SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૭૨૮ – એવું નથી, શબ્દ દ્રવ્યમાત્ર છે અને શબ્દનય જ્ઞાનલક્ષણ ભાવ ગ્રાહી છે. એટલે જ પુરુષ પરિણતિ હોવા છતાં તેનું અહીં ભાવ તરીકે ગ્રહણ નથી. પરંતુ વિજ્ઞાનરૂપ નિર્દેશ જ અહી લીધો છે. - · શબ્દનય શબ્દ પ્રધાન જ છે તો અહીં શબ્દરૂપ નિર્દેશ કેમ માનતા નથી ? પ્રશ્ન-૭૨૯ ઉત્તર-૭૨૯ – બરાબર નથી. એટલે કે, તમે ભાવાર્થ સમજ્યા નથી, કારણ કે શબ્દનય શબ્દથી જ અર્થજ્ઞાન માને છે. તે તેના ભાવથી ભાવિત છે, એટલે શબ્દ તે જ્ઞાનનું કારણ છે, કારણદ્રવ્ય છે. અને દ્રવ્ય એ ભાવથી શૂન્ય છે. અને શબ્દનય ભાવગ્રાહી છે એટલે શબ્દમાત્રની પ્રધાનતા ઘટતી નથી. e પ્રશ્ન-૭૩૦ – ઉપયુક્ત વક્તા જે અર્થ કહે છે તેનાથી નિર્દેશ મનાય છે તો નિર્દેશ્યથી નિર્દેશ એમ ફલિત થયું. એટલે સંગ્રહવ્યવહારનયો અને શબ્દનયમાં તફાવત શું રહ્યો ? ઉત્તર-૭૩૦ - સંગ્રહ-વ્યવહાર ઉપયુક્ત કે અનુપયુક્ત વક્તાની અપેક્ષા વિના કેવલ અભિધેય માત્રવશથી શબ્દ માત્રને જ નિર્દેશ માને છે. અને શબ્દનય તો બાહ્ય વસ્તુ પ્રત્યય માત્ર માનીને જે ઉપયોગ છે તેનાથી અભિન્ન હોવાથી કહેનારા જીવના ઉપયોગરૂપ સ્વરૂપને જ નિર્દેશ માને છે. પ્રશ્ન-૭૩૧ · તો પછી તેનો ઋજુસૂત્રથી શું વિશેષ છે ? કારણ તે પણ નિર્દેશકવશથી નિર્દેશ માને છે તે જ અહીં પણ છે ? ઉત્તર-૭૩૧ – ઋજુસૂત્રના મતે પ્રાયઃ અનુપયુક્ત એવા પણ વક્તાનો શબ્દમાત્ર નિર્દેશ છે અને અહીં વાચ્ય વસ્તુના જ્ઞાનનો ઉપયોગ નિર્દેશ છે એટલો વિશેષ છે. સમ્યગ્-મિથ્યાત્વ વિભાગ : ઉક્ત નૈગમાદિ સર્વ મતો અન્યોન્ય નિરપેક્ષ હોવાથી એક-એક અંશ ગ્રાહી છે, એટલે મિથ્યાત્વરૂપ હોવાથી અપ્રમાણ છે. તે બધાને અન્યોન્ય સાપેક્ષ જો વસ્તુ ગ્રહણ કરે તો તે સંપૂર્ણવસ્તુગ્રાહી જૈન મત છે. તે બાહ્ય-અત્યંતર નિર્દેશ-વચનના નિમિત્તોને સંગ્રહ કરનારો છે. બાહ્ય-અભિધેય ઘટ-પટાદિ, અત્યંતર-સ્વરનામકર્મોદય-તાલુઆદિ-કરણ-પ્રયત્નાદિ નિર્દેશના નિમિત્તો છે. આ રીતે સમસ્ત ગ્રાહી હોવાથી જૈનમત પ્રમાણ છે. - - પ્રશ્ન-૭૩૨ • બાહ્ય ઘટાદિ અર્થ સંબંધના અભાવે શબ્દનું નિમિત્ત કઈ રીતે થાય ? ઉત્તર-૭૩૨ બરાબર નથી, કારણ કે શબ્દ-અર્થનો વાચ્ય-વાચક સંબંધ છે. તેથી તે તેનું કારણ થઈ શકે છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy