SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૧૩ (૧) ઘટરૂપ કાર્યનો કર્તા-કુંભાર એ કાર્ય ઘટાદિનું કારણ છે કેમકે કુલાલનો ઘટકાર્યમાં સ્વતંત્ર વ્યાપાર છે. (૨) કરણ- મૃત્પિડ-દંડ-સૂત્રાદિ ઘટના કારણ છે કારણકે એ ઘટાકાર્યમાં સાધકતમ બને છે. (૩) તથા જે કરાય તે કર્મ ઘટરૂપ તે પણ કારણ. પ્રશ્ન-૯૦૫ – પોતે (કાર્યઘટ) જ પોતાનું કારણ કઈ રીતે બને અલબ્ધ આત્મલાભવાળાં એવા તેનું કારણત્વ સંગત થતું નથી? ઉત્તર-૯૦૫ – બરાબર છે કુલાલાદિ કારણની વ્યાપાર ક્રિયાનો વિષય હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તે કાર્ય પણ કારણ બને છે નિર્વત્ય વા વિર્ય વી પ્રાપ્ય વા યત્ ત્તિમ્ ! તદ્ દુષ્ય-ડટ સંસ્કા૨ કર્મ કર્તુર્યવીણિતમ્ II એ રીતે ક્રિયાફળ હોવાથી કાર્ય પણ કારણ બને છે નહિ તો કુંભારાદિની ક્રિયા વ્યર્થત્વની આપત્તિ આવે. અથવા મુખ્યવૃત્તિથી એ કાર્ય ગુણથી કર્મનું કારણ છે. (૪) સંપ્રદાન :- સમ્યક સત્કાર્ય વા પ્રયત્નથી દાન છે કે જેને તે સંપ્રદાન ઘટગ્રાહક દેવદત્તાદિ તે પણ ઘટનું કારણ છે કેમકે તેના ઉદ્દેશથી જ ઘટની નિષ્પત્તિ છે. તેના અભાવે ઘટની ઉત્પત્તિ ન ઘટે. (૫) અપાદાન :- રોવવાને દાન-ખંડન અપનૃત્ય આ-મર્યાદાથી દાન મૃતિંડાદિનું જેનાથી થાય તે મૃતિંડાપાયમાં પણ ભૂમિલક્ષણ અપાદાન ધ્રુવ છે, તે પણ કાર્ય ઘટનું ભૂમિ કારણ છે, તેના વિના પણ ઘટની ઉત્પત્તિ ન થાય. (૬) સંનિધાન-સંનિધીયતે સ્થાપ્યતે કાર્ય તત્ર તે સંનિધાન-આધાર, અધિકરણ તે પણ કાર્યઘટનું કારણ છે તે પણ આધાર તરીકે ઉપયોગી છે તે ઘટનું ચક્ર, ચક્રની ભૂમિ અને ભૂમિનું આકાશ આધાર છે. એ રીતે આધાર-સંનિધાન પણ કાર્યનું કારણ છે તેથી તેને સંનિધાન કારણ કહેવાય છે. પ્રશ્ન-૯૦૬ – જો તે પટ સંબંધિ તંતુદ્રવ્ય તે જ પટનું કારણ માનો તો કાર્ય-કારણ એક થઈ જાય એટલે તંતુ-પટનો કાર્ય-કારણભાવ નહિ થાય. પટસ્વરૂપવતું? તે કાર્ય-કારણનું એકત્વ ઘટતું નથી કારણ કે તે કાર્ય અને કારણ નામાદિથી ભિન્ન છે, જેમકે પટ-તંતુ-નામભેદ, એક પટ-ઘણાતંતુઓ-સંખ્યાભેદ, જેનાથી જણાય તે લક્ષણ તે પટનું અન્ય અને તંતુઓનું અન્ય જેવું છે એટલે લક્ષણભેદ, શીતત્રાણાદિ કાર્ય પટ અને બંધનાદિ કાર્યવાળા તંતુઓ એટલે કાર્ય ભાગ-૨/૯
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy