SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૪૯ મંાના ૪ સાલ્વેહિ અહમ્ નમસ્કારરૂપ મંગલ નામ-સ્થાપનાદિ મંગલોમાં પ્રથમ છે અથવા મોક્ષરૂપ પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે. અથવા અરિહંત-સિદ્ધ આદિ પાંચ ભાવ મંગળોમાં એને પ્રથમ મંગલ કહેલ છે. અહં નમસ્કાર સમાપ્ત સિદ્ધનમસ્કારઃ- જે ગુણ વડે જે બનેલ હોય તે સિદ્ધ કહેવાય છે. તે સામાન્યથી નામાદિ ચૌદ પ્રકારના જાણવા. તેમાં નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્યસિદ્ધ-રંધાયેલો ભાત, કર્મસિદ્ધ, શિલ્યસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મન્દ્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, બુદ્ધિસિદ્ધ, તપ સિદ્ધ, કર્મક્ષયસિદ્ધ, દીર્ઘકાળ, સંતાનાપેક્ષા અનાદિ સ્થિતિબંધકાળ, રજનિસર્ગનિર્મળ જીવના રંગવાથી અર્થાત્ મલિન કરવાથી, અથવા સ્નેહન-બંધન યોગ્ય થાય છે એ સામ્યથી રજ અથવા સૂક્ષ્મ હોવાથી રજ એવું કર્મનું જ વિશેષણ દીર્ઘકાળ રજ છે. તદ્રુપ કર્મ ભવ્યસંબંધિ જ્ઞાનાવરણાદિ અષ્ટ પ્રકારે પૂર્વે તેને સિત-બદ્ધ બાંધેલું અથવા અનાભોગથી થયેલ યથાપ્રવૃત્ત કરણથી અને સમ્યજ્ઞાનાદિ ઉપાયથી ક્રમે કરીને શેષ કરેલું, આ રીતે બાંધેલું બાત-તીવ્રધ્યાનાગ્નિથી દગ્ધ-ખપાવેલું, આવા કર્મ દહન પછી સિદ્ધનું સિદ્ધત્વ ઉત્પન્ન થાય છે અસિદ્ધનું નહિ. ઉપજાયતે-તે આત્માનું સ્વાભાવિક સત્સિદ્ધત્વ અનાદિકર્મથી ઢંકાયેલું તદાવરણ નાશથી પ્રગટ થાય છે. અસદ્ થાય છે એમ ન માનવું. અથવા સિદ્ધનું સિદ્ધત્વ સદ્ભાવરૂપ પ્રગટ થાય છે. પ્રદીપનિર્વાણરૂપ અભાવરૂપ નહિ; કેટલાક કહે છે – दीपो यथा निर्वृत्तिमभ्युपेतो नैवावनिं गच्छति नांतरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न વાજિંત્ હસયાત્ વનતિ શક્તિમ્ III નીવતથા... શક્તિમ્ રા આવું સિદ્ધત્વ માનવામાં દીક્ષાદિનો પ્રયાસ વ્યર્થ જાય અને નિરન્વયક્ષણ ભંગ ન ઘટે. પ્રશ્ન-૧૦૯૭ - મુમુક્ષુના ભવોપગ્રાહી ચારકર્મ મોક્ષગમન સમયે ક્રમશઃ ક્ષય થાય છે કે યુગપતું? ઉત્તર-૧૦૯૭ – યુગપત્ ક્ષય થાય છે. પ્રશ્ન-૧૦૯૮ – ચારે કર્મનો તુલ્યસ્થિતિનો નિયમ ક્યાં છે? વિષમ બાંધેલા હોવાથી વિષમસ્થિતિક જ તે ઘટે છે? હવે જો વિષમસ્થિતિક પણ સમક ખપાવે છે તે બરાબર નથી, તે મુમુક્ષુ અપૂર્ણસ્થિતિક આયુની અપેક્ષાએ દીર્ઘસ્થિતિક વેદનીય-નામ-ગોત્રકર્મ હ્રસ્વસ્થિતિક આયુના અનુરોધથી કઈ રીતે ખપાવે? કૃતનાશનો દોષ આવે? અધિકને તોડીને નાશ કરવાથી કૃતનાશ થાય, એટલે આયુ.ને વધારીને વેદનીયાદિ સાથે સમસ્થિતિક કરીને એકસાથે ખપાવે છે એમ કહો તો આયુષ્યની વેદનીયાદિ સાથે સમસ્થિતિ ક્યાંથી થાય? અકૃતાગમ દોષ આવે,
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy