SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ બાહ્ય-અત્યંતર ૨ પ્રકારે છે. બાહ્યનિવૃતિ-વિચિત્ર મનુષ્ય-અશ્વ-સસલાદિ કોઈની પણ કેવા સ્વરૂપવાળી છે, અન્તર્નિવૃતિ-શ્રોત્ર-કંદબપુષ્પના આકારવાળી માંસના ગોળારૂપ જાણવી. ચક્ષુ-ધાન્યમસૂર આકાર, પ્રાણ-અતિમુક્તના ફુલના ચંદ્ર જેવી, રસના સુર જેવી, સ્પર્શનાનાના આકારની. આ શ્રોત્રાદિની નિવૃત્તિનો આકાર છે. તે જ કદમ્બપુષ્પાકૃતિ માંસગોલકરૂપ શ્રોત્રાદિ અંત નિવૃતિનો જે વિષયગ્રહણ સમર્થ શક્તિરૂપ ઉપકરણ તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. જેમ તલવારની છેદનારી શક્તિ, કે વર્તિની દાહાદિ શક્તિ. તેમ આ પણ શ્રોતાદિ અંતરર્નિવૃત્તિનું વિષયગ્રહણ સમર્થ શક્તિરૂપ જાણવું. પ્રશ્ન-૧૦૯૧ – તો તે પણ તત્શક્તિરૂપ હોવાથી અંતર્નિવૃત્તિ જ થાય ને ? ૨૪૬ - ઉત્તર-૧૦૯૧ – તે પણ અન્ય ઇન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિયના અન્યભેદ રૂપ છે. કારણ કે અહીં કદંબપુષ્પાદિ આકૃતિ, માંસગોલક આકારવાળી શ્રોત્રાદિ અંતર્નિવૃત્તિની જે શબ્દાદિ વિષય જાણનારી શક્તિ છે. તેના વાત-પિતાદિથી ઉપઘાત થતા છતા યથોક્ત અંતર્નિવૃત્તિ છતાં જીવ શબ્દાદિ વિષયને ગ્રહણ કરતો નથી. એટલે જણાય છે કે અંતર્નિવૃત્તિ શક્તિરૂપ ઉપકરણેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયનો બીજો ભેદ છે. ભાવેન્દ્રિય :- લબ્ધિ અને ઉપયોગ ઇન્દ્રિયોના આવારકકર્મોનો ક્ષયોપશમ થાય છે તે જીવની લબ્ધિ છે. શેષ દ્રવ્યેન્દ્રિય પણ લબ્ધિની પ્રાપ્તિમાં જ થાય છે. જે શ્રોત્રાદિ ઇન્દ્રિયનો સ્વવિષયમાં પરિચ્છેદ-વ્યાપાર તે ઉપયોગ કહેવાય છે. તે એક કાળે દેવાદિનો પણ એક જ શ્રોત્રાદિ કોઈપણ એક ઇન્દ્રિયથી થાય છે ૨ વગેરેથી નહિ. તેથી ઉપયોગને આશ્રયીને બધા જીવો એકેન્દ્રિય જ છે. એક કાળે દેવાદિને પણ કોઈ એક ઇન્દ્રિયનો જ ઉપયોગ હોવાથી. પ્રશ્ન-૧૦૯૨ જો ઉપયોગથી બધા જીવો એકેન્દ્રિય છે તો એકેન્દ્રિય-બેઈન્દ્રિય વગેરે ભેદ આગમમાં કેમ બતાવ્યો ? - ઉત્તર-૧૦૯૨ જીવોના એકેન્દ્રિયાદિ ભેદો શેષ નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ ઇન્દ્રિયને આશ્રયીને જાણવા. તે દ્રવ્યેન્દ્રિયો જેની જેટલી છે તેટલીથી વ્યપદેશ છે, ઉપયોગથી નહિ. અથવા લબ્ધિ ઇન્દ્રિયને આશ્રયીને વક્ષ્યમાણયુક્તિથી બધા પૃથ્વીઆદિ જીવો પંચેન્દ્રિય જ છે. કારણ કે બકુલ-ચંપક-તિલક-વિરહકાદિ વનસ્પતિ વિશેષોના સ્પર્શનથી તથા શેષ જે રસનપ્રાણ-ચક્ષુ-શ્રોત્રરૂપ ઇન્દ્રિયો છે તેમના સંબંધી ઉપરંભ દેખાય છે. તેથી જણાય છે કે તે બકુલાદિને પણ તદાવરણ ક્ષયોપશમ સંભવ છે. અને તેમનામાં રસનાદિ ઇન્દ્રિયાવારક કર્મક્ષયોપશમની જે અને જેટલી માત્રા છે. નહિ તો બકુલનો શણગારેલી કામિનીના મૂખથી
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy