SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ગુજરાતી પ્રશ્નોત્તર અપાયેલા સુંદર મદિરાના ઘૂંટડાથી, ચંપકને અતિસુરભિજલના સિંચનથી, તિલકને કામિનિકટાક્ષના વિક્ષેપથી, વિરહકને પંચમસ્વરના શ્રવણથી પુષ્પપલ્લવાદિ સંભવ ન ઘટે. ૩OOol પ્રશ્ન-૧૦૯૩– બકુલને રસનેન્દ્રિયનો ઉપલભજ ઘટે છે તો કેમ એને સર્વવિષયોપલંભ સંભવ કહો છો? ઉત્તર-૧૦૯૩ – સાચી વાત છે, મુખ્યતયા તે જ સંભવે છે. પણ ગૌરવૃત્તિથી શેષ ઇન્દ્રિયોના વિષયોના ઉપલંભ પણ એને સંભવે છે. તે તરુણીના શરીરનો સ્પર્શ, હોઠનો રસચંદનાદિગંધ-સુંદરરૂપ-મધુર અવાજ રૂપ પાંચે ઈન્દ્રિયોના વિષયો સંભવે છે. પ્રશ્ન-૧૦૯૪ – તો પછી એને પંચેન્દ્રિય જ કહો ને એકેન્દ્રિય કેમ કહો છો? ઉત્તર-૧૦૯૪ – તો પણ તે પંચેન્દ્રિય કહેવાતો નથી કારણ એને બાહ્ય નિવૃત્તિઆદિ ઇન્દ્રિયો નથી. જેમ ઘટ બનાવવાની શક્તિવાળો કુંભાર સુતેલો હોય તો પણ કુંભાર કહેવાય છે, તેમ બાહ્ય-ઈન્દ્રિય રહિત હોવા છતાં પણ બકુલાદિ વૃક્ષો લબ્ધિ ઈન્દ્રિય વડે પંચેન્દ્રિય કહેવાય છે. ઇન્દ્રિયોનો લાભક્રમ - પ્રથમ ભાવેન્દ્રિયલાભ-પછી દ્રવ્યન્દ્રિય લાભ. વિશેષ પ્રકારથી – (૧) ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય. પછી (૨) બાહ્યાન્તરભેદ ભિન્ન નિવૃત્તિ પ્રાપ્ત થાય. પછી (૩) અન્તર્નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ ઈન્દ્રિય પ્રાપ્ત થયા પછી (૪) ઈન્દ્રિયાર્થોપયોગ થાય છે. આ ચારે ક્રમસર થાય છે. પરિષહો :- માર્ગની અમ્બલના અને નિર્જરા માટે સહન કરવા યોગ્ય જે તે પરિષહોસુધાદિ બાવીસ છે. ઉપસર્ગો :- (૧) પીંડાદિથી જીવ ઉપસર્જે-જોડાય તે ઉપસર્ગ-કરણસાધન. (૨) અથવા જીવની સાથે જે જોડાય તે ઉપસર્ગ-કર્મસાધન (૩) અથવા ઉપસર્ગના લીધે જીવ પીડાદિ સાથે જોડાય તે-અપાદાન સાધન (૪) તે દિવ્ય, માનુષ, તૈર્યગ્યોનિ તથા આત્મા દ્વારા સંવેદાય તે-આત્મ સંવેદનીય એમ ચાર પ્રકારે છે. હાસ્યથી, પૂર્વભવના દ્વેષથી, વિમર્શથી અને વિમાત્રાથી દેવો ઉપસર્ગ કરે છે, એ પ્રમાણે મનુષ્ય પણ ચાર પ્રકારે ઉપસર્ગ કરે છે એમાં ચોથો પ્રકાર કુશીલ પ્રતિસેવનાથી જાણવો. તિર્યંચો ભયથી, દ્વેષથી, આહાર માટે, રક્ષણ માટે ઉપસર્ગ કરે છે. અને આંખમાં
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy