SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પડેલા કણાદિ ખુંચવાથી, અંગો જડાઈ જવાથી, ખાડા વગેરેમાં પડવાથી, તથા પરસ્પર અંગોને મસળવાથી આત્મસંવેદનીય ઉપસર્ગો થાય છે. નમસ્કારનું ફળ :- અહંન્નમસ્કાર જીવને ભવસહસ્ર-અનંતભવોથી છોડાવે છે. મોક્ષપ્રાપ્ત કરાવે છે. કોઈને તે જ ભવે મોક્ષ અપાવતો નથી, તો પણ ઉપયોગ વિશેષ ભાવથી કરાતો ભાવનાવિશેષથી જ અન્ય જન્મામાં ફરીથી બોધિલાભ માટે થાય છે. અને બોધિલાભ નિશ્ચય જલ્દીથી મોક્ષહેતુ છે. ધન્ય એવા સાધુ આદિઓના-ભવક્ષય કરતા એવાનાં યાવજ્જવ હૃદયને ન મુકતો અને વિસ્રોતિકા વિમાર્ગગમન-અપધ્યાનનો આવારક અહમ્ નમસ્કાર થાય છે. નમસ્કારની મહાર્થતા :- જે નમસ્કાર મરણ સમીપ થતે છતે સતત ઘણીવાર કરાય છે તેથી મોટી મુશ્કેલીમાં દ્વાદશાંગીને મુકીને તેના સ્થાને સ્મરણ કરવાથી એ મહાઈવાળો છે. મરણરૂપ દેશકાળમાં જેમ જવલનાદિમયમાં શેષ સર્વ છોડીને પણ મહામૂલ્ય એવા એક મેઘરત્નને અથવા યુદ્ધમાં કે અતિભયમાં એક અમોધ અસ્ત્ર ગ્રહણ કરાય છે. તેમ અહીં નમસ્કાર દ્વાદશાંગીને મૂકીને પણ કરાય છે. તેથી તે દ્વાદશાંગાર્થ છે. વીતરાગે કહેલા જે એક પદમાં પણ જીવ સંવેગ પ્રાપ્ત કરે છે. અને નિર્વેદ પ્રાપ્ત કરે છે તેનું એક પદ પણ મોહજાતના ઉચ્છેદનું કારણ હોવાથી સંપૂર્ણ દ્વાદશાંગરૂપ જ્ઞાન જ થાય છે. તાઈવસ્તૃત્વાન્ ! તો પછી અનેકપદસ્વરૂપ નમસ્કાર કેમ સંપૂર્ણ દ્વાદશાંગ જ્ઞાન નહિ થાય ? પ્રશ્ન-૧૦૯૫ – પણ પ્રસ્તુતમાં તે એકપદ કેમ છે? ઉત્તર-૧૦૯૫ – લોક વ્યવહારમાં સાંપ્રતમન્જતંતુનઃ પ્રવુરો શોધૂમ:, સંપત્રો યવ: વગેરેમાં અનેક પણ એક કહેવાય છે. તેમ મરણ સમયે કરાતો પંર નમોક્ષારો અનેક પદાત્મક છતાં વ્યવહારથી એકાદ માત્ર મનાયો છે. પ્રશ્ન-૧૦૯૬ - નિર્યુક્તિ કારે મરવ શિર વદુતો (ગા.૩૦૧૫) કહ્યું છે ત્યાં શું કારણ છે? ઉત્તર-૧૦૯૬ – કારણ નમસ્કાર અતિ નિર્જરા માટે છે. તથા દ્વાદશાંગ ગણિપિટકાર્થ અને મહાથે ઉક્ત રીતે વર્ણવ્યો છે તેથી સતત ઘણીવાર કરાય છે. “સત્રપાવUVI "ની વ્યાખ્યા : પાપશબ્દની નિયુક્તિઓ:- પાંસતિ-મતિનયતિ નીવ, fપતિ હિતમ, પતિ-વે પર્વ રક્ષતિ નીવે, ન પુનતમ્મા, નિ:સતું તિ તિ, આઠ-જ્ઞાનાવરણીયાદિ જાતિભેદોને નાશ કરે તે સર્વ પાપપ્રણાશન,
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy