SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ દીર્ઘસ્થિત્યાદિ રૂપે કરેલું બાંધેલું તેના અપવર્તન કરણ ઉપક્રમથી નાશ થયેલું હોવાથી કૃતનાશ. તેથી મોક્ષમાં પણ એમ અનાશ્વાસ થાય કારણ કે સિદ્ધોનો પણ એમ અકૃતકર્મના આગમથી પડવાનો પ્રસંગ આવે છે. ઉત્તર-૮૮૪ – તે આયુષ્કાદિ દીર્ઘકાલક કમની સેવા પણ દીર્ઘસ્થિતિ આદિ રૂપે બાંધેલાનો પણ ઉપક્રમથી નાશ ન કરાય. કારણ કે અધ્યવસાય વશથી તે સર્વ જલ્દીથી વેદાય છે. જ્યારે તે બહુકાળવેદ્ય કર્મ વેદયા વિના જ નષ્ટ થાય છે. અને જે અલ્પસ્થિત્યાદિ વિશિષ્ટ વેદાય છે તે તો અન્ય જ હોય ત્યારે કૃતનાશ-અકૃતાગમ થાય. જ્યારે તે જ દીર્ઘકાલવેદ્યને અધ્યવસાય વશથી ઉપક્રમીને સ્વલ્પ કાળે જ વેદાય ત્યારે કૃતનાશાદિ દોષ કઈ રીતે થાય? જેમકે, બહુકાલભોગ યોગ્ય આહાર અગ્નિરોગી ભસ્મકરોગવાળો જલ્દીથી ખાઈ જાય છે ત્યાં કૃતનાશ નથી કે અકૃતાગમપણ નથી એમ અહીં પણ સમજવું. પ્રશ્ન-૮૮૫– જો જે બદ્ધ છે તે સ્વલ્પકાળે જ બધું વેદાય તો પ્રસન્નચંદ્રાદિઓ જે સાતમી નરક પૃથ્વી યોગ્ય અસતાવેદનીયાદિક કર્મ બાંધેલું સંભળાય છે તે જો તેઓએ સ્વકલ્પકાળમાં જ બધું વેદયું તો સાતમી પૃથ્વીમાં સંભવ દુઃખના ઉદયથી આપત્તિ આવે. જો તે બધું જ વેદયું તો કૃતનાશાદિ દોષ કઈ રીતે ન આવે? ઉત્તર-૮૮૫ – સાચું કહ્યું, પરંતુ પ્રદેશાપેક્ષાએ જ તે બધું જલ્દી અનુભવાય છે. અનુભાગ-રસનું વદન તો ન પણ થાય. આઠે કર્મ ઉત્તરભેદ સહિત પ્રદેશાનુભવદ્વારથી વદાય જ છે એવો નિયમ છે. રસાનુભવાશ્રયીને ભજના છે તે રસ કોઈક વેદે છે અને કોઈ અધ્યવસાય વિશેષથી હણાઈ જતો હોવાથી નથી વેદતો. આગમમાં કહ્યું છે. તત્થા . अणुभागकम्मं तं अत्थेगइयं वेएइ, अत्थेगइयं नो वेएइ, तत्थ णं जं तं पएसकम्मं तं नियमा वेएइ એટલે પ્રશન્નચંદ્રાદિએ તે નરક યોગ્ય કર્મના પ્રદેશો જ નીરસા અહીં વેદયા છે, રસ નહિ. તે શુભ અધ્યવસાયથી હણાયેલો છે. એટલે તેમને નરકસંભવ દુઃખનો ઉદય નથી. કર્મોના વિપાક અનુભવમાં જ સુખ-દુઃખનું વદન હોય છે. આવું જેણે કર્યું તેને બાંધેલા કર્મના બધા પ્રદેશો અવશ્ય વેદેલા હોવાથી તે કર્મનો ઉપક્રમ કરનારને કૃતનાશાદિ કયા દોષો લાગે? કોઈ ન લાગે. પ્રશ્ન-૮૮૬ – એમ અનુભાગ પણ પ્રસન્નચંદ્રાદિએ વેદયો નથી તેથી તેમને નરકજન્ય દુઃખોનો ઉદય ન થયો, જો એમ હોય તો પણ જેવો રસ બાંધ્યો, તેવો અનુભવ્યો નહિ તો કૃતનાશ કેમ ન થાય?
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy