SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર પૂર્વગૃહીત સંબંધના સ્મરણ દ્વારા ખ્યાલ આવે. જેમકે, જ્યાં ધૂમ ત્યાં અગ્નિ હોય. અહીં, પૂર્વે રસોડાદિમાં જોયા પ્રમાણે પર્વત પર જોયેલા ધૂમાડાના લિંગથી પ્રમાતા અગ્નિરૂપ લિંગીનું ભાન કરે છે. અહીં આત્મારૂપ લિંગી સાથે તેવા કોઈપણ લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ નથી કે જેથી તેના સ્મરણથી તેના લિંગદર્શનથી આત્મા સંબંધી પ્રતીતિ થાય. દેવદત્તની જેમ સૂર્યની દેશાંતર પ્રાપ્તિથી તેની ગતિમાનતા છે. આવા સામાન્યતો દષ્ટ નામના અનુમાનથી સૂર્યાદિની જેમ આત્માની સિદ્ધિ થશે. એવું માનવું પણ યોગ્ય નથી. કેમકે, દાંતના ધર્મી દેવદત્તમાં સામાન્યથી ગતિપૂર્વક દેશાંતર પ્રાપ્તિ પ્રત્યક્ષથી નક્કી કરીને પ્રમાતા સૂર્યમાં પણ ગતિ સિદ્ધ કરે છે. તેથી તે યોગ્ય છે. પણ જીવની વિદ્યમાનતા વિના નહિ રહેનારો કોઈ પણ હેતુ અહીં પ્રત્યક્ષ જણાતો નથી. એટલે આ અનુમાનથી પણ આત્મા સિદ્ધ થતો નથી. આગમથી પણ આત્મા સિદ્ધ થતો નથી. કેમકે, તે પણ અનુમાનરૂપ જ છે, કારણ કે શબ્દપ્રમાણને જ આગમ કહેવાય છે. શબ્દ બે પ્રકારે છે. (૧) દષ્ટ અર્થ વિષય અને (૨) અદષ્ટ અર્થ વિષય. તેમાં, શબ્દથી દષ્ટ અર્થ વિષયક જે પ્રતીતિ થાય તે વાસ્તવમાં અનુમાનથી જ થાય છે. જેમકે ક્યારેક પહોળા પેટવાળા, ઊંચા કાંઠા ગોળ ગ્રીવાદિ આકારવાળા ઘટ પદાર્થમાં “ઘટ’ શબ્દનો પ્રયોગ થતો જોઈ પછી કોઈ વખત “ઘટ લાવ' એવો શબ્દ સાંભળતા પહોળા પેટવાળાદિ આકારવાળો પદાર્થ ઘટ કહેવાય છે, એવા પદાર્થમાં જ ઘટ શબ્દનો પ્રયોગ થાય છે, પહેલાં પણ આવા પદાર્થમાં એ જ શબ્દનો પ્રયોગ થયો હતો અને અત્યારે પણ એ જ સંભળાય છે માટે તેવા આકારવાળો પદાર્થ માટે લાવવો એ પ્રમાણે અનુમાન કરીને પ્રમાતા ઘટ લાવે છે, એટલે દાર્થ સંબંધિ શબ્દ પ્રમાણ વસ્તુતઃ અનુમાનથી ભિન્ન નથી. એમ અહીં શરીર વિના અન્યત્ર આત્મા શબ્દનો પ્રયોગ જણાતો નથી કે જ્યાં “આત્મા” એવો શબ્દ સાંભળીને “આત્મા છે” એવો પ્રત્યય થાય. વળી, સ્વર્ગ-નરકાદિ અદષ્ટ અર્થવિષયક જ્ઞાન પણ અનુમાનથી જુદું નથી, જેમકે આપ્તવચન અવિસંવાદી હોવાથી ચંદ્ર-સૂર્યના ગ્રહણાદિ વચનોની જેમ સ્વર્ગ-નરકાદિ અષ્ટાર્થ વિષયક વચન પ્રમાણ છે. તેવું જ્ઞાન થતું પણ અનુમાનરૂપ જ છે. અહીં, એવા કોઈ આપ્તપુરુષને જોતા નથી કે જેને આત્મા પ્રત્યક્ષ હોય તેથી તેનું વચન આગમરૂપ માનીએ. વળી, જુદા-જુદા દર્શનવાળાના આગમો પણ પરસ્પર વિરૂદ્ધ છે જેમકે – નાસ્તિકો આત્માનો અભાવ જ માને છે. તેઓ કહે છે – “ભદ્ર ! જેટલી આ ઈન્દ્રિયગોચર છે તેટલી જ દુનિયા છે, તે સિવાય પુણ્ય-પાપ-પરલોક જેવું કાંઈ નથી, કેમકે પોતાની બહેનને ફસાવવા તેણે વરુનાં પગલાં બનાવી સવારે પંડિતો અહીં વરુ આવ્યો હશે એમ કહેવા લાગ્યા ત્યારે તેણે કહ્યું કે) છૂપી રીતે આપણે હાથથી પાડેલાં પગલાઓ કે જે પંડિતો વરુના પગલાં કહે છે તે તું જો. નાસ્તિકો આ રીતે આત્માનો અભાવ બતાવે છે. ભટ્ટ પણ એવું જ કહે છે
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy