્રતીતિ થાય તે અથવા પ્રતીતિ જ પ્રત્યય કહેવાય છે. તેના પણ ચાર પ્રકારના નિક્ષેપ છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવપ્રત્યય. નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્ય પ્રત્યયમાં પણ જ્ઞશરીર અને ભવ્યશરીરમાં કાંઈ વિશેષ નથી એટલે તેનો ત્રીજો ભેદ વ્યતિરિક્ત પ્રત્યય જણાવે છે. કોઈપણ વિશિષ્ટ કસોટી દ્વારા નિર્દોષપણું સિદ્ધ કરવું તે દ્રવ્ય પ્રત્યય કહેવાય છે. તથા ભાવ પ્રત્યય ત્રણ પ્રકારે (૧) અવધિ (૨) મન:પર્યવ (૩) કેવલજ્ઞાન ભેદથી.
પ્રશ્ન-૯૧૮– કેમ અવધિ આદિ ત્રણ પ્રકારનો જ ભાવપ્રત્યય કહેવાય છે. મતિ-શ્રુતમાં પણ પ્રત્યાયન ફળ હોઈ ભાવ પ્રત્યય કેમ નહિ?
ઉત્તર-૮૧૮ – કારણ કે ભાવપ્રત્યય સામાયિક એ જીવનો પર્યાય છે. અને જીવ અમૂર્ત હોવાથી અતીન્દ્રિય સામાયિક ઇન્દ્રિયનો વિષય થતું નથી. એવું તત્ત્વજ્ઞોને ઈષ્ટ છે. એથી તે અવધિ આદિ જ્ઞાનો નો જ વિષય છે. તે મતિ-શ્રુત પ્રત્યક્ષ નથી. કારણ મતિ-શ્રુત પરોક્ષાર્થના વિષયો છે, એ ઇન્દ્રિયથી જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૯૧૯ – જો એમ હોય તો જીવપર્યાય હોવાથી અમૂર્ત છે એટલે સામાયિક કેવલજ્ઞાનનો જ વિષય છે એટલે ફક્ત તે એક જ ભાવ પ્રત્યય બરાબર છે અવધિ મન:પર્યવજ્ઞાન પુદ્ગલમાત્ર-રૂપિદ્રવ્યના જ વિષય છે જો ક્યારેક સામાયિક પૌલિક હોય તો તે બંને જ્ઞાન તેનો વિષય ઠરે અને પ્રત્યય કહેવાય. પણ એવું નથી સામાયિક તો જીવનો પર્યાય હોઈ અમૂર્ત છે એટલે એ તેનો વિષય કેવી રીતે બની શકે ? એટલે તે બંનેનો ભાવપ્રત્યય યુક્ત નથી.
ઉત્તર-૯૧૯ – કારણ કે ભવસ્થ જીવ સંબંધિ પ્રાયદ્રવ્યલેશ્યા જનિત જ પરિણામ સામાયિક છે. સિદ્ધનો અલેશ્યા પરિણામ પણ સમ્યક્ત સામાયિક થાય છે. એટલે તેના નિરાસ માટે ભવસ્થ કહ્યું છે. ભવસ્થ પણ અયોગિ કેવલીને અલેશ્યા પરિણામરૂપ પણ સમ્યક્તચારિત્ર-સામાયિકો હોય છે. તેના નિરાસ માટે પ્રાય: ગ્રહણ છે. કારણ પ્રાયદ્રવ્યલેશ્યા જનિત જ પરિણામ ભવસ્થને સામાયિક હોય છે. તેથી તે સામાયિક પણ અવધિ-મન:પર્યવજ્ઞાનિને પ્રત્યક્ષ છે. કારણ તેમને સામાયિકના પરિણામ ઉત્પન્ન કરનાર દ્રવ્યલેશ્યાઓનું પ્રત્યક્ષત્વ છે. અવધિ-મન:પર્યાયજ્ઞાની પણ સામાયિક પરિણામ જનક વેશ્યા દ્રવ્યોને સાક્ષાત્ જોવે છે. એટલે તજ્જનિત સામાયિક પણ તેમને પ્રત્યક્ષ કહેવાય છે. મતિ-શ્રુત જ્ઞાનવાળાઓ એ રીતે સાક્ષાત્ કાંઈ જોતા નથી એટલા ભેદથી તે બંને ભાવપ્રત્યક્ષ કહ્યા નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૯૨૦ – ઉકતન્યાયની અવધિ આદિ જ્ઞાનત્રય પ્રત્યય જ સામાયિક છે તો શ્રુતજ્ઞાન પણ પ્રત્યય નહિ થાય ? તો તમે કહેશો કે ભલે ન થાય અમારું શું જાય છે ? તો પ્રત્યક્ષજ્ઞાનિઓને છોડીને કોઈનું વચન શ્રદ્ધેય નહિ થાય એવું નથી કારણ કે ૧૪ પૂર્વીઓનું વચન પ્રમાણ મનાયેલું છે?
ઉત્તર-૯૨૦ – તું જે ગણધરાદિ સંબદ્ધ શ્રુતજ્ઞાનને પ્રત્યયતરીકે માને છે તે સામાયિકનું કારણ હોવાથી શ્રુતસામાયિક જ છે. તે પ્રત્યયિક છે. પ્રતીયડળે યમતિની પ્રત્યયોવૃધતિ જ્ઞાનત્રયત્નક્ષણ: તે જેના પ્રત્યાયક તરીકે છે તે પ્રત્યયિક સવભિલાપ્ય અર્થવિષયસર્વદ્રવ્યાસર્વપર્યાયવિષય શ્રુતજ્ઞાન છે. આ રીતે કેવલાદિ જ્ઞાનત્રયનું એ પ્રત્યાધ્ય-પ્રત્યય કરાવનારું છે નહિ કે જ્ઞાનત્રય જેવું સ્વયં પ્રત્યયરૂપ. તેનો પ્રત્યય એટલે એને ભાવપ્રત્યય તરીકે કઈ રીતે લેવાય? હવે જો વચન રૂપ દ્રવ્યશ્રુત તું પ્રત્યય કહે તો પણ યોગ્ય નથી કારણ કે, તે વ્યાખ્યાવિધિમાં પ્રવૃત્ત પ્રત્યક્ષજ્ઞાની વચન પ્રત્યક્ષજ્ઞાનીનાં જ પરાવબોધનમાત્રપ્રત્યાયન માત્ર વ્યાપાર છે. એટલે કેવલીએ કહેલ હોવાથી શ્રદ્ધેય હોવાથી તે પણ ઉપચારથી પ્રત્યય છે પણ કેવળજ્ઞાનાદિની જેમ સ્વયં પ્રત્યય નથી.
પ્રશ્ન-૯૨૧ – તો શું કૃતને પ્રત્યય તરીકે સર્વથા નહિ માનવાનું?
ઉત્તર-૯૨૧ - સામર્થ્યથી શ્રત પણ પ્રત્યય તરીકે અધિકૃત છે. અવધિ આદિ ત્રણ પ્રકારનો પ્રત્યય અહીં અધિકૃત છે એમ કહેતાં અથપત્તિથી શ્રુતપણ પ્રત્યય મનાય છે. દ્રવ્યશ્રુતથી જ અન્યને પ્રત્યય કરાવાય છે. તેના અભાવે અવધિ આદિ મૂક હોવાથી પોતાનો પ્રત્યય અન્યને જણાવી શકતા નથી. અને પ્રતિપાદન વિનાનો તેનો પ્રત્યયત્વ સિદ્ધ થતો નથી. દ્રવ્યશ્રુતપણ ઉપચારથી શ્રુતજ્ઞાનમાં અંતઃભૂત છે. એટલે અવધિઆદિના પ્રત્યયત્વના સાધક તરીકે શ્રુતને પણ અહીં પ્રત્યય માનવો સુયના ૩ નિત્ત વત્તે તયાંતરું ગપ્પો ય પfઉં ૨ નફા પરિબાવા ને આ રીતે અવધિ આદિ પ્રત્યયો સાક્ષાત્ અને શ્રુતજ્ઞાન પ્રત્યય સામર્થ્યથી કહ્યો છે.
અન્ય રીતે ત્રણ પ્રત્યયોઃ- (૧) આત્મા (૨) ગુરુ (૩) શાસ્ત્ર
(૧) પ્રથમ પ્રત્યય આત્મા :- જિનને કેવલી–ન સ્વપ્રત્યક્ષ છે. આત્માના આધારથી જ જિન સામાયિક કહે છે. ગણધર-તેમના શિષ્ય-પ્રશિષ્યાદિને આત્મા-ગુરુ-શાસ્ત્ર એ ત્રણે પ્રકારનો પ્રત્યય જાણવો.
(૨) ગુરુ - ગણધરોના ગુરુ તીર્થકર એટલે તેઓ તેમના પ્રત્યયત્વેન સામાયિક સાંભળે છે. એમ જંબુ-પ્રભવાદિ શિષ્ય-પ્રશિષ્યોનો પણ નિજ-નિજગુરુનાવિષયમાં સંભવતા ગુણોના ઉલ્કાવન પૂર્વકનો સમાયિકશ્રવણ પ્રત્યય વિચારવો.
Page #140
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧ ૨૧
(૩) શાસ્ત્ર :- આ શાસ્ત્ર સર્વસત્ત્વોપકારિ, પૂર્વાપરાવિરોધિ, સર્વગુણોના ગ્રહણ રૂપી ફળવાળું સંપૂર્ણ સામાયિકાધ્યયન છે. એટલે અમને પ્રમાણ છે. એમ શાસ્ત્ર પ્રત્યય અવધારીને તેના શ્રવણમાં શિષ્યો પ્રવૃત્ત થાય છે.
પ્રશ્ન-૯૨૨ – શ્રુત શાસ્ત્રના સર્વજીવોપકારકતાદિ ગુણોને શિષ્ય પહેલેથી જ કઈ રીતે જાણે આખું શાસ્ત્ર ભણ્યા પછી જ જાણે છે એવું તમે માનો તો તે વાત બરાબર નથી. શ્રુત શાસ્ત્રમાં તેના પ્રત્યયનો અધ્યવસાય નિષ્ફળ છે. કારણ કે પ્રથમ પ્રત્યયના વિના પણ શાસ્ત્રનું શ્રવણ થાય છે એવું તમારે માનવું પડશે?
ઉત્તર-૯૨૨ – એવું નથી. કારણ, વર્ણિકામાત્ર હેતુથી કેટલુંક પણ શાસ્ત્ર સાંભળીને શિષ્યો તેના ગુણોને જાણે છે તે પછી શેષ સાંભળે છે. અથવા પ્રથમ વાક્યથી કે સમુદાયાર્થથી ગુરુઆદિ પાસેથી સાંભળીને પછી વિશેષ જાણવાની ઈચ્છાથી અશ્રુત શાસ્ત્રમાં પણ તેના ગુણોને જાણીને તેને સાંભળે છે, એટલે દોષ નથી. શિષ્યોનું આત્મપ્રત્યયત્વ :
પોતાના ઘટાદિ વિજ્ઞાનની જેમ સંવિજ્ઞાનરૂપે સામાયિક અધ્યયન જાણીએ છીએ. એવો આત્મ પ્રત્યય તે શિષ્યોને થાય છે. તે સંશય-વિપર્યય-અનધ્યવસાયના અભાવે આ અધ્યયનો પ્રત્યય એમને સિદ્ધ છે. કર્મના ક્ષયોપશમથી કે ક્યાંકથી આવો સ્વપ્રત્યય તેમને થાય છે.
(૯) લક્ષણ દ્વારઃ- (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) સાદેશ (૫) સામાન્ય (૬) આકાર (૭) ગત્યાગતિ (૮) નાના– (૯) નિમિત્ત (૧૦) ઉત્પાદ (૧૧) વીર્ય અને (૧૨) ભાવ. એમ સંક્ષેપથી ૧૨ પ્રકારે લક્ષણ કહ્યું છે. અથવા ભાવ લક્ષણ પણ શ્રદ્ધાન, જાણના, વિરતિ અને મિશ્ર એમ ચાર પ્રકારે છે. તેથી તે ચાર લક્ષણયુક્ત સમ્યકત્વ, શ્રુત, સર્વવિરતિ અને દેશવિરતિ આ ચાર પદાર્થોથી સાંભળે છે.
(૧) નામ લક્ષણ - લકાર આદિ ત્રણ વર્ણની આવલિમાત્ર અથવા જે કોઈ જીવાદિનું લક્ષણ એવું નામ કરાય તે નામ લક્ષણ. અથવા નામ અને નામવાનુના અભેદપણાથી નામ અને તેનું લક્ષણ છે. અથવા સ્તંભ-કુંભાદિ પદાર્થની સ્વનામથી વિવક્ષા કરાય તે નામ લક્ષણ.
(૨) સ્થાપના - લક્ષણરૂપ ત્રણવર્ગનો આકાર વિશેષ અથવા સ્વસ્તિક શંખ આદિ લક્ષણોનો મંગલપટ્ટ આદિમાં રચના કરવી તે સ્થાપના લક્ષણ | (૩) દ્રવ્યલક્ષણ - જેનાથી ધર્માસ્તિકાયાદિ જણાય તે લક્ષણ તે ગતિ ઉપકારકાદિ ધર્માસ્તિકાયાદિ સંબંધિ ઘણા ભેદવાળું જાણવું.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧ ૨૨.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૪) સાદૃશ્ય - બે વગેરે વસ્તુઓનું તુલ્ય આકાર દર્શન-સાદશ્ય. એ પણ સામાન્યથી દ્રવ્યલક્ષણ જ છે. વિશેષથી સાદશ્યલક્ષણ કહેવાય છે. ઉદાહરણ – જેમ કોઈ દેખાતા ઘટના સમાન આકારવાળા બીજા પણ બધા ઘટ, એ રીતે સર્વ મૂર્તવસ્તુઓમાં જેનું જેનાથી સાદશ્ય ઘટે તે બધું સાદશ્યલક્ષણ.
(૫) સામાન્ય લક્ષણ - ૨ પ્રકારે (૧) અર્પિત (વિશિષ્ટ) (૨) અનર્પિત, (અવિશિષ્ટ)
અનર્મિત-અવિશિષ્ટ-સામાન્ય જેમ સિદ્ધ બધા અન્ય સર્વસિદ્ધના સત્ત્વ-દ્રવ્યત્વ-પ્રમેયત્વઅમૂર્તત્વ-ક્ષીણકર્મ7-અનાબાધત્વ-સિદ્ધત્વાદિ સમાનધર્મોથી તુલ્ય હોય છે.
અર્પિત-વિશેષિત એક-બે-ત્રણ વગેરે સમયે સિદ્ધ તરીકે અર્પિત સિદ્ધ તે જ એક-બે-ત્રણ વગેરે સમાન સમય સિદ્ધ એવા સિદ્ધના તુલ્ય શેષ અસમાન સમયસિદ્ધના અતુલ્ય અસમાન.
પ્રશ્ન-૯૨૩ – એક જ સિદ્ધ સિદ્ધાંતોથી તુલ્ય-અતુલ્ય કઈ રીતે થાય?
ઉત્તર-૯૨૩ – સામાન્યરૂપ-વિશેષરૂપ ધર્મના લીધે. એ જે ધર્મોથી તુલ્ય છે એ જ ધર્મોથી અતુલ્ય નથી કે જેથી વિરોધ થાય. પરંતુ સમાન ધર્મોથી તુલ્ય અને વિશેષધર્મોથી અતુલ્ય છે. એક સિદ્ધનું જે બીજા સિદ્ધ સાથે સમાનત્વ છે તે સામાન્ય લક્ષણ.
(૬) આકાર લક્ષણ :- આક્રિયત-જણાય છે ઇચ્છિત વસ્તુ જેનાથી તે આકાર. બાહ્ય ચેષ્ટારૂપ. જેમકે રાજાદિની આહારાદિ ઇચ્છા હાથ-મુખ-નેત્રાદિ સંજ્ઞાથી દેખાય છે. કહ્યું છે. आकारैरिङ्गितैर्गत्या चेष्टया भाषितेन च । नेत्र-वक्त्रविकारैश्चलक्ष्यतेऽन्तर्गतं मनः ॥
(૭) ગતિ-આગતિ લક્ષણ - પરસ્પર બે બે પદની વિશેષણ-વિશેષ્ય તરીકે અનુકૂળતાએ ગતિ, જેમ નીવો ! મસ્ત ! ટેવ એમ જીવને અનુલક્ષીને દેવત્વ પૂછાય છે. અહીં જીવપદથી દેવપદમાં અનુકૂળતાથી યથાસ્થિતિથી ગતિ છે, તેમ પ્રતિકૂળતાથી આગમન આગતિ તેવો નવ: ? અહીં દેવને અનુલક્ષીને જીવત્વ પૂછાય છે. એમ અહીં પ્રત્યાવૃત્તિથી (Reverse) દેવપદમાંથી જીવપદમાં આગતિ છે. ગતિ-આગતિ દ્વારા અથવા તરૂપ જે લક્ષણ તે ગત્યાગતિ લક્ષણ કહેવાય છે તે ૪ પ્રકારે છે (૧) પૂર્વપદવ્યાહત (૨) ઉત્તરપદવ્યાહત (૩). ઉભયપદવ્યાહત (૪) ઉભયપદ અવ્યાહત.
(૧) પૂર્વપદવ્યાહત - ત્યાં નીવે મને ! સેવે, તે નીવે !ાજયમાં ! નીવે સિય રે, સિય નો , રેલ્વે પુઈ નિયમ નીવે' એમ ભગવાનના વચનથી જીવ દેવ એમ વિશેષણ વિશેષ્યભૂત બે પદમાં જીવ પદ દેવત્વમાં વ્યભિચરિત પણ થાય છે, કેમકે જીવ દેવ અને અદેવ-નારકાદિ દેખાય છે. અને દેવ શું જીવ છે ? એ પ્રત્યાવૃત્તિમાં દેવ જીવત્વમાં
Page #142
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
વ્યભિચરિત થતો નથી. તે નિયમા જીવ છે. તેથી પૂર્વપદવ્યાહત આ ભંગ વિકલ્પ નિયમ છે. વિકલ્પ-વ્યાહતિ-ભજના-વ્યભિચાર, નિયમ-નિશ્ચય-અવ્યભિચાર તેથી પૂર્વપદ વિકલ્પ ઉપલક્ષિત જ્યાં ઉત્તરપદ નિયમ છે એ વિકલ્પ નિયમ પ્રથમ ભાંગો છે.
૧૨૩
(૨) ઉત્તરપદવ્યાહત :- ‘નીવર્ મંતે ! નીવે ? નીચે નીવડ્ ? । ગોયમા નીવડ્ તાવ નિયમા નીવે, નીચે પુળ સિય નીવડ્, સિય નો નીવડ્' માવતીસૂત્ર- જીવઈ એટલે દશવિધપ્રાણલક્ષણ જીવન-જીવિતવ્ય ત્યાં જીવન નિયમા જીવ, અજીવમાં તે સર્વથા અસંભવ છે. જીવ જીવે ને ન પણ જીવે. સિદ્ધ જીવમાં જીવન અસંભવ છે. આ ઉત્તરપદવ્યાહત છે એમાં વ્યાભિચાર આવવાથી. પૂર્વપદ અવ્યાહત જીવન જીવ વિના ન હોય એમાં પૂર્વપદ અવ્યભિચાર હોવાથી નિયમ અને ઉત્તરપદમાં વિકલ્પ-ભજના એટલે એ નિયમ વિકલ્પનામનો ઉત્તરપદવ્યાહત બીજો ભાંગો કહેવાય છે.
(૩) ઉભયપદવ્યાહત :- તેવો મળ્યો મળ્યો તેવો- એના દ્વારા પણ તૃતીય ભંગ જણાવનારું પ્રજ્ઞપ્તિ સૂત્ર સૂચિત છે. વેવેળ અંતે મસિદ્ધિ, મસિદ્ધિત્ વેવે ? ગોયમા ! देवे सिय भवसिद्धिए सिय अभव्वसिद्धिए, भवसिद्धिए वि सिय देवे, सिय नो देवेत्ति પૂર્વપદનો દેવ શબ્દ ભવ્યત્વને વ્યાભિચરિત છે. કા૨ણ અભવ્યનો પણ તે સંભવે ઉત્ત૨૫દનો ભવ્યશબ્દ દેવત્વને વ્યભિચરિત છે. અદેવ એવા નકાદિમાં પણ તે સંભવે છે. આ રીતે ઉત્તરપદવ્યાહત આ રીતે બંને પદમાં વિકલ્પ-વ્યભિચાર છે. એટલે વિકલ્પ વિકલ્પ નામનો ત્રીજો ભાંગો છે.
(૪) ઉભયપદાવ્યાહત ઃ- નીવે ભંતે ! નીવે ? નીચે નીચે ? ગોયમા ! નીચે તાવ નિયમા નીવે, નીવે વિ નિયમા નીવે ત્તિ અહીં એક જીવ શબ્દનો ઉપયોગ કહેવો. તે ઉપયોગ નિયમા જીવસ્વરૂપ છે. જીવ પણ નિયમા ઉપયોગમય છે. એટલે ઉભયપદાવ્યાહત અહીં બંને પદમાં નિયમ છે એટલે એ નિયમનિયમ નામનો ચોથો ભાંગો થયો.
લોકમાં પ્રસિદ્ધ ગત્યાગતિ ચાર પ્રકારે છે.
(૧) પૂર્વપદવ્યાહત :- રૂપી ઘટ અહીં રૂપ ઘટાદિ-પટાદ ગમે તેમાં હોવાથી પૂર્વપદવ્યાહત છે પણ ઘટ નિયમા રૂપી હોય, એટલે વિકલ્પ નિયમ.
(૨) ઉત્તરપદવ્યાહત :- ચૂત દ્રુમ અહીં આંબો વૃક્ષ જ હોય એટલે નિયમ અને વૃક્ષ તો આંબો કે અન્ય પણ હોય એટલે વિકલ્પ અર્થાત્ નિયમ વિકલ્પ.
-
(૩) ઉભયપદ :- નીલોત્પલ નીલ-કમળ-મરક્તાદિ પણ હોય-વિકલ્પ અને ઉત્પલ નીલ શુક્લ પણ હોય વિકલ્પ એટલે વિક્લપવિકલ્પ ભાંગો થાય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૪) ઉભયપદઅવ્યાહત :- જીવ સચેતન જીવ નિયમા સચેતન અને સચેતન નિયમો જીવ હોય એટલે નિયમ નિયમ નામનો ચોથો ભાંગો થયો.
(૮) નાના– લક્ષણ - નાનાત્વ-વસ્તુઓની પરસ્પર ભિન્નતા-વિશેષ, તે વિશેષ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવોથી અસમાન સંખ્યાઓનો જાણવો, અને દ્રવ્યાદિથી સમાન સંખ્યાઓનો અવિશેષ છે. ઉદાહરણ :- જેમ દ્રવ્ય સંખ્યાથી અસમાન પરમાણુ અને લયણુંકોનો, કયણુક ત્રણકોનો, ચણક-ચતુરણકોનો ચતુરણુક પંચાણકોનો આ રીતે દ્રવ્ય સંખ્યાથી અસમાનોનો પરસ્પર તફાવત જાણવો. તે જ રીતે ક્ષેત્ર-કાલ-ભાવ સંખ્યાથી અસમાનો તેમના પ્રભેદોનું પણ પરસ્પર નાનાત્વ જાણવું. જેમકે એક પ્રદેશાવગાઢ-દ્ધિઆદિ પ્રવેશવગાઢ, એક સમય સ્થિતિક-યાદિસમય સ્થિતિક, એક ગુણ કાલાદિ-દ્વિગુણ કાલાદિનો પરસ્પર તફાવત જાણવો. વળી ઉપલક્ષણથી વિશેષ જાણવું કે દ્રવ્યથી સમાન સંખ્યાવાળા પરમાણુ આદિનો પણ ક્ષેત્ર-કાળ અને ભાવની સાથે તફાવત છે. એ જ રીતે સમાન સંખ્યાવાળા એકાદિ પ્રદેશાવગાહીનો અન્ય ક્ષેત્રાવગાહી પ્રદેશોની સાથે દ્રવ્ય-કાળ-ભાવથી તફાવત છે. સમાન સંખ્યાક છતાં એકસમયાદિ સ્થિતિવાળાનો અન્ય સમય સ્થિતિવાળાની સાથે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ વડે તફાવત છે. સમાન સ્થિતિવાળા કૃષ્ણાદિ એક ગુણવાળાનો વર્ણગંધાદિ ગુણોની સાથે દ્રવ્ય-ક્ષેત્ર અને કાળ વડે તફાવત છે.
(૯) નિમિત્તલક્ષણ - જેનાથી શુભા-શુભ જણાય તે નિમિત્ત તે આઠ પ્રકારે –મોसुमिणं-तलिक्खं दिव्वं-अंगसरलक्खणं तह य । वंजणमट्टविहं खलु निमित्तमेवं મુળયઘં .
ભૂમિ સંબંધી, સ્વપ્ન, અંતરિક્ષ, દેવ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન સંબંધી આ આઠે પ્રકારનું અતીત-વર્તમાન અને અનાગત એમ ત્રણે કાળ સંબંધી નિમિત્ત છે.
(૧૦) ઉત્પાદ-વિગમ લક્ષણ - ઉત્પન્ન થતી વસ્તુઓનો ઉત્પાદ એ તે પદાર્થનું લક્ષણ છે. એ રીતે વિગમ એટલે નાશ તે પણ નાશ પામતી વસ્તુઓનું લક્ષણ છે.
પ્રશ્ન-૯૨૪ – ઉત્પાદ તો વસ્તુનું લક્ષણ જણાય છે પરંતુ, વિગત-વિનાશ કઈ રીતે વસ્તુલક્ષણ થાય ?
ઉત્તર-૯૨૪ - જેમ ઉત્પાદથી વસ્તુ જણાય છે તેમ વિનાશથી પણ જણાય જ છે. જેમ ઉત્પાદ વિના વસ્તુનો સંભવ નથી તેમ વિનાશ વિના પણ વસ્તુનો સંભવ નથી. માટીનું પૂર્વ રૂપ વિનષ્ટ થયા વિના ઘટનો સંભવ નથી, એટલે વિગમ પણ તેના સંભવનો હેતુ હોવાથી વસ્તુનું લક્ષણ છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૨૫
જેમ સ્વપ્રસૂતિ-વક્રતાનાશ દ્વારા આંગળીની ઋજુતા જણાય છે, અર્થાત્ આંગળી દ્રવ્યનો ઋજુતા પર્યાય નિયમા સ્વત્તા ઉત્પાદ અને વક્રતાના નાશથી જ જણાય છે. અન્યથા થતો નથી. અનુત્પન્ન ખરશિંગની જેમ લક્ષણના અયોગથી અને સ્વવિપક્ષ પર્યાય વિનાશ થયા વિના ઉત્પાદના અયોગથી ન જણાય. તેથી જેમ ઉત્પાદ છે તેમ વિનાશ પણ વસ્તુલક્ષણ છે.
પ્રશ્ન-૯૨૫ – ઉત્પન્નવસ્તુ અનન્યત્વથી વિદ્યમાન હોવાથી ઉત્પાદની લક્ષણતા યોગ્ય છે, વિનાશ તો અવિદ્યમાન છે એટલે તેને લક્ષણ માનવું કઈ રીતે ઘટે ? કોઈ અસત્ ખરશિંગ કોઈનું પણ લક્ષણ બનવા યોગ્ય નથી, જો નાશ પણ વસ્તુનું લક્ષણ માનો તો તે અભાવરૂપ હોવાથી તેનાથી જણાતી વસ્તુ પણ ખપુષ્પની જેમ અભાવ જ થાય.
ઉત્તર-૯૨૫ नाशो भावः पूर्वोक्तन्यायेन वस्तुनः संभवहेतुत्वात् ध्रुवत्ववत् । तारी માન્યતા ખોટી છે કારણ કે વિનાશ પણ ધ્રુવત્વની જેમ વસ્તુની ઉત્પત્તિનો હેતુ હોવાથી ભાવરૂપ છે. અથવા વસ્તુપ્રમવાવિભાવાત્ (પ્રૌઢતાપર્યાય) સમુત્લાવવત્ । યો યો વસ્તુનઃ प्रकृष्टभवनस्यादौ भवति स स भाव: यथोत्पादः, भवति च वस्तुप्रभवस्यादौ पुर्वोक्तयुक्तितो नाशः તસ્મા દ્રાવ: । વસ્તુના પ્રકૃષ્ટપણામાં એટલે કે વસ્તુના પ્રૌઢતાપર્યાયની આદિમાં પ્રથમ વિનાશ વિદ્યમાન હોય છે, તેથી ઉત્પાદની જેમ તે પણ ઉત્પત્તિમાં હેતુ હોવાથી ભાવરૂપ છે. “જે કાંઈ વસ્તુની પ્રકૃષ્ટતા થવાની આદિમાં હોય છે, તે ઉત્પાદની જેમ ભાવરૂપ છે” તેવી જ રીતે વિનાશ પણ વસ્તુની ઉત્પત્તિની આદિમાં હોય છે માટે ભાવરૂપ છે.
-
એટલે નાશથી જણાય જ છે એટલા અંશથી તે વસ્તુ અભાવ જ છે કોઈ વિવાદ નથી. જૈનોએ વસ્તુને કાંઈક અભાવરૂપ પણ માની છે. અન્ય રૂપે ઉત્પાદ-પ્રોવ્યરૂપે તે વસ્તુ ભાવ જ છે.
પ્રશ્ન-૯૨૬ – આ રીતે ભાવા-ભાવ ઉભયસ્વભાવવાળી વસ્તુ પ્રાપ્ત થાય, એ બરાબર નથી, ભાવા-ભાવના પરસ્પર પરિહારથી છાયા-તડકાની જેમ એક સ્થાને સ્થિતિ ઘટતી નથી. ઉત્તર-૯૨૬ આ રીતે ભાવાભાવ રૂપ જ તે વસ્તુ હોય છે એકાન્તે ભાવ કે અભાવસ્વરૂપ હોતી નથી. જો સર્વથા અભાવરૂપ માનો તો ખપુષ્પવત્ તે વસ્તુ થાય, અથવા સર્વથા ભાવરૂપ માનો તો સર્વ સંકર-એકત્વ-નિત્યત્વાદિ દોષો ઉભા થાય છે. જેમકે-સર્વથા ઘટનો ભાવ એમ કહેતાં જેમ ઘટ રૂપે તેમ પટ-સ્તમ્ભ-ભૂ-ભૂધરાદિ પ્રેલોક્યરૂપે પણ વસ્તુને કોઈપણ રીતે અભાવરૂપ ન માનવાથી તેનો ભાવ થાય. એમ સ્તાદિના સંપૂર્ણ ભાવથી સર્વસંકર-પરસ્પર અનુપ્રવેશ થાય. કોઈ એક ઘટાદિ વસ્તુમાં સર્વત્રિભુવનના પ્રવેશથી સર્વેકતા થઈ જાય, તેથી એક જ આકાશ આદિ વસ્તુ સર્વદા રહેવાથી શેષ ઘટાદિવસ્તુજાતની
-
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તેની સાથે એકત્વની આપત્તિથી સર્વદા અવસ્થાન થવાથી સર્વનિત્યત્વનો પ્રસંગ આવી જાય. આદિ શબ્દથી એક ઘટાદિ વસ્તુ નાશ થતાં બધી વસ્તુ એકત્વથી નાશ થવાથી સર્વશૂન્યતાની આપત્તિ આવે. અને સર્વવસ્તુ સર્વત્ર વિદ્યમાન હોવાથી સર્વાર્થોમાં આ વિશ્વ નિરાકાંક્ષ જ થાય. તેથી કેવલ ભાવ કે અભાવ રૂપ માનવામાં દોષ દેખાવાથી વસ્તુ ભાવાભાવ ઉભયરૂપ છે. એ રીતે ભાવ-અભાવ ભિન્નનિમિત્ત હોવાથી કોઈ વિરોધ નથી. જો જે રૂપે ભાવ છે તેનાથી જ અભાવ થાય તો વિરોધ થાય, એવું નથી કારણ કે સ્વરૂપથી ઘટાદિનો ભાવ અને પરરૂપથી અભાવ છે.
પ્રશ્ન-૯૨૭ – જો એમ હોય તો ઉત્પન્ન પણ અનુપન્ન છે અભાવ રૂપ હોવાથી અનુત્પન્ન અભાવરૂપ છે એટલે આ ઉત્પન્ન થયું કે નષ્ટ થયું એ લોકવ્યવહાર પણ ક્યાંથી રહેશે?
ઉત્તર-૯૨૭– લોકમાં જે ઉત્પન્ન-નષ્ટ વ્યપદેશાય છે તે બધું બે પ્રકારે અર્પિત-અનર્પિત છે. ત્યાં સ્વધર્મોથી અવિશેષવાળા પર્યાયોથી વિશિષ્ટ સામાન્યરૂપ વસ્તુ અનર્પિત અને તેજ પર્યાયવિશેષોથી વિશિષ્ટ અર્પિત કહેવાય છે એમ થતાં જ્યારે સામાન્યરૂપની અપેક્ષાવિના ઉત્પાદ-વિગમાદિ કોઈપણ પર્યાયથી વિશેષિત વસ્તુ કહેવા માંગે ત્યારે ઉત્પન્ન-વિગત આદિ રૂઢિથી સર્વે લોકવ્યવહાર પ્રવર્તે છે.
(૧૧) વીર્યલક્ષણ - વીર્ય એટલે જીવનું બળ પણ જે સચિત્ત-અચિત્ત દ્રવ્યનું વિચિત્રરૂપ સામર્થ્ય તે વીર્ય કહેવાય છે. જેમ લોકમાં પણ હરડે-ગડૂચી આદિ ઔષધીઓનું વીર્ય પ્રસિદ્ધ છે. વીર્યથી આ બળવાન અથવા સામર્થ્યવાનું છે એવું જણાય છે, માટે વીર્ય જીવ-અજીવનું લક્ષણ છે.
(૧૨) ભાવલક્ષણ :- ઔદાયિકાદિ ભાવોનાં કર્મ પુદ્ગલ ઉદયાદિરૂપ લક્ષણ તે ભાવ લક્ષણ અથવા તે ભાવો જ ભાવ લક્ષણ છે. તેમાં ઉદય એટલે પુગલોનો વિપાક જાણવો. ઔદયિકાદિ ભાવોની વ્યાખ્યા આગળ કરેલી જ છે અહીં પ્રકૃતમાં ભાવલક્ષણથી અધિકાર છે તે બતાવે છે.
ચાર સામાયિકનો ભાવોમાં અવતાર
સામાયિક ૪ પ્રકારે - (૧) સમ્યક્ત સામાયિક (૨) શ્રત સામાયિક (૩) દેશવિરતિ સામાયિક (૪) સર્વવિરતિ સામાયિક.
સમ્યક્ત અને ચારિત્ર સામાયિક એ બંને મિશ્ર-ક્ષાયોપથમિક ભાવ, ઔપથમિકભાવ, ક્ષાયિકભાવ આ ત્રણે ભાવોમાં વર્તે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
શ્રુત-દેશવિરતિ સામાયિક-ક્ષાયોપશમિકભાવમાં જ વર્તે છે.
આ ચારેય સામાયિકો યથોક્ત ભાવરૂપ હોવાથી અને જીવના સામાયિકવત્વ લક્ષણથી ભાવલક્ષણરૂપ છે. અથવા આ ઔયિકાદિભાવો જીવ-અજીવ લક્ષણત્વથી ભાવલક્ષણ કહ્યા છે.
જીવાદિપદાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વસામાયિકનું લક્ષણ છે.
જીવાદિવસ્તુની જાણણા-શ્રુત સામાયિકનું લક્ષણ છે. સર્વ સાવઘયોગથી નિવૃત્તિ-ચારિત્ર સામાયિકનું લક્ષણ છે. વિરતા વિરત એ મિશ્ર દેશવિરતિ સામાયિકનું લક્ષણ છે.
૧૨૭
લક્ષણદ્વાર પુરુ થયું હવે, નય દ્વાર જણાવે છે.
(૧૦) નયદ્વાર :- અનંત ધર્માત્મક વસ્તુને નિત્ય અથવા અનિત્ય આદિ કોઈપણ એક અંશ વડે પ્રરૂપવી તે નય કહેવાય છે.
પ્રશ્ન-૯૨૮ – એક વસ્તુ એક સાથે અનંત ધર્માત્મક કઈ રીતે હોઈ શકે ?
ઉત્તર-૯૨૮ – દરેક વસ્તુ પર્યાય સહિત છે. પર્યાય બે પ્રકારના છે. યુગપદ્ ભાવી અને ક્રમભાવી. તેમાં જે રસ-રૂપ વગેરે પર્યાયો છે તે યુગપદ્ ભાવી છે. અને નવા-જૂનાદિ પર્યાયો ક્રમભાવી છે. એ પાછા શબ્દપર્યાય અને અર્થપર્યાય એમ બે પ્રકારે છે, તેમાં ‘ઇન્દ્ર હરિ’ વગેરે એક અર્થવાળા શબ્દો શબ્દપર્યાય છે. તથા જે પર્યાયો શ્રુતજ્ઞાનના વિષય વિનાના હોવાથી અનભિલપ્ય છે અને માત્ર કેવલજ્ઞાનના જ વિષયભૂત છે તે અર્થપર્યાયો છે. તે પણ બે પ્રકારના છે. સ્વપર્યાય-૫૨પર્યાય. તેમાં કેટલાંક સ્વાભાવિક છે તો કેટલાક અપેક્ષિત છે. તે પણ ત્રણ કાળના ભેદથી ત્રણ પ્રકારના છે. આમ, શાસ્ત્રાનુસારે સ્વમતિથી વસ્તુ એક સાથે અનંતધર્મવાળી જાણવી એ નયો ૭ છે. - નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢએવંભૂત.
(૧) નૈગમ નય :- સત્તારૂપ સામાન્ય-વૃક્ષત્વ-ગોત્વ-ગજત્વાદિ, અપાન્તરાલ સામાન્યસામાન્ય વિશેષ ઉભયરૂપ તથા નિત્યદ્રવ્યમાં રહેલ અન્ત્યરૂપી વ્યાવૃત્તિ આકાર બુદ્ધિના હેતુરૂપ વિશેષો - એ સામાન્યાદિને ગ્રહણ કરનારા અનેક જ્ઞાનો વડે જે વસ્તુને માને છે, તે નૈગમનય. અર્થાત્ વસ્તુ જાણવાનો જેનો એક પ્રકાર નથી પણ અનેક પ્રકાર છે તે નૈગમ કહેવાય. આ નય અનુક્રમે વિશુદ્ધ ભેદવાળો છે. જેમકે - પ્રથમ ભેદ નિર્વિકલ્પ મહાસત્તા.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તે માત્ર સામાન્યવાદી હોવાથી અશુદ્ધ છે. ગોત્વ-ગજત્વાદિ સામાન્ય વિશેષવાળો બીજો શુદ્ધાશુદ્ધ ભેદ છે અને વિશેષવાદી ત્રીજો ભેદ સર્વથા વિશુદ્ધ છે. તે નિલયન અને પ્રકાદિના ઉદાહરણથી સમજવો.
સીમા સુધી જેની જમીન હોય તે ગ્રામ અથવા પ્રજાસહિત-ઘર-બગીચા-દેવાલયાદિ રૂપ જે કિલ્લા સુધીનો ભાગ તે ગ્રામ. અથવા માત્ર પ્રજાનો સમૂહ તે ગ્રામ. અથવા કોઈ મુખ્ય પુરુષ હોય તે ગ્રામ. આ સર્વ પ્રકારોને નૈગમનય ગ્રામ માને છે.
નૈગમ નય સામાન્ય-વિશેષ બંનેને પરસ્પર ભિન્ન માને છે તેની પુષ્ટિમાં કહે છે – “સ” એટલે “વિદ્યમાન છે' એવી સામાન્ય બુદ્ધિ અને સામાન્ય વચનનો હેતુ હોવાથી સામાન્ય જે છે તે વિશેષથી ભિન્ન જ છે. તથા નિત્યદ્રવ્યમાં રહેલ અંત્યવિશેષ પણ સામાન્યથી ભિન્ન છે કેમકે “વિશેષ વિશેષ’ એવી બુદ્ધિ અને વચનનો વિશેષ એ જ હેતુ છે, આમ બંને ભિન્ન-ભિન્ન કાર્યવાળા હોવાથી અત્યંત જુદા છે.
અહીં બીજો એક વિશેષ પણ જાણવો. તે પરસ્પર ભિન્ન એવા સામાન્ય-વિશેષ માને છે એટલું જ નહિ પરંતુ સ્વાશ્રય ગાય-પરમાણુ આદિ-સામાન્યનો આશ્રય ગાય વિશેષનો આશ્રય, પરમાણુથી પણ સામાન્ય-વિશેષને ભિન્ન જ એ માને છે. (૧) સામાન્ય - દ્રવ્ય-TO
મૈસુ સા સા અર્થાત્ દ્રવ્ય-ગુણ-કર્મમાં સત્તા છે. સત્તાસમવાયથી જ પરસ્પર વિલક્ષણ એવા દ્રવ્ય-ગુણ-ક્રમમાં સત્ એવી બુદ્ધિ થાય છે. એટલે સત્ કહેતાં દ્રવ્યાદિથી ભિન્ન જ સામાન્ય માને છે. જેમકે-જો સત્તા સામાન્ય દ્રવ્યાદિથી અભિન્ન હોય તો દ્રવ્યાદિ જેમ તે પણ ભિન્ન હોઈ સર્વત્ર સતુ એવી અભિન્ન બુદ્ધિ ન થાય, જો ભિન્નથી અભિન્ન બુદ્ધિ થાય તો ઘટ-ખંભાદિથી પણ થવાથી આપત્તિ આવે. તેથી ભિન્નથી અભિન્નબુદ્ધિની અન્યથાનુપપત્તિ હોવાથી સતબુદ્ધિ કરાવનાર સામાન્ય એ દ્રવ્યાદિથી ભિન્ન જ છે. પ્રશ્ન-૯૨૯ - તો પછી ગોવાદિ સામાન્ય કઈ રીતે?
ઉત્તર-૯૨૯ - ગોત્વ-ગજત્વાદિ તો ગો-ગજાદિ આશ્રયવૃતિ સામાન્ય-વિશેષનામ સમજવા. કારણ કે નિજઆધાર એવા ગો-ગજાદિમાં અનુગત બુદ્ધિથી સામાન્યનામ અને પરત-તુરગ-મહિષાદિમાં નિવૃત્તિથી વિશેષનામ. તે ગોવાદિ પણ ભિન્નમાં અભિન્નબુદ્ધિ હેતુ હોવાથી સ્વાશ્રયથી ભિન્ન જ એના મતે માનવા.
(૨) વિશેષ:- તુલ્ય આકૃતિ-ગુણ-ક્રિયાવાળા એક દેશથી અતીત-આગત એવા પરમાણું દ્રવ્યમાં આ એનાથી અન્ય પરમાણું એવી યોગીઓની અન્યત્વબુદ્ધિનું જ કારણ-હેતુ થાય છે. તે અત્ય-વિશેષ એવો નૈગમમો અભિપ્રાય છે. કહેવાય છે. પરિમડુત સંસ્થાના: સર્વેપિ
Page #148
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૨૯
પરમાળવ: વૈશેષિકો એવું માને છે. તેથી તુલ્યાકૃતિ એવા પણ સર્વ પરમાણુંઓમાં ‘ભિન્ન છે અભિન્ન નથી' એવી જે પરસ્પર અન્યત્વગ્રાહી યોગીઓની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેના હેતુભૂત પરમાણુદ્રવ્યવર્તી અન્ય વિશેષ કહેવાય છે. કારણ કે, પ્રથમ અણુમાં જેવા વિશેષો છે તેવા જ બીજામાં નથી અને બીજામાં છે એવા પહેલામાં નથી. નહિતો એકત્વની આપત્તિ આવે.
બધા પાર્થિવ અણુઓ પરસ્પર તુલ્યગુણવાળા છે, તથા અગ્નિનું ઉર્ધ્વજ્વલન, વાયુનું તિર્યગ્ગમન એમ સર્વ અણુઓ તુલ્ય ક્રિયાવાળા તથા એક આકાશ પ્રદેશથી જ્યારે એક પરમાણુ સ્થિતિક્ષયથી અન્યત્ર જાય છે અને ત્યાંજ અન્ય પરમાણુ સ્થિતિ ઉદ્ભવથી તે જ આકાશ પ્રદેશમાં આવીને રહે છે. તે એકદેશમાંથી અતીતાગતપણું થાય છે. એથી વૈશેષિક પ્રક્રિયાથી તુલ્ય-આકૃતિ, ગુણ, ક્રિયા અને એક પ્રદેશ અતીતાગત પરમાણુ દ્રવ્યોમાં જે અન્યત્વ બુદ્ધિનું કારણ તે અન્ત્ય-વિશેષ છે અને તે જ આકૃતિ આદિથી સમાન પરમાણુઓમાં અસમાન બુદ્ધિનો હેતુ હોવાથી અણુઓથી ભિન્ન છે. એવો ગમનો મત છે.
પ્રશ્ન-૯૩૦ તે પછી જે સામાન્ય તે દ્રવ્ય અને વિશેષો તે પર્યાયો તેથી દ્રવ્યપર્યાયાસ્તિકનયમત અવલંબી હોવાથી આ નૈગમનય સમ્યગ્દષ્ટિ જ છે ને ? જૈન સાધુ જેમ. કેમકે તેઓ પણ દ્રવ્ય-પર્યાયોભયરૂપ વસ્તુથી અન્ય કાંઈ ઇચ્છતા નથી તો એ મિથ્યાત્વનો ભેદ કઈ રીતે ?
--
ઉત્તર-૯૩૦ કારણ કે નૈગમનય તો સામાન્ય-વિશેષને વસ્તુથી પરસ્પર અને સ્વઆધારથી ભિન્ન માને છે. એટલે એ કણાદવત્ મિથ્યાર્દષ્ટિ જ છે. જેમકે-બે દ્રવ્યપર્યાયાસ્તિકનયો દ્વારા સર્વે નિજ શાસ્ત્ર ઉલૂકે સમર્થિત કર્યું છે. છતાં મિથ્યાત્વ જ છે કારણ કે, સ્વસ્વવિષયપ્રાધાન્યથી સ્વીકારથી ઉલૂકના અભિપ્રેત દ્રવ્ય-પર્યાયાસ્તિકનયો પરસ્પર નિરપેક્ષ છે. અને જૈન માન્ય તે બંને સ્માત્ પદથી અંક્તિ હોવાથી. પરસ્પર સાપેક્ષ છે.
ભાગ-૨/૧૦
-
જો ગૌ-ગૌ વગેરે સામાન્યબુદ્ધિ-વચન હેતુ છે એમ માનીને તું સામાન્ય કહે છે તો પરમાણુગત અંત્યવિશેષ પણ વિશેષ વિશેષ એવી અપર સામાન્ય બુદ્ધિ-વચન હેતુ હોવાથી સામાન્ય થાય છે. વિશેષમાં સામાન્ય નથી. માત્ર દ્રવ્ય-ગુણ-કર્મમાં જ તેની વૃત્તિ માનેલી છે. અથવા સામાન્ય સામાન્ય એવી બુદ્ધિવચનની પ્રવૃત્તિથી ગોત્વ-ગજત્વાદિ સામાન્યોમાં પણ સામાન્ય થાય છે. “નિઃસામાન્યાનિ સામાન્યાનિ” એ નિયમથી સામાન્યોમાં સામાન્ય ન હોય. એ રીતે વિશેષ પણ સામાન્ય થાય છે. તો એ બંનેમાં ભેદ શું રહ્યો ? કાંઈ નહિ અને સામાન્ય પણ વિશેષ બની શકે છે-જેમકે જે વસ્તુથી બુદ્ધિ-વચન વિશિષ્ટ થાય તે વિશેષ કહેવાય. તેથી જોકે ૫૨ અને અપર સત્તા-ગોત્વાદિ સામાન્ય છે તે પણ વિશેષ થાય છે. કારણ
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૩૦
કે સત્તાદિ પણ વિશેષક છે. જેમકે સત્તાસામાન્ય છતાં ગોત્વાદિથી બુદ્ધિ-વચન વિશેષ થાય છે. અને તેઓ પણ સત્તાદિથી વિશેષ છે. પ્રયોગ- સામાન્યપિ વિશેષ વ્ બુદ્ધિવવનવિશેષાત્, અન્યવિશેષવત્, એમ વિશેષ પણ સામાન્ય અને સામાન્ય પણ વિશેષ થાય છે.
અને જો “ત્રિપવાર્થસરી સત્તા” એ નિયમથી સત્તાસમવાયથી સત્ત્વ તું માને તો પણ બરાબર નથી કારણ કે, જે સત્તાયોગથી તું વસ્તુ સન્ માને છે તે સ્વરૂપથી શું સત્ કે અસત્ હોય છે ? અસત્ નથી, અસત્ ખપુષ્પની સત્તા ઘટતી નથી જો સ્વરૂપથી જ વસ્તુ સત્ છે તો સત્તાનું શું કામ છે ? કેમકે સત્તા વિના પણ સ્વરૂપથી જ વસ્તુ સત્ છે અને જો તે સામાન્ય પ્રતિવસ્તુમાં છે તો એક નથી. કારણ પ્રતિવસ્તુમાં વૃત્તિ હોવાથી પ્રતિવસ્તુસ્વાત્મ જેવી છે, હવે ઘણા દ્રવ્યોમાં રહેલું પણ જો તે એક હોય તો પણ સામાન્ય સદેશ હોય, કારણ અદેશની પરમાણું જેમ ઘણામાં વૃત્તિ ન ઘટે. અને સદેશ હોય તો સામાન્ય નથી કારણ કે દેશના ભેદે દેશીના ભેદ હોય.
હવે જો પ્રતિવસ્તુમાં હોય અને એક માનો તો પણ તે નથી, ખવિષાણવત્ ઉપલબ્ધ ન હોવાથી, તેના સ્વાશ્રયભૂત ગવાદિનું ઉપલક્ષક તે ઘટતું નથી કારણ કે આકાશની જેમ સર્વગત છે. અને ગવાદિ વ્યક્તિઓથી ભિન્ન છે.
જ્યારે ગૌ-ગૌ વગેરે સામાન્યજ્ઞાન અને સામાન્ય વચન સામાન્ય હેતુથી પ્રર્વતે છે. તથા પરમાણુઓમાં આ અનાથી વિશિષ્ટ એવું વિશેષજ્ઞાન અને વચન જો વિશેષહેતુક હોય તો તેમાં ગોત્વ-અશ્વત્વ આદિ સામાન્યોમાં ‘સામાન્ય સામાન્ય એવું જ્ઞાન' અને વચન તથા વિશેષ પદાર્થોમાં ‘વિશેષ વિશેષ' એવું જ્ઞાન અને વચન પ્રવર્તે છે તે સામાન્ય વિશેષથી પ્રવર્તે છે એમ ન કહી શકાય, કેમકે સામાન્યમાં સામાન્ય નથી અને વિશેષોમાં વિશેષ નથી. જેથી તેઓમાં તે માટે તે હોય. તે ગોત્વાદિ સામાન્યોથી અપ૨સામાન્ય વિના પણ સામાન્યજ્ઞાનવચનો મનાય છે અને અન્ય વિશેષ નિરપેક્ષ વિશેષોથી વિશેષજ્ઞાન-વચન માનો તો તે સામાન્ય-વિશેષજ્ઞાન અને વચન પરહેતુક સામાન્ય-વિશેષ નિમિત્ત જ છે એકાંત સામાન્યવિશેષ નિમિત્તક ન ગણાય. સામાન્ય વિશેષ-વચનનો સામાન્યવિશેષ વિષયો સાથે વ્યભિચાર આવે છે માટે.
નૈગમ નયના મતે આટલા દોષો આવે છે તેનો સ્થિતપક્ષ સિદ્ધાંતવાદી જણાવે છે.
--
સ્થિતપક્ષ :- તેથી ગવાદિ વસ્તુઓનો જ ખુર-કકુદ-પૂંછડી-શિંગડા-સાસ્નાદિમત્ત્વ લક્ષણ જે સદશ પર્યાય તે જ સામાન્ય. એક-નિત્ય-નિરવયવ-અક્રિય-સર્વગતત્વાદિ ધર્મયુક્ત
Page #150
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૧
પરાપગત નહિ. જે તે ગવાદિનો શ્યામલ-ધવલત્વાદિ વિસદેશ-અન્યોન્ય વિલક્ષણ પર્યાય તે વિશેષ જે સામાન્યરૂપ અને વિશેષરૂપ પર્યાય છે તે ગાય આદિ પદાર્થથી અભિન્ન છે અને પરરૂપતાદિથી કાંઈક ભિન્ન પણ છે એટલે એકાંતે ભિન્ન-કે-અભિન્ન ન જાણવો.
(૨) સંગ્રહ નય :- સંગૃહીત સર્વવિશેષ સામાન્યનો જ સર્વ પ્રકારે સંગ્રહવચનના અભિધેય તરીકે માને છે. સામાન્યાભિમુખે ગ્રહણ કરેલ હોય તે સંગૃહીત કહેવાય. એક જાતિને પમાડેલું હોય તે પિંડિત કહેવાય. આવું સંગૃહીત પિંડિત અર્થવાળું વચન સંગ્રહનયનું છે. અથવા સર્વવ્યક્તિઓમાં અનુગત સામાન્યનું પ્રતિપાદન કરવું તે સંગૃહીત અને પરપણાનો નિરાશ કરનાર વિશેષનું પ્રતિપાદન તે પિંડિત કહેવાય. અથવા સત્તારૂપ મહાસામાન્ય તે સંગૃહીત અને ગોત્વાદિ અવાંતર સામાન્ય તે પિંડિત કહેવાય.
પ્રશ્ન-૯૩૧ • સંગ્રહનય કેવા સામાન્યને માને છે ? વિશેષોને કેમ માનતો નથી ?
-
ઉત્તર-૯૩૧ – સામાન્ય એક છે એટલે સામાન્ય સર્વત્ર છે જ વિશેષોનો અભાવ છે નિત્યં सामान्यं अविनाशात्, निरवयवम्, अदेशत्वात् अक्रियम् देशान्तरगमनाभावात्, सर्वगतं अक्रियत्वात् । विशेषा न सन्ति, निःसामान्यत्वात् सामान्यव्यतिरेकाणां तेषामभावात् । इह यत्सामान्यातिरिक्तं તસ્રાપ્તિ યથા હનુમ્ । વળી તે અવિનાશી હોવાથી નિત્ય છે, દેશ રહિત હોવાથી અનવયવી છે, દેશાંતરમાં ગતિના અભાવે અક્રિય છે એટલે સર્વગત છે. તથા સામાન્ય રહિત વિશેષોનો અભાવ છે, કેમકે જે સામાન્યથી અતિરિક્ત છે તેનો ખપુષ્પની જેમ અભાવ છે. કારણ, સત્ કહેતાં સર્વત્ર ત્રિભુવનાન્તર્ગત વસ્તુમાં બુદ્ધિ દોડે છે. એવી કોઈ વસ્તુ નથી કે જેમાં સત્ કહેતાં જલ્દી બુદ્ધિમાં ન જણાય. તેથી સર્વ સત્તામાત્ર જ છે એ સિવાય કાંઈ નથી, કે જે વિશેષતરીકે વિચારાય, ઘટ, સત્તાથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો અભિન્ન માનો તો સત્તામાત્ર જ છે જો ભિન્ન માનો તો અભાવ જ છે, ભાવથી અન્ય-અભાવ હોવાથી ખવિષાણવન્ત્, એમ પટાદિમાં પણ થશે. એટલે સર્વ વસ્તુ સામાન્ય માત્ર જ છે. સામાન્યમાત્ર વિશેષે, પ્રમેયાત્, સામાન્યવત્ અથવા સન્મતેવ્યમિનારામાવાત્ । જો સામાન્યથી વિશેષ અનન્ય છે તો તે તત્ જ છે. અને અન્ય છે તો નથી, ખવિષાણવત્.
(૩) વ્યવહાર નય :- સત્ કહેતાં એ વિચારીને વિશેષોને જ માને છે, સામાન્ય નહિ યથા नास्ति सामान्यम्, उपलम्भव्यवहाराभावात् तथा निर्विशेषभावात् खपुष्पवत् । विशेषास्तु ि સ્વપ્રત્યક્ષાત્ ધટાવિવત્ । સામાન્ય માત્ર કહેવાનું છે, ક્યાંય અલગ જણાતું નથી કેમકે તેની ઉપલબ્ધિ વ્યવહાર નથી તથા વિશેષથી ભિન્ન માનેલ હોવાથી ખપુષ્પ જેમ તે નથી. અને વિશેષો તો ઘટ-પટની જેમ સ્વપ્રત્યય હોવાથી વિદ્યમાન છે. કારણ કે, પાણી લાવવું, ઘાને પાટો બાંધવો વગેરે લોકવ્યવહાર ઘટનિંબપત્રાદિ વિશેષોથી જ સાક્ષાત્ કરાતો દેખાય છે,
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સામાન્યથી નહિ. તેથી તેનાથી ભિન્ન સામાન્યનો અભાવ જ છે, ભાવ નથી. વિશેષથી તમે સામાન્યને ભિન્ન માનો છો કે અભિન્ન માનો છો ? જો વિશેષથી તે અભિન્ન છે તો વિશેષમાત્ર જ છે. ભિન્ન હોય તો નથી જ. વિપક્ષ-આંબાદિથી વિરહિત-આંબાવગેરે વિશેષોથી અન્ય કઈ વનસ્પતિ છે કે જે સામાન્ય કહેવાય છે? અને જો એનાથી વિશેષ કોઈ વનસ્પતિ હોય તો ઘટાદિની જેમ ચૂતાદિ અભાવરૂપ હોવાથી તે અવનસ્પતિ જ છે.
પ્રશ્ન-૯૩૨ – આગળ કહ્યું ને કે વિચારીને વિશેષોનાં નિશ્ચય કરે છે તો કઈ રીતે વિચારીને નિશ્ચય કરે છે?
ઉત્તર-૯૩૨ – વનસ્પતિ શું છે? એ વિચારમાં આમ્ર બકુલાદિ એ હોય, નહિ કે તેનાથી અન્ય વૃક્ષત્વ સામાન્ય, તેમ સર્વે દ્રવ્યભેદોમાં વ્યવહારનય નિશ્ચય કરે છે. ગો-અશ્વ-રથાદિ વિશેષો જ છે ગોવાદિ સામાન્ય કાંઈ અન્ય નથી. એમ સર્વત્ર કહેવું અથવા અધિક ચયનિશ્ચય. જેમ અધિક દાઘ-નિદાઘ. એ નિશ્ચય અહીં સામાન્ય છે. આ સામાન્યને વ્યવહાર નય અનુસરે છે તે વિનિશ્ચયાર્થે અનુસરે છે અથવા લોકવ્યવહાર વિનિશ્ચય તેના અર્થે અનુસરે છે. અથવા નિશ્ચયનય મતે વિચારતાં ભ્રમરનાં પાંચવર્ણ-બેગંધ-
ષસ-આઠ સ્પર્શત્વ છતાં કૃષ્ણવર્ણાદિ અર્થમાં જનપદનો નિશ્ચય થાય છે તે વિનિશ્ચયાર્થ. ઘણા વર્ણ-ગંધાદિ હોવા છતાં જે જ્યાં જનપદગ્રાહ્ય છે તેને જ વ્યવહાર નય અનુસરે છે. કેમકે આ નય સંવ્યવહારમાં તત્પર હોવાથી લોકવ્યવહારને ઈચ્છે છે, તેથી વિદ્યમાન એવા પણ બીજા વર્ણાદિકને છોડી દે છે.
(૪) ઋજુસૂત્ર નય :- વર્તમાનકાલીન વસ્તુ અને આત્મીય વસ્તુ ગ્રાહી-પ્રત્યુત્પન્નગ્રાહી છે. અતીત-અનાગત ઉભયરૂપ વસ્તુ અને પરકીય વસ્તુ નથી. યુક્તિથી વ્યવહારનયને સ્વપક્ષ પકડાવે છે- હે વ્યવહારનયવાદિ ! જો તને વ્યવહારના અનુપયોગ અને અનુપલંભથી સામાન્ય ઈષ્ટ નથી. તે જ રીતે વ્યવહારાનુયોગાનુપલલ્મથી ગત અને અનાગત વસ્તુ પણ તું સ્વીકાર નહી. કેમકે બંને સ્થાને યુક્તિ તો સમાન જ છે. પારકી વસ્તુ પણ સ્વપ્રયોજન સાધક ન હોવાથી પરધનની જેમ ન માન.
તે પોતાની વસ્તુ લિંગ-વચન ભિન્ન પણ સ્વીકારે છે. જેમકે એક વસ્તુ પણ ત્રિલિંગ તટતટી-તટસ્ એકવચન-બહુવચનવાચ્ય એક જ વસ્તુને પણ જેમ ગુરુગુરુઓ આપો લમ્ દારા કલત્રમ્ વગેરે તથા નામાદિ ચાર નિક્ષેપો પણ એ માને છે. આ રીતે લિંગ-વચન ઈત્યાદિથી બે માન્યતાના ઉપન્યાસથી કહેવાનારી શબ્દનયની સાથે એનો મતભેદ બતાવ્યો. કારણ કે શબ્દનય લિંગભેદ અને વચનભેદથી વસ્તુનો ભેદ જ માને છે અને એક જ ભાવનિક્ષેપને જ. માને છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૩ (૫) શબ્દ નય :- શ–શનમ્ સહિતનમ્ શપતિ-શતે વા રૂતિ રદ્દ ! તે ઋજુસૂત્રનય ને માન્ય એવા વર્તમાન વસ્તુને વિશેષ રીતે ઇચ્છે છે કારણ કે એ પૃથુબુબ્બોદરાદિ આકારયુક્ત માટીના પાણી લાવવાદિ ક્રિયાસમર્થ પ્રસિદ્ધ ઘટરૂપવાળા ભાવઘટને જ ઇચ્છે છે. આ નય શબ્દપ્રધાન છે ઘટશબ્દનો અર્થ ચેષ્ટા વટ વેષ્ટાયામ, ધટત રૂતિ પટ: એ વ્યુત્પત્તિથી તેથી જ પાણી લાવવાદિ ક્રિયાર્થને પ્રસિદ્ધ ઘટ જણાવે છે તે ભાવરૂપ ઘટને માને છે. નામાદિ ઘટને નહિ એટલે નામાદિ ચારે ઘટોને માનતા ઋજુસૂત્રથી વિશેષિતતર વસ્તુને એ માને છે.
नाम-स्थापना द्रव्यरुपाः कुम्भा न भवन्ति, जलाहरणादितत्कार्याकरणात् पटादिवत्, तथा પ્રત્યક્ષ વિરોધાતુ, પતિદર્શનાર્ ૨ા અઘટરૂપ તે પ્રત્યક્ષથી જ દેખાય છે એટલે પ્રત્યક્ષવિરોધ છે અને જ્યાહરણાદિ ઘટલિંગ તેમાં દેખાતું નથી. એટલે અનુમાનવિરોધ છે.
હે ઋજુસૂત્ર ! જો વિગત અને અનુત્પન્ન ઘટ પ્રયોજન ન હવોથી તને ઈષ્ટ નથી તો નામાદિ ઘટો કેમ ઈષ્ટ છે? પ્રયોજનાભાવ તો અહીં પણ સમાન જ છે. તેઓ દ્વારા પણ કાંઈ પણ કુંભ પ્રયોજન કરાતું નથી. આ રીતે શબ્દનય ઋજુસૂત્રથી વિશેષિતતર છે.
અથવા ઋજુસૂત્રને પ્રત્યુત્પન્ન, અવિશેષિત ઘટ જ સામાન્યથી ઇષ્ટ છે. અને શબ્દને તે જ સંદુભાવાદિથી વિશેષિતતર ઇષ્ટ છે આટલો બંનેમાં ભેદ છે. જેમકે- સ્વપર્યાય-પરપર્યાય અને ઉભયપર્યાયો દ્વારા, સદ્ભાવ-અસદ્ભાવ-ઉભયથી વિશેષિત કુંભ, કુંભ-અકુંભવક્તવ્ય-ઉભયરૂપાદિભેદવાળો સપ્તભંગી થાય છે. (૧) ઉર્ધ્વગ્રીવાકપાલ-કુક્ષિ-બુક્નાદિ સ્વપર્યાયો દ્વારા સદૂભાવથી વિશેષિત ઘટને ઘટ કહેવાય છે. આ વ્યાખ્યાથી ઘટ છે' એવો પ્રથમ ભાંગો થાય છે. (૨) પટાદિગત શરીરરક્ષણાદિ પરપર્યાયો તે ઘટમાં નથી તેથી તેના દ્વારા અસદ્ભાવથી અર્પિત અઘટ થાય છે. (૩) સર્વઘટ સ્વ-પર-ઉભય પર્યાયો દ્વારા, સદ્દભાવ-અસદ્દભાવથી અર્પિત યુગપત કહેવો ઈચ્છિએ તો અવક્તવ્ય થાય છે. સ્વ-પરપર્યાય સત્ત્વ-અસત્ત્વથી એક કોઈ અસાંકેતિક શબ્દથી તે બધા એક સાથે કહેવા અશક્ય છે. આ ત્રણ ભાંગા સકલાદેશ છે. હવે, બાકીના ચાર ભાંગા (૪) વિકલાદેશો છે – (૪) ત્યાં એકદેશમાં સ્વપર્યાય સત્ત્વથી અને અન્ય દેશમાં પરપર્યાય અસત્ત્વથી વિવક્ષિત ઘટ સદસત્ થાય છે ઘટઅઘટ થાય છે (૫) તથા એક દેશમાં સ્વપર્યાય-સદૂભાવથી અર્પિત અને અન્યત્ર સ્વપરોભયપર્યાય-સદસભાવથી એક સાથે અસાંકેતિક એક શબ્દથી કહેવો વિવક્ષિત ઘટસત્ અને અવક્તવ્ય થાય છે એટલે કે ઘટ-અવક્તવ્ય થાય છે, દેશમાં ઘટ અને દેશમાં અવક્તવ્ય. (૬) એક દેશમાં પરપર્યાય અસદ્ભાવથી અર્પિત અન્યત્ર સ્વ-પરપર્યાય-સદસભાવથી એક સાથે અસાંકેતિક એક શબ્દથી કહેવો વિવલિત કુંભ, અકુંભ-અવક્તવ્ય થાય છે. દેશમાં તે અકુંભ અને દેશમાં અવક્તવ્ય છે. (૭) એક દેશમાં સ્વપર્યાય સભાવથી એક સાથે એક
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૩૪
શબ્દથી કહેવો વિવક્ષિત કુંભ, ઘટ-અઘટ-અવક્તવ્ય થાય છે, દેશમાં-ઘટ, દેશમાં અઘટ અને દેશમાં અવક્તવ્ય, આ સાતમાંથી કોઈપણ એક ભાંગાથી શબ્દનય વિશેષિતતર પદાર્થને માને છે. સ્યાદ્વાદવાદિ તો સાતે ભાંગારૂપ વસ્તુને માને છે.
અથવા ઋજુસૂત્ર નય ભિન્ન-ભિન્ન લિંગ-વચનવાળી વસ્તુને પણ વિશેષતા રહિત માને છે. શબ્દનય તેમ નથી માનતો પરંતુ, લિંગ-વચનને આશ્રયીને શબ્દનય વિશેષિતતર વસ્તુ ઇચ્છે છે.
જે કારણથી સ્ત્રી-પુ-નપુ. લિંગવાચ્ય અર્થો તટાદીનો ભેદ જ છે. એકત્વ નથી, તટી શબ્દનો અન્ય તટ નો અન્ય અને તટમ્ નો શબ્દ ભેદથી અન્ય અર્થ જાણવો. તથા ગુરુર્ગુરવઃ એવા એક-બહુવચન વાચ્ય અર્થોનો પકુંભાદિ અર્થોની જેમ. ધ્વનિભેદથી જ ભેદ છે. તે કારણથી તે લિંગ કે વચન ભિન્ન હોય તો ભિન્ન અર્થ જ તેને ઇષ્ટ છે. જેવો ધ્વનિ તેવો જ અર્થ. અન્યલિંગવૃત્તિ શબ્દનો અન્યલિંગ વાચ્યઅર્થ એ ઇચ્છતો નથી. અને અન્યવચનવૃત્તિ શબ્દનો અન્યશબ્દવચન વાચ્ય અર્થ માનતો નથી. પરંતુ તે નામાદિનિક્ષેપમાં ભાવઘટાદિ વસ્તુ માને છે તે પણ ઉક્તરીતથી યુક્ત સદ્ભાવાદિ વડે વિશેષિત અને લિંગ તથા વચનથી અભિન્ન અર્થવાળી વસ્તુ માને છે, પણ એક જ અર્થને ત્રિલિંગવૃત્તિ શબ્દથી વાચ્ય માનતો નથી. તેમ એકવચન-બહુવચન વૃત્તિ શબ્દથી વાચ્ય પણ માનતો નથી. એ રીતે ઋજુસૂત્ર અને શબ્દનયનો ભેદ છે.
સમભિરૂઢ સાથે તેનો મતભેદ :- ઇન્દ્ર, શક્ર, પુરંદર વગેરે બહુપર્યાયવાળો પણ એક ઇન્દ્રાદિ શબ્દનયના મતે થાય છે, ઇન્દ્રાદિ શબ્દનો ઇન્દનાદિ જે અર્થ છે, તેના વશથી એક ઇન્દ્રિાદિ વસ્તુમાં જેટલા ઇન્દન-શકન-પુઈરણ વગેરે અર્થો ઘટે તેમ ઇન્દ્ર-શક્રાદિ બહુપર્યાયવાળી છતાં તે વસ્તુ એક છે એવું શબ્દનય માને છે. સમભિરૂઢ તો એવું માનતો નથી તે તો પર્યાયના ભેદે વસ્તુનો પણ ભેદ માને છે. આટલો ભેદ છે.
(૬) સમભિરૂઢ નય :- જે જે ધટાદિલક્ષણ સંજ્ઞા છે. તેને જ સંજ્ઞાન્તરાર્થવિમુખ-કુટકુંભાદિ શબ્દના વાચ્યાર્થથી નિરપેક્ષ સમભિરોહ-તે તે વાચ્યાર્થ વિષયતરીકે પ્રમાણ કરે છે. અર્થાત્ જે ઘટશબ્દવાચ્ય અર્થ છે તેને કુટ-કુંભાદિ પર્યાય શબ્દવાચ્ય ઇચ્છતો નથી.
દ્રવ્ય-કુટાદિ, પર્યાય-તદ્ગતવર્ણાદિ, તેનું લક્ષણ પ્રસ્તુતઘટાદિ વચનથી જે કુટાદિ વચનાંતર તેની અભિધેય જે વસ્તુ તેનાથી અન્ય વસ્તુભાવ-ઘટશબ્દાભિધેયમાં સંક્રામતી નથી. જો એમ થાય તો સંક૨ દોષ આવે. ભાવાર્થ-શબ્દાંતરવાચ્ય વસ્તુ શબ્દાન્તર વાચ્યાર્થરૂપતાને પ્રાપ્ત થતી નથી. એ રીતે ઘટાદિમાં પટાદિ અર્થ સંક્રમ થતાં આ ઘટ કે પટાદિ છે એવો સંશય
Page #154
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૫
થાય? કે વિપર્યય થાય? ઘટમાં પટાદિ કે પટાદિમાં ઘટના નિશ્ચયથી બંનેમાં એકત્વ પ્રાપ્ત થતાં સંકર દોષ થાય. ઘટ, કુટ, કુંભ વગેરે શબ્દોને પટ-સ્તસ્માદિશબ્દોની જેમ ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત હોવાથી ભિન્નાર્થ વિષયોને જ સમભિરૂઢનય માને છે. જેમકે- પટનાન વટ વિશિષ્ટચેષ્ટાવાનું, કુટ-કૌટિલ્વે કૌટિલ્ય યોગથી કુટ તથા ૩૫ મ પૂરને ક્રૂષ્ણનાત્ કુત્સિતપૂરણથી કુંભ. એમ ઘટ-કુટાદિ બધા અર્થો ભિન્ન-ભિન્ન અર્થવાળા છે. તેથી જ્યારે ઘટાદિ અર્થમાં કુટાદિ શબ્દ પ્રયોજાય છે ત્યારે કુટાદિ વસ્તુની તેમાં સંક્રાંતિ થાય છે એટલે સંશયાદિ દોષ.
પ્રયોગ :- પદ-સુદાનિશબ્દવાધ્યાર્થીનાં બે પુત્ર પર યુ; આમધામેલા, વટપદાવિદ્વાવ્યાનામિવ ા એ અભિપ્રાયથી ઘટાદિનું કુટ-કુંભાદિ પર્યાયવચન નથી જ. કારણ કે એક જ અર્થમાં અનેક શબ્દપ્રવૃત્તિ અસ્વીકાર છે.
શબ્દનયને શિખામણ
જો લિંગવચનભિન્નનો ઘટ-પટાદિ શબ્દવાચ્યાર્થીની જેમ ધ્વનિભેદથી ભેદ તારે માન્ય છે. તો ઘટ-કુટ-કલશાદિશબ્દાવાચ્યાર્થીનો ભેદ કેમ માન્ય નથી. ધ્વનિ ભેદ તો અહીં પણ સમાન છે એટલે તારે જબરજસ્તીથી આ મારો માર્ગ પકડવો જ રહ્યો.
વસતિ વિચારમાં નયભેદ
એ સાધુ આદિની વસતિ ક્યાં છે? એમ પૂછતાં લોક-ગ્રામ-વસતિ આદિમાં વસતિ છે એમ નૈગમનયવાદિઓ કહે છે. ઋજુસૂત્રનયવાદિ-જ્યાં અવગાઢ છે તે આકાશખંડમાં વસતિ વસે છે. ઋજુસૂત્ર એમ બોલતા અમભિરૂઢ કહે છે આત્મસ્વભાવ મૂકીને કઈ રીતે અન્ય વસ્તુ અને વિધર્મક આત્માથી વિલક્ષણ વસ્તુમાં રહે, તો વસતિ ક્યાં છે? સર્વ વસ્તુ સ્વભાવમાં વિદ્યમાન હોવાથી જીવમાં ચેતનાવતુ, આત્મસ્વભાવમાં વસે છે, ભિન્ન વસ્તુમાં અન્ય ન રહે, જેમકે છાયા-આતપ. આ ત્રણે શબ્દનયોનો અભિપ્રાય છે.
પ્રસ્થક વિચાર - આ બધા નય માનને જ પ્રમાણ માને છે. કેમકે તે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો પરિચ્છેદ કરાય તે પ્રમાણે તે જીવસ્વભાવ જ છે એટલે મૂર્ત-અચેતનપ્રસ્થકાદિ સ્વભાવ કઈ રીતે થાય? કે જેથી નૈગમાદિ કાષ્ટમય પ્રકાદિ પ્રમાણે બને છે? શબ્દનયોને કાઝઘટિત પ્રસ્થાદિક પ્રમાણ નથી પણ તે પ્રસ્થકનું જ્ઞાન-ઉપયોગ પરિચ્છેદ પ્રમાણ છે. વાસ્તવિક તેનાથી જ પ્રમાણ કરાય છે.
પ્રશ્ન-૯૩૩ – પ્રાયોરિ માનમ્ પ્રસ્થાના૨Uત્વિાન્ યથા નવરં પારો : પ્રસ્થકાદિ પણ પ્રસ્થકજ્ઞાનના કારણભૂત છે એટલે તો પણ પ્રમાણ જ છે ને ? જેમ નવ્વલ પાદરોગમાં કારણ છે એટલે ઉપચારથી નવલને પાદરોગ કહેવાય છે ને?
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૩૩- એમ કહેવું બરાબર નથી કારણ કે તે પ્રસ્થકાદિ હોય નહિ ત્યારે પણ કોઈ ધાન્યનો ઢગલો જોવા માત્રથી કલન શક્તિ સંપન્ન કે અતિશયજ્ઞાનીને પ્રસ્થક પરિચ્છેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને કોઈ નાળિયેરદ્વીપાદીથી આવેલાને પ્રસ્થકાદિ હોવા છતાં તેમાં પ્રસ્થક પરિચ્છેદ બુદ્ધિ થતી નથી, એટલે કાષ્ટમય પ્રસ્થકાદિ પ્રસ્થમજ્ઞાનોત્પત્તિમાં અનેકાંતિક જ છે એટલે તેના કારણ તરીકે તેમની પ્રસ્થકાદિ માનરૂપતા માનવામાં અતિવ્યાપ્તિ આવે છે. જો પ્રસ્થમજ્ઞાનકારણતા માત્રથી પણ તે કાષ્ટમય પ્રસ્થકાદિ પ્રમાણ માનો તો પ્રમેય પણ પ્રમાણ થાય કેમકે, તે પણ પ્રમાણજ્ઞાનમાં કારણ છે. એટલે દહીભક્ષણાદિ પણ પરંપરાથી તેના કારણ તરીકે પ્રમાણ છે, અપ્રમાણ કેમ થાય છે? જો તેનું કારણત્વ છતાં અન્ય સર્વ દરિભક્ષણાદિ પ્રમાણ નથી તો કાષ્ટમય પ્રકાદિ પણ પ્રમાણ નહી થાય તો પ્રમાણ શું બને ? એટલે પ્રમાણ-અપ્રમાણથી વ્યસ્થા ખરી પડે. તેથી પ્રસ્થમજ્ઞાન જ પ્રસ્થકપ્રમાણ રૂપે ત્રણે શબ્દનયોને માન્ય છે.
શબ્દનયમાં દેશ-દેશમાં કર્મધારય
ધર્માસ્તિકાયાદિ પાંચેથી દેશ-પ્રદેશ કલ્પનામાં એને ષષ્ઠીસમાસાદિ ઈષ્ટ નથી. પણ એ દેશી ચ દેશ એવો કર્મધારય જ માને છે. ધર્માસ્તિકાયાદિ દેશી જ છે તે જ દેશ છે. તેથી ઘટથી અરઘટ્ટીની જેમ અત્યંત ભિન્ન છે. તેવી રીતે દેશ, દેશીથી અત્યંત ભિન્ન સ્વતંત્ર વસ્તુ નથી.
પ્રશ્ન-૯૩૪ – એમ દેશ સ્વતંત્રવતું નથી પરંતુ તત્સંબંધિ હોવાથી અસ્વતંત્ર છતાં દેશ, દેશીથી ભિન્ન હોય છે એમ કહીશું તો?
ઉત્તર-૯૩૪- તે પણ ઉચિત નથી, કારણ કે દેશીલક્ષણવસ્તુથી એ દેશ ભિન્ન નથી, હવે જો ભિન્ન માનો તો અન્યનો અન્ય સાથે વિંધ્યાચલનો-હિમાચલ સાથે સર્વથા સંબંધ અયોગ હોવાથી તે દેશીનો એ દેશ નથી. જો તે દેશી સંબંધી દેશ માનો તો ઘટાદિના સ્વસ્વરૂપવતુ તે દેશ તે દેશીથી ભિન્ન નથી પરંતુ તસ્વરૂપ જ છે. એથી જ વિશેષત-વિશેષ્યભૂત સર્વ પદોની સમાનાધિકરણતા-કર્મધારય સમાસ ઉચિત છે. જેમકે નીલોત્પલાદિનો. ઉપલક્ષણથી ધવખદિર પલાશાદિનો કંઠ પણ થાય. નહિ કે રાજ્ઞપુરુષ રાજપુરુષ વગેરે ષટ્યાદિ સમાસ. કારણકે ભિન્ન વસ્તુઓનો પરસ્પર સંસર્ગ-સંબંધ ઘટતો નથી. જેમકે સંબદ્ધ એવી બે વસ્તુથી સંબંધ ભિન્ન કે અભિન્ન હોય ? જો ભિન્ન માનો તો સંબદ્ધ બે વસ્તુથી ભિન્ન સ્વતંત્ર તે ત્રીજી વસ્તુ જ થાય સંબંધ નહિ. તો તેના વશ ષષ્ઠિઆદિ વિભક્તિ કેમ થાય? જેમ વિન્ધહિમવતાદિથી ભિન્ન ઘટાદિ સંબંધ કહેવાતો નથી. તેના લીધે તેમની ષષ્ટિ આદિ વિભક્તિ પણ થતી નથી. હવે બે સંબદ્ધવસ્તુથી અભિન્ન સંબંધ હોય તો એ ષષ્ટિઆદિનો હેતુ નથી. બે સંબદ્ધ વસ્તુથી અભિન્ન હોવાથી તસ્વરૂપ જ છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૭ આ નયનો અન્ય અભિપ્રાય - ૫૮ રોતિ ઘટકાર એ પ્રરૂપણામાં જે કારણથી ઘટકર્તાની અતિરિક્ત ઘટકરવાની ક્રિયા કર્તા ઘટકારમાં જ સમવાય છે. તેથી તે કર્તાથી વ્યતિરિક્ત કુંભમાં તેનો સમવાય માન્યો નથી. કારણ કે જો કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ ઘટરૂપ કર્મમાં પણ માનવામાં આવે, તો વસ્તુઓના પર્યાયોનો પરસ્પર સંકર કે એકત્વ થઈ જાય. તેથી જે કુંભારાદિ જે ક્રિયાવિશેષથી જે કુંભાદિ કરે છે તે ક્રિયાવિશેષથી તે બધું કર્તા-કર્માદિ અભિન્ન થાય. તેથી કોંગતક્રિયાનો કર્મમાં સંક્રમ નથી. પરંતુ કુર્વનું કારક કુંભનાદિથી કુંભાદિ છે એવું સમભિરૂઢ માને છે.
(૭) એવંભૂત નય - ઘટ છાયામ્ વગેરે રૂપે વ્યવસ્થિત શબ્દાર્થ જે ઘટાદિક અર્થ છે તે જ વિદ્યમાન અર્થ છે અને શબ્દાર્થના ઉલ્લંઘનથી છે. તે અવિદ્યમાન ઘટાદિ અર્થ છે. આ માન્યતાથી શબ્દ-સમભિરૂઢનયો કરતાં એવંભૂતનય વિશેષથી શબ્દાર્થતત્પર છે. આ નય સ્ત્રીના માથે ચડેલો, પાણી ભરવાદિ ક્રિયાનાં નિમિત્ત ચેષ્ટા કરતો જ ઘટ માને છે. નહિ કે ઘરના ખુણે પડેલો નિષ્પષ્ટ ઘટ.
જેનાથી અર્થ વ્યંજન-પ્રગટ થાય તે વ્યંજન, એટલે પદાર્થવાચક ઘટાદિ શબ્દને ચેષ્ટાવાળો એવા વાચ્યાર્થથી વિશેષ કરે છે – તે જ ઘટ શબ્દ જે ચેષ્ટાવાળા અર્થને જણાવે. આ રીતે શબ્દનો અર્થ સાથે નિયત કરે છે. તથા અર્થને પણ વ્યંજનથી વિશેષ કરે છે. ચેષ્ટા પણ તે જે ઘટશબ્દવાચ્યત્વથી પ્રસિદ્ધ સ્ત્રીના માથે મૂકેલ ઘટની પાણી લાવવાદિ ક્રિયા. આ રીતે અર્થને શબ્દ સાથે નિયત કરે છે. આમ ઉભયને વિશેષ કરે છે. ભાવાર્થ-જ્યારે સ્ત્રીના માથે ચડેલો અને ચેષ્ટાવાન અર્થવાળો ઘટ શબ્દથી બોલાય ત્યારે તે ઘટ. તે ઘટશબ્દ અર્થવાચક છે નહિ તો અન્ય વસ્તુની જેમ ચેષ્ટાભાવે તે અઘટ છે. ઘટ શબ્દથી અવાચક છે. આમ ઉભય વિશેષક એવંભૂતનય છે. આ જ વાતને દઢ કરવા પ્રમાણથી તેની સિદ્ધિ કરે છે.
પ્રયોગ :- યથાપિથાય: શક્તિશૈવધેયં પ્રતિપતિવ્યમ, તwત્યસ્વીત્ તથા મૂત gવાર્થે તતઃ પ્રત્યયમવાત, ગુમવત્ વ ા જેવો અભિધાયક શબ્દ હોય, તેવા જ અભિધેય-પદાર્થની પ્રતિપત્તિ થાય છે. કેમકે તેવા શબ્દથી તેવા જ અર્થની પ્રતીતિ થાય છે. જેમ પ્રદીપ શબ્દથી પ્રકાશમાન અર્થની અને ઘટશબ્દથી ચેષ્ટાવાનું અર્થની પ્રતીતિ થાય છે. પ્રદીપ શબ્દથી પ્રકાશવાન અર્થ જ કહેવાય છે નહિતો સંશયાદિ થાય. જેમકે જે દીપન ક્રિયાવગરનો પણ દીપ તો દીપશબ્દ બોલતા શું એણે દીપન-પ્રકાશવાન શબ્દ બોલ્યો કે અપ્રકાશક એવો અંધઉપલાદિ ? એવો સંશય થાય તે અંધોપલાદિ જ બોલ્યો છે દીપ નહિ એવો વિપર્યય થાય તથા દીપ કહેતાં અંધોપલાદિ અને અંધોપલાદિ કહેતા દીપમાં પ્રત્યયથી પદાર્થો એક અથવા સંકર થાય તેથી શબ્દથી અભિધેય અને અભિધેય મુજબ શબ્દ છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સમભિરૂઢ નયને શિખામણ
જો શબ્દપરિણામથી ઘટ-કુટ-કુંભાદિ પર્યાયશબ્દોના અર્થભેદને તું માને છે તો નિશ્ચેષ્ટ છતાં ઘટશબ્દથી અભિધેય અર્થ તેને ઘટ તરીકે કઈ રીતે માન્ય છે? એમાં ઘટનાત્ ઘટ એવા શબ્દાર્થનો જ અભાવ છે. અથવા તને વસ્તુનો સંક્રમ ઇષ્ટ નથી તો ચેષ્ટાવાળા ભાવઘટની નિષ્યષ્ટતાથી ચેષ્ટારહિત દ્રવ્યઘટમાં ઘટશબ્દની પ્રવૃત્તિથી સંક્રમણ થાય છે તે ઉચિત જ નથી. જો ચેષ્ટાવાળો પણ નિશ્ચષ્ટ અર્થમાં સંક્રાંત થતો માને તો તારે માત્ર સમય બગાડવા જેવું જ છે. અને એમાં વઘુ સંક્રમણ (ગા.૨૧૮૫) એ રીતે કરેલી તારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે.
મતભેદ - જીવે છે પન્દ્રિયાન વિવિધૃવત્ત રોચ્છવાસ-નિ:શ્વાસમાન્યતા: પ્રાણા તે માવદ્વિરિષ્ટ તેષાં વિયોવર | હિંસા એ પ્રસિદ્ધવચનથી દશપ્રકારના પ્રાણોને ધારણ કરે તે જીવ. એ શબ્દાર્થ વશથી જીવતો દશવિધપ્રાણોને ધારણ કરતો જ આ નયના મતે જીવ કહેવાય છે, તે સામર્થ્યથી દશવિધપ્રાણાનુભવવાળો જીવ નરકાદિ સંસારી જ હોય છે. આ નયના મતે સિદ્ધનો જીવ-અસુમાન-પ્રાણી એવા શબ્દોથી વ્યપદેશ થતો નથી. કારણ કે જીવનાદિ પરિણામ રહિત છે પણ સત્તાયોગથી સત્ત્વ, અતિ તિ માત્મા છતિ જ્ઞાન-દર્શનસુખ આદિ પર્યાયોને પામે છે તે આત્મા. એ રીતના શબ્દોથી જ નિર્દેશ કરાય છે.
જે પણ દેશ-દેશીના એકત્વને સમર્થન કરતા એવા સમભિરૂઢે દેશદેશીચ કહ્યું તે બરાબર નથી. જો દેશી જ દેશ અને દેશ જ દેશીમાનો તો એ બંને પર્યાયવચન જ થયા. જેમ વૃક્ષ-પાઇપ વગેરેથી પર્યાય વચનતા તેમ દેશી-દેશની પણ છે તેથી જેમ વૃક્ષ-પાદપ એમ એ કાર્ય શબ્દપ્રયોગમાં પુનરૂક્તિ છે તેમ અહીં પણ થશે. તેમજ એકથી જ બીજો શબ્દાર્થ પ્રતિપાદિત હોવાથી બીજા શબ્દનો પ્રયોગ વ્યર્થ થાય. તથા દેશનો દેશમાં અને દેશીનો દેશમાં અંતર્ભાવ થવાથી વસ્તુસંક્રમ પણ થાય. એ તને ઈષ્ટ નથી તેથી, દેશ-દેશીનું એકત્વ નથી, તે બંનેનો ભેદ પક્ષ તો તે પણ નિરાસ કર્યો છે.
હવે દેશીથી દેશ ભિન્ન છે તો પહેલાની તારી યુક્તિથી જ તે દેશીનો એ દેશ થતો નથી એ યાદ કર. વસ્તુસંક્રમાદિ દોષના ભયથી દેશી જ દેશ ન માનવો એ હમણાં જ કહ્યું, એમ પ્રદેશી પ્રદેશ એ પણ ન માનવું કેમકે તે માન્યતામાં પણ ઉપરના જ દોષો આવે છે. તેથી દેશીમાત્ર અને પ્રદેશમાત્ર અખંડવસ્તુ માનવી પણ પણ દેશ-પ્રદેશની કલ્પના ન કરવી. તે બંનેના ભેદ કે અભેદમાં કહેલા દોષો આવે છે. એટલે એ મતે દરેક વસ્તુ પ્રત્યેક અખંડ હોવાથી. પદોનો કર્મધારય પણ થતો નથી.
પ્રશ્ન-૯૩૫ – દેશને જણાવવા માટે નો દેશી એવો પ્રયોગ કરાય છે અર્થાતુ નો શબ્દ એકદેશવાચી છે અને દેશનો એકદેશભૂત દેશ જ છે તેનાથી ભિન્ન નથી એમ કહીશું તો?
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૯૩૫– એ પણ ઘટતું નથી. કારણ કે નો દેશી કહેતાં જે નો શબ્દ છે તે શું સમસ્ત દેશીલક્ષણ વસ્તુ કહે છે કે તે દેશને જ કહે છે? જો પહેલો પક્ષ-તો નો શબ્દનો પ્રયોગ અનર્થક છે. કેમકે ફક્ત દેશીશબ્દથી જ સમસ્તવસ્તુની પ્રતીતિ થઈ જાય છે. હવે દેશ નોશબ્દથી કહેવાય તો એ વસ્તુ નથી દેશીથી ભિન્ન કે અભિન્ન એ ઉત્પન્ન નથી થતો.
નીલોત્પલાદિસમાસ બે પદની એકાધિકરણતામાં થાય છે પણ એકાધિકરણ નથી હમણાં જ નિષેધ કરેલો છે. નીલોત્પલનું એકાધિકરણ સમભિરૂઢ માને છે તેમાં પુનરુક્તિ-અનર્થતાસમય હાનિ વગેરે દોષો કહેલો જ છે એટલે કર્મધારય નથી. જો એ દોષો ઈષ્ટ નથી તો નીલોત્પલાદિશબ્દથી અભિધેય અર્થનો ભેદ ન થાય એ રીતે પણ તુલ્યાધિકરણતા અભાવે કર્મધારય નથી થતો.
તેથી વસ્તુ સાર્યાદિદોષ પ્રસંગથી ધર્માસ્તિકાયાદિ સર્વ સંપૂર્ણ દેશી-શિકલ્પના રહિત અખંડ વસ્તુ છે, તેનાથી વિપરિતપણે દેશી-દેશની કલ્પનાવાળી વસ્તુ તો અવસ્તુ છે. એમાં યુક્તિ નથી, જેમકે ખરવિષાણ.
સમસ્ત નયોનું મૂળનીતિ ભેદથી વિસ્તૃત વર્ણન પૂરું થયું.
આ નૈગમાદિ દરેક નયોના સો-સો ઉત્તર ભેદ ગણીએ ત્યારે બધા મળીને સાતસો ઉત્તરભેદ થાય અને શબ્દાદિ ત્રણ એટલે શબ્દસમભિરૂઢ અને એવંભૂત એ ત્રણને એક જ શબ્દનય કહીએ તો મૂળ પાંચ ભેદો થાય તેના દરેકના સો-સો ગણતાં સર્વ મળી પાંચસો નયો થાય. તથા બીજી રીતે આ મૂળનાયો છ-ચાર અને બે પણ થાય છે. જેમકે સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહમાં અને વિશેષનો વ્યવહારમાં અંતર્ભાવ કરતાં છ નયો, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર એ ત્રણ તથા ત્રણ શબ્દનયોનો એક પર્યાયાસ્તિક કહેતાં મૂળ ચાર નયો. તથા નૈગમાદિ ચારનો એક દ્રવ્યાસ્તિક નય અને શબ્દાદિ ત્રણનો એક પર્યાયાસ્તિક નય માનતાં મૂળ બે નવો થાય છે. તેમના ઉત્તરભેદો અનુક્રમે ૬૦૦, ૪૦૦, ૨૦૦ થાય છે.
પ્રશ્ન-૯૩૬ – બધાં નયો સમુદાયભાવને પ્રાપ્ત થતા નથી અને સમુદાયમાં પણ તે સમ્યક્તભાવવાળા બનતા નથી. પ્રત્યેકાવસ્થામાં મિથ્યાદૃષ્ટિ હોવાથી, તેના સમુદાયમાં મહામિથ્યાત્વના પ્રસંગથી, જેમ વિષના ઘણા ટીપાનો સમૂહ હોય તેમાં વિષની પ્રચૂરતા હોય. તેઓ સમેત વસ્તુના ગમક નથી કારણકે પ્રત્યેક અવસ્થામાં તે વસ્તુના અગમક છે. સમુદિત થયેલા તેઓ પરસ્પર વિવાદ કરતા ઉલટા વસ્તુના વિઘાત માટે જ થાય છે. તેના ગમક થતા નથી. આ રીતે તેઓ સમુદિત નથી, સમુદિત થયેલા સમ્યક્ત નથી, કે વસ્તુગમક નથી કારણ વિરોધિ છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૩૬ – પરસ્પર વિરુદ્ધ નયો પણ સર્વે સમુદિત થાય છે અને સમ્યક્ત થાય છે કારણ કે પ્રસ્થ નિસાધોવરાવર્તિત્વ, રાનવશક્તિના નાભિપ્રાકૃવવત્ અથવા વ્યવહારમાં વોદ્દાલીન વશવર્તનઃ | અર્થાત્ જેમ નયદર્શી આજ્ઞાસાર એક રાજા દ્વારા વિરોધાદિભાવને અનુસરેલા ઘણા સેવકો સમ્યગૂ ઉપાયથી વિરોધાદિ કારણો દૂર કરીને એક ઠેકાણે મેળવાય છે. અને તેમની પાસે સારી પ્રવૃત્તિ કરાવાય છે, અથવા ધન-ધાન્ય-ભૂમિ આદિ માટે પરસ્પર લડતાં ઘણા અર્થી લોકોને પ્રત્યાર્થી રૂપ કોઈ ઉદાસીન સમ્યગુન્યાયદર્શી દ્વારા યુક્તિઓથી વિવાદ કારણોને દૂર કરીને એક ઠેકાણે ભેગા કરાય છે અને સન્માર્ગ પકડાવાય છે. તે રીતે અહીં પણ પરસ્પર વિરુદ્ધ ઘણા નયોને સમ્યજ્ઞાની જૈન સાધુ તેમનું સાવધારણતા રૂપ વિરોધ કારણ દૂર કરીને એકઠા કરે છે. અને સાવધારણત્વ મિથ્યાત્વના કારણને દૂર કરીને તેમને સમ્યફ રૂપતા ગ્રહણ કરાવે છે. પ્રચુર વિષના બિંદુઓ પણ પ્રૌઢ મન્સવાદીએ નિર્વિષ કરીને કુષ્ટ આદિ રોગીને આપેલા અમૃતરૂપ થાય છે જ.
પ્રશ્ન-૯૩૭ – પ્રત્યેકાવસ્થામાં એક-એક અંશ ગ્રાહી તેઓ સમુદિત થયેલા વસ્તુગમક કઈ રીતે થાય?
ઉત્તર-૯૩૭– શ્રુતાદિની જેમ ઘટાદિના રૂપમાત્રને જ ચક્ષુ ગ્રહણ કરે છે. રસાદિ ધર્મોને નહિ, અને પર્વતાદિના અગ્રદેશ માત્રને જ ગ્રહણ કરે છે પરભાગને નહિ એમ દેશગ્રાહક પણ સદૃવસ્તુ જણાય જ છે એમ નયો પણ વસ્તુનો એક દેશ જણાવનારા હોવાથી સામાન્યપણે તેઓ વસ્તુને જણાવનારા છે એમ કહેવાય છે. અને આ જ સર્વે નયો મિથ્યાત્વનાશે સમ્યક્ત છતે ક્રમે વિશુદ્ધ થતા સર્વાવરણ પ્રતિબંધના અભાવે સમસ્ત વસ્તુગમક થાય છે જેમકે કેવલજ્ઞાન.
પ્રશ્ન-૯૩૮ – જો તે પ્રત્યેક નયો પણ વસ્તુ ગમક હોય તો મિથ્યાષ્ટિ કઈ રીતે?
ઉત્તર-૯૩૮ - કારણ કે અનેક ધર્માત્મક વસ્તુનો અંશ પણ ગ્રહણ કરતાં અનિત્યસ્વાદિ એક ધર્મ માત્ર પણ પરિચ્છેદ થતે છતે બૌદ્ધાદિ નયવાદિને “સમસ્તવસ્તુ મેં ગ્રહણ કરી” એવી પ્રતિપત્તિ થાય છે તેથી અલગ-(૨) એક-એક નવો વિપર્યસ્ત બુદ્ધિવાળા હોવાથી મિથ્યાષ્ટિઓ છે. જેમ અનેક અવયવાળા હાથીના એક પુંછ-પાદ આદિ અવયવમાં આખો હાથી જોનારા અંધ મનુષ્યો જેવા તે દરેક નયો છે.
પ્રશ્ન-૯૩૯ – તેઓ એકઠા થયેલા પણ સમ્યગ્દષ્ટિ કઈ રીતે થાય?
ઉત્તર-૯૩૯ – કારણ કે સમુદિત નયો તો સમસ્તપર્યાયવાળી વસ્તુના ગમક હોય છે એટલે તે સમ્યવી કહેવાય છે. જેમ સમસ્ત ગજાવયવના ગ્રહણમાં તત્સમુદાયાત્મક
Page #160
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૪૧
ગજવાદિઓ આંખવાળા છે, એકાન્ત નિશ્ચય રહિત અપર નયથી સાપેક્ષ યાત્મદથી લાંછિત એક નય પણ સમ્યગ્વાદી છે. અને જે એકાંત નિશ્ચયવાળા અન્યોન્યથી અનપેક્ષ સાત પદથી લાંછિત નથી તે ઘણા ભેગા થયેલા નયો પણ મિથ્યાષ્ટિ જ છે. એવું તાત્પર્ય છે એથી જ જે નિશ્ચયવાળા છે તે ઘણા પણ સમુદાયવ્યપદેશને પ્રાપ્ત કરતા નથી, નિશ્ચય વગરના નયો તો અલગ રહેલા પણ પરસ્પર સાપેક્ષપણાથી સમુદિત થયેલા કહેવાય છે.
જેમ જુદા-જુદા મણિઓ માળા કહેવાય નહિ તેમ જુદા-જુદા નયો પણ પરસ્પર નિરપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાયક થતા નથી, પણ દોરામાં પરોવેલા મણિઓ રત્નમાળા કહેવાય છે તેમ સમુદિત નયો પણ પરસ્પર સાપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાપક થાય છે. આ રીતે પરસ્પર લડતા નયોને જોઈ કોઈ કહે “આમાં તો પરસ્પર કાંઈ મેળ નથી” એમ બોલી જેઓ સિદ્ધાંતની આશાતના કરે છે તેઓ મહા અજ્ઞાની છે. કેમકે જે દ્રવ્યાસ્તિકાદિનયનો પોતાનો નિત્યત્વાદિ વિષય છે તન્માત્ર પ્રતિપાદનમાં સાચો નય અને પરનો પર્યાયાસ્તિકાયાદિનયનો જે અનિત્યત્વાદિ વિષય છે તેમાં પરાંમુખ હોવાથી તેને નિરાસ કરતો નથી. નિરવધારણત્વથી સમ્યગ્નય હોવાથી અને એકાંશગ્રાહી હોવાથી માત્ર સ્વવિષયનું જ પ્રતિપાદન કરે છે. આવા સર્વ નયોને જાણીને પરસ્પર તેમનાં સ્વવિષય પ્રતિપાદનમાં પણ નય વિધિ જાણનાર સાધુ જ્ઞેયવસ્તુઓમાં મુંઝાતો નથી, કે નિંદાદિથી શાસ્ત્રની આશાતના કરીને મિથ્યાત્વ પામતો નથી. પરંતુ કાંઈક આમ પણ છે ને કાંઈક આમ પણ ઘટે છે એ રીતે નયોને વિષય વિભાગથી સ્થાપીને વસ્તુના અર્થને જાણે છે. પ્રશ્ન-૯૪૦ – તો આ સંમોહ હેતુ નય વિચારથી મૂળથી જ શું પ્રયોજન છે?
ઉત્તર-૯૪૦ – જે મનુષ્ય નામ-સ્થાપનાદિ દ્વારે તથા નૈગમાદિનયો અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીને સમીક્ષા કરતો નથી. તેને અવિચારિત-રમણીયતાથી અયોગ્ય યોગ્ય અને અજ્ઞાનતાથી યોગ્ય પણ અયોગ્ય લાગે છે. એટલે વસ્તુને યથાર્થપણે જાણવા માટે નિયવિચાર કરવો. અને બૌદ્ધાદિ પરસમયનો અનિત્યવાદિ પ્રતિપાદક જે ઋજુસૂત્રાદિ નયનો મત છે, તેનું જે નથવિધિજ્ઞ સાધુ છે તે તેના પ્રતિપક્ષ નિત્યસ્વાદિ પ્રતિપાદક જે દ્રવ્યાસ્તિકાય નય છે, તેનાથી નિરાકૃત કરે અથવા સ્વસિદ્ધાંતમાં અજ્ઞાન-દ્વેષાદિ દોષથી કલુસિત પરદ્વારા જે કોઈ પણ દોષબુદ્ધિથી જીવાદિક વસ્તુ માની હોય તેને પણ નયવિધિજ્ઞ નિવારે, તેથી ન વિચાર કરવો સપ્રયોજન છે.
નયદ્વાર પૂરું થયું
(૧૧) સમવતાર દ્વાર :- મૂઢ-અવિભાગ0-મૂઢનયવાળું કાલિક સૂત્ર છે. ત્યાં નય સમવતાર નથી. પણ જ્યાં સુધી ચારે અનુયોગ (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગની અપૃથકત્વ-પ્રતિસૂત્ર અવિભાગથી-કહેવાતા વિભાગના અભાવથી પ્રરૂપણા હતી. તેમાં નયોનો વિસ્તારથી સમવતાર હતો. પણ એ ચારે
અનુયોગોના પૃથક્વમાં નયોનો સમાવતાર નથી. એક જ સૂત્રમાં ચરણકરણાદિ ચારે વિસ્તારપૂર્વક કહેવાય તે પૃથક્ત અને ન કહેવાય તે અપૃથક્ત.
પ્રશ્ન-૯૪૧ – આ અપૃથક્વ કેટલા કાળ સુધી હતું? અથવા કયા પુરુષથી માંડીને પૃથક્વ થયું?
ઉત્તર-૯૪૧ – જયાં સુધી આર્ય વૈર ગુરુ મહામતી હતા ત્યાં સુધી કાલિક શ્રુતાનુયોગનું અપૃથક્વ હતું. ત્યારે વક્તા-શ્રોતા તીક્ષ્ણપ્રજ્ઞાવાળા હતા. કાલિકગ્રહણ પ્રાધાન્ય જણાવવા માટે અન્યથા ઉત્કાલિકમાં પણ સર્વત્ર પ્રતિસૂત્ર ચારે અનુયોગો ત્યારે હતા જ, તેના પછી આર્યરક્ષિતસૂરિથી માંડીને કાલિકશ્રુત અને દૃષ્ટિવાદમાં અનુયોગો પૃથફ હતા.
આયર્વર સુધી અથર્વ છતે સૂત્રવ્યાખ્યારૂપ એક પણ અનુયોગ કરાતો પ્રતિસૂત્ર ચાર દ્વારા પ્રતિપાદન કરે છે. પૃથક્વાનુયોગ કરણમાં તે ચરણકરણાદિ અર્થો તેનાથી જ વ્યવચ્છિન્ન થયા ત્યારથી એક જ (ચારમાંથી) અર્થ પ્રતિસૂત્ર વ્યાખ્યા કરાય છે ત્યારે નહિ.
પ્રશ્ન-૯૪૨ – આયર્વર સુધી અપૃથક્વે કહ્યું, તો તે શું આર્યવરે જ કર્યું છે કે તેના પછી આર્યરક્ષિતસૂરિએ? એમ બંને રીતે યાવત્ શબ્દાર્થની ઉપપત્તિ છે.
ઉત્તર-૯૪૨ – આર્યરક્ષિતસૂરિએ અનુયોગો પૃથફ કર્યા છે કે જેમણે આયર્વરે પ્રતિપાદન કરેલો સૂત્રાર્થ સાર ગ્રહણ કર્યો છે. દેવેન્દ્રવંદિત શ્રીમાન આર્યરક્ષિતસૂરિએ પોતાના શિષ્ય દુર્બલિકાપુષ્પમિત્રને કઠિનાઈથી શ્રુતાર્ણવને ધારણ કરતા જાણીને વિનયવર્ગમાં અનુગ્રહસહિત કહેવાતા કાલિકાદિશ્રુત વિભાગથી પૃથફ ચરણકરણાદિ અનુયોગો કર્યા હતા. અને ભવિષ્યના મતિ-મેઘા-ધારણાથી પરિહણ એવા પુરુષોને ક્ષેત્ર-કાલાનુરૂપ જાણીને નૈગમાદિ નયો પણ અલગ કર્યા.
નયોના અવિભાગમાં વિશેષ કારણ - શિષ્યો ત્રણ પ્રકારના – (૧) અપરિણામી (૨) અતિપરિણામી (૩) પરિણામી. (૧) અવિપુલમતિ અગીતાર્થો અપરિણતજિનવચન રહસ્યવાળા અપરિણામી કહેવાય છે. (૨) અતિવ્યાપ્તિથી જિનવચનમાં અપવાદદષ્ટિવાળા હોય તે અતિપરિણામી. (૩) સમ્યષ્પરિણત જિનવચનવાળા, મધ્યસ્થવૃત્તિવાળા પરિણામી કહેવાય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૪૩
અપરિણામવાળા શિષ્યો નયોનો જે સ્વ-સ્વ વિષય “જ્ઞાન જ શ્રેય છે અને ક્રિયા અશ્રેય છે.’ એમ અશ્રદ્ધાવાળા મિથ્યાત્વને ન પામો, તથા જે અતિપરિણામી છે તે જે એક જ નયથી ક્રિયાદિક વસ્તુ કહી તે જ માત્ર પ્રમાણ તરીકે ગ્રહણ કરતા અને એકાન્તનિત્યાદિ વસ્તુના પ્રતિપાદક નયોનો પરસ્પર વિરોધ માનતા મિથ્યાત્વમાં ન જાઓ. અને જે પરિણામી શિષ્યો છે તે જોકે મિથ્યાત્વમાં જતા નથી, છતાં વ્યાખ્યાન થતા નયો દ્વારા વિસ્તારથી જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ભેદો છે તેને ગ્રહણ ન કરી શકનારા-અસમર્થ થાય. એમ માનીને આર્યરક્ષિતસૂરિએ કાલિકશ્રુતમાં તેમજ બીજા સર્વશ્રુતમાં વિસ્તાર વ્યાખ્યાનરૂપ નય વિભાગ કર્યો.
ચરણકરણાદિ અનુયોગોનો શ્રુતવિભાગ :
-
અગ્યાર અંગ રૂપ સર્વશ્રુત કાલગ્રહણાદિ વિધિથી ભણાય છે એટલે કાલિક કહેવાય છે. તેમાં પ્રાયઃ ચરણ-કરણસિત્તરીનું પ્રતિપાદન જ છે, એટલે આર્યરક્ષિતસૂરિએ ત્યાં ચરણ કરણાનુયોગ જ વ્યાખ્યાનમાં કર્તવ્ય તરીકે અનુજ્ઞાત કર્યો છે. તથા ઋષિભાષિતઉત્તરાધ્યયનોમાં નમિ-કપિલાદિ મહર્ષિઓ સંબંધી પ્રાય ધર્મ કથાઓ જ કહેવાય છે. એટલે તેમાં ધર્મકથાનુયોગ કર્યો. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્રાદિ ચાર ગણિત જ પ્રાય જણાવાય છે એટલે ત્યાં ગણિતાનુયોગ જ કર્યો. અને સમગ્ર દ્રષ્ટિવાદમાં ચાલનાપ્રત્યવસ્થાનાદિથી જીવાદિદ્રવ્યો જ પ્રતિપાદિત છે, તથા સોનું-રૂપું-મણિ-મોતી વગેરે દ્રવ્યોની સિદ્ધિઓ કહેવાય છે. એટલે ત્યાં દ્રવ્યાનુયોગ જ નિરૂપેલો છે. આ રીતે શ્રુતના વિભાગથી ચાર અનુયોગની વ્યવસ્થા કરી છે. અને દરેક સૂત્રે ચારે અનુયોગ કરવાનો નિષેધ કર્યો છે.
૭માં નિહ્નવ ગોષ્ટામાહિલની ઉત્પત્તિ
આર્યરક્ષિતસૂરિએ આયુષ્યના અંત સમયે ઘી-તેલ-વાલ-ઘટાદિની પ્રરૂપણા સકલગચ્છ સમક્ષ કરીને દુર્બલિકા પુષ્પ મિત્ર વગેરે મુનિને સૂત્રાર્થ લેનારા જણાવી વાલઘટની જેમ બધા સૂત્રાર્થ લેનાર શ્રી દુર્બલિકાપુષ્પમિત્રને ગણિ-આચાર્યપદે સ્થાપતાં જે મથુરાનગરીમાં અન્યતીર્થિઓ સાથે વચસ્વી તરીકે વાદ કરવા માટે સૂરિએ પોતાના મામા ગોટામાહિલને મોકલ્યા હતા. તે પ્રતિવાદીને જીતીને આવતા છતાં મને આવા વચસ્વીને છોડીને સૂરીએ આવા મુંગા જેવા ઋષિને આચાર્ય બનાવ્યો. તે તેમણે કેવું અયોગ્ય કર્યું છે. એવા મતથી અને તે ધૃત-ઘટાદિની પ્રરૂપણા સાંભળીને ગાઢ આગ્રહથી મિથ્યાત્વના ઉદયથી તે ગોષ્ટામાહિલ ૭મો નિહ્નવ ઉત્પન્ન થયો. આ પ્રસંગે તેની તથા આગળના ૬ (છ) નિહ્નવોની ઉત્પત્તિ વગેરે પણ કહીશું.
પ્રશ્ન-૯૪૩ કહેવાય ?
-
તો પછી નય-અનુયોગના નિદ્ભવથી ગુરુ આર્યરક્ષિત કેમ નિહ્નવ ન
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૪૩ – કારણ કે નય-અનુયોગો નથી એવું તેઓ બોલતા નથી કે મિથ્યાત્વના અભિનિવેશથી તેઓ કાંઈ બોલતા નથી. પરંતુ શાસનહિત માટે જ નયાનુયોગનું ગોપન તેમણે કર્યું છે. જે મિથ્યાઅભિનિવેશથી એક પણ જિનોક્ત પદ ને છૂપાવે તે બહુરત-જમાલિ આદિ જેમ નિદ્ભવ જ છે. પણ તેમને એવું કાંઈ કર્યું નથી.
નિલવના મતો (૧) બહુરત - એક ક્રિયાસમયે વસ્તુ ઉત્પન્ન થતી નથી પરંતુ ઘણા ક્રિયાસમયે ઉત્પન્ન થાય છે એ મતથી ઘણા સમયોમાં રક્ત-દીર્ધકાળવખભવના પ્રરૂપકો. (ગં.૨૦,)
(૨) પ્રદેશ :- પૂર્વપદલોપથી જીવપ્રદેશો જાણવા, જેમકે વીર મહાવીર, એક જ ચરમ પ્રદેશજીવ એવા મતથી જીવ છે પ્રદેશ જેમનો તે જીવપ્રદેશો અર્થાત્ ચરમપ્રદેશજીવને પ્રરૂપણાવાળા અને બાકીના પ્રદેશોના જીવત્વનો અપલાપ કરનારા “જીવપ્રદેશ” નિદ્વવો.
(૩) અવ્યક્ત - ઉત્તરપદલોપથી અવ્યક્તમત, જમકે ભીમો ભીમસેન. અહીં કોઈ પણ સંયત કે અસંયત જણાતો નથી એમ અવ્યક્ત જ છે. સર્વના મતથી અવ્યક્ત મતવાળા સંયતાસંયતના પરિચ્છેદમાં સંદિગ્ધ બુદ્ધિવાળા. “અવ્યક્તમતિ' નિહ્નવ કહેવાય છે.
(૪) સામુચ્છેદ :- એક દેશથી સમુદાય જણાતો હોવાથી ઉત્પત્તિ સાથે જ સામસ્યથી છેદ-સમુચ્છેદ વસ્તુનો વિનાશ એટલે સમુચ્છેદ થાય છે. તેને જણાવનારા સામુચ્છેદોક્ષણાયિભાવ પ્રરૂપકો.
(૫) તિક્રિયા - ઉત્તરપદલોપથી એક જ સમયે બે ક્રિયાના અનુભવના મતથી દ્વિક્રિયા. તેને જણાવનારા લૈક્રિયા કાલભેદથી બેક્રિયાના અનુભવના પ્રરૂપકોને “ક્રિક્રિય” નિતંવ કહેવાય છે.
(૯) ઐરાશિક - જીવ-અજીવ-નોજીવભેદથી ત્રણ રાશિઓને પ્રરૂપવાવાળા બૈરાશિકો કહેવાય છે.
(૭) અબદ્ધિકો :- જીવદ્વારા કર્મ સ્પર્ધાયું છે સ્કંધની જેમ બંધાયું નથી. એમ કહેનારા અબદ્ધિકો-સ્કૃષ્ટકર્મવિપાકના પ્રરૂપકો ‘અબદ્ધિક’ નિહ્નવ કહેવાય છે.
નિદ્વવોની ઉત્પત્તિ-ઉત્પત્તિસ્થાન તથા ભગવંત પછી કેટલા વર્ષે થયા. (૧) જમાલી-શ્રાવસ્તી-૧૪ વર્ષ-ભગવાનના કેવલજ્ઞાન પછી (૨) ત્રિત્યગુપ્ત-ઋષભપુર-૧૬ વર્ષ-ભગવાનના કેવલજ્ઞાન પછી
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૫
_
જપ
ગુજરાતી પ્રશ્નોત્તર
(૩) અષાઢાચાર્યના શિષ્યો-જેતવિકા-૨૧૪ વર્ષ ભગવાનના નિર્વાણ પછી (૪) અમિત્ર-મિથિલા-૨૨૦ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૫) ગંગ-ઉલ્લકાતીર-૨૨૮ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૬) ષડુલક-પુરમંતરંજિકા–૫૪૪ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૭) ગોષ્ટામાહિલ-દયપુર-૫૮૪ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી (૮) બોટિશિવભૂતિ-રથવીરપુર-૬૦૯ વર્ષ-ભગવાનના નિર્વાણ પછી બહુરત નિદ્વવની ઉત્પત્તિ
કુડપુરનગરનો રાજકુમાર ભગવાન મહાવીરનો ભાણેજ તથા જમાઈ જમાલી હતો. તેણે પાંચસો પુરુષો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી તેમજ ભગવાનની પુત્રી સુદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે તેની પાછળ દીક્ષા લીધી. અગિયાર અંગ ભણ્યા. એકવાર પરમાત્માની આજ્ઞા વિના અન્યત્ર વિહાર કર્યો ત્યાં કેટલાંક દિવસે આંતપ્રાંત આહારથી જમાલીને દાહજુવર થયો. બેસવાને પણ તે અશક્ત થયો. એટલે મુનિઓને શીધ્ર સંથારો કરવા કહ્યું. પણ અત્યંત પીડા થવાના કારણે ફરી પૂછ્યું “સંથારો કર્યો ?' સાધુઓ બોલ્યા “ર્યો. એટલે ઊઠીને ત્યાં ગયો. સંથારો અડધો પથરાયો હતો અને કેટલીક બાકી હતો. તે જોઈને ક્રોધિત થઈ મિથ્યાત્વના ઉદયથી અવિભાગ સમયની અપેક્ષાએ કહેલ “જ્યિમાં કૃત' એ સિદ્ધાંતનું વચન અસત્ય છે. બીજા મુનિઓએ અનેક યુક્તિઓથી સમજાવવા છતાં બોધ ન પામ્યો. મુનિઓમાંથી કેટલાક તેને છોડીને ભગવાન પાસે ગયા. કેટલાંક ત્યાં રહ્યા. સુદર્શનાએ પણ જમાલી ઉપરના અનુરાગથી તેનો મત સ્વીકાર્યો. તથા ઢેક શ્રાવકને પણ તે મત સ્વીકારવા ઉપદેશ આપવા લાગી. ઢકે જાણ્યું સાધ્વી મિથ્યાત્વ પામી છે. અવસર આવ્યું પરમાત્માના માર્ગમાં સ્થિર કરવી જોઈએ
એક વખત ઢકે નિભાડામાં માટીના વાસણો પકવવા મૂકેલા. તે ઊંચા-નીચા કરતા તેમાંનો એક અંગારો જાણી જોઈને બાજુમાં સ્વાધ્યાય કરતી સાધ્વીના વસ્ત્ર પર નાંખ્યો, છેડો સળગ્યો એટલે બોલી. “અરે શ્રાવક!તે મારી સંઘાટી કેમ બાળી?' ઢક બોલ્યો - “ક્યાં બાળી છે' હજુ તો બળે છે બળતું હોય તે બળ્યું કેમ કહેવાય? તમારા સિદ્ધાંત મુજબ તો તમારું વસ્ત્ર ક્યાં બળ્યું છે?' વગેરે યુક્તિઓથી સાધ્વીને સન્માર્ગે લાવી. મિથ્યાદુષ્કત આપીને જમાલી પાસે ગઈ. સમજાવ્યો. પણ તે સમજ્યો નહિ. એટલે સાધ્વી પોતાના પરિવાર સાથે તેને છોડીને ભગવાન પાસે ગઈ. જમાલીએ ઘણા લોકોને પોતાનો મત અંગીકાર કરાવ્યો.
ભાગ-૨/૧૧
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
આલોચના કર્યા વિના મરીને કિલ્બિષિક દેવ થયો. આ રીતે જમાલીની ઉત્પત્તિ તથા બહુરત મતની ઉત્પત્તિ જણાવી.
(૧) જમાલી ક્રિયમાણકૃત માનવામાં દોષો-પ્રતિવિધાનો-સિદ્ધિ. (१) कृतं क्रियमाणं न भवति, सद्भावात्-कृतस्य विद्यमानत्वात्, चिरन्तनघटवत् । | વિપર્યયમાં બાધક:- (૧) જો કરાયેલું પણ કરાય છે એમ માનીએ તો સતત-નિત્ય કરતો રહે કારણ કૃતત્વતો સામાન્ય જ છે એટલે સતત કાર્ય થતું જ રહેશે ક્યારેય પૂરુ થશે નહિ.
(૨) એમ માનવામાં તો ઘટાદિ કાર્યમાટે જે માટીનું મર્દન-ચક્રભમણાદિક્રિયા વિફળ થઈ જાય કારણ કે તે કાળે કાર્ય કરાયેલું માનેલું છે. પ્રયોગ- યd, ત્રિજ્યા વિનૈવ, યથા વિનિષ્પન્નઘટે, અને ક્રિયાકાળે કાર્ય કરેલું માનો તો ત્યાં ક્રિયા ફોગટ છે. અને ક્રિયમાણકૃતવાદિ કરેલા વિદ્યમાનની ક્રિયા છે એમ પ્રતિપાદન કરનાર થાય છે. એટલે અહી પ્રત્યક્ષ વિરોધ જ છે. કારણ કે ઉત્પત્તિકાળ પહેલાં ન થયેલું જ કાર્ય ઉત્પત્તિ કાળે થતું જણાય છે. તેથી ક્રિયમાણ અકૃત જ છે. વળી “કરાતું હોય તે કર્યું” એમ માનનારા તમારો “આરંભક્રિયાના સમયે જ કાર્ય ઉત્પન્ન થાય છે” એ મત છે. એ બરાબર નથી. કારણ કે ઉત્પન્ન થતાં ઘટાદિ કાર્યોનો નિવર્તનફલ લાંબો જ દેખાય છે.
પ્રશ્ન-૯૪૪ – ભલે દીર્ઘકાળ દેખાય પરંતુ ઘટાદિ કાર્યના આરંભના ક્રિયા સમયે જ અથવા શિવકાદિકાળે દેખાય છે એમ માનો ને?
ઉત્તર-૯૪૪– એ બરાબર નથી. કારણ કે આરંભ ક્રિયાસમયે જ ઘટાદિ કાર્ય થતું દેખાતુ નથી કે શિવકાદિકાળે પણ દેખાતું નથી. પરંતુ દીર્ઘક્રિયાકાળના અંતે ઘટાદિકાર્ય થતું જણાય છે. તેથી ક્રિયાકાળે કાર્ય માનવું ઠીક નથી. કારણ કે, ત્યારે તે દેખાતું જ નથી, પણ જે સલજનને પ્રત્યક્ષસિદ્ધ છે તે દીર્ઘક્રિયાના અંતે કાર્ય થાય છે તે બરાબર છે. જમાલીનો પૂર્વપક્ષી
સ્થવિરોનો ઉત્તરપક્ષ - નાવૃતમ્ પાર્થ વિજ્ય, સત્વ, માસુમવત્ ! જો અકૃત-અવિદ્યમાન પણ કરાય તો ખરવિષાણ પણ કેમ ન કરાય? આ પણ અકૃત છે અને ખરવિષાણ પણ અકૃત છે એટલે અકૃતત્ત્વ તો બંનેમાં સમાન જ છે ને.
અસત્-અવિદ્યમાન વસ્તુમાં કરણક્રિયા માનવામાં નિત્ય-ક્રિયાઅપરિસમાપ્તિ-ક્રિયા વિફળતા વગેરે દોષો આપણે બંને ને સરખા જ છે. જેમ કૃતપક્ષમાં તે આપ્યા એ અમૃતપક્ષમાં પણ છે. એય પાછા સમાન હોય તો ઠીક પણ અમારાથી વધુ કષ્ટતર છે. કારણ, વિદ્યમાન
Page #166
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૪૭
વસ્તુમાં પર્યાયવિશેષાધાન દ્વારથી ક્યારેક તો કરણક્રિયા ઉત્પન્ન થાય જ છે. જેમકે, આકાશ કરો, ચરણો કરો, પીઠ કરો વગેરે, પણ અવિદ્યમાનમાં તો આ ન્યાય સર્વથા ખરવિષાણની જેમ સંભવતો નથી, કારણ કે જે પહેલાં કારણાવસ્થામાં અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થતું હોય તો માટીના પિંડથી જેમ ઘટ બને છે. તેમ પણ વિષાણ પણ થતું કેમ દેખાતું નથી ? બંનેમાં અવિદ્યમાનતા તો સરખી જ છે.
પ્રશ્ન-૯૪૫ - ખરવિષાણ થતું દેખાતું નથી તો ઘટ પણ એમ જ ભલે થાય અથવા વિપરિત કેમ ન થાય? અથવા પ્રતિસમયઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ સ્વરૂપ ઘણાં શિવક
સ્થાસક-કોસ-કુશૂલાદિકાર્ય કોટિઓનો ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક હોવાથી પ્રતિ પ્રારંભ સમયે નિષ્ઠાને પ્રાપ્ત થયેલાનો દીર્ઘ ક્રિયાકાળ દેખાય છે તો ઘટની તો વાત જ શું કરવી? અર્થાત માટીલાવવી-મર્દન-પિંડ બનાવવું વગેરે બધો ય કાળ ઘટ બનવાની ક્રિયાકાળે છે એમ માનો.
ઉત્તર-૯૪૫- ના, કારણ કે ત્યાં પ્રતિસમય અન્ય-અન્ય કાર્યો શરૂ થાય છે અને નિષ્પન્ન થાય છે. કાર્યના કારણકાળ-નિષ્ઠાકાળ એક હોવાથી ઘટ તો છેલ્લા સમયે જ શરૂ કરાય છે અને ત્યાં જ બને છે. એટલે એનો દીર્ઘનિર્વતન કાળ કયો?
પ્રશ્ન-૯૪૯ – તો પછી પૂર્વના કાર્ય સમયે પણ ઘટ કેમ દેખાતો નથી?
ઉત્તર-૯૪૯ - અન્ય-શિવકાદિના આરંભે અન્ય-ઘટલક્ષણ કાર્ય કઈ રીતે દેખાય ? પટારંભે ઘટ ક્યારેય દેખાતો નથી, તો નામે સ્વિંય લિીસ એમ શા માટે કહો છો? શિવકાદિ પણ ઘટરૂપ નથી પણ તેનાથી અન્ય જ છે એટલે તેના સમયમાં પણ એ ઘટ કઈ રીતે દેખાય ? ન જ દેખાય. એટલે જ તે પણ તમે અજ્ઞાનતાથી કહો છો તે સિવાદ્ધી અને જે કહ્યું ને કે “તીરૂ તત્તે' તો સાંભળો અંત્યક્રિયાક્ષણે જ પ્રારંભ થયેલો ઘટ જો ત્યાં દેખાય છે તો શું દોષ છે? કાંઈ નહિ અને તો નદિ કિરિયાને એમ કહ્યું ત્યાં જો વર્તમાન ક્રિયાક્ષણે કૃત કાર્ય ન માનો તો ભૂત કે ભવિષ્ય ક્રિયાકાળે તે કઈ રીતે કરાય ? જેમકે –નાતીતવિષ્યક્યિાક્ષી કાર્યકાર, વિનષ્ટનુત્રત્વેના સ્વાતિ, રવિણાબવત્ ! એટલે ક્રિયાના અંતે કાર્ય કઈ રીતે થાય ? તેથી ક્રિયમાણ જ કૃત છે. જો ક્રિયમાણકૃત નથી તો કૃત ક્યાં કહેવું?
પ્રશ્ન-૯૪૭ – ક્રિયાના અંતે કરીશું તો?
ઉત્તર-૯૪૭ – ના, યોગ્ય નથી, ત્યારે ક્રિયા નથી. ક્રિયા વિના પણ કાર્યોત્પત્તિ માનતા ક્રિયાની શરૂઆત પહેલાં પણ કાર્યોત્પત્તિ થાય ક્રિયાસત્ત્વ તો બંનેમાં સમાન જ છે. હવે વર્તમાન સમય ક્રિયમાણકાળ અને તેના સિવાય કૃતકાળ માનો તો ક્રિયમાણ કાળે કાર્ય નથી એટલે ખરેખર અકૃત કરાય છે નહિ કે કૃત. અમે તમને પૂછીએ છીએ કે તમે કાર્ય ક્રિયાથી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કરો છો કે તેના વિના? જો ક્રિયાથી તો તે અન્યત્ર સમયે કેમ અને કાર્ય અન્ય સમયે કેમ? ખદિર છેદનની ક્રિયામાં પલાશનો છેદ થતો નથી. અને બીજું ક્રિયાના અંતે કાર્ય થાય છે ક્રિયાસમયે નહિ એમ બોલતાં તો ઉલટો કાર્યોત્પત્તિમાં ક્રિયા વિદ્ધ હેતુ છે એવું પ્રતિપાદન થાય છે. તેથી કારણ પણ અકારણ થઈ જતાં પ્રત્યક્ષથી જ વિરોધ છે. હવે ક્રિયા વિના કાર્ય થાય છે, એમ માનો તો ઘટાદિ કાર્યાર્થીઓનો સર્વ માટીમર્દન-પીંડ-બનાવવું ચચડાવવુંભમાવવું વગેરે ક્રિયારંભ નિરર્થક જ છે. એટલે મુમુક્ષુએ તપ-સંયમાદિ અનુષ્ઠાન ન કરવું કેમ કે તેના વિના પણ મુક્તિ સુખની સિદ્ધિ થાય છે. એવું તો થતું નથી તેથી ક્રિયાકાળે જ કાર્ય છે તેના અંતે નથી.
પ્રશ્ન-૯૪૮– પણ માટીલાવવી-ચોળવી વગેરે ચક્રથી ઘટવિચ્છિન્નતાકરણ કાર્ય સુધીનો દીર્ઘ ઘટનિવર્તનકાળ હું અનુભવું છું. નહિ કે તમારા કહેવા મુજબ જે સમયે શરૂ થાય છે તે જ સમયે બને છે એવું અનુભવાય છે તો એ કઈ રીતે?
ઉત્તર-૯૪૮ – જો કે પ્રતિસમય અન્ય-અન્યરૂપ કાર્ય કોટિઓ ત્યાં ઉત્પન્ન થાય છે તો પણ તેનાથી નિરપેક્ષ તું નિયોજન તરીકે અવિવક્ષિત હોવાથી ઉત્પન્ન થતી પણ કાર્ય પરંપરાને ગણતો નથી. કારણ કે તને ઘટમાં જ અભિલાષ છે, પ્રયોજન પણ તેનું હોવાથી પ્રધાનતયા તેની જ વિવક્ષા છે. અહીં ઘટ ઉત્પન્ન થશે, એ રીતે ત્યાં જ તારો અભિલાષ છે. એટલે પ્રત્યેક સમયે કાર્યકોટીના અદર્શક તરીકે હે જડબુદ્ધિ ! પ્રતિસમય કાર્ય સંબંધિ પણ સર્વ કાળને ઘટમાં લગાવે છે. કે આ બધો ય ઘટોત્પત્તિ કાળ છે એટલે તારો આ અભિપ્રાય મિથ્યાનુભવ છે તું એક સમયના જ ઘટોત્પતિકાળમાં ઘણા સમયપણાને ગ્રહણ કરે છે.
પ્રશ્ન-૯૪૯- પ્રતિ સમય કાર્યકોટિઓ ઉત્પન્ન થતી ત્યાં કોઈ જણાતી નથી. પરંતુ વચમાં શિવક-સ્થાસ-કોશાદિ કોઈક કાર્યો જ જણાય છે એ કઈ રીતે?
ઉત્તર-૯૪૯- સાચું. પરંતુ સ્કૂલ-શિવકાદિ કાર્યો જ જે પ્રતિસમયે થનારા સૂક્ષ્મકાર્યો છે તેને છબસ્થ પ્રગટ રીતે અવધારી શકતો નથી, પરંતુ પ્રતિસમય કાર્યોના ગ્રાહક એવા અનંત સિદ્ધકેવલીનાં જ્ઞાનો દરેક સમયે ઉત્પન્ન થાય છે, તે પણ ત્યાં વચમાં કાર્યો જ છે. એટલે આમ, પ્રતિસમય કાર્યકોટિઓ ઉત્પન્ન થાય છે તે ઘટે જ છે.
પ્રશ્ન-૯૫૦– જો કાર્યનો દીર્ઘ ક્રિયાકાળ ન માનો, પરંતુ એક સામાયિક જ માનો તો આ ચરમસમયનો નિયમ કયો કે જેથી ત્યાં જ ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે? તેથી આ નિયમાભાવે પ્રથમ સમયે જ કેમ કાર્ય ન કરાય? કરાય જ છે. એવું કારણ જણાય છે?
ઉત્તર-૯૫૦ – અકારણ કાર્ય થતું નથી, તે અંત્ય સમયે જ ઘટનું કારણ છે, પ્રથમ સમયે હોતું નથી. એટલે ત્યાં પ્રથમ સમયાદિમાંકાર્ય પણ થતું નથી. જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હોય,
Page #168
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
જ્યાં કાર્ય ન હોય ત્યાં કારણ પણ ન હોય, તો કઈ રીતે ત્યાં ઉત્પન્ન થાય ? આ કાર્ય-કારણ ભાવ અન્વય-વ્યતિરેકથી સમધિગમ્ય છે. તેના દ્વારા જ અંત્ય સમયે જ ઘટાદિનું કારણ જણાય છે. એટલે તે ત્યાંજ ઉત્પન્ન થાય છે. એટલે ચરમ સમય નિયમ ઘટે જ છે.
૧૪૯
તેથી ઉક્તપ્રકારે ક્રિયમાણ વર્તમાન ક્રિયાક્ષણ ભાવિ કાર્ય નિયમા કૃત જ કહેવાય છે. જે કૃત હોય તેની ભજના, અહીં કોઈ કૃત ક્રિયાપ્રવૃત્તકાલભાવિ ક્રિયમાણ કહે છે, અન્ય તે વિગમક્રિય ચક્ર પાકાદિ ઉતીર્ણ કૃત ઘટાદિ કાર્ય ક્રિયામાણ નથી કહેતા, ઉપરતક્રિયા હોવાથી.
પ્રશ્ન-૯૫૧ – જે સંથારો જે જે આકાશ પ્રદેશમાં જે જે સમયે પથરાય છે. તે સંથારો તેટલા પ્રમાણમાં તે આકાશ પ્રદેશમાં તે તે સમયે પથરાયેલો છે, અને પથરાય છે પણ ખરો, અર્થાત્ કેટલોક પથરાયેલો છે અને કેટલોક પથરાય છે. પણ આખો સંથારો પથરાયેલો કઈ રીતે કહેવાય ? તેથી “જે કરાતું હોય છે તે કર્યું કહેવાય” એવું મહાવીર દેવનું વચન સત્ય કઈ રીતે થાય ?
ઉત્તર-૯૫૧ તમે ભગવાનના વચનને સમજ્યા નથી એટલે આવું બોલો છો. ભગવાનનું વચન સર્વ નયાત્મક હોય છે. એટલે ‘ક્રિયમાણ કૃત' એવું પણ ક્યારેક વ્યવહારનયથી માની શકાય છે. પરંતુ “વતમાળે પતિપ્ રત્નમાળે સફર'' ઈત્યાદિ નિશ્ચય મતનાં સૂત્રો છે તેના અભિપ્રાયે “કરાતું હોય તે કર્યું, પથરાતું હોય તે પાથર્યું” વગેરે ઘટી શકે છે, કેમકે તે નયની માન્યતા છે કે પ્રથમ સમયથી જ ઘટ કરવાનો આરંભ કર્યો નથી. પરંતુ માટી લાવવી, મસળવી વગેરે જુદાં જુદાં કાર્યો દરેક સમયે આરંભાય છે, એમાંનું જે કાર્ય જે સમયે આરંભાય તે તે જ સમયે ઉત્પન્ન થાય છે. કેમકે ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક જ છે નહી તો પૂર્વે કહેલા દોષો પ્રાપ્ત થાય. માટે “ક્રિયમાણ કૃત” જ છે. એ રીતે સંથારો પણ પ્રથમ સમયથી જ આખો પાથરવા માંડ્યો નથી. પરંતુ દરેક સમયે તેના જુદા-જુદા અવયવો પથરાય છે. એમાંનો જે અવયવ જે સમયે પાથરવા માંડ્યો હોય તે અવયવ તે જ સમયે પથરાય છે. પણ આખો સંથારો તો છેલ્લા સમયે જ પથરાય છે. અને ત્યાં જ સંપૂર્ણ પથરાઈ રહે છે. એટલે “પથરાતું હોય તે પથરાયેલું છે.”
પ્રશ્ન-૯૫૨ જો પહેલાં જુદા-જુદા કાર્યો થતા હોય અને સંથારો તો છેલ્લા સમયે જ આરંભાતો હોય, ને ત્યાં જ પૂરો થતો હોય એમ ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક જ હોય તો પછી મને સંથારાનો જ દીર્ઘ ક્રિયાકાળ કેમ અનુભવાય છે ?
ઉત્તર-૯૫૨ દરેક સમયે થતી કાર્યની પરંપરાથી તમે વિમુખ છો. અને માત્ર સંથારારૂપ કાર્યમાં જ બુદ્ધિવાળા છો, તેથી દરેક સમયે થતા કાર્યની પરંપરાનો કાળ સંથારામાં યોજો છો. એટલે એ બધો કાળ સંથારાનો જ અનુભવાય છે.
-
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સ્થવિરો દ્વારા આટલું સમજાવવા છતાં જમાલી ન માન્યો એટલે સાધુઓ તેને છોડી ભગવાન પાસે ચાલ્યા ગયા. ઢેક શ્રાવક દ્વારા પ્રતિબદ્ધ થયેલી પ્રિયદર્શના પણ ભગવાન પાસે ગઈ.
(૨) તિષ્યગુપ્ત-ચરમપ્રદેશ જીવ રાજગૃહનગર-વસુઆચાર્ય-શિષ્ય-તિષ્યગુપ્ત-આત્મપ્રવાદનામના પૂર્વનું અધ્યયન કરતાં આ સૂત્રાલાપક આવ્યો. “પ અંતે ! નીવપણ નીત્તિ વત્તત્રં સિયા? . નો રૂપકેમકે । एवं दो, तिन्नि, जाव दस, संखेज्जा, असंखेज्जा भंते ! जीवपएसा जीव त्ति वत्तव्वं सिया ? । नो इणढे समढे, एवं पएसूणे वि णं जीवे नो जीवे त्ति वत्तव्वं सिया ? । से केणं अटेणं ? । जम्हा णं कसिणे पडिपुन्ने लोगागासपएस तुल्ले जीवे जीवे त्ति वत्तव्वं सिया, છે તેvi ગ” આ આલાપો ભણતાં કોઈ નયને આ પણ માન્ય છે. સર્વનયોને નહિ એમ અજાણતા તિષ્યગુપ્તને મિથ્યાત્વના ઉદયથી દષ્ટિ વિપર્યાસ થયો.
જે કારણથી એકાદિ પ્રદેશવાળા જીવો નથી ને અંતે ! નીવપણે એમ આલાપકમાં નિષેધ હોવાથી એમ એક પ્રદેશથી હીન પણ જીવ હોતો નથી. તેથી જે કોઈ પણ ચરમપ્રદેશથી તે જીવ પરિપૂર્ણ કરાય છે તે જ પ્રદેશ જીવ શેષપ્રદેશો નહિ. એમાં આ આલાપક પ્રમાણ છે. એમ એ વિપરિતમતિ થયો. એક અન્ય પ્રદેશ જીવ છે, કારણ કે જીવ તેના ભાવથી ભાવિત છે એમ બોલતા તિષ્યગુપ્તને ગુરુએ કહ્યું – તને જો પ્રથમ જીવપ્રદેશ સંમત નથી તો અંતિમ પ્રદેશ કયા પ્રકારે જીવ માને છે ? તે પણ જીવ ઘટતો નથી તારો અભિમત ચરમપ્રદેશ પણ જીવ નથી, અન્યપ્રદેશોથી તુલ્યપરિણામવાતું પ્રથમાદિ અન્ય પ્રદેશવ અથવા વ્યત્યયવિપરિત પ્રયોગ
તે અંતિમ પ્રદેશ તું જીવ કઈ રીતે માને છે અને પ્રથમ પ્રદેશને તેવા રૂપે માનતો નથી? પ્રથમ પ્રદેશ પણ જીવ જ માન, શેષ પ્રદેશ તુલ્ય પરિણામવાત ચરમપ્રદેશવત્, અથવા તારો અહીં ક્યો વિશેષ હેતુ છે કે જેથી પ્રદેશત્વ તુલ્ય છતાં ચરમ પ્રદેશમાં–જીવ અને પ્રથમ પ્રદેશમાં જીવ નહિ ?
હવે જો, વિવક્ષિતાસંખ્યપ્રદેશ રાશિનો અંત્યપ્રદેશ પૂરણ છે. એટલે વિશેષ સંભાવથી તે જીવ કહેવાય અને પ્રથમ નહિ કહેવાય એવી તારી બુદ્ધિ છે તે યોગ્ય નથી, કારણ કે જેમ અંત્ય પ્રદેશ પૂરણ છે તેમ પ્રથમાદિ એક-એક પ્રદેશ તે જીવરાશિના પૂરણ જ છે. એકેય પ્રદેશ વિના તે પૂર્ણ થતો નથી એમ, સર્વજીવપ્રદેશો વિવણિત પ્રદેશમાનપૂરણમાં અંત્યપ્રદેશની જેમ પ્રત્યેક જીવ હોવાથી પ્રતિજીવ જીવબહુત્વ-અસંખ્યય જીવાત્મક આવી પડે છે, અથવા
Page #170
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૫૧
પ્રથમાદિ પ્રદેશની જેમ અંત્ય પ્રદેશ પણ અજીવ હોય તો સર્વથા જીવાભાવનો પ્રસંગ આવે છે. હવે જો પૂરણત્વ સમાન હોવા છતાં અંત્ય પ્રદેશ જ જીવ કહેવાય અને બીજા બધા અજીવ કહેવાય એવો આગ્રહ તું ન છોડે તો રાજાદિની જેમ તારી મરજી. જે ઠીક લાગે એ બોલે. અને એમ છતાં વિપર્યય પણ કેમ ન થાય ? પ્રથમ પ્રદેશ જીવ અને ચરમ પ્રદેશ અજીવ અથવા વિષમતા પણ કેમ ન થાય. કેટલાક પ્રદેશો જીવો, કેટલા અજીવો આવા અનિયમથી સર્વવિકલ્પોની સિદ્ધિ કેમ ન થાય ? સ્વેચ્છાએ બોલનારા સર્વપક્ષો ગમે તેમ બોલી શકે છે.
જે પૃથક્ એક-એક અવયવમાં નથી તે સર્વ સમુદિત અવયવોમાં પણ ન હોય, જેમ રેતીના પ્રત્યેક કણોમાં ન રહેલું તેલ તેના સમુદાયમાં નથી. પ્રથમાદિ એક-એક અવયવમાં જીવ નથી તો શેષ પ્રદેશોમાં ન રહેલું જીવત્વ પરિણામાદિથી તુલ્ય એવા ચરમ પ્રદેશમાં અકસ્માત્ ક્યાંથી ટપકી પડ્યું ?
પ્રશ્ન-૯૫૩
-
• પ્રથમાદિ અંત્યસિવાયના પ્રદેશોમાં દેશથી જીવ છે જ, ચરમપ્રદેશમાં તો એ સંપૂર્ણ પણ છે, એટલો ફેર છે. એટલે નં સવ્વા ન વીસુ (ગા.૨૩૪૦) એ વાત અસિદ્ધ છે.
ઉત્તર-૯૫૩ – તો પણ ચ૨મપ્રદેશમાં સંપૂર્ણપણે જીવ કઈ રીતે ઘટે ? ત્યાં પણ એ દેશથી જ ઘટે પ્રથમાદિ પ્રદેશથી જેમ તે પણ પ્રદેશ છે જો અંત્યપ્રદેશમાં સંપૂર્ણ જીવ માને તો ત્યાં તેના ભાવમાં જે હેતુ છે તે શેષપ્રદેશોમાં પણ સમાન જ છે. એટલે તેમનામાં પણ અંત્યપ્રદેશની જેમ પ્રતિપ્રદેશ સંપૂર્ણ જીવત્વ કેમ નથી માનતો ? જો પ્રથમાદિ પ્રદેશોમાં જીવત્વ ન માને તો ચરમમાં પણ ન માનવું જોઈએ. કેમકે, અન્યપ્રવેશોપ નો નીવઃ પ્રવેશત્વાત, યથા પ્રથમાહિ પ્રવેશઃ । જેમ પ્રથમાદિ પ્રદેશો પ્રદેશરૂપ હોવાથી જીવ નથી તેમ અંત્યપ્રદેશ પણ પ્રદેશરૂપ હોવાથી જીવ નથી.
-
પ્રશ્ન-૯૫૪ – તમારી આ પ્રતિજ્ઞા આગમ બાધિત છે કારણ કે, આલાપકમાં પ્રથમાદિ શેષ પ્રદેશો જીવત્વથી નિષેધ કરાયેલા છે. અંત્યપ્રદેશ નહિ, ત્યાં તે જીવ તરીકે અનુજ્ઞાત છે. એટલે કઈ રીતે પ્રથમાદિ પ્રદેશની જેમ એનો જીવત્વનિષેધ માનું?
ઉત્તર-૯૫૪ – તે અંત્યપ્રદેશ પણ શ્રુતમાં જીવતરીકે નિષેધ કરાયો છે તે એક છે. એટલે “ો મને ! નીવ પહ્ને નીવે ત્તિ વત્તત્રં સિયા ? । નો ફળકે સમટ્ટે' તેથી જો શ્રુત તને પ્રમાણ હોય તો ચરમપ્રદેશ પણ જીવ ન માનવો. એક હોવાથી, પ્રથમાદિ અન્યતર પ્રદેશવત્, અને જો તું શ્રુતને પ્રમાણ કરે છે તો બધાય જીવ પ્રદેશો જીવત્વથી પરિપૂર્ણ શ્રુતમાં કહેલા છે માત્ર ચરમપ્રદેશ નહિ. ત્યાં કહ્યું છે- “નન્હા નું સિળે પહિપુત્રે તો સપસતુફ્ફે નીવે નીવે ત્તિ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧પર
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
વત્તત્રં સિયા” એટલે શ્રુતપ્રમાણ ઈચ્છતા તારે એક ચરમપ્રદેશ જ જીવ તરીકે ન માનવો. દષ્ટાંત :- જેમ એક તંતુ આખા પટનો ઉપકારી થાય છે. કેમકે તેના વિના પટનો અસંભવ છે. પરંતુ તે એક તંતુ આખો પટ બનતું નથી, પણ તે તંતુઓ બધા એકઠા થયેલા સમસ્ત પટ થાય છે તેમ એક જીવપ્રદેશ જીવ થતો નથી પરંતુ સર્વે જીવ પ્રદેશો સમુદિત થયેલા જીવ છે.
પ્રશ્ન-૯૫૫ – તમે આગળ (ગા.૨૩૩૫)માં કહ્યું ને કે નયનમતને ન જાણતા દૃષ્ટિવિપર્યાસ થયો તો આ ક્યા નયને માન્ય છે?
ઉત્તર-૫૫ – એવભૂતનયનો આ મત છે કે- દેશ-પ્રદેશો વસ્તુથી ભિન્ન નથી. તેથી તે અવસ્તુરૂપ મનાય છે. એટલે દેશ-પ્રદેશ કલ્પના જીવ છે, ચરમ પ્રદેશમાત્ર નહિ. તે સ્વીકાર. હવે જો ગ્રામ બળ્યું પટ બળ્યો એ ન્યાયથી એક દેશમાં પણ સમસ્તવસ્તુના ઉપચારથી ચરમપ્રદેશ રૂપ દેશમાં પણ સમસ્ત જીવબુદ્ધિ પ્રવર્તે છે તો શેષ પ્રથમાદિ પ્રદેશ ઉપચારથી જીવ માન. ન્યાય બંનેમાં સમાન છે. અથવા એક જ ચરમપ્રદેશ જીવ થતો નથી પરંતુ દેશોન જીવમાં જ જીવોપચાર ઘટે છે. જેમ કેટલાક તખ્તઓથી ન્યૂન પટમાં પટોપચાર દેખાય છે નહિ કે માત્ર એક તંતુમાં એમ અહીં પણ સમજવું.
ગુરુએ યુક્તિઓથી સમજાવવાં છતાં તિષ્યગુપ્ત ન માન્યો એટલે ગચ્છ બહાર કર્યો. એકલો વિચરતો આમલકલ્પાનગરીમાં આવ્યો. ત્યાં મિત્રશ્રીશ્રાવકે નિતવ જાણીને પ્રતિબોધ કરવા માટે જઈને નિમંત્રણ આપ્યું. મારા ઘરે પ્રસંગ છે ત્યાં પધારશો. ગયો. તેના સમક્ષ ભોજન-અન્ન-પાન-વ્યંજન-વસ્ત્રાદિના ઢગલા ખડક્યા. તેમાંથી સર્વ અન્ય અવયવો લઈને વહોરાવ્યા, બોલ્યો તે શ્રાવક ! તું આમ મારું અપમાન કરે છે. શ્રાવક-જો આ સત્ય નથી તો તે બોલેલું બધું જુદું છે. જો અંત્યાવયવો સમસ્ત અવયવીનું જે સાધ્ય છે તે કરતા નથી, એટલે એ તને માન્ય નથી-કૂર-પકવાન-વસ્ત્રાદિનો સિક્ય-સુકુમારિકાદિનો સૂક્ષ્મખંડ-તંતુ આદિ રૂપ ચરમાવયવ જો તને પરિષોતકર નથી તો સંવ્યવહારથી અતીત અંત્યાવયવમાં સમસ્તાવયવીનો ગ્રહ તમને શા માટે ?
અંત્યતંતુ માત્ર પટ નથી, તે પટનું શીતરક્ષણાદિ કાર્ય કરતો નથી. જેમ ઘટ પટનું કાર્ય કરતો નથી, પટકાયંભાવે પણ જો તું તંતુને પટ માને તો એ પટ ઘટ કે ખપુષ્પ કેમ ન થાય. એ બધામાં પટકાર્યો કર્તવ્ય તો સરખું જ છે ને ? વળી, તારો અભિમત અવયવી ચરમાવયવમાં નથી.
આ રીતે પ્રાપ્ત કરવાની વસ્તુ સંપૂર્ણ રીતે અનુપલબ્ધ-અપ્રાપ્ત થઈ જાય. અર્થાતુ કાંઈ પણ ન મળે, અને એવો વ્યવહાર પણ નથી કે એક છેડાના આધારે આખા પટની જેમ, કાંઈ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ગુજરાતી પ્રશ્નોત્તર પ્રાપ્ત થાય. જો એમ થાય તો આકાશ કુસુમ પણ પ્રાપ્ત થઈ જાય. અને બીજા લક્ષણમાં તો દૃષ્ટાંત પણ નથી મળી શકતું. એવો કયો અવયવી મળે કે જે માત્ર અંત્યાવયવરૂપ હોય ? કોઈ ન મળે. એટલે તેની સરખામણી કોઈપણ દ્રવ્યાદિ સાથે થઈ શકતી ન હોવાથી દષ્ટાંત પણ મળી શકતું નથી. એટલે સાધ્ય પણ કઈ રીતે સિદ્ધ થાય? ન જ થાય. રૂપવ્યિક્ષUDIHસ્યાનુપતબ્ધઃ વ્યવહારમાવીષ્ય, પુષ્પવત્ ” અથવા “સત્યવયવમત્રમવયવી, અવયવી સંપૂર્ણતાહેતુત્વા” અહીં દષ્ટાંતાભાવે પણ સાધ્યસિદ્ધિ નથી. જે ઉપલબ્ધ નથી, વ્યવહાર નથી અને દાંતાભાવે અનુમાન નથી કરાતું. તેથી, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અર્થોની સિદ્ધિ છે. અને તે અર્થો તારા પક્ષના સાધક તરીકે પ્રવર્તતા નથી. એટલે સર્વપ્રમાણ વિષયાતીત હોવાથી તારી માન્યતા મિથ્યાત્વ જ છે.
આ રીતે મિત્રશ્રી એ પ્રેરેલા તેણે બોધ પામી ક્ષમાપના કરી અને શ્રાવકે સંપૂર્ણ અન્નપ્રદાનાદિ વિધિથી ફરીથી વહોરાવ્યા. જઈને શિષ્યપર્ષદા યુક્ત વિધિ પૂર્વક ગુરુચરણે પાછો ફર્યો અને સમ્યગુ માર્ગ પ્રાપ્ત કરી ગુરુ સાથે વિચર્યો. તિ તિધ્યાન:
(૩) અષાઢાચાર્યના શિષ્યો અવ્યક્તવાદીઓ.
શ્વેતવિકાનગરી-પૌલાષાઢ મૈત્ય-અષાઢાચાર્ય, ઘણા શિષ્યોને અગાઢયોગો ચાલે છે. બીજા વાચનાચાર્ય ન હોવાથી આચાર્ય પોતે વાચનાચાર્ય થયા. તેવા કર્મવિપાકથી તે જ દિવસે રાત્રિમાં હૃદયશૂળથી કાળ કરીને સૌધર્મદેવલોકમાં નલિની ગુલ્મવિમાનમાં દેવ થયા. ગચ્છમાં કોઈને ખબર ન પડી. અવધિથી પૂર્વનો વૃત્તાંત જાણીને સાધુ-અનુકંપાથી આવી તે જ શરીરમાં દાખલ થઈ અને સાધુઓને જગાડીને કહ્યું. વૈરાત્રિકકાલ ગ્રહણ કરો. સાધુઓએ તેમ જ કર્યું. શ્રુતના ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞા તેમની આગળ જ કર્યા, દિવ્યપ્રભાવથી તે દેવે તે સાધુઓનાં કાલભંગાદિ વિપ્નને રક્ષતા જલ્દી યોગો પાર પાડ્યા. પછી તે શરીર છોડીને સ્વર્ગમાં જતા તેણે સાધુઓને કહ્યું ક્ષમા કરજો, અસંયત એવા મેં પોતાને સાધુઓ એવા તમે વંદાવ્યા, હું અમુક દિવસે કાળ કરીને સ્વર્ગમાં ગયો તમારી અનુકંપાથી આવીને તમારા અગાઢ યોગો પૂરા કરાવ્યા. એમ કહી ખમાવીને સ્વસ્થાને ગયો. તે સાધુઓ તેના શરીરને પાઠવીને વિચારે છે અહો ! ઘણા સમય સુધી અસંયત વાંદયો. તેમ અન્યત્ર પણ શંકા-કોણ જાણે કોણ સંયત, અસંયત દેવ કોઈ છે? એટલે કોઈને વંદન ન કરવા જ શ્રેય છે નહિતો અસંયત વંદન અને મૃષાવાદ થાય. આમ તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી તે અપરિણત મતિવાળા સાધુઓ અવ્યક્તમતને સ્વીકારેલા પરસ્પર વંદન કરતા નથી એટલે સ્થવિરોએ કહ્યું-દરેક અન્યમાં તમને સંદેહ છે તો જેણે કહ્યું- હું દેવ છું ત્યાં પણ તમને શંકા ન થઈ કે એ દેવ છે કે અદેવ? જો તેણે સ્વયં કહ્યું – હું દેવ છું અને દેવરૂપ પ્રત્યક્ષ જ જોયું એટલે ત્યાં સંદેહ નથી. જો એમ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
માનો તો જેઓ કહે છે અને સાધુઓ છીએ અને સાધુરૂપ પ્રત્યક્ષ જ દેખાય છે તેમાં સાધુત્વનો સંદેહ કેવો? જેથી તમે આપસમાં વંદન કરતા નથી અને સાધુના વચનની દેવનું વચન સાચું છે એ કહી ન શકાય. કારણ કે દેવ વચન ક્રીડા માટે અન્યથા સંભવે છે નહિ કે સાધુનું વચન. કારણ તેમને ક્રિડાઆદિની વિરતિ હોય છે. એમ કહેવા છતાં ન સમજ્યા ત્યારે ગચ્છ બહાર કર્યા. અને ભમતા-૨ રાજગૃહી ગયા ત્યાં મૌર્યવંશી બલભદ્રરાજ-શ્રાવકે અવ્યક્તવાદિ નિતવો આવેલા જાણ્યા. માણસો મોકલીને રાજકુલમાં લાવ્યા. કટકમર્દની મારવાની આજ્ઞા કરી, હાથી-સૈન્યો તેમને મસળવા લાવતાં તેઓ બોલ્યા રાજન ! અમે જાણીએ છીએ તું શ્રાવક છે તો કેમ અમને શ્રમણોને આમ મારે છે ? રાજા-તમારા સિદ્ધાંતથી જ કોણ જાણે કે હું શ્રાવક છું કે નથી? તેમ પણ ચોર, ચારિક કે મારાઓ છો? એ પણ કોણ જાણે? તે ઓ બોલ્યા અમે સાધુઓ છીએ જો એમ હોય તો અવ્યક્તવાદિતયા કેમ પરસ્પર પણ જયેષ્ઠ મુજબ વંદનાદિ કરતા નથી ? આવા નિષ્ફર-કોમળ વચનોથી રાજાએ તેમને કહ્યું એટલે સંબુદ્ધ અને લજ્જિત એવા શંકા વગરના સન્માર્ગે પડ્યા. રાજા-તમને સંબોધન કરવા માટે મેં આવું બધું કર્યું છે. ક્ષમા કરજો
અન્ય યુક્તિઓ –
જો પ્રત્યક્ષ યતિઓમાં શંકા હોય તો પરોક્ષ જીવાદિમાં સુતરાં શંકા થાય તો સમ્યક્તનો પણ અભાવ થાય. અને સૂક્ષ્મ-વ્યવણિત-વિકૃષ્ટરૂપવાળા જીવાદિ પદાર્થોમાં અને અત્યન્તપરોક્ષ જિનાદિમાં તમને શંકા કેમ નથી ? જિનવચનથી જીવાદિમાં શંકા નથી એમ કહેશો તો એતો અહીં પણ સમાન છે સુસાધુવૃતના હેતુથી આ શ્રમણ છે એ નિશ્ચયથી વંદન કરવા યોગ્ય છે તે સુસાધુતા આલય-વિહાર સ્થાનભ્રમણથી અને ભાષાવિનયથી સુવિહિત સાધુ છે એમ જાણવું.
જેમ જિનગુણ વગરની પણ જિનેન્દ્રપ્રતિમા જાણતા છતાં પરિણામ વિશુદ્ધિ માટે તમે વંદન કરો છો તો સાધુઓને કેમ નહિ ? સાધુમાં તો સાધુત્વ હોય કે ન પણ હોય, પરંતુ પ્રતિમામાં તો જિનત્વ નથી જ એવો નિશ્ચય છે તો તે શા માટે વાંદવી અને સાધુવંદન કેમ પ્રતિષેધ કરવા?
પ્રશ્ન-૫૬ – અસંયત દેવાધિષ્ઠિત યતિરૂપ વંદાતા તેમાં રહેલા અસંયમરૂપપાપની અનુમોદના થાય, પ્રતિમામાં તો એ નથી?
ઉત્તર-૫૬ – દેવતાધિષ્ઠિત પ્રતિમામાં પણ અનુમોદનારૂપ દોષ થાય જ છે. પ્રશ્ન-૯૫૭ – પ્રતિમામાં વિશુદ્ધ અધ્યયવસાયવાળાને જિનબુદ્ધિથી નમસ્કાર કરતાં અનુમોદનારૂપ દોષ નથી?
Page #174
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૫૫
ઉત્તર-૯૫૭ – જો એમ હોય તો યતિબુદ્ધિથી યતિરૂપને વિશુદ્ધાધ્યવસાયવાળાને નમસ્કાર કરતાં શું દોષ છે કે તમે પરસ્પર વંદન કરતા નથી.
પ્રશ્ન-૯૫૮ – તો લિંગમાત્રધારક પાર્થસ્થાદિને પણ યતિબુદ્ધિથી વિશુદ્ધાળ્યવસાયીને નમતાં કાંઈ દોષ નહિ લાગે ને?
ઉત્તર-૯૫૮ – યોગ્ય નથી. પાર્થસ્થાદિમાં પ્રત્યક્ષથી જ સમ્યગૃતિરૂપનો અભાવ હોય છે. તે અભાવ “આલયવિહાર' વગેરે યતિલિંગની અનુપલબ્ધિથી દેખાય છે, તેથી પ્રત્યક્ષ દોષવાળા પાર્થસ્થાદિઓને વંદન કરનારને તેની સાવદ્ય અનુજ્ઞારૂપ દોષ છે જ. બન્ને (यथावेलं) बगलिंग जाणंतस्स नमओ हवइ दोसो । निद्धंधसं य नाऊण वंदमाणे થવો હોતો અને પ્રતિમામાં તો દોષાચરણ ન હોવાથી તેના વંદનમાં સાવદ્યાનુજ્ઞાના અભાવે દોષ નથી.
જો તમે પ્રતિમા પણ ન વાંદો તો એવા શંકાચારી તમારે દેવકૃત હોય, એમ ધારી આહારઉપધિ-શયાદિ પણ ન ગ્રહણ કરવી, આમ અતિ શંકાળુતામાં સમસ્ત વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવે કારણ કે, કોણ જાણે આ ભોજન છે કે કૃમિ ? એવી આશંકામાં ભોજનાદિમાં પણ કૃમ્યાદિભ્રાંતિ દૂર નથી થઈ એટલે તમારે બધું અભક્ષ્ય જ થઈ જાય છે. તેમજ આલાબુ (તુંબડુ), વસ્ત્રાદિમાં પણ મણિ-માણેક-સર્પાદિની ભ્રાંતિ પણ દૂર કરી નથી એટલે એ પણ અભોગ્ય થઈ જાય છે.
તથા યતિ સાથે પણ સંવાસ કલ્યાણકારી નથી કારણ તેમાં પણ પ્રમદા-કુશીલની શંકા છે. અને ગૃહસ્થ પણ કદાચ યતિ હોય એમ ભ્રમથી તેને આશીર્વાદ ન આપવા. કેમકે ભવ્ય કે અભવ્ય છે એવું કોણ જાણે, એટલે દીક્ષા ન આપવી. જિનમત અને જિનેન્દ્રો પરલોકસ્વર્ગ-મોક્ષ વગેરે બધું શંકાસ્પદ છે તો દીક્ષા શા માટે આપવી-લેવી ?
હવે જિનેન્દ્રો છે અને તેમના વચનથી જ સમગ્ર પરલોક-સ્વર્ગ-મોક્ષાદિની પ્રતિપત્તિ થાય છે તો તેમના વચનની જ યતિવંદન પણ કેમ માનતા નથી ? અને જો જિનમત તમને પ્રમાણ છે તો “મુનિ” એ બુદ્ધિથી આલય-વિહારાદિ બાહ્યકરણ પરિશુદ્ધ દેવ પણ વિશુદ્ધભાવથી વંદાતો દોષ રહિત વિશુદ્ધ જ થાય- ૩ વાગે-૧૨-રહસ્સમિતીvi સમાપિરાસરિયસારા પરિમિય પમા નિજીયમપત્તવમા II A અથવા.
જેમ આષાઢદેવ યતિરૂપધર અહીં જોયો તેમ બીજા કેટલા દેવો તેના સિવાય તમે પહેલા જોયા છે? કે એટલા માત્રથી જ તમને સર્વત્ર અવિશ્વાસ છે? કારણ કે છદ્મસ્થ સમયની સર્વ ચર્યા વ્યવહારનયને આશ્રયીને હોય છે. તેથી વિશુદ્ધ મનવાળો તે રીતે આચરતો વિશુદ્ધ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
થાય છે. સંવ્યવહાર બળવાન છે. શ્રુતવિધિ વડે ગ્રહણ કરેલ અશુદ્ધ આહારનો સર્વજ્ઞ પણ નિષેધ કરતા નથી. ક્યારેક તે છબસ્થને પણ વંદન કરે છે. જિનેશ્વરનું શાસન નિશ્ચયવ્યવહારનય યુક્ત છે. એટલે ક્યારેક, કાંઈક, ક્યાંક આશ્ચર્ય જેવું કાંઈ તે દેખાતા સર્વત્ર તેવા ભાવની શંકા ઘટતી નથી. તેથી વ્યવહારનય આશ્રયીને તમારે પરસ્પર વંદનાદિ યોગ્ય છે.
(૪) સમુચ્છેદ દષ્ટિ-અશ્વમિત્ર
મિથિલાનગરી-લક્ષ્મીગૃહ ચૈત્ય-મહાગિરિસૂરિશિષ્યકૌડિન્ય-તેમના શિષ્ય અશ્વમિત્ર અનુપ્રવાદપૂર્વમાં રહેલ નૈપુણ વસ્તુભણતા અશ્વમિત્રને – કુન્નિસમયેરફથી સર્વે વછિત્તિસંતિ, પર્વ નાવ માળિય ત્તિ, પર્વ વીયા સમયે, વિ વત્તત્રં છે એ એકસમયાદિ વ્યવચ્છેદસૂત્રથી નાશપ્રતિપત્તિ ઉત્પન્ન થઈ. અર્થાત ઉત્પત્તિ સાથે જ સર્વ જીવો સર્વથા વિનશ્વરરૂપ છે તો પછી તેઓને સુકૃત-દુષ્કૃત કર્મના ફળની અનુભૂતિ ક્યાંથી થાય? ન જ થાય. એવો બોધ ઉત્પન્ન થયો અને એવી પ્રરૂપણા કરવા માંડ્યો.
એના જવાબમાં ગુરુએ તેને આગળ કહેવાનારી યુક્તિઓથી સમજાવ્યો. વસ્તુઓનું પ્રતિસમય વિનાશિત્વ આ એક ક્ષણક્ષયવાદિ ઋજુસૂત્રનયનો મત છે સર્વનયમત નથી તેથી મિથ્યાત્વ જ છે.
પ્રશ્ન-૯૫૯ – એ મિથ્યાત્વ કઈ રીતે?
ઉત્તર-૯૫૯ – કાળપર્યાયમાત્રના નાશમાં સ્વ-પર પર્યાયથી અનંતધર્માત્મક વસ્તુનો સર્વથા વિનાશ ઘટતો નથી કાળ-નારકાદિની ઉત્પત્તિનો પ્રથમાદિ સમય તે જ છે પર્યાયમાત્ર તેનો નાશ. વસ્તુ-અનંત સ્વ-પરપર્યાય ધર્મક અર્થાત જે સમયે તે નારકવસ્તુ પ્રથમસમયનારક તરીકે નાશ પામે છે તે જ સમયે દ્વિતીયસમયનારક તરીકે ઉત્પન્ન થાય છે. અને જીવદ્રવ્ય તરીકે કાયમ રહે છે. એટલે કાળ-અદ્ધાપર્યાય માનવો માત્રના વિચ્છેદથી સર્વવિચ્છેદ અત્યંત વિરુદ્ધ છે.
પ્રશ્ન-૯૬૦ – પૂર્વોક્ત આલાપકથી સૂત્ર પ્રામાણ્યથી પ્રતિસમય સર્વથા વસ્તુનો ઉચ્છેદ જણાવાય છે તેનું શું?
ઉત્તર-૯૬૦ – જો સૂત્ર તારે પ્રમાણ હોય તો સૂત્રમાં દ્રવ્યાર્થતયા શાશ્વત પણ વસ્તુ અન્યત્ર કહેલી જ છે અને પર્યાયતયા જ અશાશ્વત પણ કહેલ છે. તે સૂત્ર – નેરા णं भंते ! किं सासया, असासया ? । गोयमा ! सिय सासया, सिय असासया । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! दव्वट्ठयाए सासया, भावट्ठयाए असासय त्ति ।
Page #176
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૫૭ અહીં પણ પ્રથમ સમયનારકો નષ્ટ થશે એમ સૂત્રમાં સર્વનાશ નથી જણાતો. કારણ કે સમયાદિવિશેષણ કહ્યું છે. એટલે અહીં સર્વથા નાશ નથી પણ, પ્રથમસમયનારકો નાશ પામશે અર્થાત્ પ્રથમસમયનારક તરીકે નષ્ટ થશે. એમ બીજાદિસમયનારકો પણ દ્વિતીયાદિ સમયનારક તરીકે નાશ પામશે. સર્વથા નહિ, દ્રવ્યપણે શાશ્વત હોવાથી, નહિ તો સર્વનાશ માનવામાં પ્રથમસમયાદિ વિશેષણ ન ઘટે. કેમકે પ્રથમસમયોત્પન્ન નારકોના સર્વથાનાશમાં બીજા-ત્રીજાદિ સમય નારક વળી કેવો? અવસ્થિત જ કોઈનું ૧-૨-૩ આદિ સમયાત્પન્ન એવું વિશેષણ ઘટે છે. જયારે સર્વથા નાશ માનો તો પ્રથમસમયોત્પન્ન નારકનો નિરન્વયનાશથી નાશ થતો હોવાથી દ્વિતીયસમયોત્પન્ન નારક એમ બોલવું કઈ રીતે ઘટે ? જે નારકથી સર્વથા વિલક્ષણ હોવાથી એ દેવ ઘટ કે અભાવ ન કહેવાય? અને દેવાદિના વ્યયદેશમાં દ્વિતીયાદિ સમયનારક નથી. તેથી પ્રથમ-દ્વિતીય-તૃતીયાદિ સમયોત્પન્ન એવું વિશેષણ કોઈક અવસ્થિત નારકાદિનું જ ઘટે છે, એમ આ સૂત્રમાં પણ નારકાદિનો સર્વોચ્છેદ જણાવાતો નથી. એટલે પોતાના અશુભકર્મવિપાકજનિત તારો આ વ્યામોહ જ છે. તેથી તે આ પ્રમાણે વિપરિત પ્રરૂપણા કરે છે અને માને છે.
પ્રશ્ન-૯૬૧ - તો માનશું કે નારકાદિની પ્રતિસમય અપરાપર સમાન ક્ષણોત્પત્તિ થાય છે, એટલે તે સમાન ક્ષણ ઉત્પત્તિથી જે સમાજક્ષણ સંતતિરૂપ સંતાન છે તેનાથી સંતાનને આશ્રયીને નારકાદિનું ક્યારેક ધ્રૌવ્ય વિના પણ ૧-૨-૩ આદિ સમયોત્પન્ન વિશેષણ ઘટે જ છે ને?
ઉત્તર-૯૬૧- ના ન ઘટે, સર્વથા વિનાશ-સમુચ્છેદ માનતાં કોણ કોનું સંતાન? અથવા કોણ કોના સમાન? એવું નિષ્કારણ જ એ કહેવાય છે, નિરન્વય નાશે અવસ્થિત કોઈ નારકાદિ ક્ષણો નથી કે જેને આશ્રયીને કહેવાય કે આ એનું સંતાન અને આ એના સમાન વગેરે જો સંતાનીથી સંતાન અભિન્ન હોય તો આ સંતાન વળી શું ? તસ્વરૂપ જ છે. જો સંતાનીથી સંતાન ભિન્ન હોય તો એ ક્ષણિક નથી પણ અવસ્થિત માનેલો છે. જો ક્ષણિક માનો તો સંતાન નથી સંતાનવતુ, તેથી સંતાનભાવપક્ષમાં કહેલા જ દોષો છે. આમ સર્વથા ઉચ્છેદ માનવામાં સંતાન ઉત્પન્ન થતો નથી એવો ફલિતાર્થ થયો.
હવે સમાન પક્ષ-જો પૂર્વેક્ષણનો ઉત્તરક્ષણે કોઈપણ રૂપે અનુગમ-અન્વય થાય તો તે અનુગામમાં પૂર્વોત્તરક્ષણથી સમાનતા થાય. સર્વથા પૂર્વેક્ષણનો વિનાશ-નિરન્વય નાશમાં ઉત્તરક્ષણની સમાનતા ન ઘટે. જો તે બંનેની સમતા માનો તો તદ્રુપ કોઈક અવસ્થિત હોવાથી પૂર્વેક્ષણનો સર્વથા વિનાશ નથી. હવે જો વિનાશમાં ય સમતા માનો તો સર્વથા અભાવી પૂર્વેક્ષણ સાથે સમાન ખપુષ્પ પણ ઘટે. બંને સર્વથા અભાવ રૂપે તુલ્ય જ છે. અને સર્વથા
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
નિરન્વયવિનાશમાં ઘટથી પટની જેમ ઉત્તરક્ષણથી સર્વથા અન્ય જ પૂર્વક્ષણ છે અને તેનાથી અન્ય ઉત્તરક્ષણ છે એટલે સર્વથા અન્ય પૂર્વક્ષણના નાશમાં તેનાથી સર્વથા અન્ય ઉત્તરક્ષણ જો સમાન માનો તો ત્રૈલોકય પણ તેના સમાન થાઓ. અનન્વયિત્વ હોવાથી અન્યત્વ સર્વત્ર સમાન છે.
૧૫૮
પ્રશ્ન-૯૬૨ – તે ત્રૈલોક્ય પ્રસ્તુત પૂર્વક્ષણની સાથે દેશાદિથી વ્યવહિત હોવાથી અસંબદ્ધ છે એટલે તેના સમાન નથી, ઉત્તરક્ષણ તો તેના સાથે સંબદ્ધ હોવાથી તેના સદેશ છે ને એટલે તેની સમાનતા થાય તો શું હરકત છે ?
ઉત્તર-૯૬૨ – તે પૂર્વ-ઉત્તરક્ષણોનો સંબંધ પૂર્વક્ષણના સર્વથા વિનાશમાં ક્યાં રહ્યો ? તે સંબંધ માનવામાં અન્ય સંબંધ અયોગથી અન્વય માનવાની તમારે આપત્તિ આવશે અને કાંઈક ધ્રુવપણું પણ થશે ? અથવા તમને પૂછીએ છીએ સર્વ વસ્તુક્ષણિક છે એવું ક્યાંથી જાણ્યું એ જણાવો. જો કહેશો કે શ્રુતમાંથી તો તે શ્રુતની અર્થવિજ્ઞાન-અસંખ્યેય સમયો સુધી ચિત્તના અવસ્થાનમાં જ “સર્વ ક્ષણિકમ્” એ વિજ્ઞાનો પ્રયોગ ઘટે નહિ કે પ્રતિસમય નાશમાં, કારણ કે પદ સાવયવ છે તેના સંબંધિ એક એક અક્ષર અસંખ્યાત સમયે રચાય છે તે અક્ષરો સંખ્યાત ભેગા થતાં પદ બને છે. સંખ્યાત પદોથી વાક્ય બને છે. અને તદર્થ-વાક્યાર્થ ગ્રહણ પરિણામથી સર્વક્ષણભંગજ્ઞાન થાય તે ઉત્પત્તિના સમયે જ નષ્ટ થયેલા મનનું ઘટતું જ નથી.
ક્ષણ ભંગવાદ માનતાં તૃપ્તિ માર્ગગમનાદિપ્રવૃતને ખેદ-શ્રમ, ક્લમ-ગ્લાનિ, સાધર્મવૈધર્મ, પ્રત્યયાદિ-સ્વનિહિત પ્રત્યનુમાર્ગ-અસ્મરણાદિ, અધ્યવસાય, ધ્યાન, ભાવના આ બધાં ઉત્પત્તિ પછી તરત જ વસ્તુના સર્વનાશને માનવામાં કઈ રીતે ઘટે ? કોળિયે-કોળિયે ખાનારાં દેવદત્ત ક્ષણિક હોવાથી અન્ય-અન્ય છે. અને ભોજનક્રિયાના અંતે તે ભોક્તા પણ સર્વથા નથી, ભૂજિક્રિયાવિશેષણના અભાવે તેનાથી વિશિષ્ટ દેવદત્તનો પણ સર્વથા ઉચ્છેદ થઈ જશે. તેથી એક અંતિમ કોળિયો નાખવામાં તૃપ્તિ કેવી ? અને ભોક્તાના અભાવે એ તૃપ્તિ કોને થશે ? આ રીતે જનારાદિ વગેરેનો પણ શ્રમાદિ અભાવ સ્વબુદ્ધિથી વિચારવો એમ સમસ્ત લોક વ્યવહારના વિનાશની આપત્તિ છે.
પ્રશ્ન-૯૬૩ · જે કારણથી પ્રતિગ્રાસ અન્ય-અન્ય ભોક્તા અને અપર-અપર તૃપ્તિમાત્રા થાય છે એથી જ તૃપ્તિ અને તૃપ્તનો પ્રતિક્ષણ વિનાશ અમે માનીએ છીએ વિશેષણ ભેદે વિશેષ્યનો પણ અવશ્ય ભેદ છે.'નહિ તો વિશેષણભેદ પણ અયોગ્ય થઈ જાય, ન ઘટે. અને પ્રતિક્ષણ વિનાશીત્વમાં તૃપ્તિ આદિનો અયોગ અમે કહેલો જ છે ને ? પણ તે બરાબર નથી કારણ કે, આ રીતે પ્રતિક્ષણ વિનાશિત્વમાં સર્વ તૃપ્તિ-શ્રમ-ક્લમાદિ લોકવ્યવહારથી સિદ્ધ છે. અર્થાત્-તૃપ્તિઆદિ વાસના વાસિત પૂર્વ-પૂર્વ ક્ષણથી ઉત્તરોત્તર ક્ષણ ત્યાં સુધી ઉત્પન્ન થાય છે
Page #178
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૫૯
જ્યાં સુધી અંતે ઉત્કર્ષવાળા તૃપ્તિ આદિ ન થાય. આ ક્ષણિકત્વમાં જ ઘટે છે નિત્યત્વમાં નહિ નિત્ય અપ્રશ્યુત-અનુત્પન્ન-સ્થિર એક સ્વભાવ હોવાથી સર્વદા તૃપ્તિ આદિનો કાંતો સદ્ભાવ હોય અને કાંતો અભાવ હોય છે માટે ?
ઉત્તર-૯૬૩ – જો એમ હોય તો પૂર્વક્ષણના વિનાશમાં ઉત્તરોત્તર ક્ષણોમાં તૃપ્તિ આદિની ક્રમથી જે ઉત્કર્ષવાળી પર્યન્તે તૃપ્તિ અને શ્રમાદિ સંભવે છે અને છેવટે સંપૂર્ણ તૃપ્તિ આદિ થાય છે તે ક્યા કારણે ? કહો જો પૂર્વપૂર્વક્ષણથી ઉત્તરોત્તરક્ષણની જે તૃપ્તિઆદિ વાસના ઉત્પન્ન થાય છે તે કારણે તૃપ્તિ આદિ થાય છે એમ કહો તો, તે યોગ્ય નથી, કારણ કે તે વાસનાનો તેનાથી અભિન્ન એવી પૂર્વપૂર્વક્ષણના નાશમાં નાશ થાય છે. હવે જો ઉત્તરોત્તરક્ષણમાં તે અનુસરે જ છે એવો તારો અભિપ્રાય હોય તો પૂર્વપૂર્વક્ષણનો સર્વવિનાશ કઈ રીતે કરી શકાય ? તેનાથી અભિન્ન થયેલી તૃપ્તિઆદિ વાસના તો ત્યારે અનુવર્તે જ છે.
અથવા ક્ષણોમાં સર્વનાશે દિક્ષાનું શું પ્રયોજન છે ? નિરર્થક છે. હવે, દીક્ષા મોક્ષ માટે છે એમ તારી મતિ છે તો કહે તે મોક્ષ નાશરૂપ માને છે કે અનાશરૂપ ? જો નાશરૂપ તો એ મોક્ષ કયો ? સર્વ વસ્તુનો સ્વરસથી પ્રયત્ન વિના પણ નાશ તારા મતે સિદ્ધ જ છે એટલે દીક્ષા પ્રયત્નથી શું ? જો મોક્ષ અનાશરૂપ-નિત્ય માનો તો સર્વ વસ્તુ ક્ષણિક ન હોય. મોક્ષમાં જ વ્યાભિચાર આવે છે.
પ્રશ્ન-૯૬૪
તો સ્વ-આત્મીય વિજ્ઞાન-વેદના-સંસ્કારરૂપ આત્મસ્કંધની ક્ષણ પરંપરા રૂપ સંતાન-સ્વસંતાન હજુ પણ નષ્ટ થયો નથી. અને મોક્ષ નિઃસંતાનને જ છે એટલે નિઃસંતાન માટે દીક્ષા કરાય છે એમ કહીશું ?
-
ઉત્તર-૯૬૪ – સર્વનષ્ટ-વિનાશ પ્રાપ્તને છિન્ન કે અછિન્ન સંતાનનું શું પ્રયોજન હોય કે જેથી સંતાન હણવા માટે દીક્ષા લે ? અથવા ક્ષણભંગુરપણે સર્વથા નષ્ટને આ ચિન્તાથી શું ? કે આ સ્વતંતાન છે, આ પ૨સંતાન છે આ સંતાન નાશ પામેલો છે કે આ સંતાન નથી હણાયો કે જેથી સસંતાનો અહૐ ત્તિ તો વિવવા એમ કહો છો.
પ્રશ્ન-૯૬૫ – - सर्वं वस्तु क्षणिकम् पर्यन्ते नाशदर्शनात् पयोवत् । - पूर्वपक्ष:
ઉત્તર-૯૬૫ – જો વસ્તુનો પર્યન્તે નાશ દેખાય તો પ્રતિક્ષણવિનાશિત્વ હોવાથી શું વળ્યું ? કે જેથી સર્વ ક્ષણિકં કહો છો ?
પ્રશ્ન-૯૬૬
સાચું છે. પરંતુ અહીં આ તેનો અભિપ્રાય છે કે પર્યન્તે પણ ઘટાદિનો વિનાશ નિર્દેતુક જ હોય છે. મુગરાદિ વિનાશહેતુના અયોગથી, જેમકે ત્યાં મુગરાદિ હેતુ હોય તો તે મુદ્ગરાદિથી વિનાશ કરતાં શું ઘટ જ કરાય છે, કે કપાલો કે તુચ્છરૂપ અભાવ
-
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કરાય છે? વગેરે યુક્તિથી વિનાશની નિહેતુતા પૂર્વે અહીં જ બતાવી છે તેથી એ નિર્દેતક થાય તો શરૂઆતથી જ નાશ થાય, તેથી પર્યત પણ તેનો નાશ જણાય છે. એટલે પર્યતે નાશદર્શન હેતુથી પદાર્થના ક્ષણિકત્વની સિદ્ધિ થાય છે ને?
ઉત્તર-૯૬૬ - પર્યન્ત નાશદર્શન હેતુથી જ અમે એમ કહી શકીએ કે “ન ક્ષણિક” પ્રતિ ક્ષણ વસ્તુ વિનાશ થતી નથી. પર્યન્ત જ તેના નાશથી ઉપલબ્ધિ છે. જેમકે ઘટાદિ વસ્તુ ક્ષણ વિનાશી નથી અને યુક્તિ બાધિત હોવાથી આ ઉપલબ્ધિ બ્રાન્ત છે એવું કહી ન શકાય. કારણ કે, સર્વત્ર બધાને એક જ પ્રતીત છે કે છેલ્લે જ નાશ થતો જણાય છે. એટલે આ પ્રતીતિથી તમારી યુક્તિઓમાં જ બાધ આવે છે. જેમકે શૂન્યવાદિની યુક્તિઓ એ પણ પ્રત્યક્ષ પ્રતીતિઓથી બાધિત થાય છે.
પ્રશ્ન-૯૬૭ – જો શરૂથી જ વસ્તુઓનો વિનાશ થાય તો શું થાય?
ઉત્તર-૯૬૭ – જો પ્રતિક્ષણ નાશ થાય તો જેમ પર્યન્ત દરેકને એ નાશ થતો દેખાય છે તેમ આદિ-મધ્ય સર્વત્ર એ નાશ દેખાય.
પ્રશ્ન-૯૬૮- એ તો છેલ્લે દેખાય છે આદિ-મધ્યમાં નથી દેખાતો એમાં અમે શું કરીએ?
ઉત્તર-૯૬૮ - તો તમને પૂછીએ કે એ નાશ શા માટે વસ્તુ અભાવરૂપે સર્વત્ર સમાનનિર્વિશેષ સ્વરૂપ પણ થતો મુગરાદિથી કરેલા સર્વનાશમાં પર્યતે દેખાય છે. અને આદિ-મધ્ય સર્વત્ર તમે માનેલો સર્વ પ્રતિક્ષણ ક્ષળિ થતો જણાતો નથી એનું કારણ કહો માત્ર પગફેલાવવા સારા નથી.
પ્રશ્ન-૯૬૯ – પર્યન્ત નાશદર્શનરૂપ હેતુ સિદ્ધ માનીને દુષણ કહ્યું ત્યાં સુધી આ હેતુ જૈનોનો પણ અસિદ્ધ છે. કારણ કે, પર્યન્ત પણ તેઓ ઘટાદીનો સર્વથા નાશ માનતા નથી એ બતાવીએ છીએ.
અથવા હે ક્ષણભંગવાદિ! અંતે પણ મુગરાદિના સંનિધાનમાં ઘટાદિવસ્તુનો સર્વનાશ ક્યા પ્રતિવાદિ જૈને માન્યું છે કે જે ઉપલબ્ધિ દર્શનના આધારે તું ક્ષણભંગરૂપ ઘટાદિના પ્રતિક્ષણવિનાશની કલ્પના કરે છે? જો મુગરાદિ સંનિધાનમાં ઘટાદિ વસ્તુનો સર્વવિનાશ જૈનો માનતા નથી તો તે અવસ્થામાં ઘટ દેખાતો નથી, કપાલો જ દેખાય છે એવું કેમ માને છે?
ઉત્તર-૯૬૯- એવું તું કહેતો હોય તો અહો ! માટીરૂપે અવસ્થિત ઘટદ્રવ્યના જ ભૂતભાવિ અનંત પર્યાયાપેક્ષાએ તે કપાલો પણ પર્યાય વિશેષ છે, ત્યારે ઘટનો સર્વથા વિનાશ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૧
ગુજરાતી પ્રશ્નોત્તર નથી. જો એ માનો તો માટી રૂપે પણ તેનો અભાવ માનવાનો પ્રસંગ આવે. અને કપાલોની અમાટીરૂપતાની આપત્તિ આવવાથી પર્યન્ત સર્વનાશ સિદ્ધ નથી થતો- આ બધા કારણોએ સર્વનાશ અસિદ્ધ છે કદાચ તે સિદ્ધ ભલે થાય, તો પણ એનાથી સર્વવ્યાપિની ક્ષણિકત્વની સિદ્ધિ થતી નથી. પણ તે પર્યાય નયનો મત છે. જેમકે.. ઘટાદિનો પર્યન્ત સર્વનાશ જોઈને પ્રસંગે આદિથી જ આપ પ્રતિક્ષણનશ્વરતા સાધો છો તો જે આકાશ-કાળ-દિશા આદિનો અંતે વિનાશદર્શન ક્યારેય જણાતો નથી. તેઓમાં આ પ્રસંગ સાધનથી પ્રતિસમયનશ્વરતા સિદ્ધ થતી નથી. તેથી તે નિત્ય જ માનવા, એ માનવાથી “સર્વ ક્ષણિકમ્” એવી વ્યાપ્તિ પર જે આપનો મત છે તેની તો હાનિ-અઘટમાનતા જ પ્રાપ્ત થાય છે.
અન્ય રીતે –
પર્યાયવાદિ નયનો જ આ મત છે કે તું બોલે છે કે સર્વ ત્રિભુવનાન્તર્ગત વસ્તુ વિગમસંભવ સ્વભાવવાળી છે. દ્રવ્યનયને તો તે જ સર્વ વસ્તુ નિત્ય મનાઈ છે. એમ થતા જે આપ એક પર્યાય નયના પ્રતિક્ષણવિનશ્વરત્વ લક્ષણ મતને માનો છો તે મિથ્યાત્વ જ છે એ છોડી છે.
કારણ કે, એકાન્ત પર્યાયમત, કે એકાન્ત દ્રવ્યમત નથી. પરંતુ વસ્તુ અનંતપર્યાયવાળી અને સ્થિતિઉત્પાદ-વિનાશરૂપ હોવાથી ભૂ-ભવન-વિમાન-દ્વીપ-સમુદ્રાદિ રૂપે ત્રિભુવનની જેમ સમસ્ત વસ્તુ નિત્યા-નિત્યાદિ રૂપે વિચિત્રપરિણામવાળી અનેક રૂપવાળી ભગવાનને ઇષ્ટ છે. એટલે પણ એકાન્ત વિનશ્વરલક્ષણ એકરૂપ માન્યતા મિથ્યાત્વ છે.
પ્રશ્ન-૯૭૦ – તો શું આ રીતે કોઈ એકના ત્યાગમાં સુખાદિવ્યવહારોનો અભાવ થઈ જાય ?
ઉત્તર-૯૭૦ – એક પયયનયમત માનો તો જગતમાં સુખાદિ ન ઘટે, ઉત્પત્તિ અનન્તર જ સર્વથા નાશ થવાથી, જેમકે મૃત વ્યક્તિની જેમ દ્રવ્યાસ્તિકનય ફક્ત માનતાં સુખાદિ ઘટે નહિ, આકાશની જેમ એકાન્ત નિત્યત્વથી અવિચલિતરૂપ હોવાથી, તેથી દ્રવ્ય-પર્યાય ઉભય પક્ષમાં જ એ બધું ઘટે છે, એ જ ગ્રાહ્ય છે. કેવલ એક નય પક્ષ તો લાખો દોષનો ભરેલો હોવાથી છોડી જ દેવો.
પૂર્વેબતાવેલ સૂત્રોલાપકના ભાવાર્થને ન જાણતા છતાં મતિભ્રમથી તેની પ્રમાણતાની છડી પોકારતો તું ખરેખર જિનમતપ્રામાણ્ય અવલંબિ પોતાને માને છે તને ખરેખર જ જિનમત પ્રમાણ હોય તો કેવલ પર્યાયવાદિ તરીકે તું જિનમતને માન્ય દ્રવ્યાસ્તિકાયનયને ના છોડ. કેમકે, બૌદ્ધની જેમ તારા મતમા દ્રવ્યનો સર્વથા વિનાશ સ્વીકારતા સર્વ તૃપ્તિ-શ્રમ-બંધમોક્ષાદિ વ્યવહારનો નાશ થાય છે.
ભાગ-૨/૧૨
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૫) ગંગ-તિક્રિયા ઉપયોગવાદી
ઉલૂક જનપદ-મહાગિરિ-શિષ્યધનગુપ્ત-શિષ્ય આર્યગંગ એ નદીના પૂર્વતટે છે આચાર્ય પશ્ચિમ તટે. શરદ સમયમાં સૂરિને વંદન માટે જતો ગંગ નદી ઉતરે છે તે ટાલીયો છે ઉપર ગરમીથી ટાલ બળે છે. નીચે નદીના શીતલ જલથી ઠંડક થાય છે. એવામાં વચ્ચે મિથ્યાત્વમોહના ઉદયથી એણે વિચાર્યું-અહો ! સિદ્ધાંતમાં એક સાથે બે ક્રિયાનો અનુભવ નિષેધ કર્યો છે અને હું તો એક જ સમયે ગરમી-ઠંડી અનુભવું છું. એ અનુભવસિદ્ધ હોવાથી આગમોક્ત સુંદર નથી એમ વિચારીને ગુરુને કહ્યું – ગુરુએ આગળ કહેવાતી યુક્તિઓથી સમજાવ્યો. જ્યારે આગ્રહ ન છોડ્યો ત્યારે ગચ્છબહાર કર્યો. વિહાર કરતો રાજગૃહમાં આવ્યો ત્યાં મહાતપસ્વીર નામના ઉપાશ્રયમાં મણિનાગનામના નાગનું ચૈત્ય છે. તેના સામે રહેલો ગંગ પર્ષદા આગળ એક સાથે બે ક્રિયાનું વેદન પ્રરૂપતો હતો. તે સાંભળીને ગુસ્સે થયેલો મણિનાગ બોલ્યો-અહો ! દુષ્ટ શિક્ષક ! એમ કેમ બોલે છે કારણ આ જ સ્થાને સમવસરેલા શ્રીમદ્દવર્ધમાન સ્વામિ એ એક સમયે એક જ ક્રિયાનું વેદન પ્રરૂપ્યું છે. તે મેં પણ સાંભળ્યું છે. તું તેનાથી ય શું હોશિયાર છે કે આ રીતે બે ક્રિયાનું એક સાથે વેદન પ્રરૂપે છે? આ ખોટી પ્રરૂપણા છોડ નહિ તો મારી નાંખીશ. આવા ભયવાક્યો અને યુક્તિવચનોથી પ્રતિબોધ પામેલા તેણે મિથ્યામિદુષ્કૃત આપીને ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત લીધું.
યુક્તિ વચનો:પ્રશ્ન-૯૭૧ – યુવાપમયિાસંવેનમતિ, અનુભવસિદ્ધવાત, સમ પદ-શિરોત शीतोष्णक्रिया संवेदनवत् ।
ઉત્તર-૯૭૧ – જે આ યુગપસ્જિયાયનો અનુભવ તું ગાય છે તે તરતમયોગથી ક્રમથી જ તને થાય છે એક સાથે નહિ, પરંતુ એ ક્રમભવન છતાં તું જાણતો નથી. સમયઆવલિકાદિ કાળ સૂક્ષ્મ છે તથા મન અત્યંત ચલ અને સૂક્ષ્મ હોવાથી આશુસંચારી છે, એટલે અનુભવ સિદ્ધત્ત્વ હેતુ અસિદ્ધ છે. મન એ સૂક્ષ્મ-અતીન્દ્રિય પુદ્ગલસ્કંધથી બનેલું છે. આશ્ચર-શીધ્રસંચરવાના સ્વભાવવાળું છે માટે આવું મન જે જે કાયાદિ આકાર, સ્પર્શનાદિ દ્રવ્યેન્દ્રિય સંબંધિ દેશ સાથે જે કાળે જોડાય છે તે કાળે તેનું સન્માત્રજ્ઞાન હેતુ થાય છે – જે
સ્પર્શનાદિ દ્રવ્યન્દ્રિય દેશથી જોડાય છે તે સ્પર્ધાદિ ઈન્દ્રિય જન્ય જ શીતાદિવિષય કે ઉષ્ણાદિવિષય બેમાંથી એકના જ્ઞાનનો હેતુ થાય છે નહિ કે ઇન્દ્રિય દેશ સાથે તે કાળે સ્વયં તેના સાથે સંબંધ પામેલું નથી તે ઈન્દ્રિયના જ્ઞાનનો પણ હેતુ થાય. તેથી દૂર-ભિન્ન દેશમાં બે ક્રિયા કોઈપણ એક સાથે સંવેદન કરતું નથી. જેમકે પગ-મસ્તકે શીત-ઉષ્ણવેદના રૂપ બે ક્રિયા એક સાથે કોઈને પણ અનુભવાતી નથી. પ્રયોગ- વાદ-શિરોતતો...વેને યુવાપત્
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૩
ગુજરાતી પ્રશ્નોત્તર ન જોડપ સંવે, મહેરાવત, વિ-હિમવરક્રિયાવિત્, એટલે તારો આપેલો અનુભવસિદ્ધત્વ હેતુ અસિદ્ધ છે.
માત્ર ઉપયોગમય જીવ-જે કોઈપણ સ્પર્શનાદિ ઇન્દ્રિયદેશથી કરણભૂતથી જે શીતોષ્ણાદિ અન્યતર વિષયમાં નું કારં ત જે કાળે ઉપયોગમાં હોય છે, સાવધાન હોય તે વિષયના ઉપયોગમય જ થાય છે-જયાં શીતાદિ અન્યતર અર્થમાં ઉપયોગવાળો તે વખતે તન્મય ઉપયોગ જ હોય છે. અન્ય ઉપયોગમાં હોતો નથી. ઉદાહરણ-જેમ ઇન્દ્રના ઉપયોગમાં વર્તમાન માણવક તન્મય ઉપયોગ જ હોય છે. ભાવાર્થ-એક કાળે એક જ અર્થે ઉપયુક્ત જીવ સંભવે અર્થાન્તરમાં નહિ. નહિ તો પૂર્વોક્ત સાંકર્યાદિ દોષ આવે તેથી યુગપત્ બે ક્રિયાનો ઉપયોગાનુભવ અસિદ્ધ જ છે.
પ્રશ્ન-૯૭૨ – એક અર્થમાં ઉપયુક્ત અર્થાન્તરમાં ઉપયોગવાળો કેમ ન હોય?
ઉત્તર-૯૭૨ – તે જીવ વિવક્ષિત ઉપયોગ માત્રમાં નિષ્ઠાપામેલી-ઉપયુક્ત શક્તિવાળો હોવાથી તેના સમકાળે જ અન્ય અર્થમાં ઉપયોગમાં કઈ રીતે જાય ? ન જાય, સાંર્યાદિ થાય. અને સર્વસ્વપ્રદેશો વડે એક અર્થમાં ઉપયુક્ત જીવ ક્યા ઉદ્ધરિત અંશથી અન્ય અર્થમાં ઉપયોગમાં જાય? એવો કોઈ અંશ જ નથી કે જેનાથી તેના સાથે જ અન્ય ઉપોયગમાં એ જાય.
પ્રશ્ન-૯૭૩ – જો સમકાળે બેક્રિયાનો ઉપયોગ ન હોય તો હું કઈ રીતે સંવેદન કરું છું?
ઉત્તર-૯૭૩ – સમયાવલિકાદિકાળ દ્વારા કરેલો વિભાગ સૂક્ષ્મ હોવાથી ભિન્નકાળે પ્રવૃત પણ બે ક્રિયાનું સંવેદન કમળ શત પત્રના વેધની જેમ તું એક સાથે પ્રવૃત્ત માને છે. ઉપરાઉપરી મુકેલા કમળના ૧૦૦ પાંદડા સૂતીક્ષ્ણ સોયથી છેક અને સમર્થ એવા વેધ કરનારા પુરુષ દ્વારા એક સમયે જ વિંધાતા નથી, પણ કાળભેદથી વિંધાય છે. ઉપર-ઉપરના ન વિંધાય તો નીચે-નીચેના નો વધ ઘટતો નથી. વિધનાર એક સાથે કરેલો જ વેધ માને છે. કારણ કે તે વેધન કાલભેદ સૂક્ષ્મ હોવાથી જોવું શક્ય બનતું નથી. અથવા પ્રસિદ્ધ અલાતચક્ર (ઊંબાડિયું) જુદા જુદા સમયે જુદી જુદી દિશાઓમાં ભમતું હોવાથી ભ્રમણ કાળભેદ સૂક્ષ્મ હોઈ દૂરવગમ હોવાથી નિરંતર ભ્રમણ જ જણાય છે. એમ અહીં પણ શીત-ઉષ્ણ ક્રિયાનુભવન કાલભેદ સૂક્ષ્મ હોવાથી દૂરવસેય હોવાથી એક સાથે તેનું તું અનુભવને માને છે.
મન પણ શિર-પાદાદિ સ્પર્શનેન્દ્રિય દેશો અને અન્ય ઇન્દ્રિયો સાથે યુગપતુ જોડાતું નથી, પરંતુ ક્રમથી જ જોડાય છે. ફક્ત આશુચારી અને સૂક્ષ્મ હોવાથી તેનો ક્રમસંબંધ જણાતો નથી. જેમ-સુકી સાંગરી ખાવામાં બધા-સાંગરીમાં રહેલ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દની ઉપલબ્ધિ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અસમક પ્રવૃત્ત છતા સમક જણાય છે તેમ અહીં પણ મન શિર-પાદાદિ સ્પર્શનેન્દ્રિય દેશો અને અન્ય ઇન્દ્રિયો સાથે ક્રમથી જોડાતું પણ યુગપત્ જોડાતું જણાય છે. ભાવાર્થ-અહીં કોઈ લાંબી સાંગરી-સુકી ખાતો તેનું રૂપ આંખથી જોતાં રૂપજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની ગંધ આવવાથી પ્રાણેન્દ્રિય વડે ગંધનું જ્ઞાન થાય છે. તેને ખાવાથી રસનેન્દ્રિય વડે રસનું જ્ઞાન થાય છે. તેનો સ્પર્શ થવાથી સ્પર્શેન્દ્રિય વડે તેના સ્પર્શનું જ્ઞાન થાય છે. તેને ચાવતાં શબ્દ થવાથી સાંભળવાથી શબ્દજ્ઞાન થાય છે. આ પાંચે જ્ઞાનો ક્રમથી જ થાય છે. નહિતો સાંકર્યાદિદોષની આપત્તિ થાય. અને મતિજ્ઞાનના ઉપયોગ કાળે અવધિજ્ઞાન આદિની ઉપયોગની પણ પ્રાપ્તિ થઈ જાય. અને એક ઘટાદિ અર્થને વિચારતા અનંતઘટાદિ અર્થ વિકલ્પોનો પ્રસંગ થાય. એવું નથી તેથી ક્રમથી થતા પણ આ જ્ઞાનોને પ્રાપ્ત કરનાર યુગપ ઉત્પન્ન થાય છે એવું માને છે. કારણ સમય-આવલિકાદિ કાલવિભાગ સૂક્ષ્મ છે. એટલે જ્ઞાતા એક સાથે તે ઉત્પન્ન થાય છે એમ માને છે. એમ અહીં પણ શિર-પાદાદિ દેશો અને અન્ય ઈન્દ્રિયોની સાથે ક્રમસર જોડાતું મન પણ પ્રતિપત્તા યુગપત્ જોડાતું માને છે. વાસ્તવિકતા એ મનનો સ્વભાવ જ એવો છે. એવું ન્યાય ભાષ્ય (૧-૧-૧૬) “યુગપજ્ઞાનાનુત્પત્તિની તિમ્” માં કહેલું છે.
પ્રશ્ન-૯૭૪ – જો ઉક્તન્યાયથી સક્રિયદ્વારથી ઉત્પન્ન થતાં ઉપલંભમાં ક્રમથી મનનો સંચાર દુર્લક્ષ છે તો કેમ એક જ સ્પર્શેન્દ્રિય માત્રના શીતવેદન ઉપયોગમાંથી ઉષ્ણવેદન ઉપયોગ રૂપ અન્ય ઉપોયગ જન્ય છતે તેનો સંચાર કઈ રીતે જાણી શકાય? ન જણાતા તેના ક્રમ સંચાર છતે શીત-ઉષ્ણ બે ક્રિયાના ઉપયોગ વિષય સમકાલે એકસાથે અધ્યવસાય થાય છે એનું શું? અને એક અર્થમાં ઉપયુક્ત છતાં મન અર્થાતરે ઉપયોગમાં જાય તો શું દોષ થાય?
ઉત્તર-૯૭૪ – અન્ય શીત વેદનાદિ અર્થમાં વિનિયુક્ત-અન્યવિનિયુક્ત મન અન્ય ઉષ્ણવેદનાદિ ઉપયોગ-અન્યવિનિયોગને પ્રાપ્ત કરે છે તો અન્યાર્થમાં ઉપયોગવાળો દેવદત્તાદિ હાથીને પણ આગળ ઉભેલો જોતા નથી ? તેથી એકમાં ઉપયોગવાળું મન ક્યારેય અન્ય ઉપયોગાર્થમાં જતું નથી. જો એક ઉપયોગકાળે ઉપયોગાન્તર માનો તો તો અહીં ક્રિક્રિયા ઉપયોગરૂપ નિયમનું શું પ્રયોજન ? કે જેથી પ્રત્યેક વસ્તુમાં અસંખ્યય કે અનંત વિનિયોગો એક સાથે નથી માનતા? અર્થાત જો શીતવેદના ઉપયોગ કાળે ઉષ્ણવેદના ઉપયોગ પણ માનો તો અહીં બેક્રિયા ઉપયોગની નિયતતાનો શું ફાયદો? પ્રતિવસ્તુ અસંખ્યય કે અનંત ઉપયોગો ન હોય? જેમ એક સમયે બીજો ઉપયોગ તેમ ઘણા પણ થાય અને અહીં દ્રવ્યામો મસંન્ને બંન્ને યાવિ પન્નવે નેહરુ (ગા. ૭૬૦) થી એક અર્થમાં સમકાળે અવધિજ્ઞાનિને ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાયો પ્રાપ્ત થાય છે અને કેવલ જ્ઞાનીઓને તો અનંતા પર્યાયો પ્રાપ્ત થાય છે એવા અભિપ્રાયવાળો કહે છે. “વફવઘુમસંબ્બા” ત.
Page #184
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૬૫ પ્રશ્ન-૯૭૫ – અરે ! ભલામાણસ! બહુ બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્ચિત-અસંદિગ્ધ-ધ્રુવ-સેતર વસ્તુ ગ્રહણમાં પૂર્વે અહીં જ અવગ્રહાદિ અનુજ્ઞાત છતે એક શ્રતમાં ઉપયોગ બહુતા કહેલી જ છે એટલે તમારે “પવઘુમાંવેજ્ઞા” વગેરેમાં પૂર્વે સિદ્ધ કરેલું ફરી સાધવા જતાં સિદ્ધ સાધન દોષ જ આવે છે ને?
ઉત્તર-૯૭૫ – તે બહુ-બહુવિધાદિરૂપ વસ્તુના અનેક પર્યાયોને સામાન્યરૂપે ગ્રહણમાત્ર જ છે. જ્ઞાનમાં ઉપયોગ યોગ્યતા માત્રની વ્યવસ્થાપના જ છે. પરંતુ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગો ક્યાંય નથી, ક્રમથી જ ઉપયોગી હોય છે.
પ્રશ્ન-૯૭૬ - હે આચાર્ય! જો એક સાથે અનેક અર્થોનું ગ્રહણ તું પણ માને છે તો શીતઉષ્ણ બંને ગ્રહણ કરતાં શું દોષ છે? કે જેથી ગંગના મતને દુષિત કરાય છે?
ઉત્તર-૯૭૬ – એવું કોણ કહે છે કે એક સાથે અનેકના ગ્રહણમાં દોષ છે? એક સાથે પણ સમાન્યરૂપે સેના વન-ગામ-નગરાદિ જેમ અનેક અર્થો ગ્રહણ કરાય છે એ અમે નિવારતા નથી, અહીં ફક્ત અનેક ઉપયોગમાં આ વિચાર પ્રસ્તુત છે, તે ઉપયોગ એકવારમાં એક જ હોય છે અનેક નહિ.
પ્રશ્ન-૯૭૭ – જો સમક એક સાથે અનેક કાર્ય ગ્રહણ સ્વીકારતે છતે વળી પાછો આ કેવો એક-અનેક ઉપયોગ ભેદ છે કે જેથી ૩૩મોરારીયા નલ્થિ એમ કહો છો?
ઉત્તર-૯૭૭ – જે સામાન્ય ઉપયોગ છે તે એક ઉપયોગ કહેવાય છે. જેમકે લશ્કરની છાવણીનો ઉપયોગ. અર્થાત્ એક સાથે આ લશ્કરની છાવણી છે એમ સમાન્ય માત્ર ગ્રાહક જે ઉપયોગ છે તે એક ઉપયોગ કહેવાય છે. અને જે પ્રતિવસ્તુ આહાથીઓ, આ ઘોડા, આ રથો, આ પદાતિઓ, આ ખગ, ભાલાદિ, એવો વિભાગ-ભેદાધ્યવસાય તે અનેક ઉપયોગ.
પ્રશ્ન-૯૭૮ – એમ એક-અનેક ભેદમાં તમે એકસાથે શું નિષેધ કરો છો?
ઉત્તર-૯૭૮ – અનેક ઉપયોગો એક સાથે નથી હોતા એવો નિષેધ કરીએ છીએ અને જે સામાન્યથી અનેક અર્થોનું એક સાથે ગ્રહણ થાય છે તે વિરુદ્ધ નથી જ.
પ્રશ્ન-૯૭૯ – એક સાથે અનેક ઉપયોગના નિષેધ દ્વારા શું કહેવા માંગો છો?
ઉત્તર-૯૭૯ – કે આ રૂંધાવારાદિના ઉપયોગમાં એક સાથે અનેકાર્થગ્રહણ અમે અનુજ્ઞાત કરીએ છીએ. તે અનેકાર્થગ્રહણ પણ વાસ્તવમાં તો એકાWગ્રહણ જ છે. જે સામાન્ય રૂપથી છે. તાત્પર્યાર્થ-જે અનેકાર્થગ્રહણની અનુજ્ઞા છે તે સામાન્યરૂપને આશ્રયીને જ છે. વિશેષરૂપથી તો અનેકાર્થગ્રહણ નથી જ કારણ, એક કાળે એક જ વિશેષ ઉપયોગ હોય છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
શીતોષ્ણ વિશેષરૂપથી એક સાથે ગ્રહણ ઇષ્ટ નથી. એટલે જ તદ્વિષય-બે ઉપયોગ એક સાથે ઇષ્ટ નથી.
૧૬૬
પ્રશ્ન-૯૮૦ – શું એકસાથે બે વસ્તુનું ગ્રહણ સર્વથા ઇષ્ટ નથી ?
–
ઉત્તર-૯૮૦ – એમ નથી. એકસાથે બે વસ્તુનું ગ્રહણ હોય પણ સામાન્ય રૂપે જેમકે મને વેદના છે એમ એક સાથે બેનું ગ્રહણ હોય, નહિ કે શીતોષ્ણવેદના વિશેષરૂપે એ માનો તો એક સાથે બે ઉપયોગની આપત્તિ આવે, ત્યાં પાછી આગળ કહેલા દોષોની પરંપરાની હારમાળા સર્જાય.
–
પ્રશ્ન-૯૮૧ • જ્યારે વેદનામાત્રગ્રાહક સમાન્ય જ્ઞાન છે ત્યારે જ શીતોષ્ણવેદના વિશેષગ્રાહક પણ તે કેમ માનતા નથી ?
—
ઉત્તર-૯૮૧ તે સામાન્યગ્રાહક અને વિશેષગ્રાહક બંને જ્ઞાન એક સમયે થતા નથી. કારણ કે તે બંને પરસ્પર અત્યંત વિલક્ષણ ભિન્ન જાતિ છે. એટલે એકકાળે એકજ્ઞાનમાં કઈ રીતે જણાય. એમ થાય તો બંને એક થઈ જાય, સામાન્યતત્પુરુષ અથવા વિશેષ તત્પુરુષ. ચલો તે પ્રતિભાસ ન થાય તો પણ તે બંને જ્ઞાનો એકસાથે થશે કારણ કે તેના કારણભૂત સામાન્ય વિશેષ હેતુક બધું જ્ઞાન છે. તે તેના પ્રતિભાસ વિના કઈ રીતે ઉત્પન્ન થાય ?
પ્રશ્ન-૯૮૨ – સામાન્ય-વિશેષ જ્ઞાનો એક હોવાથી એક કાળે તે થશે ? એમ માનો.
ઉત્તર-૯૮૨ – બરાબર નથી. કારણ કે અત્યંત વિભિન્ન એવા સામાન્ય-વિશેષરૂપ બંને જ્ઞાનો અવગ્રહ-અપાયરૂપ છે એટલે બંને ભિન્ન હોવાથી એક કાળે કઈ રીતે થાય. કારણ કે વિશેષગ્રાહક જ્ઞાન અવશ્ય સામાન્યગ્રાહક જ્ઞાનપૂર્વક જ થાય છે, નાનવગૃહીતમીદ્ઘતે, નાનીહિત નિશ્ચિયતે એ વચનથી એટલે તે બંને જ્ઞાનનો ઉદ્ભવ એકકાળે કઈ રીતે સંભવે ?
પ્રશ્ન-૯૮૩ હે આચાર્ય ! તો એમ ભલે થાય કે સામાન્યવેદના માત્ર ગ્રાહક સામાન્યજ્ઞાન અને શીતોષ્ણવેદના વિશેષ ગ્રાહક વિશેષજ્ઞાનરૂપ ભેદજ્ઞાન આ બંને અતિ વિલક્ષણ હોવાથી એક સાથે નથી થતા. પણ શીતોષ્ણાદિ ઘણા વિશેષજ્ઞાનો એક કાળે થતા વિશેષજ્ઞાનરૂપે તે ઘણા પણ સમાન હોવાથી વિલક્ષણતા અભાવે શું દોષ ? કે જેથી ગંગના એક સાથે શીતોષ્ણવેદના વિશેષજ્ઞાનોનો નિષેધ કરો છો ?
ઉત્તર-૯૮૩ શીતોષ્ણાવેદના વિશેષનું લક્ષણ પરસ્પર ભિન્ન હોવાથી તેના ગ્રાહક જ્ઞાનો એકસાથે થતા નથી એટલે એક સમયે બહુ વિશેષજ્ઞાનો થતા નથી અને જે કારણથી સામાન્ય અનેકવિષય-અનેકાધાર છે તેથી તેને ગ્રહણ કર્યા વિના વિશેષજ્ઞાન સંભવતું નથી.
Page #186
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૬૭ એ રીતે પણ યુગપતું વિશેષજ્ઞાનો નથી. અર્થાત્ પહેલા વેદના સામાન્ય ગ્રહણ કરી, પછી ઈહામાં પ્રવેશી “પગમાં શીતવેદના થાય છે.” એવો વેદના વિશેષનો નિશ્ચય કરે છે, મસ્તકે પણ પ્રથમવેદના સામાન્યને ગ્રહણ કરી, ઈહામાં પ્રવેશી આ વેદના અહીં ઉષ્ણ છે. એવો નિશ્ચય કરે છે. કારણ ઘટવિશેષના જ્ઞાન પછી તરત જ પટાશ્રય સામાન્યરૂપ ગ્રહણ કર્યા વિના પટવિશેષજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અવગ્રહ-ઈહા-અપાય આ ક્રમે જ ઘટાદિ વિશેષજ્ઞાનોત્પત્તિ થાય છે. એ રીતે વિશેષજ્ઞાન પછી પણ વિશેષજ્ઞાન ઉત્પન્ન થતું નથી. એકસાથે થવું તે દૂરની વાત છે. કારણ કે સામાન્ય એ અનેક વિષયોનો આશ્રય છે, તે પૂર્વગ્રહણ કર્યા વિના વિશેષજ્ઞાન નથી થતું.
આ રીતે સામાન્ય ગ્રહણ વિના વિશેષજ્ઞાન નથી. તેથી, સામાન્ય ગ્રહણ પછી સામાન્યનો ભેદ-ઘટવાદિ સામાન્યાશ્રય-ઘટાદિવિશેષ ઈહીત થાય છે અને ઘટાદિ જ છે એવો નિશ્ચય થાય છે. પછી ઉત્તરભેદની અપેક્ષાએ ઘટ જ સમાન્ય છે તે ગ્રહણ કરતાં ઈહા કરીને ધાતુનો છે માટીનો નથી. એવો નિશ્ચિય પછી ધાતુનો ઘટ પણ ઉત્તરભેદ અપેક્ષાએ સામાન્ય તે ગ્રહણ કરતાં ઈહા કરીને એ તાંબાનો છે રજતાદિનો નથી એવો નિશ્ચય થાય છે. આ રીતે ક્યાંય પણ વિશેષ જ્ઞાનોની એક સાથે પ્રવૃત્તિ સંભવ નથી. સામાન્યરૂપે તો સમયકાળે પણ ઘણા વિશેષોનું ગ્રહણ થાય. જેમકે સેના-વન વગેરે, નહિ કે એકસાથે અનેક ઉપયોગ, એ કહેલું જ છે. એટલે શીતોષ્ણવિશેષજ્ઞાનો ભિન્ન-ભિન્નકાળે જ છે. એથી તમારૂં સમકાળે શીતોષ્ણરૂપ બે ક્રિયાનું વેદન ભ્રમ જ છે.
(૬) રોહગુપ્ત-ઐરાશિકદષ્ટિ
પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસ (૫૪૪) વર્ષે અંતરંજીકા નગરીમાં બૈરાશિક નિહ્નવ ઉત્પન્ન થયો. એ નગરીનો રાજા બલશ્રી. ત્યાં ભૂતગૃહચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય આવ્યા હતા. તેમના વંદન માટે રોહગુપ્તમુનિ અંતરંજિકા નગરમાં આપ્યો. ત્યાં “પોટ્ટશાલ પરિવ્રાજક'વાદિની ઘોષણા થતી હતી કે “મારા જેવો વાદી આ પૃથ્વીમાં કોઈ નથી.” નગરમાં પ્રવેશ કરતાં જ રોહગુપ્ત એ ઘોષણા સાંભળી ને ગુરૂને પૂછ્યા વિના જ વાદ સ્વીકારી પટકને રોક્યો.
પછી ગુરૂ પાસે આવી સર્વ હકીકત કહી. ગુરુ-ભદ્ર તે યોગ્ય ન કર્યું. કેમકે તું તારા જ્ઞાન વડે એને જીતીશ તો પણ તે વિદ્યા-મંત્રમાં ઘણો કુશળ છે એટલે વિદ્યાઓ વડે તને હેરાન કરશે. એની પાસે આ સાત વિદ્યાઓ બહુ ટૂરાયમાન છે. વૃશ્ચિક, સર્પ, મૂષક, મૃગી, વરાહી, કાક અને પોતાકી. એના દ્વારા તે શત્રુનો ઘાત કરે છે. રોહગુપ્ત-પટણનો નિષેધ કર્યા પછી હવે ક્યાં ભાગવું? જે થવાનું હશે તે થશે. ગુરૂએ તેનું ધૈર્ય જાણીને વાદમાં પરાભવ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કરી તેની વિદ્યાઓને પરાભવ કરનારી સાતે વિદ્યાની સાત પ્રતિવિદ્યાઓ મોર, નકુલ, માર્જર, વ્યાઘી, સિંધી, ઉલૂકી અને ઉલાવકી વિદ્યા આપી. તે ઉપરાંત એક રજોહરણ મંત્રીને આપ્યો. તે ક્ષુદ્ર વિદ્યાકૃત ઉપસર્ગનું નિવારણ કરવા તેના મસ્તક ઉપર ભમાવવાથી અજેય થવાય.
આમ, ગુરૂ પાસેથી શિક્ષા ગ્રહણ કરી રાજસભામાં ગયો. વાદીને લલકારી પૂર્વપક્ષ કરવા કહ્યું. પરિવ્રાજકે વિચાર્યું. આ લોકો ઘણા નિપુણ હોય છે. માટે તેમને માન્ય પક્ષને લઈને જ બોલું તેથી તે તેનું ખંડન ન કરી શકે. પછી પૂર્વપક્ષનો આરંભ કરતાં બોલ્યો. આ વિશ્વમાં જેમ શુભ અને અશુભ વગેરે બે જ રાશિઓ છે, તેમ જીવ અને અજીવ બે જ રાશિ છે. આ પક્ષ જૈનોને સંમત છે. છતાં તેનો પરાભવ કરવા રોહગુપ્ત તેનું ખંડન કરતાં કહ્યું. તારી વાત અયોગ્ય છે. કારણ કે જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ આ વિશ્વમાં છે. તેમાં નારકી-તિર્યંચ વગેરે જીવો છે. પરમાણું-ઘટ-પટ વગેરે અજીવો છે. તથા ગરોળી વગેરેના છેડાયેલા અવયવો નોજીવ છે. આ રીતે, ઉત્તમ-મધ્યમ અને અધમની જેમ જીવ-અજીવ ને નોજીવ એમ ત્રણ રાશિઓ છે. આમ, યુક્તિઓ વડે પવ્રિાજકને બોલતો બંધ કરી હરાવ્યો. એટલે ક્રોધાયમાન થયેલા તેણે રોહગુપ્તનો નાશ કરવા વૃશ્ચિકાદિ વિદ્યાનો પ્રયોગ કર્યો. સામે રોહગુપ્ત મયૂરી વગેરે વિદ્યાથી તેનો પરાભવ કર્યો. અંતે પરિવ્રાજક ગદર્ભ વિદ્યા મૂકી, એટલે રોહગુપ્ત તેને આવતી જોઈને તેના મસ્તક ઉપર રજોહરણ ભમાવ્યો. પછી તે જ રજોહરણ વડે ગદર્ભને મારી એટલે તે ગદર્ભે પરિવ્રાજક ઉપર લઘુનીતિ-વડીનીતિ કરીને ચાલી ગઈ. આથી રાજા વગેરે એ પરિવ્રાજકની નિંદા કરીને નગરની બહાર કાઢી મૂક્યો.
પરિવ્રાજકને જીતીને ગુરૂ પાસે આવી બધું કહ્યું. ગુરૂએ કહ્યું તે તેને જીત્યો તે બહુ સારું કર્યું. પણ જીત્યા પછી તે કેમ ન કહ્યું કે ત્રીજો નો જીવ રાશિ તે અમારો અપસિદ્ધાંત છે? ભલે, જે થયું તે ખરું, હજુ પણ તું સભામાં જઈને કહે કે – “નો જીવ અમારો સિદ્ધાંત નથી ફક્ત તેને હરાવવા માટે એમ કહ્યું છે.” આમ ગુરૂએ કહ્યું એટલે તે બોલ્યો એમાં અપસિદ્ધાંત શું છે ? જીવનો એક દેશ તે નો જીવ હોય એમાં શો દોષ છે ?
પૂર્વપક્ષનાં વિધાનો
અહીં, નો શબ્દ, નો જીવ માં દેશનિષેધ પર છે સર્વનિષેધ કરનાર નથી. નોજીવ-જીવનો એક દેશ, નહિ કે સર્વ જીવનો અભાવ. ભલે દેશનિષેધકનો શબ્દ છે પરંતુ ગરોળીની પૂંછડી જીવનો દેશ નહિ થાય એવી આશંકા કરીને જણાવે છે. જીવદ્રવ્યનો એક દેશ ગરોળી આદિની પૂંછડી, આદિ શબ્દથી છેદાયેલા પુરુષાદિના હાથ વગેરે. તે ગરોળીઆદિની પૂંછડી જીવઅજીવથી વિલક્ષણ જણાય છે. જેમકે ગરોળી આદિની પૂંછ જીવત્વથી વ્યપદેશ ન કરી શકાય.
Page #188
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
તે શરીરનો એક દેશ હોવાથી વિલક્ષણ છે, અજીવ પણ ન કહી શકાય, સ્ફૂરણાદિથી તેમનાથી વિલક્ષણ હોવાથી, એ કારણે પારિશેષથી નો જીવ જ કહેવાય છે.
૧૬૯
શાસ્ત્રમાં પણ ધર્માસ્તિકાયાદિ દેશ વચનથી નો જીવ કહેલો જ છે. ધર્માસ્તિકાયાદિ દેશીનો અપૃથક્ થયેલો-એકત્વનો પ્રાપ્ત થયેલો દેશ શાસ્ત્રમાં અલગ વસ્તુ કહ્યો છે. એ રીતે શું છેદાયેલું-પોતાની અલગ કરેલું ગરોળીનું પૂંછ અલગ વસ્તુ ન થાય ? થાય જ, તે જીવથી છેદાયેલું હોવાથી અને સ્ફૂરણાદિથી અજીવથી ભિન્ન હોવાથી સામર્થ્યથી નો જીવ જ છે. ધર્માસ્તિકાયાદિ દશવિધ આદેશથી અમૂર્તજીવો સિદ્ધાંતમાં કહ્યા છે. અજીવની પ્રરૂપણા કરતા પરમમુનિઓ એ કહ્યું છે.- અનીવા યુવિા પળત્તા, તું નદા-રૂવિઅનીવા ય, અવિગનીવા ય । વિગનીવારવિજ્ઞા પળતા, તં નહીં-ધંધા, તેમા, પપ્તા, परमाणुपोग्गला । अरुविजीवा दसविहा पण्णता, तं जहा - धम्मत्थिकाए, धम्मत्थिकायस् देसे, धम्मत्थिकायस्स पएसे, एवमधम्मत्थिकाए वि, आगासत्थिकाए वि, अद्धासमए ॥ રીતે ધર્માસ્તિકાયાદિ દશપ્રકારના કહેવા દ્વારા તેનો દેશ પૃથગ્વસ્તુ કહેલો જ છે, નહિ તો દવિધ ન થાય અને જ્યારે ધર્માસ્તિકાય આદિનો દેશ તેમનાથી અલગ ન હોવા છતાં અલગ કહેવાય છે. ત્યારે ગરોળી પૂંછડી વગેરે છેદાયેલી હોવાથી જીવથી પૃથક્ થયેલી સુતરાં વસ્તુ છે. તે જીવ-અજીવથી વિલક્ષણ હોવાથી નોજીવ એમ કહેલું જ છે. જે કારણે જીવપ્રદેશ નોજીવ સમભિરૂઢનય પણ માને છે તે કારણથી એ નોજીવ શાસ્રમાં પણ છે ફક્ત હું જ નથી કહેતો. તથા ચ અનુયોગદાન-પ્રમાણદાર-નયપ્રમાળ સૂત્ર-૧૪૮ માં કહ્યું છે. “સમશિહો सहनयं भणइ जइ कम्मधारएण भणसि तो एवं भणाहि जीवे य से, पएसे य से, से परसे નોનીવે'' આ રીતે પ્રદેશ લક્ષણ જીવનો એકદેશ નોજીવ કહ્યો છે જેમ ઘટનો એકદેશ નોઘટ છે તેથી, નો જીવ લક્ષણ ત્રીજી રાશિ છે યુક્તિથી આગમથી સિદ્ધ હોવાથી, જીવ-અજીવાદિ તત્ત્વની જેમ નો જીવ પણ છે.
આચાર્યનો પ્રત્યુત્તર ઃ
-
તું ખરેખર સૂત્રપાઠોના ઉપન્યાસથી સૂત્ર પ્રામાણ્યવાદી જણાય છે તારે સૂત્રપ્રમાણ સત્ય હોય તો તે-તે સૂત્રોમાં જીવ-અજીવરૂપ બે જ રાશિ કહી છે, સ્થાનાંગમાં – “ ુવે રાસી પળત્તા, તે નહા-નીવા ચેવ અનીવા ચેવ ।' તથા અનુયોગદ્વાર સૂત્રમાં “વિહા ખં भन्ते ! दव्वा पण्णता । गोयमा ! दुविहा पण्णता, तं जहा जीवदव्वा य अजीवदव्वाय તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં નીવા ચેવ અનીવા ય સ તોઘુ વિવાહિદ્ ।'' નોજીવરાશિ તો કોઈ સૂત્રમાં કહ્યો નથી, તો તારી નોજીવપ્રરૂપણા શ્રુતાશાતના કેમ ન થાય ? થાય જ, ધર્માસ્તિકાયાદિનો તેમનાથી કોઈપણ દેશ નથી, તેને માત્ર વિવક્ષાથી ભિન્નવસ્તુ કલ્પ્યો છે. ગરોળી વગેરેના પૂંછાદિ અવયવો છરી વગેરેથી છેદતા છતાં ગરોળી અને પૂંછાદિવસ્તુનો
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અંતરાલ છે ત્યાં જીવપ્રદેશોનો સંયોગ સૂત્રમાં કહેલો જ છે એટલે એ પણ જીવ જ છે નો જીવ નથી-ભગવતીસૂત્ર-સદ બંને ! મ-મ્માનિયા, મોહ નહાત્મયા, મોળે गोणावलिया, मणुसे मणुसावालिया महिसे महिसावलिया एएसिं दुहा वा, तिहा वा, असंखेज्जहा वा छिन्नाणं जे अंतरा ते वि णं तेहिं जीवपएसेहिं फुडा ? । हंता फुडा । पुरिसे णं भंते ! अन्तरे हत्थेण वा पाएव वा, अंगुलियाए वा, कटेण वा, किलिंचेण वा, आमुसमाणे वा, संफुसमाणे वा, आलिहमाणे वा, विलिहमाणे वा, अण्णयरेण वा तिक्खेणं सत्थजाएणं आछिंदमाणे वा, विछिंदमाणे वा अगणिकाएणं समादहमाणे तेसिं जीवपएसाणं किंचि आबाहं वा विबाहं वा उपाएइ विच्छेयं वा करेइ ? । नो इणद्वे સમા નો ઘr તત્ત્વ સત્યં સંવમg જો આ રીતે સૂત્રમાં જીવપ્રદેશોનો તે અંતરાલસંબંધ કહ્યો છે તો તે અંતરાલમાં તે જીવપ્રદેશો કેમ ન મળે ? કાશ્મણ શરીર સૂક્ષ્મ છે અને જીવપ્રદેશો અમૂર્ત છે એટલે તે જીવપ્રદેશો હોવા છતાં તેમનું ગ્રહણ થતું નથી.
પ્રશ્ન-૯૮૪– જેમ શરીરમાં અને પૂંછડી વગેરેમાં ફૂરણાદિ લિંગોથી જીવપ્રદેશો ગ્રહણ કરાય છે તેમ હોતા છતાં અંતરાલમાં કેમ ગ્રહણ કરતા નથી?
ઉત્તર-૯૮૪ – અહીં પૃથ્વી-દિવાલ-વરંડો-અંધકારાદિ વસ્તુઓ જ મૂર્તિયોગથી મૂર્તિ કહેવાય છે. આવી મૂર્ત વસ્તુગત જ પ્રદીપના કિરણો ગ્રાહ્ય થાય છે. ફક્ત આકાશમાં ફેલાયેલા નહિ તેમ જ જીવ જણાય છે તે ભાષા-ઉચ્છવાસ-નિઃશ્વાસ-દોડવું-કૂદવું-ફુરણ વગેરે લક્ષણોવાળા દેહમાં જ જીવપ્રદેશો ગ્રહણ કરાય છે તેના અંતરાલમાં નહિ.
દેહાભાવે જીવલક્ષણોનો અભાવ હોવાથી દેહરહિત મુક્ત આત્માને અને છિન્નપુછડાદિના અંતરાલમાં રહેલા જીવને નિરતિશય જીવ ગ્રહણ કરી શકતો નથી. તથા અતિસૂક્ષ્મ દેહવાળા નિગોદાદિ જીવ અને કાશ્મણકાયયોગિને એ જીવ ગ્રહણ કરતો નથી અને તે જીવના અંતરાલે રહેલા પ્રદેશોમાં આગળ બતાવેલા સિદ્ધાંતસૂત્રમાં કહેલી યુક્તિથી ભાલાતલવાર વગેરે અસ્ત્રો કે અગ્નિ-પાણી વગેરેથી કોઈ પીડા થતી નથી, ભવાંતરાલમાં કામણશરીર વર્તી જીવ પ્રદેશની જેમ.
પ્રશ્ન-૯૮૫ – ગરોળી વગેરે જીવનું છેદેલું હોવાથી પુંછડાદિનું ટુકડું નાશ થયું તેથી તે તેનાથી અલગ હોવાથી નોજીવ કેમ ન કહેવાય, જેમ ઘટથી છિન્ન હોવાથી અલગ થયેલું માર્ગમાં પડેલું ઠીકરું ઘટનો એક દેશ હોવાથી નોઘટ કહેવાય છે?
ઉત્તર-૯૮૫– તે યોગ્ય નથી. કારણ કે ઉષ્ણશો ગીવર્ય ના 7 મતિ, મૂર્તદ્રવ્યત્વ, अकृतकभावात् घाहिनकपालादिवत् विकारदर्शनाभावात्, अविनाशकारणत्वात् च आकाश इव, દૃષ્ટાંત- જો જીવનો ખંડશ નાશ માનો તો દોષો આવે છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૭૧ (૧) કદાચ શસ્ત્રના છેદાદિ વડે તેનો સર્વનાશ પણ થાય, જેમકે-જે ખંડશઃ નાશ પામે છે તેના સર્વનાશ દેખાય છે યથા ઘટાદિ, તેવી રીતે તું જીવન પણ ટુકડા ટુકડા થઈ નાશ થતો માને છે એટલે તેનો સર્વનાશ આવી પડે છે.
જીવના સર્વનાશની આપત્તિ પ્રશ્ન-૯૮૬ – ભલેને થાય શું વાંધો છે?
ઉત્તર-૯૮૬– ના, તે જીવનો સર્વનાશ ઘટતો નથી કારણ કે, એ જિનમતનો ત્યાગ છે. જિનમતમાં સત્ જીવનો સર્વથા નાશ અને અસત્ જીવનો સર્વથા ઉત્પાદ સર્વત્ર નિષેધ જ છે. "जीवा णं भंते ! किं वटुंति, हायंति, अवट्ठिया ? गोयमा ! नो वडंति, नो हायंति, નવીયા ” એટલે જીવનો સર્વથા નાશ માનવામાં જિનમતનો ત્યાગ જ થાય. તથા તેના સર્વનાશથી મોક્ષાભાવ થાય. કારણ મુમુક્ષુનો સર્વથા નાથ થઈ જાય છે. મોક્ષાભાવે દીક્ષાદિ કાષ્ટાનુષ્ઠાન વિફળ છે. અને અનુક્રમે સર્વે જીવોનો સર્વનાશ થતાં સંસાર શૂન્ય થઈ જાય. કૃત-શુભાશુભ કર્મવાળા જીવનો સર્વનાશ થઈ જાય એટલે આ રીતે જ નાશથી કૃતનાશની આપત્તિરૂપ દોષપ્રાપ્ત થાય; એટલે જીવનો ખંડશઃ નાશ ન કહેવો.
પ્રશ્ન-૯૮૭– ગરોળી આદિના પૂચ્છાદિના ખંડનો અલગ થવાથી પ્રત્યક્ષથી નાશ દેખાય જ છે તેનું શું?
ઉત્તર-૯૮૭ – તે અયુક્ત છે જે છૂટો પડેલો ખંડ નાશ પામતો દેખાય છે તે પ્રત્યક્ષની ઔદારિક શરીરનો જ ટૂકડો દેખાય છે જીવનો નહિ. કારણ કે તે અમૂર્ત હોઈ કોઈનાથી ટૂકડા કરવો શક્ય નથી.
પ્રશ્ન-૯૮૮ – પુદ્ગલ સ્કંધની જેમ સાવયવ હોવાથી તે જીવ સંઘાત-ભેદ ધર્મવાળો મનાય તો શું દોષ છે? જેમ કે કોઈ વિવક્ષિત પુદ્ગલ સ્કંધમાં અન્ય સ્કંધગત ટુકડો આવીને જોડાય છે અને તેમાં રહેલો ટુકડો તુટીને અન્યત્ર જાય છે. એમ જીવમાં પણ અન્ય જીવખંડ જોડાય છે અને તેમાં રહેલો ભેદાય છે, એમ સંઘાત-ભેદ ધર્મવાળો જીવ મનાય છે એટલે ખંડશઃ નાશમાં પણ અન્ય અંશના સંઘાતનો પણ સંભવ હોવાથી તેનો સર્વ નાશ થતો નથી.
ઉત્તર-૯૮૮ – ગુણસાંકર્ય, એમ છતે આખા લોકમાં રહેલા બધા જીવોના પરસ્પર સંકરથી સુખાદિગુણનો સંકર થાય, અર્થાત્ જ્યારે એક જીવસંબંધિ શુભાશુભ કર્મથી યુક્ત ખંડ અન્ય જીવને જોડાય અને અન્ય સંબંધિ ખંડ તેને જોડાય ત્યારે તેના સુખાદિ અન્યમાં પ્રસંજિત થાય છે અને અન્યના તેનામાં પ્રાપ્ત થાય, આમ સર્વ જીવોનો પરસ્પર સુખાદિગુણ સંકર થાય, તથા એકનો કૃતનાશ અને અન્યનો અકૃતાગમ થાય. એટલે જીવને સંઘાત-ભેદવાળો માનવો બિલકુલ અયોગ્ય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૯૮૯– આ દોષના ભયથી ભલે જીવનો છેદ મનાય નહિ. પરંતુ અવિચ્છિન્ન પણ એ જીવસંબદ્ધ જીવદેશ નોજીવ વસ્તુ મનાય, જેમ ધર્માસ્તિકાયાદિનો એકદેશ નોધર્માસ્તિકાયાદિ મનાય જ છે ને?
નોજીવ-નોઅજીવની ચર્ચા.
ઉત્તર-૯૮૯ – તો તો પ્રતિપ્રદેશ તારે નોજીવના સર્ભાવથી એક-એક આત્મામાં અસંખ્યય નોજીવ પ્રાપ્ત થયા. તેથી તારે ક્યાંય જીવસંભવ નથી કારણ કે સર્વે જીવોના પ્રત્યેક અસંખ્ય નો જીવ થઈ ગયા એટલે.
એમ ધર્માસ્તિકાયાદિ, દ્રયણુંક-અંધાદિ અને ઘટાદિ અજીવો પણ પ્રતિપ્રદેશ ભેદથી અજીવના એક દેશ હોવાથી નોઅજીવો ઘટદેશ નોઘટવત્ એટલે કે એકેય અજીવ નથી. પરમાણુ પણ પુદ્ગલાસ્તિકાય લક્ષણ અજીવના એક દેશ તરીકે નોઅજીવ હોવાથી સર્વત્ર નોઅજીવો જ ઉત્પન્ન થાય. તો પછી તે રાજસભામાં કઈ ત્રણ રાશિઓ સ્થાપી. ઉક્તન્યાયથી નોજીવ-નોઅજીવરૂપ બે રાશિ જ થાય છે? તેથી ઘણા દોષો આવવાથી જીવ છેદતો નથી એ સિદ્ધ થાય છે. અને નોજીવની સિદ્ધિ પણ થતી નથી.
કદાચ એ છેદાય તો પણ નોજીવની સિદ્ધિ થતી નથી. કારણ કે સંપૂર્ણ ગરોળી આદિ જીવને સ્કૂરણાદિ લક્ષણોથી જ જીવ કહેવાય છે અને સ્કૂરણાદિ લક્ષણો છેદાયેલા તેના અવયવમાં-પુચ્છાદિમાં પણ દેખાય છે એટલે તે લક્ષણ યુક્ત પણ એ જીવ કેમ ન કહેવાય કે જેથી નોજીવની કલ્પના કરાય છે ? આમ, જીવલક્ષણો હોવા છતાં તું પૂચ્છાદિ અવયવ નોજીવ જ માને છે અને પોતાનો આગ્રહ છોડતો નથી તો જીવ એક દેશ જેમ નોજીવ થાય છે તેમ. અજીવ-ઘટાદિનો દેશપણ નોઅજીવ થાય છે.
પ્રશ્ન-૯૯૦ – ભલેને થાય મારું શું ઘસાય છે?
ઉત્તર-૯૯૦- ના, એમ માનવામાં તો જે તે ત્રણ રાશીઓ માની છે તે ઘટતી નથી પરંતુ ચાર રાશિઓ થાય છે જીવ, અજીવ, નોજીવ, નોઅજીવ.
હવે જો પુદ્ગલસ્કંધાદિ અજીવનો એક દેશ સ્કંધની પૃથક થયેલો પણ અજીવ જ છે, નોઅજીવ નથી કારણ કે અજીવથી સામાન્ય જાતિ-લિંગવાળો છે. એમ તું માને છે ત્યાં અજીવત્વ જાતિ અને પુલ્લિગલક્ષણ લિંગ, આ બંને અજીવ અને દેશના સામાન્ય જ છે. તેથી તદેશ પણ અજીવ જ છે. જો એમ હોય તો જીવ દેશપણ કેમ જીવ માનતો નથી? તે પણ જીવથી સમાન જાતિ-લિંગવાળો છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૭૩
ફૂરણાદિ તલ્લક્ષણ યુક્ત હોવાથી જેમ સકલ ગરોળી આદિ જીવની જેમ છેદાયેલા પૂછવાળો ગરોળી આદિનો જીવાવયવ પણ જીવ છે.
પ્રશ્ન-૯૯૧ – ગરોળી આદિ જીવનો પૂચ્છાદિ તેનો અવયવ દેશ જ છે એટલે જીવ ન મનાય, જે સંપૂર્ણ હોય તેને જ જીવ મનાય.
ઉત્તર-૯૯૧ – જો એમ હોય તો અજીવ ઘટાદિનો દેશ પણ અજીવ નથી સંપૂર્ણ હોય તો જ અજીવ કહેવાય. તેથી આ અજીવ દેશ પણ નોઅજીવ જ થાય. અજીવ ન થાય, એટલે ચાર રાશિનો પ્રસંગ આવે.
નીવે છે પણ તે પણ ન નીવે (અનુ. નૂ ૨૪૮) એમ અનુયોગદ્વારમાં કહેલા સૂત્રાલાપકમાં સમભિરૂઢનય પણ (ગા.૨૪૬૨) નો જીવ ઇચ્છતો નથી. જીવથી અન્ય દેશને તે નોજીવ ઇચ્છતો નથી પરંતુ, તેનાથી વ્યતિરિક્ત જ તેને માને છે.
પ્રશ્ન-૯૯૨ – એવું તમે કઈ રીતે કહી શકો?
ઉત્તર-૯૯૨ – કારણ કે દેશ-દેશીનો કર્મધારય સમાસ-સમાનાધિકરણ સમાસ સમભિરૂઢ નય માને છે. નૈગમ આદિ જેમ તપુરુષ સમાસ નહિ. અને સમાનાધિકરણ સમાસ નીલોત્પલાદિની જેમ વિશેષણ-વિશેષ્યના અભેદમાં જ થાય છે. એટલે જીવથી અનન્યઅભિન્ન રૂપ દેશને જ તે નોજીવ માને છે એમ જણાય છે. આ રીતે તૃતીય રાશિ કઈ રીતે થાય? સમભિરૂઢનય મતે સમાનાધિકરણ સમાસ-ગીવાની પ્રદેશ નીવપ્રન્ટેશઃ તે જ નોજીવ. જીવથી અવ્યતિરિક્ત નો જીવ તે માને છે નહિ કે જીવથી અલગ થયેલા તેના ટૂકડાને. જેમ તું ગરોળી આદિની પૂંછડીના ટૂકડાને નોજીવ માને છે. અને નોજીવને ઇચ્છતો પણ સમભિરૂઢ નય જેમ તું માને છે તેમ જીવ-અજીવ બે રાશિથી ભેદ ઇચ્છતો નથી, પણ જીવ-અજીવ રૂપ બે રાશિ જ માને છે. નોજીવ તેમાં જ અંતર્ભત છે. તથા અન્ય નયો પણ જીવ-અજીવથી અધિક નો જીવ વસ્તુ માનતા જ નથી એટલે આ તારો જ કોઈ નવો માર્ગ છે.
અરે ભલેને સમભિરૂઢ નય તારી જેમ નોજીવ માને તો પણ એક નયનો મત મિથ્યાત્વ છે શાક્યમત વતું. એટલે એ પ્રમાણ ન કરવો. સમ્યક્તતો સર્વનયમતના સંગ્રહથી જ થાય છે. તેથી જો સર્વનયમય જિનમતને તું પ્રમાણ ઇચ્છે છે તો જીવ-અજીવ રૂપ બે રાશિ માન. पयमक्खरं पि एवं पि जो न रोएइ सुत्तनिद्दिटुं । सेसं रोयन्तोऽवि हु मिच्छाद्दिट्टी मुणेयव्वो આશા એ પાઠથી પદની પણ વિપ્રતિપત્તિથી મિથ્યાત્વી થાય તો સકલ રાશિઓમાં વિપ્રતિપતીથી તે મિથ્યાત્વી કેમ નહિ થાય ?
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
કુત્રિકાપણમાં દેવોને પૃચ્છાઓ :
:
કુ એટલે પૃથ્વી, ત્રિક એટલે ત્રણ અને આપણ એટલે દુકાન. અર્થાત્ સ્વર્ગ-મૃત્યુ અને પાતાળગત સર્વ વિદ્યમાન વસ્તુઓ જ્યાં વેચાતી મળે, તેને કુત્રિકાપણ કહેવાય. અથવા કુત્રિજાપણ એવું એનું બીજું નામ પણ છે, એનો અર્થ-ત્રિભુવનના ઘાતુ, જીવ અને મૂળ એ ત્રણથી ઉત્પન્ન થયેલ વસ્તુ જ્યાં વેચાતી મળે, તે કુત્રિજાપણ કહેવાય. એ કુત્રિકાપણમાં વાદીપ્રતિવાદી-રાજા અને સભ્યો ગયા. ત્યાં જઈને એકસો ચુમ્માલીસ ઉદાહરણોના પ્રશ્નોથી જુદી જુદી વસ્તુઓ માંગી તેમાં જીવ અને અજીવથી ભિન્ન નોજીવ માંગતા તે ન મળ્યો. તેથી રોહગુપ્ત હાર્યો.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
દ્રવ્યો ઃ- ૯ – · પૃથ્વી-જલ-અગ્નિ-અનિલ-આકાશ-દિશા-કાળ-આત્મા-મન.
ગુણો :- ૧૭ - • રુપ-૨સ-ગંધ-સ્પર્શ-સંખ્યા-પરિણામ-મહત્ત્વ-પૃથક્ત્વ-સંયોગ-વિભાગપરત્વ-અપરત્વ-બુદ્ધિ-સુખ-દુઃખ-ઇચ્છા-દ્વેષ-પ્રયત્ન.
કર્મ :- ૫ – ઉત્પ્રેક્ષક-અવક્ષેપણ-પ્રસારણ-આકુંચન-ગમન.
સામાન્ય ઃ- ૩ – સત્તા-સામાન્ય-સામાન્ય વિશેષ.
(૧) સત્તા – દ્રવ્ય-ગુણ-કર્મ ત્રણપદાર્થોમાં સબુદ્ધિ હેતુ સત્તા
(૨) સામાન્ય
-
દ્રવ્યત્વ, ગુણત્વાદિ
(૩) સામાન્ય વિશેષ – પૃથ્વીત્વ, જલત્વ, કૃષ્ણત્વ, નીલત્વાદિ અવાન્તર સામાન્યરૂપ. બીજી રીતે – (૧) અવિકલ્પ મહાસામાન્ય, (૨) દ્રવ્યાદિ ત્રણ પદાર્થમાં સદ્ગુદ્ધિહેતુભૂતસત્તા, સામાન્યવિશેષ-દ્રવ્યત્વાદિ, વિશેષ અને સમવાય આમ, નવ દ્રવ્યો, સત્તર ગુણો, પાંચ કર્મ, ત્રણ સામાન્ય, સમવાય અને વિશેષ એમ કુલ-૩૬ ભેદો-પ્રભેદો મૂળ છ પદાર્થના થાય છે. તે બધા પ્રકૃતિ-અકાર-નોકાર-ઉભયનિષેધ એ ચારથી ગુણતાં ૩૬+૪=૧૪૪ પૃચ્છાઓ કૃત્રિકાપણના દેવને પૂછાઈ. હવે, આ પૃચ્છા કઈ રીતે કરાઈ ? તે જણાવે છે.
બધા કુત્રિકાપણમાં જઈને પ્રકૃતિથી એટલે ફક્ત મૂળ શબ્દથી “પૃથ્વી” આપો એમ માંગતાં દેવે ઢેફું આપ્યું. પૃથ્વીત્વ અને સ્ત્રીલિંગ એ ઉભયજાતિ અને લિંગથી ઢેફું પૃથ્વી સમાન હોવાથી ઢેફું પણ પૃથ્વી જ કહેવાય. પછી “અપૃથ્વી” માંગતા જળ વગેરે આપ્યું. કેમકે અપૃથ્વી એટલે પૃથ્વી સિવાયના સર્વપદાર્થ અપૃથ્વી જ કહેવાય. પછી “નોપૃથ્વી’ માંગતા નો શબ્દનો અર્થ દેશ-નિષેધાર્થમાં સમજીને ઢેફાનો એક દેશ આપ્યો.
Page #194
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૭૫ પ્રશ્ન-૯૯૩ – દેશ નિષેધાર્થમાં “નોપૃથ્વી” કહેવાથી પૃથ્વીનો એક દેશ સમજાય. પણ ઢેફાનો એકદેશ તો પૃથ્વીના દેશનો પણ દેશ છે, એટલે તેને “નોપૃથ્વી” કેમ કહેવાય?
ઉત્તર-૯૯૩- તેમાં દેશનો ઉપચાર કર્યો છે. કારણ કે ઢેફામાં પૂર્વમુક્તિથી સંપૂર્ણ પૃથ્વી દ્રવ્યનો આરોપ કર્યો છે. એટલે એ અપેક્ષાએ તેના દેશને પણ પૃથ્વીનો દેશ સમજવો, નહિ તો ખરી રીતે તો ઢેફાનો દેશ પણ ઢેફાની જેમ જાતિ આદિ સમાન લક્ષણોવાળો હોવાથી પૃથ્વી જ છે.
પ્રશ્ન-૯૯૪ – ઢેફાનો દેશ તો ઢેફાના ટૂકડા માત્ર છે, એટલે જાતિ આદિ સમાન લક્ષણ હોવા છતાં તે પૃથ્વી કઈ રીતે કહેવાય?
ઉત્તર-૯૯૪ – એ ન્યાયે તો પહેલાં ઢેફાને પૃથ્વીરૂપે કહેલ છે તો એ ઢેકું પણ પૃથ્વીનો દેશ હોવાથી પૃથ્વી ન કહેવાય તો “પૃથ્વી આપો” એમ કહેવાથી આખી પૃથ્વી આપવી જોઈએ, એ તો ઈન્દ્ર પણ ન લાવી શકે. એટલે જેમ “ઘડો લાવો” એમ કહેવાથી સામાન્યથી બધા ઘડા લાવવા સંભવ નથી પણ અર્થવશાત્ દેશ-કાળાદિ વિશિષ્ટ અમુક જ ઘટ લાવીને આપે છે તેમ અહીં પણ સમજવું. કે ઢેફારૂપ દ્રવ્યની અપેક્ષાએ તેના એક દેશમાં પૃથ્વીત્વ જાતિથી નોપૃથ્વીપણાનો ઉપચાર કરાય છે.
(૭) ગોષ્ટામાહિલ-અબદ્ધિક દૃષ્ટિ
દશપુરનગર - આર્યરક્ષિતસૂરિ - મામાગોષ્ઠામાહિલ, મથુરાનગરીમાં નાસ્તિકવાદની પ્રરૂપણા કરતો વાદી - પ્રતિવાદિના અભાવે સંઘે આર્યરક્ષિતસૂરિને વિનંતિ - ગોષ્ઠામાહિલને મોકલ્યો-વાદિને જીત્યો-ત્યાં જ ચાતુર્માસ – સૂરિએ દુર્બલિકાપુષ્ય મિત્રને સ્થાપવાની ભાવના કરી – ત્રણ ઘડા વાલ-તેલ-ઘીનો, ઊંધો કરતાં વાલ બધા નીકળી જાય, તેલ કાંઈક ઘડાને ચોટે, ઘી ઘણું ચોટે દુર્બલિકાપુત્ર માટે વાલના ઘડા જેવા તે થયા-સર્વ તર્ગત સૂત્રાર્થના ગ્રહણથી, ફલ્યુરક્ષિત માટે તેલના ઘડા જેવા-ઘણું ગ્રહણ કર્યું પણ સર્વ નહિ, ગોષ્ટામાહિલ માટે ઘીના ઘડા જેવા થયા – હજુ ઘણા સૂત્રાર્થ સૂરિપાસે રહ્યા એટલે અશેષ પ્રાપ્ત ન કરવાથી દુબલિકા પુષ્યમિત્ર સૂરિ થયા-બંનેને હિતશિક્ષા - દેવલોક. ગોષ્ઠામાહિલ આવ્યો-પૃચ્છાઈર્ષ્યાથી અલગ રહી વિધ્યપાસેથી વ્યાખ્યાન સાંભળે છે. વ્યાખ્યાનમાં ક્ષીર-નીર ન્યાયથી કે વહ્નિ-ગોલક ન્યાયથી કર્મ જીવ પ્રદેશો સાથે સંબદ્ધ છે. તથાવિધ કર્મના ઉદયથી અને દુરાગ્રહથી ગોષ્ઠામાહિલ વિપરિતમતિ થયો અને તે અભિનિવેશથી તે નિતવ થયો. કહે છે આ વ્યાખ્યાન સદોષ છે જીવપ્રદેશો સાથે કર્મોનું તાદામ્યથી અવસ્થાન માનો તો તમારે મોક્ષનો અભાવ આવે છે. એને પ્રમાણથી સાધે છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પૂર્વપક્ષ કર્મવિચારમાં વિપરિતતા
नैव कर्म जीवादपैति, अविभागात् वह्नययोगोलकन्यायेन जीवेन सह तादात्म्यात् जीव પ્રક્રેશરશિવ, જીવ અને કર્મનો સંબંધ અગ્નિ અને લોહગોલકની જેમ તાદાભ્ય સંબંધ હોવાથી જીવના પ્રદેશોની જેમ કર્મ જીવથી જુદા ન થાય. જે જેની સાથે અવિભાગથી વ્યવસ્થિત છે. તે તેનાથી વિયોગ નથી, જેમ જીવથી તેનો પ્રદેશ સમૂહ. તેમ જીવ-કર્મનો અવિભાગ માનો છો એટલે એ તેનાથી અલગ નથી, એટલે જીવથી કર્મનો અવિયોગ હોવાથી જીવ સર્વદા સકર્મક હોવાથી મોક્ષાભાવ થાય છે.
જેમ પૃષ્ટ, સ્પર્શમાત્રથી સંયુક્ત, અબદ્ધ ક્ષીરનીરન્યાયથી એકમેક ન થયેલો કુંચકસાપની કાંચળી સાપને અનુસરે છે. એમ કર્મ પણ સ્પષ્ટ સાપની કાંચળીની જેમ સ્પર્શનમાત્રથી સંયુક્ત થયેલું અને વદ્વિ-લોહપીંડાદિ ન્યાયથી ન ભળેલું જ જીવને અનુસરે છે, એ રીતે જ મોક્ષની ઉપપત્તિ થાય છે.
પચ્ચષ્માણ વિપરિતતા
તે ગોઠામાહિલ કર્મવિચારમાં વિપરિત મતિવાળો એકવાર નવમાપૂર્વમાં કરેમિ ભંતે ! સામાયિયં સવૅ સાવજે જોગં પચ્ચક્ઝામિ જાવજૂજીવાએ વગેરે માવજજીવાવધિક સાધુને સંબંધિ ભણાતું વિંધ્ય પાસે વિચારાતું સાંભળે છે અને કહે છે-સર્વ પચ્ચખ્ખાણ અપરિમાણ અવધિરહિત જ કરાતું કલ્યાણકારી હોવાથી શોભન થાય છે. અને જેમના વ્યાખ્યાનમાં પ્રત્યાખ્યાનનો યાવજીવાદિ અવધિ કરાય છે, તેમના મતે તે પ્રત્યાખ્યાન આશંસાદોષથી દુષ્ટ હોવાથી દુષ્ટ થાય છે. આશંસા-પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં દેવલોકાદિમાં “સુરાંગનાસંભોગાદિ ભોગોને હું સેવીશ” એવા પરિણામવાળી આશંસાથી પ્રત્યાખ્યાન દુષિત થાય છે. કારણ કે આગમમાં પણ કહ્યું છે-દુષ્ટપરિણામની અશુદ્ધિથી પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. આગમ-તહી सद्हणा जाणणा य विणएऽनुभासणा चेव । अनुपालणा विसोही भावविसोही भवे છો . પરિણામની અશુદ્ધિથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ-દૂષિત થાય છે.
કર્મવિચાર વિપરીણતિનું નિરાકરણ
આચાર્યનો ઉત્તરપક્ષ :- (ગા.૨૫૧૭)માં કંચુક જેમ જીવમાં કર્મ સ્પષ્ટ જ છે બદ્ધ નથી એવું જે તમે કહો છો ત્યાં વિચારાય છે – શું કંચુક જેમ પૃષ્ટ કર્મ જીવના પ્રતિપ્રદેશમાં વૃત્ત સત્ કહેવાય કે ત્વચા સુધી રહેલું સ્પષ્ટ મનાય છે આ બે ગતિ છે. ત્યાં જો પ્રતિદેશ વૃત્ત હોવાથી પૃષ્ટ માનો તો જીવના મધ્યમાં રહેલા પ્રદેશો પણ કર્મથી વ્યાપ્ત હોવાથી જીવમાં સર્વગત કર્મ પ્રાપ્ત થાય, જેમકે આકાશ કર્મવ્યાપ્ત જીવના અંતરાલના અનવસ્થાનથી કર્મ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૭
ગુજરાતી પ્રશ્નોત્તર સર્વગત છે કારણ કે પ્રતિપ્રદેશ કમ હોતે છતે કોઈપણ મધ્યપ્રદેશ ઉદ્ધરતો નથી કે જેથી ત્યાં કર્મ સર્વગત ન થાય. તેથી આકાશની જેમ કર્મથી જીવનો પ્રતિદેશ વ્યાપ્ત હોવાથી તેનું જીવમાં સર્વગતત્વ સિદ્ધ જ છે. એટલે સાધ્યવિકલ હોવાથી કંચુકદષ્ટાંત અસંબદ્ધ જ થાય છે. યથોકતસ્પર્શન સાધ્યનો કંચુકમાં અભાવ હોવાથી. વિકલ્પ-૨, જો જીવની બહાર ત્વચા સુધીમાં સ્પર્શેલો હોવાથી કંચુકની જેમ સ્પષ્ટ કર્મ માનો તો એકભવથી બીજા ભવમાં સંક્રમથી અંતરાલમાં તેની અનુવૃત્તિ પ્રાપ્ત થતી નથી. ત્વકપર્યન્ત સ્પર્શેલો હોવાથી તેનો અનુગમ નથી થતો. જેમ બહારનો શરીરનો મેલ ભવાન્તરાલમાં જતો નથી.
પ્રશ્ન-૯૯૫ – તો ભલે ને ભવાન્તરાલમાં કર્મની અનુવૃત્તિ ન થાય શું વાંધો છે?
ઉત્તર-૯૯૫ – એમ જો કર્મની અનુવૃત્તિ ન થાય તો બધાય જીવોનો મોક્ષ થઈ જાય, કારણ કે સંસારના કારણ એવા કર્મનો અભાવ થઈ જાય છે. હવે જો નિષ્કારણ પણ સંસાર માનો તો જેઓ વ્રત-તપ-કષ્ટ-અનુષ્ઠાનાદિ કરે છે તે બધાઓનો પણ સંસાર જ થાય નિષ્કારણતા બધે જ સમાન હોવાથી, અને નિષ્કારણ થતું સિદ્ધોનું ફરીથી સંસરણ થાય એટલે મુક્તિમાં પણ અવિશ્વાસ થઈ જાય
આ વિકલ્પ માનવામાં બીજો પણ દોષ આવે છે જો કંચુકની જેમ બહાર જ હોય તો દેહની અંદર જે શૂલ-નખગુલ્માદિ વેદના છે તે શા કારણથી થાય? કારણ અંદર તો તેના કારણભૂત કર્મનો અભાવ છે? હવે જો નિષ્કારણ પણ દેહની અંદર વેદના માનો તો સિદ્ધપણ વેદના રહિત ન થાય. જો બાહ્યવેદના નિમિત્ત તે અંતર્વેદના માનો તો બહારની વેદના લાકડી ફટકારવા આદિથી પ્રગટથતી અંદર પણ વેદનાને ઉત્પન્ન કરે જ છે એમ હું માને તો બાહ્યવેદના અભાવે તે અંતર્વેદના ન થાય.
પ્રશ્ન-૯૯૬ – ભલે એમ થાય?
ઉત્તર-૯૯૬ – ના, કારણ કે ઘણીવાર શૂલાદિથી થતી અંતર્વેદના દેખાય છે અને એય પાછી બહારની વેદના વગરનાને, હવે જો એવો નિયમ હોય કે-બહાર લાકડીના ઘા વગેરે વેદના ના સદ્ભાવે જ અંતરની વેદના પ્રગટ થાય છે. તો કદાચ તારી મરજી મૂજબ થાય. પણ એવું નથી કારણ કે બહારની વેદના વિના પણ અંદરની વેદના અનુભવાય છે. દેખાય છે. એટલે તેના કારણભૂત અંદર કોઈ કર્મ હોવું જોઈએ એટલે અમારો પક્ષ સિદ્ધ છે.
પ્રશ્ન-૯૯૭ - તો પછી બહારનું ત્વચાના છેડે રહેલું કર્મ મધ્યમાં પણ શૂલાદિ વેદના ઉત્પન્ન કરે છે પણ મધ્યમાં કર્મ નથી એમ માનશું?
ભાગ-૨/૧૩
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૯૭ – એ કથન ઘટતું નથી. કારણ કે જો બહાર રહેલું વિભિન્ન દેશમાં રહેલું કર્મ અન્ય મધ્યલક્ષણ દેશાન્તરમાં વેદના કરે છે એમ માનીએ તો યજ્ઞદત્તના શરીરમાં રહેલું કર્મ દેવદત્તને વેદના કેમ નથી કરતું? દેશાંતરપણું તો બંનેમાં સમાન છે.
પ્રશ્ન-૯૯૮ – કર્મ એક દેવદત્તના શરીરની બહાર અને અંદર સંચરે છે તેથી ત્યાં બહારઅંદર વેદના થાય છે. અન્ય શરીરમાં નહિ, કેમકે કર્મ સ્વાધારશરીરમાં બહાર-અંદર સંચરે છે. અન્યશરીરમાં સંચરતું નથી. એમ એમ માનીએ છીએ. તો દોષ ક્યાં આવવાનો?
ઉત્તર-૯૯૮- તો કંચુક જેમ સર્પના બહાર રહે છે તેમ કર્મ જીવના બહાર જ નિત્ય રહે છે એવો તમારો મત ઘટતો નથી. પરંતુ ક્યારેક બહાર, ક્યારેક અંદર કર્મનું સંચરણ માનવાથી કાંચળી જેમ બહાર રહે છે એ નિયમ ઘટતો ન હોવાથી તણાઈ જાય છે. અને કર્મના સંચરણમાં બહાર અને અંદર ક્રમથી જ વેદના થાય, એવું નથી કારણ કે કોઈ લાકડી ફટકારે ત્યારે અંદર-બહાર એક સાથે જ વેદના દેખાય છે એટલે કર્મનું સંચરણ ઘટતું નથી અને બીજું પણ દુષણ આવે છે.
કર્મનું સંચરણ માનો તો મરેલાને તે ભવાંતરમાં અનુસરતું નથી કેમકે માત્ર શરીરમાંજ સંચરે છે. જેમકે પવન. જે શરીરમાં અંદર-બહાર સંચરે છે તે ભવાંતરમાં અનુસરતું નથી, જેમકે શ્વાસોશ્વાસનો પવન, તેમ કર્મ તેથી ભવાંતરમાં અનુસરતું નથી.
પ્રશ્ન-૯૯૯ – આગમમાં પણ રત્નમને વનિ (મા.૧-૧) કહેલું હોવાથી કર્મનું ચલન કહ્યું છે ચલન એટલે સંચરણ તો તેનો અહીં શા માટે નિષેધ કરો છો?
ઉત્તર-૯૯૯ – તે યોગ્ય નથી, તમે મતલબ સમજતા નથી- “વનિયમ્ કૃત્ય ને ગાવ વેણ નીવાર ત્નિ વર્મ નિત્તર ” એ વચનથી તથા “નિર્વીર્થમા વિનમ્” એ વચનથી આગમમાં ચલિત કર્મ નિર્જીર્ણ કહ્યું છે અને જે નિર્જીર્ણ તે અકર્મ જ કહ્યું છે. અને તે વચ્ચે રહેલું પણ વેદના કરવા સમર્થ નથી. જેમકે અકર્મ આકાશના પરમાણું આદિ તેના સામર્થ્યભાવથી, તેથી આ રીતે અનેક દોષથી દુષ્ટ હોવાથી કર્મનું સંચરણ અયોગ્ય એટલે ખરી રીતે અંતરવેદનાના સભાવથી મધ્યમાં પણ કર્મ છે. મધ્યેડ મસ્તિ कर्म, वेदनासद्भावात्, त्वचीव । यत्र वेदनासद्भावस्तत्रास्ति कर्म यथा त्वक्पर्यन्ते, अस्ति चान्तर्वेदना, ततः कर्मणापि तत्र भवितव्यमेव ।
અને મિથ્યાત્વાદિ પ્રત્યયોથી કર્મ બંધાય છે અને તે જીવના જેમ બાહ્ય પ્રદેશોમાં છે તેમ મધ્યપ્રદેશોમાં પણ છે, જેમ મધ્ય પ્રદેશમાં છે તેમ બાહ્ય પ્રદેશોમાં પણ સર્વત્ર છે. તે અધ્યવસાય વિશેષરૂપ છે. અને અધ્યવસાય સમસ્તજીવગત છે. તેથી કર્મબંધના કારણ
Page #198
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
મિથ્યાત્વાદિ જીવમાં સર્વત્ર છે અને તેથી તેના કાર્યભૂત કર્મ પણ સર્વત્ર જ ત્યાં છે. ખાલી બહાર જ નહિ, તેથી અગ્નિ-અયઃપિંડ-ક્ષીર-નીર ન્યાયથી જીવની સાથે અવિભાગથી જ કર્મ રહેલું છે એમ સત્યક્ષ સ્વીકાર અને મિથ્યાભિમાન છોડ.
પ્રશ્ન-૧૦૦૦ – જો જીવ-કર્મનો અવિભાગ છે તો તેમના વિયોગાભાવે મોક્ષાભાવ થાય છે. એ દુષણ તમને પહેલા આપેલું જ છે ને ?
ઉત્તર-૧૦૦૦ – તે કર્મનો જીવ સાથે અવિભાગથી સંબંધ રહેલ હોવા છતાં કાંચનઉપલની જેમ જ્ઞાન-ક્રિયાથી વિયોગ કરાય છે. તથા તે જ કર્મનો મિથ્યાત્વાદિથી ગ્રહણ ક૨વાથી જીવની સાથે સંયોગ થાય છે. ભાવાર્થ-અહીં જીવનું અવિભાગથી અવસ્થાન બે પ્રકારે થાય છે આકાશ અને કર્મ સાથે. ત્યાં આકાશ સાથે અવસ્થાન છે તેનો વિયોગ થતો જ નથી, સર્વકાળ અવસ્થાન હોવાથી. અને કર્મ સાથે અવિભાગ અવસ્થાન છે તે પણ અભવ્યોનું અલગ થતું નથી ભવ્યોનું કર્મ સંયોગ તો તથા વિધ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ સામગ્રીના સદ્ભાવે વિયોગ થાય છે. જેમ, આગમાં કહ્યું છે કે ઔષધિ આદિ સામગ્રી નાંખતા સુવર્ણ-ઉપલનો વિયોગ થાય છે. તેમ તથાવિધજ્ઞાનાદિ સામગ્રી અભાવે તો ભવ્યોને કર્મસંયોગ ક્યારેય તૂટતો નથી. “નો ચેવ ળ મવસિદ્ધિય વિહિપ તોત્ મવિ“ફ ।''
પ્રશ્ન-૧૦૦૧ તો તે ભવ્યો કઈ રીતે કહેવાય ?
-
૧૭૯
ઉત્તર-૧૦૦૧ – મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા માત્રથી જ તે ભવ્ય કહેવાય છે, પણ બધા યોગ્ય વિક્ષિતપર્યાયથી જોડાતા નથી, જેમકે, પ્રતિમાદિ પર્યાયયોગ્ય છતાં તેવા પ્રકારના લાકડા-પથ્થરાદિ કેટલાક તેવી સામગ્રીના અભાવે પ્રતિમારૂપ થતા નથી. તેમ અહીં ભવ્યોના સંબંધમાં પણ સમજવું. આગળ ગણધરવાદમાં એ વાત વિસ્તારથી કહી છે. તેથી અન્યોન્ય અવિભાગથી અવસ્થિત હોવાથી કર્મ જીવથી વિખુટું થતું નથી, એમ અનૈકાંતિક છે. ઉપાયથી દશ્યમાન વિયોગવાળા ક્ષીર-નીર, સ્વર્ણ-પથ્થર આદિ સાથે વ્યાભિચાર આવવાથી.
1
· તે પ્રસ્તુત જીવ-કર્મ અવિભાગ કયા ઉપાયથી વિખુટો પડે ?
પ્રશ્ન-૧૦૦૨
ઉત્તર-૧૦૦૨ આગળ કહ્યું તો છે જ્ઞાન-ક્રિયાના ઉપાયથી. મિથ્યાત્વાદિથી જીવકર્મનો સંયોગ થાય છે. અને તેના વિપક્ષ સમ્યગ્નાનાદિથી જીવ-કર્મનો વિયોગ યુક્તિ યુક્ત જ છે. જેમ અન્ન ભોજન આદિના વિપક્ષ લંઘનાદિથી અન્નાદિથી જનિત અજીર્ણનો વિયોગ થાય છે.
—
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦૦૩ – તો અદેવાદિમાં દેવાદિ બુદ્ધિથી અભિગમન-વંદનાદિ કરવું, અને હિંસાદિ ક્રિયાથી જીવનો કર્મસાથે સંયોગ થાય છે એમ માનો પરંતુ દાન-દયા-શીલપાલનસમિતિ-ગુતિ આદિ ક્રિયાઓથી તેમનો વિયોગ થાય છે એમ માનવાની શી જરૂર છે?
ઉત્તર-૧૦૦૩– ભલા કર્મના ગ્રહણમાં હિંસાદિ ક્રિયાઓને તું સફળ કઈ રીતે માને છે? અને દાન-દયાદિ ક્રિયાઓને તેના વિધાનમાં સફળ નથી માનતો તો અહીં શું રાજાની આજ્ઞા છે યુક્તિ નથી ? અને બીજું તને પૂછીએ શું પાપસ્થાનમાં વ્યાપારવાળા પુરુષાર્થથી સાધ્ય એકને કર્મનું આદાન માને છે, અને એક તો જે તેનું નિર્જરણ છે તે સંયમાદિસ્થાનમાં કરેલા પુરુષાર્થથી સાધ્ય માનતો નથી. સ્વેચ્છાપ્રવૃત્તિથી એ પણ પ્રગટ ઈશ્વરની ચેષ્ટાઓ જ થાય છે. તેથી જેમ તીવ્ર-મંદ-મધ્યભેદથી ભિન્ન અશુભ પરિણામ છે. તેના ગ્રહણમાં તે કર્મનું ઉપાદાનગ્રહણ કરે છે કે ત્યાં તમારો હેતુ માન્ય છે. તે જ રીતે તીવ્ર-મંદાદિ ભેદ ભિન્ન શુભપરિણામઅશુભ પરિણામનો વિપક્ષ હોવાથી કમર્જનમાં વિપક્ષ ભૂત કર્મના વિયોગમાં પણ હેતુ કેમ માનતો નથી? યુક્તિ યુક્ત હોવાથી માનવો જ જોઈએ તે રીતે જીવની સાથે અવિભાગથી રહેલા કર્મનો વિયોગ સિદ્ધ છે.
પ્રત્યાખ્યાન વિષય વિપરીતતાનું નિરાકરણ
આગળ તે કહ્યું કે પ્રત્યાખ્યાન અપરિમાણ કરાતું જ શ્રેષ્ઠ છે. તો એ અપરિમાણ શું છે? શું “જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી હું અમુક સેવીશ નહિ” એ અપરિમાણ? કે સર્વે અનાગત અદ્ધા કે અપરિચ્છેદ ? એમ ત્રણ ગતિ છે.
(૧) અપરિમાણ – ત્યાં જો “શક્તિ છે ત્યાં સુધી હું આ સેવીશ નહિ,” એવું અપરિમાણ માને તો તે શક્તિ જ પરિમાણ છે. એથી જેનો નિષેધ છે તે જ થયું એમ માનવાનું કારણ કે જ્યાં સુધી શક્તિ હશે ત્યાં સુધી એ નહિ એવું, એવી જ શક્તિરૂપ ક્રિયા છે તેનાથી પ્રત્યાખ્યાનનો અવધિભૂત કાળ જ અનુમાન કરાય છે. જેટલો સમય શક્તિ છે તેટલો સમય સેવીશ નહિ, દષ્ટાંત – જેમ સૂર્યાદિ ગતિ ક્રિયાથી સમય-આવલિકાદિ કાળ અનુમાન કરાય છે. તેમ અહીં પણ શક્તિક્રિયાથી પ્રત્યાખ્યાન અવધિકાળ થાય છે.
પ્રશ્ન-૧૦૦૪ – તો એમ જ ભલે હોય?
ઉત્તર-૧૦૦૪- ના, કારણ કે એમ હોવાથી તે પ્રતિજ્ઞાત કરેલ અપરિમાણ પક્ષની હાનિ થાય છે. કેમકે શક્તિક્રિયા અનુમતિ કાલપરિમાણ અત્યારે જાતે જ તે માન્યો છે.
અને જે કહ્યું ને કે આશંસા દુષ્ટ થાય છે ત્યાં-શક્તિરૂપ અપરિમાણ પણ તું માને તો આશંસા દોષ તદવસ્થ જ છે. કેમકે શક્તિના ઉત્તરકાળે આ સેવીશ એવી આશંસા તદવસ્થા
Page #200
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૧
જ છે. અને આ શક્તિરૂપ અપરિમાણ માનવામાં તારા પક્ષની હાનિ સિવાય બીજા પણ દોષો છે. – જેમ મરેલાનો દેવલોકાદિમાં સુરાંગનાસંભોગાદિ ભોગોને ભોગવનારનો અમારા પક્ષમાં દોષ નથી. તથા શક્તિ-અપરિમાણ માનતા તારા મતે જીવતા પણ ભોગોપસેવામાં દોષ નથી. એટલી જ મારી શક્તિ છે. એટલે મારું પ્રત્યાખ્યાન પૂરુ થવાથી ભોગ ભોગવું એવા અભિપ્રાયવાળાને તારા મતથી જીવતાં છતાં યોગ ભોગવતા દોષ નથી. આ જિનશાસનમાં દૃષ્ટ કે ઇષ્ટ નથી. અને એમ માનવામાં એટલી મારી શક્તિ છે એવા આધારવાળો નિર્ભય હોવાથી પ્રત્યાખ્યાનની અનવસ્થા જ થાય, ભોગ સેવો, પ્રત્યાખ્યાન કરો પાછા ભાગ ભોગવો, પાછા પ્રત્યાખ્યાન કરો એમ વારંવાર પ્રત્યાખ્યાન ચાલુ જ રહે એટલે અનવસ્થા પ્રાપ્ત થશે. અને વ્રતોનો અતિચાર તેને આચરવામાં પ્રાયશ્ચિત, એકવ્રતભંગમાં સર્વવ્રતનો ભંગ, નિયમથી સર્વે વ્રતો પાળવા એવું જે આગમરૂઢ છે તે બધું તારા મતથી થતું નથી, જેમકે-એટલી જ મારી શક્તિ છે અધિક નથી એવા ભાવથી પ્રતિસેવા કરતા છતા સાધુનો શક્તિ-અપરિમાણવાદી તારા મતથી અતિચાર નથી કે વ્રતભંગ પણ નથી કે પ્રાયશ્ચિત પણ નથી, તે રીતે સર્વ વ્રત પાલનનો નિયમ ન થાય, શક્તિના આધારથી તારા મતે તો એકવ્રતપાલનથી પણ સંયત છે.
(૨) સર્વાનાગતાદ્ધા – અપરિમાણ–તો મરેલો પણ દેવલોકાદિમાં ભોગો સેવતો સાધુ પણ પ્રતિજ્ઞા અપૂર્ણ હોવાથી ભગ્નવ્રતી જ છે. અને સિદ્ધ પણ સર્વ અનાગતકાળ પર્યંત સંવરધારી હોવાથી સંયમી કહેવાશે. કારણ કે આ સમય પણ સર્વદ્ધા ગૃહીત પ્રત્યાખ્યાન કાળના અંતર્ગત છે. જેમકે, યાવજજીવ ગૃહીત વિરતિ કાળાસ્યંતરવર્તિ સાધુ-દૃષ્ટાંત.
પ્રશ્ન-૧૦૦૫
ઉત્તર-૧૦૦૫ - ! – ના, સિદ્ધે નો સંગ", નો અસંગ, નો સંનયાસંગÇ એ વચનથી બીજો પણ દોષ છે-ઉત્તરગુણ-પૌરુષી-પુરિમાર્ક-એકાસણું-ઉપવાસાદિ તપરૂપ, સંવરણ-ઘણા આગારોથી ગૃહીત એકાસણાદિ પ્રત્યાખ્યાનનો ભોજન પછી આકાર સંક્ષેપણ રૂપ –આ બંને ઉત્તરગુણ-સંવરણનો આ રીતે અનાગતાા પ્રત્યાખ્યાન પક્ષ માનતાં સર્વથા અભાવ જ થશે. કારણ કે પૌરુષી આદિમાં અનાગતાદ્વા પ્રત્યાખ્યાન અસંગત છે. અને એકાસણાદિમાં તારા મતથી સંવરણ ક્યારેય ન ઘટે.
ન
-
તો સિદ્ધને પણ સંયત માનો શું દોષ છે ?
(૩) અપરિચ્છેદ-અપરિમાણ – તેમાં પણ અનાગતાદ્વા પ્રત્યાખ્યાન દોષ સરખો જ છે. તે આ રીતે કાલપરિચ્છેદ વિના પણ પ્રત્યાખ્યાન કરતે છતે શું ઘડીમાત્ર કોઈ કાળ પ્રતીક્ષા કરીને પ્રતિસેવા કરે કે સર્વ અનાગતાદ્ધા પ્રત્યાખ્યાન પાળે ? જો પ્રથમ પક્ષમાનો-તો અનવસ્થા થશે કારણ કે જ્યાં સુધી ઘડી પ્રતીક્ષા કરે તો બે ઘડી કેમ ન કરે ? એમ ત્રણ ઘડી
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ચાર ઘડી વગેરે પણ કેમ ન કરે? એમ કરવા જતાં અનવસ્થા થતી કઈ રીતે રોકશો ? હવે બીજો પક્ષ-તો મરેલાને પણ પરલોકમાં ભોગ સેવતા વ્રતભંગ જ થાય અને સિદ્ધપણ સંયત થાય. અને ઉત્તરગુણ-સંવરણાભાવ વગેરે તે જ દોષો આવે, ઉપસંહાર-તેથી આ અપરિમાણ પ્રત્યાખ્યાન દોષોને જોઈને વ્રતભંગના ભયથી જ ત્રિપક્ષપરિહારથી શ્રુતમાં “સર્બ સાવળ્યું નો વિશ્વામિ નાવMીવાઈ” એમ અહીં સાધુપ્રત્યાખ્યાનનું પરિમાણ બતાવ્યું છે. એટલે અપરિમાણનો આગ્રહ છોડ. અને આગમ વચનનો સ્વીકાર કર.
પ્રશ્ન-૧૦૦૬ – સપરિમાણ પ્રત્યાખ્યાનમાં તો મેં આશંસાલક્ષણ દોષ કહેલો જ છે, એવું તમે કહો છો તે કઈ રીતે?
ઉત્તર-૧૦૦૬ – યાવન્યજીવ પરિમાણથી પ્રત્યાખ્યાન કરતા “મરણાંતરમાં હું ભોગો સેવીશ .” એવી કોઈ આશંસા કદી પણ હોતી નથી. અર્થાત્ આવા પરિણામથી સાવધિક પ્રત્યાખ્યાન કરતો નથી. પરંતુ માને મૃત: દેવામાં ઉત્પન્ન થતા છતાં ભોગોને સેવતા વ્રતભંગ થશે એવા ભાવથી મારા વ્રતનો ત્યાં ભંગ ન થાય એવા જ શુભપરિણામથી આવું પ્રત્યાખ્યાન કરે છે. એટલે ત્યાં આશંસા કેવી? તે અહીં વિરતિ આવારક કર્મના ક્ષયોપશમ અવસ્થાવાળો હોવાથી સ્વાધીન છે. અને સુરલોકમાં અવશ્ય તેના ઉદયથી પરાયત છે. એટલે શક્ય હોવાથી વાવજજીવના પ્રત્યાખ્યાન કરે છે. પરલોકમાં તો અશક્ય હોવાથી પ્રત્યાખ્યાન નથી કરતો એટલે એ આશંસા દોષવાળો કઈ રીતે થાય ?
પ્રશ્ન-૧૦૦૭ – એમ એ વ્રતભંગથી શા માટે કરે છે? એ મરેલો મુક્તિમાં જ જશે અને ત્યાં કામભોગના અભાવે વ્રતભંગનો સંભવ જ નથી એટલે તેને વ્રતભંગનો સંક્ષોભ કયો?
ઉત્તર-૧૦૦૭ – તારી આ દલીલ બરાબર નથી. વર્તમાનમાં અહીં મુક્તિગમન અસંભવ છે અને મહાવિદેહમાં પણ બધાનું નિશ્ચયથી ત્યાં જવું ઘટતું નથી.
પ્રશ્ન-૧૦૦૮ – તો ગમે તે કોઈ મુક્તિમાં જાય છે અને તે વિમુક્તને મારા અભિપ્રાય મુજબ અપરિમાણ પ્રત્યાખ્યાન લેતા કોઈ દોષ નહિ આવે કેમકે મુક્તિમાં પણ મહાવ્રતોનો અનુગમથી અપરિમાણ પ્રત્યાખ્યાન સફળ થશે ને?
ઉત્તર-૧૦૦૮ – જે મોક્ષમાં જશે તેને પણ વ્રતોનો અવકાશ કેવો ? અને વ્રતોની સફળતા કઈ ? તેમનું કાર્યસિદ્ધ છે. એટલે એવું ત્યાં કાંઈ નથી. તેથી મુક્તિગામી પ્રતિ અપરિમાણ પ્રત્યાખ્યાન અસંગત જ છે. આ રીતે મુગ્ધ કે અભિજ્ઞની અપેક્ષાવિના સામાન્યથી જ અપરિમાણ પ્રત્યાખ્યાનમાં દોષો કહ્યા.
Page #202
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૩
અભિજ્ઞને આશ્રયીને દુષણો અને જે આગળ પણ કાંઈક શાસ્ત્ર પરિકર્મિતમતિવાળો વિજ્ઞા વ્યક્તિ દેવલોકમાં અવિરતિભાવ અવશ્યભાવિ જાણતો અપરિમાણ પ્રત્યાખ્યાન ઉચ્ચરે છે, એવું બોલનાર તે સાક્ષાત્ મૃષાવાદી છે. કેમકે, બોલે છે કાંઈ ને કરે છે કાંઈ મનનો ભાવવિરતિ પરિણામ પ્રત્યાખ્યાન કહેવાય છે. તે પ્રત્યાખ્યાન ને યાવજજીવ અવધિ જ છે કે મરણ પછી પણ છે? બીજો પક્ષ-તો તેનું પ્રત્યાખ્યાન તુટે છે. દેવલોકમાં ભોગસેવન અવશ્યભાવિ હોવાથી તેનો ભંગ છે. જો પ્રથમ પક્ષ-તો વચનથી પણ માવજજીવ એવા પરિમાણના પ્રગુણન્યાયથી શું પ્રત્યાખ્યાન ન કરાય? અને મનમાં કાંઈ ને વચનમાં કાંઈ એવું શા માટે કહેવાય? આવું જો કહે તો ફક્ત માયા જ છે-જો મનમાં અન્યથા-ચાવજજીવાવધિ જ ભાવપ્રત્યાખ્યાન પરિમાણ અને અન્યથા-વાવજજીવાવધિ પરિમાણ રહિત જ વચન છે તો તે જાણતા ફક્ત માયા જ નિર્ણત થાય છે. અને અન્યથા વિચારીને અન્યથા બોલવાથી અન્ય કાંઈ ફળ ન દેખાય. અથવા તને પુછું છું –શું તથાવસ્થિત ભાવમાં પણ વાવબ્બીવા કહેતાં તને કોઈ દોષ જણાય છે કે જેથી વચનથી પણ એ સપરિમાણ પ્રત્યાખ્યાન ન કહેવાય ? અથવા શું તું ભાવ કરતાં વચન મોટું જોવે છે કે જેથી ભાવ અન્યથા છતાં વચન અન્યથા કરે છે? એ અયોગ્ય છે. કારણ કે આગમમાં ભાવ જ પ્રમાણ છે અને વચન અપ્રમાણ છે એમ કહેલું છે.
ભાવ પ્રત્યાખ્યાન જ પ્રમાણ છે કોઈએ ત્રિવિધાહાર પ્રત્યાખ્યાન કરવા વિચાર્યું અને વધુ સંયમથી આક્ષિત મનથી “ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરું છું” એવો શબ્દ ઉચ્ચાર્યો એમ મનના ભાવની અનુવૃત્તિથી વ્યંજન શબ્દ અન્યત્ર પડતા-અન્યવિષયમાં ઉચ્ચારતા છતાં જે ખરેખર પ્રત્યાખ્યાન વિષય અનેક સૂક્ષ્મવિવક્ષાથી આક્રાંત પ્રત્યાખાતાના મનમાં રહેલો ભાવ સ્પષ્ટ છે તે જ પ્રત્યાખ્યાન પ્રમાણ છે. તે જ પ્રત્યાખાતાનો વિવક્ષિત પ્રત્યાખ્યાન સંબંધી મનોગત ભાવ પ્રમાણ છે વ્યંજન-શબ્દ નહિ, વ્યંજન છલમાત્ર હોવાથી અને ભાવના અનુરોધ વિના પ્રવૃત્ત હોવાથી અપ્રમાણ છે આમ, આગમમાં પણ વચન-અપ્રમાણે કહેલું હોવાથી જો યાવજજીવ અવધિવાળો મનનો ભાવ હોય તો વચનથી પણ માવજજીવ ઉચ્ચારો. મિથ્યાગ્રહથી શું?
આમ યુક્તિઓથી સમજાવવા છતાં તે ન માન્યો ત્યારે સંઘની બહાર કર્યો. (૮) બોટિક દૃષ્ટિ-શિવભૂતિ
રથવીરપુર-દીપક ઉદ્યાન-આર્યકૃષ્ણસૂરિ આવ્યા. તેમાં સહગ્નમલ શિવભૂતિ નામનો રાજસેવક છે તે રાજાની મહેરબાનીથી વિલાસ કરતો નગરમાં ભમે છે અડધીરાત્રે ઘરે આવે
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૮૪
છે. એટલે એની ભાર્યા એની માતાને કહે છે હું તારા પુત્રથી વૈરાગ પામી છું. એ રાત્રે ક્યારેય સમયસ૨ આવતો નથી. એટલે હું ઉજાગરા અને ભૂખથી રોજ પીડાઉં છું. તે બોલી-પુત્રી ! તો આજે તું સુઈ જા હું જાગીશ. રાત્રે આવ્યો, બોલ્યો-દરવાજો ઉઘાડ ગુસ્સે થયેલી માતા બોલી-દુર્રયવિધિ ! અત્યારે જેના દરવાજા ઉઘાડા હોય ત્યાં જા, તારા પાછળ લાગેલું કોઈ મરશે નહિ. એટલે કોપ-અહંકારથી પ્રેરાયેલો નીકળ્યો. ઉઘાડા દ્વારવાળો સાધુનો ઉપાશ્રય જોયો. ત્યાં સાધુઓ કાલગ્રહણ કરે છે. વંદન કરીને દીક્ષા માંગી. તેઓએ રાજાનો વલ્લભ અને માતાએ કાઢી મૂકેલો છે એટલે ન આપી. એટલે ખેલના મલ્લકમાંથી રાખ લઈને સ્વયં લોચ કર્યો. સાધુઓએ લિંગ આપ્યું. વિહાર કરી ગયા. કાલાંતરે પાછા ત્યાં આવ્યા. એટલે રાજાએ શિવભૂતિને કિંમતી કાંબળી આપી. આચાર્યે શિવભૂતિને કહ્યું-તારે અને સાધુઓને માર્ગઆદિમાં અનેક અનર્થનું કારણ એના ગ્રહણથી શું ? એટલે ગુરુને બતાવ્યા વગર પણ છૂપાવીને મૂર્છાથી તે રાખી. ગોચરીથી આવીને રોજ એને સંભાળે છે ક્યારેય વાપરતો નથી. ગુરુએ એને મુચ્છિત જાણીને એક દિવસ તેને પૂછ્યા વિના જ તે બહાર ગયો એટલે કાંબળી ફાડીને સાધુઓના પગલૂંછણા વગેરે કર્યા. વાત જાણીને કષાયવાળો થયો એકવાર સૂરિ જિનકલ્પીનું વર્ણન કરે છે.
जिणकप्पिया यदुविहा पाणिपाया पडिग्गहधरा य । पाउरणमपाउरणा इक्किक्का ते भवे दुहि ॥ १ ॥ दुग तिग चक्क पणगं नव दस एक्कारसेव बारसग । एए अट्ठ विगप्पा जिणकप्पे होंति उवहिस्स ॥२॥
એ સાંભળીને શિવભૂતિ બોલ્યો-તો અત્યારે કેમ ઔધિક અને ઔપગ્રહિક એટલી ઉપધિ રખાય છે ? જિનકલ્પ કેમ નથી કરાતો ? ગુરુ-જંબુસ્વામિથી એ વ્યવચ્છિન્ન થયો છે, સંઘયણના અભાવે અત્યારે એ કરવો શક્ય નથી. શિવભૂતિ-મારા જીવતા એ કઈ રીતે વિચ્છેદ થાય ? હું એ જિનકલ્પ કરું છું. પરલોકાર્થિએ તે જ નિષ્પરિગ્રહ જિનકલ્પ કરવો જોઈએ, આ કષાય-ભય-મૂર્છાદિદોષવાળા પરિગ્રહ અનર્થથી શું કામ છે ? એટલે જ શ્રુતમાં નિષ્પરિગ્રહતા બતાવી છે અને જિનેન્દ્રો અચેલક છે એટલે અચેલતા જ સારી છે. ગુરુ-તો દેહમાં પણ કષાય-ભય-મૂર્છાદિ દોષો કોઈના પણ સંભવે છે. એટલે વ્રતગ્રહણ પછી તે પણ છોડવો. જે શ્રુતમાં નિષ્પરિગ્રહતા કરી છે. તે પણ ધર્મોપકરણોમાં મૂર્છા ન કરવી એવો મૂર્છાભાવ જ નિષ્પરિગ્રહત્વ કહ્યો છે. સર્વથા ધર્મોપકરણોનો ત્યાગ નહિ. જિનેન્દ્રો પણ સર્વથા અચેલકો નથી જ ‘“સન્થેવિ પાસેળ નિયા નિળવા ઘડવીસ' એમ એ વચનથી સર્વે ચોવીસે જિનવરો એક દેવદૃષ્ય સહિત નીકળેલા છે. એવું ગુરુ અને સ્થવિરોએ યુક્તિઓથી સમજાવવા છતાં અધિકકષાય મોહાદિ કર્મોદયથી પોતાના આગ્રહથી પાછો ન
Page #204
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૫
ફર્યો. પરંતુ વસ્ત્રો છોડીને નીકળ્યો. બહારના ઉદ્યાનાં રહેલી તેની ઉતરા નામની બહેન વંદન માટે ગઈ, તેણે છોડેલા વસ્ત્રવાળા ભાઈને જોઈને સ્વયંપણ વસ્ત્રો છોડ્યા, પછી ભિક્ષા માટે નગરમાં પ્રવેશી ગણિકાએ જોઈ, આમ નગ્ન બિભત્સ એને જોઈને લોક અમારા ઉપર વિરાગ ન પામે એમ તે ન ઇચ્છતી છતાં તેણ વસ્ત્રો પહેરાવ્યા. નગરમાંથી પાછા ફરીને તેણે આ સર્વ વૃત્તાંત શિવભૂતિને જણાવ્યો એટલે નગ્ન સ્ત્રી નિતરાં બિભત્સ અને અતિ લજ્જનીય થાય છે એમ વિચારીને કહ્યું-ભલે એમ થાય. તારે આ વસ્ત્ર નહિ કાઢવું. કારણ કે દેવતાએ તને આપ્યું છે. કેટલાંક સમય પછી તેના બે શિષ્યો કૌડિન્ય-કોફ્ટવીર નામે થયા. એમના શિષ્ય-પ્રશિષ્યની પરંપરામાં ઉત્પન્ન થયેલો આ બોટિક સંપ્રદાય (દિગંબર) વૃદ્ધિ પામ્યો.
યુક્તિ-પ્રયુક્તિઓ વસ્ત્રવિષયમાં વસ્ત્ર ધારણમાં ત્રણ નિમિત્તો
પ્રશ્ન-૧૦૦૯ – જિત અચેલપરિષહ મુનિ આગમમાં કહ્યો છે. જિતાચલપરિષહત્વ ત્યક્તવસ્ત્રને જ થાય છે. તે કારણે લજ્જા, જુગુપ્સા તથા શીત-ઉષ્ણાદિ પરિષહના હેતુથી ત્રણ સ્થાનો દ્વારા જ વસ્ત્ર ધારણ આગમમાં અનુજ્ઞાત છે. એકાંતે નહિ. તથા આગમ વચન-તિદિ હાર્દિ વલ્થ રિજ્ઞા, હરિવત્તિયં, હુાંછીવત્તયં, પરીદવત્તિયં ત્યાં હું-લજ્જા કે સંયમ નિમિત્ત, જુગુપ્સા-લોકવિહિતનિંદા, પરિષહો-શત-ઉષ્ણ-દંશાદિ પ્રત્યય, તેથી ઉક્ત યુક્તિઓથી અચલતા જ કલ્યાણકારી છે.
ઉત્તર-૧૦૦૯ – (૧) કષાયહેતુ પરિગ્રહનું નિવારણ - જે જે કષાયનો હેતુ તે તે તારે પરિગ્રહ તરીકે માન્ય હોય તે મુમુક્ષુએ છોડવો જ જોઈએ. એવો એકાંત છે તો તારો દેહ જ કષાયોત્પત્તિનો હેતુ છે એટલે પરિગ્રહ અને છોડવા તારા માટે તે યોગ્ય બને છે. એટલે અપરિગ્રહત્વ અને પરિગ્રહોની કથા-વાર્તા જ પૂરી થઈ ગઈ. માત્ર દેહ જ નહિ પણ જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે જેના તેના કષાયોનું કારણ ન થાય? આ રીતે શ્રુત-ચારિત્ર-ભેદથી ભિન્ન ધર્મપણ તારે ન ગ્રહણ કરવો કારણ કે તે પણ કોઈના કષાયનું કારણ છે. તેમનાથી પ્રણીત ધર્મ રહેવા દો પણ તે ત્રિભુવન બંધુ નિષ્કારણ વત્સલ જિનપણ કિલષ્ટ કર્મવાળા ગોશાળા-સંગમાદિના કષાયનું નિમિત્ત થયા. એમ તણીત ધર્મમાં તત્પર સાધુઓ, દ્વાદશાંગીરૂપ જિનમત આ બધું ભારેકર્મી, દુઃખરૂપદીર્ઘભવ ભ્રમણવાળા જિનશાસનના પ્રત્યનિકોને કષાયનિમિત્ત જ છે એટલે એ પણ અગ્રાહ્ય બને પણ એવું નથી. તેથી જે કષાય હેતુ ભૂત છે તે છોડવું એવો એકાન્ત નથી.
પ્રશ્ન-૧૦૧૦ – તે દેહાદિ-જિનમત સુધીના પદાર્થો કષાયના હેતુઓ છતાં પરિગ્રહ નથી, કેમકે તે મોક્ષસાધનની બુદ્ધિથી ગ્રહણ કરેલા છે એટલે પરિગ્રહ કઈ રીતે કહેવાય?
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૦૧૦ – તો પછી વસ્ત્ર-પાત્રાદિક ઉપકરણ શુદ્ધ-એષણીય મોક્ષસાધનબુદ્ધિથી ગ્રહણ કરાતું કઈ રીતે પરિગ્રહ થાય? ન જ થાય. ન્યાય તો બંનેમાં સરખો જ છે. આ રીતે વસ્ત્રાદિ કષાય હેતુ હોવાથી અગ્રાહ્ય છે એ વાતનો નિરાસ કર્યો.
(૨) મૂચ્છો , પરિગ્રહનું નિવારણ - જે મૂચ્છતુ તે પરિગ્રહ કહેવાય અને પરિગ્રહ હોવાથી તે ત્યાં હોય તો દેહ-આહારાદિકની મૂર્છાવાળા તારે તે પરિગ્રહ કેમ નહિ? છે જ. તેથી તે પણ પરિત્યાજ્ય છે અથવા કઈ રીતે મમત્વ-મૂચ્છરહિત હોવાથી અસંગ સાધુનો વસ્ત્રાદિક પરિગ્રહ તું ગણે છે. તેવા લોકોને તે ન જ હોય, મોક્ષાસાધની બુદ્ધિથી શરીરઆહારાદિમાં તારી મૂર્છા નથી. તો મોક્ષના સાધન તરીકે સમાન છતાં વસ્ત્રાદિમાં વળી તને કઈ મૂર્છા છે? જો પૂલ એવા બાહ્ય હોવાથી, ક્ષણમાત્રમાં જ અગ્નિ-ચોરાદિ ઉપદ્રવગમ્ય હોવાથી અને કેટલાક દિવસે સ્વયં જ વિનાશધર્મક હોવાથી શરીરથી નિતરાં નિઃસાર એવા વસ્ત્રાદિમાં તું મૂર્છા કરે છે તો નિશ્ચય શરીરમાં પણ વિશેષથી મૂચ્છ કરીશ. કારણ એ વેચાતું લઈ શકાતું નથી, એટલે જ વસ્ત્રાદિ અપેક્ષાએ દુર્લભ છે તથા તેની અપેક્ષાએ જ અંતરંગ છે, ઘણા દિન રહેવાવાળું છે, અને વિશેષતર કાર્ય સાધક હોવાથી વિશેષ કરીને શરીરમાં મૂચ્છ કરીશ.
પ્રશ્ન-૧૦૧૧ – દેહાદિમાત્રમાં જે મૂચ્છે છે તે સ્વલ્પ જ છે અને વસ્ત્રાદિગ્રન્થની મૂચ્છ તે ઘણી છે. તેથી દેહાદિ માત્રની મૂચ્છના સંભવે પણ નગ્નશ્રમણો સિદ્ધ થઈ જશે તમે વસ્ત્રવાળા મુનિઓ નહિ. કારણ કે બહુ પરિગ્રહવાળા તમારો મોક્ષ ક્યાંથી થવાનો?
ઉત્તર-૧૦૧૧- તો તિર્યંચ-શબરાદિ અલ્પપરિગ્રહવાળા અને શરીર આહારાદિ માત્રમાં જ મૂર્છાવાળા તેમજ શેષ મનુષ્યો પણ મહાદારિદ્રયથી પીડાયેલા કિલષ્ટ મનવાળા, તેવા પ્રકારના પરિગ્રહ વિનાના હોવા છતાં અવિનિગૃહીતાત્માવાળા, લોભાદિષાયવર્ગથી વશ કરાયેલા અન્ય સંબંધિ વૈભવોમાં પણ મૂચ્છ કષાયાદિ દોષોથી અનંત કર્મમળ અર્જન કરે છે. તેથી ઘણા નારક પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપક થતા નથી. અને અન્ય મહામુનિઓ કોઈક દ્વારા ઉપસર્ગ આદિની બુદ્ધિથી શરીરે સજાવેલા મહામૂલ્યવસ્ત્ર-આભરણ-માલા-વિલેપનાદિ સંયુક્ત છતાં સર્વસંગથી વિનિમુક્ત, નિગૃહીત આત્મા, જીતેલા લોભાદિ કષાય શત્રુવાળા, પ્રાપ્ત કરેલ વિમલ કેવલજ્ઞાનવાળા મોક્ષમાં જાય છે. તેથી કિલષ્ટમનવાળા આત્માઓનું નાન્યમાત્ર એ અકિંચિત્કર છે.
(૩) ભય હેતુ - જો જે ભયહેતુ તે ગ્રન્થ-પરિગ્રહ કહેવાય તો જ્ઞાન-દર્શન-ચારિત્રને પણ તેના ઉપઘાતકોથી ભય અને દેહને જંગલી પ્રાણીઓથી ભય છે, તો તે પણ પરિગ્રહ બને છે. અન્ય સર્વ વ્યાખ્યાત પ્રાય છે. ગા. (૨૫૫૫) માં પુછ-ભયાદિ: કહ્યું તેમાં આદિશબ્દથી સંગૃહીત વસ્ત્રાદિનું રૌદ્રધ્યાન હેતુત્વ બતાવીને પરિહાર કરે છે :
Page #206
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૭ પ્રશ્ન-૧૦૧૨ – રૌદ્રધ્યાન ૪ પ્રકારનું છે - હિંસાનુબંધાદિ આગમમાં અન્યત્ર જણાવેલ છે તેમાં પ્રથમ પ્રાણિવધારિરૂપ હિંસાનું જેમાં નિરંતર ચિંતન થાય તે હિંસાનુબંધી, જેમાં નિરંતર અસત્યનું ચિંતન થાય તે મૃષાનુબંધી, જેમાં નિરંતર ચોરીનું ચિંતન થાય તે સ્તેયાનુંબંધી તથા જેમાં મરણાદિ અનેક ઉપાયોથી પોતાના દ્રવ્યનું રક્ષણ કરવાનું ચિંતન તે સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાન કહેવાય. આ સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન વસ્ત્રાદિગ્રહણ કરતાં અવશ્યભાવી છે. એ રીતે રૌદ્રધ્યાનમાં હેતુ હોવાથી વસ્ત્રાદિક દુર્ગતિ હેતુ છે. તેથી કઈ રીતે ગ્રહણ કરવું?
ઉત્તર-૧૦૧૨– જે ઉક્ત યુક્તિથી રૌદ્રધ્યાન છે તે મૂર્ખ ! દેહાદિમાં પણ તુલ્ય છે, તેમાં પણ જલ-જ્વલન-ચોર-પશુ-સર્પ-વિષ-કાંટાદિથી સંરક્ષણાનુબંધ તુલ્ય છે. એટલે તે પણ ત્યાજ્ય બને છે.
પ્રશ્ન-૧૦૧૩ – દેહાદિ મોક્ષસાધન અંગ હોવાથી તેનાથી તેનું સંરક્ષણાનુબંધ વિધાન પ્રશસ્ત છે દોષ રૂપ નથી એટલે તેના સંરક્ષણમાં શું વાંધો છે?
ઉત્તર-૧૦૧૩ – તો, તે આગમ પ્રસિદ્ધ યાતના પ્રકારથી અહીં વસ્ત્રાદિમાં પણ સંરક્ષણાનુબંધ વિધાન કેમ પ્રશસ્ત નહિ? તેથી વસ્ત્રાદિ કેમ છોડવા?
પ્રશ્ન-૧૦૧૪ – વસ્ત્રાદિ પરિગ્રહ જ મૂચ્છદિદોષ હેતુ હોવાથી લોકના ભવભ્રમણનું કારણ છે એ અતિપ્રતીત છે. જ્યારે એ પરિગ્રહ ભવભ્રમણનું કારણ છે તો પછી તે વસ્ત્રાદિપરિગ્રહવાળા સાધુને પણ કેમ ન થાય?
ઉત્તર-૧૦૧૪ – તારી આ એકાંત માન્યતા અયોગ્ય છે, કારણ કે અહીં જેટલાં શયનપાન-ભોજન-ગમન-અવસ્થાન-મન-વચન-કાયાની ચેષ્ટાદિ પ્રકારક અવિરત-અસંયતઅપ્રશસ્તાધ્યવસાયવાળાને લોકમાં ભયહેતુઓ થાય છે. તેટલા જ પ્રકારના વિરત-સંયતપ્રશસ્તાધ્યવસાયવાળાને મોક્ષ માટે થાય છે. તેથી વસ્ત્રાદિ સ્વીકારમાં પણ ઇતર લોકની જેમ મૂળમાંથી ઉખડેલા લોભાદિકષાય-ભય-મોહનીયાદિદોષવાળા સાધુઓને તારો ઉભાવેલો કોઈ દોષ લાગતો નથી. અને જો વસ્ત્રાવિક ગ્રંથ, મૂર્છાવિહેતુત્વા, નહિવત્ વળી, વસ્ત્રાદિ મૂચ્છ વગેરેના હેતુ હોવાથી સુવર્ણાદિની જેમ પરિગ્રહ છે. આમ, હેતુ-દષ્ટાંતના ઉપભ્યાસ માત્રથી જ વસ્ત્રાદિનું પરિગ્રહ– તમે સાધો છો તો અમે પણ તમારા ઉપન્યાસમાત્રથી કનકાદિનું પણ અપરિગ્રહત્વ સાધીશું-તે આ રીતે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ___ कनकं तथा युवतिश्च धर्मान्तेवासिनी ममेति बुध्या परिगृहणतो न ग्रन्थः, देहार्थत्वात् આહીરવત્ / યુવતિ મારી ધર્માતેવાસિની છે, તથા સુવર્ણ વિષઘાતક છે. (વિષધાતાદિ ઉપરોક્ત આઠ ગુણો સુવર્ણમાં છે.) એવી બુદ્ધિથી ગ્રહણ કરતાં તે બંને આહારની જેમ શરીરોપકારી હોવાથી પરિગ્રહ નથી.
પ્રશ્ન-૧૦૧૫ - જો એમ હોય તો, તમારા દ્વારા ગ્રંથત્વથી પ્રસિદ્ધ કનકાદિનું અગ્રંથત્વ સાધવાથી તો ગ્રંથ-અગ્રંથ વિભાગની વાર્તા પૂરી. અને અગ્રંથવેન મારા અભિમત દેહનું થો રેઃ aષાયgિવત્ નહિવત્ એ રીતે ગ્રંથત્વ સાધવાથી ગ્રંથાગ્રંથની વાર્તા પૂરી થાય. એકબાજુ તમે કનકને અગ્રંથતરીકે સાધો છે અને બીજી બાજુ તેને જ ગ્રંથત્વના સાધવાના દષ્ટાંત તરીકે લગાવો છો તો તમે જ કહો – શું ગ્રંથ અને શું અગ્રંથ?
ઉત્તર-૧૦૧૫ – ગ્રંથ-અગ્રંથ વિભાગ - તેથી એવી કઈ વસ્તુ લોકમાં છે કે જે આત્મસ્વરૂપથી સર્વથા ગ્રંથ હોય કે અગ્રંથ હોય? કોઈ નહિ. તેથી “મુછ પર વૃત્તો 37 મસિ" (રવૈજ્ઞાનિવ ૦ ૬) ના વચનથી, જે વસ્ત્ર-દેહ-આહાર-કનકાદિમાં મૂચ્છા થાય તે નિશ્ચયથી ગ્રંથ જ્યાં મૂચ્છ ન થાય તે અગ્રંથ. એ કારણથી રાગદ્વેષ રહિત વ્યક્તિને વસ્ત્રાદિ જે જે સાધન સંયમમાં ઉપકારક થાય તે બધા અપરિગ્રહ છે, અને જે જે સંયમનો ઘાત કરનારા થાય તે સર્વે પરિગ્રહ છે.
વસ્ત્રાદિ ઉપધિનું પ્રયોજન પ્રશ્ન-૧૦૧૬ – વસ્ત્રાદિક શું સંયમોપકાર કરે છે કે જેથી તેને ગ્રહણ કરવું જોઈએ?
ઉત્તર-૧૦૧૬ – સુતરાઉ-ઉની વસ્ત્રોથી ઠંડીથી પીડાતા સાધુઓનું રક્ષણ થાય છે અને આર્તધ્યાન દૂર કરાય છે. તેમજ અગ્નિ તૃણ-ઇંધણમાં રહેલા જીવોનું રક્ષણ કરાય છે. અર્થાતજો વસ્ત્રો ન હોય તો ઠંડીથી પીડાતા સાધુઓ અગ્નિ-તૃણ-ઇંધણથી આગ કરે, અને તે કરવામાં તેમાં રહેલા જીવોનો ઉપઘાત અવશ્યભાવિ છે. વસ્ત્રો ઓઢતાં તે નથી જ થતો. કારણ કે વસ્ત્રોથી અગ્નિ-તૃણાદિ બાળ્યા વિના પણ ઠંડી દૂર થઈ જાય છે. સમસ્તરાત્રિ જાગતા સાધુને ચાર કાલગ્રહણ લેવાના હોય છે. તેથી હિમ વરસતી શીત પડતાં છતાં ચાર કાળ લેતા તે ઋષિઓ વસ્ત્રો ઢાંકેલા હોય તો નિર્વિદન સ્વાધ્યાય ધ્યાન સાધના કરે છે. તથા મહાવાયુથી ઉડેલી સચિત્તપૃથ્વી ધુમ્મસ, વરસાદ, ઓસ, સચિતરજ, પ્રદીપ, તેજ વગેરેમાં રહેલા જીવોની રક્ષામાટે વસ્ત્રો થાય છે. તથા મૃત વ્યક્તિને ઢાંકવા બહારલઈ જવા માટે શ્વેત ઉજ્જવલ ઢાંકવાનો પટાદિવસ્ત્ર હોવો જોઈએ અને ગ્લાનને પણ તે પ્રાણોપકારી છે. તે પરમગુરુને
૧. સુવર્ણના આઠ ગુણો - વિષયાત-રસાયન-મન-છવિ-નયા: પ્રવક્ષિાવતા
गुरुता च दग्ध कृष्टताऽष्ट गुणा सुवर्णे भवन्ति ॥
Page #208
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૮૯
અભિમત છે એમ મુહપત્તિ, રજોહરણ આદિ ઉપકરણ શાસ્ત્રનુસારે સંયમોપકારી તરીકે જોડવાં.
ત્યાં કલ્પાદિમાં કહ્યું છે – ઘાસ લઈનેઅગ્નિના સેવનનું નિવારણ કરવા, ધર્મધ્યાન માટે અને રોગી તથા મરણ પામેલાના ઉપકાર માટે વસ્ત્ર રાખવું જોઈએ, તે વસ્ત્ર આત્મપ્રમાણ લાંબુ તથા અઢી હાથ પહોળું હોવું જોઈએ. તેમાં બે વસ્ત્ર સુતરના તથા મુખ બાંધવા મુખવસ્ત્રિકા રાખવી. વસતિ પ્રમાર્જવા, કોઈ સ્થાનમાં કાંઈ લેતા-મૂકતા, રાત્રિમાં પાથરેલું વસ્ત્ર સંકોચાઈ જતાં, પ્રથમ પ્રમાર્જન કરવા તથા ચિહ્ન જણાવવા માટે રજોહરણ રાખવું. પ્રજનન-લિંગ વિકૃત હોય, અનાવૃત હોય, વાતિક હોય, મોટાપ્રમાણવાળું હોય તો લજ્જાથી ઢાંકવા માટે અને સ્ત્રીદર્શનમાં લિંગોદયના રક્ષણ માટે ચોલપટ્ટો છે.
પાત્રક તથા માત્રક :- સંસક્તવસ્તુ-ગોરસ-દ્રાક્ષાદિપાનક-પાણીમાં રહેલા જીવોની પ્રાણરક્ષા માટે પાત્ર છે. કારણ કે પાત્રના અભાવે સંસક્ત ગોરસાદિ હાથમાં જ અનાભોગાદિ કારણથી ગ્રહણ કરેલા હોય તો શું કરવા ? તેમાં રહેલ જીવોની પ્રાણહાનિ જ થાય. પાત્ર હોય તો શાસ્ત્રોક્ત વિધિથી તેમને પરઠવી શકાય. એટલે પાત્ર હોવાથી તેમાં રહેલ જીવોની રક્ષા સિદ્ધ થાય છે. તથા પાત્રાભાવે પાણિપુટમાં જ ગ્રહણ કરેલ ઘી-ગોરસાદિ રસો જમીન પર ટપકતાં કુંથુકીડી વગેરેનો પ્રાણઘાત થાય. પણ જો પાત્ર હોય તો તેમ ન થાય અને જે ભાજન ધોવા વગેરેથી પશ્ચાત્કર્માદિ દોષો છે તેમના પરિવાર માટે જગદ્ગુરુ પાત્ર માને છે. વળી પાત્ર વડે રોગી આદિ મુનિ ઉપર ઉપકાર કરી શકાય, જેમકે ગૃહસ્થ પાસેથી પથ્ય વસ્તુ લાવી તેમને આપી શકાય. તથા તેના વડે આહાર-પાણી લાવી અન્ય સાધુઓને આપતાં તે પાત્ર દાનધર્મનું સાધન બને છે. આમ અનેક રીતે પાત્રક-માત્રક સંયમોપકારી છે. આ રીતે સર્વઉપધિ વિશે જાણવું.
અને જે સામો રિપો વેરમાં ગા.૨૫૫૬ સુઈ યમરિ હિરં વગેરેથી સૂત્રમાં અપરિગ્રહતા કહી છે એવું તું માને છે ત્યાં પણ મૂચ્છ જ પરિગ્રહ તીર્થકરોને માન્ય છે, અન્ય નહિ. અને તે મૂચ્છ જેમ વસ્ત્રમાં ન કરવી તેમ સર્વે શરીર-આહારદિ દ્રવ્યોમાં ન કરવી, એ સૂત્રનો પરમાર્થ છે. નહિ કે તારો માન્ય સર્વથાવસ્ત્રપરિત્યાગ એટલે અપરિગ્રહતા. એ સૂત્રનો અભિપ્રાય છે. તેથી અજ્ઞાતસૂત્ર ભાવાર્થવાળો તું ફોગટ દુઃખી થાય છે.
તમન્ના ૨ નિતી (ર૬) સર્વે તીર્થકરો નિરૂપણ ધૃતિ-સંઘયણવાળા, છદ્મસ્થાવસ્થામાં ચાર જ્ઞાનવાળા, અતિશયસત્ત્વથી યુક્ત, અછિદ્રપાણિપાત્ર, જીતેલા સમસ્તપરિષહવાળા છે તેથી વસ્ત્રાભાવે જે સંયમવિરાધનાદિ દોષો લાગે છે તે દોષોને તે વસ્ત્રપાત્ર વિનાના પણ પ્રાપ્ત કરતા નથી. એટલે વસ્ત્રાદિક તે તીર્થકરોનું સંયમનું સાધન નથી. એટલે, તેઓ વસ્ત્રાદિ ગ્રહણ કરતા નથી.
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧૦૧૭ જો તેઓ વસ્ત્રાદિનું ગ્રહણ કરતા નથી એમ કહો તો “સવ્વુવિ ઘૂમેળ નિળયા” એનો વિરોધ નહિ આવે ?
૧૯૦
ઉત્તર-૧૦૧૭ – જો કે તે વસ્ત્ર સંયમને ઉપકારી નથી તો પણ સવસ્ત્ર જ તીર્થ હોય છે. અને સવસ્ત્ર સાધુઓ જ તીર્થમાં ચિરકાળ થશે. એ અર્થના ઉપદેશ માટે ગ્રહણ કરેલા એકવસ્ત્રવાળા સર્વે તીર્થંકરો સંયમ લે છે. અને તે વસ્ત્ર ક્યાંક પડી જાય ત્યારે અચેલક થાય છે. હંમેશા નહિ. તેથી જિનેન્દ્રો અચેલકા એ એકાંતિક જે કહે છે તે તમારા અજ્ઞાનનું સૂચક છે.
અર્થાત્ તીર્થંકરના દૃષ્ટાંતના આધારે અને જિનકલ્પિકના ઉદાહરણના આધારે તું અચેલકત્વ માને છે. આ બધું તારા દુર્બોધનો વિલાસ જ છે. કારણ કે તીર્થંકરો પણ પૂર્વોક્ત ન્યાયથી એકાન્તે અચેલક નથી, અને જિનકલ્પિક-સ્વયંબુદ્ધાદિ સર્વે કાળ એકાન્તે ઉપધિવાળા જ છે. એટલે જ “દુગ તિગ ચક્ક” વગેરે પૂર્વે તેમના ઉપકરણોનું પ્રમાણ પુરુષાપેક્ષાએ બહુભેદવાળું કહ્યું છે, સર્વથા નિરૂપકરણતા નહિ. તેથી જે તારા દ્વારા સર્વથા ઉપકરણ ત્યાગ કરાયો છે તે દૃષ્ટાંત કરેલા તીર્થંકરાદિમાં ય નથી દેખાતો. આ ફક્ત તારો જ કોઈ નવો માર્ગ છે.
ય
પ્રશ્ન-૧૦૧૮
વાંધો શું છે ? ઉત્તર-૧૦૧૮ २ए| } जारिसयं गुरुलिंगं सीसेण वि तारसयं होयव्वं । नहि होइ બુદ્ધસીસો સેયવડો નાહવળો વા । એમ કહેલું છે. તો તે વચનથી જ તારે પણ અરિહંતોના જેવું જ થવું જોઈએ. પરંતુ તીર્થંકરના ઉપદેશથી જ નિરૂપમધૃતિ-સંહનનાદિ અતિશયરહિત તું અચેલક-નગ્ન ન થા. જો તીર્થંકરોનો વેશ તેમના શિષ્ય હોવાના નાતે તને પ્રમાણ છે, તો તેમનો ઉપદેશ પણ તને પ્રમાણ જ હોય. ગુરુના ઉપદેશને ઓળંગીને વર્તતો શિષ્ય ઇષ્ટાર્થસાધક થાય નહિ અને પરમગુરુનો ઉપદેશ છે કે ઉક્ત અતિશય વગરનાએ અચેલક ન જ થવું. તો તું શા માટે આ રીતે ગુરુઉપદેશથી બાહ્ય નગ્નતાથી પોતાને છેતરે છે. જેમ ગુરુનો ઉપદેશ કરવો તેમ તેમના વેશ-ચરિત્ર પણ અવશ્ય
પ્રશ્ન-૧૦૧૯
આચરવા જોઈએ ?
—
-
અરિહંતો જે કારણથી અચેલક છે તે કારણથી અચેલત્વ માનવામાં
-
ઉત્તર-૧૦૧૯ – તે યોગ્ય નથી, તેમના ઉપદેશનું અનુષ્ઠાન જ કાર્યસાધક છે. જેમ રોગી વૈદ્યના ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે તે કરવામાત્રથી જ રોગ દૂર થાય છે. એ એનો વેશ કરતો નથી. કે તેનું ચરિત્રપણ આચરતો નથી. કદાચ એ કરે તો પણ એ સાજો થતો નથી ઉલટાનો
Page #210
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૧ ઉપવાસાદિ વૈદે બતાવવા છતાં નાન્યાદિક તેનો વેશ કરતો અને સ્વેચ્છાથી સર્વરસોને તેની જેમ ખાતો તેના ચરિત્રને આચરનારો સંનિપાતથી જ મરે છે. તેથી વૈદોપદેશનું અનુષ્ઠાન જ રોગીના રોગનાશનું કારણ છે. પ્રસ્તુતમાં તે રીતે જ જિન વૈદ્યનો આદેશ કરનાર તેના વેશચરિત્રને ન આચરતો છતો કર્મરોગથી વિયોગ પામે છે. પરંતુ તેમના આદેશને ન કરતો તેમના વેશ-ચરિત્રને ધારણ કરતા છતા તે મુક્ત થતો નથી. અને જો તું તીર્થકરના વેશચરિત્રનો અનુવર્તી છે તો સર્વથા તેમની સાથે તારું સાધર્યુ છે કે દેશથી ? પ્રથમપક્ષ-તો જે તેઓ કરે છે તે સર્વ આપે કરવું જોઈએ, એટલે જેમ તેઓ સ્વયંબુદ્ધ હોવાથી પર ઉપદેશથી રહેતા નથી અને છદ્મસ્થાવસ્થામાં પ્રતિબોધ માટે પરને ઉપદેશ આપતા નથી અને શિષ્ય વર્ગને દીક્ષા આપતા નથી, તેમ શેષ તેમના શિષ્ય-પ્રશિષ્યોએ એ બધું તારા મતથી કરવું જોઈએ. પ્રશ્ન-૧૦૨૦ – તો ભલે એમ થાય શું દોષ છે?
ઉત્તર-૧૦૨૦– જો એમ હોય તો કોઈને પણ પ્રતિબોધ અભાવે અને દીક્ષાદિ અભાવે તીર્થ ક્યાંથી? એટલે તેમની સાથે સર્વ સાધર્મ કહેવાય છે તો “અચેલો છું થાઉ” એવો તારો કેવો આગ્રહ છે ?
જેમ જિનેન્દ્રો સાથે સર્વાતિશયોથી સર્વસાધર્મ તને અભિમત નથી. પરંતુ કાંઈક સાધમ્ય જ માન્ય છે. તે રીતે લિંગ અને ચરિત્રથી કાંઈક સાધમ્મ જ તેમની સાથે અમને માન્ય છે. સર્વસાધર્મે નહિ, તે કાંઈક લિંગથી-લોચ કરવામાત્રથી છે અચેલત્વથી નહિ. ચરિતથી તો એષણીયાહારપરિભોગ-અનિયત વાસાદિથી છે નહિ કે પાણીભોજીત્વેન. તેથી કાંઈક સાધર્મ્સની ઉક્તન્યાયથી અન્યરીતે પણ સિદ્ધિ થવાથી તારો અચલતાનો આગ્રહ કેવો છે?
તદિનો નં ૪ લાખો” એવું કોણ નથી માનતું? ફક્ત જેવા પુરુષોનો જ વિધિથી તેમણે કહ્યો છે તે સાંભળ-ઉત્તમકૃતિ સંહનનવાળા, પૂર્વધર-જઘન્યથી કાંઈક ન્યૂન નવપૂર્વધર, સર્વદા નિરૂપણ શક્તિઆદિ અતિશયથી સંપન્ન જિનકલ્પિઓ પણ હવે સુરેન સત્તે પૂર્વોક્તવિધિથી કૃતપરિકર્મવાળા જ જિનકલ્પ સ્વીકારે છે. તેથી જો જિનવચનથી તું જિનકલ્પ સ્વીકારે છે તો તે જિનકલ્પ વ્યવચ્છિન્ન થયેલો પણ માન. જો નહિ માને તો જિકલ્પ છે એવું જિનવચન તને કઈ રીતે પ્રમાણ થશે? અને એનો વિચ્છેદ કેમ અપ્રમાણ થાય? (ચં.૨૨,૦૦૦)
નીયત્નપરિસદ મુળ" એ તો એમ પણ માનીએ છીએ. ફક્ત એટલું જ તને પૂછીએ છીએ કે શું ચેલ ભોગમાત્રથી જ અચેલક પરિષહનો જય નથી થતો કે જેથી સર્વથા તું વસ્ત્ર
Page #211
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પરિત્યાગ કરે છે કે અનેષણીયાદિ દોષ દુષ્ટ વસ્ત્રના પરિભોગથી ? પ્રથમપક્ષ જો એષણીયાદિગુણયુક્ત વસ્ર-પાત્ર પરિભોગથી મુનિ દ્વારા અચેલ પરિષહનો જય ન માનો તો એષણાદિગુણ સંપન્ન ભક્ત-પાનાદિપરિભોગથી ક્ષુધાદિપરિષહ જીતવાવાળો પણ જગતમાં કોઈ સાધુ ન થાય.
૧૯૨
પ્રશ્ન-૧૦૨૧ ભલે ન હોય અમારું શું જાય છે ?
ઉત્તર-૧૦૨૧
આ રીતે તારા મતે નિરૂપમ કૃતિ સંહનનવાળા સત્વશાળી જિનેન્દ્ર ભગવંતો પણ પરિષહ જીતનારા નહી થાય. ઉદ્ગમાદિ દોષ રહિત વિશુદ્ધ એષણીય ભક્તપાનાદિકને રાગાદિ રહિત સેવતો મુનિ ક્ષુ-પિપાસાદિ પરિષહ જીતનારો હોય તો આ વિધિ વસ્ત્રમાં કેમ ઇષ્ટ નથી માનતો ? તે પણ એષણીય રાગાદિદોષ રહિત ભોગવતાં જિતાયેલ પરિષહવાળો મુનિ થાય જ. તેથી અનેષણીયાદિદોષ દુષ્ટ વસ્ત્ર પરિભોગથી જ અજિતાયેલ પરિષહ થાય છે નહિ કે સૂત્રવિધિથી તેને ભોગવનાર.
-
-
પ્રશ્ન-૧૦૨૨
સાધુ વસ્રનો ઉપભોગ કરે તો તે અચેલકપરિષહ સહિષ્ણુ કઈ રીતે કહેવાય ? વસ્ત્રનો અભાવ હોય તો જ અચેલક પરિષહ સહન કર્યો કહેવાય ને ?
-
ઉત્તર-૧૦૨૨ વસ્ત્ર હોય કે ન હોય તો ય આગમમાં અને લોકમાં અચેલકત્વ રૂઢ છે તેથી અહીં મુનિઓ ચેલ હોવા છતાં ઉપચારથી અચેલા કહેવાય છે જિનો તો વસ્ર ન હોવાથી મુખ્યતયા અચેલા કહેવાય છે અચેલકત્વ ૨ પ્રકારનું છે મુખ્ય વૃત્તિથી અને ઔપચરિક વૃત્તિથી છે.
મુખ્ય વૃત્તિથી અચેલત્વ સંયમોપકાર નથી થતું તે માત્ર જિનોને જ હોય છે.
મૂર્છારહિત મુનિનો પરિશુદ્ધ, એષણીય, ઘણાદિવસના જીર્ણ, કુત્સિત, અસાર, થોડા અથવા ગણના પ્રમાણથી ઓછા, તુચ્છ વસ્ત્રોને મૂર્છા રહિત ભોગવતા હોવા છતાં ઉપચારથી મુનિઓ અચેલક કહેવાય છે. તથા અન્ય ભોગ જે લોકમાં પ્રસિદ્ધ છે. જેમકે, કમરનું વસ્ત્ર માથે લપેટીને પાણીમાં પડેલો પુરુષ વસ્ત્ર રહિત કહેવાય છે તેમ સાધુ પણ કક્ષાબંધ નથી કરતા માત્ર કોણીઓ દ્વારા જ ઢીંચણથી ઉ૫૨ ચોલપટ્ટો ધારણ કરે છે, અને મસ્તક ઉપર કોઈપણ પ્રકારના વસ્ત્રના અભાવે તથા લોકરૂઢપ્રકારથી અન્યથા પ્રકારે ચેલભોગ છે. એટલે વસ્ત્રો છતાં પણ અચેલક કહેવાય છે.
―
.
પ્રશ્ન-૧૦૨૩ – વજ્રના અન્યથા પરિભોગથી શું અચેલકનો વ્યવહાર ક્યાંય જોયો છે ? ઉત્તર-૧૦૨૩ જેમ પાણીમાં પડતો બહુવસ્રવાળો પણ મસ્તકે વીંટેલા કમરના વસ્ત્રવાળો પુરુષ અચેલક કહેવાય છે તેમ મુનિઓ સચેલા પણ અચેલક કહેવાય છે તથા
1
Page #212
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૩
જીર્ણાદિ વસ્ત્રો દ્વારા પણ અચલતા લોકમાં રૂઢ જ છે જેમકે, કોઈ વસ્ત્ર કમરેવીટેલી જીર્ણ ઘણા છિદ્રોવાળી એક સાડીવાળી સ્ત્રી કોઈ વણકરને કહે છે. વણકર જલ્દી કર મારી પોતી અને સાડી જલ્દી બનાવીને આપ, હું નાગી ઊભી છું, તેમ અહીં સ્ત્રી સવસ્ત્રા હોવા છતાં નગ્નતાવાચક શબ્દની પ્રવૃત્તિથી “નરૂદ્દ કી નામાવો મુંડમાવો ના મહંતવ” વગેરે પણ વિરુદ્ધ થતું નથી.
જે ત્રણ સ્થાનોથી વસ્ત્ર ધારણ કરે – એમ આગમોક્ત બતાવતા તે અમારો પક્ષ જ સમર્થિત કર્યો છે. પણ શૂન્યહૃદય હોવાથી જોતો નથી. જેમકે અત્યારે અમે પણ કહી શકીએત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે છે એમ સૂત્રમાં પણ બતાવ્યું છે. તેથી તે વસ્ત્ર નિરતિશયાદિવાળા સાધુએ અવશ્ય ધારણ કરવું. કેમકે, નિરતિશય હોવાથી જિનકલ્પાયોગ્ય એવા સાધુઓનું લજા-કુત્સા-પરિષહરૂપ વસ્ત્રધારણ પૂર્વે બતાવેલા કારણ મૂજબ અવશ્ય કરવું સંભવે છે. જો કુત્સા-પરિષહ માટે ધારણ ન કરાય, તો પણ લજ્જા-સંયમ માટે વિશેષથી ધારણ કરવું જોઈએ. નહિ તો અગ્નિજ્વલનાદિથી મોટો અસંયમ થાય. હવે આ રીતે જો તને જિનમત પ્રમાણ હોય તો તું વસ્ત્ર-પાત્ર છોડ નહિ કેમકે એનાથી પૂર્વોક્ત દોષની પરંપરાને પ્રાપ્ત થઈશ. અને સમિતિનો ઘાત થશે. પાત્ર વિના સંપૂર્ણ એષણા સમિતિ તું પાળી નહિ શકે, અને વસ્ત્ર વિના નિપાદાન તથા ઉત્સર્ગ સમિતિ તથા ભાષા સમિતિવાળો નહિ થાય.
અહીં આઠમા નિતવનો વાદ સમાપ્ત થયો, હવે બધા નિતવો એકબીજાને બળે દોષો આપે છે તે જણાવે છે.
ગોષ્ઠામાહિલ સિવાયના બીજા નિકૂવો યાવસજીવ સુધીનું સપરિમાણ પ્રત્યાખ્યાન અને આત્મા સાથે કર્મનો સંબંધ ક્ષીર-નીરની જેમ માને છે. જમાલી સિવાયના નિહ્નવો “જ્યિમાન
ત” માને છે જ્યારે જમાલી “વૃત્ત વૃત” માને છે. તિષ્યગુપ્ત સિવાયના નિકૂવો સંપૂર્ણ જીવપ્રદેશોને જીવ માને છે અને તિષ્યગુપ્ત એક અંતિમ પ્રદેશને જ જીવ માને છે.
આમ, દરેક ભિન્ન માન્યતાવાળા હોવાથી તેઓ એકઠા થાય ત્યારે એકબીજાને બબ્બે દોષો આપે છે.
(૧) બહુરત - તિષ્યગુપ્તને કહે છે “કરેલું હોય તે જ કર્યું” આવો મારો મત નિર્દોષ છતાં તું માનતો નથી અને “અંતિમ પ્રદેશ જીવ છે” તારો આ મત સદોષ છતાં માને છે.
(૨) તિષ્યગુપ્ત - જમાલીને એ જ બે દોષો વિપરિતપણે આપે છે તથા અવ્યક્તવાદીને પણ સદોષ પોતાના મતને માનવાનો અને નિર્દોષ પરના મતને નહિ માનવાનો એ બે દોષ આપે છે. આમ બધા જ એકબીજાને ઉપર કહ્યાનુસાર દોષો આપે છે.
ભાગ-૨/૧૪
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય પ્રશ્ન-૧૦૨૪ – આ નિદ્વવોની દૃષ્ટિ સંસારનો હેતુ છે કે મોક્ષનો હેતુ છે?
ઉત્તર-૧૦૨૪- આ સાતે નિતવદર્શનો મોક્ષનો હેતું નથી. પણ જન્મ-જરા-મરણ અને ગર્ભના સ્થાનરૂપ કેવળ સંસારનો જ હેતુ છે.
પ્રશ્ન-૧૦૨૫ – આ નિકૂવો સાધુ કહેવાય, અન્ય દર્શની ગણાય કે ગૃહસ્થ ગણાય?
ઉત્તર-૧૦૨૫ – તેઓ કેવળ નિગ્રંથનો વેશ ધરનારા છે, યથાર્થ નિગ્રંથ સાધુ નથી. કેમકે એક સાધુ માટે કરેલ આહારાદિ શેષ સાધુઓને કહ્યું નહિ. પરંતુ નિતવા માટે કરેલ આહારાદિમાં એમ નથી. કારણ કે જે ક્ષેત્રમાં જે કાળે નિહ્નવો માટે કરેલાં આહારાદિ હોય તે વિકલ્પ કલ્પે. કોઈવાર એનો ત્યાગ કરાય તો કોઈવાર ન પણ કરાય. “નિહ્નવો સાધુઓથી અલગ છે” એવું જ્યારે લોકો ન જાણતા હોય ત્યારે ત્યાજ્ય અને જાણતા હોય તો લઈ શકાય.
આ રીતે નય દ્વાર કહ્યા પછી કયા નયને કયું સામાયિક મોક્ષ માર્ગપણે ઇષ્ટ છે, તે અનુમતિદ્વારથી જણાવે છે.
(૧૨) અનુમિતિ દ્વાર :- નૈગમ-સંગ્રહ-વ્યવહારનયો ચારિત્ર સામાયિક, ઋતુસામાયિક અને સમ્યક્ત સામાયિક ત્રણેય ને મોક્ષમાર્ગ તરીકે માને છે. ઋજુસૂત્ર અને શબ્દનયો-ચારિત્ર સામાયિકને જ મોક્ષમાર્ગ માને છે સર્વસંવરરૂપ ચારિત્ર પછી જ મોક્ષપ્રાપ્તિ છે એટલે.
પ્રશ્ન-૧૦૨૬ – પ્રથમ ત્રણે નયો ત્રણે સામાયિકને મોક્ષમાર્ગ માને છે તો તે મિથ્યાષ્ટિ કઈ રીતે? તે નયમત કેમ ગણાય છે? સંપૂર્ણ જિનમત જ કેમ નથી ગણાતું? જૈનો પણ જ્ઞાનદર્શન-ચારિત્રથી અન્ય ઓછું કે અધિક કોઈ પણ મોક્ષમાર્ગ તરીકે માનતા નથી.
ઉત્તર-૧૦૨૬ – કારણ કે નૈગમાદિનયો એ ત્રણે સમુદિત ન હોય તો પણ મોક્ષમાર્ગ માને છે નહિ કે જ્ઞાનાદિત્રણેથી જ મોક્ષ એવો નિયમ કરે છે. એમ માને તો નયત્વની હાનિ થવાનો વારો આવે છે એટલે તેઓ મિથ્યાષ્ટિ છે.
ઋજુસૂત્ર અને ત્રણે શબ્દનયોને માત્ર એક ચારિત્ર સામાયિક જ નિર્વાણમાર્ગ તરીકે માન્ય છે, નહિ શ્રુત કે સમ્યક સામાયિક. કારણ કે તે બંને જ્ઞાન-દર્શન સામાયિક હોય તો પણ ચારિત્ર વિના મોક્ષ નથી. તેથી અન્વય-વ્યતિરેકથી એક ચારિત્ર સામાયિક જ તેમના મતે મોક્ષમાર્ગ છે. કારણ કે, ક્ષાયિકજ્ઞાન-કેવલજ્ઞાન અને સર્વદર્શન-ક્ષાયિકસભ્યત્વ હોવા છતાં તત્ક્ષણ જ મોક્ષનો સદ્ભાવ નથી, તે તો સર્વસંવરરૂપ ચારિત્ર સામાયિક હોય તો જ થાય છે એટલે અન્વય વ્યતિરેકથી સર્વસંવરરૂપ ચારિત્રલાભ જ મોક્ષમાર્ગ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૫ તે સર્વ સંવરરૂપ ચારિત્ર લાભ પણ જ્ઞાન-દર્શન વગરનાને અકસ્માત જ ઉત્પન્ન થતો કોઈનો દેખ્યો નથી, પરંતુ તે બંને સાથે હોય તેને જ યથોક્ત ચારિત્રલાભ થાય છે તેથી એ ત્રણેય મોક્ષ માર્ગ છે. એટલે નિવ્યાનું સંગમો વેવ એમ કહેલું અયોગ્ય છે.
જ્ઞાન-દર્શન વિના ચારિત્ર નથી એવું આપ કહો છો તો તે બંને ને અહીં સર્વ સંવરરૂપ ચારિત્રનું કારણ કહેવું યોગ્ય છે, નહિ કે સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય મોક્ષનું કારણ, કારણ કે સર્વ સંવર ચારિત્ર પછી તરત જ મોક્ષ થાય છે. જ્ઞાન-દર્શન પછી તરત થતું નથી.
નૈગમાદિ નયોની આ માન્યતા બરાબર નથી. કારણ કે જો જ્ઞાન-દર્શનવિના સર્વસંવરરૂપ ચારિત્રનો લાભ થતો ન હોય, તો તે તેના કારણ કહેવા યોગ્ય છે, પણ સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય એવા મોક્ષનું કારણ છે, એ કહેવું યોગ્ય નથી. કારણ કે એવા સર્વસંવરચારિત્રના ઉપકારક જ્ઞાન-દર્શન છે એટલે તેઓ તેનું કારણ છે તો હજો ! સર્વ ભુવન પણ યતિના જ્ઞાનદર્શન-ચારિત્રનું કારણ થાય છે, કારણ કે શેય-શ્રદ્ધેયપ્રવૃત્તિ-નિવૃત્તભાવથી આખું ભુવન તેમનું ઉપકારી છે. ફક્ત જોયાદિ ભાવથી નહિ સાધકત્તમ તરીકે પણ દેહ-માતા-પિતા-વસ્ત્રઆહાર-ઔષધાદિક પરંપરાથી ઘણા પ્રકારે નિર્વાણનું કારણ બને છે. તેથી તારો જ્ઞાનાદિત્રિકમાં કયો નિયમ ? જ્ઞાન-ન-વારિત્રાળ મોક્ષમઃ ? દેહાદિ અન્ય પણ ઘણા પ્રકારે તેના કારણ છે. હવે જો બહુપ્રકારે કારણો સંભવે પણ જે અત્યંત નજીકનું કારણ તે જ મોક્ષનું કારણ માનો અને પરંપરાથી ઉપકારક એવા દેહાદિકને તેના હેતુ તરીકે ન કહો તો, જ્ઞાનાદિત્રણ જ મોક્ષનો હેતુ છે એવું નિશ્ચય થાય છે તો જે પ્રયાસન્ન તરીકે તે ઉપકારક છે સર્વસંવરરૂપ ચારિત્ર જ મોક્ષમાર્ગ થાય.
પ્રશ્ન-૧૦૨૭– તમે આગળ કહ્યું કે નૈગમાદિનયમતના કથનો યોગ્ય નથી તો સ્થિતપક્ષ
કયો?
ઉત્તર-૧૦૨૭ – સ્થિત પક્ષમાં ત્રણે સામાયિકો સમુદિત જ ઈષ્ટાર્થ સાધક છે, એક નહિ કે અલગ-અલગ નહિ. જેમ રોગીની વૈદ્ય-ભેષજ-આતુર-પ્રતિચારક રૂપ સમુદિત ચતુરંગસમ્યકક્રિયા-સમ્યક્તથી સમ્યક્તને શ્રદ્ધા કરે, જ્ઞાનથી જાણે અને ચારિત્રથી સર્વસાવદ્યથી વિરામ પામે, એટલે શ્રદ્ધાનાદિ ગુણયુક્ત હોવાથી સમુદિત જ જ્ઞાનાદિથી ઈષ્ટાર્થની સિદ્ધિ છે. અન્યથા નહિ. પ્રયોગ:
इहेष्टार्थस्य सामग्र्येव साधिका न त्वेकमेकं किञ्चित्, तथैवोपलम्भात्, यथाऽऽतुरस्य चतुरङ्गसम्यक्क्रियासामग्री तदिष्टार्थस्य साधिका ।
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧૩) દ્વાર :
પ્રશ્ન-૧૦૨૮– શું સામાયિક જીવ છે કે અજીવ? જીવાજીવત્વમાં પણ શું દ્રવ્ય છે કે ગુણ છે? અથવા જીવાજીવ ઉભય અથવા જીવાજીવોભયથી ભિન્ન ખરશૃંગ-વંધ્યાપુત્ર જેવું કોઈપણ તે હોય છે?
ઉત્તર-૧૦૨૮- સામાયિક આત્મા-જીવ જ છે, અજીવાદિ નહિ. તે આત્મા સાવદ્યયોગનું પચ્ચખ્ખાણ કરતો પ્રત્યાખ્યાન ક્રિયા કાળે સામાયિક થાય છે, નિશ્ચયનય મતે ક્રિયમાણ કૃત એમ ક્રિયાકાળ-નિષ્ઠાકાલનો અભેદ હોવાથી ફક્ત પ્રત્યાખ્યાન કરતો એ અત્યારે સામાયિક થતો નથી પરંતુ, ઉપલક્ષણથી કરેલા પ્રત્યાખ્યાનવાળો પણ સામાયિક થાય છે.
પ્રશ્ન-૧૦૨૯- “વવEાર્થ તો હવફ માયા” (ગા.૨૬૩૪) એમાં બીજા આત્માનું ગ્રહણ શા માટે ?
ઉત્તર-૧૦૨૯- તે જ સાવદ્યયોગ પ્રત્યાખ્યાન યુક્ત પરમાર્થથી આત્મા છે, શ્રદ્ધાનજ્ઞાન-સાવદ્યનિવૃત્તિ રૂપ સ્વસ્વભાવમાં અવસ્થિત હોવાથી, શેષ સંસારી પ્રચુર ઘાતિ કર્મોદ્વારા તેના સ્વાભાવિક ગુણોનો તિરસ્કાર હોવાથી આત્મા જ નથી. એ જણાવવા માટે ફરીથી આત્માનું ગ્રહણ કર્યું છે. તે હલુ તિ ખલુ શબ્દ સામાયિકનું જીવપરિણતિત્વ જણાવવા માટે છે. તેથી તે પ્રત્યાખ્યાન જીવપરિણાતિ રૂપ હોવાથી વિષયને આશ્રયીને સર્વજીવદ્રવ્યોના આપાતમાં નિષ્પન્ન થાય છે, કારણ, સર્વ જીવદ્રવ્યો સામાયિક પ્રત્યાખ્યાનના શ્રદ્ધેયશેય-પ્રવૃત્તિ-નિવૃત્તિ ભાવથી ઉપયુક્ત છે. એટલે તેના સમવાયમાં તે ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે.
પ્રશ્ન-૧૦૩૦ – સામાયિક જીવ જ કેમ હોય અજીવ કેમ નહિ?
ઉત્તર-૧૦૩૦ – કારણ કે સમ્યક્ત-શ્રુત સામાયિક દ્વારા શ્રદ્ધા કરે અને જાણે છે તે જીવ જ હોય અજીવાદિ તેમ કરતા નથી. એટલે પ્રત્યાખ્યાનન કરનાર ચારિત્રી જીવ જ હોય અજીવ કે અભાવ નહિ. શ્રદ્ધા જ્ઞાન-પ્રત્યાખ્યાન પ્રેક્ષાવાળામાં જ સંભવે અજીવ કે અભાવમાં પ્રેક્ષા નથી. તેથી જીવ જ સમાયિક છે અછવાદિ નહિ.
તે વસ્તુ પવૅવવાdf (૩૬૩૪) સામાયિક-જીવપરિણતિ સામાયિકપરિણામથી અનન્ય હોવાથી જીવ જ સામાયિક છે અને સર્વદ્રવ્યો તેનો વિષય છે. કારણ કે યથાસંખ્ય સમ્યક્તશ્રુત-ચારિત્ર સામાયિકોનો શ્રદ્ધેયત્વ, શેયત્વ અને પ્રવૃત્તિ-નિવૃત્તિ ક્રિયાથી સર્વ દ્રવ્યોનો ઉ૫યોગ્ય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૭
મહાવ્રતોમાં સર્વ દ્રવ્ય વિષયત્વ
પ્રથમ પ્રાણાતિપાત વિમરણવ્રતમાં વિષયદ્વારથી વિચારતાં સર્વજીવો-ત્રસ-સ્થાવર-સૂક્ષ્મબાદરભેદવાળા વિષય તરીકે જાણવા. બીજા મૃષાવાદવિરમણમાં અને છેલ્લા પરિગ્રહ નિવૃત્તિરૂપ મહાવ્રતમાં સર્વદ્રવ્યો, વિષય તરીકે જાણવા. જેમકે-લોક પંચાસ્તિકાય આત્મક નથી. એ પ્રમાણે મૃષાવાદમાં સર્વદ્રવ્યોનો વિષય હોવાથી અને બીજુંવ્રત તેની નિવૃત્તિરૂપ હોવાથી તથા મૂર્છાદ્વારથી પરિગ્રહ પણ સર્વદ્રવ્યોનો વિષય છે તેથી તેની નિવૃત્તિરૂપ હોવાથી છેલ્લું વ્રત અશેષદ્રવ્ય વિષયક છે. શેષ મહાવ્રતો દ્રવ્યોના એકદેશથી જ હોય છે. ત્રીજું મહાવ્રત-ગ્રહણીય-ધારણીય દ્રવ્યથી અદત્તાદાન વિરતિરૂપ છે. ચોથું રૂપ-રૂપસહગત દ્રવ્ય સંબંધી અબ્રહ્મ વિરતિરૂપ છે. એનું છઠ્ઠું રાત્રિભોજન વિરમણસ્વરૂપ છે. એટલે એ બધા સર્વદ્રવ્યોના એકદેશ વિષયક છે.
આ રીતે આ ચારિત્રસામાયિક સામાન્યથી સર્વદ્રવ્ય વિષય અને વ્રતવિભાગ વિશેષથી યથોક્તવિષયવાળું જાણવું. તથા શ્રુતસામાયિક પણ “સર્વદ્રવ્યસર્વપર્યાયેષુ શ્રુતમ્”થી સર્વદ્રવ્યવિષય જાણવું. દેશવિરતિ સામાયિક સર્વદ્રવ્યના એકદેશ વિષયવાળું માનવું. સમ્યક્ત્વ સામાયિક યથાવસ્થિત સમસ્ત વસ્તુ સમૂહની શ્રદ્ધારૂપ હોવાથી સર્વદ્રવ્ય વિષય જ જાણવું. એટલે ત્રણે સામાયિકો સમુદિત અને પ્રત્યેક સર્વદ્રવ્યવિષયવાળા છે તે સિદ્ધ છે, તે સિદ્ધ થતાં “તં વતુ ૫૦' સિદ્ધ છે.
પ્રશ્ન-૧૦૩૧ – તે સામાયિક શું છે ? એમ જ્ઞેયત્વેથી પ્રસ્તુત છતાં અહીં વિષયચિન્તાનું શું પ્રયોજન છે ?
ઉત્તર-૧૦૩૧ – તે વિષય પણ સામાયિકનો અંગભાવ થાય છે એટલે તે વિષયની અહીં પ્રરૂપણા કરી છે એટલે તે અપ્રસ્તુત નથી.
દ્રવ્ય-પર્યાયાસ્તિકનય મતથી સામાયિકની વિચારણા
આત્મા ગુણોથી પ્રતિપક્ષ દ્રવ્ય જ અર્થ છે જેનો, પર્યાયો નહિ. તે, દ્રવ્યાસ્તિકનયના મતે સામાયિક છે. અર્થાત્ ગુણો ઔપચારિક હોવાથી અસત્ જ છે કારણ કે દ્રવ્ય વિના તે પ્રાપ્ત થતા નથી. તેથી હલકો કરેલો ગુણ સમૂહવાળો જીવ જ મુખ્યવૃત્તિથી સામાયિક છે. પર્યાયો નહિ એમ દ્રવ્યાસ્તિકનય માને છે.
પ્રશ્ન-૧૦૩૨ – જો રૂપાદિ ગુણો નથી તો લોકની દ્રવ્યમાં તેની પ્રતિપતિ શા માટે?
ઉત્તર-૧૦૩૨ – એ પ્રતિપત્તિ ભ્રાંત જ છે. ચિત્રમાં જેમ ઊંચા-નીચા ભાગની પ્રતિપત્તિ થાય છે પણ વાસ્તવિક હોતી નથી. વાસ્તવિક રીતે દ્રવ્યમાં ગુણોની પ્રતિપત્તિ થતી નથી, એ
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૧૯૮
આ દ્રવ્યાસ્તિક નયનો મત છે. (પર્યાયાસ્તિક) તે સામાયિકાદિ ગુણ વાસ્તવમાં પર્યાયાર્થિકનયનો છે. જીવદ્રવ્ય નથી. કારણ જીવનો ગુણ=જીવગુણ-તત્પુરુષ સમાસ છે. તે ઉત્તરપદપ્રધાન છે. જેમકે, તેલની ધારા-તેલધારા. અહીં ધારાથી અતિરક્ત કોઈપણ તેલ નથી. એમ જ્ઞાનાદિગુણથી અતિરિક્ત જીવદ્રવ્ય પણ નથી. પૂર્વાપરભાવથી સદૈવ પ્રવૃત પર્યાયોમાં જ ભ્રાન્તિથી દ્રવ્યોપચાર કરાય છે. પર્યાયોથી ભિન્ન દ્રવ્ય નથી. નાસ્તિ परपरिकल्पितं द्रव्यं, पर्यायेभ्योऽर्थान्तरत्वात्, खरविषाणवत् । અથવા દેત્વન્તરपरपरिकल्पितं द्रव्यं, पर्यायेभ्यो भेदेनानुपलक्ष्यमानत्वात्, व्यवहारेऽनुपयुज्यमानत्वात् क्वा, વિષાળવત્, અથવા જેમ રૂપ-૨સ-ગંધ-સ્પર્શોથી ભિન્ન ઘટ નથી સર્વપ્રમાણોથી અગ્રહણ હોવાથી. જેમકે, ખવિષાણ. તેમ આગ્યેય પર્યાયવિના સર્વઉપાખ્યારહિત જ્ઞાનાદિથી ભિન્ન કયો જીવ હોય ? કોઈ નહિ. માટે પર્યાય જ સત્ય વસ્તુ છે, અને તે પર્યાય અથવા ગુણ સામાયિક છે પણ દ્રવ્ય નથી.
પર્યાયાસ્તિક નયનું વિશેષ સ્વરૂપ :- ગુણો ઉત્પાદ-વ્યય રૂપે પરિણમે છે પણ દ્રવ્યો નહિ. પ્રયોગ :- મુળા ડ્વોત્પા-વ્યય પેન પરિામન્તિ, ન તુ કવ્યાળિ, અતસ્ત વ સન્તિ, ઉત્પાદ્व्ययपरिणामकत्वात्, पत्रनीलरक्तादिवत् । तद्वयतिरिक्तः गुणी नास्त्येव, उत्पादવ્યયરામરહિતત્વાત્, વન્ધ્યાસુતાવિવત્ । દ્રવ્યપ્રભવા ગુણો હોતા નથી કે ગુણપ્રભવા દ્રવ્યો હોતા નથી, પત્રના નીલત્વાદિ ગુણોની જેમ ઉત્પાદ-વ્યયના પરિણામથી ગુણો જ વસ્તુરૂપે છે, પરંતુ ઉત્પાદ-વ્યયના પરિણામના અભાવે ખપુષ્પની જેમ દ્રવ્ય નથી. એટલે દ્રવ્યો કારણ નથી ને કાર્ય પણ નથી તેથી દ્રવ્યાભાવ છે. કારણ કે સત્ કાર્યકારણરૂપ હોય છે. અથવા દ્રવ્યપ્રભવા ગુણો નથી હોતા. પરંતુ ગુણપ્રભવા દ્રવ્યો હોય છે. પૂર્વપરભાવથી પ્રતીતિ કરીને સમુત્પાદથી સમુત્પન્ન સમુદાયમાં દ્રવ્યના ઉપચારની પ્રવૃત્તિ હોવાથી. તેથી ગુણ જ સામાયિક છે.
પ્રશ્ન-૧૦૩૩
પર્યાયાર્થિકનયમતે જો સર્વથા દ્રવ્યાભાવનું વ્યાખ્યાન તમે કરો તો બરાબર નથી, કારણ કે પર્યાયનય પણ દ્રવ્યને ઇચ્છે જ છે. પરંતુ પરસ્પર અત્યંતભિન્ન દ્રવ્ય અને પર્યાય એ માને છે. કાંઈક ભિન્ન નહિ. એટલો સિદ્ધાંતથી એનો ભેદ છે. દ્રવ્ય પર્યાયનો અત્યંત ભેદ કઈ રીતે ?
-
ઉત્તર-૧૦૩૩ કારણ કે પર્યાયો ઉત્પાદ-વ્યયપરિણામ સ્વભાવવાળા છે અને દ્રવ્ય નિત્ય શાશ્વત્ છે અને તે ગુણો દ્રવ્યપ્રભવા છે નહિ કે દ્રવ્ય ગુણપ્રભવ. તેથી એ ન્યાયે પરસ્પર ભિન્ન સ્વભાવવાળા તે દ્રવ્ય-પર્યાયો અન્યોન્ય ભિન્ન છે. કારણ કે જીવ શાશ્વત છે, તેનાથી વ્યતિરિક્ત સામાયિક પર્યાય-ધર્મ છે. એટલે તેને પર્યાયનય જીવથી ભિન્ન ઇચ્છે છે. એટલે મારૂં વ્યાખ્યાન
-
Page #218
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૯
યથાર્થ છે- ત વિવાદ: જો પર્યાય નય જ દ્રવ્ય-પર્યાય બંને ને માને છે તો દ્રવ્યાર્થિક ! શા માટે તું દ્રવ્યપરિકલ્પના માને છે? કારણ પર્યાયનય માનતાં જ દ્રવ્ય પણ સિદ્ધ જ છે.
પ્રશ્ન-૧૦૩૪ – જે દ્રવ્ય-પર્યાય બંનેને પરસ્પર અભિન્ન માને છે તે દ્રવ્યાર્થિક નય. તેથી દ્રવ્ય-પર્યાયાર્થિક નય બંને નો ગ્રહણ થતાં પ્રત્યેક દ્રવ્ય-પર્યાય માનતે છતે દ્રવ્યાર્થિકથી પર્યાયાર્થિક ભિન્ન છે તેથી તે દ્રવ્યાર્થિક ભેદવાનું છે. એ બંને એક નથી. કારણ કે એકનો દ્રવ્યપર્યાયનો અત્યંત અભેદ માન્યો છે અને અન્યનો તે બંનેનો ભેદ માનેલો છે. પ્રત્યેક દ્રવ્ય-પર્યાય માનતા એ બંનેની સમગ્રરૂપતા નથી પરંતુ મિથ્યાત્વ છે એટલે એમ કહેવાથી બંને મિથ્યાષ્ટિ કઈ રીતે થાય?
ઉત્તર-૧૦૩૪ – અહીં એકાન્ત એકત્વના અને અન્યત્વના ગ્રહણથી મિથ્યાત્વ કહ્યું છે. ભાવાર્થ-દ્રવ્યાર્થિક નયદ્રવ્ય-પર્યાય બંનેને પરસ્પર અભિન્ન ઇચ્છે છે. દ્રવ્યથી અવ્યતિરિક્ત જ પર્યાય માને છે. આ વિશેષની પ્રાપ્તિ છતે પર્યાયાર્થિકથી દ્રવ્યાર્થિક ભિન્ન માને છે અને પર્યાયાસ્તિક દ્રવ્ય-પર્યાય એ બંનેને ભિન્ન જ માને છે. એથી એ દ્રવ્યાર્થિકથી ભિન્ન મનાય છે. એ બંને પ્રત્યેક મિથ્યાદષ્ટિ છે કારણ કે દ્રવ્યાર્થિક દ્રવ્ય-પર્યાયને એક માને છે અને પર્યાયાસ્તિક બંનેને ભિન્ન માને છે.
પ્રશ્ન-૧૦૩૫ – જો તારા અભિપ્રાયથી દ્રવ્ય-પર્યાય દ્વવ્યાર્થિક દ્વારા એક મનાતે છતે દ્રવ્ય ગુણ એમ આ બે શબ્દ એકાર્થક વાચક હોવાથી ઇન્દ્ર-પુરંદરાદિની જેમ પર્યાયવચન માત્ર જ થાય. તેથી તે સામાયિક દ્રવ્યરૂપ કે ગુણરૂપ છે એવો દ્રવ્યાર્થિક નય ગ્રહણ થાય. પણ તે દ્રવ્ય જ છે એમ મનાય નહિ. કારણ કે દ્રવ્યાર્થિકનયમતે તે દ્રવ્ય રૂપે જ પ્રસિદ્ધ છે. તથા જો પરસ્પર અત્યંત ભિન્ન એવા દ્રવ્ય-પર્યાય ઉભયનો ગ્રાહક તું પર્યાય ન માને તો એક દ્રવ્યપક્ષમાં તે સામાયિક દ્રવ્યતરીકે અવિરુદ્ધ જ છે. “દ્રવ્ય સામાયિક એમ દ્રવ્યપક્ષમાં પર્યાયનયમને પણ અવિરોધથી સિદ્ધ જ છે. તો દ્રવ્યાર્થિકનયના ઉપન્યાસનો શું ફાયદો?
ઉત્તર-૧૦૩૫ – “સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે?” એ વિચારણા અહીં પ્રસ્તુત છે. તેમાં દ્રવ્યાર્થિકનય મતે દ્રવ્ય અને પર્યાયાર્થિકનાં મતે તે ગુણ છે. નહિ તો, દ્રવ્યાર્થિકને સામાયિક જીવથી અભિન્ન છે અને પર્યાયાસ્તિકને જીવથી તે ભિન્ન છે. એટલે એક-એક નય માનતા છતાં નવું પળાયાન્વિય (ગા.૨૬૫૪) વગેરે પૂર્વોક્ત યુક્તિઓથી ઘટતું નથી. પણ ઉભયનયથી મળેલા દ્રવ્ય-ગુણ રૂપ ઉભયલક્ષણ સામાયિકનો સ્વીકાર કરવામાં બધું ઘટે છે. અર્થાત-જો દ્રવ્યનય દ્રવ્યરૂપ અને પર્યાયનય પર્યાયરૂપ સામાયિક માને છે તો આમ બંને નયો સમુદિત છતે યથોક્ત ઉભયગ્રહમાં સર્વ સારું થાય છે. એક-એક નયના ઉભયગ્રહમાં નહિ. કારણ કે એમાં પૂર્વે કહેલા દોષો આવે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨00
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ
પ્રશ્ન-૧૦૩૬ – સો વેવ પબ્લવ (ગા.૨૬૪૩)માં નિયુક્તિકારે પર્યાયાસ્તિક નયમતે જીવનો સામાયિકલક્ષણ ગુણ છે એવું કહેલું છે. તેથી “જીવનો જ ગુણ છે.” એમ ષષ્ઠિથી જણાય છે. તે જીવ દ્રવ્ય છે અને તે સામાયિક ગુણ છે, સામાયિકગુણ જીવદ્રવ્યથી ભિન્ન છે. નહિ તો ષષ્ઠિનું નિર્દેશ અસંગત કરે, તેથી પર્યાયનયમતે ભિન્ન દ્રવ્ય-પર્યાય ઉભયસદ્ભાવે મારૂં જ વ્યાખ્યાન યોગ્ય છે ને? - ઉત્તર-૧૦૩૬ – અમે તમને પૂછીએ તમે પર્યાયાર્થિક મતે પારમાર્થિક દ્રવ્ય માનો છો કે કલ્પનાશિલ્પથી નિર્મિત માનો છો ? પ્રથમ પક્ષ-બરાબર નથી “ ક્લાયન્વય" (૨૬૫૪)માં પ્રતિહિત હોવાથી, બીજો પક્ષ-પ્રતિક્ષણ ઉત્પાદભંગુર ગુણોની જે સભાગસંતતિમાં અનવરત પ્રવૃત્તિ છે તેમાં જો સમાન બુદ્ધિ અને અભિધાન કારણથી દ્રવ્યોપચારમાત્ર ષષ્ઠિવાદિ તમે કરો છો તો અમે માનીએ છીએ. કારણ કે કલ્પિત દ્રવ્યના સદ્ભાવના ગ્રહણમાં અમને કાંઈ વાંધો નથી. તેથી તે કલ્પિતદ્રવ્ય સાથેના ભેદની કલ્પનાથી તે સામાયિક તે કલ્પિત જીવદ્રવ્યનો ગુણ થાય તેને કોણ રોકે છે? જેમકે ગુણસમુદાય વ્યતિરિક્ત કલ્પિત દ્રવ્યનો નીલતા ગુણ. એ નીલતા તે જ પત્ર સંતાનમાં સમુત્પન્ન અને વિનષ્ટ હોય છે. તેથી જેમ-કલ્પિતપત્રાદિદ્રવ્યના નીલાદિ ગુણો ભિન્ન કહેવાય છે તેમ અહીં પણ જે પરિકલ્પિત જીવ દ્રવ્યનો સામાયિક ગુણ કહેવાય છે તે જીવદ્રવ્યથી ભિન્ન છે ત્યારે સિદ્ધ સાધ્યતા જ છે.
પ્રશ્ન-૧૦૩૭ – વાસ્તવિક બે વસ્તુઓમાં જ ષષ્ઠી દેખાય છે જેમ દેવદત્તની ગાયો એમ અહીં પણ વાસ્તવિક રીતે જ દ્રવ્ય-ગુણના સંબંધમાં ષષ્ઠી ઘટે છે દ્રવ્યની કલ્પનામાં ક્યાં ઘટે છે?
ઉત્તર-૧૦૩૭ – જો એમ માનશો તો તમારે રાહુનું મસ્તક, પૂતળીનું શરીર વગેરે અવાસ્તવિક સંબંધોમાં જે ષષ્ટિ નિર્દેશ થાય છે ત્યાં વ્યભિચાર આવશે.
પ્રશ્ન-૧૦૭૮- ગુણ-સંતાનનો અભેદ જ તભેદનિબંધન ધર્મના ભેદના અભાવથી ઘટે છે. દા.ત. ગુણ સંતાનનો અભેદ-ભેદભાવ, ગુણસંતાનના ભેદમાં કારણભૂત ધર્મનો ભેદભાવ. એ બંને તસ્વરૂપ છે. તેથી કલ્પિત એવા ગુણથી વ્યતિરેક દ્રવ્યનો સદ્ભાવ કઈ રીતે ઘટે?
ઉત્તર-૧૦૩૮ – તમે આપેલો ધર્મભેદાભાવ હેતુ જ અસિદ્ધ છે. કારણ કે ગુણો ક્ષણભંગુર છે. તેમનો ઉત્પાદ-વ્યય થાય છે અને સંતાન ક્ષણભંગુર નથી તેનો પ્રવાહ નિત્ય છે. એટલે સ્થિત છે. આ ગુણસંતાનનો ૧લો ધર્મભેદ. તેમજ તે સામાયિકાદિ, નીલતાદિ
Page #220
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૧ ગુણો સંતાનમાં જ ઉત્પન્ન થયેલા હોવાથી સંતાન પ્રભવા છે. પણ એ સંતાન ગુણપ્રભવ નથી. તે ગુણ સાદગ્ધનું કારણ છે. તેથી સંતાન એ કારણ છે કાર્ય નથી અને ગુણો કાર્ય જ છે કારણ નથી. આ રીતે પણ ગુણ-સંતાનના ધર્મભેદથી જીવાદિદ્રવ્ય ઘટે છે. કારણ કે ગુણ સંતાનમાં સમાનબુદ્ધિ અભિધાનકારણ તરીકે દ્રવ્યકલ્પનાનો ઉપચાર છે.
ભાવ:- સામાયિક દ્રવ્ય કે ગુણ છે? એ વિચારણામાં “વ્યદિયસ બૅ” (૨૬૫૮) અથવા દ્રવ્યગુણચિંતામાં એ કહ્યું નથી પરંતુ વુિં સામયિમ્ ? એ દ્વારા પ્રસ્તુત છતે આ ઉદાસીનમત છે. દ્રવ્ય-પર્યાયાસ્તિકમાંથી કોઈ એકના મતે ઉદાસવૃત્તિથી આચાર્ય શિષ્યોને કહ્યું ને યુક્તિઓથી સમર્થન કર્યું છે. દ્રવ્યનયમતે જીવથી સામાયિક ભિન્ન નથી પરંતુ જીવ જ સામાયિક છે. પર્યાયાસ્તિક નયના મતે સામાયિક જીવદ્રવ્યથી ભિન્ન છે. એટલે પૂર્વોક્ત યુક્તિઓથી સામાયિકાદિ ગુણોથી ભિન્ન જીવ નથી, તેના મતે જીવાદિદ્રવ્ય કલ્પનામાત્રથી જ છે. પર્યાયાર્થિકનય મત બતાવ્યો.
(દ્રવ્યાસ્તિક) તેને સર્વ સુવર્ણરજતાદિ દ્રવ્ય માત્ર જ છે. ગુણ તો રક્તત્વ-શ્વેતત્વાદિ તેનાથી ભિન્ન નથી. તેનું સામાન્યરૂપે અવસ્થાનાભાવ હોવાથી કુંડલાદરૂપે આવિર્ભાવ, મુદ્રિકાદિરૂપે તિરોભાવ થાય છે. તે બંને ભાવમાત્રથી પરિણામી એ સુવર્ણાદિક દ્રવ્ય જ છે. તેનાથી અતિરિક્ત ગુણો નથી. તે દ્રવ્ય-નિત્ય-અવિચલિત સ્વભાવવાળું અને બહુરૂપ-કુંડલકંકણ-મુદ્રિકાદિ બહુપરિણામવાળું છે. જેમકે કોઈ નટ રાજા-રાવણ-અર્જુનાદિ સંબંધી વેશો પલટે છે. જેમ ઘણા વેશો કરતો પણ નટ પોતાના દેવદત્તાદિ સ્વભાવને છોડતો નથી કારણ કે, સર્વઅવસ્થાઓમાં તે એકસ્વરૂપ છે. એમ સુવર્ણાદિ દ્રવ્ય પણ કંકણાદિ બહુરૂપોને પ્રાપ્ત છતાં સુર્વણાદિ રૂપતા છોડતું નથી. એટલે તેનાથી ભિન્ન કોઈ ગુણો નથી. (પ્રયોગ-વિગ્નસા દ્વારા દ્રવ્ય જ પરિણમે છે). નિર્યુક્તિકાર દ્વારા સમર્થન :
યોગ :- તનાવતો વ્યાપારડ, વિસ્તા-સ્વભાવઃ આ બંનેથી નિષ્પન્નદ્રવ્ય પ્રયોગ વિશ્રસાદ્રવ્ય કહેવાય છે. પ્રયોગનિષ્પન્ન-ઘટ-પટાદિ, વિસસાનિષ્પન્ન-વાદળ, ઇન્દ્ર ધનુષાદિ. જે જે પ્રયોગ-વિશ્રસાદ્રવ્ય કર્તા જે જે કૃષ્ણ-રક્ત-પીત-શુક્લત્વાદિ ભાવોમાં પરિણમે છે તે (૨) દ્રવ્ય તે (૨) રૂપથી પરિણમતું કેવળ દ્રવ્ય જ છે પરંતુ કોઈ ભિન્ન પર્યાયો નથી. તેનાથી અતિરિક્ત પર્યાયો નથી તેઓ ઉપેક્ષામાત્રથી જ છે. એવું જિન-કેવલી જણાવે છે. ઉત્કણવિફણ કે કુંડલાદિ અવસ્થામાં પણ સપદિદ્રવ્યના સ્વસ્વરૂપથી ભિન્ન કોઈપણ પર્યાયો દેખાતા નથી કારણ કે, સર્વઅવસ્થામાં અવિચલિત સ્વરૂપ સંપદિદ્રવ્ય જ દેખાય છે. માટે પર્યાયો તેનાથી ભિન્ન નથી.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦૩૯ – જો પર્યાયો ન હોય તો જે ને મારે પરમ એવું કેમ કહેવાય છે?
ઉત્તર-૧૦૩૯ – પર્યાય રહિત વસ્તુમાં કેવલી આદિની પરિજ્ઞા નથી એમ અમે માનીએ છીએ. ફક્ત ઉન્મેલા માત્રથી જ તે પર્યાયો છે પણ વાસ્તવિક તે દ્રવ્યથી ભિન્ન કોઈ હોતા નથી. એટલે દ્રવ્ય જ વાસ્તવિક સત્ છે.
પ્રશ્ન-૧૦૪૦– જો પર્યાયો વસ્તુસતુ નથી તો સામાન્ય પણ સુવર્ણાદિદ્રવ્યમાં કુંડલ-વીંટીનૂપુરઆદિનો વ્યવહાર કરાય છે. એ કાંઈ નિષ્કારણ નથી. વ્યપદેશ સત્ વસ્તુનો જ થઈ શકે. જો આ પર્યાયો અસતુ માનશું તો તેમાં પણ વ્યપદેશ થઈ શકતો હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે?
ઉત્તર-૧૦૪૦ – સુવર્ણથી અન્ય કંડલાદિ અર્થ નથી કે જેથી તેનાથી વ્યતિરેક એવા કુંડલાદિપર્યાયો થાય. પરંતુ તે જ સુવર્ણાદિ દ્રવ્ય તે તે કુંડલ-કંકણાદિ આકારને પ્રાપ્ત થતું છતું તે તે કુંડલાદિ આકારના વ્યપદેશને પ્રાપ્ત કરે છે. તે પૂર્વાવસ્થાસ્વરૂપથી ઉત્તરાવસ્થામાં અભિન્ન છે તેથી આ સુવર્ણઆદિ દ્રવ્યના કુંડલાદિ વ્યપદેશો નિષ્કારણ નથી. તે તે વિશિષ્ટાકારનું કારણ તો છે તે આકાર દ્રવ્યથી ભિન્ન નથી ભિન્ન માનો તો દ્રવ્યમાં નિરાકારતાની આપત્તિ આવે. તેથી ગુણો દ્રવ્યથી અનન્ય છે.
ગુણોની સપ્રદેશતાની આપત્તિ
જો દ્રવ્યથી રૂપાદિ ગુણો અન્ય માનો તો તમારે ગુણો નિયમા સપ્રદેશ માનવા પડે. અર્થાત્ ગુણાદિ દ્રવ્યના પ્રદેશો છે તે જો તેનાથી ભિન્ન માનો તો અનન્યશરણવાળા પોતાના જ પ્રદેશો થાય. એ ક્યાંય જોયું નથી, કારણ કે ગુણો હંમેશા પરતંત્રતાથી પરપ્રદેશ તરીકે જ પ્રચલિત છે. કારણ વસ્તુ પોતાનામાં જ અવયવ થાય એવું દેખાતું નથી કે ઘટતું નથી. જો ગુણો દ્રવ્યથી ભિન્ન માનો તો દ્રવ્યથી ભિન્ન દેશમાં પણ ઉપલબ્ધ થાય. જેમકે જે જેનાથી ભિન્ન તે તેનાથી ભિન્ન દેશે પ્રાપ્ત થાય છે. જેમકે ઘટથી પટ. રૂપાદિ આ રીતે થતા નથી તે ઘટાદિ દ્રવ્યથી અભિન્ન જ છે. એટલે દ્રવ્ય જ છે, પર્યાયો નથી, ઉપચારથી પણ તે માનો તો સિદ્ધસાધ્યતા આવે છે
લય-તિરોભાવ, પ્રકાશ-આવિર્ભાવ. તેના દ્વારા પરિણામ માત્રનો તે તે વિશેષબુદ્ધિ અભિધાન કારણ તરીકે પર્યાયોપચાર કરાય તો માનીએ છીએ. ફક્ત એ પર્યાય વાસ્તવિક કોઈ પણ દ્રવ્યથી ભિન્ન નથી હોતો એટલું હાથ ઊંચો કરીને એમ કહીએ છીએ.
પ્રશ્ન-૧૦૪૧ – જો વાસ્તવ પર્યાય નથી પરંતુ કલ્પિત છે તો ખરવિષણનો પણ એ કેમ ન હોય, કલ્પના માત્રતો ત્યાંય સુકર જ છે ને?
Page #222
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૦૪૧
જ
વિશિષ્ટ દ્રવ્યપરિણામ જ પર્યાય છે. તે દ્રવ્યથી ભિન્ન નથી. એ ખરશૃંગનો પણ નથી. પર્યાય દ્રવ્યનું પરિણામ છે અને ખરશૃંગ એ દ્રવ્ય નથી. એટલે જ તે ખરશૃંગ અદ્રવ્ય હોવાથી અપર્યાય છે. એટલે કેવલી જાણી શકતા નથી. કારણ કે જ્ઞેયવિષય જ્ઞાન જ્ઞેયગ્રાહિત્યેન પ્રવર્તે છે. અહીં જ્ઞેય નથી, કારણ કે અભાવરૂપ છે એવપ્નને બાળના નલ્થિ ।
૨૦૩
(૧૪) તિવિયં દ્વાર :- · સામાયિક ત્રણ પ્રકારનું છે. સમ્યક્ત્વ-શ્રુત-ચારિત્રના ભેદથી.
↓
સમ્યક્ત્વ સામાયિક
↓
નિસર્ગથી-અધિગમથી
↓
ઔપમિક
શ્રુત સામાયિક
↓
સૂત્ર-અર્થ-તદ્રુભય ↓
ક્ષાયિક
ચારિત્ર સામાયિક
↓
દેશવિરતિ-સવિરતિ
↓
ક્ષાયોપશમિક
(૧) સમ્યક્ત્વ સામાયિક :- (૧) નિસર્ગ (૨) અધિગમ બે પ્રકારે
નિસર્ગ :- સ્વભાવથી સમ્યક્ત્વ થાય છે જેમ, નારકાદિને સ્વભાવથી જ કોઈના પણ ઉપદેશ વિના જે સમ્યક્ત્વ થાય તે.
અધિગમ ઃ- તીર્થંકરાદિ સમીપે ધર્મશ્રવણ કરનારને તેનાથી સમ્યક્ત્વ થાય છે,
જેમકે
સ્કંદકાદિ.
પ્રભેદો ઃ- ઔપશમિક, સાસ્વાદન, ભાયોપશમિક, વેદક, ક્ષાયિક આ પાંચે પ્રકારને ઉક્ત બે પ્રકારે ગુણતાં ૫×૨ = કુલ ૧૦ પ્રકારે સમ્યક્ત્વ થાય છે.
અથવા બીજી રીતે - (૧) કારક (૨) રોચક (૩) દિપક અથવા ક્ષાયિક-ક્ષાયોપશમિકઔપશમિક ૩ પ્રકારે પણ સમ્યક્ત્વ થાય છે.
કારક સમ્યક્ત્વ ઃ- જે સમ્યક્ત્વ હોતે છતે સદનુષ્ઠાનની શ્રદ્ધા કરે અને સમ્યક્ કરે, તે સદનુષ્ઠાન કરાવે તે કારક સમ્યક્ત્વ કહેવાય છે એ સાધુઓનું જાણવું.
રોચક સમ્યક્ત્વ ઃ- જેને ફક્ત સદનુષ્ઠાન ગમે-રૂચે પણ કરાવે નહિ તે રોચક, શ્રેણિકાદિ.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
દિપક સમ્યક્તઃ- જે સ્વયં તત્ત્વશ્રદ્ધાન રહિત જ મિથ્યાષ્ટિ અન્યને ધર્મકથાદિથી તત્ત્વ શ્રદ્ધાન દિપાવે-ઉત્પન્ન કરાવે તે સંબંધિ સમ્યક્ત દીપક કહેવાય છે. જેમ અંગારમદકાદિ, એ સમ્યક્તનો હેતુ હોવાથી સમ્યક્ત કહેવાય છે. પરમાર્થથી તો મિથ્યાત્વ જ છે.
(૨) શ્રત સામાયિક :- સૂત્રાર્થ તદુભય ભેદથી શ્રુતસામાયિક ત્રણ પ્રકારનું હોય છે. અથવા – “અક્કર સત્રી સમ્મ સારૂä વ7 સપષ્યવસિયં , મિયં પ્રવિદ્” ઈત્યાદિથી પ્રતિપાદિત અક્ષર-અક્ષરશ્નતાદિ ભેદથી ઘણા પ્રકારે પણ હોય છે.
(૩) ચારિત્ર સામાયિક - ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔપશમિક એમ ત્રણ પ્રકારે ચારિત્ર સામાયિક છે અથવા સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત પાંચ પ્રકારે તે હોય છે. દેશવિરતિ સામાયિક ઘણા પ્રકારે હોય છે પર્યાયોને આશ્રયીને તેના અનંત ભેદ હોય છે.
ઉપર જણાવ્યા અનુસાર સર્વ સામાયિકના જુદા જુદા ભેદોની વિચારણા કરતાં બધા સમુદિત ભેદો પર્યાયની અપેક્ષાએ અનંત છે. કારણ કે સંયમશ્રેણિમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો છે અને તે દરેક અનંત પર્યાયવાળા છે.
આમ, આગળ બાકી રહેલા સર્વ અધ્યયનોમાં પણ અનુયોગ કરતાં આ રીતે જ ઉપદેશાદિથી માંડીને નિયુક્તિ સુધીના દ્વારા રૂપ ઉપોદ્દાત નિયુક્તિ જાણવી.
(૧૫) કસ્ય દ્વાર :- જે સમ-મધ્યસ્થ પોતાની જેમ પરને જુએ છે તે સામાયિક જે સર્વપ્રાણીઓ-ત્રસ બેઈન્દ્રિયાદિ અને સ્થાવર પૃથ્વી આદિમાં સમભાવવાળો છે તેનું સામાયિક હોય છે એવું કેવલીઓ એ કહ્યું છે. પરિપૂર્ણ સામાયિક કરવાની શક્તિના અભાવે ગૃહસ્થ પણ સામાયિક-બે ઘડી કાળનું સર્વ વર્જીને દ્વિવિધ ત્રિવિધથી સામાયિક કરવું.
પ્રશ્ન-૧૦૪૨ – સર્વ શબ્દ ઉચ્ચારવામાં શું દોષ છે કે જેથી વિશેષ કરીને સર્વવર્જ કહો છો?
ઉત્તર-૧૦૪૨– સર્વશબ્દ ઉચ્ચારણ કરતા તેને સાવઘયોગની અનુમતિ રૂપ વ્રતભંગનો દોષ છે, તે કારણથી ગૃહસ્થોએ ગૃહાદિમાં પૂર્વે અનેક આરંભો કરેલા છે. અને તેની અનુમિતિ સામાયિકમાં રહેલા પણ તેને અનુવર્તે છે. તેથી સર્વ સાવદ્યયોગનો નિષેધ કરતા ગૃહસ્થને વ્રતભંગ જ થાય,
સર્વ સવિદો પ્રત્યારણ્યમ” એમ બોલીને જેને સાવદ્યયોગથી સર્વ વિરતિ નથી તેની પ્રતિજ્ઞા કરવાથી સર્વવિરતિવાદિ દેશવિરતિ અને સર્વવિરતિ બંનેનો નાશ કરે છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૫ પ્રશ્ન-૧૦૪૩- જેમ સાવઘયોગના કરણ-કરાવણનું પ્રત્યાખ્યાન કરે છે તેમ અનુમિતિનું પ્રત્યાખ્યાન એ કેમ કરતો નથી?
ઉત્તર-૧૦૪૩ – એ ગૃહી પૂર્વે ગૃહાદિમાં પ્રવૃત્ત એવા સાવદ્યયોગનો રાગ-પ્રતિબંધ છોડવા માટે સમર્થ નથી, શક્ય હોય એ અનુષ્ઠાન જ કરાય અશક્ય હોય એ નહિ અને ગૃહસ્થ એ રાગ છોડી શકતો નથી. એટલે એ સાવદ્યયોગની અનુમિતિને પ્રત્યાખ્યાન નથી કરતો, કરે તો વ્રતભંગ થવાની આપત્તિ આવે.
પ્રશ્ન-૧૦૪૪ – ગૃહસ્થને સાવદ્યયોગાનુમિતિના પ્રત્યાખ્યાનનો નિષેધ કરતા તારે શ્રુત વિરોધ છે કારણ કે ત્રિવિધથી પ્રત્યાખ્યાન શ્રુતમાં ગૃહસ્થને પણ કહ્યું છે. ભગવતીસૂત્રમાં કહ્યું छ. समणोवासगस्स णं भंते ! पुव्वमेव थूले पाणाइवाए अपच्चक्खाण भवइ, से णं भंते । पच्छा पच्चाइक्खमाणे किं करेइ ? । गोयमा ! तीयं पडिक्कमइ, पडुप्पन्नं संवरेइ, अणागयं पच्चक्खाइ । तीतं पडिक्कममाणे किं तिविहं तिविहेण पडिक्कमइ, तिविहं दुविहेण पडिक्कमइ, तिविहं एक्कविहेण पडिक्कमइ, जाव एक्कविहं एक्कविहेण पडिक्कमइ ? ।
યમી ! તિવિ તિવિષે વાહિશ્ન મેગાવ વિવિધ વા પડમડ્ડાઆ રીતે ત્રિવિધ ત્રિવિધથી પણ ગૃહસ્થને પ્રત્યાખ્યાન કહ્યું છે, તો તમે એનો નિષેધ કેમ કરો છો?
ઉત્તર-૧૦૪૪ – સાચી વાત છે, પરંતુ ત્યાં ત્રિવિધ ત્રિવિધથી શ્રતોક્ત પ્રત્યાખ્યાન ભૂલવધ-મૃષાવાદાદિનું જ જાણવું, જેમ કોઈક સિંહ-સરભ-ગજાદિના વધાદિને અતિબાહર ત્રિવિધ ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરે છે પણ તે સામાન્યથી સાવદ્યયોગ વિષયક નહિ જાણવું. વિશેષિત કોઈક વિવક્ષિત સાવદ્યયોગમાં ત્રિવિધ ત્રિવિધથી પણ પ્રત્યાખ્યાન દોષ રૂપ નથી જેમકે-અપ્રયોજન કાકમાંસાદિ વિશેષ વસ્તુ આશ્રયીને અથવા અપ્રાપ્ય મનુષ્યક્ષેત્રથી બહારના હાથીના દાંત-ચિત્તાના ચર્મ આદિ કોઈપણ વિશિષ્ટવસ્તુ આશ્રયીને ત્રિવિધ ત્રિવિધથી પચ્ચખાણ કરે તો કંઈ દોષ નથી. જેમ કોઈ સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યને આશ્રયીને ત્રિવિધ ત્રિવિધથી તેના વધનું પ્રત્યાખ્યાન કરે અથવા જે વ્રત ગ્રહણની ઇચ્છાવાલો પુત્રસન્નતિ આદિ માટે વિલંબ કરતો અગ્યાર પ્રતિમા સ્વીકારે છે. ત્યારે તે ત્રિવિધ ત્રિવિધથી પણ સાવદ્યયોગ પ્રત્યાખ્યાન કરે તો દોષ નથી. અને જે પૂર્વાલબ્ધ-ન છોડેલા સાવદ્યકર્મસંતાનની અનુમતિવાળો હોય અને તેને સહસા નિવારી શકતો નથી. એટલે ત્રિવિધત્રિવિધથી પ્રત્યાખ્યાન કરતો નથી.
(૧૬) &િ a તાર :- ક્ષેત્ર-દિશા-કાળ-ગતિ-ભવ્ય-સંક્સિ-ઉચ્છવાસ-દષ્ટિ-આહારકપર્યાપ્ત-સુત-જન્મ-સ્થિતિ-વેદ-સંજ્ઞા-કષાય-આયુષ્ય-જ્ઞાન-યોગ-ઉપયોગ-શરીર-સંસ્થાનસંહનન-માન-લેશ્યાપરિણામ-વેદના-સમુદ્ધાતકર્મ-નિર્વેષ્ટન-ઉદ્વર્તન-આશ્રવકરણ-અલંકાર
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
શયન-આસન-સ્થાનથી સ્થાન ચંક્રમણ આશ્રયીને ક્યાં ક્યું સામાયિક હોય છે ? એમ વિચારવું.
ક્ષેત્ર ઃ- સમ્યક્ત્વ-શ્રુત સામાયિકનો લાભ ઉર્ધ્વ-અધો-તિર્યંગ્લોકમાં થાય છે. ઉર્ધ્વલોકમાં મેરૂ-દેવલોકાદિમાં નિસર્ગ-અધિગમથી સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુતજ્ઞાનનો તેના સમકાળે જ શ્રુતજ્ઞાન તરીકે પરિણમતા શ્રુતસામાયિકનો લાભ થાય છે. એમ, અધોલોકમાં અધોલૌકિક ગ્રામ અને નરકોમાં એમ તિર્થગ્લોકમાં પણ એ બે સામાયિકનો લાભ થાય છે. તથા તિર્યંગ્લોક વિશેષ ભૂત અઢીદ્વીપ સમુદ્રરૂપ મનુષ્યલોકમાં વિરતિ-સર્વવિરતિસામાયિક પણ મળે છે એ અહીં જ પ્રાપ્ત થાય છે. અને મનુષ્યોને જ પ્રાપ્ત થાય છે. દેશવિરતિ તિøક્ષેત્રોમાં અને મનુષ્યોના વિષયમાં કેટલાક ક્ષેત્રોમાં હોય છે.
૨૦૬
ત્રણે સામાયિકનાં પૂર્વપ્રતિપત્રકો નિયમા ત્રણે લોકમાં હોય છે. ચોથા ચારિત્ર સામાયિકના અધોલોક-તિર્યંગ્લોકમાં પૂર્વપ્રતિપન્ના નિયમા છે, ઉર્ધ્વલોકમાં ભજના હોયક્યારેય હોય ક્યારેય ન હોય.
દિશા ઃ- નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર તાપક્ષેત્ર-પ્રજ્ઞાપકવિષયા-ભાવદિશા એમ સાત પ્રકારની દિશાઓ છે.
દ્રવ્યદિશા ઃ- જઘન્ય તે૨ પ્રદેશની છે . ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશિક દશદિશાની આકૃતિ તે દ્રવ્ય દિશા. ભાવાર્થ-જધન્યથી ૧૩ પ્રદેશ અવગાઢથી ૧૩ પ્રદેશિક અને ઉત્કૃષ્ટથી અસંખ્યપ્રદેશાવગાઢ હોવાથી અનંત પ્રદેશી દ્રવ્યથી દશ દિશાઓ ઉઠે છે. આ દ્રવ્ય દદિશાના ઉત્પાદનું કારણ હોવાથી દ્રવ્યદિશા કહેવાય છે.
જઘન્યથી દ્રવ્ય દિશાની સ્થાપના
હ
lolo
એક પરમાણુ મધ્યમાં એક-એક પ૨માણુ ચારે વિદિશાઓમાં, બીજી ચારે દિશાઓમાં ૨૨ પરમાણુ સ્થાપવા. આ રીતે ૧૩ પ્રદેશિક સ્કંધરૂપે અનેક પરિણામ પ્રાપ્ત ૧૩ આકાશપ્રદેશોમાં અવગાઢ દશાદિશાના ઉત્થાનનું હેતુ હોવાથી દદિશા દ્રવ્ય જઘન્યથી દ્રવ્યદિશા કહેવાય છે. અહી ૧-૧ ૫૨માણુસ્થાને જો દૃયણુકાદિથી અનંતાણુક પર્યન્ત સ્કંધોની
Page #226
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૭
અવગાહના કરાય ત્યારે પણ તે દ્રવ્યદિગ થાય છે. એટલે ઉત્કૃષ્ટ અનંત પ્રદેશિક એનો પણ જઘન્યથી ૧૩ પ્રદેશોમાં જ અવગાહ છે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય પ્રદેશોમાં પણ અવગાહ હોય છે.
પ્રશ્ન-૧૦૪૫ – જે દ્રવ્યથી દશે દિશાઓ પ્રગટ થાય છે તે દ્રવ્યની દિશા તરીકે વિવક્ષા છે ત્યાં પૂછીએ કે તે જઘન્ય ૧૩ પ્રદેશોથી જ થાય છે અને હીના-ધિકથી નથી થતી એવું તમે શાથી કહો છો?
ઉત્તર-૧૦૪૫ – મધ્યમાં એક પરમાણુ અવધિમાં સ્થાપવો તેના સિવાય દિવ્યવસ્થા કરવી શક્ય નથી. તે ચારે દિશાઓમાં ૧-૧ સ્થાપતાં ૬ દિશાઓ ખુલ્લી થાય છે વિદિશાઓ નહિ ૧ પરમાણુથી વિદિશાનું ઉત્થાન ન થાય, પરમાણુ ૬ દિશા સંબંધિ કહેલું છે
ITોઢ સત્તાપક્ષ ય પુરૂ” જો પરમાણુનો વિદિશા સંબંધ થાય તો ૧૧ પ્રદેશની જ સ્પર્શના થાય ૭ની નહિ. એથી અન્ય પણ ૪ પરમાણુ સ્થપાય છે. તેથી કુલ ૯ થાય છે આ રીતે પણ વિદિશા ઉઘડતી નથી, જો બીજા પણ દિશાઓમાં ૪ વ્યવસ્થાપિત કરવામાં આવે તેમનાથી પણ દિશાઓ જ ઉઠે છે વિદિશાઓ નહિ. ખુણાઓ અંતર્નિવિષ્ટ હોવાથી એટલે | વિદિશા ઉઘાડવા બીજા ૪ પરમાણુઓ ખુણાઓમાં સ્થાપવા આમ દશદિશ પ્રભવ ક્ષેત્ર જઘન્યથી ૧૩ અણુઓથી થાય છે, હીનાધિક નહિ.
ક્ષેત્રદિશા :- તે મેરૂમધ્યમાં અષ્ટપ્રદેશિક રૂચકથી ભાવથી જેમકે-તિર્યશ્લોકના મધ્યભાગમાં આયામ-વિખંભથી પ્રત્યેક રજુ પ્રમાણ સર્વપ્રતરોમાં નાની બે આકાશ પ્રતરો છે તે બંને મેરુના મધ્યભાગમાં મધ્યભાગ પ્રાપ્ત કરે છે. તે મધ્યમાં ઉપરની પ્રતરના ચાર આકાશ પ્રદેશો અને નીચેની પ્રતરના ૪ આકાશ પ્રદેશો તે આઠ પ્રદેશોની શાસ્ત્રમાં “રૂચક” એવી પરિભાષા છે. આ આઠપ્રદેશિક રૂચક તીર્થોલોકમાં મધ્યવર્તી ગોસ્તનાઆકાર ક્ષેત્રથી ૬એ દિશાઓ અને ૪ વિદિશાઓનો પ્રભવ માનવો. મકૃપક્ષો યો તિરિયત્નોયલ્સ મMયારીમ | માં પમવો વિસા સેવ મવે આ રૂચકથી દિશાઓ અને વિદિશાઓ જે રીત ઉત્પન્ન થાય છે તે બતાવે છે. યથાક્તરૂચકની બહાર ચારે દિશાઓમાં પ્રત્યેક પહેલા બેબે આકાશપ્રદેશો હોય છે. તેના આગળ ૪ તેના આગળ ૬ તેના આગળ ૮ આકાશપ્રદેશો એમ બે-બે વગેરે ઉત્તર શ્રેણીથી ચારે દિશાઓમાં પૃથગુ લેવું. તેથી એ શકટોદ્ધિ સંસ્થાનવાળી પૂર્વાદિ ચાર મહાદિશાઓ થાય છે. આ ચારે દિશાઓના ચાર અંતરાલખુણાઓમાં ૧-૧ આકાશપ્રદેશથી બનેલી યથોત્તર વૃદ્ધિરહિત છિન્ન મુક્તાવલી સંસ્થાનવાળી ચાર જ વિદિશાઓ હોય છે. ઉપર ચાર આકાશપ્રદેશોને આગળ કરીને યથોત્તર વૃદ્ધિરહિત હોવાથી ૪ પ્રદેશિકા અને રૂચક સમાન ચોરસ દંડાકારે એક ઉર્ધ્વદિશા થાય છે નીચે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ આવી જ બીજી અધોદિશા થાય છે. સુપફતર પણ મજુત્તરા જેવા ર૩રો चउरो य दिसा चउरो य अणुत्तरा दोण्णि ॥१॥ सगडुद्धि संठियाओ महादिसाओ हवंति વત્તા િમુત્તાવ7ીવ રો રો વેવ ૫ હતિ યોનિમાં રા દશે દિશાના નામો – ઐન્દ્રિ, આગ્નેયી, યામી, નૈઋતી, વારૂણી, વાયવ્રયા, સૌમી, ઇશાની, વિમલા, તમા.
તાપક્ષેત્રદિશા :- ભરતાદિ ક્ષેત્રનિવાસી પુરુષોની જે દિશામાં સૂર્ય ઉગે છે તે તેમની પૂર્વદિશા. સૂર્યને આશ્રયીને આ વ્યપદેશની પ્રવૃત્તિથી એ તાપક્ષેત્રદિશા કહેવાય છે. આની પ્રદક્ષિણાથી બીજી પણ દક્ષિણાદિ દિશાઓ જાણવી.
પ્રજ્ઞાપના દિશા - સૂત્રાર્થની પ્રરૂપણા-પ્રજ્ઞાપના કરે તે પ્રજ્ઞાપક. તેને આશ્રયીને દિશા પ્રજ્ઞાપક દિશા કહેવાય છે. પ્રજ્ઞાપક જે દિશા સંમુખ સૂત્રાર્થ કહે છે તે પૂર્વ દિશા તથા શેષ દક્ષિણાદિ પ્રદક્ષિણાથી કહેવી.
ભાવદિશા:- જે પૃથ્વી આદિ સ્થાનોમાં કર્મ પરતંત્ર જીવના ગમન-આગમન થાય છે તે ભાવદિશા કહેવાય છે. તે ૧૮ પ્રકારે છે. પૃથ્વી-જલ-જવલન-વાયુ-મૂલબીજ-સ્કંધબીજઅઝબીજ-પર્વબીજ, બે-ત્રણ-ચાર-પંચેન્દ્રિય-તિર્યંચ-નારક-દવસઘાતો-કર્મ-અકર્મભૂમિ તથા અંતર્લીપના સંમુશ્લિમ મનુષ્યો એ ૧૮ પ્રકારની ભાવથી, પૃથ્વી આદિ પર્યાયથી અથવા પરમાર્થથી ભાવદિશા થાય છે. અહીં ક્ષેત્રદિશાથી પ્રયોજન છે તે બતાવે છે.
પૂર્વદિ શક્ટિોદ્ધિ સંસ્થિત પૂર્વોક્ત ચારે મહાદિશાઓમાં વિવલિત કાળે ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક હોય છે, તેમનો સંભવ તેમાં હોય છે. પણ હોય જ એવું નથી ક્યારેક હોય ને ન પણ હોય. પૂર્વપ્રતિપન્ન અન્યતર દિશામાં હોય જ છે. પ્રશ્ન-૧૦૪૬ – ઉર્ધ્વ-અધો-અને વિદિશાની શી વાર્તા છે?
ઉત્તર-૧૦૪૬ – એક પ્રદેશી હોવાથી છિન્ન મુક્તાવલિકલ્પ ચારે વિદિશાઓમાં અને રૂચનાકારવાળી પ્રત્યેક ચતુષ્પદેશા ૮ ઉર્ધ્વ-અધો દિશાઓમાં સર્વ સામાયિક સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી કારણ કે તે શુદ્ધકેવલ ૬ દિશાઓમાં જીવ સંપૂર્ણ અવગાહ નથી કારણ કે તે જઘન્યથી પણ અસંખ્ય પ્રદેશાવગાહી છે. અને આ બધી દિશાઓ એક પ્રદેશી અને ચાર પ્રદેશી હોવાથી એટલા પ્રમાણની અવગાહના સંભવતી નથી. ભલે, આમ તેમ ફરવાથી સામાયિકવાળો જીવ તે એ દિશાઓ દેશથી સ્પર્શે એમાં વિરોધ નથી.
કાળદ્વાર -સમ્યક્ત અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ એ કાળ સુષમા-દુષમાદિમાં સંભવે છે, એ બંનેના પૂર્વપ્રતિપન્ન સમકિતી તો હોય જ છે. સર્વવિરતિ અને દેશવિરતિ કોઈ ઉત્સર્પિણીના દુઃષમસુષમા અને સુષમદુઃષમા એ બેકાળમાં અને અવસર્પિણીના સુષમદુષમા,
Page #228
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૯ દુષમસુષમા અને દુષમા એ ત્રણે કાળમાં સ્વીકારે પૂર્વપ્રતિપન્ન અહીં હોય જ છે અને સંહરણાશ્રયી પૂર્વપ્રતિપન્ન સર્વકાળ સંભવે છે. ત્રણે પ્રતિભાગ કાળોમાં સમ્યક્ત-શ્રુતના પ્રતિપદ્યમાનક સંભવે છે, પૂર્વપ્રતિપન્ન તો છે જ ચોથા પ્રતિભાગમાં ચારે સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે, પૂર્વપ્રતિપન્ન તો છે જ, બાહ્ય દ્વીપ સમુદ્રોમાં-કાલરહિત ત્રણે સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે પૂર્વપ્રતિપન્ન તો છે જ, ચારિત્ર પણ વિદ્યાચારણાદિગમને પૂર્વપ્રતિપન્ન સંભવે છે.
પ્રતિભાગની વ્યાખ્યા :- (૧) દેવકુ ઉત્તરકુરુમાં સુષમ સુષમા પ્રતિભાગ (૨) હરિવર્ષમ્પકમાં સુષમા પ્રતિભાગ (૩) હૈમવત-ઐરણ્યવતમાં સુષમ-દુષમા પ્રતિભાગ (૪) પાંચે મહાવિદેહોમાં દુઃષમ સુષમા પ્રતિભાગ. આ ચારેયમાં ઉત્પર્પિણી-અવસર્પિણીના અભાવે નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળ કહેવાય છે. અને યથાક્રમ સુષમ-સુષમાદિ કાળવિશેષો સાથે પ્રતિભાવ-સાદેશ્ય હોવાથી ચાર સુષમાસુષમાદિ પ્રતિભાગો કહેવાય છે.
ગતિ - ચાર ગતિઓમાં સર્વ-શ્રુત સામાયિકની નિયમ પ્રતિપત્તિ થાય છે. નથી થતી એવો નિયમ નથી અને હંમેશા થાય જ એવો ય નિયમ નથી. ક્યારેય પ્રતિપત્તિમાં અંતર પણ પડે છે તે અહીં કહેવાશે. પૂર્વપ્રતિપન્ન હંમેશા હોય. મનુષ્યોમાં પ્રતિપત્તિ આશ્રયીને સર્વવિરતિ સામાયિક છે અન્યગતિઓમાં નથી, તેના પૂર્વપ્રતિપન્ન હંમેશા અહીં હોય છે દેશવિરતિ-તિર્યંચમાં અહીં પણ સંભવતઃ તેની પ્રતિપત્તિ જાણવી. પૂર્વપત્તિપન્ન તેમાં હંમેશા હોય છે.
ભવ્ય-સંજ્ઞી :- ભવ્યજીવ આ ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત કરે છે. ક્યારેક સમ્યક્ત-શ્રુત ક્યારેક દેશવિરતિ ક્યારેક સર્વવિરતિ પણ સ્વીકારે છે. પૂર્વ પ્રતિપન્ના અનેક ભવ્યોની અપેક્ષાએ ચારે સામાયિકોનાં સદૈવ હોય છે. એમ સંજ્ઞી પણ ચારે સામાયિકોમાંથી ક્યારેય કોઈ પ્રાપ્ત કરે છે. પૂર્વપ્રતિપન્ન સદૈવ હોય છે. પૂર્વપત્તિપન્ન અને પ્રતિપદ્યમાનને આશ્રયીને ચારે સામાયિકોનો અસંશી મિશ્રક અને અભવ્યોમાં પ્રતિષેધ કરવો “સિદ્ધ નો સળી જે મસળી, નો મળે, નો અમળે” એ વચનથી મિશ્રક સિદ્ધ કહેવાય છે. પુનઃ શબ્દથી અસંજ્ઞી સાસ્વાદનને આશ્રયીને સમ્યક્ત-શ્રુત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય, તથા મિશ્ર પણ ભવસ્થ કેવલી સમ્યક્ત-ચારિત્રનો પૂર્વપ્રતિપન્ન હોય, આ ન સંજ્ઞી ન અસંજ્ઞી એમ મિશ્રતા જાણવી.
પ્રશ્ન-૧૦૪૭ – એ પ્રમાણે તો સિદ્ધ પણ સમ્યક્ત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે એથી તેનો પણ સર્વસામાયિકનિષેધ શા માટે કરાય છે?
ભાગ-૨/૧૫
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૦૪૭ – ખરી વાત છે. પરંતુ સમ્યક્ત વર્જીને ત્રણ સામાયિક સંસારીને જ સંભવે છે. તેના સહચર્યથી સમ્યક્ત સામાયિક પણ સંસારી સંબંધિ વિચારાય છે. તેવા પ્રકારનું તો સિદ્ધમાં નથી. એટલે તેમનો નિષેધ કરાય છે.
ઉચ્છવાસનિઃશ્વાસક-દષ્ટિ દ્વાર :- ઉચ્છવાસ-નિઃશ્વાસક જીવ ચારેય સામાયિકોનો પ્રતિપદ્યમાનક સંભવે છે. પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. આનપાન પતિથી અપર્યાપ્ત મિશ્રા કહેવાય છે. તેમાં પ્રતિપત્તિને આશ્રયીને પ્રતિષેધ છે. એ ચારેનો પ્રતિપદ્યમાનક સંભવતો નથી. તે જ દેવાદિજન્મ કાળે બંને પ્રકારના સમ્યક્ત-શ્રુત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. અથવા મિશ્ર એટલે સિદ્ધ આત્મા કે શૈલેશી ગત અયોગી કેવલી તેમાં સિદ્ધને ચારેનો પૂર્વોક્ત યુક્તિથી બંને રીતે પ્રતિષેધ છે. અહીં મિશ્ર શરીરરહિત હોવાથી નોચ્છવાસ-નિશ્વાસક તરીકે મિશ્ર એટલે કે શૈલેશીગત અયોગી કેવલી ગ્રહણ કરાય છે, તે બે પ્રકારના સમ્યફ-શ્રુત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. પણ પ્રતિપદ્યમાન હોતા નથી.
દૃષ્ટિથી વિચારણામાં ર નો વિચારક છે-વ્યવહાર અને નિશ્ચય. ત્યાં પ્રથમ નયને – જેમ મતિજ્ઞાન વિચારમાં અજ્ઞાની જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ અહીં પણ અસામાયિકી સામાયિક પ્રાપ્ત કરે છે. તથા અસામાયિકી-દીર્ઘકાલિકી તેની પ્રતિપત્તિ હોય છે. તથા બીજા નયને તો જેમ જ્ઞાની જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ અહીં પણ સામાયિકી સામાયિક પ્રાપ્ત કરે છે. અને સામાયિકી તેની પ્રતિપત્તિ હોય છે. કેમકે ક્રિયા-કાળ-નિષ્ઠા કાળ અભેદ છે.
આહારક-પર્યાપ્તક દ્વાર :- આહારક જીવ ચાર સામાયિકમાંથી અન્યતર સ્વીકારે, પૂર્વપ્રતિપન્ન છે જ. ૬ પર્યાપ્તિથી પર્યાપ્ત પણ એ રીતે જ ચાર સામાયિકમાંથી અન્યતર સ્વીકારે, પૂર્વપ્રતિપન્ન છે જ. અનાહારક અને અપર્યાપ્તક, અનાહારકને અપાંતરાલ ગતિમાં સમ્યક્ત-શ્રુતાશ્રયીને થાય, પૂર્વપ્રતિપન્ન, પ્રતિપદ્યમાન તો નથી જ, કેવલી તો સમુદ્યાતશૈલેષી અવસ્થામાં અનાહારક દર્શન-ચારિત્ર સામાયિકનો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. પણ પ્રતિપદ્યમાન હોતા નથી અપર્યાપ્ત પણ દર્શન-શ્રુતાશ્રયીને પૂર્વ પ્રતિપન્ન હોય પ્રતિપદ્યમાન ન હોય.
સુત-જન્મ દ્વારઃ- સુપ્ત ૨ પ્રકારે હોય છે. દ્રવ્યસુત-ભાવસુu. એમ જાગૃત પણ બે પ્રકારે હોય છે-દ્રવ્યસુત-નિદ્રાથી, તથા ભાવસુ-મિથ્યાદષ્ટિ. તથા દ્રવ્યજાગૃત-નિદ્રારહિત, ભાવ જાગૃત-સમ્યગ્દષ્ટિ. નિદ્રાથી અને ભાવથી પણ જાગતો ચારમાંથી એક સામાયિકને પ્રાપ્ત કરે. પૂર્વપ્રતિપન્ન છે જ. ભાવજાગૃત સમ્યગ્દષ્ટિ પ્રથમ બે સામાયિક આશ્રયીને પૂર્વપ્રતિપન્ન જ વ્યવહારનય મતે હોય. નિશ્ચયનય મતે તો પ્રતિપત્તા પણ હોય. ચરણ અને દેશ વિરતિને આશ્રયીને પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક હોય છે. નિદ્રાસુમ તો ચારેનો પૂર્વ પ્રતિપન્ન હોય
Page #230
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૧
પ્રતિપદ્યમાનક ન હોય. નિદ્રાસુપ્તને તથા વિધ વિશુદ્ધિ આદિ સામગ્રી ન હોવાથી. ભાવસુત તો મિથ્યાદષ્ટિ હોવાથી બેય વગરનો. આગળ ગાથા (૨૭૨૧)માં કહેવાશે. “મિચ્છો ૩ માવો ન પવન્ગ" અથવા નિશ્ચય-વ્યવહારનય મતે તે ભાવસુત-દર્શન-શ્રુત સામાયિક પ્રતિપતિકાળે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ કહ્યો છે. જેમકે (ગા.૨૭૨૧) “સખ્ખો વા મિથ્થો વા' ત્તિ આગળ કહેવાશે. અર્થાત્ નિશ્ચયનય મતે સમ્યગ્દષ્ટિ સમ્યક્ત પ્રાપ્ત કરે છે, વ્યવહારનય મતે મિથ્યાષ્ટિ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. એટલે વ્યવહાર નયમતે ભાવસુખ-મિથ્યાષ્ટિ દર્શનશ્રુત સામાયિકનો પ્રતિપત્તા થાય છે. જન્મ-ચાર પ્રકારે છે.
અંડજ , પોતજ , જરાયુજ , ઔપપાતિક.
હંસાદિ હસ્તી આદિ મનુષ્યો દેવ-નારકો. એમને યથાસંભવ ૨,૩, કે ૪ સામાયિકો હોય છે. ત્યાં હંસાદિ ૨,૩ કે પ્રથમ સામાયિક ક્યારેક પ્રાપ્ત કરે છે. પૂર્વ પ્રતિપન્ન તેમનામાં નિયમ છે. તથા હસ્તીઆદિમાં પણ એ જ રીતે સમજવું. જરાયુજ મનુષ્યો-ચારે સામાયિક પ્રાપ્ત કરે છે. પૂર્વપત્તિપન્ન નિયમ છે. દેવ-નારકો પ્રથમ બે સામાયિક પ્રાપ્ત કરે છે. પ્રતિપન્ના તો આ બે સામાયિકાના નિયમો છે. મૂળ આવશ્યકનિયુક્તિમાં એવો પાઠ દેખાય છે. મંડય-પોયન-નરેય તિલા-તિ-વડો અવે कमसो त्यो मा हेपाय छ जन्म त्रिविधम्-अण्डज-पोतज-जरायुजभेदभिन्नम् । तत्र યથાસંઘં “તિલા-તિ-વડો ભવે મો" પછી અંડજાદિ ત્રણેની વ્યાખ્યા કર્યા પછી કહ્યું છે. - “મૌપપતિશાસ્તુ પ્રથમથોયોદેવ” ભાષ્યટીકાકારે પણ એ મૂળાવશ્યકટીકાગત સર્વ પ્રાયઃ તેવું જ લખ્યું છે. ભાષ્યમાં તો ગાથામાં પણ (૨૭૨૨) ઔપપાદિક પ્રહણ કરેલું દેખાય છે. તેથી આ ગંભીરોક્તિનું સમાધાન બહુશ્રુતો જ જાણે છે.
સ્થિતિકાર - આયુ સિવાયના જ્ઞાનાવરણાદિ કર્મોની ૩૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થતો નથી. અતિસંક્લિષ્ટ હોવાથી આયુની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન અનુત્તરદેવ પ્રથમ બે સામાયિકનો પ્રતિપન્ન હોય છે ૭મી નારકનો જીવ “પયડી શાસ્ત્ર-શૂળ્યसव्वुक्कुसं कालं नारको तित्तीसं सागरोवमाइं अंतोमुह्त्तुणाई सम्मत्तं अणुपालियं" (સર્વોત્કૃષ્ટ કાલ અંતર્મુહૂર્ત ન્યુન ૩૩ સાગરોપમ સમ્યક્ત પાળીને નરકાયુ પ્રારંભે પણ પ્રતિપદ્યમાનક પ્રાપ્ત થાય છે. (સંક્રમણ ગાથા-૯૧) છમાસ અવશેષાય તેવા પ્રકારની વિશુદ્ધિ યુક્ત હોવાથી બે સામાયિકનો પ્રતિપદ્યમાનક-પ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. જઘન્ય
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
- શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ક્ષુલ્લકભવલક્ષણ આયુ સ્થિતિમાં વર્તમાન નિગોદાદિ ચારેયનો પ્રતિપદ્યમાનક કે પ્રતિપન્ન ન હોય. શેષ જ્ઞાનાવરણાદિ ૭માં જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિ બાંધતો, દર્શનસપ્તક અતિક્રાંત થયેલો, અંતકૃત કેવલી પણું પ્રાપ્ત કરનારો, ક્ષપક દેશવિરતિ વિના ત્રણે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે, તે અતિ વિશુદ્ધ હોઈ અતિ જઘન્યસ્થિતિનો બંધક છે, વળી, તે ક્ષપકને દેશવિરતિ સંભવતી નથી અને સમ્યક્તાદિની પ્રાપ્તિ પહેલાં જ થયેલી છે. જઘન્યસ્થિતિ કર્મબંધક હોઈ અહીં જઘન્યસ્થિતિકત્વ ગ્રહણ કરાય છે. ઉપાત કર્મસત્તાની અપેક્ષાએ નહિ અને અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિક જીવ ચારેયનો પ્રતિપદ્યમાનક અને પ્રતિપન્ન હોય છે. | વેદ-સંજ્ઞા-કષાયદ્વાર :- ચારે સામાયિક આશ્રયીને ત્રણેવેદમાં વિવક્ષિત કાળે પ્રતિપદ્યમાનકનો સંભવ છે. પ્રતિપન્ન તો છે જ. અવેદ-દેશવિરતિના ત્રણેનો પૂર્વ પ્રતિપન્ન પ્રતિપદ્યમાનક ન હોય. ચારે સંજ્ઞાઓમાં ચારે સામાયિકની પ્રતિપત્તિ થાય છે. પૂર્વપ્રતિપન્ન છે જ. સામાન્યથી સકષાયી ચારેનો પ્રતિપદ્યમાન પૂર્વપ્રતિપન્ન હોય છે. અકષાયીછદ્મસ્થવીતરાગ દેશવિરતિ વિના ત્રણનો પૂર્વપ્રતિપન્ન હોય પ્રતિપદ્યમાન ન હોય.
આયુ-જ્ઞાનદ્વાર - સંખ્યાત વર્ષાયુ જીવ ૪ સામાયિક સ્વીકારે છે. વિવલિત કાળે અસંખ્યાત વર્ષાયુષ્યવાળામાં સમ્યફ-શ્રુત સામાયિકનો પ્રતિપદ્યમાનક સંભવે છે, બંનેમાં પૂર્વપ્રતિપન્ન તો છે જ. સામાન્યથી નિશ્ચયમતે-જ્ઞાની ૪ સામાયિક પ્રાપ્ત કરે છે વ્યવહારનય મતે તો અજ્ઞાનીને જ દર્શન-શ્રુતની પ્રતિપત્તિ છે. પૂર્વપ્રતિપન્ન તો જ્ઞાની ચારેનો છે જ, વિભાગથી જ્યારે જ્ઞાનીને વિચારીએ ત્યારે મતિ-શ્રુત જ્ઞાની તો દર્શન-શ્રુત સામાયિકને યુગપતુ પ્રાપ્ત કરે છે તથા દેશવિરતિ સામાયિક ભજનાથી પ્રાપ્ત કરે છે. ચારેમાં પૂર્વપ્રતિપન્ન છે જ. અવધિજ્ઞાની પ્રથમ બેનો પૂર્વ પ્રતિપન્ન જ છે પ્રતિપદ્યમાન નહિ, અને દેશવિરતિ સામાયિક પણ તે પ્રાપ્ત કરતો નથી. દેવ-નારક-યતિ-શ્રાવક ચારે અવધિના સ્વામીઓ છે. પહેલા ત્રણને દેશવિરતિની પ્રતિપત્તિ જ અસંભવ છે. શ્રાવક પણ અવધિજ્ઞાન પ્રાપ્ત કરીને દેશવિરતિ સ્વીકારે છે એવું નથી. પરંતુ પૂર્વે અભ્યસ્ત દેશવિરતિ ગુણવાળો પછીથી અવધિ પ્રાપ્ત કરે છે. કારણ કે દેશવિરતિ આદિ ગુણ પ્રાપ્તિ પૂર્વક અવિધજ્ઞાનની પ્રતિપત્તિ છે. એટલું અમે ગુરુઓ પાસેથી જાણ્યું છે. તત્ત્વ તુ વતીકાય. સર્વવિરતિ સામાયિક તો પ્રાપ્ત કરે છે. પૂર્વપ્રતિપન્ન તો બધાયનો છે જ. મન:પર્યવજ્ઞાની તો દેશવિરતિવિના ત્રણનો પૂર્વપ્રતિપન્ન જ છે. પ્રતિપદ્યમાનક નથી. અથવા તીર્થંકર તેની સાથે ચારિત્ર સ્વીકારે છે.
પવિત્ર િવરિત્તે વડના નાવ છ૩મ" ભવસ્થ કેવલી પ્રથમ બેનો પૂર્વપ્રતિપન્ન છે. પ્રતિપદ્યમાનક નથી.
Page #232
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૩
યોગ-ઉપયોગ-શરીર દ્વારઃ- પ્રતિપત્તિને આશ્રયીને વિવક્ષિત કાળે મન-વચન-કાય ત્રણે યોગોમાં ચારે સામાયિકો સામાન્યથી સંભવે છે. પૂર્વ પ્રતિપન્ન તો છે જ વિશેષથી ઔદારિકકાય યોગવાળા ત્રણે યોગમાં બંને રીતે પ્રાપ્ત થાય છે. વૈક્રિય સહિત ત્રણયોગમાં ૧-૨ સામાયિક બંને રીતે પ્રાપ્ત થાય છે. દેશ-સર્વવિરતિ પૂર્વ પ્રતિપન્ન આહાર યુક્ત ત્રણ યોગમાં દેશવિરતિરહિત ત્રણે પૂર્વપ્રતિપન્ન હોય છે. તેજસ-કાર્પણ યોગમાં ફક્ત અપાંતરાલગતિમાં પ્રથમ બે સામાયિકોને પૂર્વપ્રતિપન્નતાને આશ્રયીને પ્રાપ્ત થાય છે. કેવલિ સમુદ્દાતમાં તો સમ્યક્ત-ચારિત્ર સામાયિકો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. કેવલ મનોયોગ, વાયોગમાં કાંઈ નહિ. કાય-વાકયોગ બેમાં બેઈન્દ્રિયાદિમાં ઉત્પન્ન માત્ર સાસ્વાદનને પૂર્વ પ્રતિપન્ન પ્રથમ બે પ્રાપ્ત થાય છે.
સાકાર-અનાકાર બે ઉપયોગમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે. પૂર્વપ્રતિપન્ન તો છે જ પ્રશ્ન-૧૦૪૮– “સત્રાશો નષ્યિો સરોવવઝા મયંતિ” એવું આગમમાં કહ્યું છે તો આ આગમથી સર્વલબ્ધિઓ સાકારોપયોગમાં જ હોય છે, તે બંને ઉપયોગમાં પણ ચારે સામાયિક પ્રાપ્ત થાય છે એવું કઈ રીતે કહો છો?
ઉત્તર-૧૦૪૮ – “વ્યાનો.” એવો તું જે આગમોક્ત નિયમ કહે છે તે ફક્ત વધતા પરિણામવાળા જીવમાં જાણવો. અત્રે પ્રસ્તુતમાં જે અવસ્થિત પરિણામવાળો જીવ સામાયિકો પ્રાપ્ત કરે છે, તે બીજા અનેકારોપયોગમાં પણ પ્રાપ્ત કરે છે. એટલે વિરોધ નથી.
પ્રશ્ન-૧૦૪૯ - આમ અનાકારોપયોગ પ્રાપ્ત થવા છતાં “સત્રા નદ્ધિ સરોવો.” એમ આગમમાં સાકારોપયોગનું જ ગ્રહણ શા માટે કર્યું છે?
ઉત્તર-૧૦૪૯ – પ્રાયઃ પ્રવર્ધમાનપરિણામ જીવ જ લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેથી આગમમાં સાકરોપયોગનું જ ગ્રહણ કર્યું છે. બીજો તો અવસ્થિત પરિણામવાળો યદચ્છાથી એકવાર ક્યારેક જ ઔપથમિક સમ્યક્તાદિ લાભકાળે જ પ્રાપ્ત થાય છે. એમ અનાકારોપયોગ સ્વલ્પ હોતે છતે વિવક્ષિત ન હોવાથી સૂત્રમાં ગ્રહણ નથી કર્યું. ભાવાર્થ-જેમ સર્વ લબ્ધિઓ સાકારોપયોગ વગેરે આગમ છે તેમ “ઉપયો! દુમિ વકરો ડિવન્ને એ પણ આગમ જ છે. એટલે પરસ્પરપ્રતિસ્પર્ધિ સૈદ્ધાત્તિક વ્યવસ્થા ન્યાયી છે. તે-જે સમ્યક્ત પ્રાપ્ત કરીને મિથ્યાત્વમાં ગયેલાને ફરીથી ક્યાંક શુભોદયથી પ્રતિક્ષણ પ્રવર્ધમાન અધ્યવસાયવાળાને સમ્યક્ત-ચારિત્ર લબ્ધિઓ હોય છે. અને જે અવધિઆદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે તે બધી સાકારોપયુક્તની જાણવી. જે પ્રથમ સમ્યક્વકાળે અંતરકરણમાં પ્રવેશેલા અવસ્થિતાધ્યવસાયવાળાને સમ્યક્તાદિ લબ્ધિઓ થાય છે તે અનાકારોપયોગમાં
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ થાય છે કોઈ દોષ નથી. અંતરકરણમાં વર્તમાન સમ્યક્ત-શ્રુત સામાયિક લાભ સમકાળે જ કોઈ અતિવિશુદ્ધ હોવાથી દેશવિરતિ, કોઈ અતિવિશુદ્ધતર હોવાથી સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે. એમ ઔપથમિક સમ્યક્ત લાભકાળે અવસ્થિતપરિણામ-અનાકારોપયોગવર્તિને ચારે સામાયિકો હોય છે.
પ્રશ્ન-૧૦૫૦ – પણ જીવનું ઔપશમિક સમ્યક્ત કઈ રીતે માનવું?
ઉત્તર-૧૦૫૦ – જેમ ઉજ્જડ દેશ અથવા પૂર્વેવનદવથી બળેલા પ્રદેશને પ્રાપ્ત કરીને વનરવ શાંત થાય છે એમ અંતકરણને પ્રાપ્ત કરીને મિથ્યાત્વના અનુદયે-મિથ્યાત્વોદય રૂપ આગ શાંત થતા પશમિક સમ્યક્ત જીવને જાણવું. એ ઉપશમ સમ્યકત્વ ઉપશ્રેણિને પ્રાપ્ત કરેલા જીવને અથવા જેણે મિથ્યાત્વના ત્રણ પુંજ ન કર્યા હોય અને તેનો ક્ષય પણ ન કર્યો હોય તેને પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૧૦૫૧ – પરામિક સમ્યક્તના લાભમાં સ્થિતપરિણામ કઈ રીતે?
ઉત્તર-૧૦૫૧ – કારણ અંતરકરણમાં મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તેનું પરિણામ હણાતું નથી અને સત્તાગત મિથ્યાત્વ ઉપશાંત, વિખંભિત ઉદયવાળું અને અપનીત મિથ્યાત્વ સ્વભાવવાળું છે તેથી એનું પરિણામ વધતું નથી. જેમ વનદવ દાહ્યભાવે વધતો નથી. પરંતુ બુઝાઈ જાય છે. એમ વેદ્ય મિથ્યાત્વના અભાવે તેના ક્ષય માટે અનિવૃત્તિકરણની જેમ ઔપથમિકસમ્યગદષ્ટિનું પરિણામ વધતું નથી પણ અવસ્થિત જ છે એટલે અવસ્થિત પરિણામ કહેવાય છે.
ઔદારિકશરીરમાં સામાયિક ચતુષ્ટય ઉભયથા પણ છે સમ્યક્ત-શ્રુતમાં વૈક્રિયશરીરમાં ભજના કરવી-દેવાદિ કદાચ તે બંને પ્રાપ્ત કરે છે, ક્યારેક નહિ. દેશવિરતિ-સર્વવિરતિ સામાયિક તો વૈક્રિય શરીરવાળા તિર્યચ-મનુષ્યો પણ પ્રાપ્ત કરતા નથી. વિક્રિયાપ્રતિપન્ન હોવાથી તેઓ પ્રમત્ત હોય છે. પૂર્વપ્રતિપન્ન તો વૈક્રિયશરીરમાં ચારેને પ્રાપ્ત કરે છે જ. આહારકશરીરમાં દેશવિરતિ વિના ત્રણ પૂર્વપ્રતિપન્ન જ પ્રાપ્ત કરે છે. ચૌદપૂર્વીને દેશવિરતિનો અભાવ હોવાથી, અને શેષને તો પૂર્વપ્રતિપન્ન હોવાથી પ્રતિપત્તિનો અસંભવ હોવાથી. તૈજસ-કામર્ણમાં તો કેવલિ સમુદ્યાતમાં ૪-૫-૩જા સમયોમાં સમ્યક્ત-ચારિત્ર સામાયિક તથા વિગ્રહગતિમાં ૧-૨ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે તથા પ્રાપ્ત થાય છે.
સંસ્થાન-સંહનન-અવગાહના દ્વાર - સર્વસંસ્થાનોમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે તથા પૂર્વપ્રતિપન્ન પણ હોય છે, સંહનનોમાં પણ સંસ્થાન મુજબ જાણવું. મનુષ્યનું ઉત્કૃષ્ટ માન૩ગાઉ, જઘન્ય-અંગુલાસંખ્યભાગ, ઉત્કૃષ્ટ અને જઘન્યમાન વર્જીને મધ્યમ શરીરમાનમાં
Page #234
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૫
વર્તમાન મનુષ્યો ચારે સામાયિકો પ્રાપ્ત કરે છે. જઘન્યાવગાહનાવાળા ગર્ભજ મનુષ્યમાં ૧રનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે પ્રતિપદ્યમાનક નહિ. ઉત્કૃષ્ટાવગાહના ત્રણગાઉવાળાને ૧-૨ સામાયિક બંને પ્રકારે છે. નારક-દેવો પણ જઘન્યઅવગાહનાવાળા સમ્યક્ત-શ્રુતના પૂર્વપ્રતિપન્ન સંભવે છે પ્રતિપદ્યમાનકો નહિ. મધ્યમોત્કૃષ્ટ અવગાહનાવાળા એ બંનેના પ્રતિપદ્યમાનકો સંભવે છે. પૂર્વપ્રતિપન્ન તો છે જ. જઘન્ય અવગાહનાવાળા તે બંને બે પ્રકારે કરે છે, મધ્યમ અવગાહનાવાળા સર્વવિરતિ વિના ૨ કે ૩ સામાયિકના પ્રતિપદ્યમાન સંભવે છે પૂર્વપ્રતિપન્ન તો ત્રણેયનાં છે જ.
લેશ્યા દ્વાર :- છએ વેશ્યાઓમાં નારકાદિ પ્રથમ બે સામાયિકને પ્રાપ્ત કરે છે. તેજ-પદ્યશુક્લ લેગ્યામાં દેશ-સર્વવિરતિ ચારિત્ર પૂર્વપ્રતિપન્ન છમાંથી અન્યતર લેગ્યામાં ચારિત્રી અને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૧૦પર – પહેલાં જ્ઞાનપંચકાધિકારમાં મતિધૃતાદિજ્ઞાનલાભ શુદ્ધ એવી તેજસ્ વગેરે ત્રણ વેશ્યાઓમાં કહ્યું હતું અને અહીં શુદ્ધ અને અશુદ્ધ છએ વેશ્યાઓમાં સમ્યક્ત અને શ્રુતલાભ કહેવાતો કેમ ન વિરોધ થાય?
ઉત્તર-૧૦૫ર – દેવ-નારકોમાં પણ પ્રથમ બે સામાયિક પ્રાપ્ત થાય છે. તે બધા દેવનારકો અવસ્થિત લેશ્યાવાળા હોય છે. યથાસંભવ છએ વેશ્યાઓમાં અવસ્થિત શ્રુતમાં બતાવાય છે. તેઓમાં ભાવલેશ્યા પરાવૃત્તિથી કોઈને કોઈક હોય છે. તિર્યચ-મનુષ્યોમાં અવસ્થિત દ્રવ્ય લેશ્યા હોતી નથી. પરંતુ, બધાને દ્રવ્યલેશ્યા-ભાવલેશ્યા પરાવર્તન થાય છે. દેવ-નારકો પણ જ્યારે સમ્યક્તાદિક પ્રાપ્ત કરે છે ત્યારે ભાવલેશ્યા તેજો આદિ અન્યતર શુદ્ધ જ હોય છે. અશુદ્ધ નિત્ય અવસ્થિત હોવાથી તેમની દ્રવ્યલેશ્યા જ જાણવી ભાવલેશ્યા નહિ. એટલે મતિ આદિ જ્ઞાનોમાં પૂર્વે લાભ ચિંતામાં ભાવલેશ્યા જ અધિકૃત છે. અહીં તો ૧-૨ સામાયિકલાભ ચિંતમાં દેવ-નારક આશ્રયીને દ્રવ્યલેશ્યા અધિકૃત છે. તેથી શુદ્ધ-અશુદ્ધ સર્વ લેશ્યાઓમાં તેનો લાભ કહ્યો છે. ભાવલેશ્યા આશ્રીને અહીં પણ ત્રણ શુદ્ધમાં જ તેનો લાભ જાણવો એટલે કોઈ વિરોધ નથી.
પ્રશ્ન-૧૦૫૩ – જો દેવનારકોની કૃષ્ણાદિક અશુભદ્રવ્યલેશ્યા સદાવસ્થિત હોય તો સમ્યકત્વાદિલાભ કાળે તેમને શુભલેશ્યાઓને સંભવ કઈ રીતે? દ્રવ્યલેશ્યાઓ જ ભાવલેશ્યા ઉત્પન્ન કરે છે. તેથી કૃષ્ણાદિલેશ્યા દ્રવ્યો અશુભ હોવાથી કઈ રીતે શુભભાવલેશ્યા ઉત્પન્ન કરે કારણ અશુભ છે તેથી કાર્ય પણ શુભ થઈ શકે નહિ?
ઉત્તર-૧૦૫૩ – સત્ય, પરંતુ નારકાદીનો પણ સમ્યક્ત લાભ કાળે કોઈપણ રીતે યથાપ્રવૃત્તિકરણથી શુભ તેજો આદિ દ્રવ્યલેશ્યાનાં શુભ દ્રવ્યો અશુભ લેશ્યાના દ્રવ્યમાં ખેંચાય
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
.
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય,
છે. તેથી જેમ આરીસો સફેદ છતાં જપાકુસુમાદિ વસ્તુ પ્રતિબિંબની સંક્રાંતિમાં રક્તાદિરૂપતા પ્રાપ્ત કરે છે. તેમ કૃષ્ણાદિ અશુભ દ્રવ્યો પણ તેજઆદિ શુભદ્રવ્યના પ્રતિબિંબ સંક્રમમાં નિજરૂપની ઉત્કટતાને છોડીને તેની આભાસતા પ્રાપ્ત કરે છે. તેથી નારકાદિના પણ કૃષ્ણાદિ અશુભદ્રવ્યાનુભાવને મંદ કરીને શુભ તૈજઆદિ દ્રવ્યો શુભ ભાવલેશ્યા ઉત્પન્ન કરે છે, એટલે અવસ્થિત કૃષ્ણાદિલેશ્યા છતે નારક-દેવોને સમ્યક્તાદિ લાભ કાળે શુભ ભાવલેશ્યાનો સંભવ વિરુદ્ધ નથી.
પરિણામ દ્વારઃ- વર્ધમાન પરિણામવાળો જીવ પરિણામની વૃદ્ધિમાં ચારમાંથી કોઈ એકને પ્રાપ્ત કરે છે. એમજ પૂર્વોક્ત ન્યાયથી અન્તરકરણાદિ અવસ્થિત છતાં શુભ પરિણામ છતાં તે ચારમાંથી અન્યતર પ્રાપ્ત કરે છે. હીયમાન-ક્ષીયમાન શુભ પરિણામમાં જીવ સંમ્પિષ્ટ પરિણામવાળો થતો હોવાથી કોઈપણ સામાયિક પામતો નથી. પૂર્વપ્રતિપન્ન ત્રણે પરિણામોમાં હોય છે.
વેદના-સમુદ્યાત દ્વાર :- સાતા-અસાતા બંને વેદનામાં ચારમાંથી અન્યતર પ્રાપ્ત કરે છે. અને પ્રતિપન્નક છે. સમુદ્યાત-કેવલિ આદિ સમુદ્યાતથી સમવહતનો વિપક્ષ-અસમવહત. વેદનાવત્, કેવલિઆદિ સાત પ્રકારના સમુદ્યાતથી સમવહત જીવ કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. પૂર્વપ્રતિપન્નકમાં ભજના છે સમવહત જીવને બે કે ત્રણ સામાયિકની પૂર્વપ્રતિપત્તિ હોય છે. કેવલિ સમુદ્ધાતમાં સમ્યક્ત-ચારિત્ર સામાયિક પૂર્વપ્રતિપત્રક પ્રાપ્ત કરે છે. શેષ સમુદ્યાતોમાં દેશવિરતિ અથવા ચારિત્ર વિના ત્રણનો પૂર્વપ્રતિપન્નક પ્રાપ્ત થાય છે. - નિર્વેષ્ટન-ઉદ્વર્તન દ્વરા - દ્રવ્યથી સામાન્યથી સર્વ કર્મપ્રદેશોને વિશેષથી ૪ પ્રકારના સામાયિકના આવરણ-જ્ઞાનાવરણ મોહનીયલક્ષણના કર્મપ્રદેશોને નિર્જરતો અને ભાવથી ક્રોધાદિ અધ્યવાસયોને નિર્જરતો ચારમાંથી અન્યતા પ્રાપ્ત કરે છે. પૂર્વપ્રતિપન્ન છે જ. સંવેષ્ટ કરતો અનંતાનુબંધી કર્મના ઉદયે કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી શેષ કર્મોને આશ્રયી બંને ય છે. નરકોમાં અધિકરણભૂત છતે અનુદ્ધર્તન કરતો જીવ પ્રથમ બે સામાયિક પ્રાપ્ત કરે છે પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. ત્યાંથી ઉદ્ધરેલો કદાચ તિર્યંચમાં ઉત્પન્ન થયેલો સર્વવિરતિ વિના ત્રણ પ્રાપ્ત કરે. ક્યારેક મનુષ્યમાં ઉત્પન્ન થયેલો ૪ પણ પ્રાપ્ત કરે પૂર્વ પ્રતિપન્ન છે જ. ગર્ભજ તિર્યંચમાં અનુદ્ધરિત પ્રથમ ત્રણને આશ્રયીને પ્રતિપતા-પૂર્વપ્રતિપન્ન તિર્યંચમાંથી ઉદ્ભરેલો મનુષ્યાદિમાં આવેલો ક્યારેક ૪, ક્યારેક ૩, ક્યારેક ૨ આશ્રયી ઉભયથા હોય છે. મનુષ્યમાંથી તત્રસ્થ ન ઉદ્ભરેલો ૪. મનુષ્યમાંથી ઉદ્ધરી દેવનારકમાં ઉત્પન્ન-પ્રથમ ૨, તિર્યંચમાં પ્રથમ-૩, દેવોમાં-તત્ર-પ્રથમ ૨, તિર્યંચમાં આવેલો ઉભયથા આઘત્રિક,
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૭
ગુજરાતી પ્રશ્નોત્તર મનુષ્યોમાં આવેલો ૪. એ ઉભયથા પણ હોય, ઉદ્વર્તમાન અપાંતરાલગતિમાં બધા કાંઈપણ પ્રાપ્ત કરતા નથી. પૂર્વપ્રતિપન્ન બંનેના હોય.
આશ્રવક-નિશ્રાવક :- જે સમ્યક્તાદિ સામાયિક પ્રાપ્ત કરે છે તેના આવારક મિથ્યાત્વ મોહાદિકર્મને નિશ્રાવતો અને શેષકર્મ બાંધતો પણ જીવ ૪ માંથી અન્યતર પ્રાપ્ત કરે છે. જે પૂર્વપ્રતિપન્નક છે તે નિશ્રાવક-અથવા આશ્રાવક હોય.
અલંકારાદિ ઉન્મુક્ત દ્વાર :- કેશ-કેયૂર-કંકણ-કટક-હાર-વસ્ત્ર-તાંબૂલાદિ અલંકાર એ પરિત્યક્ત, અપરિત્યક્ત પરિત્યજતે છતે ૪ માંથી અન્યતર-પ્રાપ્ત કરે. ઉદા૦ ભરતાદિ, એમ શયનાસન, સ્થાન, ચંક્રમણનો પરિત્યક્ત, અપરિત્યક્ત, પરિત્યજ્યમાન છતે ૪ માંથી અન્યતા પ્રાપ્ત કરે, પૂર્વપ્રતિપન્ન છે.
(૧૭) દ્વાર :- સમ્યક્ત સર્વ દ્રવ્ય-પર્યાયગત છે. તે સર્વદ્રવ્ય-પર્યાયની શ્રદ્ધારૂપ છે. શ્રુત સામાયિકમાં સર્વદ્રવ્યો વિષય થાય છે. સર્વે પર્યાયો તેના વિષય નથી. કારણ કે, શ્રુત અભિલાપનો વિષય છે. અને પર્યાયો અભિલાપ્ય અને અનભિલાપ્ય પણ છે. અનભિલાપ્ય ભાવોના અનંતમાં ભાગે અભિલાપ્ય ભાવો હોય છે. એટલે શ્રુતજ્ઞાન ફક્ત અભિલાપ્ય વિષયવાળું જ છે. ચારિત્રની પણ પદમમિ સવ્યગીવા (ગા.૨૬૩૭)થી સર્વદ્રવ્ય-અસર્વદ્રવ્ય વિષયતા પ્રતિપાદિત થયેલી છે. દેશવિરતિ આશ્રયીને બંનેનો પ્રતિષેધ કરાય છે. દેશવિરતિ સામાયિક સર્વદ્રવ્ય વિષય નથી કે સર્વપર્યાય વિષય પણ નથી.
બીજા-છેલ્લાવ્રતમાં ચારિત્ર સર્વદ્રવ્યોમાં પ્રવર્તે છે, સર્વપર્યાયોમાં નહિ. મૃષાવાદ વચનરૂપ છે અને પરિગ્રહ મૂચ્છ વિકલ્પાત્મક છે. એટલે સર્વદ્રવ્યોમાં જ પ્રવૃત્તિ છે. કારણ દ્રવ્યો જ અભિલાપ્ય વિષય છે. પર્યાયો તો અભિલાપ્ય-અનભિલાપ્ય પણ છે. એટલે જ સર્વપર્યાયોનો ચારિત્રમાં અનુપયોગ છે. તે અનભિલાપ્યાશ્રીને શેષ ત્રણ મહાવ્રતો તો સર્વદ્રવ્યવિષયો પણ નથી તો સર્વપર્યાયવિષયની તો વાત જ ક્યાં રહી? એટલે બીજા-ચરમ વ્રતાશ્રયીને ચારિત્ર સર્વદ્રવ્ય-અસર્વપર્યાય વિષય છે.
પ્રશ્ન-૧૦૫૪ – સંયમ શ્રેણીમાં સર્વજઘન્ય તરીકે જે પ્રથમ સંયમ સ્થાન છે તે પણ પર્યાયોને આશ્રીને સર્વાકાશ પ્રદેશના અનંતગુણ પર્યાય રાશિયુક્ત આગમમાં કહ્યું છે. જેટલા સર્વ લોકાલોક આકાશના પ્રદેશો છે તેના અનંતગુણ પર્યાય રાશિ યુક્ત પ્રથમ સંયમસ્થાન પણ આગમમાં કહ્યું છે. તેનાથી અન્ય વિશુદ્ધિથી અનંતભાગ વૃદ્ધ, તે પછી અસંખ્યભાગ વૃદ્ધ, તે પછી સંખ્યભાગવૃદ્ધ, તે પછી સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યગુણવૃદ્ધ, અનંતગુણવૃદ્ધ એમ વારંવાર કરાતી ષડ્રિવધ પરિવૃદ્ધિથી અસંખ્યલોકાકાશપ્રમાણ ષસ્થાનકોથી સંયમશ્રેણી નિષ્પન્ન થાય છે. તો તેથી અન્ય સમધિક પર્યાયો ક્યા છે કે જે સર્વાનુમાવી એ વચનથી ચારિત્રવિષય
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અનુપયુક્ત પ્રતિપાદન કરાય છે? અને જે ન ૩ સત્ર પwાવે (૨૭૫૪)ના અભિપ્રાય મુજબ થયો ચારિત્રથી અનંતગુણા અને પર્યાયોના અનંતભાગે ચારિત્ર કેમ કહો છો? જો તમે કહેતાં હોકે-અભિલાખ પર્યાયોનો વિષય જ ખરેખર ચારિત્ર છે અને તે અનભિલાષ્યના અનંતમા ભાગે છે ઍટલે પનવેસુ કહેતાં અનુપયુક્ત પર્યાયો ચારિત્રથી અનંતગુણા અને ચારિત્ર તેમના અનંતભાગે છે. એવું સામર્થ્યથી જણાય છે એ વાત મારા માન્યમાં આવતી નથી. કારણ કે સર્વજઘન્ય પણ સંયમસ્થાન સર્વાકાશ પ્રદેશના અનંતગુણ પર્યાયવાળું છે. અને પર્યાયો તો ત્રિભુવનમાં પણ એટલા જ છે. તેથી ચારિત્રાનુપયુક્ત પર્યાયોયોનો સંભવ નથી. અને આચાર્ય ! અહીં જો તારી એવી મતિ હોય કે ચારિત્ર ઉપયુક્ત કરતાં ય કેવલજ્ઞાન ગમ્ય અન્ય પણ અનભિલાપ્ય અનંત ગુણા પર્યાયો છે. જે ચારિત્રથી અનંત ગુણ છે અને ચારિત્ર તેનાથી અનંતભાગ છે. તો પુછું છું કે તે પણ કેવલજ્ઞાનગણ્ય જ્ઞયાગત અનભિલાપ્ય તેનાથી અધિક ક્યા પર્યાયો છે કે જે ચારિત્રોપયુક્તથી અધિક હોય ? કોઈ ન હોય. સંભવસ્થાન પર્યાયો દ્વારા ત્રણ જગતની સર્વ પર્યાય રાશિ ક્રોડમાં કરેલી છે એટલે તેના અનુપયુક્તનો સંભવ નથી અને આમ પણ ચારિત્ર પર્યાયો કેવલજ્ઞાનગમ્ય શેયગત પર્યાયોના સમાન જ થાય, કેવલજ્ઞાનગણ્ય પર્યાયો અનંત ગુણ કહો તે બરાબર નથી, કારણ કે જેટલા શેયના પર્યાયો છે તેટલા તદવભાસક તરીકે જ્ઞાનના માનવા નહિ તો તેના અવભાસક ન થાય. તેથી જ્ઞાન-દર્શનચારિત્રાધ્યાવસાયાત્મક સંયમશ્રેણીના અંતર્ગત કેવલજ્ઞાન હોવાથી સંયમશ્રેણીરૂપ ચારિત્ર પર્યાયોથી કેવલ જ્ઞાનગમ્ય જોયગત પર્યાયો સમાન જ છે હીન નથી.
ઉત્તર-૧૦૫૪ – જ્ઞાન-દર્શન-ચારિત્રાધ્યાવસાયસ્થાનરૂપ સંયમ શ્રેણીમાં જ્ઞાન-દર્શન પર્યાયો વચ્ચે વિવક્ષિત કર્યા છે, તેથી તેટલા પ્રમાણ સવકાશપ્રદેશાનંત ગુણ પર્યાયરાશિ પ્રમાણ એ કહેલા છે. અહીં તો જે ચારિત્રના ઉપયોગી છે, તે જ વિવક્ષિત છે. તે કેટલાક ગ્રહણ-ધારણાદિવિષયભૂત જ છે. તેથી થોડા છે. એટલે દોષ નથી.
પ્રશ્ન-૧૦૫૫ – પહેલાં કિંધારમાં જ તે રથનુ પંડ્યવસ્થા (ગા.૨૬૩૪)માં સામાયિકોનો વિષય જણાવ્યો હતો અહીં ફરીથી સંધ્યાયં સમ્મત્ત (૨૭૫૧)થી તેનું નિરૂપણ કરતાં પુનરુક્તદોષ કેમ ન થાય? અહી કયો વિશેષ છે જેને આશ્રયીને ફરીથી એમ કહો છો?
ઉત્તર-૧૦૫૫ – સામાયિક શું છે? એમ જાતિભાવથી વિષય-વિષયિનો અભેદ મનમાં કરીને સામાયિકની જાતિ માત્ર જ જાણવાની ત્યાં પૂર્વે કિં દ્વારમાં અપરે જિજ્ઞાસા કરી હતી. તેથી ગાય વસ્તુ સામયિં (૨૬૩૪)થી તે જ મુખ્યતયા કહ્યું હતું. તેનો વિષય તો પર દ્વારા અજિજ્ઞાસિત છતાં વિષય પુછાતાં તેનાથી અભિન્ન હોવાથી ગૌરવૃત્તિથી કહ્યો હતો. અને અહીં “કેવુ” દ્વારમાં વિષયની જ મુખ્યતયા પરે જીજ્ઞાસા કરી છે એટલે તે વિષયનું સ્વરૂપ
Page #238
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૯ શેયભાવથી કહ્યું છે. કેન્ક દ્વારમાં વિષય-વિષયિનો ભેદ વિવક્ષિત છે એટલે નિરાકરણ કરીને વિષય જ શેયભાવથી કહ્યો છે. ત્યાં તો કિં દ્વારમાં બંનેના અભેદ ઉપચારથી વિષયિભૂત સામાયિકને જ જોયભાવથી મુખ્ય તયા નિર્દેશ કર્યું છે.
(૧૮) વિર દ્વાર - સમ્યક્ત અને શ્રતની લબ્ધિ આશ્રયીને ૬૬ સાગરોપમ પૂર્વક્રોડપૃથકત્વાધિક સ્થિતિ હોય છે. શેષ બેની (દેશવિરતિ-સર્વવિરતિ) દેશોન પૂર્વક્રોડ વર્ષની છે. આ સામાયિક લબ્ધિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
જઘન્ય સ્થિતિ-લબ્ધિ આશ્રયીને પ્રથમ ત્રણ સામાયિકની અંતર્મુહૂર્ત તથા સર્વવિરતિની ૧ સમય માત્ર છે. ચારિત્ર પરિણામના આરંભ સમય પછી તરત જ આયુ-ક્ષય સંભવે છે. દેશવિરતિ-અંતર્મુહૂર્ત-કારણ કે તે પ્રતિનિયત પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ હોવાથી અને તેના આલોચનની પરિણતિ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત હોવાથી આટલો સ્થિતિકાળ છે. ઉપયોગથી બધાની અંતર્મુહૂર્ત સ્થિતિ સર્વજીવાશ્રયી તો બધાની સ્થિતિ સર્વકાળની છે.
(૧૯) કૃતિ દ્વાર - ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગમાં જેટલા પ્રદેશો હોય તેટલા જ જીવો ઉત્કૃષ્ટથી સમ્યક્ત-દેશવિરતિ સામાયિકના પામનારા હોય છે. પરંતુ એમાં વિશેષ-દેશવિરતિ કરતાં સમ્યક્ત પ્રાપ્ત કરનારા અસંખ્યગુણા હોય છે અને જઘન્યથી એક કે બે પામનારા હોય છે. સંવર્તિત ચોરસ કરેલા લોકની એકપ્રદેશી ૭ રાજ પ્રમાણ શ્રેણીના અસંખ્ય ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા વિવક્ષિતકાળે સામાન્યશ્રુતના ઉત્કૃષ્ટથી પ્રાપ્તકર્તા મળે. જઘન્યથી એક-બે હોય છે. તથા ક્યારેક વિવક્ષિત કાળે ઉત્કૃષ્ટથી સહગ્નપરિગણનાથી સહસ્રપૃથક્વ વિરતિના પ્રતિપત્તા હોય છે તથા જઘન્યથી એક-બે હોય છે.
પ્રતિપન્ન-સમ્યક્ત-દેશવિરત વર્તમાન કાળે જઘન્ય-ઉત્કૃષ્ટથી અસંખ્ય મળે, પરંતુ જઘન્યપદથી ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક હોય છે. આ બધા પ્રતિપદ્યમાનકથી અસંખ્યગુણા છે. ચારિત્રમાં-સંખેયા સ્વસ્થાને પ્રતિપદ્યમાનથી સંખ્યગુણા હોય છે. આ ત્રણેય કરતાં જે ચરણાદિગુણો પ્રાપ્ત કરીને પડેલા છે, તે અનંતગુણા છે. સમ્યગ્દષ્ટિ આદિ પ્રતિપદ્યમાનકથી અને પૂર્વપ્રતિપન્નથી ચરણથી પ્રતિપતિત જીવો અનંતગુણા છે. દેશવિરતિથી પતિત-તેમનાથી અસંખ્યગુણા છે સમ્યત્વથી પતિત તેમનાથી અસંખ્યગુણા છે.
સમ્ય-મિથ્થારૂપ સામાન્યથી અક્ષરાત્મક શ્રુતના જે પૂર્વપ્રતિપન્ન છે તે સાંપ્રત સમયે ચોરસ ઘન કરેલી પ્રતરના અસંખ્યભાગ માત્ર છે. શ્રુતપ્રતિપન્ન, પ્રતિપદ્યમાનકોથી જે શેષ સંસારી જીવો ભાવલબ્ધિ રહિત પૃથ્યાદિ છે. તે બધાય ભાષાલબ્ધિ પ્રાપ્ત કરીને પડેલા હોવાથી સામાન્ય શ્રુતથી પડેલા માનવા. કારણ અનાદિ સંસારમાં ભમતા તેમણે પૂર્વે
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ભાષાલબ્ધિ પ્રાપ્ત નથી કરી એવું નથી. તેઓ સમ્યક્વાદિથી પડેલા કરતાં અનંતગુણા જાણવા.
સમ્યક્ત-દેશવિરતિ બંનેના પ્રતિપદ્યમાનક ક્ષેત્ર પલ્યોપમના અસંખ્ય ભાગમાં રહેલા આકાશ પ્રદેશો જેટલા હોવાથી અસંખ્યત્વ તુલ્ય છતાં એ બંનેમાં દેશવિરતિ પ્રતિપદ્યમાનક અલ્પ છે, તેનાથી અસંખ્ય ગુણા સમ્યગ્દષ્ટિ છે, તેમનાથી સામાન્ય શ્રુતપ્રતિપદ્યમાન - અસંખ્યગુણ છે. આ રીતે સમુદિત સમ્યગ્દષ્ટિ-દેશવિરતિ પૂર્વપ્રતિપન્નથી તે સામાન્યશ્રુત પ્રતિપદ્યમાનકો અસંખ્ય ગુણા છે. તેનાથી શ્રુતપ્રતિપન્ન અસંખ્યગુણા છે.
સ્વસ્થાને પ્રતિપદ્યમાનક ચારિત્રિ-સર્વસ્તોક છે તેનાથી પૂર્વપ્રતિપન્ન સંખેય ગુણ છે. સ્વસ્થાને પ્રતિપદ્યમાનક શ્રુત-સર્વસ્તોક, પૂર્વપ્રતિપન્ન અસંખ્ય ગુણ. સ્વસ્થાને પ્રતિપદ્યમાનક દેશવિરત-સર્વસ્તોક, પૂર્વપ્રતિપન્ન અસંખ્ય ગુણ.
પ્રતિપતિત - ચારિત્ર પ્રાપ્ત કરીને પડેલા સમ્યક્તાદિ પ્રતિપદ્યમાન-પ્રતિપન્ન એ બધાય કરતા અનંતગુણા-દેશવિરત તેમનાથી અસંખ્યગુણા, સમ્યક્ત-અસંખ્યગુણા, શ્રતઅનંતગુણા છે.
સમ્યક્તાદિ પ્રતિપતિતોનું જે જઘન્યપદ છે તેનાથી સ્વસ્થાને જે ઉત્કૃષ્ટ પદ છે તે સર્વત્ર વિશેષાધિક છે.
સમ્યક્તાદિ પૂર્વપ્રતિપન્નનું જે જઘન્યપદ છે તેનાથી સ્વસ્થાને જે ઉત્કૃષ્ટ પદ છે તે સર્વત્ર વિશેષાધિક છે.
સમ્યક્તાદિ પ્રતિપદ્યમાન જઘન્યથી ૧ કે ૨, ઉત્કૃષ્ટથી પ્રથમ ત્રણ સામાયિક પ્રતિપદ્યમાન જીવો અસંખ્યાતા હોય છે.
સમ્યક્તાદિ પ્રતિપદ્યમાન જઘન્યથી ૧ કે ૨, ઉત્કષ્ટથી ચારિત્ર-સંખ્યાતા હોય. એટલે અહીં જઘન્યપદથી ઉત્કૃષ્ટપદ અસંખ્ય ગુણ કે સંખ્યગુણ જાણવું. (૨૦) સાંતર દ્વારઃ- જીવ એકવાર સમ્યક્તાદિ સામાયિક પ્રાપ્ત કરીને તેના પરિત્યાગમાં જેટલા કાળે ફરીથી તે પ્રાપ્ત કરે છે તે અપાન્તરાલ-અંતર કહેવાય છે.
સામાન્ય શ્રુતમાં જઘન્ય-અંતર અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ-અનંતકાળ છે. બેઈન્દ્રિયાદિ કોઈ જીવ શ્રુત પ્રાપ્ત કરીને મૃત કે પૃથ્વી આદિમાં જન્મી ત્યાં અંતર્મુહૂર્ત રહી ફરી બેઈન્દ્રિયાદિમાં
Page #240
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૨૧ આવેલો શ્રુત પ્રાપ્ત કરે તેને જઘન્યથી અંતર્મુહૂર્ત અંતર હોય છે. જે હીન્દ્રિયાદિ મરેલો પૃથ્વીઅપ આદિમાં વારંવાર ઉત્પન્ન થતો અનંત કાળ રહે છે. તે પછી ફરીથી બે ઇન્દ્રિયાદિમાં આવેલો શ્રુત પ્રાપ્ત કરે છે તેનો એકેન્દ્રિયાવસ્થિતિ કાળ રૂપ અનંતકાળ ઉત્કૃષ્ટથી અંતર થાય છે. આ અનંતકાળ અસંખ્યાત પુદ્ગલપરાવર્ત જેટલું જાણવું. સમ્યક્ત-દેશવિરતિ સર્વવિરતિ-જઘન્ય-અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ-દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તકાળ ઉત્કૃષ્ટ અંતરઆશાતના બહુલોનું જાણવું.- તિથ્થર પવયUT સુર્થ માર્જિ નહિ પરિદ્ગિદ્ય | કાલાવંતો बहुसो अणंतसंसारियो होइ ॥१॥
(૨૧) અવિરહિત દ્વાર :- અવિરહકાળ-સમ્યક્ત-શ્રુત-દેશવિરતિ આખા લોકમાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગવર્તિ સમયો અવિરહિત-નિરંતર એક-એક અથવા બે વગેરે પ્રાપ્ત કરનારા હોય છે. ત્યારબાદ પ્રતિપત્તિના ઉપરમથી વિરહકાળ થાય છે. ચારિત્રમાં તો ૮ સમય સુધી એક-બે વગેરેની નિરંતર પ્રતિપત્તિ, ત્યારબાદ સર્વત્ર વિરહકાળ જઘન્યથીસર્વ સામાયિકોમાં બે સમય સુધી પ્રતિપત્તિ થાય છે. ત્યારબાદ વિરહકાળ.
વિરહકાળ-સમ્યક્ત-શ્રુતનો આખા લોકમાં ઉત્કૃષ્ટથી વિરહકાળ-૭ અહોરાત્ર છે. આટલો કાળ સુધી એ બંનેનો ઉત્કૃષ્ટથી લોકમાં કોઈ પ્રતિપત્તા નથી મળતો. ત્યાર પછી કોઈક અવશ્ય તે બંને સ્વીકારે છે. દેશવિરતિનો ૧૨ અહોરાત્ર ઉત્કૃષ્ટ વિરહકાળ. વિરતિનો ૧૫ અહોરાત્ર ઉત્કૃષ્ટથી પ્રતિપત્તિ વિરહકાળ હોય છે.
(૨૨) ભવદ્વાર :- ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યભાગમાં જેટલા આકાશ પ્રદેશો હોય છે તેટલા ભવો ઉત્કૃષ્ટથી સમ્યક્ત અને દેશવિરતિ પ્રાપ્ત કરે છે, જઘન્યથી એક ભવ ત્યાર પછી મોક્ષે જાય. સમ્યક્તભવના અસંખ્યથી દેશવિરતિભવનું અસંખ્ય નાનું જાણવું. ચારિત્રઉત્કૃષ્ટથી આઠ ભવ, જઘન્યથી એકભવ. સામાન્ય શ્રુત સામાયિકમાં અનંતભવરૂપ અનંતકાળ ઉત્કૃષ્ટથી પ્રતિપત્તા હોય છે. જઘન્યથી એકભવ સુધી મરૂદેવી માતાની જેમ પામે છે.
(૨૩) આકર્ષદ્વાર :- પ્રથમ ત્રણ સામાયિકો મુકેલાનું ગ્રહણ કરનારા એક ભવમાં સહસ્રપૃથત્વ આકર્ષો હોય છે, સર્વ વિરતિના એકભવમાં શતપૃથર્વ આકર્ષો હોય છે અને, જઘન્યથી બધાનો એક જ આકર્ષ હોય છે.
નાનાભવાશ્રયી-સમ્યક્ત-દેશવિરતિના અસંખ્ય સહસ્ત્રપૃથક્ત આકર્ષો હોય છે. વિરતિના સહસ્રપૃથક્વ, સામાન્યશ્રુતનો અનંત આકર્ષો હોય છે.
(૨૪) સ્પર્શના દ્વાર :- સમ્યક્ત-ચારિત્રયુક્ત જીવો નિરવશેષ પ્રતિપ્રદેશ વ્યાપ્તિથી અસંખ્ય પ્રદેશાત્મક આખા લોકને સ્પર્શે છે. આ જીવો કેવલીસમુદ્દાત અવસ્થામાં કેવલીઓ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જાણવા. શ્રુત-દેશવિરતિ શ્રુતમાં ૭/૪ ભાગો સ્પર્શનીય. દેશવિરતિમાં પ/૧૪ અર્થાત-કોઈ મુની શ્રુતજ્ઞાની અનુત્તરમાં ઇલિકાગતિથી ઉત્પન્ન થતો લોકના ૭/૧૪ ભાગ સ્પર્શે છે ૧ રાજ - લોકનો ૧૪ મો ભાગ તેથી ૭ રાજ સ્પર્શે છે એમ કહેવાય છે. કોઈ સમ્યગ્દષ્ટિ શ્રુતજ્ઞાની પહેલાં નરક બદ્ધાયુ હોય પછી વિરાધિત અત્યક્ત સમ્યક્તવાળો થઈને ૬ઠ્ઠી નારકીમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થતો લોકના પ/૧૪ ભાગોને સ્પર્શે છે. દેશવિરત અશ્રુતદેવમાં ઇલિકાગતિથી ઉત્પન્ન થતો પ/૧૪ ભાગ સ્પર્શે છે. શેષદેવલોકોમાં ઉત્પન્ન થતો લોકના ૨૩-૪/૧૪ ભાગોને સ્પર્શે છે.
પ્રશ્ન-૧૦૫૬ – અન્યત્ર છનવુ કહેવાય છે તો અહીં અશ્રુતમાં ઉત્પન્ન થતો ૫ રાજ જ સ્પર્શે છે એમ શા માટે કહેવાય છે?
ઉત્તર-૧૦૫૬ – સાચી વાત છે. પરંતુ અશ્રુત-ચૈવયેકના અપાંતરાલને અપેક્ષીને અન્યત્ર ૬ રાજ કહેવાય છે, અહીં તો અય્યત દેવલોકની અપેક્ષાએ પ રાજ છે એવો વૃદ્ધ સંપ્રદાય છે.
ભાવસ્પર્શના:- જીવો ૨ પ્રકારે સંસારી અને સિદ્ધ. સંસારી ૨ પ્રકારે-સંવ્યવહારરાશિગત અસંવ્યવહાર રાશિગત. સંવ્યવહાર રાશિગત સર્વ જીવો સામાન્યશ્રુતને સ્પર્શેલા છે. કીન્દ્રિયાદિ ભાવને આશ્રીને તે સર્વે સ્પર્શેલા છે. સમ્યક્ત-ચારિત્રને સર્વ સિદ્ધો પૂર્વે સ્પર્શેલા છે, તેની સ્પર્શના વિના સિદ્ધત્વ ન જ ઘટે. દેશવિરતિ-સર્વિસિદ્ધો દ્વારા બુદ્ધિ કલ્પિત અસંખ્ય ભાગો દ્વારા સ્પર્શાવેલી છે. એક મરૂદેવી દ્વારા તેના અસંખ્ય ભાગથી પૂર્વે સ્પશયેલી નથી. સમ્યક્તાદિ જીવપર્યાય હોવાથી ભાવો છે એટલે તેમની સ્પર્શના ભાવસ્પર્શના કહેવાય છે.
(૨૫) નિરુક્તિ દ્વાર :- સમ્યક્ત સામયિક :- સમ્યગ્દષ્ટિ-અવિપરિત અર્થોની દૃષ્ટિ, અમોહ-અવિતથગ્રાહ, શોધન-શુદ્ધિ મિથ્યાત્વમલના અપગમથી સમ્યક્ત શુદ્ધિ કહેવાય છે. સદ્ભાવ દર્શન-જિન અભિહિત પ્રવચનનું દર્શન. બોધન-બોધિ-પરમાર્થબોધ, અવિપર્યયતત્ત્વાધ્યવસાય, સદષ્ટિ-પ્રશંસનીય શોભન દષ્ટિ.
શ્રત સામાયિક :- અક્ષર-સંજ્ઞી-સમ્યફ-આદિ-સપર્યવસિત ગમિક-અંગપ્રવિષ્ટ શ્રુત એ સાતના પ્રતિપક્ષી સાત મળી ચૌદ પ્રકારના શ્રુતના પર્યાય જાણવા.
દેશવિરતિ સામાયિક:- વિરતિ-અવિરતિ, સંવત-સ્થગિત-પરિત્યક્ત સાવદ્યયોગો જેમાં તે સંવૃત-અસંવૃત, આમ ઉભય વ્યવહારનુગત હોવાથી બાલ-પંડિત, દેશ-પ્રાણાતિપાતાદિ એક દેશ–વૃક્ષ છેદનાદિ તે બંનેનું વિરમણ જેમાં તે દેશ-એક દેશ વિરતિ મોટા સાધુધર્મની અપેક્ષા અણુ-અલ્પધર્મ-અણુધર્મ, અગ-વૃક્ષ તેનાથી કરેલું અગાર-ગૃહ તેના યોગથી ગૃહસ્થનો ધર્મ-અગાર ધર્મ એ દેશવિરતિ સામાયિકના પર્યાયો છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨ ૨૩
ગુજરાતી પ્રશ્નોત્તર
સર્વવિરતિ :- સામાયિક-સમ-રાગદ્વેષરહિત મધ્યસ્થ અર્થાત્ એકાન્ત પ્રશનગમન સામાયિક-સમ્યગૂ-અય-સમય, સમ્યગૂ દયાપૂર્વક જીવોમાં વિષયમાં ગમન, સમ્યગ્વાદસમ્ય-રાગ દ્વેષવિરહ, તત્રધાનવાદ સમ્યગ્વાદ રાગદ્વેષવિરહથી યથાવત્ બોલવું, સમાસસં-પ્રશંસા આસ-ક્ષેપણમાં, શોભન અસણ સંસારથી બહાર જીવ કે કર્મનું પણ સમાસ અથવા સમ્યગાસ અથવા રાગદ્વેષ રહિત સમનો આસ, સંક્ષેપ-મહાર્થ છતાં અલ્પઅક્ષરવાળું સામાયિક, અનવદ્ય-પાપ નથી જેમાં, પરિજ્ઞા-પરિત-સમૃતાત્ જ્ઞાન પાપપરિત્યાગથી પરિજ્ઞા, પ્રત્યાખ્યાન-છોડવાયોગ્ય વસ્તુ પ્રતિ આખ્યાન ગુરુ સાક્ષીએ નિવૃત્તિકથન. આ આઠ સામાયિકના પર્યાયો છે.
(૧) સામાયિક અર્થના અનુષ્ઠાન ઉપર દમદંત મહર્ષિ, (૨) સામાયિક અનુષ્ઠાન મેતાર્ય, (૩) સમ્યગ્વાદ-કાલભાચાર્ય પૃચ્છા, (૪) સમાસ-ચિલાતીપુત્ર (૫) સંક્ષેપ-આત્રેય તથા કપિલમુનિ (૬) અનવદ્ય-ધર્મરૂચિ (૭) પરિજ્ઞા-ઇલાપુત્ર (2) પ્રત્યાખ્યાન-તેતલિપુત્રના ઉદાહરણો જાણવા. (વિસ્તૃત દષ્ટાંતો મૂળ આવશ્યકમાં નિ. (૧૫૯-૧૬૧)
ઉપોદ્દાત દ્વાર (ગા.૧૪૮૪-૨૮૦૦) સમાપ્ત સૂત્રસ્પર્શિક નિયુક્તિ :પ્રશ્ન-૧૦૫૭ – સૂત્ર સ્પર્શિક નિયુક્તિથી સૂત્ર સ્પર્શાય છે તે કેવી રીતે થાય છે?
ઉત્તર-૧૦૫૭ – “મિ ભંતે ! સીમાડ્ય” સૂત્ર, સૂત્રાનુગમ એના વ્યાખ્યાનરૂપ પ્રક્રાંત થયે છતે થાય છે. તે નમસ્કાર પૂર્વક જ કહેવાય છે. કારણ કે, નમસ્કાર સર્વશ્રુતસ્કંધાન્તર્ગત પૂર્વે અહીં જ બતાવેલો છે. તેથી, નમસ્કારની વ્યાખ્યા કરીને પછી સામાયિક સૂત્ર કહેવાશે.
અહીં સામાયિકની આદિમાં નમસ્કાર કહ્યો છે, તેને ઉપોદ્દાત નિયુક્તિરૂપ શાસ્ત્રનું અંતિમ મંગળ કહે છે. પણ સૂત્રની આદિમાં નમસ્કાર છે એમ માનતા નથી. કારણ કે શાસ્ત્રની આદિમાં – મધ્યમાં અને અંતમાં એમ ત્રણ મંગળ કરવા જોઈએ. તેમાં પ્રથમ ઉપોદ્દાતનિર્યુક્તિની આદિમાં મંદિરૂપ મંગળ છે, મધ્યમાં જિનેશ્વર તથા ગણધરની ઉત્પત્તિ આદિ ગુણકીર્તનરૂપ મંગળ છે. અને અંતમાં આ નમસ્કારરૂપ મંગળ છે. એવું કોઈ કહેતો બરાબર નથી, કેમકે શાસ્ત્રનું જે અંત્યમંગળ છે તે મંગળ તો ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીએ છ અધ્યયનરૂપ સમગ્ર આવશ્યકના અંતે પ્રત્યાખ્યાનરૂપે કહેલ છે, પ્રત્યાખ્યાન તે તપ છે, તપ એ ધર્મ છે અને “ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ છે.” માટે આ નમસ્કારરૂપ મંગળ તે સામાયિકની આદિમાં પ્રસ્તુત હોવાથી કહી શકાય નહિ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રશ્ન-૧૦૫૮ માનોને શું વાંધો છે ?
-
-
ઉત્તર-૧૦૫૮ – પ્રથમ નંદિનું સ્વરૂપ બતાવવાથી આદિ મંગળ તો થયેલું જ છે. તો ફરીથી કરવાની શું જરૂર છે ? અને કરેલા મંગળને ફરી કરીએ તો તેનું અવસ્થાન ક્યાં રહે ? વારંવાર કરવાથી માત્ર અનવસ્થા જ થાય.
નથી ?
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ છે તો તેને આદિ મંગળ જ
પ્રશ્ન-૧૦૫૯
ઉત્તર-૧૦૫૯ – ‘‘રેમિ ભંતે સામાયિયં' વગેરે સૂત્રાવયયની જેમ નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ હોવાથી વસ્તુતઃ સામાયિક સૂત્ર જ છે. મંગળ નથી. એટલે નમસ્કારનું પ્રથમ વ્યાખ્યાન કરીને પછી સામાયિકના અર્થનું વ્યાખ્યાન કરાશે.
-
જો એમ હોય તો અહીં પ્રથમ નમસ્કાર કહેવાનું શું કારણ છે ?
નમસ્કાર નિર્યુક્તિના દ્વારો ઃ- (૧) ઉત્પત્તિ (૨) નિક્ષેપ (૩) પદ (૪) પદાર્થ (૫) પ્રરૂપણા (૬) વસ્તુ (૭) આક્ષેપ (૮) પ્રસિદ્ધ (૯) ક્રમ (૧૦) પ્રયોજન (૧૧) ફળ.
સાતનયોથી નમસ્કારની ઉત્પત્તિ :- નમસ્કાર નયાનુસાર ઉત્પન્ન-અનુત્પન્ન માનવો. સાતનયો
(૧) નૈગમનય :- સર્વસંગ્રાહી-દેશસંગ્રાહી.
સર્વસંગ્રાહીનૈગમ સામાન્યમાત્ર અવલંબી છે, તેના મતે સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય રહિત છે. અને નમસ્કાર પણ તેના અંતર્ગત હોવાથી અનુત્પન્ન છે. શેષ નયો વિશેષગ્રાહી છે અને ઉત્પાદ-વ્યયવાળા છે. તેનાથી શૂન્ય વન્ધ્યાપુત્રાદિ વત્ અવસ્તુ હોય. નમસ્કાર તો વસ્તુ છે એટલે ઉત્પન્ન છે. તે સત્તામાત્ર ગ્રાહી હોય છે. તેના મતે સર્વદા સત્ છે. જે સર્વદા સત્ છે તે આકાશની જેમ કદી પણ ઉત્પન્ન ન થાય. જો ઉત્પન્ન થતું માનીએ તો તેનો પણ ઉત્પાદ થતો માનવો પડે અને આમ, અનવસ્થા થાય. તથા જે નિત્ય છે તે સદા અવિનાશી છે. એટલે આ નયના મતે નમસ્કાર વસ્તુરૂપ હોવાથી આકાશની જેમ નાશ-ઉત્પત્તિ રહિત હોવાથી નિત્ય વિદ્યમાન છે એટલે અનુત્પન્ન કહેવાય છે.
પ્રશ્ન-૧૦૬૦
-
જો નમસ્કાર સર્વદા વિદ્યમાન્ છે તો મિથ્યાત્વ દશામાં કેમ જણાતો
ઉત્તર-૧૦૬૦ - નમસ્કાર સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન છતાં અતિશય જ્ઞાની વિના બીજાઓ આવારક કર્મના સદ્ભાવે આત્મસ્વરૂપની જેમ તેને જાણી શકતા નથી. અર્થાત્ - જેમ આત્મસ્વરૂપ અમૂર્ત હોવાથી વિદ્યમાન છતાં કેવલી સિવાય કોઈ જોઈ શકતું નથી તેમ
Page #244
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૫
નમસ્કાર દ્રવ્યરૂપે મિથ્યાત્વદશામાં પણ વિદ્યમાન છે. જો સર્વથા અવિદ્યમાન હોય તો ખરશૃંગની જેમ પછીથી તે ઉત્પન્ન ન થાય. માત્ર કેવલજ્ઞાનાવરણથી આવૃત્ત હોવાથી છદ્મસ્થ જેમ તે નમસ્કારને તે રૂપે જોઈ શકતા નથી.
માટે આઘનૈગમનયના મતે સર્વ વસ્તુ સર્વદા સતુ હોવાથી નમસ્કાર અનુત્પન્ન છે.
વિશેષવાદી નયો:- ઉત્પાદ-વ્યય રહિત વસ્તુ આકાશ કુસુમની જેમ અસત્ છે. જે વસ્તુ વિદ્યમાન છે, તે સર્વ વસ્તુ ઘટની જેમ ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વભાવવાળી છે તેથી ઉત્પાદ-વ્યય રહિત અનુત્પન્ન નમસ્કાર માનવો બરાબર નથી. એટલે વસ્તુતઃ એવા નમસ્કારનો અભાવ હોવાથી બધા તેને હંમેશા જાણી શકતા નથી. પણ આવરણના ઉદયથી નમસ્કાર જણાતો નથી એવું ન કહેવાય.
પ્રશ્ન-૧૦૬૧ – તીર્થંકરાદિ ઉત્તમોત્તમ આત્માઓની ભક્તિ કરવી તે નમસ્કાર કહેવાય છે અને તે ભક્તિરૂપ નમસ્કાર તો સદા હોય જ છે ને?
ઉત્તર-૧૦૬૧ – એ જરૂરી નથી કારણ કે મિથ્યાત્વદશામાં તે ભક્તિ જણાતી નથી. એટલે એમ કહેવું એ પણ નિત્ય વિદ્યમાનતામાં વિરોધી છે. માટે ઉત્પન્ન નમસ્કાર છે પણ અનુત્પન્ન નથી એમ માનવું જ શ્રેષ્ઠ છે. આવરણની ફોગટ કલ્પના શા માટે કરવી ?
પ્રશ્ન-૧૦૬૨ – અનેક જીવોને આશ્રયીને નમસ્કાર સર્વકાળ છે, ભલે અહીં જણાતો નથી પણ પર સંતાનમાં તો વિદ્યમાન છે જ ને?
ઉત્તર-૧૦૬૨ – જો આ રીતે અન્ય સંતાનગત વસ્તુ અન્યની વિદ્યમાન છે એમ માનીએ તો ધનાદિ એવી કઈ વસ્તુ છે જે કોઈને અવિદ્યમાન ન હોય? મતલબ કે સર્વને અભાવ પ્રાપ્ત થાય, તથા સર્વ વસ્તુ સર્વને વિદ્યમાન થાય. એટલે ધનવાનના ધન વડે નિધન પણ ધનવાળો કહેવાય. કોઈપણ નિર્ધન ન કહેવાય. એ રીતે માનવાથી તેનું ફળ પણ ત્યાં વિદ્યમાન હોય છે.
અને આમ થવાથી એક ધનવાનનું ધન, તે સર્વ ગરીબોને પણ સામાન્યથી પ્રાપ્ત થાય, અથવા એક નમસ્કારવાળાનું અહંદાદિની ભક્તિનું ફળ, તે નમસ્કાર રહિત મિથ્યાત્વીઓને પણ સાધારણપણે પ્રાપ્ત થાય, તથા દાન-ધ્યાન-હિંસા-મૃષાવાદ વગેરે ક્રિયાનું ફળ તે સર્વને સાધારણ પ્રાપ્ત થાય, એટલે સુખ-દુઃખ, પુન્ય-પાપ વગેરે નહિ કરેલાનું આગમન થાય અને કરેલા પુન્ય-પાપાદિનો વિનાશ થાય.
પ્રશ્ન-૧૦૬૩ – તો અમે એમ કહીશું કે ભક્તિવાળા સમ્યગ્દષ્ટિ જીવોનો જે સંતાન પ્રવાહ છે, તેની અપેક્ષાએ નમસ્કાર નિત્ય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોનો સંતાન કદી પણ
ભાગ-૨/૧૬
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
વિચ્છેદ થતો નથી તેથી તે નિત્ય છે. જે નિત્ય છે તે આકાશની જેમ ઉત્પન્ન થતું નથી.” માટે નમસ્કાર અનુત્પન્ન છે પછી કોઈ વાંધો ખરો ?
૨૨૬
ઉત્તર-૧૦૬૩ – ના, એમ ન થાય, કેમકે એ રીતે પણ નમસ્કાર અનુત્પન્ન થતો નથી. જો કે સમ્યગ્દષ્ટિ જીવો તો અનિત્ય જ છે, મનુષ્યાદિ ભાવથી તેમનો ઉત્પાદ-વ્યય થાય છે તેથી સમ્યગ્દષ્ટિઓથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે. જે સંતાની છે, તે બીજાંકુરની જેમ ઉત્પન્ન થાય છે. તેથી અહીં પણ સમ્યગ્દષ્ટિ સંતાનીથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે, માટે તે અનુત્પન્ન નથી.
અથવા નમસ્કાર એ જ્ઞાનરૂપ હોય, ‘નમો અરિહંતાળું' વગેરે શબ્દરૂપ ન હોય, શિરોનમન-હાથ જોડવા – વગેરે કાયિક ક્રિયારૂપ હોય કે એ જ્ઞાનાદિ સંયોગરૂપ હોય. તો પણ તે નમસ્કાર અનુત્પન્ન કહી શકાય, કારણ કે જ્ઞાનાદિ ચારે વિકલ્પો ઉત્પાદાદિ ધર્મવાળા છે, માટે તે ઉત્પન્ન થાય છે એમ માનવું જ લાભદાયી છે.
નૈગમનય દ્વારા જ્ઞાનાદિ ચારે વિકલ્પોની નિત્યત્વની સિદ્ધિ :
(૧) જ્ઞાનની નિત્યતા :- નિત્ય જીવથી અભિન્ન હોવાથી જ્ઞાન પણ નિત્ય છે, તથા આકાશની જેમ ઉત્પાદાદિ ધર્મવાળું નથી. વળી “સવ્વનીવાળું પિ ય ાં અવવરસ્ત અનંતમા નિન્તુષાડિયો' સર્વ જીવોને અક્ષરનો - કેવળજ્ઞાનનો અનંતમો ભાગ હંમેશા ખુલ્લો છે. એમ શ્રુતમાં કહ્યું છે, તેથી આકાશની જેમ અનાવૃત્ત હોવાથી નિત્ય છે. અથવા અવગાહ જેમ આકાશનો ગુણ છે તેમ જ્ઞાન એ અરૂપી દ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે. અથવા તે પરમાણુની જેમ આવિર્ભાવ-તિરોભાવ ધર્મવાળું હોવાથી નિત્ય છે.
(૨) શબ્દની નિત્યત્વ સિદ્ધિ :- શબ્દનો ઉચ્ચાર બીજાને પ્રતીતિ કરાવનાર હોવાથી શબ્દ સદા નિત્ય છે. અર્થાત્, વક્તા જે શબ્દ બોલે છે તે માત્ર શબ્દ ન ઉત્પન્ન કરવા જ નહિ પરંતુ બીજાને પ્રતીતિ કરાવવા માટે બોલે છે. એટલે કે – જે બીજા માટે વપરાય તે વ્યાપારકાળની પૂર્વે પણ હોય છે. દા.ત. વૃક્ષ છેદવા વપરાતો કુંહાડો, વૃક્ષ છેદવાની ક્રિયાકાળ પહેલાં પણ હોય છે, તેમ અહીં પણ સમજવું. માટે શબ્દ સદા અવસ્થિત હોવાથી નિત્ય છે.
આ રીતે જ્ઞાનાદિની નિત્યતા સિદ્ધ થવાથી જ્ઞાનરૂપ નમસ્કાર પણ આઘનૈગમ નયના મતે અનુત્પન્ન-નિત્ય છે.
બીજા નયો દ્વારા જ્ઞાનાદિની અનિત્યતાની સિદ્ધિ :
જ્ઞાન જે કારણથી જીવથી અભિન્ન છે તે કારણથી તે ઉત્પન્ન થાય છે. કેમકે જીવો ઘણું કરીને દેવાદિ ભાવે ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અક્ષરનો અનંતમો ભાગ
Page #246
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૨૭
નિત્ય અનાવૃત્ત સૂત્રમાં કહ્યો છે તે સમ્યજ્ઞાનરૂપ અવિશિષ્ટ ભાગ કહ્યો છે. તેનો અહીં અધિકાર નથી. વળી અવગાહનાદિ ગુણો હોવાથી પત્રના નીલ-રક્તાદિ ગુણોની જેમ નમસ્કારાદિ જીવના ગુણો પણ ઉત્પાદાદિ ધર્મવાળા છે તથા અવગાહક વિના અવગાહ ન હોય. આકાશની સાથે જીવાદિનો જે સંયોગ તેને અવગાહ કહેવાય છે તે સંયોગ બે આંગળીના સંયોગથી જેમ અવશ્ય ઉત્પાદાદિ સ્વભાવવાળો છે. એ જ રીતે ગતિ ઉપકારાદિ ધર્માસ્તિકાયાદિના ગુણો પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા જાણવા. વળી ઘટાદિનો સંયોગ વર્ણગંધ વગેરે પર્યાયોથી આકાશ-પરમાણુ આદિ દ્રવ્ય એકાંતે ભિન્ન નથી. અભિન્ન છે. કેમકે પર્યાય નાશે તે દ્રવ્યનો પણ નાશ થાય છે માટે આકાશાદિ સર્વથા નિત્ય ન કહી શકાય. માટે શબ્દ નિત્ય નથી. કેમકે ઘટની જેમ તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે. પ્રયત્નથી ઉત્પન્ન થાય છે તે જ રીતે જ્ઞાન પણ ઘટની જેમ નિમિત્ત મળતાં ઉત્પન્ન થાય છે. તથા શબ્દ-શિરોનમનાદિ કાયક્રિયા અને તેનો જે દ્વિકાદિ સંયોગ નિત્યપણે કહેલો છે તે પણ સ્વસ્વનિમિત્તથી થાય છે. આ રીતે જ્ઞાનાઘાત્મક નમસ્કાર ઉત્પન્ન થાય છે.
જે વસ્તુ ઉત્પત્તિમાન હોય છે તે અવશ્ય નિમિત્તવાળી હોય છે એ નિયમ મુજબ અશુદ્ધ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે નયો નમસ્કારને ઉત્પત્તિમાન માનતા હોવાથી તેનાં ત્રણ કારણો છે (૧) સમુત્થાનથી એટલે કે નમસ્કારના આધારરૂપ દેહથી. (૨) વાચનાથી એટલે ગુરૂ સમીપે સાંભળવાથી. (૩) લબ્ધિથી એટલે તદાવરણીય કર્મના ક્ષયોપમથી એમ ત્રણ કારણથી વિશેષગ્રાહી નૈગમ-સંગ્રહ અને વ્યવહારનયની અપેક્ષાએ નમસ્કાર ઉત્પન્ન થાય છે.
(૧) સમુત્થાન :- “સમ્યક્ સંગત વોત્તિષ્ઠતિ ખાયતેઽસ્માવિતિ સમુત્થાનમ્' શરીર જ સમુત્થાન છે તે જ નમસ્કારનું નિમિત્ત છે.
પ્રશ્ન-૧૦૬૪ – જ્યારે એ અન્ય ભવમાં જ સ્વાવરણનાક્ષયથી ઉત્પન્ન થાય ત્યારે એના આ દેહ હેતુ કઈ રીતે ?
=
ઉત્તર-૧૦૬૪ – પૂર્વભવમાં ઉત્પન્ન નમસ્કારનો પણ આભવશરીર સમુત્થાન કારણ બને છે. તે એના ભાવથી ભાવિત હોવાથી. જેમકે, ભવપ્રત્યય અવધિ તીર્થંકરાદિ સંબંધિ પૂર્વે ઉત્પન્ન થયેલો પણ આ ભવના શરીર વિના નથી થતો. તેથી આ ભવનું શરીર તેનું સમુત્થાન જ છે. એમ નમસ્કારનું પણ સમજવું. જેમ પૂર્વોત્પન્ન ઘટાદિનું દિપ દ્વારા અભિવ્યંજન થાય છે. એમ પૂર્વોત્પન્ન નમસ્કાર આ ભવના દેહથી અભિવ્યંજન થાય છે. એટલે એ તેનું નિમિત્ત ગણાય છે.
પ્રશ્ન-૧૦૬૫ અપાન્તરાલવર્તી કારણાન્તરથી કરેલા ઉપકારથી વિમુખ-નિરપેક્ષ હોવાથી એટલે કે અનંતર કારણ હોવાથી સ્વવીર્ય નમસ્કારનું સમુત્થાન કારણ કેમ નહિ ?
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૦૬૫ – ના, વ્યાભિચાર આવતો હોવાથી તે નમસ્કારના અનંતર કારણ તરીકે ઘટતું નથી. કારણ કે તે અવસ્થામાં વિદ્યમાનવીર્ય છતાં કોઈએ પણ પ્રાપ્ત કરેલો છતો નમસ્કાર સ્વાવરણોદયથી ફરીથી ભ્રષ્ટ થાય છે, ખરી જાય છે અને ખરી પડેલો પણ ક્યારેક સ્વાવરણના ક્ષયોપશમથી ફરીથી પ્રાપ્ત થાય છે. તેથી તદવસ્થ વીર્ય છતાં પતિત-પ્રાપ્ત નમસ્કારનો વિષય છતાં એવું જણાય છે કે લબ્ધિ સિવાય બીજું કોઈપણ વીર્ય નમસ્કારનું કારણ નથી, વ્યભિચાર આવે છે. અને વ્યભિચારિ નમસ્કાર તેના અન્વય-વ્યતિરિકને અનુસરતો નથી. અને લબ્ધિ તેનું અવ્યભિચારિ કારણ છે. એટલે નમસ્કાર તેના અન્વયતિરિકને અનુસરે છે.
(૨) વાચના:- અન્ય-ગુરુ પાસેથી સાંભળવું, જાણવું અને પરોપદેશ તે વાચના
(૩) લબ્ધિ - વાચના પછી નમસ્કારનો જે સ્વયંલાભ થાય છે. તે લબ્ધિ કહેવાય છે. તે નમસ્કાર આવરણના ક્ષયોપશમથી થાય છે.
પ્રશ્ન-૧૦૬૬ – તદાવરણક્ષયોપશમ જ અન્યત્ર લબ્ધિ પ્રસિદ્ધ છે. તો અહીં તેના કાર્યભૂત નમસ્કારલાભ લબ્ધિ તરીકે કઈ રીતે કહેવાય છે. પ્રસ્તુતમાં નમસ્કારના કારણથી જ વિચારણા ચાલે છે અને યથોક્તા લબ્ધિ જ નમસ્કારનું કારણ છે ને?
ઉત્તર-૧૦૬૬ – સાચું, પરંતુ તત્કાર્યભૂત પણ નમસ્કારલાભ અહીં લબ્ધિ કહ્યો છે તે કાર્યમાં કારણના ઉપચારથી છે આ પ્રથમ ત્રણ નયોના મતે નમસ્કારનું કારણ માનવું.
ઋજુસૂત્ર નયમતે ૨ પ્રકારે કારણ છે- (૧) જો પૂર્વભવે જ ઉત્પન્ન થયેલો નમસ્કાર હોય તો આ ભવ દેહલક્ષણ સમુત્થાન તેનું શું કરે? કાંઈ નહિ કારણ કે, ઉત્પન્નની કારણ અપેક્ષા ઘટતી નથી (૨) હવે જો આ ભવે નમસ્કાર ઉત્પન્ન થાય તો જે તેનું કારણ છે તે વાચનાલબ્ધિથી ભિન્ન કાંઈ દેખાતું નથી એટલે આ બે પ્રકારનું જ તેનું કારણ છે. કારણ કે નમસ્કારનો લાભ અન્યથી થાય કે સ્વયં થાય? જો અન્યાયી થાય તો ગુરુઉપદેશરૂપ વાચના જ ત્યાં કારણ છે તથા જો સ્વયં થાય તો તદાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિ જ ત્યાં કારણ હોય છે. અને જે પર દ્વારા કે સ્વયં ઉત્પન્ન થતું નથી તે ખરશંગ જેવું અવસ્તુ જ છે. કારણ કે, વસ્તુની ઉત્પત્તિમાં યશોક્ત બે પ્રકાર જ સંભવે છે. અનુત્પન્ન તો અવસ્તુ છે તો પછી વાચના-લબ્ધિથી અલગ આ સમુત્થાન વળી શું છે કે જે સ્વયં-પરથી અનુત્પન્ન અવસ્તુનું કારણ થાય?
પ્રશ્ન-૧૦૬૭ – પરભવે ઉત્પન્ન નમસ્કારનું આ ભવમાં સ્વતઃ કે પરતઃ અનુત્પન્ન એવા તેની અભિવ્યક્તિરૂપ ઉત્પત્તિનું કારણ સમુત્થાન થાય શું વાંધો છે?
Page #248
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૦૬૭ – ના, કારણ કે અહીં અતીત ઉત્પાદક્રિયાવાળી વસ્તુ અતીત માન્ય છે. એટલે પૂર્વભવમાં અતીત ઉત્પાદક્રિયા અતીત નમસ્કારરૂપ વસ્તુ આ ભવમાં ક્રિયાના ઉપરમથી કરેલા ઘટની જેમ ફરી ઉત્પન્ન થતી. નથી જેની ઉત્પત્તિ ક્રિયા ઉપરત છે તે ફરી ઉત્પન્ન ન થાય. જેમકે પહેલાં કરેલો ઘટ. ઉપરત ઉત્પત્તિક્રિયાવાળો પૂર્વભવોત્પન્ન નમસ્કાર ઇષ્ટ છે એટલે આ ભવે ફરી ઉત્પન્ન થયો નથી. હવે જો પૂર્વે કરેલું પણ ફરી કરાય તો વારંવાર નિત્ય કરાય. એટલે ક૨ણક્રિયાનો અંત ક્યાં ? એટલે જ જે અહીં ઉત્પન્ન થાય છે તે પૂર્વોત્પન્ન નથી એવું સામર્થ્યથી કહ્યું છે.
૨૨૯
હવે જો પૂર્વોત્પન્ન થાય, તોય તારા પક્ષની સિદ્ધિ છે. જો નમસ્કારનો પૂર્વજન્મમાં ઉત્પાદ થાય, તોય લબ્ધિ-વાચનાથી ભિન્ન સમુત્થાન કારણથી નમસ્કાર ઉત્પન્ન થતો નથી કારણ કે, પૂર્વભવના વિષયમાં પણ તને પૂછીએ છીએ કે નમસ્કારનો લાભ સ્વયં કે પરથી થાય છે ? જો સ્વયં, તો લબ્ધિ જ કારણ છે. જો પરતઃ તો વાચના આ બે સિવાય સમુત્થાનરૂપ કોઈ કારણ અમને જણાતું નથી. માટે વાચના અને લબ્ધિ એ બે જ નમસ્કારના કારણ છે. એવો ઋજુસૂત્ર નયનો મત છે.
શબ્દાદિ નયમત :- જે કારણથી ભારેકર્મી પ્રાણી ગુરુપાસેથી વાચના મળતા છતા નમસ્કાર પ્રાપ્ત કરતો નથી, લઘુકર્મી જીવ વાચના વિના પણ તદાવરણ ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત કરે છે, તેથી વાચના નમસ્કારોત્પત્તિમાં વ્યભિચારિ છે. એટલે તદાવરણ ક્ષયોપશમ રૂપ લબ્ધિ જ તેનો હેતુ છે. વાચના નહિ. જો ઋજુસૂત્ર કોઈપણ રીતે એમ બોલે કે મતિજ્ઞાનાવરણાદિ કર્મક્ષયોપશમથી વાચના ઉત્પન્ન થાય છે. એટલે તેના ક્ષયોપશમજન્ય નમસ્કારનું પરંપરાએ વાચના પણ કારણ બને છે તો તે મતિજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી જન્મ તે વાચના અનૈકાન્તિકી થઈ. કારણ કે, ગુરુકર્મીઓને વાચનાથી પણ યથોક્ત ક્ષયોપશમ દેખાતો નથી.
પ્રશ્ન-૧૦૬૮
માનો કે કોઈને વાચનાથી કર્મનો ક્ષયોપશમ થતો દેખાય છે તેને આશ્રયીને વાચના નમસ્કારનું કારણ બનશે ને ?
-
ઉત્તર-૧૦૬૮ – તે ઘટતું નથી, કેમકે જે જીવનો તે મતિજ્ઞાનાવરણાદિ કર્મ ક્ષયોપશમ વાચના નિમિત્ત દેખાય છે. તેનું પણ તે વાચના યથોક્ત ક્ષયોપશમ નિમત્ત છે. નહિ કે નમસ્કારના કારણ તરીકે વાચના ઘટે. અર્થાત્ આ રીતે પણ મતિજ્ઞાનાદિ ક્ષયોપશમ પછી જ નમસ્કાર ઉત્પન્ન થાય છે. એટલે એ જ તેનું કારણ થાય છે. વાચના નહિ, તે યથોક્ત ક્ષયોપશમજનક તરીકે અન્ય કારણ છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦૬૯ – વાચના કારણરૂપ એવા યથોક્તક્ષયોપશમની ઉપકારક છે એટલે કારણનું કારણ હોવાથી એને નમસ્કારનું કારણ માનો?
ઉત્તર-૧૦૬૯ – તો પ્રાયઃ સર્વ ક્ષિતિ-શયા-અસન-આહાર-વસ્ત્ર-પાત્રાદિ બાહ્ય વસ્તુ નમસ્કારના કારણ એવા યથોક્ત ક્ષયોપશમનું ઉપકારી હોવાથી પરંપરાથી નમસ્કારનું કારણ થાય છે. એટલે વાચના લક્ષણ શબ્દ માત્રમાં તેના કારણત્વનો નિયમ કેવો? એટલે પરંપરાથી સર્વ બાહ્ય વસ્તુ નમસ્કારના કારણમાં ઉપકારી છતાં જે અત્યંત નજીકની વાચના લક્ષણ વસ્તુ છે તે જ આસન્ન ઉપકારી હોઈ તેનું કારણ માન. જો એમ ન માને તો વાચના માત્ર નમસ્કાર છે એવો તારો નિયમ અસિદ્ધ થાય છે. કારણ કે ક્ષિતિ આદિ પણ પૂર્વોક્ત નીતિથી તેનું કારણ બને છે.
આ રીતે પ્રથમ ત્રણ નયોનું ત્રિવિધ કારણ, ઋજુસૂત્રનું બે પ્રકારનું કારણ અને શબ્દનો તો એક લબ્ધિને જ નમસ્કારનું કારણ માને છે.
નિક્ષેપ દ્વાર - નમસ્કારનો નિક્ષેપ ચાર પ્રકારે થાય છે. (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવનમસ્કાર.
નમસ્કાર-નમસ્કારવાનું ના અભેદ ઉપચારથી નિતવાદિ દ્રવ્ય નમસ્કાર છે. આદિ શબ્દથી દ્રવ્ય માટે જે વિદ્યા-મંત્ર દેવાતાદિનો નમસ્કાર કરાય છે તે પણ દ્રવ્ય નમસ્કાર. અપ્રાધાન્યથી નિદ્વવાદિનમસ્કાર દ્રવ્ય છે. કારણ કે તેઓ મિથ્યાત્વાદિથી કલુષિત છે. ભાવ નમસ્કાર સમ્યગ્દષ્ટિ જીવો જે ઉપયોગવાળા અરિહંતાદિને કરે છે તે.
પદદ્વારઃ- જેના વડે અર્થ જણાય તેને પદ કહેવાય છે. તે પદ પાંચ પ્રકારે છે (૧) નામિક (અશ્વ) (૨) નૈપાતિક (ખલ) (૩) ઔપસર્ગિક (પરિ) (૪) આખ્યાતિક (ધાવતિ) (૫) મિશ્ર (સંયત). એમાંથી અહીં નૈપાતિકનો અધિકાર છે.
નિપતિ-અહંદાદિ પદોનાં આદિ-પર્યત-નિપાત. તેથી બનેલું નૈપાતિક નમઃ પદ
પદાર્થ ધાર - દ્રવ્ય-ભાવ સંકોચન પદાર્થ નમોડર્દઃ ઉત્પાદિમાં જે નમઃ પદ છે તેનો અર્થ તે પૂજાલક્ષણ દ્રવ્યસંકોચન-હાથ-મસ્તક-પગાદિ સંકોચન, ભાવ સંકોચન-વિશુદ્ધમનનું અહંદાદિગુણોમાં પ્રવેશ, એમાં ૪ ભાંગા થાય છે (૧) દ્રવ્ય સંકોચ-ન ભાવ સંકોચ, પાલકાદિ, (૨) ભાવસંકોચ-ન દ્રવ્ય સંકોચ, અનુતરદેવાદિ (૩) દ્રવ્યસંકોચ-ભાવસંકોચશાંબકમારાદિ (૪) નદ્રવ્યસંકોચ-ન ભાવસંકોચ-શૂન્ય. ગ્રં.૨૪૦૦oll
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૧
ગુજરાતી પ્રશ્નોત્તર
નામાદિ નમસ્કારનો નયો દ્વારા વિચાર :
શબ્દાદિ ત્રણ નવો શુદ્ધ હોવાથી ભાવ નમસ્કારને જ માને છે તથા ઋજુસૂત્ર સુધીના બાકીના ચાર નવો અશુદ્ધ હોવાથી નામાદિ ચારે પ્રકારના નમસ્કારને ઈચ્છે છે. કેટલાક આચાર્યોના અભિપ્રાયથી સદ્દભાવ સ્થાપના અને અસભાવ સ્થાપના ફક્ત સાંકેતિક નામમાત્ર હોવાથી તેનો નામમાં જ અંતભવ થાય છે, તેથી સ્થાપના વિનાના બાકીના ત્રણ નિક્ષેપોને સંગ્રહ તથા વ્યવહાર ન માને છે, ઋજુસૂત્ર નય દ્રવ્ય અને સ્થાપના વિનાના બાકીના બે નામ તથા ભાવ નિક્ષેપને માને છે, તેઓની આ માન્યતા અયોગ્ય છે, કેમકે ઋજુસૂત્ર નયદ્રવ્યને ઈચ્છે છે પણ તે જુદું નથી ઈચ્છતો. અનુયોગદ્વારમાં કહ્યું છે - “૩નુસુયર્સ ને મધુવન્ને ગામો અને વ્યાવસ્મણ પુત્ત નેચ્છ” તેના મતે “અનુપયોગી એવા એક આગમથી દ્રવ્યાવશ્યક ભિન્ન નથી મનાતો.”
વળી, આ નય સ્થાપના નિક્ષેપને પણ માને છે. કેમકે પિડાવસ્થામાં તેવા પ્રકારનાં કડાંકેયૂરાદિ આકાર રહિત સુવર્ણાદિ દ્રવ્યને, તથાવિધ કેયૂરાદિ પર્યાયરૂપ ભાવહેતુક હોવાથી માને છે, તો પછી વિશિષ્ટ ઈન્દ્રાદિ આકારયુક્ત સ્થાપના જે ઈન્દ્રાદિ અભિપ્રાયના કારણભૂત છે, તેને કેમ ન માને ? માને જ.
સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના સિવાય ત્રણ નિપાને માને છે. એવું માનનારાને અમે કહીએ છીએ કે – સાંગ્રહિક અથવા અસાંગ્રહિક સર્વનૈગમનય વિવાદ રહિત સ્થાપનાને ઈચ્છે છે. તેમાં સંગ્રહનય માનનાર સાગ્રહિક નૈગમ સામાન્યવાદી છે અને વ્યવહારનય માનનાર અસાંગ્રહિક નૈગમ વિશેષવાદી છે. સંગ્રહનયાનુસારી સાંગ્રહિક નૈગમ જેમ સ્થાપનાને ઈચ્છે છે તેમ સંગ્રહનય પણ સ્થાપનાને ઈચ્છે છે. એટલે સંગ્રહનયને સ્થાપનાનો નિષેધ નથી એમ નહી કહી શકાય. કેમકે એ રીતે તો વ્યવહાર નયને પણ અસાંગ્રહિક નૈગમનયથી વિશેષવાદી હોવાથી સ્થાપના માનશે જ, પણ “સ્થાપના સિવાયના ત્રણ નિક્ષેપો જ સંગ્રહ તથા વ્યવહારનય માને છે.” એ કથનથી વ્યવહારનયને સ્થાપનાનો નિષેધ જણાવ્યો છે. . પ્રશ્ન-૧૦૭૦ – ભલે, સંપૂર્ણ નૈિગમ સ્થાપનાને ઈચ્છે છે પણ સાંગ્રહિક-અસાંગ્રહિકના ભેદથી નથી ઈચ્છતો એટલે સંગ્રહ અને વ્યવહાર પણ સ્થાપનાને નથી માનતા એમ કહો ને?
ઉત્તર-૧૦૭૦ – ભલે આ બંને નયો એક-બીજાની અપેક્ષા વિના સ્થાપના ન માને, પણ બંને સાથે મળીને નૈગમરૂપ હોવાથી સ્થાપના માનશે જ, કેમકે તે પ્રત્યેક નૈગમથી જુદા નથી. તથા સંગ્રહ અને વ્યવહારમાં નૈગમનયનો સમાવેશ કહેલો છે. તે રીતે પણ સંગ્રહવ્યવહારનય સ્થાપનાને માને છે. આમ સ્થાપના-સામાન્ય અને સ્થાપના-વિશેષ રીતે માનવું
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ સર્વથા એ બે નયો નથી માનતા એમ ન કહેવું. કારણ કે સામાન્યાદિ વિશિષ્ટ બહુપ્રકારના બાહ્ય વસ્તુધર્મને ઋજુસૂત્ર સુધીના ચાર નવો ઈચ્છે છે, એટલે નયોને ચારે નિક્ષેપા માન્ય છે.
પ્રરૂપણા દ્વાર :- ૨ પ્રકારે છે. પર્ પદ-ષટ્યકાર અને નવ પ્રકારે, “ર” શબ્દથી પંચપદા અને ચતુષ્પદા પણ છે.
૧. ષષ્ફદા :- નમો પદ () વિંજ (૨) વસ્ય () ન વા (8) 5 વા (૫) વિર (૬) તિવિધ:
હિં દ્વાર :- સામાન્યથી અવિશુદ્ધનૈગમાદિ નયોનો જીવ-તજ્ઞાનલબ્ધિયુક્ત કે યોગ્ય નમસ્કાર શબ્દાદિ શુદ્ધનયમત-જીવ-તત્પરિણત અર્થાત્ નમસ્કાર પરિણામથી પરિણત જ નમસ્કાર છે.
નમસ્કાર જીવ કે અજીવ? તેમાંય ગુણ કે દ્રવ્ય? નૈગમાદિ અવિશુદ્ધ નયો જીવ માને છે અને તે જીવ સંગ્રહનય અપેક્ષાએ અવિશિષ્ટ પંચાસ્તિકાયમય સ્કંધ ન થાય, તેઓ કહે છે. પુરુષ પર્વ નિ સર્વ વત્ ભૂત યન્ત પાચં વગેરે, તથા સંગ્રહનય વિશેષાપેક્ષાએ જ અવિશિષ્ટ ગ્રામ ન થાય. એટલે નોસ્કંધ, નોગ્રામ પંચાસ્તિકાયમય સ્કંધનો એક દેશ હોવાથી અને દેશવચન હોવાથી નો શબ્દ નો સ્કંધ જીવ નમસ્કાર છે તથા ૧૪ વિદ્યભૂતગ્રામનો એક દેશ અને નોશબ્દ દેશવચન હોવાથી નોગ્રામરૂપ પ્રતિનિયત કોઈ પણ જીવ નમસ્કાર છે.
પ્રશ્ન-૧૦૭૧ – નમસ્કાર જીવ કેમ અજીવ કેમ નહિ?
ઉત્તર-૧૦૭૧ – કારણ, જીવ જ્ઞાનમય છે. અને તે કારણથી નમસ્કાર શ્રુતજ્ઞાનરૂપ છે. અને જ્ઞાનથી જીવ આવ્યતિરિક્ત છે. તેથી નમસ્કાર જીવ જ છે, અજીવ નહિ. અજીવ જ્ઞાનશૂન્ય છે.
પ્રશ્ન-૧૦૭૨ - નમસ્કાર ભલે જીવ હોય પરંતુ એ નોસ્કંધ-નોગ્રામ કઈ રીતે?
ઉત્તર-૧૦૭૨ - સર્વે પંચાસ્તિકાયમયથી બનેલ પરિપૂર્ણ અંધ કહેવાય છે. અને નમસ્કારવાનું જીવ તેનો એક દેશ છે. નમસ્કાર અને તદ્દાનનો અભેદ ઉપાચર હોવાથી નમસ્કાર પણ તકદેશ છે. નો શબ્દ દેશ પ્રતિષેધ વચન છે. તેથી સ્કંધનો એક દેશ જીવ અને અભેદ ઉપચારથી નમસ્કાર નો સ્કંધ છે. અને એકેન્દ્રિયાદિ ૧૪ પ્રકારનો ભૂતગ્રામ ગ્રામ કહેવાય છે. તેનો એક દેશ છે. તેથી એ નમસ્કારવાનું દેવ-મનુષ્યાદિ જીવ અભેદ ઉપચારથી નમસ્કાર પણ તેનો એક દેશ છે એટલે એ પણ નોગ્રામ કહેવાય છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૩
નમસ્કાર પરિણામથી પરિણત જ જ્યારે જીવ થાય છે ત્યારે એ શબ્દાદિ ત્રણ નયોના મતે નમસ્કાર કહેવાય છે. શેષ નયો તો અનુપયુક્ત નમસ્કારવાળો હોય તો પણ જો લબ્ધિયુકક્ત હોય અથવા નમસ્કારને યોગ્ય હોય તેવો જીવ પણ નમસ્કાર કહે છે.
પ્રશ્ન-૧૦૭૩ – નયમતે નમસ્કાર એક અને અનેક કઈ રીતે જાણવો?
ઉત્તર-૧૦૭૩ – વ્યવહારનય એક નમસ્કારવાળા જીવને એક નમસ્કાર માને છે. અને ઘણા હોય તો ઘણા નમસ્કાર માને છે. ઋજુસૂત્રાદિ-બહુત્વ માનતા નથી વર્તમાનકાળવર્તી એક પોતાની વસ્તુને જ વસ્તુ માને છે તેથી જ પ્રત્યેક-પ્રત્યેક નમસ્કાર માને છે.
વચ્ચે દ્વાર - નમસ્કારના પ્રતિપદ્યમાનક એક કે અનેક જીવો હોય છે એમ સંગ્રહ સિવાયના સર્વ નયો માને છે. પૂર્વ પ્રતિતપન્ના નિયમો અનેક તેમને ઈષ્ટ છે. કારણ કે ચારેય ગતિમાં અસંખ્ય સમ્યગ્દષ્ટિઓને તે પૂર્વપ્રતિપન્ન સદા મળે છે. સંગ્રહનય તો સામાન્યવાદી હોવાથી ઉભયપક્ષમાં બહુત સર્વત્ર માનતો નથી.
પ્રશ્ન-૧૦૭૪ - જીવસ્વામિક છતે શું નમસ્કાર્ય જીવસ્વામિક નમસ્કાર છે કે નમસ્કÚજીવ સ્વામિક નમસ્કાર છે?
ઉત્તર-૧૦૭૪ – નૈગમ-વ્યવહારનયો-પૂજ્ય એવા નમસ્કાર યોગ્ય ને નમસ્કાર છે એવું માને છે તેના કર્તાનો નથી; કારણ કે તે પૂજ્યને જ સમ્યફ રીતે અપાય છે. લોકમાં પણ કહેવાય છે કે કોની ભિક્ષા? યતિની, નહિ કે દાતાની. એમ અહીં પણ સમજવું.
અથવા નમસ્કાર પૂજ્યના વિષયમાં આ પૂજ્ય છે એવો પ્રત્યય ઉત્પન્ન કરે છે એટલે પૂજયનો પર્યાય નમસ્કાર છે, જેમકે ઘટમાં ઘટપ્રત્યયજનક હોવાથી તેના પર્યાયો-તરૂપ વગેરે ઘટના હેતુ હોવાથી ઘટના પર્યાયો છે.
અથવા બીજો હેતુ તહેતુમવાન્ નમસ્કારની ઉત્પત્તિનો હેતુ હોવાથી. જેમકે, ઘટવિજ્ઞાનઅભિધાન અર્થાત્ નમસ્કાર્ય એવા અહેદ્ આદિ દેખાતાં ભવ્યજીવને વિશિષ્ટ ઉલ્લાસથી નમસ્કાર કરણ અભિપ્રાય ઉત્પન્ન થાય છે. તેથી નમસ્કાર્ય નમસ્કારનો હેતુ છે. એટલે નમસ્કાર્યનો જ પર્યાય નમસ્કાર છે, જેમ ઘટ વિજ્ઞાન-અભિધાન ઘટના પર્યાય હોવાથી ઘટ હેતુઓ છે.
અથવા - જે કારણથી તે નમસ્કારકર્તા જ તે નમસ્કાર્ય અહંદાદિના સેવકભાવને પ્રાપ્ત થયેલો છે. તેથી નમસ્કારક્તની નમસ્કારમાં શું ચિંતા-મમત્વ? નમસ્કાર તો દૂરની વાત છે. તેનો આત્મા પણ પોતાનો નથી. સમર્પણથી જેમકે દાસ-ગધેડો, દાસ ખરીદયો એટલે તેને
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ખરીદેલો ગધેડો પણ માલિકનો જ કહેવાય. એમ અહીં પણ નમસ્કારકર્તા ખર જેવો નમસ્કાર દાસ જેવો છે એટલે એ બંને નમસ્કાર્ય અહંદાદિના જ છે.
પૂજ્ય વસ્તુ ૨ પ્રકારની છે. જીવ રૂપ જિનાદિ, અજીવરૂપ જિનપ્રતિમાદિ. આ જીવઅજીવ બે પદના એક વચન-બહુવચનથી ૮ ભાંગા થાય છે. (૧) જીવનું (૨) અજીવનું (૩) જીવોનું (૪) અજીવોનું (૫) જીવ-અજીવનું (૬) જીવનું-અજીવોનું (૭) જીવોનું-અજીવનું (૮) જીવો-અજીવોનું-આ આઠેયના અનુક્રમે ઉદાહરણો-જિનનું, જિનપ્રતિમાનું, યતિઓનું, પ્રતિમાઓનું, યતિ-બિબનું, યતિ-પ્રતિમાઓનું, યતિઓ-બિબનું, યતિઓ-પ્રતિમાઓનુંનૈગમ-વ્યવહારનય મતે.
સંગ્રહનય નમસ્કારને જીવાજીવવિશેષણ રહિત એક જ અવિશિષ્ટ સત્તામાત્રરૂપના સંબંધિ તરીકે નમસ્કારને માને છે, જીવ કે અજીવનો સ્વ કે પરનો, નમસ્કારનું આવું વિશેષણ કરતાં અભિન્ન એવો એ આ ભેદોથી નમસ્કારને વિશેષ કરતો નથી પરંતુ સામાન્ય માત્ર ગ્રાહી હોવાથી સામાન્યમાત્રના જ નમસ્કારને એ માને છે.
પ્રશ્ન-૧૦૭૫ – ભલે માને, પણ નમઃશબ્દરૂપ નમસ્કારને એ સ્વસ્વરૂપથી આધારાદિભેદથી ભિન્ન માને છે કે અભિન્ન
ઉત્તર-૧૦૭૫ – નમસ્કાર સામાન્યમાત્ર આધારાદિ ભેદમાં પણ સદા તે સંગ્રહનય અભેદ ઇચ્છે છે. કારણ તે સર્વતઃ સામાન્ય માત્ર પ્રાણી છે એટલે સર્વત્ર એક જ માને છે. અથવા “જીવનો નમસ્કાર” એવો ષષ્ઠીથી ભેદનિર્દેશ મૂળથી સંગ્રહ નથી જ માનતો તો એને આ સ્વામિત્વચિન્તાથી શું? સંગ્રહનય જીવ એ જ નમસ્કાર એવી સમાનાધિકરણતા જ કહે છે. જીવસ્ય નમસ્કાર એવી વ્યધિકરણતા ઇચ્છતો નથી, કારણ, જીવ-નમસ્કારાદિ સર્વ અર્થો અભેદ છે.
ઋજુસૂત્રનય :- નમસ્કાર ત્રણ રીતે થઈ શકે. જ્ઞાન-ઉપોયગરૂપ-શબ્દ નમોડર્રદ્ધયઃ ઈત્યાદિ કે ક્રિયા-શિરોનમનાદિરૂપ તેથી સર્વ પ્રકારે તે કર્યા વિના અન્યને ઘટતો નથી. એટલે નમસ્કાર કરનાર જ સ્વામી ઘટે છે. નહિ કે નમસ્કાર્ય. કારણ કે જો જ્ઞાન-નમસ્કાર તો ગુણ તરીકે તે નમસ્કર્તા જીવથી અનન્ય છે. તેથી પૂજ્ય એવા અન્ય અહંદાદિ સંબંધિ કહી શકાય કઈ રીતે? અથવા ચલો માની લીધું કે તે પૂજ્યનો છે. તો પણ જીવરહિત પ્રતિમાનો કઈ રીતે થાય? એમ શબ્દ અને ક્રિયારૂપ નમસ્કાર પણ, શબ્દ અને ક્રિયાવાળાના ધર્મ છે અને તે દ્રવ્યાંતર સંચારી નથી એટલે પૂજ્ય-નમસ્કાર્યનો નમસ્કાર નથી.
Page #254
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૫
પૂજકે કરેલ નમસ્કાર પૂજયનો માનવામાં ઘણા દોષો આવે છે. કૃતનાશ-અકૃતાગમએકત્વ-સંકરાદિ. જેનું કૃત છે તેના અસ્વીકારથી કૃતનાશ, જેને નથી કર્યું તેને માનવાથી અકૃતાગમ બંનેનો અભિન્ન નમસ્કાર ધર્મક હોવાથી એકત્વ કે સંકર દોષ આવે છે.
પ્રશ્ન-૧૦૭૬ – જો પૂજકથી ભિન્ન પૂજનીયનો પૂજક છતાં સ્વામિભાવથી તે નમસ્કાર થાય તો શું દોષ? ધર્મના દ્રવ્યાંતર નૈગમાદિ સંચરણનો સ્વીકાર કરવાથી કોઈ દોષ નથી કેમકે દેવદત્તની ગાય તેને છોડીને અન્ય સ્થાને રહેલી છે છતાં તેનો સ્વામી તો દેવદત્ત જ છે ને?
ઉત્તર-૧૦૭૬ – અન્યત્ર રહેલ ગવાદિક દ્રવ્યના વિષયમાં અન્યત્ર રહેલ દેવદત્તનો “આ એનું” એવો સ્વામિત્વ વ્યપદેશ ઘટે. પણ ગુણમાં ન ઘટે. પટનું શુકલત્વ-શુક્લગુણ દેવદત્તનું ગણાતું નથી. જો ગણવા જઈએ તો યા તો સાંકર્ય થાય અથવા એકત્વ.
પ્રશ્ન-૧૦૭૭ – ગુણોમાં પણ આ ન્યાય દેખાય જ છે ને! જેમકે અન્ય આધાર એવો દેવદત્ત સંબંધિ પટાદિગત શુકલાદિ ગુણો દેવદત્તના કહેવાય છે એટલે તેમાં તેનું સ્વામિત્વ નિવારી ન શકાય. કેમકે, તે પોતાના પટાદિમાં રહેલા શુક્લાદિગુણો દેવદત્ત ભોગવે જ છે. જેમ સ્વગુણો રૂપાદિનો સ્વામી દેવદત્ત છે તેમ પૂજકમાં રહેલ નમસ્કારનો જો પૂજ્ય સ્વામિ થાય તો શું દોષ છે?
ઉત્તર-૧૦૭૭ – એ રીતે પણ તે નમસ્કાર પૂજયને યોગ્ય નથી, પૂજ્યને પરની પાસે રહેલ ધનની જેમ તેનું ફળ જે સ્વર્ગાદિ છે તેનો અભાવ છે. પરંતુ સ્વગદિફળ એનાથી મળતું હોવાથી એ નમસ્કાર પૂજકને કહો તે બરાબર ઘટે છે જેમકે પોતાની પાસે રહેલું ધન જેમ પોતાને ફળદાયી બને છે.
પ્રશ્ન-૧૦૭૮- પૂજ્યનું જ પૂજા લક્ષણ ફળ પ્રત્યક્ષથી જણાય છે અને પૂજકને તે નથી જણાતું તેથી તનામાવા એ હેતુ અશુદ્ધ છે. એવું નૈગમાદિ નયવાદિઓ માને તો?
ઉત્તર-૧૦૭૮- ના. તે પૂજ્યનું પૂજાલક્ષણ ફલ નથી. આકાશ વતુ, અનુપજીવીવાત્ જે જેનો અનુપજીવી હોય તે તેનું ફળ નથી, બળતા અગુરુ-કપૂરાદિના ધૂમાડાથી ફેલાતી સુગંધાદિ જેમ આકાશનું ફળ થતું નથી. પરંતુ તેના ઉપજીવક દેવદત્તાદિનું જ થાય છે, વીતરાગ એ પૂજાના અનુપજીવી છે એટલે તે તેનું ફળ નથી પણ પૂજકનું જ છે. આ નમસ્કાર દષ્ટફલાર્થ નથી કે પૂજયના ઉપકાર માટે પણ નથી. પરંતુ અનંતર ફળ આ નમસ્કારનું પરિણામ વિશુદ્ધિ અને પરંપરા ફળ સ્વર્ગ-મોક્ષાદિ છે. તે પરિણામશુદ્ધિ અને સ્વર્ગાદિ ફળ પૂજા કરતા પૂજકને જ થાય છે, નહિ કે પૂજ્યને. તેથી તે નમસ્કારકર્તાનો જ નમસ્કાર છે નમસ્કાર્યનો નહિ.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
कर्तुरेवाधीनत्वात्, तदधीनत्वं च (१) तेनैव क्रियमाणत्वात् । तथा (२) तद्गुणत्वात्, જ્ઞાન-શબ્દ ક્રિયારૂપે નમસ્કાર કર્તાનો ગુણ હોવાથી તથા નમસ્કારના ફલ સ્વર્ગાદિના (૩) ૩૫મીકાત્ તે નમસ્કારનો કારણભૂત કર્મક્ષયોપશમ તેના કર્તામાં જ (૪) સતાવત્ અને કારણના ત્યાગે કાર્યનો અન્યત્ર યોગ નથી. તથા તોપતિ (પ) તત્પરિણામરૂપત્તાત્
શબ્દાદિનયો:- શબ્દનય મતે નમસ્કાર ઉપયોગરૂપ જ્ઞાન જ છે. શબ્દ-ક્રિયા નહિ. તેથી વિશેષથી જ નમસ્કારને તેઓ બાહ્ય-પૂજ્ય જીનેન્દ્રાદિ કે તેમની પ્રતિમાદિનો તે નમસ્કાર ઇચ્છતા નથી. પણ તેના ઉપયોગવાળા અંતરંગ પૂજકજીવનો જ ઈચ્છે છે.
ન દ્વાર - મતિ-શ્રુત જ્ઞાનાવરણ અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. તે આવરણના નમસ્કારને ઉપઘાતક ૨ પ્રકારના સ્પર્ધકો હોય છે. સર્વોપઘાતિદેશોપઘાતિ, ત્યાં સર્વ સર્વઘાતિ સ્પર્ધકો નષ્ટ થતા અને દેશોપઘાતિ પ્રતિસમય અનંત ભાગોથી છોડાતા ક્રમે નમસ્કારનો પ્રથમ ન કાર રૂપ અક્ષર પ્રાપ્ત થાય છે. એમ એક-એક વર્ણની પ્રાપ્તિથી આખો નવકાર પ્રાપ્ત થાય છે.
વનિ દ્વાર - નૈગમ વ્યવહારના મતે પૂર્વે કહેલા જીવાદિ આઠ ભંગમાં નમસ્કર્તા જીવના આધારભૂત જીવાદિ બાહ્યવસ્તુમાં નમસ્કાર થાય છે. કારણ કે નમસ્કાર નમસ્કતંજીવથી અભિન્ન છે. તેથી એ જીવ જે જીવમાં, અજીવમાં કે ઉભયમાં અનેક જીવઅજીવ-ઉભયોમાં હોય છે તે નમસ્કાર પણ ત્યાં જ હોય નહિ તો અભેદ ન ઘટી શકે. પ્રશ્ન-૧૦૭૯ – આ નમસ્કાર પૂજ્ય સંબંધિ છે તો તે પૂજ્યમાં જ કેમ ન થાય?
ઉત્તર-૧૦૭૯ – સાચું. નૈગમાદિમતથી તે પૂજયનો જ નમસ્કાર અમે માનીએ છીએ. એ કાંઈ અમે ભૂલી ગયા નથી. ફક્ત તે પૂજ્યમાં જ એ નમસ્કાર હોય એવો નિયમ નથી. જે જેનો સંબંધી હોય તે જ તેનો આધાર હોય એવું નથી. અન્ય પ્રકારે પણ હોઈ શકે. જેમકે, ધાન્ય દેવદત્તાદિ નર સંબંધિ હોય છે તે ત્યાં તેની અંદર જ નથી હોતું પણ આધારભૂત ક્ષેત્રમાં છે.
સંગ્રહનય :- નમસ્કારને સામાન્ય આધારમાં માને છે. આધારનું જીવાદિ વિશેષણ કરવા યોગ્ય છતે સામાન્યવાદિ હોવાથી એ અભેદ તત્પર છે. તેથી અવિશિષ્ટ આધારમાં નમસ્કારને માને છે. આધારિત ભેદથી નમસ્કાર સામાન્યમાત્રના પણ સદા ભેદને એ ઇચ્છતો નથી પરંતુ અભેદ જ ઈચ્છે છે અથવા અન્ય અન્યત્ર છે નમસ્કાર જીવમાં છે એવા વ્યધિકરણને એ મૂળથી જ ઈચ્છતો નથી. અથવા કોઈ અશુદ્ધતર સંગ્રહ નમસ્કારને જીવમાં જ ઇરછે છે અજીવમાં નહિ.
Page #256
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૭
ઋજુસૂત્રનય - એ નમસ્કાર સર્વથા કર્તાથી ભિન્ન માનતો નથી. પણ આધાર કર્તામાં જ નમસ્કાર છે એવો ભાવ છે. “સ્વનિ વક્તરિ નમ :, નાચત્ર, તત્વત્વિત્ પરે નિત્સિતાવ” પત્રમાં નલત્વગુણની જેમ નમસ્કાર તેના કર્તાનો ગુણ હોવાથી તે પોતાના ગુણીની અંદર જ હોય છે. વિપર્યયમાં બાધક-એમ ન માનીએ તો અવગુણના અન્યત્ર ગમનમાં ગુણોના પરસ્પર સાંકર્યથી સર્વે ગુણીનાં પણ સાર્ધ-એકત્વાદિ દોષો થાય.
પ્રશ્ન-૧૦૮૦ – ઋજુસૂત્ર અન્યનો અન્ય આધાર પણ ઈચ્છે જ છે. જેમકે અનુયોગ દ્વારોમાં ઋજુસૂત્ર અને વસતિ દૃષ્ટાંત કહેતાં કહ્યું છે- વતિ ભવાન ? સ્વે મા વસાન તો અહીં ભિન્ન આધારતાનો નિષેધ કેમ કરો છો?
ઉત્તર-૧૦૮૦ – ભાવ-દ્રવ્યની અપેક્ષાએ માને છે. દેવદત્તાદિ દ્રવ્ય દ્રવ્યાંતર આકાશમાં છે એમ ઋજુસૂત્ર માને જ છે, અહીં તો ગુણ-ગુણિના સંબંધની ચિંતા પ્રસ્તુત છે, તેથી અન્ય ગુણ અન્યમાં રહે છે એવું એ અહીં માનતો નથી. એટલે કોઈ વિરોધ નથી.
શબ્દાદિનય - તેમના મતે જ્ઞાન જ નમસ્કાર છે, શબ્દ-ક્રિયા નથી. તેથી વિશેષથી જ તે નમસ્કારને તેને કરનાર જીવથી બાહ્ય વસ્તુમાં તેઓ માનતા નથી.
પ્રશ્ન-૧૦૮૧ – તો ઋજુસૂત્રથી તેમનો કોઈ ભેદ નથી, કારણ બધાય કરનાર જીવમાં જ નમસ્કાર માને છે ને?
ઉત્તર-૧૦૮૧ – તે ઘટતું નથી. કેમકે ઋજુસૂત્ર ક્રિયારૂપ-શબ્દરૂપ ઇચ્છતા છતા તેના મતે નમોડગ્ર: વગેરે શબ્દ ઉચ્ચારતાં અને મસ્તક નમનાદિ ક્રિયા કરતાં, કર્તાનો કાયામાં પણ નમસ્કાર થાય છે. શબ્દનય તો શબ્દ-ક્રિયારૂપ નમસ્કારને માનતા જ નથી. પરંતુ ઉપોગરૂપ જ્ઞાનને જ માને છે. એટલે તેમના મતે નિયમા તેના ઉપયોગવાળા કર્તા જીવમાં જ નમસ્કાર છે. કાયામાં નહિ. એટલો વિશેષ છે.
વિજયવિર દ્વારઃ- ઉપયોગ આશ્રયીને નમસ્કારની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ હોય છે અને લબ્ધિ આશ્રયીને તદાવરણ ક્ષયોપશમરૂપ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ સ્થિતિ હોય છે.
વિવિધ દ્વાર :- નમસ્કાર પાંચ પ્રકારે છે. અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુને અર્થાત્ નમોડર્ણય નમ: સિગ: વગેરે જે પદાર્થ છે તેની ઉપદેશના કહેવી.
પ્રશ્ન-૧૦૮૨ – આગળ વસ્તુતારમાં અરિહંતાદિ પદોનો અર્થ કહેવાશે તો અહીં અહંદાદિપદોની ઉપદેશના એમ કઈ રીતે કહો છો?
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૦૮૨ – ના, કારણ કે મોદ્ધયઃ એવો પદાર્થ કહેતે છતે વસ્તુકારમાં मरिहनुं देवासुरमणुएसुं अरिहा पूर्य सुरुत्तमा जम्हा । अरिणो हंता रयं हंता अरिहंता તે યુવ્યંતિ વગેરે તત્ત્વકથન-સ્વરૂપનિવેદન ઘટે છે. પ્રશ્ન-૧૦૮૩ – ભલે એમ કરો અહીં પદાર્થ કહો ને?
ઉત્તર-૧૦૮૩ – જોકે અહીં પદાર્થ કહેતે છતે ત્યાં સ્વરૂપ કથન ઘટે છે. છતાં પણ અહીં કહેતા નથી. પરંતુ ગ્રંથલાઘવાર્થે ત્યાં વસ્તુકારમાં જ પદાર્થ કહેવાશે. નહિ તો અહીં અહંદાદિ પદાર્થોનો અર્થ, ત્યાં અરિહંતાદિનું સ્વરૂપ કથન એમ ગૌરવ થાય.
ષડવિધ પ્રરૂપણા પૂર્ણ
૨. નવવિધ પ્રરૂપણા - (૧) સત્યદપ્રરૂપણા:- નમસ્કારરૂપ સતપદની પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકોને આશ્રયીને ચારે ગતિમાં માર્ગણા (ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, લેશ્યા, સમ્યત્વ, જ્ઞાન, દર્શન, સંયમ, ઉપયોગ, આહારક, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ્ય અને ચરમ દ્વારમાં) કરવી. જેમકે-નમસ્કાર છે કે નહિ? છે. ત્યાં ચારે ગતિમાં નમસ્કારના પૂર્વપ્રતિપન્ન નિયમા છે. પ્રતિપદ્યમાનો વિવક્ષિત કાળે ભજના હોય છે. ક્યારેક હોય-ક્યારેક ન હોય. એમ ઇન્દ્રિયાદિ ચરમાંત દ્વારોમાં જેમ પીઠીકામાં મતિજ્ઞાનની સત્પદપ્રરૂપણા કરી છે તેમ નમસ્કારની કરવી.
(૨) દ્રવ્ય પ્રમાણ :- નમસ્કારની પ્રતિપત્તિ આશ્રયીને લોકમાં ક્યારેક હોય ક્યારેક ના હોય. જો હોય તો જઘન્યથી ૧-૨-૩ ઉત્કૃષ્ટથી સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યભાગ રાશિતુલ્ય. પૂર્વપ્રતિપન્ન જઘન્યથી સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યભાગ પ્રદેશ રાશિપ્રમાણ જ હોય. ઉત્કૃષ્ટ તેમનાથી વિશેષાધિક.
(૩) ક્ષેત્ર - નમસ્કારવાળો જીવ ઉપર અનુત્તર દેવલોકમાં જતો લોકના ૭/૧૪ ભાગ અને નીચે છઠ્ઠી નારકમાં જતો પ/૧૪ ભાગમાં હોય છે.
(૪) સ્પર્શના :- ક્ષેત્ર પ્રમાણે સમજવી.
(૫) કાળ - નમસ્કારવાળા જીવને આશ્રયીને જેમ નીચે આપેલું તેમ (ગા.૨૯૧૨) આદિથી કાળ કહેલો છે. તેમ અહીં પણ નાના જીવોને તો નમસ્કાર સર્વકાળ હોય છે, લોકમાં તેનો સર્વથા અવિચ્છેદ હોવાથી.
(૬) અંતર - પડેલાને પુનઃપ્રાપ્તિમાં અંતર એકજીવ આશ્રયીને જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અપાઈ યુગલ પરાવર્તરૂર અનંતકાળ. નાનાજીવોને આશ્રયીને અંતર જી.
Page #258
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩૯ (૭) ભાવ:- લાયોપથમિક ભાવમાં નમસ્કાર હોય છે, એમ પ્રચુરતા આશ્રયીને કહ્યું છે. નહિ તો કેટલાક ક્ષાયિક-ઔપથમિકમાં પણ કહે છે. ક્ષાયિકમાં શ્રેણિકાદિ અને ઔપથમિકમાં ઉપશમ શ્રેણીમાં રહેલાને.
(૮) ભાગ - જીવોનો અનંતમો ભાગ જ નમસ્કારનો પ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. બીજા તેને પ્રાપ્ત ન કરેલા મિથ્યાષ્ટિઓ અનંત ગુણા છે.
(૯) અલ્પબહુવૈદ્વાર - પીઠીકામાં દર્શાવેલ મતિજ્ઞાનની જેમ જ વિચારવું.
૩. પંચવિધ પ્રરૂપણાઃ- (૧) આરોપણા:- જીવ જ નમસ્કાર હોય કે નમસ્કાર જ જીવ એવું કે પરસ્પર અવધારણથી અધ્યારોપણ-ગોઠવણ કરવો તે આરોપણા.
(૨) ભજના:- સમ્યગ્દષ્ટિ જીવ નમસ્કાર હોય, અને મિથ્યાષ્ટિ ન હોય તેથી જીવ નમસ્કાર થાય કે ન થાય પરંતુ નમો નમસ્કાર અવધારિત નિયમા જીવ જ હોય છે. જેમકે, આંબો વૃક્ષ જ હોય છે. વૃક્ષ તો આંબો કે ખદિરાદિ પણ હોય. એ ભજના જાણવી.
(૩) પૃચ્છા - જો સર્વજીવ નમસ્કાર નથી તો શું કોઈક જ છે? તેથી પૃચ્છા કરીએ છીએ જે જીવ નમસ્કાર છે તે શું વિશિષ્ટ છે તે કહો? અથવા કોણ જીવ નમસ્કાર છે? એ પણ જણાવો? આ પૃચ્છા છે.
(૪-૫) દાપના-નિર્યાપના :- આગળ કહેલા પ્રશ્નના ઉત્તરરૂપ દાપના કહેવાય છે. તે જવાબ-જે નમસ્કાર પરિણત જીવ છે એ નમસ્કાર જે અપરિણત તે અનમસ્કાર અને નિયંપનામાં તે નમસ્કાર પરિણત જ જીવ નમસ્કાર અને નમસ્કાર પણ જીવ પરિણામ જ છે. અજીવ પરિણામ નથી.
પ્રશ્ન-૧૦૮૪ – દાપના-નિયંપનામાં ફરક શું છે?
ઉત્તર-૧૦૮૪ – દાપના-ઉક્ત પૃચ્છાદ્વારા પૂછાયેલા નમસ્કારનો અર્થ કહેવાય છે. જેમકે-નમસ્કાર પરિણત જે તે નમસ્કાર અને નિયના-દાપના દ્વારા બતાવેલ અર્થનું પ્રતિઉચ્ચારણ-નિગમન છે. જેમકે-તે જ નમસ્કાર પરિણત જ જે એ જીવ તે જ નમસ્કાર. નમસ્કાર પણ જીવપરિણામ જ હોય નહિ કે અજીવપરિણામ. એવો નિગમન કરવો. દાપનાનિર્યાપનામાં નિગમન કૃત ભેદ જ છે. અત્યંત ભેદ નથી. અથવા જેમ દાપનામાં જીવ અવધૂત-નિયમિત છે. જેમકે નમસ્કાર પરિણત જ જીવ નમસ્કાર છે અન્ય નહિ. તે રીતે જે નિર્યાપનામાં ફરીથી અન્ય પ્રકારે અવધારણ કરાય છે. જેમ દાપનામાં નમસ્કાર પરિણત જીવ નમસ્કાર એવું નિયમન છે તેમ નહીં નમસ્કાર પરિણત જીવ તે જ નમસ્કાર એવું અવધારણ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કરાય છે. કારણ કે બંન્ને અભિન્ન છે. જેમ-અગ્નિ ઉપયુકત માણવક તદુપયોગાન વાત્ અગ્નિ જ થાય છે. તેમ, નમસ્કાર પરિણત જીવ તદુપયોગાન વાત્ નમસ્કાર જ નિયંપનામાં થાય છે. આટલો આ બંનેમાં વિશેષ છે.
૪. ચતુર્વિધ પ્રરૂપણા - (૧) પ્રકૃતિ (૨) નિષેધ :- નમસ્કાર-નમસ્કાર પરિણત સમ્યગ્દષ્ટિ જીવ નમસ્કાર, અનમસ્કાર-નમસ્કારની પરિણતિ રહિત-અનુપયુક્ત સમ્યગ્દષ્ટિ જીવ અથવા તલ્લબ્ધિ રહિત કે નમસ્કાર કારણ ક્ષયોપશમ રહિત મિથ્યાષ્ટિ જીવ તે.
(૨) નો નમસ્કારઃ- નોશબ્દ દેશ-પ્રતિષેધ વચન છે. તેનાથી પરિણત સમ્યગ્દષ્ટિ જીવનો દેશ એક દેશ કહેવાય છે. સર્વનિષેધવચનમાં તે નોનમસ્કાર અનમસ્કાર જ જણાય છે.
(૩) નોઅનમસ્કાર - નોશબ્દના સર્વનિષેધપક્ષમાં નમસ્કાર જ થાય છે બંને નિષેધ સ્વાભાવિઅર્થ ગમક છે. તો નગૌ પ્રત્યર્થ મયતઃ દેશનિષેધવચન નો શબ્દમાં તો પૂર્વોક્તરૂપ નમસ્કારનો એકદેશ તે નો અનમસ્કાર જણાય છે.
નમસ્કાર-અનમસ્કારની ચતુર્ભગીમાં ઉપચરિત-વાસ્તવિક રૂપ
ત્રીજા ભાંગામાં જે નમસ્કારનો એક દેશ નોનમસ્કાર કહ્યો અને ચોથા ભાંગામાં અનમસ્કારનો એક દેશ નોઅનમસ્કાર કહ્યો છે. તે ઉપચાર દેશનાથી છે. અહીં ઔપચારિકતા-નોનમસ્કાર અને નોઅનમસ્કારરૂપના દેશ-પ્રતિષેધ વચન-નોશબ્દમાં સંપૂર્ણવસ્તુના અભાવથી છે. પ્રથમભંગ-પ્રકૃતિ અને બીજો-નિષેધ એ બંને ભાંગા સભૂતનિરૂપચરિત છે. આ ભંગવાચ્ય નમસ્કારવસ્તુનો અને અનમસ્કારરૂપ વસ્તુનો સર્વથાભાવ છે.
આ ચારે ભાંગાને નયોથી વિચાર કરવામાં આવે, તો પણ શબ્દનયો-શુદ્ધહોવાથી અખંડસંપૂર્ણ વસ્તુ ઇચ્છે છે, અને નૈગમાદિ અવિશુદ્ધ હોવાથી દેશ-પ્રદેશરૂપ પણ માને છે. એટલે ત્રણે વ્યંજનનયોની ભંગ પ્રરૂપણામાત્રથી પ્રકૃતિ-અકાર-નોકાર-ઉભયયોગથી ચારરૂપવાળો પણ નમસ્કાર થઈને બધો નમસ્કાર નમસ્કારને અનમસ્કાર એમ બે રૂપનો જ બચે છે. અને પ્રથમ-બીજા ભાંગાથી વાચ્ય જ રહે છે કેમકે તેમના મતે નો નમસ્કાર અને નો અનમસ્કારરૂપ ૩-૪ ભાંગો શૂન્ય જ છે, અને શેષ નૈગમાદિ નયના તો બધાય ભાંગા વાસ્તવિક જ છે તેમના મતે દેશ-પ્રદેશ પણ વિદ્યમાન છે.
વધાર- વસ્તુ-દલિક, “નમો અભિધાનને યોગ્ય પાંચ ગુણરાશિઓ અહંદુ આદિઅહંત-સિદ્ધ-આચાર્ય ઉપાધ્યાય-સાધુઓ આરીતે અહિંદાદિ પાંચ વસ્તુ ગુણરાશિઓ છે. આ રીતે ગુણ-ગુણીનો અભેદ કહ્યો. ગુણ-ગુણીનો ભેદ ઉપચાર-જ્યાં જ્ઞાનાદિ ગુણો રહે છે તે
Page #260
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૪૧
પાંચ પ્રકારની વસ્તુ અરિહંત-સિદ્ધાદિ જ્ઞાનાદિ ગુણસમૂહમય હોવાથી મૂર્તજ્ઞાનાદિ ગુણોની જેમ ગુણાર્થી ભવ્યજીવોના તેઓ પૂજ્ય જ છે.
પ્રશ્ન-૧૦૮૫ – પાંચ પરમેષ્ઠિઓ મોક્ષહેતુ શા માટે ?
ઉત્તર-૧૦૮૫– (૧) નમસ્કારયોગ્યતામાં અરિહંતો સમ્યગ્દર્શનાદિ લક્ષણ માર્ગદર્શકની જેમ મોક્ષ હેતુ છે. કારણ કે તેઓ એ માર્ગ બતાવે છે અને તેનાથી મુક્તિ છે તેથી પરંપરાએ મુક્તિ હેતુ હોવાથી તેઓ પૂજ્ય છે.
(૨) સિદ્ધોનો શાશ્વતત્વ હેતુ છે. જેમકે શાશ્વત-અવિનાશ જાણીને પ્રાણીઓ સંસાર વિમુખતાથી મોક્ષ માટે ઘટે છે જોડાય છે.
(૩) આચાર્યોનો આચાર હેતુ છે, કારણ તે આચારવાળાને-આચાર બતાવનારાને પ્રાપ્ત કરીને પ્રાણીઓ આચારને જાણનારા અને અનુષ્ઠાન કરનારા થાય છે.
(૪) ઉપાધ્યાયોનો વિનય હેતુ છે. સ્વયં વિનિત તેમને પ્રાપ્ત કરીને કર્મવિનયનમાં સમર્થ જ્ઞાનાદિ વિનયના અનુષ્ઠાન કરનારા થાય છે.
(૫) સાધુનો સહાયત્વ હેતુ છે તેઓ સિદ્ધિવધુના સંગમમાં લાલસાવાળા જીવોની તેને પ્રાપ્ત કરવાની ક્રિયામાં સહાયક થાય છે.
પ્રશ્ન-૧૦૮૬ – જો એમ હોય તો સમ્યગ્દર્શનાદિ માર્ગ જ મોક્ષહેતુ કહેવા યોગ્ય છે તે તેના અન્વય-વ્યતિરેકને અનુસરે છે અને જે તેના ઉપદેશક તરીકે તે માર્ગના હેતુ એવા અહંન્તો મોક્ષના હેતુ કેમ કહ્યા?
ઉત્તર-૧૦૮૬ – સાચી વાત છે, માર્ગ જ મોક્ષનો હેતુ છે. અરિહંતો પણ તેના હેતુઓ જ છે. તે માર્ગ પણ તેમના ઉપદેશથી જોય હોવાથી તેમને આધીન છે અથવા અરિહંત મોક્ષના હેતુઓ છે, અરિહંતરૂપ કારણમાં માર્ગ લક્ષણ કાર્યના ધર્મ મોક્ષહેતુત્વના ઉપચારના આરોપથી તેઓ મોક્ષના હેતુ છે.
પ્રશ્ન-૧૦૮૭ – એટલા માર્ગ ઉપદેશકમાત્રથી અરિહંતો ઉપકારી હોય છે તેથી માર્ગજન્ય મોક્ષના તેઓ પણ હેતુઓ કહેવાય જ છે તો તે માર્ગના સાધનો જે વસ્ત્ર-પાત્રઆહાર-શૈયા-આસનાદિના દાનથી તે ગૃહસ્થો પણ મોક્ષના હેતુઓ થવાથી તેઓ પણ બધા પૂજ્ય ગણાવવાની અતિવ્યાપ્તિ આવે છે. તે કઈ રીતે રોકશો?
ઉત્તર-૧૦૮૭ – પરંપરાથી ત્રણે લોક માર્ગ ઉપકારી હોવા છતાં પ્રત્યાસન્નતર અને એકાંતિક મોક્ષનું કારણ ભૂત જ્ઞાનાદિત્રિક મોક્ષનો માર્ગ છે. અને તેના દાતાઓ અરિહંતો જ
ભાગ-૨/૧૭
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
છે, ગૃહસ્થો નહિ, તેમને આપેલા વસ્ત્રપાત્રાદિ સાધનો પણ નહિ. તેઓ માત્ર અરિહંતાદિ પાસેથી પ્રાપ્ત કરેલ જ્ઞાનાદિત્રયના જ ઉપકારી છે. અને અરિહંતો સ્વયં પણ મોક્ષનો માર્ગ છે. કારણ કે તેમના દર્શન માત્રથી જ ભવ્યજીવોને તેની પ્રાપ્તિમાં તેઓ કારણભૂત થાય છે. એટલે જ્ઞાનાદિ માર્ગના દાતા હોવાથી અને સ્વયં માર્ગ હોવાથી અરિહંતો જ પૂજય છે ગૃહસ્થાદિ નહિ એટલે અતિવ્યાપ્તિ નહિ રહે.
સિદ્ધો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ માર્ગથી મોક્ષમાં ગયા છે. તે પણ અવિપ્રણાશથીઅનુચ્છિન્ન પરંપરાથી, એટલે કે કૃતાર્થ હોવાથી તેઓ પૂજ્ય છે. પૂજ્યા સિદ્ધા, વિUશવૃદ્ધિનનāન માપારિવાત, જિનેન્દ્રવત્ ા અને આ કારણથી અહીં તેઓ પૂજ્ય છે જ્ઞાનાદિગુણ સમૂહાત્મકત્વાતુ, જિનાચાર્યદિવત્ જ્ઞાનાદિ ગુણમય હોવાથી જિનેશ્વરાદિકની જેમ તેઓ પૂજ્ય છે.
પ્રશ્ન-૧૦૮૮ – સમ્યજ્ઞાનાદિ ગુણોની પૂજામાત્રથી પણ સ્વર્ગ-મોક્ષાદિ વિશિષ્ટ ફળ થાય છે. એમ તે ગુણવાળા સિદ્ધોની પૂજા અમે માનીએ છીએ પણ નિરવ તે સિદ્ધ કપિ માપરિપઃ એવું જે કહો છો તે સિદ્ધો ને માર્ગોપકારીપણું ક્યાંથી?
ઉત્તર-૧૦૮૮- જો ગુણવાળા સિદ્ધના ગુણની પૂજાથી ફળ છે એવું તું માને છે, તો આ ઉપકાર પણ તે સિદ્ધો થકી તું માન. નહિતો સિદ્ધાભાવે તેમની પૂજા વળી કેવી ? અને તેનું ફળ કેવું? એટલે નિવૃતિ છતાં સિદ્ધાભાવથી અવિપ્રણાશબુદ્ધિ પણ થતી નથી. એમ આ ઉપકાર તેમના થકી કેમ ન થાય? અથવા વિપ્રવુદ્ધિહેતુત્વાન્ માપારિ: સિદ્ધ: આ વાત અન્યરીતે પણ સિદ્ધ થાય છે-આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઇચ્છિતનગર એવા મોક્ષનગરનો માર્ગ છે એમ સિદ્ધોથી જ સિદ્ધ-નિશ્ચિત છે. અન્યથી નહિ. કેમકે એમાં મુમુક્ષુના નાશનો અભાવ છે. અને સિદ્ધના અનાશે આ સન્માર્ગ છે એવો મુમુક્ષુને પ્રત્યય થાય છે. સિદ્ધાભાવે આ પ્રત્યય ક્યાંથી થાય ? ભાવાર્થ-જેમ પાટલિપુત્રાદિનગરનો માર્ગ કોઈ ઇચ્છિતનગરે જ્વાવાળા સાર્થવાહના નિરપાયગમન દ્વારા અવિપ્રણાશથી આ સન્માર્ગ છે એવો નિર્ણય થાય છે એમ, સમ્યગ્દર્શનાદિક મોક્ષમાર્ગ પણ ઇચ્છિત એવા મોક્ષપુરમાં જનારા ભવ્યજીવરૂપી સાર્થના નિરપાયગમનથી અવિછિન્નથી આ સન્માર્ગ છે એવો નિર્ણય થાય છે. આવા માર્ગરૂપ નિશ્ચયના જનક હોવાથી સિદ્ધો માર્ગપકારી છે એટલે પૂજ્ય છે.
વળી, સિદ્ધોના અવિનાશીભાવથી તથા અનુપમ સુખરૂપ ફળને જાણવાથી સમ્યગદર્શનાદિરૂપ મોક્ષ માર્ગમાં જે પ્રીતિ થાય છે, તે સિદ્ધોથી જ થાય છે, બીજાથી નથી થતી. માટે મોક્ષમાર્ગમાં રૂચિ ઉત્પન્ન કરવારૂપ ઉપકાર સિદ્ધોનો જ છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૧૦૮૯ – જિનોપદેશથી જ તે માર્ગમાં રૂચિલક્ષણ અર્થિતા છે તે માર્ગનું જે ફળ છે સિદ્ધસુખરૂપ અને તેની પ્રાપ્તિ આ બધું થાય છે તો અવિપ્રણાશ હેતુનો ન્યાસ કરવાનું શું કામ છે?
ઉત્તર-૧૦૮૯ – સાચું છે, તો પણ તે માર્ગનું જે સિદ્ધસુખલક્ષણ ફળ છે તેના અવિપ્રણાશથી વિશેષિતતર રૂચિ માર્ગમાં થાય છે. એટલે સિદ્ધોનો અપ્રવિણાશરૂપ હેતુ કહેવો જ જોઈએ.
પ્રશ્ન-૧૦૯૦ – તો પછી તુસ્થિો મમિત્ત ગણા સુપત્નિો હવ મિત્ત એ વાક્યથી નિશ્ચયનય મતે આત્મા જ મોક્ષમાર્ગ છે અને રૂચિ-સમ્યક્ત આત્મા જ છે. તો પછી આ અહીં બહારના અવિપ્રણાશ હેતુના ઉપન્યાસનું શું કામ છે?
ઉત્તર-૧૦૯૦ – સાચું છે, છતાં વ્યવહારનય મતે જેમ માર્ગોપદેશક હોવાથી તીર્થકરો માર્ગોપકારી કહેવાય છે. તેમ ક્ષણસંસારી સિદ્ધો અવિપ્રણાશથી માર્ગોપકાર કહેવાય છે. એટલે દોષ નથી.
અન્ય પ્રકારે નમસ્કારની યોગ્યતામાં અરિહંતોના ગુણો -
राग-दोस-कसाए य इंदियाणि य पंचवि । परिसहे उवसग्गे नामयंता नमोरिहा । ॥२९६०॥
રાગ :- જેનાથી કે જેમાં ક્લિષ્ટસત્ત્વવાળા પ્રાણીઓ સ્ત્રી વગેરેમાં રંગાય તે રાગ. તે નામાદિ ૪ પ્રકારનો છે. તેમાં નામ-સ્થાપના અને જ્ઞ-ભવ્ય શરીર, દ્રવ્યરાગ સમજી શકાય એવો છે પરંતુ જ્ઞ-ભચવ્યતિરિક્ત દ્રવ્ય વિચારમાં રાગ શું છે? (૧) કર્મ દ્રવ્યરાગ (૨) નોકર્મ દ્રવ્યરાગ.
(૧) કર્મદ્રવ્ય રાગઃ - ૪ પ્રકારના પુગલો હોય છે (૧) યોગ્ય બંધપરિણામાભિમુખ (૨) બધ્યમાન-પ્રારબ્ધબંધક્રિયાવાળા (૩) બદ્ધ ઉપરતબંધક્રિયા (૪) ઉદીરણાકરણથી ખેંચીને ઉદીરણાવલિકામાં પ્રાપ્ત થયેલા પણ હજુ સુધી ઉદયમાં ન આવેલા.
(૨) નોકર્મદ્રવ્ય રાગ - ૨ પ્રકારે પ્રયોગથી, વિગ્નસાથી પ્રયોગથી-કુસુંભરાગાદિ, વિગ્નસાથી સભ્યોશ્વરાગાદિ.
ભાવરાગ:- રાગથી વેદાય તે માયા-લોભરૂપ કર્મ ઉદયને પ્રાપ્ત થયેલું વિપાકથી વેદાય છે અને તેનાથી જનિત જીવપરિણામરૂપ જે અભિવ્વલ તે ભાવરાગ. તે ત્રણ પ્રકારના રાગરૂપ છે (૧) દષ્ટયનુરાગ (૨) વિષયાનુરાગ (૩) સ્નેહાનુરાગ.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧) કુપ્રવચનોમાં આસક્તિ તે પહેલો દૃષ્ટિરાગ. (૨) શબ્દાદિવિષયોમાં જે રાગ થાય તે વિષયરાગ. (૩) વિષયાદિનિમિત્ત સિવાય અવિનિત એવા પણ પુત્ર-બંધુ આદિમાં જે રાગ થાય તે સ્નેહાનુરાગ.
દોષઃ- જેનાથી, જેમાં પ્રાણીઓ વિકૃતિ પામે છે તે દોષ-નામાદિ ૪ પ્રકારે છે. તેમાં વ્યતિરિક્તદ્રવ્ય વિચારના બે ભેદ છે. (૧) કર્મદ્રવ્યદોષ (૨) નોકર્પદ્રવ્ય દોષ.
(૧) ૪ પ્રકારના પુદ્ગલો કે જે બંધનયોગ્ય, બંધાતા, બંધાયેલા તથા ઉદયાવલિકા પામેલા કર્મપુદ્ગલો એ કર્મદ્રવ્ય દોષ છે. (૨) દુષ્ટવર્ણ વગેરે
ભાવદોષ - દોષવેદનીય કે ષવેદનીય જે કર્મ ઉદયમાં આવેલું તે ભાવદોષ કે ભાવષ કહેવાય છે. અને આ સ્વભાવસ્થ વસ્તુ શરીરાદિની વિકૃતિસ્વભાવવાળો કાર્યમાં કારણના ઉપચારથી પ્રકૃતિ અન્યથાભાવ રૂપ છે. ત્યાં ભાવદોષ-અનિચ્છિતલિંગવાળો અનિષ્ટ દુષ્ટ પ્રણાદિકાર્યગમ્ય છે. ભાવષ અપ્રીતિલિંગ છે. અહીં ક્રોધ-માનનો કોઈપણ મિશ્રપરિણામ અપ્રીતિજાતિ સામાન્યથી સંગ્રહમતે દ્વેષ છે. અને માયા-લોભ પ્રીતિજાતિ સામાન્યથી તે રાગ માને છે. વ્યવહારનય તો ક્રોધ-માન અને માયા ને પણ દ્વેષ માને છે, કારણ કે એ પણ પરોપઘાત-પરવંચના માટે જ કરાય છે. ન્યાય-નીતિથી માયાવિના ઉપાર્જિત દ્રવ્યમાં પણ જેનાથી મૂચ્છ થાય તે લોભ રાગ છે. અન્યાયોપાર્જિત દ્રવ્યમાં તો માયાદિષાયના સંભવથી દ્વેષ જ હોય, એટલે ન્યાયપાદાન વિશેષણ છે.
ઋજુસૂત્ર-ક્રોધ-અપ્રીતિરૂપ હોવાથી ષ માને છે અને શેષ ત્રણના વિષયમાં તે અનેકાન્ત માને છે. તેના મતે અહંકારના ઉપયોગકાળે માન એ રાગ છે. એ રીતે પરોપઘાત માટે વપરાતા માયા-લોભ ષ છે. અને સ્વશરીર-સ્વઘન-સ્વજનાદિમાં મૂચ્છુપયોગકાળે તે બંને રાગ છે.
શબ્દાદિ ત્રણ મત-માન અને માયા સ્વગુણ ઉપકાર માટે વપરાતા જે ઉપયોગ છે તે લોભ જ છે કારણ કે, બે સ્વગુણ ઉપકારનો ઉપયોગ પોતાનામાં મૂચ્છરૂપ હોવાથી લોભ તેમાં જ અંતર્ભત છે. એટલે એ પણ બંને લોભની જેમ રાગ છે. અને પરોપઘાત ઉપયોગ રૂપ જે માન-માયાના અંશો છે તે બધું ક્રોધ છે. એ બધા પરોપઘાતમય હોવાથી દ્વેષ છે. એટલું જ નહિ લાભ પણ દ્વેષ છે. તે પણ પરોપઘાત પ્રયોગરૂપ હોય તો; ભાવાર્થ એટલો જ કે-ક્રોધ સિવાયના બીજા ત્રણે કષાયોમાં જે મૂચ્છરૂપ અનુરંજન છે તે રાગ માનવો.
કષાયઃ- જેનાથી જીવો પીડા પામે તે કષ-કર્મ અથવા ભવ તેનો જેનાથી લાભ થાય તે કષાય' કહેવાય. અથવા જેનાથી જીવ કહ્યા મુજબનો કષ પામે તે “કષાય' અથવા પૂર્વોક્ત
Page #264
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
કષના આય હેતુ જે હોય તે કષાય. તે નામાદિ આઠ પ્રકારે છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ઉત્પત્તિપ્રત્યય-આદેય-૨સ-ભાવકષાય. જ્ઞ-ભવ્યશરીર ભિન્ન દ્રવ્ય કષાય બે પ્રકારે છે, કર્મદ્રવ્યકષાય અને નોકર્મદ્રવ્યકષાય-સર્જ-બિભીતક-હરડે વગેરે વનસ્પતિ વિશેષ નોકર્મદ્રવ્ય કષાયો છે. જે ક્ષેત્રાદિ-દ્રવ્યાદિ થી કષાયોની ઉત્પત્તિ થાય છે તે ક્ષેત્રદ્રવ્યાદિ વસ્તુ કષાયોત્પત્તિ હેતુ હોવાથી ઉત્પત્તિકષાય કહેવાય છે. અને દ્રવ્યાદિથી કષાયોત્પત્તિ થાય છે.
૨૪૫
किं एतो कट्ठयरं जं मूढो खाणुगम्मि अप्फाडियो । खाणुस्स तस्स रुसइ न अप्पणो તુળોશસ્ત્ર પ્રા
પ્રત્યય કષાય :- કષાયોનું જે અંતરંગ અવિરતિ-આશ્રવાદિ બંધકારણ છે તે અંતરંગ કષાય કારણ રૂપ પ્રત્યય કષાય થાય છે. કેટલાક બહિરંગ શબ્દ-રૂપાદિ વિષયગ્રામને પ્રત્યયકષાય કહે છે. તે બરાબર નથી, કારણ કે એ ઉત્પત્તિ કષાયથી ભિન્ન થાય છે. દ્રવ્યાદિ જેમ તે બહિરંગથી કષાયોત્પત્તિ છે.
આદેશ કષાય ઃ- જે અંતરંગ કષાય વિના પણ આ ગુસ્સે થયેલો છે એવા રૂપથી દેખાય તે આદેશ કષાય કહેવાય છે. તે મૈતવથી કરેલભ્રકુટીભંગુર આકારવાળો નટાદિ જાણવો.
રસ-ભાવ કષાય ઃ- હરડે વગેરેનો રસ તો રસકષાય છે. મોહનીય કર્મના ઉદયથી જનિત કષાય પરિણામ તે ક્રોધાદિ ૪ પ્રકારનો ભાવ કષાય છે. તે ક્રોધાદિ પણ પ્રત્યેક નામાદિ ૪ પ્રકારના છે.
કષાય નિક્ષેપોમાં નય વિચારણા :- શબ્દનયો શુદ્ધ હોવાથી ભાવકષાયને જ ઇચ્છે છે. નૈગમાદિ નયો બે પ્રકારના શુદ્ધ-અશુદ્ધ છે. ત્યાં અશુદ્ધ નયો આઠે પ્રકારના નામાદિકષાયોને માને છે અને શુદ્ધ નયો તથા ઋજુસૂત્રનય એ બધા આદેશ-ઉત્પત્તિ કષાય ને માનતા નથી. કારણ એ બંને પ્રત્યય કષાયના વિકલ્પો છે.
ક્રોધ :- કર્મદ્રવ્યક્રોધ નોકર્મદ્રવ્યક્રોધ-કોહો એમ પ્રાકૃતશબ્દને આશ્રયીને નીલ-કોથાદિ જાણવાં. ભાવક્રોધ-ક્રોધવેદનીય કર્મના વિપાકથી ઉદયમાં આવેલથી જનિત ક્રોધ પરિણામભાવક્રોધ છે. એમ માનાદિપણ નામાદિ ભેદથી યથા યોગ ચાર પ્રકારના માનવા. અથવા અલગ-અલગ અનંતાનુબંધી આદિ ભેદથી તે ચારે ૪ પ્રકારના જાણવા.
ઇન્દ્રિય ઃ- ‘‘કૃતિ પરમેશ્વર્યે” ઇન્દન-૫૨ઐશ્વર્યના યોગથી જીવ ઇન્દ્ર કહેવાય છે, તેનું લિંગ-ચિહ્ન તે ઈન્દ્રિય અથવા તેનાથી જોયેલું કે સાંભળેલું નિપાતથી ઇન્દ્રિય કહેવાય છે. તે શ્રોત્ર-નયન-પ્રાણ-૨સન-સ્પર્શન એમ પાંચ પ્રકારની છે. તે પાંચે નામાદિ ૪ પ્રકારે. એમાં દ્રવ્યેન્દ્રિય નિવૃતિ-ઉપકરણ ૨ પ્રકારે છે. કર્ણશખુલિકાદિ આકાર નિવૃતિ કહેવાય છે. તે પણ
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
બાહ્ય-અત્યંતર ૨ પ્રકારે છે. બાહ્યનિવૃતિ-વિચિત્ર મનુષ્ય-અશ્વ-સસલાદિ કોઈની પણ કેવા સ્વરૂપવાળી છે, અન્તર્નિવૃતિ-શ્રોત્ર-કંદબપુષ્પના આકારવાળી માંસના ગોળારૂપ જાણવી. ચક્ષુ-ધાન્યમસૂર આકાર, પ્રાણ-અતિમુક્તના ફુલના ચંદ્ર જેવી, રસના સુર જેવી, સ્પર્શનાનાના આકારની. આ શ્રોત્રાદિની નિવૃત્તિનો આકાર છે. તે જ કદમ્બપુષ્પાકૃતિ માંસગોલકરૂપ શ્રોત્રાદિ અંત નિવૃતિનો જે વિષયગ્રહણ સમર્થ શક્તિરૂપ ઉપકરણ તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. જેમ તલવારની છેદનારી શક્તિ, કે વર્તિની દાહાદિ શક્તિ. તેમ આ પણ શ્રોતાદિ અંતરર્નિવૃત્તિનું વિષયગ્રહણ સમર્થ શક્તિરૂપ જાણવું.
પ્રશ્ન-૧૦૯૧ – તો તે પણ તત્શક્તિરૂપ હોવાથી અંતર્નિવૃત્તિ જ થાય ને ?
૨૪૬
-
ઉત્તર-૧૦૯૧ – તે પણ અન્ય ઇન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિયના અન્યભેદ રૂપ છે. કારણ કે અહીં કદંબપુષ્પાદિ આકૃતિ, માંસગોલક આકારવાળી શ્રોત્રાદિ અંતર્નિવૃત્તિની જે શબ્દાદિ વિષય જાણનારી શક્તિ છે. તેના વાત-પિતાદિથી ઉપઘાત થતા છતા યથોક્ત અંતર્નિવૃત્તિ છતાં જીવ શબ્દાદિ વિષયને ગ્રહણ કરતો નથી. એટલે જણાય છે કે અંતર્નિવૃત્તિ શક્તિરૂપ ઉપકરણેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયનો બીજો ભેદ છે.
ભાવેન્દ્રિય :- લબ્ધિ અને ઉપયોગ ઇન્દ્રિયોના આવારકકર્મોનો ક્ષયોપશમ થાય છે તે જીવની લબ્ધિ છે. શેષ દ્રવ્યેન્દ્રિય પણ લબ્ધિની પ્રાપ્તિમાં જ થાય છે.
જે શ્રોત્રાદિ ઇન્દ્રિયનો સ્વવિષયમાં પરિચ્છેદ-વ્યાપાર તે ઉપયોગ કહેવાય છે. તે એક કાળે દેવાદિનો પણ એક જ શ્રોત્રાદિ કોઈપણ એક ઇન્દ્રિયથી થાય છે ૨ વગેરેથી નહિ. તેથી ઉપયોગને આશ્રયીને બધા જીવો એકેન્દ્રિય જ છે. એક કાળે દેવાદિને પણ કોઈ એક ઇન્દ્રિયનો જ ઉપયોગ હોવાથી.
પ્રશ્ન-૧૦૯૨
જો ઉપયોગથી બધા જીવો એકેન્દ્રિય છે તો એકેન્દ્રિય-બેઈન્દ્રિય વગેરે ભેદ આગમમાં કેમ બતાવ્યો ?
-
ઉત્તર-૧૦૯૨ જીવોના એકેન્દ્રિયાદિ ભેદો શેષ નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ ઇન્દ્રિયને આશ્રયીને જાણવા. તે દ્રવ્યેન્દ્રિયો જેની જેટલી છે તેટલીથી વ્યપદેશ છે, ઉપયોગથી નહિ. અથવા લબ્ધિ ઇન્દ્રિયને આશ્રયીને વક્ષ્યમાણયુક્તિથી બધા પૃથ્વીઆદિ જીવો પંચેન્દ્રિય જ છે. કારણ કે બકુલ-ચંપક-તિલક-વિરહકાદિ વનસ્પતિ વિશેષોના સ્પર્શનથી તથા શેષ જે રસનપ્રાણ-ચક્ષુ-શ્રોત્રરૂપ ઇન્દ્રિયો છે તેમના સંબંધી ઉપરંભ દેખાય છે. તેથી જણાય છે કે તે બકુલાદિને પણ તદાવરણ ક્ષયોપશમ સંભવ છે. અને તેમનામાં રસનાદિ ઇન્દ્રિયાવારક કર્મક્ષયોપશમની જે અને જેટલી માત્રા છે. નહિ તો બકુલનો શણગારેલી કામિનીના મૂખથી
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ગુજરાતી પ્રશ્નોત્તર અપાયેલા સુંદર મદિરાના ઘૂંટડાથી, ચંપકને અતિસુરભિજલના સિંચનથી, તિલકને કામિનિકટાક્ષના વિક્ષેપથી, વિરહકને પંચમસ્વરના શ્રવણથી પુષ્પપલ્લવાદિ સંભવ ન ઘટે. ૩OOol
પ્રશ્ન-૧૦૯૩– બકુલને રસનેન્દ્રિયનો ઉપલભજ ઘટે છે તો કેમ એને સર્વવિષયોપલંભ સંભવ કહો છો?
ઉત્તર-૧૦૯૩ – સાચી વાત છે, મુખ્યતયા તે જ સંભવે છે. પણ ગૌરવૃત્તિથી શેષ ઇન્દ્રિયોના વિષયોના ઉપલંભ પણ એને સંભવે છે. તે તરુણીના શરીરનો સ્પર્શ, હોઠનો રસચંદનાદિગંધ-સુંદરરૂપ-મધુર અવાજ રૂપ પાંચે ઈન્દ્રિયોના વિષયો સંભવે છે.
પ્રશ્ન-૧૦૯૪ – તો પછી એને પંચેન્દ્રિય જ કહો ને એકેન્દ્રિય કેમ કહો છો?
ઉત્તર-૧૦૯૪ – તો પણ તે પંચેન્દ્રિય કહેવાતો નથી કારણ એને બાહ્ય નિવૃત્તિઆદિ ઇન્દ્રિયો નથી. જેમ ઘટ બનાવવાની શક્તિવાળો કુંભાર સુતેલો હોય તો પણ કુંભાર કહેવાય છે, તેમ બાહ્ય-ઈન્દ્રિય રહિત હોવા છતાં પણ બકુલાદિ વૃક્ષો લબ્ધિ ઈન્દ્રિય વડે પંચેન્દ્રિય કહેવાય છે.
ઇન્દ્રિયોનો લાભક્રમ - પ્રથમ ભાવેન્દ્રિયલાભ-પછી દ્રવ્યન્દ્રિય લાભ. વિશેષ પ્રકારથી – (૧) ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય. પછી (૨) બાહ્યાન્તરભેદ ભિન્ન નિવૃત્તિ પ્રાપ્ત થાય. પછી (૩) અન્તર્નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ ઈન્દ્રિય પ્રાપ્ત થયા પછી (૪) ઈન્દ્રિયાર્થોપયોગ થાય છે. આ ચારે ક્રમસર થાય છે.
પરિષહો :- માર્ગની અમ્બલના અને નિર્જરા માટે સહન કરવા યોગ્ય જે તે પરિષહોસુધાદિ બાવીસ છે.
ઉપસર્ગો :- (૧) પીંડાદિથી જીવ ઉપસર્જે-જોડાય તે ઉપસર્ગ-કરણસાધન. (૨) અથવા જીવની સાથે જે જોડાય તે ઉપસર્ગ-કર્મસાધન (૩) અથવા ઉપસર્ગના લીધે જીવ પીડાદિ સાથે જોડાય તે-અપાદાન સાધન
(૪) તે દિવ્ય, માનુષ, તૈર્યગ્યોનિ તથા આત્મા દ્વારા સંવેદાય તે-આત્મ સંવેદનીય એમ ચાર પ્રકારે છે. હાસ્યથી, પૂર્વભવના દ્વેષથી, વિમર્શથી અને વિમાત્રાથી દેવો ઉપસર્ગ કરે છે, એ પ્રમાણે મનુષ્ય પણ ચાર પ્રકારે ઉપસર્ગ કરે છે એમાં ચોથો પ્રકાર કુશીલ પ્રતિસેવનાથી જાણવો. તિર્યંચો ભયથી, દ્વેષથી, આહાર માટે, રક્ષણ માટે ઉપસર્ગ કરે છે. અને આંખમાં
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પડેલા કણાદિ ખુંચવાથી, અંગો જડાઈ જવાથી, ખાડા વગેરેમાં પડવાથી, તથા પરસ્પર અંગોને મસળવાથી આત્મસંવેદનીય ઉપસર્ગો થાય છે.
નમસ્કારનું ફળ :- અહંન્નમસ્કાર જીવને ભવસહસ્ર-અનંતભવોથી છોડાવે છે. મોક્ષપ્રાપ્ત કરાવે છે. કોઈને તે જ ભવે મોક્ષ અપાવતો નથી, તો પણ ઉપયોગ વિશેષ ભાવથી કરાતો ભાવનાવિશેષથી જ અન્ય જન્મામાં ફરીથી બોધિલાભ માટે થાય છે. અને બોધિલાભ નિશ્ચય જલ્દીથી મોક્ષહેતુ છે. ધન્ય એવા સાધુ આદિઓના-ભવક્ષય કરતા એવાનાં યાવજ્જવ હૃદયને ન મુકતો અને વિસ્રોતિકા વિમાર્ગગમન-અપધ્યાનનો આવારક અહમ્ નમસ્કાર થાય છે.
નમસ્કારની મહાર્થતા :- જે નમસ્કાર મરણ સમીપ થતે છતે સતત ઘણીવાર કરાય છે તેથી મોટી મુશ્કેલીમાં દ્વાદશાંગીને મુકીને તેના સ્થાને સ્મરણ કરવાથી એ મહાઈવાળો છે.
મરણરૂપ દેશકાળમાં જેમ જવલનાદિમયમાં શેષ સર્વ છોડીને પણ મહામૂલ્ય એવા એક મેઘરત્નને અથવા યુદ્ધમાં કે અતિભયમાં એક અમોધ અસ્ત્ર ગ્રહણ કરાય છે. તેમ અહીં નમસ્કાર દ્વાદશાંગીને મૂકીને પણ કરાય છે. તેથી તે દ્વાદશાંગાર્થ છે. વીતરાગે કહેલા જે એક પદમાં પણ જીવ સંવેગ પ્રાપ્ત કરે છે. અને નિર્વેદ પ્રાપ્ત કરે છે તેનું એક પદ પણ મોહજાતના ઉચ્છેદનું કારણ હોવાથી સંપૂર્ણ દ્વાદશાંગરૂપ જ્ઞાન જ થાય છે. તાઈવસ્તૃત્વાન્ ! તો પછી અનેકપદસ્વરૂપ નમસ્કાર કેમ સંપૂર્ણ દ્વાદશાંગ જ્ઞાન નહિ થાય ?
પ્રશ્ન-૧૦૯૫ – પણ પ્રસ્તુતમાં તે એકપદ કેમ છે?
ઉત્તર-૧૦૯૫ – લોક વ્યવહારમાં સાંપ્રતમન્જતંતુનઃ પ્રવુરો શોધૂમ:, સંપત્રો યવ: વગેરેમાં અનેક પણ એક કહેવાય છે. તેમ મરણ સમયે કરાતો પંર નમોક્ષારો અનેક પદાત્મક છતાં વ્યવહારથી એકાદ માત્ર મનાયો છે.
પ્રશ્ન-૧૦૯૬ - નિર્યુક્તિ કારે મરવ શિર વદુતો (ગા.૩૦૧૫) કહ્યું છે ત્યાં શું કારણ છે?
ઉત્તર-૧૦૯૬ – કારણ નમસ્કાર અતિ નિર્જરા માટે છે. તથા દ્વાદશાંગ ગણિપિટકાર્થ અને મહાથે ઉક્ત રીતે વર્ણવ્યો છે તેથી સતત ઘણીવાર કરાય છે.
“સત્રપાવUVI "ની વ્યાખ્યા :
પાપશબ્દની નિયુક્તિઓ:- પાંસતિ-મતિનયતિ નીવ, fપતિ હિતમ, પતિ-વે પર્વ રક્ષતિ નીવે, ન પુનતમ્મા, નિ:સતું તિ તિ, આઠ-જ્ઞાનાવરણીયાદિ જાતિભેદોને નાશ કરે તે સર્વ પાપપ્રણાશન,
Page #268
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૪૯ મંાના ૪ સાલ્વેહિ અહમ્ નમસ્કારરૂપ મંગલ નામ-સ્થાપનાદિ મંગલોમાં પ્રથમ છે અથવા મોક્ષરૂપ પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે. અથવા અરિહંત-સિદ્ધ આદિ પાંચ ભાવ મંગળોમાં એને પ્રથમ મંગલ કહેલ છે.
અહં નમસ્કાર સમાપ્ત સિદ્ધનમસ્કારઃ- જે ગુણ વડે જે બનેલ હોય તે સિદ્ધ કહેવાય છે. તે સામાન્યથી નામાદિ ચૌદ પ્રકારના જાણવા. તેમાં નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્યસિદ્ધ-રંધાયેલો ભાત, કર્મસિદ્ધ, શિલ્યસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મન્દ્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, બુદ્ધિસિદ્ધ, તપ સિદ્ધ, કર્મક્ષયસિદ્ધ, દીર્ઘકાળ, સંતાનાપેક્ષા અનાદિ સ્થિતિબંધકાળ, રજનિસર્ગનિર્મળ જીવના રંગવાથી અર્થાત્ મલિન કરવાથી, અથવા સ્નેહન-બંધન યોગ્ય થાય છે એ સામ્યથી રજ અથવા સૂક્ષ્મ હોવાથી રજ એવું કર્મનું જ વિશેષણ દીર્ઘકાળ રજ છે. તદ્રુપ કર્મ ભવ્યસંબંધિ જ્ઞાનાવરણાદિ અષ્ટ પ્રકારે પૂર્વે તેને સિત-બદ્ધ બાંધેલું અથવા અનાભોગથી થયેલ યથાપ્રવૃત્ત કરણથી અને સમ્યજ્ઞાનાદિ ઉપાયથી ક્રમે કરીને શેષ કરેલું, આ રીતે બાંધેલું બાત-તીવ્રધ્યાનાગ્નિથી દગ્ધ-ખપાવેલું, આવા કર્મ દહન પછી સિદ્ધનું સિદ્ધત્વ ઉત્પન્ન થાય છે અસિદ્ધનું નહિ. ઉપજાયતે-તે આત્માનું સ્વાભાવિક સત્સિદ્ધત્વ અનાદિકર્મથી ઢંકાયેલું તદાવરણ નાશથી પ્રગટ થાય છે. અસદ્ થાય છે એમ ન માનવું. અથવા સિદ્ધનું સિદ્ધત્વ સદ્ભાવરૂપ પ્રગટ થાય છે. પ્રદીપનિર્વાણરૂપ અભાવરૂપ નહિ; કેટલાક કહે છે –
दीपो यथा निर्वृत्तिमभ्युपेतो नैवावनिं गच्छति नांतरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न વાજિંત્ હસયાત્ વનતિ શક્તિમ્ III નીવતથા... શક્તિમ્ રા
આવું સિદ્ધત્વ માનવામાં દીક્ષાદિનો પ્રયાસ વ્યર્થ જાય અને નિરન્વયક્ષણ ભંગ ન ઘટે.
પ્રશ્ન-૧૦૯૭ - મુમુક્ષુના ભવોપગ્રાહી ચારકર્મ મોક્ષગમન સમયે ક્રમશઃ ક્ષય થાય છે કે યુગપતું?
ઉત્તર-૧૦૯૭ – યુગપત્ ક્ષય થાય છે.
પ્રશ્ન-૧૦૯૮ – ચારે કર્મનો તુલ્યસ્થિતિનો નિયમ ક્યાં છે? વિષમ બાંધેલા હોવાથી વિષમસ્થિતિક જ તે ઘટે છે? હવે જો વિષમસ્થિતિક પણ સમક ખપાવે છે તે બરાબર નથી, તે મુમુક્ષુ અપૂર્ણસ્થિતિક આયુની અપેક્ષાએ દીર્ઘસ્થિતિક વેદનીય-નામ-ગોત્રકર્મ હ્રસ્વસ્થિતિક આયુના અનુરોધથી કઈ રીતે ખપાવે? કૃતનાશનો દોષ આવે? અધિકને તોડીને નાશ કરવાથી કૃતનાશ થાય, એટલે આયુ.ને વધારીને વેદનીયાદિ સાથે સમસ્થિતિક કરીને એકસાથે ખપાવે છે એમ કહો તો આયુષ્યની વેદનીયાદિ સાથે સમસ્થિતિ ક્યાંથી થાય? અકૃતાગમ દોષ આવે,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તે હ્રસ્વઆયુષ્યને દીર્ઘ કરવાથી થાય. તેથી તે મુમુક્ષનો વેદનીયાદિનો ક્રમક્ષય જ ઘટે છે. અર્થાત્ પ્રથમ આયુ પછી શેષ કર્મોનો ક્ષય થાય છે એમ જ માનવું જોઈએ ને?
ઉત્તર-૧૦૯૮- કર્મક્ષયકાળે અથવા ક્રમક્ષયે જો આયુ પહેલાં જ સમાપ્ત થઈ જાય અને શેષ કર્મો ક્રમશઃ પાછળથી ક્ષય થાય તો એ ક્ષણાયુષ્ક શેષ કર્મ ખપાવવા સંસારમાં કઈ રીતે રહે, આયુષ્યનો જ અભાવ છે.
પ્રશ્ન-૧૦૯૯ - તેના અભાવે જ એ સિદ્ધ થાય એ કોણ રોકે છે?
ઉત્તર-૧૦૯૯ – બરાબર નથી, કેમકે આયુષ્ય ક્ષય થતાં વેદનીયાદિ કર્માશવાળો કઈ રીતે સિદ્ધ થાય? સકલકર્મોના ક્ષયથી મોક્ષ થાય છે. એ તો પાઠ સિદ્ધ છે. તેથી શેષકર્મત્રિકને અપર્વતનાથી તોડીને આયુષ્યના સમાન કરે છે. (ગ્રં-૨૫૦૦૦) પ્રશ્ન-૧૧૦૦ – આ રીતે કરેલા કૃતનાશાદિ દોષને કઈ રીતે દૂર કરશો?
ઉત્તર-૧૧૦૦ – એ દોષનો પરિહાર પહેલાં અમે ઉપક્રમકાલ વિચારમાં 7 હિં તીહતિયક્ષ વિનાનો તરૂાનુકૂફો વિM | વહIનાહારસ્ત વ ડુપિયરબિળો મોળો | જેમ બહુકાળ ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો જલ્દી ભોગ કરી નાંખે છે તેમ દીર્ઘકાળ ભોગવવા યોગ્ય કર્મનો જલ્દી અનુભવ કરીને નાશ કરે છે. (૨૦૪૮) ઈત્યાદિ ગ્રન્થથી કહ્યું છે. જેમ જ્ઞાન-ક્રિયાદ્વારા ચિરકાલસ્થિતિક પણ કર્મનો જલ્દીથી ક્ષય કરાય છે, તથા પહેલાં પણ સફ઼મુવામિન્ન તો વિય સક્રોનો ત્ર (૨૦૧૬) ઇત્યાદિથી અનેકવાર કહ્યું છે. જો ઉપક્રમ ન માનો તો અમોક્ષાદિ દોષો પ્રાપ્ત થાય. ન તાજુભૂફ વિય વિMા મૂત્રહી મય (ગા. ૨૦૫૨) ઇત્યાદિથી પહેલા કહેલું જ છે એટલે નાડી વેગિન્ન (૩૦૩૦)ની વ્યાખ્યા કરી છે.
પ્રશ્ન-૧૧૦૧ – સમસ્થિતિક કર્મોમાં આયુષ્ય જ અલ્પ છે વેદનીયાદિક અતિ બહુ છે એવો નિયમ શા માટે? કે જેથી નાડ વેલ્યનિષ્ણ કહેવાય છે એવું કેમ ન કહેવાય કે “નાઝUT આયુષ્ય તુ વદુર્થ થવયં વેબ” ?
ઉત્તર-૧૧૦૧ – આયુષ્યનો બંધપરિણામ સ્વાભાવથી એવા પ્રકારનો છે કે જેથી છેવટે વેદનીયાદિ અપેક્ષાએ સમાન કે અલ્પ હોય છે. દષ્ટાંત-જેમ બંધપરિણામ સ્વાભાવ્યથી તે આયુષ્યનો અદ્યુવબંધ થાય છે. કારણ તેનો બંધકાળ અંતર્મુહૂર્ત માત્ર છે. વેદનીયાદિ ધ્રુવબંધિ હોવાથી બંધ પરિણામ થતો નથી. એટલે અહીં પણ આયુષ જ અલ્પ છે વેદનીયાદિ નહિ.
પ્રશ્ન-૧૧૦૨ – સમુદ્યાતગત જીવ વેદનીયાદિ કર્મનું શું કરે છે?
Page #270
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૧૦૨ – સમુદ્દાતગત જીવ આયુથી અધિક હોવાથી વિષમ વેદનીયાદિ-૩ કર્મને અપવર્તનાથી તોડીને આયુ.ના સમાન કરે છે બંધાયેલા કર્મદ્રવ્યો અને કાળરૂપ સ્થિતિ વેદનીયાદિની તેની સાથે સમાન કરતો એમના વિશિષ્ટ દલિકનિષેકથી અંતર્મુહૂર્ત સ્થિતિક સર્વ કરે છે. વેદાતા આયુષ્યના જેટલા સમયો બચે છે, તેટલા સમય સમાનથી, દલિક આશ્રયીને અસંખ્યગુણ, પ્રથમ સમય નિષિક્ત દલિકથી દ્વિતીય સમય નિષિક્ત અસંખ્યગુણ છે. તેનાથી પણ ત્રીજા સમયે એમ ચરમસમયો નિષિક્ત અસંખ્યગુણ. સામ અસંખ્યગુણ સ્થાનાંતર પ્રસિદ્ધ ગુણશ્રેણીથી વેદનીયાદિ ૩ કર્મને કેવલજ્ઞાના ભોગથી જાણીને એવી રીતે રચે છે, કે જેમ આગળ કહ્યા મૂજબ પૂર્વરચિત એ શૈલેષીમાં પ્રતિ સમય ખપાવતો ચરમ સમયે એ સર્વ ખપાવશે.
વેદનીય
ચરમ સમયે 000000000 ચરમ સમયે ચરમ સમયે
૪ થા સમયે
૩ જા સમયે
૨ જા સમયે
૧ લા સમયે
00000000
૦૦૦૦૦૦૦
000000
૦૦૦૦૦
૦૦૦૦
000
નામ
000000000
00000000
-
૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦
૦૦૦૦૦
oooo
ગોત્ર
૦૦૦૦૦૦૦૦૦ ( ગુણ શ્રેણી સ્થાપના→ આયુષ્યની ગુણશ્રેણી નથી હોતી, પણ
જેવું બાંધ્યું હોય તેવું જ વેદાય છે એટલે તેની આમ
સ્થાપના છે
૦૦૦
00000000
૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦
૦૦૦૦૦
૦૦૦૦
આયુષ્ય
000
૨૫૧
0000
૦૦૦૦૦
૦૦૦
પ્રશ્ન-૧૧૦૩ – કર્મલઘુતાનો સમય કેટલો ?
ઉત્તર-૧૧૦૩ આયુ કર્મલઘુતાનો સમય અંતર્મુહૂર્ત છે. જઘન્યથી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અવશેષ નિજાયુ જાણી તેમનાથી અધિક વેદનીયાદિ કર્મસ્થિતિ વિધાત માટે કેવલી સમુદ્દાત શરૂ કરે છે. કેટલાક આચાર્યો જઘન્ય-અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ-૬ માસ કાળ માને છે તે બરાબર નથી. આગમવિરોધ છે. કારણ કે સમુદ્દાત પછી ત્યાં શૈલેષી અને તે પછી સિદ્ધ ગમન માનેલ છે તો ૬માસનું આયુષ્ય ક્યાંથી ?
વચ્ચે વિક્ષાથી ૬ માસે ઘટે જ છે ને ?
૦૦૦૦૦૦
0000000 ૦૦૦૦૦૦૦૦
000000000
પ્રશ્ન-૧૧૦૪
ઉત્તર-૧૧૦૪
સમુદ્દાતથી પાછો ફરીને શરીરસ્થને પ્રાતિહારક-પીઠફલકાદિનું ‘વાયગોનું ગુંગમાળે આ છેા વા, છેખ્ખા વા, વિદ્નેા વા, નિશીખ્ખા વા, તુટ્ઠિખ્ખા વા, અનુષટ્રિબ્બા વા, સંવેગ્ગા વા, પાડિહારિયું પીઢતાં, સંથારાં પબિષ્ન' વગેરે પ્રજ્ઞાપનાસૂત્રમાં પ્રત્યર્પણ જ કહ્યું છે. નહિ તો ૬માસ આયુ બાકી હોવાથી ચિરજીવિતત્વમાં
Page #271
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૨૫૨
તેમનું ગ્રહણ પણ હોય, પણ એવું ત્યાં કહ્યું નથી. તેથી અંતર્મુહૂર્ત અવશેષાયુ જ સમુદ્ધાત કરે છે. આયુ કરતાં અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મનો સમ્યગ્ રીતે ઘાત કરે તે સમુદ્દાત કહેવાય. તેની ઈચ્છાવાળો જીવ પ્રથમ આવર્જિકરણ કરે છે. અર્થાત્ ‘હવે મારે આ કરવું જોઈએ' એવો કેવળીનો જે ઉપયોગ અથવા ઉદયાવલિકામાં કર્મ પ્રક્ષેપરૂપ વ્યાપાર તે આવર્જિકરણ કહેવાય તે અંતર્મુહૂર્ત સુધી કરીને પછી કેવલી સમુદ્દાત કરે છે.
પ્રશ્ન-૧૧૦૫ – સમુદ્દાતગતનો મન-વચન-કાય યોગમાં કયો યોગ ક્યા સમયે વપરાય
–
છે ?
ઉત્તર-૧૧૦૫ – કેવલી સમુદ્દાતગત મન-વચનનો વ્યાપાર પ્રયોજનાભાવે નથી જ કરતો. ઔદારિક કાયયોગનો વ્યાપાર પ્રથમ-આઠમાં સમયે દંડ કરણાદિ ક્રિયામાં પ્રયત્ન ક૨વાથી કરે છે ૨-૬-૭માં સમયોમાં ઔદારિકને કાર્પણ સાથે મિશ્ર વ્યાપાર કરે છે. ૩-૪૫માં સમયે કાર્પણ કાયયોગ જ વપરાય છે.
પ્રશ્ન-૧૧૦૬
સમુદ્ઘાતથી નિવૃત્ત થયેલો એ શું કરે છે ?
ઉત્તર-૧૧૦૬ સમુદ્લાતગત કોઈ સિદ્ધ થતો નથી અને નિવૃત્ત સમુદ્દાત પણ અંતર્મુહૂર્ત સંસારમાં જ રહે છે, ત્યાં રહેતોએ મન-વચન-કાયરૂપ ત્રણે યોગો વાપરે છે, ત્યાં મન-વચનયોગ સત્ય-અસત્યાકૃષ વાપરે છે. કાયયોગ ઔદારિક વાપરતો ગમનાગમનાદિ કે પ્રત્યાહરણીય ગ્રહણ કરેલા પીઠફલકાદિ પ્રત્યાર્પણ કરે, ત્યારબાદ એ સર્વ યોગોનો નિરોધ કરે છે.
-
-
એ યોગનિરોધ શા માટે કરે છે સયોગ જ કેમ સિદ્ધ ન થાય ?
-
પ્રશ્ન-૧૧૦૭
ઉત્તર-૧૧૦૭ – ત્રણે પ્રકા૨નો યોગ કર્મના બંધનો હેતુ છે. કર્મબંધ સંસારનું કારણ જ છે એટલે સયોગ કઈ રીતે સિદ્ધ થાય ? અને પર્યંતે સકલકર્મનિર્જરાનું કારણ પરમશુક્લ ધ્યાન જ છે. તે સયોગજીવ પ્રાપ્ત ન કરે, સયોગ એ સક્રિય છે અને પરમશુક્લધ્યાન સમુચ્છિન્નાશેષ ક્રિયારૂપ છે એટલે સયોગ કઈ રીતે સિદ્ધ થાય ? તેથી યોનિરોધ કરવો. જઘન્ય યોગવાળા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનાં જેટલાં મનોદ્રવ્યો હોય છે તથા વ્યાપાર હોય છે તેનાથી અસંખ્ય ગુણ હીન, સમયે સમયે કેવળી મનનો નિરોધ કરતાં અસંખ્યાત સમયે સર્વ નિરોધ કરે, પછી પર્યાપ્તા બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગ નિરોધ કરે, પછી પ્રથમ સમયે ઉત્પન્ન સૂક્ષ્મ પનકના જઘન્ય કાયયોગથી અસંખ્યગુણ હીન પ્રતિસમય રૂંધતા અને દેહના ત્રીજા ભાગને મૂકતાં અસંખ્ય સમયે સર્વ કાયયોગ નિરોધ કરીને પછી શૈલેષીભાવને પામે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ગુજરાતી પ્રશ્નોત્તર
યોગનિરોધ બાદ શૈલેષીમાં એ કાયયોગના નિરોધારંભ સમયથી માંડીને સૂક્ષ્મક્રિયાનિવૃત્તિરૂપ શુક્લધ્યાન ધ્યાવે છે. તેથી, સર્વયોગનિરોધથી ઉપર શૈલેષીકાળે સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ શુક્લધ્યાન ધ્યાવે છે.
પ્રશ્ન-૧૧૦૮ – “થે ચિત્તાથ” એ વચનથી મનોવિશેષ મનથી કોઈ નિશ્ચલ ચિન્તાવસ્થા જ ધ્યાન કહેવાય છે. અને મન: વનિનઃ એ સૂત્રથી તેને મન નથી એટલે મન વિના કેવલીને ધ્યાનનો સંભવ ક્યાંથી હોય? એટલે કાયયોગ નિરોધારંભ ઘટતો જ નથી?
ઉત્તર-૧૧૦૮– “ભાંગિકસૂત્ર ગણતો ત્રણે પ્રકારના ધ્યાનમાં વર્તે છે.” એ સૂત્રથી ત્રણે પ્રકારના યોગમાં સિદ્ધાંતમાં ધ્યાન કહેલુ જ છે. તેથી મનોવિશેષ જ ધ્યાન માનવું અનૈકાન્તિક છે, વાફ-કાયના વ્યાપારમાં પણ ધ્યાન કહેલું જ છે. મનના અભાવે કેવલિને મનોમય તથા મનપૂર્વક હોવાથી વિશિષ્ટ વાચિક ધ્યાન ન હોય તો ભલે ના હોય પણ જે કાયનિરોધ પ્રયત્નસ્વભાવ ધ્યાન અહીં છે તેને કોણ રોકે છે? જો છબસ્થને મનોનિરોધ માત્ર પ્રયત્નરૂપ ધ્યાન છે તો કેવલીને કાયયોગ નિરોધ પ્રયત્નવાળું ધ્યાન કેમ ન હોય? તેને મનના અભાવે છબસ્થની જેમ સૂક્ષ્મક્રિયા નિવૃજ્યાદિ ધ્યાન સંભવતું નથી.
પ્રશ્ન-૧૧૦૯- તો સૂતેલા જીવને પણ તે ધ્યાન કેમ નથી માનતા?
ઉત્તર-૧૧૦૯ - સુતેલા જીવને કાયનિરોધરૂપ પ્રયત્ન નથી તેથી તેને ધ્યાન નથી અને કેવલીને તો એવો પ્રયત્ન છે તેથી તેમને તે ધ્યાન છે.
પ્રશ્ન-૧૧૧૦ - તો કેવલીને પણ મનના અભાવે કાયનિરોધનો પ્રયત્ન ક્યાંથી હોય? અથવા સુતેલાને તો કાંઈક માત્ર મન હોય છે કેવલીને તો તેટલું પણ નથી. તેથી તેમના ધ્યાનની તો વાત જ ક્યાં રહી?
ઉત્તર-૧૧૧૦ – એ બરાબર છે કે મનરૂપ યોગ માત્રને અનુસરનારા જ્ઞાનવાળા છદ્મસ્થને સુપ્તાવસ્થામાં મનોયોગાભાવે કાયનિરોધનો પ્રયત્ન ન હોય પણ કેવલીને તે યોગ્ય નથી, મનના અભાવે પણ તેમને કેવલજ્ઞાન છે.
પ્રશ્ન-૧૧૧૧ – જો અમનસ્ક કેવલીનું ધ્યાન માનો તો સિદ્ધનું કેમ નથી માનતા?
ઉત્તર-૧૧૧૧ – સિદ્ધને કરણાભાવે પ્રયત્ન નથી અને યોગલક્ષણ નિરોધ કરવા યોગ્ય કશું નથી, એટલે પ્રયત્ન અને પ્રયોજનના અભાવે સિદ્ધને ધ્યાન નથી.
પ્રશ્ન-૧૧૧૨ – શૈલેશી અવસ્થામાં કેવલી શું કરે છે?
ઉત્તર-૧૧૧૨– અસંખ્યાતગુણ ગુણશ્રેણિમાં પૂર્વે રચેલું કર્મ આ આવસ્થામાં પ્રતિસમય ખપાવે છે. મનુષ્યગતિ-પંચેન્દ્રિય જાતિ-ત્રસ-બાદર-પર્યાપ્ત સુભગ-આય-અન્યતર
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ
વેદનીય-મનુષ્યાય-ઉચ્ચગોત્ર-યશનામ-જિનનામ હોય તો તે તથા મનુષ્યાનુપૂર્વી આ તેર પ્રકૃતિને તીર્થકર તથા સામાન્ય કેવલી પ્રથમની બાર પ્રકૃતિઓને ચરમ સમયે ખપાવે છે, તથા
ઔદારિકાદિ ત્રણ શરીરનો સંપૂર્ણ ત્યાગ કરે છે. મોક્ષે જતા તે જીવને સમ્યકત્વ-જ્ઞાન-દર્શનસુખ અને સિદ્ધ સિવાયના ઔદાયિકાદિ ભાવો તથા ભવ્યત્વ બધું એક સાથે નાશ પામે છે.
ઋજુ શ્રેણિને પામેલા તે જીવ બીજા સમયે અવગાહ કરેલા પ્રદેશથી બીજા પ્રદેશને સ્પશ્ય વિના એક સમયમાં સાકારોપયોગથી અચિંત્ય શક્તિ વડે સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૧૧૧૩ – એ સાકરોપયોગ જ સિદ્ધ કઈ રીતે થાય?
ઉત્તર-૧૧૧૩- આ વિશેષણ સાક્ષારોપયોને વર્તમાન સિધ્યત્તિ પ્રજ્ઞાપનામાં કહ્યું છે એના દ્વારા સિદ્ધના સાકાર-અનાકાર ઉપયોગના યુગપત્ અભ્યપગમથી જેઓ કેવલસાકારોપયોગમાં વિપ્રતિપત્તિ કરે છે તે નિરસ્ત થાય છે. આ રીતે સાકારોપયોગ વિશેષથી સિદ્ધની ધ્રુવ તરતમયોગોપયોગતા છે. અન્ય કાળે તેને સાકારોપયોગ અને અન્યકાળે અનાકારોપયોગ છે. જો યુગપત્ ઉપયોગ માનીએતો પ્રજ્ઞાપનામાં કહેલાનો બાધ આવે.
પ્રશ્ન-૧૧૧૪ – સિદ્ધનું સર્વ જ્ઞાન કે દર્શન સાકાર છે તેથી સાકારોપયોગ વિશેષણમાં દોષ નથી, તે સ્વરૂપ વિશેષણ છે, જોકે કેવલજ્ઞાન-અને દર્શન તેના છે ત્યાં પણ બંનેમાં વિશેષ નથી. એવા અભિપ્રાયવાળા સ્તુતિકારે કહ્યું છે- કલ્પિતમે મતિહત સર્વજ્ઞતાતાજીને सर्वेषां तमसा निहन्तृ जगतामालोकनं शाश्वतम् । नित्यं पश्यन्ति बुध्यते च युगपत् નાનાવિઘનિ vમો ! સ્થિતિ-ઉત્પત્તિ-વિનાશવત્તિ વિનવ્યા તે વનમ્ છે તેમાં શું સમજવું?
ઉત્તર-૧૧૧૪ – તે યોગ્ય નથી, કારણ કે સાકાર અને અનાકારરૂપ સિદ્ધોનું લક્ષણ આગળ કહેલું છે – મસરી નીવયા ૩વત્તા વંસજે ય ના ય... તે એમના સાકાર અને અનાકાર લક્ષણ ભેદથી કહેલા છતાં તેનું સર્વસાકાર છે એમ કઈ રીતે કહેવાય ? શાસ્ત્રોમાં સિદ્ધોના જ્ઞાન-દર્શન અલગ-અલગ તે તે સ્થાનોમાં પ્રસિદ્ધ છે તો પછી એ બંને અવિશેષ કઈ રીતે કહેવાય? અને કહેવામાં ઘણા દોષો છે-કેવલજ્ઞાન-દર્શન એત્વમાં પ્રત્યેકાવરણત્વ કઈ રીતે ઘટે? એકના બે આવરણ ન ઘટે તેથી પ્રત્યેકાવરણના નિર્દેશથી કેવલજ્ઞાન-દર્શનનો ભેદ જ છે, તથા સાકાર-૮પ્રકારે અને અનાકાર ૪ પ્રકારે એમ જે ૧૨ પ્રકારે ઉપયોગ કૃતમાં કહ્યો છે અને જ્ઞાન-પ તેમજ દર્શન ૪ પ્રકારે કહ્યું છે તે કેવલજ્ઞાન-દર્શન એક માનતાં કઈ રીતે સંગત થાય? કેવલજ્ઞાન ઉપયુક્ત સિદ્ધો સર્વ જાણે છે, અને અનંત કેવલદર્શનથી સર્વતઃ જુએ છે તે બંને એક નથી.
Page #274
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૫૫
પ્રશ્ન-૧૧૧૫ – અપૃથભાવમાં પણ કેવલજ્ઞાન-દર્શનમાં દોષો નથી. કારણ કે અરીરા નીવયા એવું અહીં દર્શન અને જ્ઞાનમાં યુગપત્ ઉપયુક્ત એમ કહ્યું છે તેથી એકસાથે બંનેનો ઉપયોગ સિદ્ધ છે ?
ઉત્તર-૧૧૧૫ – જો એ રીતે કહેવાથી તારી અર્થસિદ્ધિ થાય છે તો આ પણ કહેલું છે, સાંભળ - નાળમિ વંશમ્મિ ય હ્તો ગયયમ્મિ વત્તો ! સવ્વક્સ વનિસ્સા ખુશવં લે નસ્થિ વોTT IIરૂ૦૮૬ા આ ગાથામાં ભદ્રબાહુસ્વામિએ પ્રગટ યુગપત્ ઉપયોગનો નિષેધ કર્યો છે તો યુગપત્ નું અભિમાન કેમ છોડતો નથી ?
પ્રશ્ન-૧૧૧૬ – ભલે બધા કેવલીનો યુગપત્ ઉપયોગ ન હોય કોઈના બે હોય, કોઈનો એક હોય તે ભવસ્થ કેવલી હોય કે સિદ્ધ કેવલી, તેથી ભવસ્થ કેવલીને હજુ સકર્મક હોવાથી ૧ ઉપયોગ અને સિદ્ધ કેવલીનો તો સર્વથા કર્મકલંકરહિત હોવાથી યુગપત્ બે ઉપયોગ હોય એમ માનવામાં શું વાંધો છે ?
ઉત્તર-૧૧૧૬ બરાબર નથી. સવ્વસ હિસ્સા ઇત્યાદિથી સિદ્ધાધિકારમાં ભદ્રબાહુસ્વામીએ સિદ્ધના જ યુગપત્ બે ઉપયોગનો નિષેધ કર્યો છે, એટલે તારી કરેલી વ્યાખ્યાન્તરકલ્પના ફળતી નથી. અથવા નામિ...(૩૦૯૬) ના પૂર્વાર્ધથી એકવારમાં એક ઉપયોગ સિદ્ધ છે. તો બીજા અર્થને કહેવાનું શું કામ છે ? જેમકે-સર્વવલિના પણ યુગપત્ બે ઉપયોગ નથી તો અકેવલીની વાત જ ક્યાં રહી ?
-
પ્રશ્ન-૧૧૧૭
આચાર્ય ! જો યુગપત્ ઉપયોગ ન માનો તો અહીં આગળ-વત્તા વંસળે ય નાળે ય ત્તિ દર્શન અને જ્ઞાનમાં યુગપત્ ઉપયુક્ત છે એમ શા માટે કહ્યું છે ?
-
ઉત્તર-૧૧૧૭ – આ સમુદાય વિષયક જ છે. નહિ કે યુગપત્ ઉપયોગ પ્રતિપાદન રૂપ. કારણ કે સિદ્ધો અનંતા છે. તેના સમુદાયમાં કેટલાક જ્ઞાનોપયોક્ત છે કેટલાક દર્શનોપયોક્ત છે. પરંતુ પ્રત્યેક સિદ્ધની વિવક્ષામાં તો એકસાથે બે ઉપયોગનો નિષેધ છે.
પ્રશ્ન-૧૧ ૧૮ – કેવલજ્ઞાન-કેવલદર્શન સદા અવસ્થિત હોવાથી તેનો ઉપયોગ યુગપદ્ છે જ ને ? કેમકે જે બોધરૂપ અને સદા અવસ્થિત હોય છે તેનો ઉપયોગ હંમેશા હોય છે. નહિ તો બોધસ્વભાવ ન ઘટે. એટલે સદા ઉપયોગ હોવાથી બંને ઉપયોગ એક સાથે સિદ્ધ થાય એવું કેમ માનતા નથી ?
ઉત્તર-૧૧૧૮ – કેવી રીતે માનીએ ? એવો કોઈ નિયમ નથી કે જે લબ્ધિની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શન સદા વિદ્યમાન છે. તેથી બંનેનો ઉપયોગ સદા હોવો જોઈએ. કારણ કે, જેમ કેવલજ્ઞાન-દર્શન વિનાના શેષ જ્ઞાન-દર્શનોનો ઉપયોગ સ્વસ્વસ્થિતિકાળ સુધી ન હોવા
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
છતાં તે વિદ્યમાન જણાય છે તેમ કેમ કેવલજ્ઞાન વિદ્યમાન ન થાય ? થાય જ. એટલે વિદ્યમાન જ્ઞાનદર્શનનો ઉપયોગ નિરંતર હોય' એ અનેકાંતિક જ થયું. પ્રજ્ઞાપનામાં પણ “મડુનાની અંતે ! મનાઈન રિ નમો વિરં દોઃ ?” વગેરે દ્વારા કાયસ્થિતિમાં શેષ જ્ઞાનદર્શનોનો કાળ દીર્ઘ સ્થિતિવાળો કહ્યો છે. પણ ઉપયોગ તો અંતર્મુહૂર્તનો જ છે. લબ્ધિથી એ બધા એટલા કાળ સુધી હોય પણ બોધાત્મ ઉપયોગથી ન હોય. તેમ કેવળજ્ઞાન પણ છે.
પ્રશ્ન-૧૧૧૯ – ક્રમસર ઉપયોગ માનવામાં તો પ્રતિ સમય જ્ઞાન-દર્શનનો અંત થશે, એટલે અનંત નહિ રહે. વળી જ્ઞાનાવરણાદિનો ક્ષય પણ નિરર્થક થાય. તથા આવરણ રહિત બે પ્રદીપ જેમ વસ્તુને અનુક્રમે પ્રકાશતા નથી, સાથે જ પ્રકાશે છે તેમ આ બંને પણ વસ્તુને એક સાથે જ પ્રકાશે છે. અથવા બંને એકબીજાને આવરનારા થશે. એમ જો ન માનો તો એકના ઉપયોગકાળે બીજાને નિષ્કારણ આવરણ પ્રાપ્ત થશે. એટલે “નિત્ય સત્તા અથવા અસત્તા પ્રાપ્ત થશે.” તથા જ્ઞાન અથવા દર્શનમાં અનુપયુક્ત કેવળની માનવાથી તે અસર્વજ્ઞ અથવા અસર્વદર્શી થાય એવું તેમને માનવું ઈષ્ટ ક્યાંથી થાય?
ઉત્તર-૧૧૧૯- તો છદ્મસ્થને પણ જ્ઞાન-દર્શનનો એકાંતર ઉપયોગ માનવાથી આ બધા દોષો સમાનપણે જ લાગશે. એટલે કે જ્ઞાનના અનુપયોગ વખતે અજ્ઞાનીપણું, અને દર્શનના અનુપયોગ વખતે અદર્શીપણું, મિથ્યા આવરણનો ક્ષય અને નિષ્કારણ આવરણ એ દોષો છદ્મસ્થને પણ લાગશે.
પ્રશ્ન-૧૧૨૦ – સર્વેક્ષણાવરણ કેવલી હોય છઘસ્થ નહિ. તેથી યુગપતુ જ્ઞાન-દર્શન ઉભયોપયોગવિદન છઘસ્થને જ થાય સાવરણ હોવાથી, કેવલીને નહિ, તે નિરાવરણ હોય છે એમને એ વિઘ્ન કઈ રીતે હોય?
ઉત્તર-૧૧૨૦ – જો કે છદ્મસ્થ ક્ષીણ નિશેષાવરણ નથી છતાં દેશથી તેનો પણ આવરણક્ષય પ્રાપ્ત થાય છે, તેથી તેના આવરણના દેશલય છતે યુગપત્ સર્વ વસ્તુ વિષયજ્ઞાન-દર્શન ઉભયોપયોગ થવો બરાબર નથી એટલું જ અમે માનીએ છીએ જે દેશથી અસર્વવસ્તુ વિષયજ્ઞાન-દર્શન ઉભયોપયોગ છે. તે શું છઘનો નિષેધ કરાય છે? ના, એને યુગપત્ ઉભયોપયોગ નથી, એટલે એ કેવલીનો પણ ઘટતો નથી.
પ્રશ્ન-૧૧૨૧- જો કર્મોપયોગિત્વ માનો તો કેવલિ જે જ્ઞાન કે દર્શનમાં ઉપયુક્ત છે તે છે અને જેમાં ઉપયુક્ત નથી તે નથી જ. અનુપલભ્યમાન–ાતુ ખરવિષાણવતું એમ માનવું પડશે ને?
ઉત્તર-૧૧૨૧ – તો પછી દર્શનાદિત્રિક-દર્શન-જ્ઞાન-ચારિત્રમાં છદ્મસ્થ સાધુનો યુગપત્ ઉપયોગ નથી, કારણ કે છદ્મસ્થને યુગપદુપયોગાભાવ તે માન્યો છે. તો દર્શનાદિત્રિકમાં જ્યાં
Page #276
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૫૭
પણ અનુપયુક્ત તે તારા મતે નથી, એટલે તેના વિના એક પણ દર્શનાદિ રહિત હોય તે સાધુ કઈ રીતે થાય ? અને લોકમાં ને શાસ્ત્રમાં એ સર્વદા સાધુ કહેવાય છે. તેથી ક્રમઉપયોગમાં આ દુષણ પણ નથી. તથા જ્ઞાન અને દર્શનનો શાસ્ત્રમાં અંતર્મુહૂર્ત ઉપયોગ જ કહ્યો છે તેના પછી તારા મતે જ્ઞાન કે દર્શન નથી. એટલે જ્ઞાન-દર્શનોનો જે સાધિક છાસઠ સાગરોપમ આદિ દીર્ઘ સ્થિતિકાળ શાસ્ત્રમાં કહ્યો છે. તે વિસંવાદ થાય છે. અને જે ચતુર્ગાની અને ત્રિદર્શની છદ્મસ્થ ગૌતમાદિ પ્રસિદ્ધ છે, તે પણ તારા મતે તેવા સર્વદા ન થાય. એકવાર એક ઉપયોગના સંભવથી અને અનુપયોગવાનના અસત્ત્વથી...
પ્રશ્ન-૧૧૨૨– ભગ૦ ૧૮શ ૧૧. માં કહ્યું છે જોવનિ મા રેવનોવોr હિં પદમા મદમાં ? જોય પઢમા નો ૩પમ ત્તિ / અહીં જે જે ભાવથી પૂર્વે ન હતો અને અત્યારે થયો તે તે ભાવથી પ્રથમ કહેવાય છે, તેથી કેવલીઓ કેવલોપયોગથી પ્રથમ છે. અર્થાત્ કેવલજ્ઞાન-દર્શનનો ઉપયોગથી કેવલીઓ પ્રથમ છે. અપ્રથમ નથી. તે અપ્રાપ્તપૂર્વ છે. અને પ્રામનો ફરી ધ્વસાભાવ છે. તેથી તેમનો સદૈવ ઉભય ઉપયોગ જણાય છે. જો ક્રમોપયોગ હોય તો થઈ થઈને નષ્ટ થાય અને ફરી ફરી ઉત્પન્ન થવાથી કેવલોપયોગથી તે અપ્રથમ પણ થાય ને?
ઉત્તર-૧૧૨૨ – જો વનવગોગે એમ અહીં ઉપયોગ ગ્રહણથી કેવલીનો ઉપયોગકેવલોપયોગ એવા સમાસથી આવેલ કેવલજ્ઞાન-દર્શનનું ગ્રહણ મનાય તો તે અનર્થાન્તરતા છે. કેવલ-જ્ઞાન-દર્શન એક ઉપયોગથી અભિન્ન હોવાથી પરસ્પર અનર્થાન્તર-અભિન્ન છે. જ્ઞાન અને દર્શન એક જ વસ્તુ થાય છે.
પ્રશ્ન-૧૧૨૩ – ભલે એમ થાય એમ છતાં વેવનોવોનેvi થી સૂત્રમાં શું દોષ થાય? કાંઈ નહિ અમારા માટે સિદ્ધસાધન છે.
ઉત્તર-૧૧૨૩– જો દોષ જાણવામાં તને કુતૂહલ છે તો સાંભળ-આ સૂત્રમાં તે બે કેવલનું ગ્રહણ કરતે છતે શું ફળ સિદ્ધ થાય છે ?
પ્રશ્ન-૧૧૨૪ – તે બંને કેવલ જ્ઞાન-દર્શનની પરસ્પર અનર્થાન્તરતા ઉપદેશાર્થ જ છે, તથા કેવલ વસ્તુના કેવલજ્ઞાન-દર્શન પર્યાયધ્વનિઓથી વિશેષણાર્થે જ આ છે. આ ફક્ત હું જ નથી કહેતો પરંતુ એક વસ્તુના અનેક પર્યાયધ્વનિઓ દ્વારા વિશેષણાર્થે શાસ્ત્રમાં પણ અનેક સૂત્રો છે. જેમ કે તે સિદ્ધાંત સૂત્રોમાં તે એક જ મુક્તાત્મા સિદ્ધ-અકાયિક-નોસંયતાદિ પર્યાયોથી વિશેષ થાય છે, તેમ અહીં પણ એક જ ક્ષાયિકજ્ઞાન વસ્તુ કેવલજ્ઞાન-દર્શન ધ્વનિઓથી જણાવાય છે એમ અન્ય સર્વે પુરંદર-પટ-વૃક્ષાદિ વસ્તુઓ પોતપોતાના પર્યાય શબ્દો દ્વારા શાસ્ત્ર અને લોકમાં જણાવાય જ છે એમાં પ્રદેષ કેવો?
ભાગ-૨/૧૮
Page #277
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૧૨૪ – એમ ન કહેવાય. કારણ કે, ભગવતી અને પ્રજ્ઞાપનામાં સ્પષ્ટ જ કહ્યું છે કે જિન કેવલી પરમાણુ-રત્નપ્રભાદિ વસ્તુમાં સમયે ખં ખાળફ જે સમયે જાણે છે નવ પાસ તા તે સમયે નથી જ જોતા પરંતુ અન્ય સમયે જાણે છે અને અન્ય સમયે જોવે છે. ભગ૦.ઉ.૮ શ૦૧૮-૭૩મત્યું હું ભંતે ! મનુસ્યું પરમાણુ પોળનં વિધ ખાળŞ ન પાસફ, વાઢું ન નાળફ न पासइ ?। गोयमा ! अत्थेगइए जाणइ, न पासइ अत्थेगइए न जाणइ, न पासइः एवं जा અસંધિન્નતિર્ગ્રંથે (અહીં છદ્મસ્થ નિરતિશય લેવા, ત્યાં શ્રુતજ્ઞાની ઉપયુક્ત શ્રુતજ્ઞાનથી પરમાણુને જાણે છે જોતા નથી, બીજાતો જાણતા નથી જોતા નથી. વં હિન્દુ वि । परमोहिए णं भंते ! मणुसे परमाणुपोग्गलं जं समयं जाणइ तं समयं पासइ, जं समयं पासइतं समयं जाणइ ?। नो इणट्ठे समट्ठे । से केणद्वेणं भंते ! एवं वुच्चइ ? । नो इणट्टे સમઢે । મે ળકેળ અંતે ! વં યુવ્વક્ ? । ગોયમા ! સારે છે નાળ મવરૂ, અળવારે સે હંમળે મવરૂ, તેાકેા વં યુધ્વજ્ઞ । એમ પ્રજ્ઞાપનામાં પણ કહેલું છે આ રીતે સિદ્ધાંતમાં સ્પષ્ટ અક્ષરોમાં યુગપત્ ઉપયોગનો નિષેધ કરેલો હોવા છતાં કેમ સર્વ અનર્થોનું મૂળ એવા અભિમાનને મૂકીને ક્રમ ઉપયોગ તું માનતો નથી ?
૨૫૮
પ્રશ્ન-૧૧૨૫ જે કેવલિનો ભગવતીમાં યુગપત્ ઉપયોગ નિષિદ્ધ છે તેને કેટલાંક ‘કેવળી’ શબ્દનો અર્થ છદ્મસ્થ કરે છે, કેમ કે વૃત્તિ વ વત્તિ વાક્યમાં ડ્વ શબ્દલોપથી અથવા વૃત્તિ શાસ્તાષ્યેતિ વ્યવત્તિમાન વાક્યમાં મતુર્ પ્રત્યયના લોપથી એ છદ્મસ્થ છે કેવલિ નહિ, તેનો યુગપત્ ઉપયોગ મેં પણ નિષેધ કર્યો જ છે ને ? અન્ય કેટલાક તો પરતીર્થીક વક્તવ્યતાવિષયક આ કેલિના યુગપત્ ઉપયોગ નિષેધ સૂત્રને ભગવતીમાં કોઈ કારણસર લખાયું છે એટલે અમને પ્રમાણ નથી એમ કહે છે એટલે કેવલિને ક્રમ ઉપયોગ પણ અમને માન્ય નથી તેનું શું ?
ઉત્તર-૧૧૨૫ આ રીતે સૂત્રનો અયોગ્ય અર્થ કરીને જેઓ યુગપદ્ બે ઉપયોગ માને છે તે યોગ્ય નથી. કારણ કે ભગવતીમાં શ૦ ૧૮ ૦ ૮માં છદ્મસ્થ, આધોવધિક, પરમાધિક આ ત્રણેને ક્રમશઃ પ્રથમ વિશેષ્ય વિશેષથી બતાવીને પછી કેવલિને બતાવે છે તેથી તે કૈવલિની સ્વજલ્પિતબદ્ધમિથ્યા આગ્રહથી યુક્તિ રહિત ધૃષ્ટતાના સામર્થ્યથી જાણે મતુમ્ પ્રત્યયલોપથી તે ઉપનય ઉપચાર કરેલી છદ્મસ્થતા નથી. પરંતુ એ નિરૂપચરિત કેવલિ જ છે, જો એ છદ્મસ્થ મનાય તો આ બહાનું બતાવવાનું શું કામ ? કાંઈપણ છદ્મસ્થનું કહેવા જેવું હતું તે પ્રથમ છદ્મસ્થના ઉપન્યાસના કાળે જ બધું કહ્યું હોત, અને “વૃત્તિ ં ભંતે ! પરમાણુોળાં નં સમયે નાળજ્ઞ' વગેરે ભગવતીમાં કહ્યું છે. તે પરમાણુને અવધિજ્ઞાની સિવાય અન્ય છદ્મસ્થ જોતો નથી, ત્યાં પણ બધા અવધિજ્ઞાની જોતા નથી. પરંતુ જે પરમાધિજ્ઞાની છે તે જોવે છે. તેથી પરમાવધિથી જે કાંઈક ન્યૂનાવધિ-આધોવધિક જ તેને જોવે છે. અને તે
-
Page #278
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૫૯ બંને કેવલિના પહેલા બતાવ્યા જ છે. તે બંનેને ય વિશેષથી નિર્ધારકરીને બતાવ્યા હોવાથી હવે કયો બીજો છદ્મસ્થ કેવલી છે જે પરમાણુ પુદ્ગલને દેખે કે જે છબસ્થ કેવલીનું આ તારી કલ્પનાની ભગવતીમાં ગ્રહણ થાય ?
વળી, આગમમાં બીજા સ્થાને પણ છદ્મસ્થાદિ પછી કેવળીનો નિર્દેશ કર્યો છે. પણ ઈવ આદિનો લોપ કરી કેવળીનો છદ્મસ્થ અર્થ નથી કર્યો. ભ૦ શ૦૧ ઉ૦૪માં પણ છદ્મસ્થાદિને નિષેધી પછી કેવળી ત્રણે કાળમાં સિદ્ધ થયા છે, થાય છે, થશે. એમ કહ્યું છે. “છસમર્થે અંતે ! મપૂસે તીયમઇત્યાદિ સૂત્ર મુજબ આ વાત જો છબસ્થ સંબંધી હોય તો પ્રથમ કહેલ છબસ્થની જેમ એને કેવળ સંવરાદિ વડે સિદ્ધિ ન થાય. આમ, સિદ્ધાંતમાં છદ્મસ્થાદિ પછી જે કેવળી કહ્યા છે તે નિરૂપચરિત જ કહ્યા છે. જો એમ ન હોય તો મોક્ષગમન ન ઘટે.
તથા સર્વજ્ઞભાષિત સર્વ સૂત્રમાં એક ઉપયોગ છૂટ રીતે કહેલો છતાં “આ સૂત્ર અન્યદર્શની સંબંધી વક્તવ્યતા માટે છે” એમ કઈ રીતે કહેવાય ? વળી દરેક સૂત્રમાં બે નહિ માત્ર એક જ ઉપયોગનું જણાવ્યું છે. જો બે ઉપયોગ કેવળીને એક કાળે હોય તો એવું બતાવનાર એક સૂત્ર હોત જ. પણ એવું જણાતું નથી.
પ્રશ્ન-૧૧૨૬ – તો એવું સમજો ને કે એ સૂત્ર છવસ્થ જીવોની અપેક્ષાએ છે કેવલી સંબંધી નથી?
ઉત્તર-૧૧૨૬– ન સમજાય, કેમકે સર્વજીવોની સંખ્યાનો અધિકાર છે, જો એમ ન હોય તો અલ્પબદુત્વ-વક્તવ્યતાવાળા સર્વ પદોમાં સિદ્ધને અલગ કરીને માત્ર જો અહીં તેનું ગ્રહણ ન કર્યું હોય તો બતાવો. અથવા જીવાભિગમમાં એ અલ્પબહુત કહેલું જ છે. સિદ્ધ અને અસિદ્ધાદિ જીવો બે પ્રકારે છે, જેમકે તેની ગાથા-સિદ્ધ-અસિદ્ધ, સેન્દ્રિય-અનિન્દ્રિય, કાયઅકાય વગેરે સર્વજીવ આશ્રયીને સૂત્ર કહેલું છે. તથા જ્ઞાન-અજ્ઞાન અને દર્શનનો ઉપયોગકાળ બધે જ અંતર્મુહૂર્તનો કહ્યો છે. તેથી પણ ઉભય ઉપયોગ ઘટતો નથી. એકાંતર ઉપયોગ માનવામાં અમારો જડ આગ્રહ નથી પણ જિનેશ્વરના મતને વિપરિત કરવા અમે શક્તિવાનું નથી.
પ્રશ્ન-૧૧૨૭ – અન્યોન્ય આવરણ અને અકારણતા પણ નથી તો કેવી રીતે તેને આવરણ છે?
ઉત્તર-૧૧૨૭ – જિનેશ્વરને એકાંતર ઉપયોગમાં સ્વભાવ જ આવરણરૂપ છે. એટલે સ્વભાવથી જ યુગપત્ ઉપયોગ ન પ્રવર્તે ક્રમસર જ પ્રવર્તે.
પ્રશ્ન-૧૧૨૮– સૂત્રમાં કહ્યું છે. “ત્યાં જઈને સિદ્ધિ પામે છે” તો કર્મ રહિતને કાંઈક ન્યૂન સાત રાજ સુધી ગમન કઈ રીતે સંભવે?
ભાગ-૨/૧૯
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૧૨૮– કર્મસહિત જીવના ગમનમાં જેમ કર્મ હેતુ છે તેમ નિર્જિવ કર્મ જીવને મોક્ષમાં લઈ જવાના સામર્થ્યમાં સ્વભાવ હેતુ છે.
પ્રશ્ન-૧૧૨૯ - અરૂપી જીવદ્રવ્યમાં મોક્ષગમન ક્રિયા કઈ રીતે થાય?
ઉત્તર-૧૧૨૯ – તો અમે તમને પૂછીએ છીએ કે અરૂપી જીવ દ્રવ્ય ચૈતન્યવાળું શાથી છે? જેમ ચૈતન્ય તેનો વિશેષ ધર્મ છે. તેમ મોક્ષગમનરૂપ ક્રિયા પણ તેના વિશેષ ધર્મરૂપે માનેલ છે. અથવા જેમ પાણીમાં માટીનો લેપ દૂર થવાથી તુંબડું. બંધનોછેદ થવાથી એરંડ ફળ, તેવા પ્રકારના પરિણામથી ધૂમાડો અથવા અગ્નિ અને પૂર્વપ્રયોગથી ધનુષથી છૂટેલા તીરની જેમ ઉર્ધ્વગતિ થાય છે, તેમ સર્વકર્મના ક્ષયથી સિદ્ધની પણ ઉર્ધ્વગતિ થાય છે.
પ્રશ્ન-૧૧૩૦ – તુંબડું વગેરે તો મૂર્તિમાન પદાર્થો છે તેનું અમૂર્ત એવા સિદ્ધની સાથે સાધર્મ કઈ રીતે થાય?
ઉત્તર-૧૧૩૦ – કેમ ન થાય? ઉર્ધ્વગમનરૂપ ગતિ પરિણામથી તેમનું સિદ્ધની સાથે દેશથી સાધર્મ છે. જો દેશોપનયથી દષ્ટાંત માનવામાં ન આવે તો સર્વથા કોઈ પણ દષ્ટાંત સિદ્ધ ન થાય, કેમકે સંસારમાં કોઈપણ વસ્તુનું કોઈપણ વસ્તુ સાથે સર્વથા સાધર્મ નથી. એટલે સવિશેષ પ્રત્યયના અભાવે અધોગમન, તિર્યગમન કે અચલતા નથી. પહેલાં કર્મના લીધે તે હતું અને હમણાં કર્મના અભાવે સર્વજ્ઞના મતથી ઉર્ધ્વગતિરૂપ હેતુથી તે ઉંચે જ જાય છે.
પ્રશ્ન-૧૧૩૧ – તો મુક્તાત્મા ગતિમાન થવાથી મનુષ્યની જેમ વિનાશી, ક્લેશી અને ગતિથી આવનાર થશે ને?
ઉત્તર-૧૧૩૧ : નહિ થાય, કેમકે ગતિરૂપ પર્યાયની અપેક્ષાએ તે ભલે વિનાશી હો, પણ પરમાણુની જેમ સર્વથા વિનાશી નહિ થાય, વળી ક્લેશનું નિમિત્ત કર્મ છે, ગતિ નથી, તેથી કર્મના અભાવે ક્લેશ ક્યાંથી હોય? જો ગતિ જ ક્લેશનું નિમિત્ત હોય તો પરમાણુ આદિ અજીવને પણ તે હોવો જોઈએ. પ્રશ્ન-૧૧૩૨ – ક્લેશ એ જીવનો ધર્મ છે, એટલે અજીવને કઈ રીતે હોય?
ઉત્તર-૧૧૩૨– તો એ ક્લેશ ભવસ્થ જીવનો ધર્મ છે. તે ભવ વિમુક્તનો કઈ રીતે હોઈ શકે ? ન જ હોય.
Page #280
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૧
સિદ્ધની અવગાહના :
ત્રીજા ભાગથી હીન પાંચમો ધનુષ પ્રમાણ શરીરવાળાની ઉત્કૃષ્ટ અવગાહના, સાત હાથ પ્રમાણવાળાની મધ્યમ અવગાહના અને બે હાથવાળાની જઘન્ય અવગાહના થાય છે.
પ્રશ્ન-૧૧૩૩- તો પછી મરૂદેવી માતાની એ પ્રમાણે અવગાહના કેવી રીતે ઘટે? કેમકે તેમની અને નાભિકુલકરના શરીરની ઊંચાઈ પાંચસો પચ્ચીસ ધનુષ છે.
ઉત્તર-૧૧૩૩ – તે નાભિકુલકરથી કાંઈક ન્યૂન અવગાહનાવાળા છે, તેથી પાંચસો ધનુષની જ અવગાહના કહેવાય. અથવા હાથી પર ચડેલા હોવાથી સંકુચિત અંગે મોક્ષપદ પામેલા છે એમ સમજવું એટલે તે અવગાહનામાં વિરોધ નહિ આવે.
પ્રશ્ન-૧૧૩૪ – શાસ્ત્રમાં જઘન્યથી સાત હાથ ઊંચાઈવાળાને મોક્ષની પ્રાપ્તિ કહેલ છે અહીં તમે બે હાથ પ્રમાણવાળો શાથી કહો છો ?
ઉત્તર-૧૧૩૪ – તે સાત હાથ પ્રમાણ તીર્થકરો માટે જાણવું અને સામાન્ય કેવળીઓ મોક્ષ પામતા હોય તેમને બે હાથ પ્રમાણ જાણવું. તે બે હાથ પ્રમાણવાળા કુર્માપુત્ર વગેરે જઘન્યથી હોય છે. આમ સિદ્ધાંતમાં જે ઉત્કૃષ્ટ અને જઘન્યાદિ અવગાહના કરી છે તે બહુલતા આશ્રયીને કહી છે. સિદ્ધક્ષેત્રમાં બિરાજમાન સિદ્ધની સ્થિતિ તથા સ્પર્શના :
જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો કહ્યા છે. તે સર્વલોકના અંતે પરસ્પર અવગાહીને રહેલા છે. નિયમાં એક સિદ્ધ સર્વપ્રદેશો વડે અનંત સિદ્ધોને સ્પર્શે છે, અને જે એ રીતે દેશ-પ્રદેશથી સ્પર્શાએલા છે તે પણ તેનાથી અસંખ્યાત ગુણા છે. કેમકે સર્વ પ્રદેશો વડે અનંતા સિદ્ધો સ્પર્શાવેલા છે.
એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો અવગાહીને રહેલા છે તેના કરતાં પ્રદેશની વૃદ્ધિ-હાનિથી જે અવગાહી રહ્યા છે તે અસંખ્યય ગુણા છે, કેમકે એક સિદ્ધનો અવગાહ અસંખ્યય પ્રદેશાત્મક છે. પ્રશ્ન-૧૧૩૫ – તો પછી એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો કઈ રીતે સમાય છે?
ઉત્તર-૧૧૩૫ – જેમ એક શેયમાં અનેક જ્ઞાનોનો સમાવેશ થાય છે, અથવા એકરૂપમાં અનેક દૃષ્ટિઓ રહેલી છે, તેમ મૂર્તિના અભાવે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધ સમાય છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૩. આચાર્યનું સ્વરૂપ :
નામાદિ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. એક ભવિકાદિ અથવા લૌકિકમાં શિલ્પશાસ્ત્રાદિને જાણનાર દ્રવ્ય આચાર્ય કહેવાય છે. પાંચ આચારને આચરનાર તથા ઉપદેશક આચાર્ય કહેવાય છે. પાંચ આચારના જ્ઞાનથી અનુપયુક્ત તે આગમથી દ્રવ્યાચાર્ય છે. અને સ-ભવ્યવ્યતિરિક્ત તે એક ભવિક, આચાર્યબદ્ધ આયુવાળા અથવા અપ્રધાન તે નો આગમથી દ્રવ્યાચાર્ય છે. પાંચ આચારને મોક્ષ માટે આચરનાર તેનું કથન કરનાર, ઉપદેશક તે ભાવાચાર ઉપયુક્ત હોવાથી ભાવાચાર્ય કહેવાય છે.
૪. ઉપાધ્યાયનું સ્વરૂપ -
તે પણ નામાદિ ચાર પ્રકારે છે. લૌકિક શિલ્પાદિ, તથા સ્વધર્મના ઉપદેશક અન્યદર્શનીઓ વ્યતિરિક્ત દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય છે. દ્વાદશાંગ રૂપ સ્વાધ્યાય શિષ્યોને સૂત્રથી ઉપદેશે તે ભાવ ઉપાધ્યાય કહેવાય છે.
૫. સાધુનું સ્વરૂપ :
સાધુ નમસ્કારના અધિકારમાં નિયુક્તિની દશ ગાથાઓ સુગમ છે એટલે એમાંથી સ્વરૂપ સમજી લેવું.
વસ્તુ દ્વાર સમાપ્ત આક્ષેપ દ્વાર - સંક્ષેપ અને વિસ્તારને અતિક્રમ કરીને ન રહે તે સૂત્ર. સંક્ષેપવતસામાયિકસૂત્ર વિસ્તારવત-ચૌદપૂર્વે આ નમસ્કાર ઉભયાતીત છે. જ્યાં સંક્ષેપ કે વિસ્તાર નથી. જો એ સંક્ષેપ હોય તો બે પ્રકારનો જ નમસ્કાર થાય સિદ્ધ અને સાધુને, પરિનિવૃત્ત અહંદાદિ સિદ્ધ શબ્દથી અને સંસારી સાધુ શબ્દથી ગ્રહણ કરવાથી, જો કે વિસ્તારથી તે પણ ઘટતું નથી, કેમકે વિસ્તારથી નમસ્કાર અનેક પ્રકારનો છે. જેમકે, ઋષભ-અજિતાદિના નામગ્રાહપૂર્વક સર્વ તીર્થકરોને તથા એક બે-ત્રણ આદિ સમય સિદ્ધોને યાવતુ અનંત સમય સિદ્ધોને તથા તીર્થ-લિંગ-પ્રત્યેક બુદ્ધાદિ વિશેષણથી વિશિષ્ટોને આ રીતે અનંતભેદ નમસ્કાર થાય છે, તેથી એ બંને પક્ષ માની એ નવકાર પાંચ પ્રકારનો ઘટતો નથી.
પ્રસિદ્ધિ દ્વાર - આક્ષેપનો જવાબ એટલે પ્રસિદ્ધિ- સંક્ષેપો ના વિસ્તરતઃ એ અસિદ્ધ છે. કેમકે એ સંક્ષેપ છે. કારણ વશ કૃતાર્થ-અકૃતાર્થના પરિગ્રહથી સિદ્ધસાધુ માત્ર જ સંક્ષેપ કહેલો છે ને ! એવું માનવું બરાબર નથી, ત્યાં અન્ય કારણ પણ છે-અરિહંતાદિ નિયમ સાધુઓ છે. સાધુઓની અરિહંતાદિમાં ભજના છે. કેમકે, તે બધા અરિહંતાદિ નથી. કેટલાક અરિહંત
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૩
ગુજરાતી પ્રશ્નોત્તર છે, કેટલાક સામાન્ય કેવલિ, કેટલાક આચાર્યો-વિશિષ્ટ સૂત્રાર્થ દેશક, અન્ય ઉપાધ્યાયો, કેટલાક સામાન્ય સાધુઓ છે. આ રીતે સાધુઓનો અહંદાદિમાં વ્યભિચારથી તેને નમસ્કાર કરવામાં પણ અહંદાદિ નમસ્કાર સાધ્યવિશિષ્ટફલની સિદ્ધિ થતી નથી. તેથી સંક્ષેપથી દ્વિવિધ નમસ્કાર અયુક્ત જ છે કારણ કે અવ્યાપક છે. પ્રયોગ :- સાધુમાત્રનમસ્કારો विशिष्टाहदादिगुणनमस्कृतिफलप्रापणसमर्थो न भवति, तत्सामान्याभिधाननमस्कारत्वात्, મનુષ્યમાત્રનમારવત્ નીવમાત્રનHIRવત્ વા I તેથી સંક્ષેપથી પણ પાંચ પ્રકારનો જ નમસ્કાર છે બે પ્રકારનો નહિ અવ્યાપકતાત વિસ્તારથી તો નમસ્કાર કરાતો જ નથી.
ક્રમ દ્વાર :- (૧) પૂર્વનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી, આ અહંદાદિક્રમ પૂર્વાનુપૂર્વી નથી, એકાંત કૃતકૃત્યત્વથી સિદ્ધોને પ્રથમ નથી કહેલા, તેથી અને “સિદ્ધાણં નમોલ્લા મર્દ તુ તો ” એ સૂત્રથી અરિહંતોના પણ નમસ્કાર્ય તરીકે સિદ્ધો પ્રધાન છે. અને પ્રાર્થિત હોવાથી પ્રધાન પૂર્વે કહેવાય છે. આ ક્રમ પશ્ચાનુપૂર્વી નથી. સાધુને પ્રથમ કહેલા હોવાથી અહીં અપ્રધાન હોવાથી સર્વથી છેલ્લા સાધુઓ છે. એટલે, તેમને આદિમાં જણાવીને છેલ્લે સિદ્ધ ને મૂકો તો પશ્ચાનુપૂર્વી થાય. તેથી પ્રથમ સિદ્ધાદિ અને બીજી સાથુઆદિ હોવાથી આ પૂર્વાનુપૂર્વી કે પશ્ચાનુપૂર્વી નથી.
આ પૂર્વાનુપૂર્વી ક્રમ જ છે જે કહ્યું ને કે સિદ્ધાદિ એ થાય છે તે બરાબર નથી, કેમકે અરિહંતના ઉપદેશથી જ સિદ્ધો પણ જણાય છે. તેઓ પ્રત્યક્ષાદિ ગોચરાતીત હોવાથી આગમગમ્ય છે. તેથી અહંદાદિ જ પૂર્વાનુપૂર્વી મનાય છે. એટલે જ અરિહંતોનું અભ્યહિતત્વ જાણવું. કૃતકૃત્યત્વ પણ અલ્પકાળ વ્યવહિત હોવાથી પ્રાયઃ સમાન જ છે. તથા નમસ્કાર્યત્વ પણ અસાધક જ છે. અહમ્ નમસ્કાર પૂર્વક જ સિદ્ધત્વની પ્રાપ્તિથી વાસ્તવિક તો અરિહંતો પણ સિદ્ધના નમસ્કાર્ય છે.
પ્રશ્ન-૧૧૩૯ – જો એમ હોય તો આચાર્યાદિથી ક્રમ પ્રાપ્ત થયો, અરિહંતો પણ આચાર્યના ઉપદેશથી ઓળખાય છે ને?
ઉત્તર-૧૧૩૬– ના, કારણ કે અરિહંત-સિદ્ધનો જ વસ્તુત તુલ્યબળનો વિચાર સારો છે, કારણ તે બંને પરમનાયકપદ પર રહેલા છે. આચાર્યો તો અરિહંતોની પર્ષદા જેવા છે. કોઈપણ વ્યક્તિ પર્ષદાને પ્રણામ કરીને રાજાને નમતો નથી. એટલે આ વાત અયોગ્ય છે.
પ્રશ્ન-૧૧૭૭ – ચાલો, તો પછી ગૌતમાદિ ગણધરોને જિનાદિ ક્રમ ઘટે છે, કેમકે તેઓ જિનના જ ઉપદેશથી શેષ સિદ્ધ-આચાર્યાદિને જાણ છે. પણ તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ પોતપોતાના ગુરુના ઉપદેશથી સિદ્ધાદિને અને અરિહંતને જાણે છે. તેથી કેટલાકનો અહંદાદિ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અને કેટલાકનો આચાર્યાદિ ક્રમ તમારા અભિપ્રાયથી અનિયત થાઓ અથવા તે ગણધરોના આચારપ્રવર્તકત્વને આશ્રયીને ભગવાન આચાર્ય જ છે એટલે તમારે આચાર્યાદિ જ સર્વસાધુ ગણધરોનો ક્રમ પ્રાપ્ત થાય છે?
ઉત્તર-૧૧૩૭ – જોકે આચાર્યાદિઓ અરિહંતાદિને ઉપદેશ છે છતાં જે પ્રથમ ઉપદેશગ્રાહણ ગણધરોનું તેમને આશ્રયીને કહેવાય છે તે અરિહંત પાસેથી જ છે. અન્ય આચાર્યાદિ પાસેથી નથી. જે આચાર્યો અરિહંતાદિને ઉપદેશે છે તેઓ પણ અહંદુપદિષ્ટના જ ફક્ત અનુભાષકો છે. સ્વતંત્ર દેશકો નથી. અથવા આચાર્યોપદેશાદિથી પણ અરિહંતો જણાય છે એમ મનાય તે રીતે પણ અહંદાદિ જ ક્રમ છે. તે અરિહંત જ અહંદ આચાર્ય-ઉપાધ્યાય ભાવરૂપ છે. તે મહાવીરાદિ ભગવાન અષ્ટ મહાપ્રાતિહાર્યાતિશયયોગથી અહનું તે જ તત્ત્વોપદેશાદિથી ગુરુ-આચાર્ય, તે જ ઇન્દ્રિય-કષાય-યોગાદિના વિનયનથી ઉપાધ્યાય. તેથી આચાર્યાદિ ક્રમ પર કહેતા છતાં સામર્થ્યથી અહંદાદિ ક્રમ આવે છે. એ આચાર્ય છે એટલે જિન ન હોય એવું નથી, પણ હોય જ.
જો દીલાસમયે ભગવાન છા ગુણાધિક સિદ્ધોને નમસ્કાર કરે છે. તો ભલે કરે, કોઈ દોષ નથી. કારણ કે ત્યારે છદ્મસ્થ તીર્થકર છે. એ તત્કાલ અરિહંત નથી કેવલોત્પત્તિમાં જ થાય છે.
પ્રશ્ન-૧૧૩૮ - જો છઘસ્થતીર્થકરની અપેક્ષાએ સિદ્ધો ગુણાધિક તમે માનો તો છદ્મસ્થતીર્થકરને પ્રથમ નમસ્કાર કેમ ?
ઉત્તર-૧૧૩૮ – બરાબર નથી, ત્યારે અમે છદ્મસ્થતીર્થકરાદિ નમસ્કાર માનતા નથી પરંતુ ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા અહંદાદિ જ માનીએ છીએ. તે કેવલિ ભગવાન સિદ્ધાદિવસ્તુ સમૂહસ્વરૂપના ઉપદેશદાનથી સિદ્ધો કરતાં ગુણાધિક છે. એમ જણાવેલું જ છે. એટલે અહંદાદિ જ નમસ્કાર છે.
પ્રશ્ન-૧૧૩૯ – જો છઘસ્થ તીર્થકરાપેક્ષા સિદ્ધો ગુણાધિક છે તો અકૃતાર્થ છવસ્થ તીર્થકરકાળે સિદ્ધાદિ નમસ્કાર થાય એ ન્યાયી છે?
ઉત્તર-૧૧૩૯- જ્યારે અહીં ભરતાદિમાં છદ્મસ્થ તીર્થકર છે. ત્યારે પણ મહાવિદેહોમાં અન્ય કેવલિ અહંન્ત છે. તેથી અહંદાદિ નમસ્કાર નિત્ય છે. એમ માનવું જ યોગ્ય છે.
પ્રયોજન-ફળદ્વાર :- પ્રયોજન-કરણકાળે જ અક્ષેપથી જ્ઞાનાવરણાદિકર્મક્ષય અનંતકર્મપુગલના નાશ વિના ભાવથી નમસ્કારની પણ અપ્રાપ્તિ છે. તથા મંગલાગમ જે કરણકાળભાવિ છે અને કાલાન્તરભાવિ આલોક-પરલોક ભેદથી ભિન્ન બે પ્રકારનું ફલ છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
આલોકનાં ફળમાં ત્રિદંડી અને દિવ્ય માતુલુંગ વનમાં તથા પરલોકમાં ચંડપિંગલ અને કુંડિક યક્ષનાં દૃષ્ટાંતો છે.
૨૬૫
આલોકમાં નમસ્કારથી અર્થ-કામ થાય છે, આરોગ્ય થાય છે અને આ અર્થાનંદ એનાથી શુભવિપાકવાળા થાય છે. તથા અભિરતિ થાય છે તે આલોકમાં પણ અર્થાદિથી થાય છે અને પરલોકવિષયા પુણ્યની નિષ્પત્તિ, સિદ્ધિ, સ્વર્ગ, સુકુલપ્રત્યાયતિ તેમનાથી જ થાય છે.
વિશેષથી પ્રયોજન :- નમસ્કારના લાભકાળે જ તેના ઉપયોગથી પ્રતિસમય કર્મક્ષય થાય છે તથા સર્વ કાર્યોમાં પ્રવૃત્ત થયેલાને મંગલ-અવિઘ્ન હેતુ નમસ્કાર થાય છે.
પ્રશ્ન-૧૧૪૦ – નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય કઈ રીતે થાય ?
ઉત્તર-૧૧૪૦ – એ નમસ્કાર શ્રુત-આગમ છે. અને તે શ્રુતોપયોગરૂપ પ્રયોજન છે તે આત્મહિત-પરિજ્ઞા-ભાવસંવરાદિ ભેદથી ઘણા પ્રકારે છે. એટલે શ્રુતરૂપ હોવાથી તેના ઉપયોગથી કર્મક્ષય થાય જ છે.
નમસ્કાર નિર્યુક્તિ સમાપ્ત
સામાયિક નિયુક્તિ
પ્રશ્ન-૧૧૪૧ – કરોમિ ભંતે સામાઇયં સૂત્રમાં કરોમિ પદ શરૂઆતમાં છે તો કરણાર્થમાં છે. એવું કેમ બતાવ્યું ?
:
ઉત્તર-૧૧૪૧ - જે સૂત્ર ઊચ્ચર્યુ તેમાં “કરોમિ” કહેતાં જે રીતે ઘાતુ-ડુક રળે કરણાર્થે કરી છે. તેનાથી કરોમિ વચનથી તેના અર્થભૂત ક૨ણ અહીં જણાય છે. એટલે શરૂઆતમાં કરણ પદ અહીં બતાવ્યું છે.
કરણ શબ્દના નિક્ષેપો- (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ક્ષેત્ર (૫) કાળ (૬) ભાવ નામ કરણ ઃ- નામ એ જ કરણ, નામનું કરણ, નામથી કરણ,
સ્થાપના કરણ ઃ- કરણ શબ્દનો ન્યાસ, જે કરણનો દાતાદિનો આકાર લાકડાદિમાં સ્થાપિત તે,
દ્રવ્ય કરણ :- વિતે તવિત્તિ રનેં કર્મસાધન, જ્યિતેનેનેતિ કરણસાધન, તે દ્રવ્યની કૃતિ કરણ-ભાવસાધન, યિતે તસ્મિન્નિતિ અધિકરણસાધન. કર્મ-કરણ-અધિકરણ પક્ષોમાં વ્ય રણં । કર્મધારય સમાસ અથવા યથા સંભવ બીજા ષષ્ઠિતત્યુ. આદિ સમાસની અપેક્ષા ક્રિયા
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ કરણ મનાયું છે. દા.ત. દ્રવ્યસ્ય વેર દ્રવ્ય વા વારાં દ્રવ્ય વાર તદ્વયતિરિક્ત દ્રવ્યકરણ ૨ પ્રકારે (૧) સંજ્ઞાકરણ (૨) નોસંજ્ઞાકરણ
(૧) સંજ્ઞાકરણ :- પેલુકરણાદિ બહુભેટવાળું છે લાટદેશમાં રૂની પૂણિ પ્રસિદ્ધ છે તે જ મહારાષ્ટ્રમાં પેલુ કહેવાય છે. તેનુ કરણ વંશાદિમથી શલાકા પેલુકરણ-કટકરણ, વાર્તાકરણ કાંડકરણ વગેરે એમ અન્ય પણ લોકપ્રસિદ્ધ-લોકસંજ્ઞાવિશિષ્ટ કરણ સંજ્ઞાકરણ જાણવું.
પ્રશ્ન-૧૧૪૨ – સંજ્ઞા એટલે નામ, તેથી સંજ્ઞાકરણ અને નામકરણમાં તફાવત શું છે? બંને એક જ છે ને?
ઉત્તર-૧૧૪૨ – ના એ બરાબર નથી. કારણ કરણ એવા ત્રણ અક્ષરરૂપ અભિધાન માત્ર જ નામ છે. દ્રવ્ય નથી. અથવા જે કરણાર્થ વિકલ વસ્તુમાં સંકેત માત્રથી કરણ એવું નામ કરાય તે નામકરણ, અને સંજ્ઞાકરણ તો પેલુકરણાદિક પૂણીવાળવાની શલાકાદિ દ્રવ્ય છે, તે તે પૂણિકાકરણરૂપથી જે દ્રવણ ગમન તસ્વભાવ કહેવાય છે. કારણ કે તે પેલુકરણાદિ દ્રવ્ય કરણશબ્દાર્થ રહિત નથી. તે પૂણિકાદિકરણ પરિણામ યુક્ત છે અને કરણ અભિયાન માત્ર રૂપ શબ્દ નથી. આટલો નામ કરણ-સંજ્ઞાકરણમાં ભેદ છે.
પ્રશ્ન-૧૧૪૩ – જો કરણશબ્દાર્થરહિત સંજ્ઞાકરણ ન હોય તો એ દ્રવ્યકરણ શેનાથી? એ દ્રવ્યવિચારમાં કેમ કહેવાય છે? એ ભાવકરણ જ થાય ને?
ઉત્તર-૧૧૪૩- ના કહેવાય, કારણ કે પેલુકરણાદિ સંજ્ઞાકરણથી પૂર્ણિકાદિ દ્રવ્ય કરાય છે. એટલે દ્રવ્યનું કરણ દ્રવ્યકરણ એ વ્યુત્પત્તિને આશ્રયીને એ દ્રવ્યકરણ કહેવાય છે.
(૨) નોસંજ્ઞાકરણ :- પ્રયોગથી-વિગ્નસાથી-અરૂઢ-અપ્રસિદ્ધકરણસંજ્ઞા-નોસંજ્ઞાકરણ તે કરણ લક્ષણ ક્રિયાથી છે. અર્થાત-જો કે શરીર-વાદળ-ઇન્દ્રધનુઆદિમાં કરણ સંજ્ઞા નથી તો પણ પ્રયોગ વિશ્રસા જનિત કરણક્રિયા છે એટલે તે અપેક્ષાએ એમનું કરણત્વ વિરોધિ નથી. અજીવદ્રવ્યોનું વિગ્નસાકરણ આદિ અને અનાદિ હોય છે. ત્યાં ધમ-ધમ-કાશાસ્તિકાયનું સંઘાતના કરણપ્રદેશોનું પરસ્પર સંમતિ-અવસ્થાનરૂપ કરણ અનાદિરૂપ જાણવું.
પ્રશ્ન-૧૧૪૪– વસ્તુની કૃતિ-નિવૃતિ કરણ કહેવાય છે. તે ઘટ-અટક-કટાદિત સાદિ જ હોય છે તેથી જો તમે તે કરણ અનાદિ કહો તો મારી મા વાંજણી છે એની જેમ સર્વથા વિરુદ્ધ થાય છે?
ઉત્તર-૧૧૪૪ – ના, કારણ કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશોનું પસ્પરર જે સમ્યગાધાનઅનાદિકાળથી સંહતિ-અવસ્થાન છે, તે ઘાતુઓ અને કાર્ય હોવાથી અહીં કરણ તરીકે માન્ય
Page #286
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૭ છે. અપૂર્વ નિવૃત્તિ એ કરણ નથી, અને ધર્માસ્તિકાયાદિ પ્રદેશ રાશિના સંહતિ-અવસ્થાનનું અનાદિત્વ કાંઈપણ વિરોધવાળું નથી. એ અનાદિ છે. અથવા ઉપચારથી ધર્માસ્તિકાયાદિનું કરણ સાદિ જાણવું. ઘટાદિવસ્તુઓને આશ્રયીને સંયોગ-વિભાગાદિ કરણ અર્થાત્ આકાશાદિનાં ઘટાદિસંયોગાદિ સાદિ અને સાંત છે, તેથી જે તેમનો ઘટાદિ સાથે સંયોગાદિકરણ છે તે સાદિ જ હોય છે અથવા પર્યાય રૂપે જૈનોને સર્વ વસ્તુ આદિ-સાત જ હોય છે. એટલે પર્યાયોને આશ્રયીને આકાશવગેરેનું પણ કરણ સાદિક જાણવું. એ પ્રમાણે અરૂપી અજીવ દ્રવ્યોનું વિગ્નસાકરણ આદિ-અનાદિરૂપે સમજવું.
રૂપીઅજીવદ્રવ્યાશ્રયી - વાદળ-ઈન્દ્રધનુ-પરમાણુ વગેરે રૂપીઅજીવદ્રવ્યોનું વિગ્નસાકરણ ચક્ષુથી દેખાય છે. એટલે ચાક્ષુષ છે. અને પરમાણું કયણુંકાદિનું ચક્ષુગોચરાતીત છે એટલે અચક્ષુષ છે. આ બંને સંઘાત-ભેદકૃત ઘણા ભેદવાળું સાદિક છે. વાદળાદિના કેટલાક પુદ્ગલોનો સંઘાત અને કેટલાકનો ભેદ થાય છે એટલે તે નાનારૂપ છે. તણુંકાદિમાં પરમાણુનું તો સ્કંધથી ભેદકૃત કરણ જ છે. કારણ-કૃતિ-સ્વભાવથી જ નિવૃત્તિ, નહિ કે ક્રિયતે ઈતિ કરણ. એ પ્રમાણે બંને પ્રકારના વિગ્નસાકરણ જણાવ્યા.
પ્રયોગકરણ - પ્રયોગ-જીવવ્યાપાર તેનાથી જે કરવું તે પ્રયોગકરણ-તે સજીવ-અજીવ એમ ઘણા પ્રકારે છે. સજીવ-પાંચે શરીરોનું-મૂલકરણ-ઉત્તરકરણરૂપ. મૂળકરણ-પાંચે શરીરોનું આદ્ય પુદ્ગલ સંઘાતકરણ તે, ઉત્તરકરણ-પ્રથમ ત્રણ શરીરોનું હોય છે, તેજ-કાશ્મણનું નહિ.
પ્રશ્ન-૧૧૪૫– પ્રથમ ત્રણ શરીરોનાં શિર-ઉર વગેરે અંગો કર-ચરણાદિથી આંગળીઓ વગેરે ઉપાંગો હોય છે ત્યાં કેટલું મૂળકરણને કેટલું ઉત્તરકરણ છે?
ઉત્તર-૧૧૪૫ – શિર, ઉર, પીઠ, બે બાહુ, ઉદર, બે જંઘા આ આઠ અંગોનું નિર્માણ તે મૂળકરણ. બીજું બધું ઉત્તર કરણ છે. તથા ઔદારિક-વૈક્રિયનું કેશ-નખ-દાંતાદિ સંસ્કારરૂપ જે કેશાદિકર્મ છે તે પણ તેમનું ઉત્તરકરણ છે. તથા તુટેલા કાનાદિ અવયવના સંઘાનાદિરૂપ ઔદારિકમાં અને કેશાદિ સંસ્થાપનરૂપ વૈક્રિયમાં આમ બંને શરીરોમાં સંસ્થાપન-અનેક પ્રકારનું હોય છે. પ્રથમ શરીરમાં લક્ષપાક તલાદિથી વર્ણાદિનું વિશેષાપાદન તે તેનું ઉત્તરકરણ અને કેશાદિના ઉપચયનરૂપ સંસ્કરણ તે વૈક્રિય શરીરનું ઉત્તરકરણ છે.
અન્યરીતે ત્રિવિધ જીવપ્રયોગકરણ - અથવા ઔદારિકનું સંઘાત-પરિશાટન અને ઉભય ત્રણ પ્રકારે કરણ જાણવું. પૂર્વભવિક ઔદારિકશરીરને છોડીને આગળના ભાવમાં ફરીથી તે ગતિમાં જે પુદ્ગલોનું સંઘાતન-ગ્રહણ અને તે જ ઔદારિકશરીર છોડીને સર્વથા તેના પુદ્ગલોનો ત્યાગ તે પરિશાટ કહેવાય છે. અને બધા સંઘાત-પરિશાટના અપાંતરાલ સમયોમાં
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉભય જાણવું. પ્રથમ શરીરને ત્રિવિધકરણ હોય છે. છેલ્લા બેને સંઘાત નથી હોતું. છોડેલા તે બંને ફરી ગ્રહણ થતા નથી.
કાલપરિણામ :- ઔદારિકશરીર પુદ્ગલોનું પ્રથમ સંઘાત ૧ સમય જ હોય છે. ત્યાર બાદ ઉભયકરણ અને પુગલોનો પરિપાટ પણ એક જ સમય. ઔદારિકાદિનો સંઘાતપરિપાટ ઉભયકાલ-૨૫૬ આવલિ પ્રમાણ આયુષ્યની જઘન્યસ્થિતિરૂપ ક્ષુલ્લકભવ ગ્રહણ કહેવાય છે. તે વિગ્રહ સમયોમાંથી એકધારા અને સંઘાત સમયે અન્યૂન સંઘાત-પરિશાટલક્ષણ ઉભયનું જઘન્ય ત્રણ સમયનું ન્યૂન સ્થિતિમાન થાય છે.
પ્રશ્ન-૧૧૪૬ - વિહિલામો રિ પ વી વલે નોકામન્ના તફg af ઘાવ નાડીવહિં નાયડુ વધે છે એ સૂત્રથી જ્યારે નીચેની ત્રસનાડીના બહારનાભાગથી ઉર્ધ્વલોકમાં ત્રસનાડિની બહાર જ નિગોદાદિ જીવ ૪ સમયે ઉત્પન્ન થાય છે ત્યારે વિગ્રહગતિમાં અપાન્તરાલગતિમાં પ્રથમ ત્રણસમયો ચોથો સંઘાત સમય એમ ૪ સમય ન્યૂન ક્ષુલ્લકભવગ્રહણ સંઘાત-પરિપાટ ઉભયનો જઘન્ય કાળ પ્રાપ્ત થાય છે તો અહીં ત્રણસમય જૂન ક્ષુલ્લકભવગ્રહણ જઘન્ય કાલ કેમ કહો છો?
ઉત્તર-૧૧૪૬ – સાચી વાત છે, પણ આ ચારસમયની વિગ્રહગતિમાં જે પ્રથમ સમય છે તે અહીં પરભવનો પ્રથમ સમય વિવઢ્યો નથી પણ, પૂર્વભવનો ચરમ સમય જ વિવક્ષિત છે, કેમકે ત્યાં પૂર્વભવનું શરીર મુચ્યમાન છે અને મુશ્યમાન મુક્ત એવો વ્યવહારનય આશ્રય છે. અથવા અહીં ત્રસજીવ સંબંધિ અપાંરાલગતિની વિવક્ષા હોઈ અને ત્રસજીવો ઉત્કૃષ્ટથી પણ ત્રીજા સમયે ઉત્પત્તિસ્થાને પહોંચે છે. એટલે દોષ નથી. એમ અમે માનીએ છીએ તત્ત્વ વહુશ્રુત પંચમ્ અહીં ક્ષુલ્લકભવ ગ્રહણો ૧ શ્વાસોશ્વાસમાં સાધિક ૧૭ માનવા (ઘુડ્ડામવરણ सत्तरस हवंति आणुपाणाम्मि)
ઉત્કૃષ્ટ પરિશાટના કાળ - જે દેવકુરુ આદિમાં ઉત્પન્ન ઔદારિકશરીરનું પ્રથમ સમયે સંઘાત કરીને ત્રણપલ્યોપમ ઉત્કૃષ્ટાયુ પાળીને મરે છે. તેને સંઘાતન્યૂન ત્રણપલ્યોપમ ઉત્કૃષ્ટ સંઘાત-પરિપાટોભયકાળ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૧૧૪૭ – એ એક સમય જ ન્યૂન કેમ કહેવાય? કારણ કે જેમ શરીરગ્રહણના પ્રથમ સમયે સર્વસંઘાત છે તેમ મોક્ષ સમયે સર્વપરિશાટ હોય છે. તેથી તે પરિશાટસમય દૂર કરતા ત્રણ પલ્યોપમમાં ૨ સમયજૂન જ એ પ્રાપ્ત થાય ને?
ઉત્તર-૧૧૪૭ – ભવના ચરમસમયે પણ સંઘાત-પરિશાટ ઉભય જ પ્રાપ્ત થાય છે અને જે શરીરપુદ્ગલોનો કેવલ પરિશાટ જ છે તે પરભવના પ્રથમ સમયે જ માનવો એમ નિશ્ચયનયનો મત છે એટલે તે પરિપાટ સમયન્યૂન સંઘાત-પરિપાટોભય કાળ ન હોય.
Page #288
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૯
નિશ્ચયવ્યવહારની આ વિષયમાં વિચારણા :
વ્યવહારનય :- જે પરભવના પ્રથમ સમયે જો તુ શાટ માને અને નિર્વિગ્રહથી ઋજુશ્રેણીથી જ ઉત્પન્ન થનાર ને તે જ સમયે સંઘાત માને તો સર્વ શાસંઘાત યુગપતું એક જ સમયમાં વિરુદ્ધ તે બંને પ્રાપ્ત થાય છે. સર્વશાટ પૂર્વભવશરીર સંબંધિ અને સર્વસંઘાત આગામી ભવશરીરસંબંધિ છે અને બે ભવના શરીર એક સાથે હોય એ તો અત્યંત વિરુદ્ધ છે.
નિશ્ચયનયઃ- જે કારણથી ક્રિયા-નિષ્ટકાળના અભેદથી પરભવના આદ્ય સમયે જતું એવું પૂર્વભવનું શરીર નષ્ટ થયું અને ઉત્પન્ન થતું આગળનું શરીર ઉત્પન્ન થયું. તે કારણે ત્યાં મોક્ષગ્રહણ મનાતાં કોઈ વિરોધ નથી. મુચ્યમાન મુક્ત તરીકે એક જ આગળના ભવનું શરીર ત્યાં છે પરંતુ મરણસમય પરભવના પ્રથમ સમય તરીકે જ માનવો. નહિતો દોષ સંભવે, ચ્યવન સમયે આભવ નથી કેમકે આભવદેહ અને આયુ. મુચ્યમાન છે મુચ્યમાનો સર્વથા વિમોક્ષ છે. ક્રિયાનિષ્ઠાકાળ અભેદ છે. જેમ અતીત જન્મમાં આ ભવ નથી તેમ મ્યુતિ સમયે પણ તે નથી જ. એટલે જો તે સ્મૃતિસમયે પણ પરભવ તું ન માને તો એ સંસારી જીવ કોણ થાય. આ ભવનું તો એનું નિષેધ જ છે અને પરભવત્વ હજુ ઉત્પન્ન થયું નથી ? અને સંસારીત્વથી મુક્તનો વ્યપદેશ ન હોઈ એ નિર્ચપદેશ જ થાય.
વ્યવવહાર નય :- જેમ વિગ્રહકાળે વિગ્રહગતિ દ્વારા પરભવમાં જતી વખતે પરભકિદેહાભાવે પણ જીવનું પરભવગ્રહણ-નારકાદિપારભવિકવ્યપદેશ છે. તેમ મ્યુતિ સમયે પણ આ ભવશરીરભાવે પણ આભવ પણ જો હોય તો શું દોષ? કોઈ નહિ. ન્યાય સમાન છે.
નિશ્ચય નય :- જે કારણથી અપાંતરાલગતિમાં જીવનો વિગ્રહકાળ છે પૂર્વભવકાળ નહિ તેથી જ દેહાભાવે પણ એ પરભવસંબંધિત્વથી વ્યવપદેશ્ય છે. પરભવાયુ ઉદીર્ણ હોવાથી અને પૂર્વભવાયુ પહેલાં જ ક્ષીણ હોવાથી અને નિરાયુષ જીવનો સંસારમાં અભાવ હોવાથી. શ્રુતિ સમયે પૂર્વભવદેહ નથી કેમકે તે છોડેલો છે. અને વિગ્રહ નથી વક્રીભાવ છે. જો એમ હોય તો તે શ્રુતિસમય આભવ-પરભવિક ભવસમયોમાંથી કયો સમય હોય? વ્યવહાર નય :- એ તો મેં કહ્યું છે જેમકે વિગ્રહકાળે પરભવદેહાભાવે પણ પરભવ છે તેમ મ્યુતિસમયે આ ભવ દેહાભાવે પણ આભવ હોય શું દોષ છે ? નિશ્ચય નય :- તે આ સાચું બોલ્યું પણ બરાબર નથી. દષ્ટાંત-દષ્ટાંતિકની વિષમતા છે. કેમકે જેમ સ્મૃતિસમયે આભવ દેહાભાવ તેમ આભવાયુષ્યનો પણ અભાવ જ છે. તે પણ નિજીર્ણમાન નિજિર્ણ છે. તેથી શ્રુતિસમયે એ આભવ કઈ રીતે થાય, આભવાયુ ઉદયનો અભાવ હોવાથી? વિગ્રહકાળે પરભવાયુ ઉદયથી પરભવત્વ ઘટે છે, એટલે પરભવ મ્યુતિસમય પરભવાયુષ્કોદયાત્ વિગ્રહકાળવત્ એમ માનવું યોગ્ય છે નહિતો, તેના નિર્ચપદેશ થવાની આપત્તિ આવે.
ભા -૨/૨૦
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સંઘાતનો જઘન્યઅંતરકાળ :- (દારિક) એકવાર ઔદારિક શરીરનો સંઘાત કરીને ફરી સંઘાત કરતા ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવગ્રહણ જ અંતરકાલ આવે છે. તે જ્યારે કોઈ એકેન્દ્રિય જીવ મરી ૨ સમયવિગ્રહમાં ફરી ક્ષુલ્લકભવ આયુમાં (પૃથ્વી આદિમાં) ઉત્પન્ન થઈ ત્રીજા સમયે ઔદારિકનો સંઘાત કરી યથોક્ત ત્રણ સમય ન્યૂન સુલ્લકભવ સંઘાત-પરિશીટ ઉભય કરી, મરેલો વિગ્રહ વિના જ ઋજુશ્રેણીથી આગલા પૃથ્વી આદિભવોમાં ઉત્પન્ન થયેલો ઔદારિક શરીરનો સંઘાત કરે છે ત્યારે તે જીવનો અને ઔદારિક શરીર સંઘાતનો ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ લક્ષણ જઘન્ય અંતર કાળ જાણવો.
ઉત્કૃષ્ટ સંઘાતાંતરકાળ - સમયાધિક પૂર્વકોટયધિક ૩૩ સાગરોપમ આ કાળ ૩જા સમયે સંઘાત કરતા આવે છે. કોઈક પૂર્વભવથી વિગ્રહવિના જ મનુષ્યમાં આવી પ્રથમ સમયે સંઘાત કરી પૂર્વકોટિ રહી પછી. જયેષ્ટાયુરૂપ ૩૩ સાગરોપમ અનુત્તરમાં અનુભવી ત્યાંથી ચ્યવી ર સમય વિગ્રહમાં કરીને કરે છે. અહીં વિગ્રહ સંબંધિ ૨ સમયમાંથી ૧ પૂર્વની પૂર્વકોટિમાં નંખાય છે એટલે સમયાધિક પૂર્વકોટયાધિક ૩૩ સાગરોપમ ઔદારિકનું ઉત્કૃષ્ટ સંઘાતાંતર સિદ્ધ થાય છે. તથા ઉપલક્ષણથી પૂર્વકોટિ આયુ મલ્યને ૭મી નરકે ઉત્પન્ન થઈ ફરી મત્સ્યમાં ઉત્પન્નનું આ અંતર જાણવું.
ઉભયનું જઘન્ય-ઉત્કૃષ્ટ અંતરકાળઃ- નિર્વિગ્રહ સંઘાત હોય તો ઉભયનો ૧ સમય જઘન્ય અંતર અર્થાત્ ઔદારિક શરીરી આયુષ્ય સુધી જેટલા સંઘાત-પરિશીટ ઉભય કરીને આગળના શરીરમાં અવિગ્રહથી ઉત્પન્ન થઈ ઔદારિકનો જ સંઘાત કરી, ફરી તે ઉભયને આરંભે છે. તેનો તે જ એક સંઘાત સમય જઘન્ય ઉભયાન્તર થાય છે. ઉત્કૃષ્ટાંતર-ત્રણ સમય+૩૩ સાગરોપમ તે દેવાદિમાં કે અપ્રતિષ્ઠાનમાં ૩૩ સાગરોપમ આયુ અનુભવી અહીં આવેલાને ત્રીજા સમયે સંઘાત કરતા પ્રાપ્ત થાય છે. અહીં કોઈ મનુષ્યાદિ સ્વભવના ચરમ સમયે સંઘાત પરિશાટ ઉભય કરીને અનુત્તર/અપ્રતિષ્ઠાનમાં જ્યારે ૩૩ સાગરોપમ અનુભવી, ૨ સમય વિગ્રહથી ફરી અહીં આવી, ૩જા સમયે ઔદારિક સંઘાત કરી ઉભય આરંભે છે ત્યારે ૨ વિગ્રહ સમયો અને ૧ સંઘાત સમય અને દેવાદિભવસંબંધિ ઉભયાન્તર ૩૩ સાગરોપમ અધિક ત્રણ સમય ઉત્કૃષ્ટ અંતર પ્રાપ્ત થાય છે.
ઔદારિક પરિશાટ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતરો - જઘન્ય-ક્ષુલ્લકભવ ગ્રહણ, ઉત્કૃષ્ટ પૂર્વકોટયધિક ૩૩ સાગરોપમ.
પ્રશ્ન-૧૧૪૮ – અમને એ ખબર નથી કે જઘન્ય પક્ષમાં સમયોન ક્ષુલ્લકભવ ગ્રહણની પ્રાપ્તિ અને ઉત્કૃષ્ટ પક્ષમાં પણ સમયાન પૂર્વકોટયાધિક ૩૩ સાગરોપમ પ્રાપ્ત થાય છે. જેમકે જે ક્ષુલ્લકભવ એવા વનસ્પત્યાદિમાં ઉત્પન્ન થાય છે, તે ભવના પ્રથમ સમયમાં પૂર્વ ઔદારિક
Page #290
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૭૧ શરીરનું સર્વશાટ કરે છે. પછી ક્ષુલ્લકભવ પર્યત મરેલો ફરીથી પરભવાદ્ય સમયે દારિકનો સર્વશાટ કરે છે. આમ, ઔદારિક શાટના અવાંતરમાં જઘન્યથી સમયોન ક્ષુલ્લકભવ પ્રાપ્ત થાય છે, ઉત્કૃષ્ટ પક્ષમાં પણ સંયમનુષ્ય કોઈ મરેલો દેવભવાઘ સમયે ઔદારિકનો સર્વશાટ કરી ૩૩ સાગરોપમ અનુભવી પૂર્વકોટિઆયુ મનુષ્યોમાં ઉત્પન્ન થઈ મરેલો જ્યારે ફરીથી પરભવાદ્ય સમયે ઔદારિકનો સર્વશાટ કરે છે, અને પૂર્વકોટિમાંથી ૧ સમય દેવાયુમાં નંખાય છે તે ઔદારિક શાટના અવાંતરમાં ઉત્કૃષ્ટથી સમયાનપૂર્વકોટયાધિક ૩૩ સાગરોપમ આવે છે એ કઈ રીતે સમજવું?
ઉત્તર-૧૧૪૮ – સાચી વાત છે, પરંતુ અહીં ક્ષુલ્લકભવગ્રહણના પ્રથમ સમયે પરિપાટ મનાતો નથી. પરંતુ પૂર્વભવના ચરમસમયે વિગચ્છદ્ અવિગતમ્ એવો વ્યવહારનયમતને આશ્રયીને દેવભવના આધ સમયે પરિપાટ ન કરાય, પરંતુ સંયતના ચરમસમયે થાય છે. અહીં પણ વ્યવહારનયમતના આશ્રયથી થાય છે. આમ જઘન્ય અને ઉત્કૃષ્ટ પદો આદિમાં વ્યવહારનયમતાશ્રયી છે અને અંતે નિશ્ચયમતાશ્રયીને સર્વ ભાષ્યકારોક્ત અવિરુદ્ધ થાય છે એમ વૃદ્ધો કહે છે તત્ત્વ પરમગુરવ પત્ર વિન્તિ ! - વૈક્રિયનો જઘન્ય સંઘાતકાલ :- ૧ સમય, ઔદારિક શરીરી ઉત્તરવૈક્રિય લબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યોના વૈક્રિયકરણની શરૂઆતમાં પ્રથમ એક સમયે સંઘાત થાય છે તેની અપેક્ષાએ જાણવો અથવા દેવ-નારકોનો વૈક્રિયશરીરગ્રહણના પ્રારંભે ૧ સમયમાં સંઘાત થાય છે તેની અપેક્ષાએ વૈક્રિય સંઘાતનો જઘન્યકાળ એક સમયનો છે.
વૈક્રિયનો ઉત્કૃષ્ટ સંઘાતકાળ -૨ સમય, જે ઔદારિકશરીરી ૧ સમય ઉત્તર વૈક્રિયશરીર કરીને મરેલો બીજા સમયે ઋજુગતિથી દેવોમાં જાય છે. ત્યાં પ્રથમ સમયે વૈક્રિય સંઘાત કરે છે તેનો એક વૈક્રિય સંઘાત સમય અહીંને ને બીજા દેવ સંબંધી એમ ઉત્કૃષ્ટથી બે સમયનો વૈક્રિય સંઘાતકાળ થાય.
વૈક્રિયનો જઘન્ય-ઉત્કૃષ્ટ સંઘાત-પરિશીટ ઉભયકાળઃ- જઘન્યકાળ ૧ સમય છે. ૨ સમય વૈક્રિય કરીને મરેલાનો જાણવો. કોઈએ ઉત્તરવૈક્રિયશરીર આરંભ્ય તે ત્યાં પ્રથમ સમયે સંઘાત કરીને રજા સમયે સંઘાત-પરિશીટ ઉભય કરીને જ્યારે મરે ત્યારે સંઘાત-પરિપાટ ઉભયનો ૧ સમય જઘન્યકાળ થાય છે. ઉત્કૃષ્ટ-ઓળંગી ન શકાય એટલા અંતરના સાગરોપમ કે ૧ સંઘાત સમય ન્યૂન ૩૩ સાગરોપમ અનુત્તર-અપ્રતિષ્ઠાનમાં જાણવા-પરિશાસકાળ ૧ સમય.
વૈક્રિય સંઘાતનો જઘન્ય અંતરકાળ - ૧ સમય, ઔદારિક શરીરી ૧ સમય ઉત્તર વૈક્રિય કરીને મરેલાનો બીજો સમય વિગ્રહમાં કરીને, ૩જા સમયે દેવલોકમાં વૈક્રિય શરીર સંઘાત
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કરનારનો જાણવો. અહીં પૂર્વના ઉત્તર વૈક્રિય સંઘાત અને દેવ વૈક્રિય સંઘાતનો એક વિગ્રહ સમય અંતર થાય છે. અથવા ૨ સમય ઉત્તર વૈક્રિય કરીને ત્રીજા સમયે મરેલા તે જ
ઔદારિક જીવનો અને વિગ્રહવિના દેવમાં ઉત્પન્નનો તે જ ત્રીજા સમયે દેવ વૈક્રિય સંઘાત કરતા ૧ સંઘાત પરિશાટસમય સંઘાત અંતર થાય છે.
વૈક્રિય ઉભયનો જઘન્ય અંતરકાળ અને પરિશાટનો જઘન્ય અંતરકાળ :- ઉભય-૧ સમય, અંતર્મુહૂર્તકાળ વિકર્વીને-વૈક્રિયશરીરમાં રહી મરેલા દેવમાં ઋજુગતિથી જનારા જીવનો સંઘાતસમય અંતર અર્થાત્ જે ઔદારિક શરીરી વૈક્રિય લબ્ધિવાળો, કરેલ વૈક્રિયશરીરવાળો પરિપૂર્ણ તિર્યંચ-મનુષ્ય વૈક્રિય સ્થિતિકાળ સુધી સંઘાત-પરિપાટ કરીને મરે, અને અવિગ્રહથી દેવમાં ઉત્પન્ન થઈ ૧લા સમયે વૈક્રિય સંઘાત કરે છે, બીજા વગેરે સમયમાં સંઘાત-પરિશીટ તે સંબંધિ ઉભયનો અંતરમાં ૧ સંઘાત સમય થાય છે.
પ્રશ્ન-૧૧૪૯- જો એમ હોય તો વિરવિત્રિય મય એવું ચિર’ ગ્રહણ નિરર્થક થાય છે. કારણ કે અહીં, મનુષ્યાદિમાં જે ચિર કે અલ્પકાળ સુધી વૈક્રિય સંઘાત પરિશાટ કરીને અવિગ્રહથી દેવમાં ઉત્પન્ન થાય છે, તેનાથી જ પ્રયોજન છે તો ચિરશબ્દના વિશેષણ તરીકે શું જરૂર છે?
ઉત્તર-૧૧૪૯ – સાચું. પરંતુ પ્રથમ સમયે મરણના નિષેધમાટે આમ કહ્યું છે. અથવા વૈક્રિય સંઘાત પછી વિચારતા સપ્રયોજન હોવાથી બીજા વગેરે સમયોમાં આકસ્મિક સમાપ્ત (પ્ર.અસમાપ્ત) વૈક્રિયાનું પણ મરણ કહ્યું છે. અહીં અસમાપ્ત વૈક્રિયાનું પણ મરણ બતાવવાથી કાંઈક પ્રયોજન છે. એ બતાવવાં ચિર ગ્રહણથી પરિપૂર્ણ અંતર્મુહૂર્ત મનુષ્યાદિવૈક્રિય સ્થિતિકાળથી પણ આચાર્ય અનુજ્ઞા કરી છે. એટલે દોષ નથી. એકવાર વૈક્રિયસર્વશાટ કરીને ફરીથી તે કરનારનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત હોય છે. જેમકે કોઈ ઔદારિકશરીરી વૈક્રિય લબ્ધિવાળો કોઈ પ્રયોજનમાં વૈક્રિયશરીર કરીને સર્વકાર્ય સિદ્ધ થયા પછી અંતે તેનો સર્વપરિપાટ કરીને ફરી ઔદારિક શરીરને આશ્રય કરે છે ત્યાં અંતર્મુહૂર્ત રહીને ફરી પ્રયોજન આવતાં વૈક્રિય કરે છે અને અંતર્મુહૂર્ત રહીને ફરી ઔદારિકમાં આવતો વૈક્રિયનો સર્વશાટ કરે છે. એટલે વૈક્રિયના શાટ અને સર્વશાટના અંતરમાં ઔદારિક વૈક્રિયગત ૨ અંતર્મુહૂર્ત થાય છે આ બે અંતર્મુહૂર્ત દ્વારા પણ મોટું અંતર્મુહૂર્ત વિવક્ષિત છે. એટલે જઘન્ય વૈક્રિયશાટનું અંતર અંતર્મુહૂર્ત ઘટે છે.
વૈક્રિય ત્રણેયનો ઉત્કૃષ્ટતર કાળ - કોઈજીવ વૈક્રિયશરીરના સંઘાતાદિત્રણેને કરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે ત્યાં અનંતકાળ પસાર કરી ઉદ્ધરીને ફરી વૈક્રિયશરીર પ્રાપ્ત કરી તે ત્રણ સંઘાતાદિ કરે છે ત્યારે તેના સંબંધિ તે જ અનંતોત્સર્પિણી-અવસર્પિણીરૂપ વનસ્પતિકાળ ઉત્કૃષ્ટ અંતરકાળ થાય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૭૩
આહારકશરીરના ત્રણેનો કાળ અને અંતર :- સંઘાતને પરિપાટ પ્રત્યેક ૧ સમય, ઉભયકાળ ૨ પ્રકારનો-ઉત્કૃષ્ટ-જઘન્ય, તથા સંઘાત-પરિશાટ-ઉભયનું અંતરત્રિક જઘન્ય, આ બધું અંતર્મુહૂર્તકાળ જાણવું. ફક્ત તે અંતર્મુહૂર્ત નાનું-મોટું તરતમતાથી જાણવું. કારણ કે આહારકશરીર અંતર્મુહૂર્ત સ્થિતિ જ હોય છે એટલે તેના સંબંધિ સંઘાત પરિશાટઉભય જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળભાવિ સિદ્ધ છે. એકવાર કરેલ આહારકશરીરને પ્રયોજન પછી છોડીને ૧૪પૂર્વી જઘન્યથી અંતર્મુહૂર્તમાં ફરીથી પ્રયોજન આવતાં કરે છે. એટલે તદ્ગત સંઘાત-પરિપાટ-ઉભયનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત થાય છે. ઉત્કૃષ્ટ-ત્રણેયનું કિંચિયુનાધપુગલ પરાવર્તરૂપ થાય છે. અને એ જે ચૌદપૂર્વી આહારક શરીર કરીને પ્રમાદથી પડેલો વનસ્પત્યાદિમાં ઉક્તકાળ રહીને ફરી ચૌદપૂર્વી થઈને આહારક શરીર કરે છે તેનું જાણવું.
તૈજસ-કાશ્મણનો સંઘાતાદિવિચાર - સંઘાત નથી, કેમકે સંતાનભાવે તે અનાદિકાળથી પ્રવર્તે છે અને સંઘાત ગૃહ્યમાણ શરીરના પ્રથમ સમયે થાય છે. સર્વપરિશાટ પણ અભવ્યોને નથી. ભવ્યોને કેટલાકને શૈલેષીના ચરમ સમયે શાટ હોય તે ૧ સમયનો, ઉભયનો અનાદિઅનંત હોવાથી ત્યાગ હોતો નથી. અભવ્યોને હોય છે. કેટલાક ભવ્યોને અનાદિ-સાન્ત બંને હોય. ત્યારે સર્વથા તેના ત્યાગથી એમને અંતર ન જ હોય તે બંને અભવ્યોને-અનાદિ અનંતકાળ તથા ભવ્યોને-સનિધન છતાં અત્યંતવિયોગથી ત્યાગ હોવાથી અને ફરી ગ્રહણ ન હોવાથી, કારણ કે છોડેલા ફરી ગ્રહણમાં જ અંતરકાળ સંભવે.
અજીવકરણ:- પટનું સંઘાતન, શંખનું પરિશાટન અને શકટના ઉભયરૂપ એ સર્વ અજીવ કરણ જાણવું, સ્થાણુના સંઘાત-પરિશાટ અને ઉભય થતા નથી. એ રીતે જીવના વ્યાપારથી જે જે અજીવોનાં વર્ણાદિ કરાય અથવા રૂપકર્માદિ કરાય, તે તે સર્વ અજીવકરણ છે.
ક્ષેત્રકરણ :- ક્ષેત્રસ્થકરણ, પર્યાયોને આશ્રયીને, ક્ષેત્રેકરણ પુણ્યાદિનું જે ક્ષેત્રમાં કરવું તે.
કાલકરણ - અકુત્રિમ હોવાથી કરણ નથી. પણ ક્ષેત્રની જેમ દ્રવ્ય-પર્યાયની વિવક્ષાથી થાય. અથવા જ્યોતિષ માર્ગમાં પ્રસિદ્ધ કાલકરણ :- બવ-બાલવાદિ ૭ ચરકરણ, શકુનિ આદિ ૪ સ્થિરકરણો જ્યોતિષ્ઠાદિ ગ્રંથોમાંથી જાણવા. ૩૩૫વા
ભાવકરણ - જીવભાવકરણ-અજીવભાવકરણ એમ બે પ્રકારનું છે.
અજીવભાવકરણ - અપરપ્રયોગજન્ય-તે અભ્ર-ઇન્દ્રધનુ આદિ અજીવોના અજીવરૂપાદિ પર્યાયો રૂપ અવસ્થા-સ્વરૂપ જે અજીવભાવકરણનું છે તે અજીવરૂપાદિ પર્યાયાવસ્થ પરપ્રયોગવિના જ જે અભ્રાદિ અજીવોના રૂપ-રસ-ગંધ-સ્પર્શન-સંસ્થાનાદિ પર્યાયકરણ તે અજીવભાવકરણ.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
-
તો પછી દ્રવ્યવિસસાકરણથી એમાં શું ભેદ છે ?
પ્રશ્ન-૧૧૫૦
ઉત્તર-૧૧૫૦ – તે અજીવોના પર્યાયો-રૂપાદિની પ્રાધાન્યથી વિવક્ષા અપેક્ષાએ અર્થાત્પહેલાં દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી દ્રવ્યવિસ્રસાકરણ કહ્યું હતું અને અહીં પર્યાય પ્રાધાન્યાપેક્ષાએ ભાવાજીવકરણ કહ્યું છે.
જીવભાવકરણ :- શ્રુતજ્ઞાનભાવકરણ-નોશ્રુતજ્ઞાનભાવકરણ એમ બે પ્રકારનું છે. પ્રશ્ન-૧૧૫૧ – જેમ શ્રુતજ્ઞાન જીવનો ભાવ છે તેમ શેષજ્ઞાનો પણ છે તો મત્યાદિશાન ભાવકરણ પણ કેમ ન કહ્યું ?
ઉત્તર-૧૧૫૧ સાચું છે, છતાં જેમ પરાધીન હોવાથી ગુરૂ-ઉપદેશાદિથી શ્રુતજ્ઞાન કરાય છે તેમ શેષજ્ઞાનો નથી કરાતા. તેઓ સ્વાવરણક્ષયોપશમ-ક્ષયદ્વારા સ્વતઃ જ થાય છે. એમ સમ્યક્ત્વાદિ જીવભાવો પણ એકાન્તે પરાયત નથી. તેઓનો ના૨કાદિમાં અન્યથા ભાવ હોવાથી.
-
શ્રુતકરણ :- શ્રુતજ્ઞાનકરણ પણ ૨ પ્રકારે છે-લૌકિક-લોકોત્તર. તેઓ બંને પણ-બદ્ધઅબદ્ધ બે પ્રકારે છે. ત્યાં ગદ્ય-પદ્ય રૂપે રચેલું બદ્ધ-શાસ્ત્રોપદેશરૂપ હોય છે. જે અશાસ્રોપદેશરૂપ કંઠથી જ બોલાય છે તે અબદ્ધ કહેવાય છે. બદ્ધાબદ્ધ પણ બે પ્રકારે છે શબ્દકરણ અને નિશીથકરણ.
ઉક્તિવિશેષ-શબ્દકરણ અથવા પ્રકાશપાઠ શબ્દકરણ અથવા ઉદાત્તાદિસ્વરવિશેષ શબ્દકરણ કહેવાય છે. ગુઢાર્થ-રહસ્યસૂત્રાર્થ-રહસ્યમય સૂત્ર અને અર્થ-નિશીથકરણ કહેવાય છે.
લૌકિક અબદ્ધશ્રુત :- લોકમાં અનિબદ્ધ ઉપદેશમાત્રરૂપ, શાસ્ત્રમાં નિબદ્ધ ન હોય એવા મલ્લોના કરણવિશેષરૂપ અડ્ડીકા-પ્રત્યડ્ડીકા વગેરે લૌકિક અબદ્ધ શ્રુતકરણ જાણવા.
લોકોત્તર અબ‰શ્રુત :- ૫૦૦ આદેશો મરૂદેવી આદિના-જેમકે અત્યંત સ્થાવર અનાદિ વનસ્પતિકાયથી ઉદ્ધરીને મરૂદેવી પ્રથમ જિનમાતા સિદ્ધ થયા વગેરે લોકોત્તર અબદ્ધ શ્રુતકરણ કહેવાય છે.
પ્રશ્ન-૧૧૫૨ – અહીં ભાવકરણાધિકારમાં અપ્રસ્તુત શબ્દાદિદ્રવ્યકરણનો ઉપન્યાસ શા
માટે ?
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૫
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૧૫ર - શબ્દાદિદ્રવ્યકરણમાં ભાવશ્રુત જ વિવલિત છે, પ્રકાશપાઠાદિ શબ્દકરણમાં ફક્ત શબ્દની જ વિવફા નથી. પણ તે શબ્દનું જે કારણરૂપ-કાર્યરૂપભાવકૃત છે તે જ શબ્દવિશિષ્ટ અહીં વિવક્ષિત છે એટલે દોષ નથી.
નોડ્યુતકરણ :- નો શબ્દ સર્વનિષેધવચન છે એટલે શ્રુતવ્યતિરિક્ત જે તપસંયમાદિરૂપ જીવભાવનું કરણ તે નોશ્રુતભાવકરણ છે તે ૨ પ્રકારે છે (૧) ગુણકરણ તથા મન વગેરે યોગોનું કરણ તે (૨) યોજનાભિધાનકરણ.
ગુણકરણ :- તપસંયમનું કરણ અથવા મૂલગુણકરણ અને ઉત્તરગુણકરણ.
યોગકરણ :- સત્યાદિ ભેદથી ૪ પ્રકારનાં મન-વચન અને ઔદારિક-મિશ્રાદિભેદથી ૭ પ્રકારે કાય એ રીતે આ ક્રિયા પણ ૧૫ પ્રકારની યોજનાકરણ તરીકે જાણવી.
ષવિધકરણ સમાપ્ત પ્રશ્ન-૧૧૫૩ – આ છએ કરણભેદોમાં સામાયિકકરણ ક્યા ભેદમાં અવતરે?
ઉત્તર-૧૧૫૩ – બધા કરણોમાં યથાસંભવ અવતરે છે ત્યાં સમ્યક્ત-શ્રુત-તપ-સંયમાદિ ગુણો જીવદ્રવ્યપર્યાય હોવાથી અને પર્યાય દ્વવ્યાનન્ય હોવાથી એ દ્રવ્યકરણ થાય જ છે એમ એની નામાદિ કરણતા પણ યથાસંભવ ભાવથી સમ્યક્વાદિસામાયિકો જીવ ભાવ હોઈ એ વિશેષથી ભાવકરણ છે.
પ્રશ્ન-૧૧૫૪– ભાવકરણના પહેલા ઘણા ભેદો છે એમ કહ્યું છે તો શું એ બધા પ્રકારના ભાવકરણોમાં અવતરે છે?
ઉત્તર-૧૧૫૪– ના, શ્રુતકરણ, બદ્ધશ્રુતકરણ અને શબ્દકરણ શ્રુતસામાયિક જ થાય છે તે જ એ રૂપે ઘટે છે. ચારિત્રસામાયિક નથી થતું. તેની આ રૂપતા સંભવતી નથી.
પ્રશ્ન-૧૧૫૫ – તો ચારિત્ર સામાયિક ક્યા ભાવકરણ ભેદમાં અવતરે છે?
ઉત્તર-૧૧૫૫ –નો શ્રુતકરણના પ્રથમભેદ ગુણકરણમાં, કારણ તે તપ-સંયમ ગુણાત્મક છે એટલે યથાસંભવ શ્રુતકરણ પણ એ થાય છે; કારણ કે પ્રશસ્તવાણીરૂપ ચારિત્ર ભેદભૂત વચન સમિતિનો એમાં અવતાર છે. તથા સુપ્રશસ્ત યોજનાકરણ ભેદમાં પણ એ સુપ્રશસ્ત મન-વચન-કાયારૂપ હોવાથી અવતરે છે.
સામાયિક કરણના ૯ અનુયોગ દ્વારો -
પ્રશ્ન-૧૧૫૬ – (૧) કૃતાકૃત:- સામાયિક કૃત કરાય કે અકૃત? બંને પક્ષમાં દોષ છે. જેમકે કૃત કરાય નહિ, સદ્ભાવથી આગળ પણ વિદ્યમાન છે, જેમકે ચિરકૃતઘટ, કૃતના
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કરણમાં નિત્ય ક્રિયા કરવાનો પ્રસંગ અને ક્રિયાની નિષ્ફળતા છે કરેલ જ હોવાથી. હવે જો કરેલું પણ કરાય તો કરણની પરિનિષ્ઠા નથી, કૃતત્વ સામાન્યથી પણ વૃત્તિ દિયે એમ કહેતાં વસ્તુનું સર્વદા સત્ત્વ માનેલું થાય, જે સર્વદા સત્ છે તે આકાશવત્ નિત્ય છે. અને નિત્ય વસ્તુમાં એ અકૃત છે, કૃત છે કે ક્રિયમાણ છે એવો વ્યપદેશ થતો નથી. એમ કરવામાં નિત્યની અનિત્ય થવાની આપત્તિ આવે છે. હવે અમૃતપક્ષ :- સર્વથા ન કરાય અત્યંતાભાવ હોવાથી ખપુષ્પવતું અથવા સૂત્રમાં સવિશેષતર નિત્યક્રિયાદિ દોષો જણાવ્યા છે તે મુજબ હવે ક્રિયમાણ કરાય તોતે વસ્તુ સત્ કે અસત્ કલ્પાય? જો સત્ તો કૃપક્ષમાં કહેલા સર્વદોષો આવે છે અને અસત્ત્વપક્ષમાં અકૃતપક્ષના દોષો છે. હવે જો સદસતું કરાતું મનાય તે પણ બરાબર નથી. ઉભયપક્ષમાં કહેલા દોષો આવે છે. એટલે સર્વથા સામાયિક કરાય નહિ તો તેનું કરણ ક્યાંથી?
ઉત્તર-૧૧૫૬ – સર્વથા સામાયિક ન કરાય એવો જે તું નિષેધ કરે છે તેમાં પણ આ તો સમાન જ છે કે એ કૃત કરાય, અકૃત કે ક્રિયમાણ કરાય ઉક્તન્યાયની તો તે પણ સર્વથા ન કરાય. એટલે પ્રતિષેધાભાવે કોણે સામાયિકનો નિષેધ કર્યો ? કોઈએ નહિ એટલે એ કરાય જ. હવે જો આ પ્રતિષેધવચન કહે તે કૃત પણ સત્ નકૃત અકૃત સત ન કૃત કે ક્રિયમાણપણ ન કૃત તો પણ કોઈક ઉચ્ચારણાદિ પ્રકારે હોય. જેમ કોઈપણ રીતે તે પ્રતિષેધવચન કર્યું તથા સામાયિક પણ કોઈ રીતે કરાયું તો ત્યાં પણ તું શું દોષ આપે?
નૈગમાદિ નય મતે – દ્રવ્યાર્થિક રૂપ અશુદ્ધનયોના મતે અકૃત સામાયિક છે, આકાશ જેમ નિત્ય હોવાથી, શુદ્ધ-નિશ્ચયનયરૂપ ઋજુસૂત્રાદિનું તે ઘટની જેમ કૃત છે અને સિદ્ધાંત મતે
એકાંતે કૃત સામાયિક કરાતું નથી કે એકાંતે અકૃત કરાતું નથી પણ કૃતાકૃત કરાય છે અથવા સિદ્ધાંત સ્થિતિથી વિવક્ષાવશાત્ કૃતાદિ ૪ ભાંગાઓથી કોઈ વસ્તુ કરાય અને કોઈ ન કરાય.
કોઈ કાર્ય કોઈ રૂપે કત કરાય છે, કોઈ અકૃત કરાય છે, કોઈ કૃતાકૃત કરાય છે, અથવા કોઈ ક્રિયમાણ કરાય છે અને કોઈક તો ૪માંથી એક રીતે નથી કરાતું જેમકે
દૃષ્ટાંત- (૧) પૂર્વે કૃત જ ઘડો તરૂપે કરાય છે. મૂર્તિડા વસ્થામાં પણ રૂપાદિનો સદ્દભાવ હોવાથી સંસ્થાન-જલાહરણશક્તિથી પૂર્વ અકૃત કરાય છે. રૂપ અને સંસ્થાનશક્તિ એ બંને રૂપે પણ વિવક્ષિત એ પૂર્વે કૃતાકૃત કરાય છે. ઉત્પત્તિ સમયે કરાતો ક્રિયમાણ કરાય છે, પૂર્વે નિષ્પન્ન ઘટ, ઘટ પર્યાયથી કરાતો નથી. પરપર્યાયો પટાદિધર્મોથી પૂર્વે અમૃત ઘટ નથી કરાતો. પરપર્યાયો દ્વારા વસ્તુ કરવી શક્ય નથી અને ક્રિયમાણ ઉત્પત્તિસમયે કુંભ પટતયા નથી કરતો, એમ સર્વે કૃતાદિ પ્રકારે કુંભ નથી કરાતો. આ રીતે યથાકથિત વિવક્ષાથી વસ્તુ ક્રિયમાણ-અક્રિયમાણ કહી અથવા અન્ય વિવક્ષાથી તે બતાવે છે..
Page #296
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૭૭ દ્રવ્ય :- એક વિવક્ષિત પુરુષદ્રવ્યને આશ્રયીને કૃત સામાયિક સાદિ-સાંત હોવાથી નાનાપુરુષદ્રવ્યોને આશ્રયીને અકૃત-અનાદિ-અંત હોવાથી દ્રવ્યાદિ ચતુષ્કને આશ્રયીને કૃતઅકૃત સામાયિક વિચારવું.
ક્ષેત્ર :- ભરતૈરાવત ક્ષેત્રાશ્રયીને કૃત, મહાવિદેહ ક્ષેત્રોમાં અકૃત,
કાળ - ઉત્સર્પિણી-અવસર્પિણી કાળાશ્રયીને કૃત, વ્યવચ્છિદ્યમાન હોવાથી અનિત્ય. નો ઉત્સર્પિણી અવસર્પિણી કાળાશ્રયી અકૃત.
ભવ - એક પુરુષોપયોગાશ્રયીને કૃત, નાનાપુરુષ ઉપયોગાશ્રયીને અકૃત છે. પ્રશ્ન-૧૧૫૭– (૨) ન કાં ઉદ્દેશ નિર્દેશ નિર્ગમ અહીં સામાયિકનો નિર્ગમ કહેતાં મહાવીરથી તે નીકળ્યું એવું પ્રતિપાદનથી વેન વૃત્ત એ કહેલું જ છે અહીં ફરી શા માટે પૂછો છો ?
ઉત્તર-૧૧૫૭ – તે તીર્થંકરાદિ સામાયિકના બાહ્યકર્તા ત્યાં કહ્યા છે. અહીં તો વિશેષથી અંતરંગ કર્તા જિજ્ઞાષિત છે તે નૈૠયિક સામાયિકને કરનાર સાધુ વગેરે જાણવા. તે સામાયિક પરિણામાનન્ય છે. અથવા ત્યાં નિર્ગમ દ્વારમાં ભગવાનતીર્થંકર સ્વંયબદ્ધ હોઈ સ્વતંત્ર કર્તા કહેલ છે. અહીં તે તીર્થકરના પ્રયોજન એવા કારક સાધુઆદિ કર્તા માન્ય છે. અથવા અહીં કર્તા સર્વકારક પરિણામાનન્યરૂપ માન્ય છે. તે સાધુ આદિ જ સામાયિકનો અનુષ્ઠાતા માનવો. જેમકે-સામાયિક કરતો એ કર્તા, ક્રિયમાણ તરીકે કર્મરૂપ સામાયિકથી અનન્ય હોવાથી કર્મ, જે કરણભૂત અધ્યવસાયથી સામાયિક એ કરે છે તેનાથી અભિન્ન હોઈ કરણ, ગુરુદ્વારા એને સામાયિક અપાય છે એટલે સંપ્રદાન. એનાથી શિષ્ય-પ્રશિષ્ટ પરંપરા દ્વારા સામાયિક પ્રવર્તશે એટલે અપાદાન, સ્વપરિણામમાં અવ્યવચ્છિન્ન સામાયિક ધારણ કરે છે એટલે અધિકરણ આ રીતે સર્વકારક પરિણામાનન્યરૂપ એ કર્તા થાય છે.
પ્રશ્ન-૧૧૫૮ – જો અંતરંગ પ્રયોજ્ય અને સર્વકારકપરિણામાનન્યરૂપ કર્તા સાધુની અહીં વિવક્ષા છે તો જિનેન્દ્ર અને ગણધરો દ્વારા કરાયેલું એમ કેમ કહ્યું જિનેન્દ્રગણધરોની તો અહીં વિવફા નથી?
ઉત્તર-૧૧૫૮ – સાચું છે, પરંતુ જિનેન્દ્રનું પણ અંતરંગ કર્તુત્વ-પરિણામાનન્દુત્વરૂપ કર્તુત્વ પ્રાયઃ વિરુદ્ધ નથી. તેઓએ પણ તે અનુષ્ઠાન કર્યું છે. ગણધરોનું તો પ્રયોજ્ય કર્તુત્વ પણ ઘટે જ છે, તેઓ જિનેન્દ્ર પ્રયોજય છે. એટલે જિનેન્દ્ર-ગણધરોનો ઉપવાસ પણ વિરોધિ નથી.
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
-
(૩) વેષુ યિતે :- નૈગમનય :- મનોજ્ઞ શયન-આસનાદિમાં રહેલાને તે કરાય છે, કેમકે તે મનોજ્ઞપરિણામમાં કારણ છે, સંગ્રહાદિનયો-એકાન્તે મનોજ્ઞ દ્રવ્ય જ મનોજ્ઞપરિણામકારણ થતું નથી. વ્યભિચાર છે. મનોજ્ઞમાં પણ કોઈને સ્વાભિપ્રાયથી અમનોજ્ઞપરિણામ હોઈ શકે અને અમનોજ્ઞમાં પણ કોઈને મનોજ્ઞ પરિણામ સંભવે છે. એટલે સર્વદ્રવ્યોમાં રહેલો સામાયિક કરે છે.
૨૭૮
પ્રશ્ન-૧ ૧૫૯ – ઉપોદ્ઘાતમાં વિઘ્ન વિન્હેં ગાથામાં વેજુ સામાયિન્ત મવતિ એમ કહેલું જ છે તો અહીં ફરીથી પૃચ્છા અવસર ક્યાંથી ?
ઉત્તર-૧૧૫૯ – ના, ત્યાં કયા દ્રવ્ય-પર્યાયો સામાયિકના વિષયરૂપ હોય છે એમ કહ્યું છે, ત્યાં જવાબ છે. ‘સર્વગત સંમત’ અહીં તો ક્યા દ્રવ્યોમાં રહેલાનો સામાયિકલાભ થાય છે એમ કહેવાય છે આટલો મોટો ફરક છે.
પ્રશ્ન-૧૧૬૦ – તો સર્વદ્રવ્યોમાં અવસ્થાન કઈ રીતે સંભવે કે જેથી શેષ સર્વદ્રવ્યોમાં એમ કહે છે. (૩૩૮૬) કારણ કે સર્વાકાશાદિદ્રવ્યોમાં કોઈ રહેલું નથી ?
ઉત્તર-૧૧૬૦ – જાતિમાત્રવચનથી સર્વદ્રવ્યમાત્રની અહીં વિવક્ષા છે અને જાતિમાત્ર સર્વદ્રવ્યના એક દેશમાં પણ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૧૧૬૧ – શું દેશથી પણ સર્વદ્રવ્યાધાર કોઈ પ્રાપ્ત કરી શકે છે ?
ઉત્તર-૧૧૬૧ – હા, કારણ કે ધર્મા-ડધર્મા-ડડકાશાસ્તિકાય-જીવ-પુદ્ગલાધાર સર્વે પણ અવશ્ય જીવલોક છે. એટલે પ્રાસંગિક દૂષણનો પરિહાર થાય છે. અથવા ઉપોદ્ઘાતમાં સર્વદ્રવ્યો સામાયિકના વિષયમાં થાય છે એમ કહ્યું છે અહીં તો તે સામાયિકલાભ જ હેતુભૂત સર્વદ્રવ્યોમાં થાય છે એમ કહ્યું છે.
પ્રશ્ન-૧૧૬૨
સર્વદ્રવ્યો સામાયિકનો હેતુ કઈ રીતે થાય ?
ઉત્તર-૧૧૬૨ – શ્રદ્ધેય-જ્ઞેય અને ચારિત્ર ક્રિયા હેતુભૂત જે દ્રવ્યો છે તેના હેતુરૂપ સામાયિક છે અને શ્રદ્ધેયથી અન્ય સર્વદ્રવ્યો નથી કે વિષય-હેતુને એક પણ ન જાણવા. કારણ વિષય એ ગોચરરૂપ છે. હેતુ એ સર્વજીવની જેમ જીવથાત નિવૃત્તિનો આધારરૂપ છે, અથવા કૃતાકૃતાદિ દ્વારોમાં પ્રથમ દ્વારમાં કર્તાદ્વારા જે કરાય તે કાર્ય સામાયિક કહ્યું છે બીજાદ્વારમાં સમાયિકનો કર્તા બતાવ્યો છે, ત્રીજાદ્વા૨માં તૃતીયાર્થે સાતમી કરીને બતાવ્યું છે. કરણભૂત ક્યા દ્રવ્યો દ્વારા સામાયિક કરાય છે, આમ, ઉપોદ્ઘાતની સાથે પુનરુક્તિ નથી.
-
Page #298
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
(૪) વા વાજો મતિ: :- નૈગમ નય :- ગુરુદ્વારા સામાયિક ઉદ્દેશતા છતાં ન ભણનારો શિષ્ય પણ તેનો કર્તા થાય છે.
પ્રશ્ન-૧૧૬૩
કર્તા તો કાર્યનો હોય, અને કાર્ય સામાયિક ઉદ્દેશ સ્થળે નથી તો એ તેનો કર્તા કઈ રીતે થાય ?
ઉત્તર-૧૧૬૩
-
૨૭૯
-
કારણ કે સામાયિકનું કારણ ઉદ્દેશ છે, તે ઉદ્દેશરૂપ કારણમાં કાર્ય સામાયિકનો ઉપચાર કરાય છે એટલે એ સામાયિકનો કર્તા થાય છે. એવો નૈગમનયનો અભિપ્રાય છે.
સંગ્રહ-વ્યવહાર નય :- ઉદ્દિષ્ઠ સામાયિક છતે તેને ભણવા માટે ગુરુપાસે બેઠેલા શિષ્ય પ્રત્યાસન્નતર કારણ હોવાથી પૂર્વવત્ તેમાં સામાયિકકાર્યના ઉપચારથી કર્તા થાય છે.
ઋજુસૂત્ર નય ઃ- અનુપયુક્ત પણ સામાયિક ભણતો અથવા કરતો સામાયિકનો કર્તા થાય છે. સામાયિકનું આસન્નતર અસાધારણ કારણ હોવાથી, તેનો વિષય શબ્દ અને ક્રિયા છે.
શબ્દાદિનય ઃ- સામાયિક ઉપયુક્ત-શબ્દક્રિયા વિયુક્ત પણ સામાયિકનો કર્તા થાય છે, જેનાથી મનોજ્ઞ વિશુદ્ધ પરિણામમાં જ તેમનું સામાયિક છે.
(૫) આઠમા પ્રકારનો નય :- (૧) આલોચના નય :- ગૃહસ્થમાં-દ્રવ્યથી એ નપુંસકાદિ નથી, ક્ષેત્રથી અનાર્ય નથી, કાળથી-અવગત-જેમકે ઠંડી-ગરમીથી કંટાળતો નથી, ભાવથીજાગૃત-નીરોગી-અનાળસુ આ રીતે આલોચિત ગૃહસ્થને સામાયિક અપાય જે દીક્ષાયોગ્ય
અને બાલાદિદોષ રહિત છે.
–
પ્રશ્ન-૧૧૬૪ — ગૃહસ્થને સામાયિક માટે ઉપસંપદા જાણી શકાય છે પરંતુ શ્રમણને તો વ્રતગ્રહણકાળે જ અધીત સામાયિકસૂત્ર હોવાથી તેને ઉપસંપદા કઈ રીતે થાય ?
ઉત્તર-૧૧૬૪ – ગુરુ જ્યારે સૂત્રમાત્રને જ જાણતા હોય અને સૂત્ર આપ્યા વિના જ કાળ કરે ત્યારે શિષ્યની સામાયિકાર્ય શ્રવણ માટે અન્યત્ર ઉપસંપદા થાય અથવા વ્યાઘાત કે ભવિષ્યકાળને આશ્રયીને માત્ર સૂત્ર માટે પણ સાધુની અન્યત્ર ઉપસંપદા હોય અર્થાત્ ગ્લાનભાવથી કે વ્યંતરોપસર્ગાદિ વ્યાઘાતથી સામાયિક સૂત્ર ભૂલી જવાય કે ભવિષ્ય કે દુઃષમા કાળે બુદ્ધિ મંદતાથી અસમાપ્ત સમાપ્તિ માટે સાધુની અન્યત્ર ઉપસંપદા હોય છે. અથવા આખી દ્વાદશાંગી શ્રુત સામાયિક કહેવાય છે. એટલે તેના ઉભય માટે ઉપસંપદા હોય એટલે આપેલ વિશુદ્ધાલોચનાવાળાને સૂત્ર/અર્થ અપાય.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૨) વિનય દ્વાર - આલોચન શુદ્ધ એવા વિનિત ને અપાય છે.
(૩) ક્ષેત્ર દ્વાર - ઇક્ષુવનાદિ સુપ્રશસ્ત ક્ષેત્રોમાં અપાય. બળેલા-તૂટેલા ઘર કે સ્મશાનાદિમાં નહિ.
(૪) દિશાધાર - પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ અપાય કે ગ્રહણ કરાય અથવા જે દિશામાં જિન કે જિનચૈત્યો હોય તે દિશામાં અપાય.
(૫) કાળ દ્વાર (૬) નક્ષત્રકાર :- પ્રશસ્ત તિથિ-નક્ષત્રાદિ કાળમાં અપાય. ચૌદશ, પૂર્ણિમા, આઠમ, નોમ, છ, ચોથ અને બારશ એ તિથિઓના દિવસોમાં સામાયિક ન આપવું. તથા મૃગશિર, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વ મૂળ, અશ્લેષા, હસ્ત તથા ચિત્રા નક્ષત્રોમાં સામાયિક આપવું, કેમકે એ દસ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા છે.
(૭) ગુણ સંપદ દ્વાર :- સામાયિક દાતાના ગુણો-પ્રવજ્યા દાતા ગુરુના ગુણો જેમ જાણવા.
(૮) અભિવ્યવહાર નય :- ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞાકરણ જાણવો.
(૬) કરણ તિવિ :- ૪ પ્રકારે (૧) ગુરુપ્રતિજ્ઞારૂપ-ઉદ્દેશ (૨) પ્રદત્તસૂત્રની જ પરિપાટિરૂપ વાચના (૩) સમુદેશ અને (૪) અનુજ્ઞા.
પ્રશ્ન-૧૧૬૫ – પૂનામાદિ ભેદથી અનેકવિધ કરણ કહ્યું છે તો અહીં ફરીથી ભેદકથનગર્ભ કરણ શું છે?
ઉત્તર-૧૧૬૫ – પૂર્વેકહેલું તે પૂર્વગ્રહણ કરેલ-દાનગ્રહણકાળથી ઉત્તીર્ણ સામાયિકનું સિદ્ધકરણ કહેલું. અત્યારે ગુરુ-શિષ્યના દાન-ગ્રહણકાળે ઉદેશાદિ વિધિથી સાધ્ય કરણ કહેવાય છે. એટલો વિશેષ છે અથવા પૂર્વે અવિશેષિત કરણ કહ્યું હતું અત્યારે તે જ ગુરુશિષ્ય ઉક્તિ-પ્રયુક્તિ ક્રિયા વિશેષથી વિશેષિત કહેવાય છે.
(૭) કર્થદ્વાર - નમસ્કારના લાભની જેમ સામાયિકનો લાભ જાણવો. અહીં નમસ્કાર સમ્યગ્દર્શીને જ થાય છે. ફક્ત એટલાથી જ દર્શનમોહનીયનો ક્ષયોપશમ કહ્યો છે. મુખ્યતયા તો નમસ્કાર શ્રુતરૂપ છે તેના આવરણના ક્ષયોપશમથી જ એ પ્રાપ્ત થાય છે એમ જાણવું એમ શ્રુત સામાયિક પણ મતિ-શ્રુત ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે અને શેષ સમ્યક્ત-દેશવિરતિસર્વવિરતિ સામાયિકો તદાવરણના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી થાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૮૧ પ્રશ્ન-૧૧૬૬– પૂર્વે ઉપક્રમ દ્વારમાં “ભાવે રહેવપ” – વીયેસીયાપુત્વે તયે સાયાળુ વારવિદે સાથે વગેરે ગાથાઓમાં તદાવરણીયકર્મના ક્ષયોપશમથી અને ક્ષયાદિથી સમ્યકત્વાદિ સામાયિકનો લાભ કહ્યો હતો, પછી ઉપોદ્દાત દ્વારમાં જ વિ વગેરે ગાથામાં “સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય?” એમ કહ્યું હતું તો અહીં એ ફરીથી પૂછવાનું શું કારણ છે?
ઉત્તર-૧૧૬૬ – ઉપક્રમ દ્વારમાં ક્ષયોપશમાદિ હેતુથી સામાયિક પ્રાપ્તિ બતાવેલી છે, ઉપોદ્ધાત દ્વારમાં ક્ષયોપશમાદિ હેતુ મનુષ્યાદિ સામગ્રીથી પ્રાપ્ત થાય છે એ કહેલું છે, અને અહીં શેષ ક્ષયોપશમાદિ કયા કર્મના થાય છે? એ વિચાર્યું છે. એટલે વિષય વિભાગથી ત્રણ જુદા-જુદા સ્થળે ઉલ્લેખ કર્યો છે.
બત્ત!' શબ્દની વ્યાખ્યા - પર્ ધાતુ કલ્યાણ અને સુખ અર્થમાં છે, તેનો આ ‘ભદન્ત' શબ્દ બનેલો છે. તેમાં કલ્યાણ શબ્દની વ્યુત્પત્તિ - કલ્ય એટલે નિશ્ચિત આરોગ્ય. તે તથ્ય અને નિરૂપચરિત એવું નિવણ સમજવું. અથવા કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિર્વાણના કારણભૂત જ્ઞાનાદિ ત્રણ તે આરોગ્ય સમજવું. “અ” ધાતુ શબ્દાર્થ અથવા ગત્યર્થમાં છે. તેથી આરોગ્ય પોતે “અણતિ પામે અને બીજાને પમાડે. અથવા પોતે જાણે અને બીજાને જણાવે છે કલ્યાણ કહેવાય.
સુખ શબ્દનો અર્થ. સુ શબ્દ પ્રશંસાર્થે છે. રવનિ એટલે ઈન્દ્રિયો. તે જેની શુદ્ધ હોય અથવા વશ હોય તે સુખ મનાયું છે.
મત્ત શબ્દના પર્યાય શબ્દોની વ્યાખ્યા -
(૧) મન્ - સેવાર્થમાં છે. તેનો “ભજન્ત’ શબ્દ બને છે. તેથી મોક્ષ પામેલા અથવા મોક્ષમાર્ગને સેવે તે “ભજન્ત' અથવા મોક્ષમાર્ગના અર્થીઓને જે સેવવા યોગ્ય છે તે સુગુરુ ભજન્સ કહેવાય છે.
(૨) મા તથા અન્ - દીપ્તિ અર્થમા છે. તેનો મન્ત તથા પ્રાન્ત શબ્દ બને છે. એટલે જે જ્ઞાન અને તપ ગુણ વડે પ્રકાશે છે, તે આચાર્ય માન્ત અથવા પ્રાનન્ત કહેવાય છે.
(૩) પ્રમ્ - અનવસ્થાન અર્થમાં છે. તેનો “પ્રાન્ત’ શબ્દ બને છે. એટલે જે મિથ્યાત્વાદિ બંધહેતુથી રહિત છે તે, પ્રાન્ત કહેવાય છે.
(૪) અથવા ઐશ્વર્યાદિ છ પ્રકારનો ‘ભગ’ જેને છે તે ભગવાન ગુરૂ છે. (૫) નરકાદિ ભવના અંતનો હેતુ છે, તેથી “ભવાન્ત' કહેવાય છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૬) ભયનો અંત કરનાર હોય તે “ભયાંત' કહેવાય. તે સાત પ્રકારનો છે. ૧. આલોકજન્ય ભય તે – ઈહલોક ભય, ૨, પરભવથી જન્ય ભય તે પરલોક ભય. ૩. થાપણ અપહરણાદિ ગ્રહણનો ભય – આદાન ભય, ૪. બાહ્ય નિમિત્તના સદૂભાવથી થાય તે – આકસ્મિક ભય, ૫. અપયશથી થતો ભય – ગ્લાધા ભય. ૬. દુ:ખપૂર્વક આજિવિકા ચાલે તે – આજીવિકા ભય. ૭. પ્રાણપરિત્યાગનો ભય – મરણ ભય.
સામાયિક પદની વ્યાખ્યા - સમ એટલે રાગ-દ્વેષનો વિરહ, અય એટલે અયન-ગમન. સમ તરફ ગમન કરવું તે સમાય, તે જ સામાયિક અથવા સમનું પ્રયોજન તે સામાયિક, અથવા સમ એટલે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રમાં અથવા તેમના વડે ગમન કરવું તે સમાય. અથવા સમનો આય એટલે ગુણોનો જે લાભ તે સમાય - ઈત્યાદિ ઘણા પ્રકારે વ્યાખ્યા થાય છે.
આમ, ઉપરોક્ત રીતે સર્વ સૂત્રની વ્યાખ્યા સુગમ હોવાથી વધુ વિવેચન નથી કરતા. ગ્રંથથી સ્વયં સમજી લેવી.
અહીં સામાયિક સુત્રની વ્યાખ્યા સમાપ્ત થઈ એટલે તેની સાથે અનુયોગદ્વાર પણ સમાપ્ત થયા. હવે નયદ્વાર જણાવે છે -
જ્ઞાન-ક્રિયા નયનું સ્વરૂપ :
જ્ઞાન નય :- જગતમાં ગ્રાહ-અગ્રાહ-ઉપેક્ષણીય એમ ત્રણ પ્રકારના પદાર્થો છે એ ત્રણે પાછા લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં ફલની માળા, ચંદન વગેરે લૌકિક ગ્રાહ્ય પદાર્થ છે. સાપ, વિષ વગેરે અગ્રાહ્ય છે. તથા તૃણ, ધૂળ, કાંકરા વગેરે ઉપેક્ષણીય પદાર્થો છે. એ રીતે લોકોત્તર પણ ગ્રાહ્યાદિ ત્રણ પ્રકારે છે. સમ્યગ્દર્શન, ચારિત્રાદિ ગ્રાહ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ અજ્ઞાન વગેરે અગ્રાહ્ય છે તથા વિભૂતિ વગેરે ઉપેક્ષણીય છે. એમાં જાણ્યા પછી પ્રવૃત્તિ આદિમાં યત્ન કરવો તે સર્વ વ્યવહારનું કારણ જ્ઞાન છે. એવું જણાવનાર ઉપદેશને જ્ઞાનનય કહેવાય છે. તે જ્ઞાનની મુખ્યતા જણાવવા કહે છે આ લોક-પરલોકના ફળની ઈચ્છાવાળાએ જાણેલા અર્થમાં જ પ્રવૃત્તિ કરવી. નહિ તો ફળનો વિસંવાદ થાય છે. તથા સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે – “પઢમં ના તો યા” પ્રથમ જ્ઞાન અને પછી દયા. પાપથી નિવૃત્તિ, કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ એ ત્રણેય ગુણ જ્ઞાન આપે છે.” આ કારણથી જ્ઞાન જ પ્રધાન છે. કેમકે અગીતાર્થ – અજ્ઞાની હોય તેમનો સ્વતંત્ર વિહાર પણ તીર્થકરોએ – ગણધરોએ નિષેધ્યો છે. આ વાત લાયોપશમિક જ્ઞાનની અપેક્ષાએ કહી, ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ પણ તે જ્ઞાન જ વિશિષ્ટ ફળ સાધક છે. કેમકે સંસારસાગરના કિનારે
Page #302
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૮૩
રહેલા, દીક્ષિત, ઉત્કૃષ્ટ તપ-ચારિત્રી સાધુ વીતરાગ હોય છતાં જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિવાળા થતા નથી. માટે જ્ઞાન જ પુરૂષાર્થ સિદ્ધિનું કારણ છે. આ ઉપરથી આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વ અને શ્રુત સામાયિક એ બેને જ માને છે. કેમકે તે બંને જ્ઞાનાત્મક હોવાથી મુખ્યત્વે મોક્ષના કારણરૂપ છે. દેશવિરતિ – સર્વવિરતિ જ્ઞાનનું કાર્ય હોવાથી તે બંનેને આ નય ગૌણભૂત માને છે.
ક્રિયાનય :- ગ્રાહ્ય-અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં સર્વ પુરૂષાર્થની સિદ્ધિ ઇચ્છનારાએ પ્રવૃજ્યાદિરૂપ ક્રિયા જ કરવી જોઈએ. કેમકે તે જ સાધ્ય સાધક છે. જ્ઞાન તો ક્રિયાનું ઉપકરણ હોવાથી ગૌણ છે.
પ્રયત્નાદિરૂપ ક્રિયા વિના જ્ઞાનવાળાને પણ ઈષ્ટાર્થની પ્રાપ્તિ થતી નથી, માટે પુરૂષાર્થસિદ્ધિનું પ્રધાનકારણ ક્રિયા છે. અન્ય પણ કહે છે – “પુરૂષોને ક્રિયા જ ફળ આપનાર છે, નહિ કે જ્ઞાન. કેમકે સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર ફક્ત તેના જ્ઞાનથી સુખી થતો નથી.” શાસ્ત્રમાં પણ મહર્ષિઓએ ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ફળ કહ્યું છે. પ્રકાશમાન લાખો દીવડાઓની હારમાળા અંધની જેમ ઘણું ચુત ભણેલાને પણ ચારિત્ર વગર તે શ્રુત શું કરશે? જેમકે તરવાનું જાણવા છતાં કાયયોગનો ઉપયોગ ન કરનારો ડૂબી જાય છે તેમ ચારિત્રહીન જ્ઞાની પણ સંસારમાં ડૂબનાર જાણવો.
આમ, ક્ષાયોપથમિક અપેક્ષાએ ક્રિયાનું પ્રાધાન્ય કહ્યું. ક્ષાયિકક્રિયાની અપેક્ષાએ પણ તે જ પ્રધાન છે. કારણ કે કેવલજ્ઞાન થયા છતાં જ્યાં સુધી ભગવાનને શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી મોક્ષ થતો નથી. માટે ક્રિયા જ સર્વ પુરૂષાર્થ-સિદ્ધિનું મુખ્ય કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિને જ માને છે. તે ક્રિયારૂપે મુક્તિનું પ્રધાન કારણ છે. સમ્યકત્વ તથા શ્રુત તો તેના ઉપકારી હોવાથી ગૌણભૂત હોવાથી તે માનતો નથી.
પ્રશ્ન-૧૧૬૭ – ભગવન્! બંને પક્ષમાં યુતિ જણાય છે, તો પછી બેમાં સત્ય શું?
ઉત્તર-૧૧૬૭ – સ્વતંત્ર સામાન્ય-વિશેષ બધાય નયોની પરસ્પર વિરૂદ્ધ વકતવ્યતા સાંભળીને સર્વનય સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય, તે મુક્તિનું સાધન છે. અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા અને જ્ઞાનાદિગુણ, એ બંને વડે યુક્ત જે સાધુ હોય, તે મોક્ષસાધક છે. પણ બેમાંથી કોઈપણ એકલો મોક્ષ સાધક નથી. “જે જેના વિના ન થાય તે તેનું કારણ છે.” એમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે. કેમકે જ્ઞાન માત્ર વિના પુરૂષાર્થ સિદ્ધિ નથી એવું ક્યાંય જણાતું નથી. જેમ દાહ-પાક આદિ કરવા માત્ર તેના જ્ઞાનથી દાદાદિ કાર્યસિદ્ધિ થતી નથી,
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ અગ્નિ લાવવો, ફૂંકવો, સળગાવવો વગેરે ક્રિયા પણ હોય છે, માટે સર્વત્ર પુરૂષાર્થસિદ્ધિનું કારણ જ્ઞાન સિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેના કારણ તરીકે સિદ્ધ થાય છે. કેમકે તેના વિના પણ પુરૂષાર્થ સિદ્ધિ નથી. માટે આ હેતુ અનેકાન્તિક પણ છે.
આ રીતે ક્રિયાવાદીએ “જે જેના પછી થનારું હોય, તે તેનું કારણ છે.” વગેરે પ્રયોગમાં જે જેના પછી થનાર' રૂપે હેતુ કહેલ છે તે પણ અસિદ્ધ અને અનેકાન્તિક છે. કેમકે સ્ત્રી-ભક્ષ્ય ભોગ આદિના ક્રિયાકાળમાં પણ જ્ઞાન હોય છે. તેના જ્ઞાન વિના તેમાં પ્રવૃત્તિ જ ન થઈ શકે. એવી જ રીતે શૈલેષી અવસ્થામાં સર્વ સંવરરૂપ ક્રિયાકાળે કેવળજ્ઞાન હોય છે તે સિવાય તેની પ્રાપ્તિ થતી નથી. માટે હેતુ અસિદ્ધ છે. વળી જેમ આ હેતુ મુક્તિ આદિ પુરૂષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે, તેમ જ્ઞાનને પણ તેના કારણરૂપે સિદ્ધ કરે છે. કેમકે તેના વિના પણ પુરૂષાર્થની સિદ્ધિ ક્યાંય થતી નથી, માટે હેતુ અનેકાંતિક છે.
પ્રશ્ન-૧૧૬૮- ભગવન્! જ્ઞાન અને ક્રિયા પ્રત્યેકમાં મુક્તિ પ્રાપક સામર્થ્ય નથી તો તેના સમુદાયમાં ક્યાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ નથી હોતું. તેમ અહીં પ્રત્યેક જ્ઞાન અને ક્રિયામાં મુક્તિદાયક શક્તિ નથી તો સમૂહમાં પણ ક્યાંથી
હોય?
ઉત્તર-૧૧૬૮ – જો સર્વથા એ પ્રત્યેક મુક્તિમાં અનુપકારી કહીએ તો તારી વાત બરાબર છે. પણ એવું નથી. અહીં તે પ્રત્યેકની મુક્તિના સાધ્યમાં દેશોપકારિતા છે અને જ્ઞાન-ક્રિયાના સમુદાયમાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે. તેથી સમુદિત જ્ઞાન અને ક્રિયા જ મુક્તિના હેતુ છે. માટે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાયુક્ત જે ભાવસાધુ હોય તે જ મોક્ષસાધક છે.
ઉપસંહાર - એ પ્રમાણે આ સામાયિક-આવશ્યકનો અર્થ સંક્ષેપથી જણાવ્યો. વિસ્તારાર્થ તો કેવલી કે પૂર્વધર જ જણાવી શકે છે. સર્વ અનુયોગના મૂળરૂપ આ સામાયિક અધ્યયનનું ભાષ્ય સાંભળીને શિષ્ય પરિકર્મિત મતિવાળો થયો છતો શેષ શાસ્ત્રાનુયોગને પણ લાયક થાય છે.
વિશેષાવશ્યકભાષ્ય પ્રશ્નોત્તર રૂપે સમાપ્ત
Page #304
--------------------------------------------------------------------------
________________ | पूज्यश्री द्वारा संपाहित पुस्तका... आख्यानकमणिकोशः पउमचरियं जाजर DOOOOK SOCURUSORRECSISes HARSINGHfe REMOVENTIONS ONGAROSCANCEReneurs NOARNSCINEMENT भी पारमाथि श्रीज्योतिष्करण्डकम गविनाटिकादिचाजमाधानका HAONORTH सिद्धयाभूत सटीकम ( समस्कृत छाया - गुजरानुवादः) COMME090 SONDOORNORMODI YOGARGIलललल DOORNSORRODनया KIRIT GRAPHICS: 09898490091 मुनि यार्थरलसागरः SANDSOCHODNEKAR ക്കി ലിം